________________
૨પર
જ્ઞાનપદ ભજીએ રે.
અવગણના કરે છે, તે માણસની વિદ્યા તથા જ્ઞાન નિષ્ફળ થાય છે. તથા વિનયસહિત અને ગુણે કરીને યુક્ત એવો જે માણસ ગુરુની પાસે બહુમાનપૂર્વક વિદ્યા ગ્રહણ કરે છે, તેની તે વિદ્યા સત્વર સફળ થાય છે.”
બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા કોઈ એક સિદ્ધપુત્રની પાસે બે શિષ્યો અભ્યાસ કરતા હતા. બને જણા વિનય તથા ભક્તિ વિગેરે બરાબર કરતા હતા. પરંતુ તે બન્નેમાંથી એકને ગુરુને વિષે બહુમાન હતું, અને બીજાને તેવું નહોતું. તે બન્ને ઘાસ અને કાષ્ઠ લેવા માટે વનમાં ગયા. માર્ગમાં પગલાં જોઈને એક કહ્યું કે –“આગળ હાથી જાય છે.” ત્યારે : બીજો બોલ્યો કે - “હાથી જતો નથી, પણ હાથણી જાય છે. તે પણ ડાબી આંખે કાણી છે, તેના પર એક સ્ત્રી અને એક પુરુષ બેઠેલા છે, તેમાં જે સ્ત્રી છે તે ગર્ભિણી અને તરત પ્રસવવાના સમયવાળી છે, તેણીએ રાતું વસ્ત્ર પહેરેલું છે, તથા તે થોડી મુદતમાં જ પુત્રને પ્રસવશે” તે સાંભળીને બીજો બોલ્યો કે “ ભાઈ! કેમ આમ દીઠા-ભાળ્યા વિના સંબંધ વિનાનું બોલે છે?” ત્યારે તે બોલ્યો કે “જે જ્ઞાન છે તે પ્રતીતિ (ખાત્રી)ના સારવાળું જ હોય છે, તેથી મારી કહેલી સર્વ હકીકત આગળ જણાશે.” પછી તે બને કેટલીક પૃથ્વી આગળ ગયા, તેટલામાં તેણે તે જ પ્રમાણે સર્વ જોયું. તથા તે સ્ત્રીને પ્રસવનો સમય થયેલો હોવાથી ત્યાં એક વેલાઓની ઝૂંપડી કરી હતી અને તેમાં તે સ્ત્રી રહેલી હતી. તેથી સર્વ વાત તત્કાળ મળતી આવી. પછી તે બને ત્યાં ક્ષણવાર રહ્યા, તેટલામાં તેણીએ પુત્ર પ્રસવ્યો તે જોઈને બીજો “આણે આ સર્વ શી રીતે જાણું” એમ વિચારીને આશ્ચર્ય પામ્યો; તથા “મેં કાંઈ પણ જાણ્યું નહીં” એમ વિચારીને ખેદ પામ્યો. ત્યાંથી બન્ને ચાલતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org