________________
ઉલ્લાસ છો
કંડકાલિક ચરિત્ર હવે શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને કંડકાલિક શ્રાવકનું ચરિત્ર કહે છે –
આ ભરતક્ષેત્રમાં પૃથ્વીના તિલક સમાન ચતુર્વર્ગની લક્ષમીથી યુક્ત નાગરિકેથી શોભાયમાન કાંપત્યપુર નામનું નગર છે તેમાં આમ આદિ વૃક્ષોથી યુક્ત નંદનવન સમાન શિલાવર્તન નામનું એક ઉદ્યાન છે. ત્યાં પરાક્રમથી દિશાઓ જીતનાર, પૃથ્વી પર ઈન્દ્ર સમાન અને ક્ષત્રિય શિરોમણિ એ જિતશત્ર રાજા રાજ્ય કરતા હતા. વળી તે નગરમાં મહા સમૃદ્ધિશાળી કુંડલિક નામને એક ગાથાપતિ પિતાની વલ્લભા પૂષા સાથે વસતે હતો. તેનું છ છ કોડ સવર્ણ દ્રવ્ય વ્યાજ, વ્યાપાર અને પૃથ્વીમાં રોકાયેલું હતું, અને છ ગેકુલ તેને ત્યાં હતાં.
એક દિવસ ગૌતમાદિ અગિયાર ગણધર સહિત સુરાસુરથી સેવાતા શ્રી વર્ધમાનસ્વામી શિલાવર્તન ઉદ્યાનમાં સમેસર્યા. પ્રભુને સમવસરેલા જાણી, હર્ષ માંચને ધારણ કરી કુંડકાલિક મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વાંદવા ઊપડ્યો.
૨૦