________________
૧૯
અમૃતના રસથી બનાવેલા છે કે કેઈદેવ સાનિધ્યથી? પછી રાજાએ આરામશોભાને કહ્યું કે હે સુવદનિ! દુનિયામાં કદી ન મળેલા આ મેદકે તારી બહેનને આપ. પતિદેવની આજ્ઞા પ્રમાણે પોતાના કમળ કરથી એ લાડવા પોતાની બહેનને આપ્યા. મૃત્યુ લેકમાં મળવા દુર્લભ એવા તે મેદકેને ખાધા પછી આરામશોભાની શૌયે તેની માતાના વખાણ કરવા લાગી. અનેરી ચતુરાઈ છે. આરામદેભાની માતાની કે જેણે પિતાની ચતુરાઈથી અમૃત રસના જ મેદકે બનાવેલા જણાય છે. વિદાય વખતે વિપ્રે રાજાને કહ્યું હે દેવ મારી પુત્રીને મારા ઘેર ઘેડાં દિવસ માટે મેકલે. તેની માતાનું તેને દર્શન થશે. ત્યારે રાજાએ હસીને કહ્યું; હે ભદ્ર! જરૂર તમે સરળ સ્વભાવી લાગે છે તમને ખબર નથી કે રાજાની સ્ત્રીઓ સૂર્યને પણ જોઈ શકતી નથી. તે પછી મોકલવાની તે વાત જ શી ? પછી બ્રાહ્મણ વિદાય લઈ ઘેર આવ્યું. અને બધી હકીકત પોતાની પત્નીને કહી. તે દુષ્ટ અધ્યવસાયવાળી બ્રાહ્મણ મનમાં બેલી. ધિક્કાર હિ! ધિક્કાર હિ! મારી બુદ્ધિને. મેં વિચાર્યું હતું કે ડું વિષ નાખવાથી પણ માણસ મૃત્યુને ભેટે છે. પહેલાં ખબર હેત .....પણ ચાલે કાંઈ વાંધે નહીં. હવે હું ઉગ્ર વિષ નાખી ઉત્તમ પકવાન્ન બનાવી મોકલીશ, કે જેથી તે તત્કાલ મરણનું શરણ સ્વીકારે. પછી તે દુષ્ટાએ ઉગ્ર વિષમિશ્રિત પકવાન તૈયાર કરી પહેલાંની જેમ સીલબંધ કરી પોતાના પતિને સેંપ્યું. અને કહ્યું, હે પ્રાણુ વલ્લભ! આ ઘડે પણ પુત્રીને આપી આવો. અહો દુષ્ટ દુરાત્માઓને દુરાચાર દુનિયામાં દેખવા જેવું હોય છે. ક્રમે કરીને બ્રાહ્મણ તે જ વડવૃક્ષના મૂળમાં થાક ઉતારવાના સબબથી સૂતો અને