________________
૨૮૨
તિએ મારું નાક કાપી લીધું–એટલું જ નહીં પણ સાથે શ્રાપ આપે કે “હે પાપિણી ! આજ પછી તું અહીં નહીં આવી શકે, મનુષ્યલોકમાં જ તારા પ્રમાદનું ફળ ભેગવ.” તે સાંભળી બહુ આકંદ કરતી હું ઈન્દ્ર ચરણોમાં ઢગલાની જેમ ઢળી પડી–મારાં અમૂલ્ય આંસુઓથી એમના ચરણ પખાળી પૂછ્યું, “હે નાથ ! આ શ્રાપનો અંત કયારે થશે?” તે બોલ્યા, મનુષ્યના માંસનું ભક્ષણ કરતી એવી તને કોઈ પુરુષ એની મેળે પૂછે કે “હે નાક વગરની નાકકટ્ટી! કયા વીર પુરુષે તારું નાક કાપ્યું છે?” ત્યારે જ આ શ્રાપને અનુગ્રહ થશે. પછી મેં આ નગરના સર્વ મનુષ્યને આ અશ્વો તથા કામિનીઓથી લલચાવી–ભેળવી તેમનું ભક્ષણ કર્યું, વળી અહીં આવેલા કેટલાક વિદેશી મુસાફરોને પણ મારીને હું ખાઈ ગઈ છું, પરંતુ એ વત્સ! આજ સુધી કોઈએ પૂર્વોકત પ્રશ્ન ન પૂછયો. આજ તારા પૂછવાથી હું શ્રાપમુક્ત થઈ છું માટે તું આ કન્યાઓ તથા અશ્વયુક્ત આ રાજ્યને સુખપૂર્વક ભગવ-એમ કહી તેણે સંજીવની વિઘાથી સર્વ નગરજનોને સજીવન કર્યા. અને ધિષ્ટને રાજ્ય સેંપી તે પિતાના સ્વર્ગસ્થાનમાં ગઈ. ધિષ્ઠરાજા પોતાના છએ મિત્રને માંડલિક પદ પર સ્થાપિત કરી પોતે નીતિપૂર્વક રાજ્યનું પરિપાલન કરવા લાગ્યા.........
અહીં એક દિવસ આચાર્ય ભગવંત સાધુ પરિવાર સાથે તે નગરના ઉદ્યાનમાં સમેસર્યા. વનપાલકની સુખદાયક વધામણું સાંભળી ધિષ્ઠરાજા શુદ્ધ ભાવે સપરિવાર વંદના કરવા ગયે. ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદી એગ્ય સ્થાને બેઠે. ગુરુજીએ મધુર વાણએ દેશના આપીઃ “હે પુણ્ય