Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાનશના
બબી
go POLCGIS.OLIO
Page #2
--------------------------------------------------------------------------
________________
©
છછછ .......
શ્રી
વર્ધમાન દેશના
[ ભાષાન્તર ]
: મૂળ લેખક :
શ્રી રાજકીર્તિ ગણિ
ભાષાન્તરકર્તા
મુનિ વિશાલવિજય
: પ્રકાશક :
જસવંતલાલ ગીરધરલાલ શાહ ૧૨૩૮, રૂપાસુરચંદની પાળ
અમદાવાદ.
......................... ̈ ̈ ̈···········
100
J
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન જસવંતલાલ ગીરધરલાલ શાહ ઠે. ૧૨૩૮, રૂપાસુરચંદની પોળ,
અમદાવાદ શ્રી મેઘરાજ જૈનપુસ્તક ભંડાર ગેડીની ચાલ, કીકાસ્ટ્રીટ મુંબઈ ૨
આવૃત્તિ ૧લી કિંમત ૪-૮-૦
ઈ. સ. ૧૯૫૫
વિ. સં. ૨૦૧૧
વિ. સં. ૨૪૮૧
મહા સુદ ૫
પ્રત ૧૦૦૦
મુદ્રક : શાહ ભણલાલ છગનલાલ ધી નવપ્રભાત પ્રી. પ્રેસ ઘીકાંટાડ, નોવેલ્ટી સીનેમા
પાસે, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
તપેાગચ્છાધિપતિ શાસનસમ્રાટ સૂરિચક્ર ચક્રવર્તિ સર્વતંત્ર સ્વતંત્ર અનેક મહાતીર્થોદ્ધારક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ
આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #6
--------------------------------------------------------------------------
________________
એ માલ
અમે વીર સંવત ૨૪૮૦નું ચામાસુ` મુંબઈ પાયધૂની શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં પૂજ્ય પંન્યાસ પ્રખરવક્તા પૂર ધરવિજયજી ગણિવયની નિશ્રામાં રહ્યા હતા. પૂનિત પર્વાધિરાજ પર્યુ ષણાએ માનભેર વિદાય લીધી હતી. ત્યારમાદ અમે “ માટુંગા ” કચ્છી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ઉપાશ્રયમાં કે જ્યાં પૂજ્ય પંન્યાસ પ્રવર સમર્થ વ્યાખ્યાનકાર યશાભદ્રવિજયજી ગણિવર્ય ચાતુર્માસ વિરાજમાન હતા. ત્યાં આવ્યા.
અમે એક રાત્રિએ ધર્મચર્ચા કરતાં બેઠા હતા. એ અવસરે મુંબઈના જાણીતા બુકસેલર કુવરજીભાઈ હીરજી છેડા (મેઘરાજ પુસ્તક ભંડાર) એ જૈન સાહિત્યના કથાનક વિષચના કેટલાક ગ્રંથાની વાતચીત કરી. અંતે તે ખેાલ્યા કે મે' ઘણા ગ્રન્થા વાંચ્યા, પરંતુ આજથી ૪૦ વર્ષ પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું. જેનું નામ “ વષઁમાન દેશના ભાષાંતર ” છે. તે પુસ્તકનું નામ સાંભળતાં મને ફરી વાંચવાનુ મન થઈ જાય છે, કારણ કે તે મને બહુ ગમી ગયું છે.
પૂર્વે જે વાંચ્યું હતું તે ફક્ત ખાળક બુદ્ધિથી જ વાંચેલું. હાલ મને બહુ ઈચ્છા થાય છે કે હું તે પુસ્તક ક્રીથી વાંચું. પરંતુ હાલ તે અલભ્ય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ગ્રન્થ મૂળ સંસ્કૃત તથા માગધી છે. તે પણ હાલ દુષ્પાપ્ય છે. એ પુસ્તક જેમ રસિક અને આશ્ચર્યકારી છે તેમ બોધક પણ છે. અગર આપ આ ગ્રંથનું સરળ ભાષાંતર કરે તો તે સમગ્ર સંઘને મહા ઉપયોગી થઈ પડશે.
મેં તેમને સંતોષકારક જવાબ આપે, અને હું વિસર્જન થયા. મેં બીજે દિવસે જ એ ગ્રંથ મંગાવી વાંચ શરૂ કર્યો. બે એક પત્ર વાંચ્યા પછી એ રસ પડયો કે પાના હાથમાંથી મૂકવાનું મન ન થયું. ડીવાર પછી પૃષ્ટ પર નજર નાખી ત્યારે ખબર પડી કે મેં બહુ પત્ર વાંચી કાઢયા છે. આ ગ્રંથમાં તરણતારણ પરમપાવન ચરમ તીર્થ. પતિ શ્રી વર્ધમાન સ્વામી ભગવંતે આપેલી દેશનાએ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંતે ચરમકેવળી શ્રી જબૂ સ્વામી ભગવંતની આગળ સવિસ્તાર વર્ણવી છે. આમાં આણંદ-કામદેવ આદિ શ્રાવકની રિદ્ધિ-સિદ્ધિ-ભક્તિ–ભાવશુદ્ધશ્રદ્ધા અને મિથ્યાત્વી દેવાના ઉપદ્રવ વગેરેનું વર્ણન આવે છે. ગ્રંથ વાંચ્યા પછી આ ગ્રંથનું ભાષાંતર મારાથી બની શકશે એવી મને ખાત્રી થઈ ત્યારે મેં પરમપૂજ્ય પરમેપકારી પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આબાલબ્રહ્મચારી સર્વતંત્ર
સ્વતન્ન સૂરિચકચકવતી જગદ્દગુરૂ શાસનસમ્રાટુ તપગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પટ્ટાલંકાર બાલ બ્રહ્મચારી કવિરત્ન પીયૂષપાણિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબની સમક્ષ આ વાત મૂકી અને ભાષાંતર કરવાની અનુજ્ઞા આપી. ત્યારે પર
Page #8
--------------------------------------------------------------------------
________________
મકૃપાળુ પરમ ગુરૂદેવ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબે મારા ઉપર અસીમ કૃપા કરી મને ઉદાર હૈયે અનુમતિ આપી. કૃતાર્થ કર્યો. ત્યારપછી મેં પરમપૂજ્ય પ્રખર વક્તા દ્રવ્યાનુયેગજ્ઞાતા પંન્યાસ પ્રવર શ્રી ધુરંધરવિજયજી ગણિવર્યને આ હકીકતનું નિવેદન કર્યું તેઓએ પણ મને અનેરો ઉત્સાહ આપે.
પૂજ્ય પંન્યાસ ધુરંધરવિજયજી મહારાજ સાહેબ હરહંમેશ પૂરતી સૂચના કરતા રહેતા અને આ ગ્રંથ કેમ સારે અને આકર્ષક લખાય તેની પૂરતી કાળજી પૂર્વક પ્રેરણા આપતા હતા. આથી પૂજ્ય આચાર્યદેવને તથા પૂજ્ય પંન્યાસજી મહારાજને ઉપકાર કદીયે ભૂલાય તે નથી.
પછી તો આ ગ્રંથનું ભાષાંતર શરૂ કર્યું અને શાસનદેવની કૃપાએ તે સંપૂર્ણ થઈ આપના કરકમલમાં આવ્યું. આ પુસ્તકમાંથી આપણે એ બોધ લેવાનો છે કે ભગવંતના આણંદ આદિ શ્રાવકે પાસે અઢળક સંપત્તિ હતી. છતાં તેઓ લક્ષ્મીના દાસ નહાતા બન્યા, પરંતુ લક્ષ્મીને પોતાની દાસી બનાવી હતી. વિચારે કે ભગવંતના ઘણા શ્રાવક હતા છતાં માગમમાં આ દશ શ્રાવકનાજ અધિકાર કેમ આવે છે? જવાબ સ્પષ્ટ છે કે એમના આચરણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. સાતમું ઉપાસક દશાંગ નામનું અંગ સૂત્ર છે. તેમાં આ દશે શ્રાવકેના સવિસ્તારે અધિકાર છે. શ્રી સંઘ આ પુસ્તકને વાંચી બોધ ગ્રહણ કરી અમલમાં મૂકશે. એજ શુભેચ્છા.
Page #9
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પ્રકાશન કરવામાં શુદ્ધિ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. છતાં આ મારા પ્રથમ પ્રયાસ છે. કોઈ જગ્યાએ મતિદોષ, પ્રમાદવશ કે ભ્રમણાથી શ્રી જિનાગમ વિરૂદ્ધ લખાણું હાય તથા કાઈપણ કારણે સ્ખલના રહી જવા પામી હોય એ ખદલ ત્રિકરણ ચેાગે ક્ષમા યામી વિરમું છું.
લી. વિશાલ વિજયના ધર્મ લાભ.
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
શાસનસમ્રાટ સૂરિચક ચકવતિ સર્વ તંત્ર સ્વતંત્ર બાલ બ્રહ્મચારી આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી
મહારાજ સાહેબના પટ્ટધર
શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ આચાર્ય મહારાજ
શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
માનવી જેટલા પ્રમાણમાં મુક્તિને ચાહે છે તેટલા પ્રમાણમાં તે માર્ગે ચાલી શકતો નથી. માનવી જે સત્યમાગે ચાલે તે જરૂર તે મુક્ત બની શકે છે. શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ મુક્તિના માર્ગો બતાવ્યા છે.
મનુષ્ય જ્યારે માંદા પડે છે ત્યારે ડોકટર અથવા વૈદ્યની મુલાકાત લે છે. તેવી જ રીતે મનુષ્ય પિતાનું જીવન ઉન્નત અને કલ્યાણકારી બનાવવા માટે જ્ઞાની સાધુ-પુરૂષને સમાગમ-સહવાસ કરે જોઈએ.
આજે ચારે બાજુ સુધારણાની વાતે બહુ થાય છે. કયાંક શિક્ષણની તે કયાંક સુઘડતાની બાબતમાં, પરંતુ આ બધામાં સૌથી પ્રથમ પિતાના જીવનની સુધારણા કરવાની જરૂર છે. અને જીવનની સાચી સુધારણા તરણતારણ પરમપાવન શ્રી વીતરાગ દેવના સાહિત્યના શ્રવણ કે વાંચન વિના ન થઈ શકે એ બીનાને લક્ષ્યમાં રાખી. પ. પૂ. વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણિના શિષ્ય પ. પૂ. શ્રી રાજકીર્તિગણિની રચેલી ગદ્યબદ્ધ વર્ધમાનદેશના મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ સરળ ભાષામાં સુંદર અનુવાદ કર્યો છે. તે પ્રશંસનીય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
વર્ધમાનદેશના એટલે ચરમતીર્થાધિપતિ શાસન નાયક ભગવંત શ્રી મહાવીરના ધર્મોપદેશને સંગ્રહગ્રંથ. આ ગ્રંથમાં ભગવંત મહવીર દેવે આણંદ કામદેવ આદિ દશે શ્રાવકને ધર્મોપદેશ આપી વ્રતધારી બનાવ્યાને ઉલેખ છે. તે સાથે બાર તે પર બેધદાયક રસિક કથાઓ પણ છે.
ભગવંત મહાવીરને થયા આજે લગભગ ૨૫૦૦ વર્ષ ગયાં છે, છતાં તેમનું જીવન, તેમનું જ્ઞાન આજે પણ આપણને મુક્તિને માર્ગ બતાવે છે.
મહાપુરૂષનું જીવન પણ પર્વત પરથી વહેતા મોટા જળપ્રવાહ જેવું હોય છે. જેવી રીતે જળપ્રવાહ મેટા પથ્થરે તોડીને પણ પિતાને રસ્તે કાઢે છે તેવી જ રીતે ભગવંત શ્રી મહાવીરદેવનું જીવન પણ અજ્ઞાનરૂપી અંધકારના પર્વતેને તેડી નાખે છે. અને ઉપદેશ રૂપી જ્ઞાનના કિરણે વડે ભૂલેલા માનવીઓને માર્ગદર્શન આપે છે.
એ વખતનો જમાને ઘણે ખરાબ હોતે, માનવસમાજ વિવેકને ભૂલી બેઠે હતે. ક્ષત્રિય લેકે વિલાસી બની ગયા હતા. વિલાસ માટે તેઓ જીવતા હતા અને ભયંકર યુદ્ધ કરી શેણિતની સરિતાઓ વહાવતા હતા.
મહારાજ શ્રેણિકે ચેલ્લણ માટે યુદ્ધ કર્યું હતું, કેણિકે રાજ્ય મેળવવા માટે પોતાના પિતાને કેદ કર્યા હતા. અઢાર સરનો હાર અને સેચનક હાથી માટે પિતાના માતામહ (માતાના પિતા) ચેટકરાય સાથે ભયંકર યુદ્ધ પણ કર્યું, જેમાં એક કેડ એંશી લાખ માણસને સંહાર થયે હતો.
Page #14
--------------------------------------------------------------------------
________________
ખીજી માજી ધર્મના ઉપદેશ આપનાર બ્રાહ્મણવ પોતાના ધમ મૂકી ચૂકયા હતા. તાપસ વિગેરે ધ ગુરૂ કહેવાતા હતા. પરતુ તેમનું આચરણ સત્યધમ થી વિપરિત હતું. વૈશ્યા પણ ભાન ભૂલી આમ જનતાનું શોષણ અને પાપનુ પોષણ કરવામાં મસ્ત બની ગયા હતા. શુદ્રોની દશા તેા બહુ જ ખરામ હતી. આ વિષમતા અને ધર્મના નામે થતું પાખંડ–અધમમય આચરણ દૂર કરી વિશ્વ કલ્યાણ કરવા માટે ભગવાન શ્રી વીર–વધ માનસ્વામીએ રાજ્યઋદ્ધિ ત્યાગીને દીક્ષા અગીકાર કરી. અને સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું.
ઘનઘાતી ચાર કર્મોના નાશ થતાં ભગવતને લાકાલાક પ્રકાશક કેવળજ્ઞાન થયું અને ભગવતે દેશના આપી. તી સ્થાપ્યું. વેદાંતના પારગામી વિશ્વવિખ્યાત પતિ તેમના શિષ્યા થયા. ચંદનબાળા અને મૃગાવતી જેવી રાજકુમારી અને રાજરાણીએ સાધ્વી થઇ. આણુંă અને કામદેવાદિ જેવા શ્રાવકા અને સુલસા-ચેલ્લણા—ચંદનમાળા જેવી પરમશ્રાવિકાઓ થઈ.
અર્થાત્ રાજાથી માંડી રક સુધી સૌ પ્રભુ મહાવીરના અનુયાયી થયા.
આ પ્રકારે ભગવત મહાવીરે ભાનભૂલેલી જનતાને મુક્તિના માગ મતાન્યેા. આજે પણ ભગવાન મહાવીરનું શાસન ચાલી રહ્યું છે.
આજે સૌ કોઈએ વિચારવું ઘટે છે કે “પેાતે વિશ્વવધ વીતરાગ શ્રી વીર-વધમાન સ્વામીના તીમાં છે કે નહિ ?
Page #15
--------------------------------------------------------------------------
________________
સૌથી પ્રથમ ભગવાન મહાવીરે ઉપદેશ આપતા ફરમાવ્યું કે “મા હણે,” અર્થાત કેઈની હિંસા કરે નહિ. યાદ રાખો કે તમે કેઈને દુઃખ આપશે તે તમારે પણ પણ દુઃખ ભોગવવું પડશે. તમે કોઈને હશે તે તમારે પણ હણાવું પડશે આ છે ભગવાન મહાવીરને ઉપદેશ, જે આજે પણ તેટલું જ મહત્ત્વનું છે.
મોટે ભાગે જોવામાં આવે છે કે લેકે જૈન સિદ્ધાંતોને માત્ર સાંપ્રદાયિક મનોવૃત્તિથી જુએ છે, અને તે સિદ્ધાંતોની ગહનતા અને ઉદારતાની મઝા માણી શક્તા નથી. હૈ , ધર્મના સિદ્ધાંતે કેટલા વ્યાપક અને સારગ્રાહી છે એ જાણવાની ઈચ્છા હોય તે જૈન ધર્મના સિદ્ધાંતને નિખાલસ હવે જેવાની ખાસ જરૂર છે. એજ રીતે મુનિશ્રી વિશાળવિજયજીના પ્રથમ પ્રયાસ રૂપ આ વર્ધમાન દેશનાના અનુવ દેને પણ જુએ અને તેને અમલમાં મૂકી અહિંસાના સત્યમાર્ગને સ્વીકારે એજ શુભેચ્છા.
લી.
સ્થળ જૈન ઉપાશ્રય.
પ્રાકૃત સાહિત્ય વિ8 જીલે થાણા મું. મુલુંડ ( આચાર્યશ્રી વિજયકર્તુ ભૂરીવિક્રમ સં. ૨૦૧૧
શ્વરજી મ. સાનાશ' . વસંત પંચમી
પં. યશોભદ્રવિજયણિક
Page #16
--------------------------------------------------------------------------
Page #17
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષ પાણિ ભટ્ટારકાચાર્ય શ્રીમવિજયામૃતસૂરીશ્વરજી
મહારાજ સાહેબના
પ્રશિષ્ય મુનિશ્રી વિશાલવિજયજી મહારાજ
[ પ્રસ્તુત ગ્રંથના ભાષાંતરકાર]
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય–નિવેદન
અહિંસા અને પ્રેમના મહાદીપથી વસુધરાને પ્રકાશ પૂરનાર વિશ્વવંદ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી આજથી લગભગ ૧૪૮૧ વર્ષ પૂર્વે આ પૃથ્વી પીઠ પર સપરિવાર વિચરતા હતા. ત્યારની આ હકીકત છે. ચરમતીર્થકર મહાવીર સ્વામી કે જેમનું “વર્ધમાન સ્વામી” એવું જગત પ્રસિદ્ધ નામ છે. તેઓએ ભવ્યજીવે પર અપૂર્વ ઉપકાર કરવા માટે આણંદ આદિ દશે શ્રાવકેને સત્યમાર્ગ દર્શનરૂપ આ ઉત્તમ દેશના આપી છે. અને એજ દેશના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ ચરમhવળી શ્રી જખ્ખસ્વામી અત્રે સવિસ્તારે વર્ણવી છે. અને તે ઉપરથી વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણિના શિષ્યરત્ન શ્રી રાજકીતિ ગણિએ શ્રી વર્ધ માન દેશના નામક સંસ્કૃત ગ્રંથ ગદ્યબદ્ધ રચે છે આ . ગ્રંથમાં પ્રભુની પહેલી દેશના સાંભળી પ્રતિબોધ પામેલા આણંદ આદિ દશે શ્રાવકના ચરિત્રે તેમજ દષ્ટાંત સહિત. બાવીશ કથાઓને સમાવેશ થાય છે. તે પવિત્ર પુરૂષના. ચરિત્રનું વાંચન જૈન સમાજને અતિ ઉપયોગી તેમજ અનુકરણીય છે.
આ ગ્રંથ માગધી તેમજ સંસ્કૃત ભાષામાં હોવાથી જૈન બંધુઓ તેને પૂરતો લાભ લઈ શકતા નથી પરંતુ આ ગ્રંથનું
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાંતર કર્યું હોય તે તેઓને પૂરતે લાભ મળી શકશે. એમ ધારી શાસન-સમ્રાટુ સૂરિચક ચકવતી આબાલ- બ્રહ્મચારી સર્વતંત્ર સ્વતંત્ર આચાર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી પટ્ટાલંકાર કવિરત્ન પીયૂષપાણિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્વિ"જયામૃતસૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રી વિશાળવિજય. જીએ આ ગ્રંથનું સરળ ભાષાંતર કર્યું છે. પંન્યાસ પ્રવર પ્રખરવક્તા ધુરંધરવિજ્યજી ગણિવર્ય તથા મુનિરાજ શ્રી કરૂણાવિજ્યજીએ પ્રફ સંશોધનમાં જે સમયને ભેગ આપે તેના માટે અમે તેમના ત્રાણ છીએ. અમે આશા રાખીએ છીએ કે સમગ્ર જૈન બંધુઓ આ અપૂર્વ ગ્રંથનો લાભ લઈ અમારા શ્રમને સફળ કરશે.
આ ગ્રંથમાં કઈ ઠેકાણે જિનાજ્ઞા વિરૂદ્ધ છપાયું હોય અથવા દૃષ્ટિદેષથી ભૂલ રહી ગઈ હોય તેનું અમે મિથ્યાદુષ્કૃત માંગીએ છીએ.
આ ગ્રંથની પ્રસ્તાવના પૂ. પં. શ્રી યશોભદ્રવિજયજી ગણિવરે લખી આપી છે તથા આ પુસ્તકનું છાપકામ મર્યાકદિત સમયમાં કરી આપવા બદલ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી મણિલાલ છગનલાલ શાહનો સર્વેનો આભાર માનું છું.
લી. જશવંતલાલ ગીરધરલાલ શાહ ૧૨૩૮, રૂપાસુંદરચંદની પોળ, અમદાવાદ.
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
-
-
-
પૃષ્ઠ ૧–૧૯૦.
૪૧
૧પ
૮૪
૮ ૬
૯૫
વિષય પહેલા આણંદ શ્રાવકનું ચરિત્ર સમકિતનું સ્વરૂપ સમકિત ઉપર આરામશોભાની કથા પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતનું સ્વરૂપ પહેલા વ્રત ઉપર હરિબલ માછીની કથા બીજા મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ બીજા વ્રત ઉપર હંસરાજાની કથા ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ ત્રીજા વ્રત ઉપર લક્ષ્મીપુંજની કથા
થા મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ ચોથા વ્રત ઉપર મદિરાવતીની કથા પાંચમા પરિગ્રહ પરિમાણવ્રતનું સ્વરૂપ પંચમા વ્રત ઉપર ઘનસાર શ્રેષ્ઠીની કથા રાત્રિભોજન વ્રતનું સ્વરૂપ રાત્રિ ભોજન ઉપર હંસ તથા કેશવની કથા છઠ્ઠા દિ૫રિમાણ વ્રતનું સ્વરૂપ છઠ્ઠા વત ઉપર ચારૂદત્તની કથા સાતમા ભેગપભેગવ્રતનું સ્વરૂપ સાતમા વ્રત ઉપર ધમકુમારની કથા આઠમા અનર્થદંડ વ્રતનું સ્વરૂપ આઠમા વ્રત ઉપર સુરસેન તથા વીરસેનની કથા નવમા સામાયિક વ્રતનું સ્વરૂપ નવમા વ્રત ઉપર કેસરી ચોરની કથા
૧૦૭ ૧૦૮
૧૧૪
૧૧૭
૧૩૧ ૧૩૨ ૧૫૦
૧૫૧
૧૫૭
૧૫૮
w
u
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
૧૬૮ ૧૬૯ ૧૭૪
૧૭૫
૧૮૦
૧૮૧
૧૮૭ ૧૯૧ થી ૨૩૫
(૮૩
૨૩૬ થી ૨૬૩
૨૩૭ ૨૬૪ થી ૨૮૬
- દશમા દેશાવગાસિક વ્રતનું સ્વરૂપ -દશમા વ્રત ઉપર સુમિત્ર મંત્રીની કથા .અગિયારમે પિષધ વતનું સ્વરૂપ અગિયારમા વ્રત ઉપર રણુરની કથા બારમા અતિથિસંવિભાગ વ્રતનું સ્વરૂપ બારમા વ્રત ઉપર જિનદત્તની કથા
અગિયાર પડિમાની ગાથા અને તેનું સ્વરૂપ - બીજા કામદેવ શ્રાવકનું ચરિત્ર જિનધર્મ આરાધન ઉપર રત્નસારની કથા ત્રીજા ચુલ્લષ્ટ્રપિતા શ્રાવકનું ચરિત્ર જિનધર્મ આરાધન ઉપર સહસ્ત્રમલની કથા ચોથા સુરાદેવ શ્રાવકનું ચરિત્ર જિનધર્મ આરાધન ઉપર ધિષ્ટકની કથા પાંચમા ચુલ્લગશતક શ્રાવકનું ચરિત્ર સુપાત્રદાન ઉપર ધનદેવ તથા ધનમિત્રની કથા છઠ્ઠા કુંડલિક શ્રાવકનું ચરિત્ર શિયળ વ્રત ઉપર કુલqજકુમારની કથા સાતમા સદ્દાલપુત્ર શ્રાવકનું ચરિત્ર તપ ધમ ઉપર, દામન્નકની કથા આઠમા મહાશતક શ્રાવકનું ચરિત્ર ભાવધર્મ ઉપર અસમંતકની કથા નવમા નંદિનીપ્રિય શ્રાવકનું ચરિત્ર જીવદયા પાળવા ઉપર ભીમકુમારની કથા દસમા તેતલીપુત્ર શ્રાવકનું ચરિત્ર વિજ્ઞાન આરાધન ઉપર, સામચંદ્રની કથા
૨૮૭ થી ૩૦૪
૨૮૯ ૩૦૫ થી ૩૨૨
૩૨૩ થી ૩૩૯
૩૨૭ ૩૪૦ થી ૩૫૫
૩૪૩ ૩૫૬ થી ૩૬૯
૩૫૮ ૩૭૦ થી ૩૮૮
३७२
Page #22
--------------------------------------------------------------------------
________________
સામાયિક ચૈત્યવંદનાદિ સૂત્ર સચિત્ર
હીન્દી
,,
..
દૈવસિ રાઇ પ્રતિક્રમણાદિ મૂત્ર સચિત્ર કાચુ પુ
( પાકું પુ' )
હીન્દી (કાચુ પુ)
(પાકું પુઠું)
,,
""
""
પંચપ્રતિક્રમણ મૂળ
""
""
""
""
અમારાં પ્રકાશના
""
(સારા કાગળ)
પોકેટ
હીન્દી
એ પ્રતિક્રમણવિધિ સહિત પંચ પ્રતિક્રમણવિધિ સહિત પચ પ્રતિક્રમણ હિન્દી વિધિ સહિત
સ્નાત્ર પૂજા
દેવવંદનમાલા કથાએ સહિત જૈન સઝાયમાળા (સચિત્ર )
વિવિધ પૂજા સંગ્રહ ભાગ ૧ થી ૧૧ નિત્ય સ્વાધ્યાય સ્તેાત્રાદિ સગ્રહ
મહાપ્રભાવિક નવસ્મરણ (પાકું પુઠું) પેકેટ
પચ્ચખ્ખાણના કાઠી
વર્ધમાન તપની એળીની વિધિ
૦-૩-૦
જસવ'તલાલ ગીરધરલાલ શાહ
-Y-૦
૦-૮-૦
૦-૧૦૦
0.90.0
૦×૧૨-૦
૧-૮-૦
૨૦-૦
-૮-૦
૧-૮-૦
૧-૦-૦
૧-૧૨-૦
૨-૮-૮
૨-૪-૦
૨૮-૦
૪-૮-૦
૪-૮-૦
૧-૪-૦
૦-૪-૦
૦-૨-૬
જથાબંધ માટે ભાવ પૂછાવા અન્ય પુસ્તકા માટે સૂચિપત્ર મગાવા.
પ્રાપ્તિસ્થાન
૦-૩-૦
૧૨૩૮, રૂપાસુરચંદની પા–અમદાવાદ.
Page #23
--------------------------------------------------------------------------
________________
અમારાં
ઉપદેશ પ્રાસાદ ભાગ ૩
ભાગ ૪
""
""
હેમલપ્રક્રિયા (સટિપ્પન ) સપૂ
૫. ચંદુલાલ કૃત
જૈન કથા સાગર
જૈન ગવલી ભગવાન આદિનાથ હામીયાપેથીક ચિકિત્સાસાર ભાગ ૧-૨ લાયબ્રેરીમાં શાભે તેવાં પ્રકાશન.
જૈન કથામ જરી
અ ન્ય
ભા. ૧-૨-૩ ૧૩-૦
પત્રાકાર
વિક્રમચરિત્ર
પાટમદે
દેવકુમાર પુરૂષાર્થ ડગમગતુ સિંહાસન
સુભદ્રાદેવી
પવિત્રતામાં પ્રભુતા
શીલની આદર્શ કથા
મેવાડના ઇતિહાસ
શાલિભદ્ર
ગરબીનું ગૌરવ
પ્રકાશ ના.
પુણ્યાત્મા અમરકુમાર સતીરત્ન કથાસંગ્રહ
ભાગ ૧ ૨-૩ ૯-૦
૫-૦
૪-૦
3-0
૪-૦
૪-૦
૪-૦
૫-૦ ત્યાગી કે ભાગી
૪-૦ વિદ્યુતા ચરિત્ર
૬-૦
૪-૦
કુમારપાળ રાસ
મહામંત્રી શકરાલ
સંસ્કારદીપ
દીપમાલ
ઉજ્જવલવાણી ભાગ ૧ ભગવતીસૂત્રનાં વ્યાખ્યાના
ભાગ ૧
ભાગ ૨
અવંતિપતિ વિક્રમાતિય
ગુણસાર
૪-૦ પોષ દશમી
૧૦-૦-૦
૧૦-૦-૦
૫-૦-૦
૧-૦-૦
૨-૮-૦
૫-૦-૦
: પ્રાપ્તિસ્થાન :
જસવંતલાલ ગિરધરલાલ શાહુ ૧૨૩૮, રૂપા સુરચંદની પોળ-અમદાવાદ.
૪-૦
૪-૦
૫-૦
૪-૮
૨-૦
૧–૪
૨૮
૩=૦
૩-૦
૧-૦
૧–૪
૮-૧૦
−૮
૦-૯
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજકીતિ ગણિ વિરચિત
શ્રી
વર્ધમાનદેશનાનું ભાષાન્તર
वर्धमानं जिनं नत्वा, सद्गुरुं धर्मदायकम् ।। भाषार्थों वर्धमानस्य, देशनाया वितन्यते ॥१॥
આણંદ શ્રાવકનું ચરિત્ર જેને પાર નથી, જેનો અંત નથી, એવા અપાર અને અનંત આકાશ સ્વરૂપ અલેક છે. તે એલેકની મધ્યમાં, અપાર સાગરની મધ્યમાં જેમ બિન્દુ હોય તેમ બિન્દુ સમાન લેક છે.
કેડે બે હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા પુરુષના આકારે, વૈશાખ સંસ્થાને રહેલે એ લેક ૧૪ રાજ ઊંચે; અને અસંખ્યાતા જન પ્રમાણ છે. એ લેકના મુખ્ય ત્રણ વિભાગ છે. ઊર્ધ્વક, અલેક, અને મધ્યલોક, મધ્યલે ૧ રાજ લાંબે પહોળે અને અઢારસે જે જન જાડે છે.
અને એ મધ્યલેકની મધ્યમાં અગણિત પદધિથી વલયાકાર વિંટળાયેલે એક લાખ જેજન લાંબો અને પહાળે જબૂદ્વીપ છે. તેને અડેલ બે લાખ જોજનની પહોળાઈવાળે, અનેક જળચર છે અને મહાકાય મોજાં
Page #25
--------------------------------------------------------------------------
________________
આથી જમ્મુદ્રીપની રક્ષા કરવા જાણે ફરી વળ્યા ન હોય તેમ લવણુસમુદ્ર વિંટળાયેલા છે. તે કાઇ દેવાંગનાના શ્યામ અબેડામાં સફેદ પુષ્પવેણીની માફક પેાતાના ફીણથી જમ્મૂદ્વીપને શેાભાવે છે.
જમ્મૂદ્રીપના સાત ક્ષેત્રામાં ભરત નામે એક ક્ષેત્ર છે. તેમાં પૃથ્વીરૂપી સ્ત્રીના કઠહાર સદેશ આભૂષણ સમાન, સમૃદ્ધિમાં અમરલેાક સમાન, હૈયાને આહ્લાદ અપનાર, જીવને જન્મ, જરા મરણથી મુક્તિના પથે પહોંચાડનાર, ગગનચુંબી જિનાલયેાથી અને પ્રાણીઓને પાપમાંથી પાછા ખેંચી પ્રગતિના પથે પગલા મડાવતી પવિત્ર પૌષધશાળાએથી અને રળીયામણાં રસ્તાઓની બન્ને બાજુએ હારબંધ માટી મેટી મહેલાતાથી-જેની મધ્યમાં માનવમેદની એવી દેખાતી હતી કે જેમ એ પર્વતેાની વચમાંથી કેઇ મહાનદી ખીલખીલાટ કરતી વહેતી ના હોય! —નાના પ્રકારની વનસ્પતિ અને પુષ્પાથી સુશોભિત ઉદ્યાનો નળ પાણી અને પકજથી દીપતાં સરાવરે અનેક પનિહારીઓથી પરિવરેલાં અને ગરેડીના નાદથી જોનારના મનોરંજન કરતા કૂવાઓથી દેદીપ્યમાન વાણિય નામનું નગર છે.
ત્યાં જેમ તારાગણમાં ચંદ્ર શાભે છે, તેમ અનેક ખડીઆ રાજાઓથી પિરવરેલા શિશ સમાન શાભતા ન્યાયથી ચારીજારી અને જુલ્મરૂપ અધકારને નષ્ટ કરનાર સૂર્યસદેશ જેની યશઃગાથા દશે દિશામાં ફેલાઈ છે જે પાતાની પ્રજાને પુત્રની પેઠે પાળે છે. જેનો કેાઈ શત્રુ નથી–અર્થાત્ સર્વે
Page #26
--------------------------------------------------------------------------
________________
૩
શત્રુઓ ઉપર જેણે વિજય મેળવ્યેા છે. એવા પેાતાના ખરેખરા અભિધાનને ધારણ કરનાર જિતશત્રુ નામક રાજા સૌધર્મેન્દ્રની માફક રાજ્ય કરે છે. તેના નગરમાં લેાકેાને આનદુ ઉપજાવનાર, દાન દેવામાં કુબેરને શરમાવે તેવા ધનાઢ્ય, આણંદ નામનો શ્રાવક વસતા હતા. તેને રૂપગુણુ–લાવણ્યાપેત શીલવતી શિવાનંદા નામની ભાર્યા હતી. તે શ્રાવકને ઘેર ચાર કરોડ સુવર્ણ દ્રવ્ય નિધાનરૂપે ભૂમિમાં દાટેલુ હતુ, ચાર કરોડ દ્રવ્ય વેપાર માટે અને ચાર કરોડ દ્રવ્ય વ્યાજે આપેલું હતું, તેનાં પાંચસા ગાડાં પરદેશમાં પરિભ્રમણ કરતાં હતાં. પાંચસા ગાડાં ઘાસ અને લાકડાં લાવવા માટે રોકાયેલાં હતાં. ચાર મોટા વહાણા વ્યાપારાર્થે જળમાર્ગમાં કરતાં હતાં, વળી દશ દશ હજારની સંખ્યાવાળા ચાર ગોકુળ એ સુશ્રાવકના ઘેર હતાં. ઇત્યાદિ ઘણી સમૃદ્ધિ હતી.
લક્ષ્મીવાન હાવા છતાં તે ગુણ અને કળાથી વ્યાપ્ત હતા, આગામી અવતારને માટે પ્રમળ પુણ્યને ઉપજાવનારા સુદેવ, સુગુરૂ અને સુમે જેના રામે રામમાં વાસ કરેલા છે એવે રાજ્યમાન પુરૂષ આનંદ શ્રાવક સ્વસ્રી શિવાના સાથે સ'સાર સુખને ભાગવતા—વાણિજ્ય ગ્રામમાં રહીને દિવસે નિમન કરતા હતા. એનો સવે પિરવાર વાણિજ્ય નગરની પાસે કાલ્લાક નામના સ`નિવેસમાં રહેતા હતા. એક દિવસ દેવ દાનવાથી દ્વીપતાં, દેવાએ રચેલાં સુવર્ણનાં નવ કમળ પર પાપદ્મ પધરાવતાં, દિશા, વૃક્ષો અને નરનારીએથી સત્કારને પામતાં, ભવ્ય જીવેાના હૃદયમાં ધિમીજને વાવતાં, ત્રિશલાનન કાશ્યપ ગેાત્રીય ચરમ શાસનાધિપતિ વધુ માનસ્વામી
Page #27
--------------------------------------------------------------------------
________________
ચૌદ હજાર સાધુ અને છત્રીસ હજાર સાધ્વીના પરિવાર સાથે વાણિજ્ય ગ્રામના ઘુતિ પલાસ ચિત્યમાં સમેસર્યા.
તે વખતે પાંચ પ્રકારના પુપોની વૃષ્ટિ કરતા દેવદેવીઓ ઉતરતાં અને ચડતાં ત્યારે તેમની કાન્તિ અને કલરવથી, દશે દિશાઓ ખડખડાટ હાસ્ય કરતી હોય ને ! તેમના મુખમાંથી જ જાણે પુષ્પવૃષ્ટિ ન થતી હોય ! એવી આશ્ચર્યકારી લાગતી હતી. દેવેએ મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢરૂપ સમવસરણ રચ્યું. જાણે રત્નત્રયી અમારા ત્રણમાં પ્રવેશ કરી–તેજ પામે છે એમ જાહેર ના કરતું હોય, એવું જડ છતાં ચેતનાયુક્ત સમવસરણ લાગતું હતું. પ્રભુના મસ્તકે રહેલાં ત્રણ છત્ર, ત્રણ લોકના ત્રણ મુગટ સમાન લાગતા હતા. - પ્રભુના દેહથી બાર ગણું મોટું અશોક વૃક્ષ શેતું હતું તેની નીચે સિંહાસન ઉપર ગોઠણ સુધી પુપોથી ઢંકાચેલાં, પૂર્વાભિમુખે શાસનાધિપતિ, દ્વાદશાંગીના અર્થ પાંત્રીસ ગુણયુક્ત વાણુ વડે પ્રકાશતા હતા તે જોજન સુધીના સર્વે જીવો પોતપોતાની ભાષામાં સાંભળતાં હતાં. તારકના અતિ અદ્ભુત તેજસ્વી સ્વરૂપને જોવામાં અંતરાય ન થાય માટે દેવોએ તેમનું સઘળું તેજ એકઠું કરીને ભામંડળ બનાવ્યું હતું. વિશ્વવશ્લભ વીતરાગ, વિષયપ્રાપ્ત સંસારમાંથી છોડાવી અવ્યાબાધ આનંદને અપનાર મોક્ષમાર્ગના દાતાર છે. એમ ઉલ્લેષણ કરતી દુંદુભિ, જીવોને જીવતાં શીખવાડતી હતી. પ્રભુની બંને બાજુ વિંઝાતા વેત અને ઉત્તમ ચામર અધેમાંથી ઊર્ધ્વમાં કેમ જવાય એ કીમિયે બનાવતાં. કારિગર
Page #28
--------------------------------------------------------------------------
________________
લાગતાં દેવેન્દ્રોએ રચેલાં અષ્ટ પ્રાતિહા અષ્ટ કર્મના ઓઘને હંફાવવા જ જાણે પ્રભુની સાથે રહેતાં ન હોય તેમ પ્રભુની શેભામાં અભિવૃદ્ધિ કરતાં હતાં. પ્રભુ પૂર્વાભિમુખે પાદપીઠ પર પદપંકજને સ્થાપી બિરાજ્યા હતા. બાર પર્ષદા સંમિલિત થઈતેમાં ગણધર વિમાનિક દેવ અને સાધ્વીઓ એ ત્રણ પર્ષદા અગ્નિ ખૂણામાં બેઠી. તિષ વ્યંતર અને ભવનપતિની દેવીએ એ ત્રણ પર્ષદા વાયવ્ય ખૂણે બેઠી. વિમાનિક દે, મનુષ્ય, અને માનુષી એ ત્રણ પર્ષદા ઈશાન ખુણે બેઠી. આ તરફ જિતશત્રુ રાજા પણ પીરજનની સાથે પોતાની ચતુરંગી સેનાથી શુભત પાંચ અભિગમને સાચવતે વીતરાગને વાંદવા ઉત્સત્સાહ સહિત જતે હતો. આવી ધામધૂમ જોઈ આનંદ શ્રાવકે પાસે ઉભેલા પૌરી પુરુષને પૂછ્યું કે હે ભાગ્યશાળી, હર્ષને હૃદયમાં ધારણ કરતાં તમે ક્યાં જાઓ છે? હે શેઠ, દુનિયાના દરેક પદાર્થને જેનાર જાણનાર અને જગતના જીવોને સુખ આપનાર શ્રી વર્ધમાનસ્વામી અહીં પધાર્યા છે તેમને વંદન કરવા અમે જઈએ છીએ, તે પુરૂષના પીયૂષ પ્રમાણ વચન સાંભળી આનંદને અનુભવતો આણંદ શ્રાવક વિચારવા લાગ્ય, નિર્મમ અને નિરાગીને નમસ્કાર કરવાથી મહાન લાભ થાય છે. એમ વિચારીને ઘુતિપલાસચિત્યે આવ્યો અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાંગ પ્રણિપાત કરીને પ્રભુ સન્મુખ બેઠે. જ્યગુરુ, ભવ્ય જીવોનાં નેત્રોને આનંદ ઉપજાવનાર શ્રી વીરે મંથન કરનારી આ પ્રમાણે ધર્મદેશના આપી; હે ભવ્યલોક, જન્મ જરા અને મરણરૂપ જળથી પરિપૂર્ણ, ઈષ્ટવિયેગ અનિષ્ટસંગ રૂપ મગરૂર મગરમચ્છાથી અને રિગરૂપ ઝેરી જીવથી વ્યાસ
Page #29
--------------------------------------------------------------------------
________________
થયેલ એવા સ`સાર સાગરમાં ચિંતામણિ રત્નની પેઠે, મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. તેમાં આર્યક્ષેત્ર, ઉત્તમકુળ અને નિરોગી કાયા મળવી તે ઉત્તરાત્તર અતિ દુર્લભ છે. તે સ થી આયુષ્ય અને તેનાથી પણ રૂપની પ્રાપ્તિ દુર્લČભ જાણવી. પંચેન્દ્રિયની પટુતા તેમજ સદ્ગુદ્ધિ મળવી અતિ દુર્લભ છે. આ બધુ હોવા છતાં શ્રદ્ધા ન હેાય તે સર્વ સામગ્રી નિષ્ફળ છે. માટે શુદ્ધ શ્રદ્ધા પણ પામવી દુર્લભ છે. અને તેથી પણ ઉત્તમ ગુરુના ચાગ મળવા મહામુશ્કેલ માનવા. ધર્મ શ્રવણની સામગ્રી સાંપડવી તેથી પણ દુર્લભ છે, વિશ્વમાં આ પ્રમાણે એક પછી એક ઉત્તરાત્તર દુઃપ્રાપ્ય છે. તે પણ હે પ્રાણીઓ, પુણ્યપસાથે આ પદાર્થો તમે પામ્યા છે માટે હું પડિતજનો ! તમે એ સામગ્રીને નિંદા, વિકથા, ક્રોધાદિ કષાયમાં અને પ્રમાદમાં પાડશેા નહીં કારણ કે પતન પામવાનું પહેલુ પગથીયું પ્રમાદ છે પ્રમાદને પામેલા પ્રખર પડિતા અને પૂર્વધા પણ પાર ન પામી શકાય એવા ભયકર ભવાધિમાં ભટકે છે માટે પ્રમાદ વર્લ્ડ ધર્મને ધારણ કરો. ધર્મની ધુરાને ધારણ કરનાર તીર્થંકરોએ શ્રમધર્મ અને શ્રાવકધમ એમ એ પ્રકારે ધર્મ કહ્યો છે. પાંચ મહાવ્રત અને અષ્ટપ્રવચન માતા સહિત જે ધર્મ તે સાધુ ધર્મ અને સમ્યક્ત્વમૂલક પાંચ સ્થૂલવ્રત-ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ ખાર ત્રત સહિત શ્રાવકધર્મ હે ભવ્યજીવા, જો તમે સત્ય શાશ્વત સાદિ અનંત અને અવ્યાબાધ એવા મેાક્ષસુખને ઇચ્છતા હાય તે જિનેશ્વરોએ પ્રરૂપેલ સભ્યને વિષે આદર કરી, સિદ્ધાંતમાં કહ્યું છે કેઃ—
Page #30
--------------------------------------------------------------------------
________________
दसणभठ्ठो भठ्ठो, दसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिया, दसणरहिया न सिझंति ॥
અર્થ –સમ્યફવથી ભ્રષ્ટ થયેલે પુરુષ તે જ ભ્રષ્ટ કહેવાય અને તેને મોક્ષ મળતું નથી. દ્રવ્ય ચારિત્રથી રહિત માનવે મેક્ષમાં નિવાસ કરે છે. પણ સમ્યક્ત્વ વિના પ્રાણીઓ મેક્ષને મેળવી શકતા જ નથી માટે હે છે, જે પોતાના હૃદયમાં સમ્યક્ત્વને ઉત્તમ રીતે સ્થાપે છે તે પુરુષ આરામશોભાની જેમ આ સંસારથી મુક્ત થઈ અવ્યાબાધ આનંદને મેળવે છે. શ્રી વીરપ્રભુના આવા વચને સાંભળી આણંદ શ્રાવકે પૂછ્યું, હે ભગવન આરામશોભા સમ્યકત્વના સાથથી - શી રીતે શાશ્વત સુખ અને સિદ્ધિ વરી? અને તે કેણ હતી? તે હે કૃપાળુ, કૃપા કરી કહે. તેના પૂછવાથી પ્રભુએ કહ્યું
આરામશોભાની કથા આ સમસ્ત ક્ષેત્રમાં–સર્વ દેશમાં ઉત્તમ હવાના ગુમાનને ધારણ કરતે કુશા નામે દેશ છે. તેમાં સર્વ પ્રકારની સંપત્તિથી પરિપૂર્ણ, સર્વ સ્થળોમાં શ્રેષ્ઠ એવું (સ્થળાશ્રય) પલાસ નામે ગામ છે. તે ગામમાં યજ્ઞ કરવામાં ઉસ્તાદ યજુર્વેદાદિ ચારે વેદોમાં વિખ્યાત સર્વે શાસ્ત્રોને જાણકાર અશિર્મા નામને વિદ્વાન વિપ્ર વસતે હતું. તેને ધર્મમાં મગ્ન શીયળથી શેભતી પરપુરુષને માટે અગ્નિસમાન સત્ય અભિધાન ધરતી જવલનશિખા નામની ભાર્યા હતી. તેને છીપમાંથી જેમ મેતી ઉત્પન્ન થયું હોય તેમ વિદ્યુત જેવી કાંતિને ધારણ કરતી વિદ્યુતપ્રભા નામની પુત્રી હતી તેના રૂપ લાવણ્ય અને સૌભાગ્ય ચતુરાઈ અને વિનિત પણું લકત્તર હોવાથી તે અવર્ણનીય રત્નરૂપ હતી.
Page #31
--------------------------------------------------------------------------
________________
અનુપમ અને અદ્વિતીય સૌન્દર્યને ધારણ કરનાર ધરતી પર બીજી કઈ કન્યા નહીં હતી. વિદ્યુતપ્રભા કાળકમે આઠ વર્ષની થઈ ત્યારે કમને તેની માતાએ તેનાથી હરહમેશને માટે વસમી વિદાય લીધી. કહ્યું છે કે –
बालस्स मायभरणं भज्जामरणं च जुव्वणारंभे। थेरस्स पुत्तमरणं, तिन्निवि गुरुआई दुक्खाई ॥
અથ–“બાળપણમાં માતાનું મરણ, યુવાનીના આરંભમાં ભાર્યાનું મરણ, વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ, એ ત્રણે સર્વ સંકટ આકરાં–ગહન દુઃખે છે.”
પૂર્વકાળમાં જીવે છે જે અધ્યવસાયથી શુભાશુભ કર્મને ઉપાર્જન કર્યા હોય તેને ઉદયકાળે ભેગવવા પડે છે. કર્મના મર્મને ધર્મ જ ભેદે છે. માતાના મૃત્યુ પછી વિદ્યુતપ્રભા પ્રાતઃકાળમાં ઊઠીને ઘરના આંગણાને વાળી ચાળી લીધા પછી રસોઈ વિગેરે કાર્ય પતાવી દરરેજ ગાયે ચરાવવા ગામ બહાર જતી. મધ્યાહુને ગાય સાથે ઘેર આવતી દુધ દેહી પિતાને જમાડતી, અને પછી પોતે જમતી, પછી ગાય લઈ વગડામાં જતી, અને સાંજે પાછી વળતી. આખા દિવસનું કામ કરી થાકી ગયેલ હોવા છતાં પિતાશ્રીના સૂઈ ગયા બાદ પિતે નિદ્રાને વશ થતી. આ પ્રમાણે એને રેજને કાર્યક્રમ હતે.
આમ એને આખો દિવસ પ્રવૃતિ રહેતી. અન્યદા એક દિવસ તે બાળા નિજ જનકને કહેવા લાગી કે હે પિતાશ્રી ? ક્ષણ માત્ર પણ ઘરના ભારને વહેવા માટે હું સમર્થ નથી
Page #32
--------------------------------------------------------------------------
________________
અતિભાર ઉપાડવાથી બળવાન બળદ પણ ખેદ પામે છે, માટે હે પિતા, આપ ઉત્તમ કુળની કેઈપણ કન્યાને કર ગ્રહણ કરે કે જેથી હું સુખી થાઉં, અને સ્વેચ્છાએ કીડા કરૂં, પિતાની પુત્રીના વચન સાંભળી હર્ષિત થએલે વિપ્ર બે કે હે પુત્રી, તે સાચું કહ્યું, અનેક ગવાક્ષોથી શોભતી આ સાત માળની હવેલી ઉત્તમ પ્રકારની સ્ત્રી વિના શૂન્ય ભાસે છે, એમ વિચારી તેણે એક સારા કુટુંબની કન્યાનું પાણિગ્રહણ કર્યું, પરંતુ તે નવવધુ સુખની ઇચ્છાવાળી અને બહુ આળસુ હોવાથી તે ઘરનું કઈ પણ કામ કરતી ન હતી, ત્યારે વિદ્યુતપ્રભા પિતાના મનમાં વિચારવા લાગી, કે. મારા પૂર્વ કર્મોને ધિક્કાર છે! નવી પરિણિત મારી માતા કે જે ઘરકામ માટે આવેલ તે પણ પગ પર પગ ચડાવી રાત દિવસ સુખ પૂર્વક બેસી રહે છે. પહેલાં ફક્ત 'પિતાનું જ કામ કરવું પડતું પણ હવે આ બીજી આફત ઊભી થઈ છે. મારા કર્મના દોષે દિવસે સુખથી ભેજન અને રાત્રીએ નિદ્રા પણ સુખપૂર્વક મળતી નથી. આવું દુઃખ મારે કયાં સુધી ભોગવવાનું લખ્યું હશે? આ પ્રમાણે દુઃખને સહેતી તેણે અગીઆર વર્ષની વયમાંથી બારમા વર્ષમાં પ્રવેશ કર્યો, દૂરના ડુંગર પરથી રશ્મિવને પિતાનું અડધું ડેકું બહાર કાઢી જોયું ત્યારે નગરના સર્વે લેકે પિતાપિતાના કામમાં મગુલ હતાં, ખેતરમાં હળ ચાલતાં હતાં, પક્ષીઓ પિતાના માળા મૂકી મંગળગીત ગાતાં ઊડી રહ્યાં હતાં, મંદિરમાં ઘંટ, શંખ અને નગારાંનાં નાદ તેનું સ્વાગત કરતાં હોય તેમ તેને લાગ્યું અને સામૈયામાં ગેવાળીઆ ગાયના ટોળેટોળાંને સામાં લઈ આવતાં હોય તેમ તેણે જોયું
Page #33
--------------------------------------------------------------------------
________________
વળી જાજ્વલ્યમાન ભાસ્કરે પચરંગી પટોળાં પહેરી પનિહા-- રીઓને પનઘટના પગથાર પરથી પિતાના બે પાણિ (હસ્તે), વડે પાણી ખેંચતી પિતાને બે હાથની સાનથી બોલાવતી જોઈ, ત્યારે સૂર્ય અરુણને કૂચ કરવાનો આદેશ કર્યો, અને વિદ્યુતપ્રભા ગાયે ચરાવવા વનમાં આવી. એક ઘટાઘન વૃક્ષની નીચે સુખપૂર્વક સૂતી, અને ગાયે પણ ચરવા લાગી, તેટલામાં મેટી કાયાવાળે શ્યામ કાન્તિવાળે અને ભયથી ત્રાસ પામેલે લાલ નેત્રવાળે સર્વે હળવે હળવે તેની પાસે આવ્યું, અને મનુષ્ય વાણીમાં બેલવા લાગ્યું કે હે બાલા, મુજથી ભય પામ્યા વગર તું મારું એક વચન સાંભળ, હું સુખપૂર્વક આ વનમાં લાંબા કાળથી વસુ છું. હમણાં મારાં પાપ પ્રકાશ પામ્યાં છે, તેથી કેટલાક ગારૂડી કે મને કેદ કરવાને કીમીઓ કરી રહ્યાં છે, એ વાત જાણવાથી ભયથી નાસીને હે બહેન, હું તારે શરણે આવેલું છું. પાપ કરતાં પાછું વાળી ન જોનાર ગારૂડી લેકે હમણાં અહીં આવશે અને મને કરંડિયામાં કેદ કરશે, તેથી હું દુઃખના દરિયામાં ડૂબીશ. હે કુમારી, તે પાપી પુરૂષથી મારું રક્ષણ કર. તું પરપકારનું પ્રબળ પુણ્ય પામીશ.
અશુચિથી અત્યંત અપવિત્ર નાશવંત ગુણવાળા આ હાડપિંજર જેવા દેહથી કેઈન ઉપકાર ન થાય તે તે શું કામનો ? અર્થાત્ પરોપકાર કરે એજ કાયાનું ફળ છે. અવસરે સૂર્ય, ચંદ્ર પ્રકાશ કરે છે અને વાદળ વર્ષે છે અને જળધિ મર્યાદા મૂકતા નથી. જાજવલ્યમાન અગ્નિ પણ અવસરે-ખુશનુમા થાય છે, અને આ ભૂમંડળને આજ સુધી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૧
શેષનાગે સ્વશિરે ધારણ કરેલ છે તે બધું ફક્ત પાપકારને માટે જ છે.
કહ્યું છે કેઃ—માણસ નિઃસ્વાર્થ બુદ્ધિથી સામાને આશ્રય આપે. વિપત્તિવ્યાપ્તનો મદદગાર થાય, શરણે આવેલાનુ રક્ષણ કરે એવા પુરુષાથીજ આ પૃથ્વી શાલે છે. હે મહાભાગ્યશાલી, પરોપકારના આવા ફળ જાણી ભયભીત થએલા મને તારા ખેાળામાં મૂકી વસ્ર ઢાંકી મારૂં રક્ષણ કર. વિસ્મય. વ્યાપ્ત વિદ્યુતપ્રભા વ્યાકુળ થઈ વિચારવા લાગી. મેં પૂર્વ કાંઇ પણ કર્યું નથી તેથી આ ભવમાં દુઃખી છું. અહીં જો પુણ્ય નહીં કરૂં તે આગળ આથી પણ કઢંગા હાલ થશે, એમ ચિંતવી તે વિપ્રકન્યા પોતાના મનને મક્કમ કરી સર્પને પેાતાના ખેાળામાં સંતાડી વસ્ત્ર ઢાંકે છે, તેટલામાં ગારૂડી લેાકેા ત્યાં આવી તેને પૂછવા લાગ્યા કે હે ખાળા, તેં આ માગેથી જતા કાઈ સપ જોયા છે? ત્યારે તેણે જવામ આપ્યા; હે ગારૂડી લેાકેા ? હુ અહીં વસ્ત્ર એઢી સુતી છું.
મને કાંઇ ખખર નથી. કન્યાના આવા વચન સાંભળી પરસ્પર. એક ખીજાને કહેવા લાગ્યા અરે ! કાળા નાગને આ કન્યાએ. જોયા હાય તા શું તમે એને અહીં આ પ્રમાણે ભાળત? અરે, એતા કયારની નાસી ગઈ હાત, આમ ખેલતા ગાડી લાકે ચારે બાજુ નિરીક્ષણ કરતાં ચાલ્યા ગયા, પછી કન્યાએ સર્પને કહ્યું કે હે ભદ્રે, હવે તું બહાર નીકળ, તારા શત્રુ તા જતા રહ્યા છે. આ પ્રમાણે વારવાર વઢતી વિપ્ર કન્યાએ સર્પને ન જોયા ત્યારે વિસ્મયથી વિચારવા લાગી. અહા ! તે. સર્પ કયાં ગયા? શું મે ઇન્દ્રજાળ જોઇ કે સ્વપ્ન જોયુ ?'
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨
મને પછી ચિત્તવિભ્રમ થયું કે તે એક હકીકત હતી. એટલામાં કદી ન સાંભળેલી કર્ણપ્રિય આકાશવાણી સંભળાય છેઃ–હે બાળા, તારા વૈર્યથી હું સંતુષ્ટ થયેલ છું, તેથી તું મનવાંછિત વરદાન માગ. આમ બેલતે દિવ્ય રૂપધારી–હાર અર્ધહાર કુંડળ અને મુકુટથી વિભુષિત એવા દેવને જોઈ તે બાળા નિર્મળ ભાવથી બેલી હે દેવોમાં ઉત્તમ? જે તમે મારા ઉપર સંતુષ્ટ થયા છે તે તડકામાં ચરતી મારી ગાયોની અને મારી પણ રક્ષા થાય તેમ કરે. આ સાંભળી દેવ વિચારવા લાગે –આ બાળા કેવી મુગ્ધ છે કે સાક્ષાત્ કલ્પવૃક્ષ પાસેથી ધતુરાના ફળની માગણી કરે છે. ભલે તેને મનોરથ પૂર્ણ થાઓ. એમ વિચારી દેવે તેના ઉપર નંદનવન બનાવ્યું પછી વિપ્રસુતાને કહ્યું કે હે પુત્રી ! તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં સર્વ હતુઓનાં ફલકુલથી કુલેલું આ ઉદ્યાન તારી સાથે આવશે આ વનના ફળકુલ મનમેહક તેમ અમૃત સમાન મીઠાં સ્વાદવાળાં તે ઉપરાંત આ વૃક્ષો કલ્પવૃક્ષની જેમ તારી સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરશે. હે કુમારી, મેરુ પર્વતની ઉપર આવેલા નંદનવનમાં જેમ દેવાંગને કીડા કરે છે. તેમ તું પણ આ ઉદ્યાનમાં આનંદપૂર્વક ક્રીડા કરીશ. કદી કઈ કષ્ટ પડે તે તું મારૂં મરણ કરજે એમ કહી દેવ સ્વસ્થાનકે ગયો. ત્યારબાદ સંપૂર્ણ કળાએ ખીલેલાં ચંદ્ર જેવા મુખવાળી વિદ્યુતપ્રભાએ ઉદ્યાનના ફળફૂલોથી ભૂખ સમાવી હવે તે વિચાર કરવા લાગી કે અહો ? મામૂલી ઉપકાર પણ મહામૂલે થાય છે. આવો અદ્દભુત આનંદકારી થાય છે. તો જે પૂર્ણ રીતે ઉપકાર કરે છે તેઓ શું પ્રાપ્ત નહિ કરતા હોય? આમ વિચારી વધુ-વત્ વદનવાળી વિદ્યુતપ્રભા દિવ્ય ઉપવન સહિત ગાયને
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩
લઈ સંધ્યા સમયે પિતાને ઘેર આવી. ત્યારે તેની માતાએ. કહ્યું; હે પુત્રી, ભેજન કર. કન્યાએ કહ્યું હે માતા, શરી.. રની અવસ્થતાને લીધે મને ભૂખ લાગી નથી. પછી તે. રાત્રિના છેલ્લા પહેરમાં ગાયે સાથે વનમાં ગઈ. આ પ્રમાણે તે વિપ્ર કન્યા સદા દિવ્ય વનમાં આરામની માફક કીડા કરતી. એક દિવસ તે કન્યા કલ્પવૃક્ષની છાયામાં સૂતી હતી તેવામાં પાટલીપુર નગરનિવાસી જિતશત્રુ રાજા ચતુરંગ સૈન્ય સહિત. આવ્યું. તેણે નંદનવન સમાન છાયાવાળા વનને જોઈ ત્યાંજ પડાવ નાંખે અને કલ્પવૃક્ષની છાયામાં સિંહાસન સ્થાપી તેના પર આરૂઢ થયે, અને તેણે હાથી ઘોડા અને બળદ પ્રમુખ પશુઓને તથડ સાથે બાંધવા હુકમ કર્યો સૈિનિકે એ શસ્ત્રો પણ શાખા પર લટકાવ્યાં. સૈન્યના અવાજથી વિદ્યુતપ્રભા જાગી ગઈ. ચારે બાજુ સુસજ્જ સૈનિકે, હણહણાટ કરતાં ઘડાઓ અને પર્વતસમાન પડછંદ કાયાવાળા હાથી જોઈ વિસ્મયથી વિહળ બનેલી ચારે બાજુ જેવા લાગી. ત્યારે તેણે પિતાની ગાયો કે જે ગજરાજથી ભય પામી નાસતી હતી તેને જોઈ, ગાયોને પાછી વાળવાના ઈરાદાથી તે બાળા દેડી. તેના દડવાથી વન પણ દોડવા લાગ્યું અને સાથે સાથે ઝાડ સાથે બાંધેલા હાથી, ઘોડા, રથ વિગેરે પણ દોડવા લાગ્યાં આવું કૌતુક જોઈ જિતશત્રુ રાજા વિરમયપૂર્વક વિચારવા લાગે કે આવું આશ્ચર્ય કદી મેં જોયું તો નથી–પણ સાંભન્યું નથી. પછી પૃથ્વી પતિના પેગામથી પ્રધાને જોયું કે, એ ઉદ્યાન કન્યા સાથે દોડતું હતું. બુદ્ધિમાન પ્રધાન વિચારવા લાગે કે ગમે તેમ હોય પણ આ કન્યાનો મહિમા અપૂર્વ લાગે છે તે મંત્રી કન્યા પાસે ગયે અને કહેવા.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
લાગે, હે મનહર મુખવાળી કન્યા ! તારી ગાયે હું પાછી લાવી આપું છું. તું દોડતી નહીં કારણકે તારી સાથે વનના દિડવાથી અમારા ભૂપાળ તેમજ સકળ સિન્ય ભયભીત થાય છે માટે તું પાછી વળ. તારા વળવાથી વન વળશે હાથી ઘોડા અમને મળશે અને સર્વે સિનિકે શાંત થશે. આ સાંભળી વિદ્યુતપ્રભાને દયા આવી તેથી તે પાછી ફરી. સાથે સાથે વન પણ મુકામે આવ્યું. પતિના આદેશથી તેના સુભટે ગાયે પાછી લાવ્યા અને સર્વત્ર શાંતિ સ્થપાઈ પછી પ્રધાને કહ્યું, હે પ્રજાપતિ ! આપે જે અભૂત ઘટના દેખી તે આ કન્યાના માહાસ્યનો પ્રતાપ છે. રાજા વિચારે છે કે આ કોઈ સ્વર્ગથી ઉતરેલી દેવી તે નહિ હોય ? અથવા કઈ નાગ કન્યા હશે? અસુર કન્યા હશે? નહીતર
તિષી દેવી હશે ? પણ રાજાએ થોડી જ વારમાં તેના શારીરિક લક્ષણેથી નિશ્ચય કર્યો કે આ માનુષી જ છે. પણ દેવી નથી. વળી દુર્બળ શરીરના ચિન્હો પરથી એ નિશ્ચય કર્યો કે તે કન્યા કુમારી જ છે. એમ ધારી કપટ રહિત તે રાજા તેના પ્રતિ અનુરાગી થયો. ભૂપતિના ભાવ જાણું પ્રધાને કન્યાને કહ્યું ભદ્રે, આ જિતશત્રુ રાજા સાથે લગ્ન કરી તારા જન્મને કૃતાર્થ કર. ત્યારે કન્યા શરમાઈ ગઈ. એની દૃષ્ટિ ભૂમિમાં કાંઈક શોધવા લાગી અને નીચા મુખે તે બેલી. હે મંત્રીશ્વર, જે તમે કહો છો તે એગ્ય છે પણ સ્વમુખે વિવાહની વાત કુળવતી કન્યાને ન છાજે માટે પાસેના ગામમાં અગ્નિશર્મા નામના મારા પિતા રહે છે. તેમને પૂછો. પછી રાજાની અનુમતિ લઈ તે પ્રધાને, અગ્નિશર્મા પાસે જઈને રાજા માટે તેની કન્યાની માગણી કરી. તે સાંભળી
Page #38
--------------------------------------------------------------------------
________________
પોતાના સાસને છે. આ અને રાતે વિષ ધવન રાજા
૧૫ અગ્નિશર્મા ખુશી થશે. અને કહેવા લાગે છે મંત્રીશ્વર, મારા પ્રાણ પણ રાજાના છે તે પછી કન્યાદિ વસ્તુ હોય તેમાં શી નવાઈ? એક તે બ્રાહ્મણભાઈ એમાં વળી રાજા જેવા જમાઈ થાય પછી પૂછવું જ શું? તે વિપ્ર વિદ્યુતપ્રભા સાથે રાજા પાસે આવ્યા અને રાજાને આશીર્વાદ આપી ઉચિત આસને બેઠે. પછી બ્રાહ્મણે જે કહ્યું હતું તે પ્રધાને પિતાના રાજાને કહ્યું. એટલે કાળ વિલંબ સહવાને અસમર્થ એવા રાજાએ તત્કાળ ત્યાંજ બ્રાહ્મણની સમક્ષ કન્યા સાથે ગાંધર્વ લગ્ન કર્યા. વિદ્યુપ્રભાના મસ્તકે નંદનવન સમાન ઉદ્યાન શોભતું હોવાથી રાજાએ તેનું નામ આરામશોભા પાડ્યું. પછી આ વિપ્ર મારો શ્વસુર થયો છે એ દુઃખી ન થાય એમ વિચારી રાજાએ તેને બાર ગામ બક્ષીસ આપ્યા. પછી રાજાએ આરામશોભાને રાજહસ્તિ પર આરૂઢ કરી. પિતાની પુરી પ્રતિ પ્રયાણ કર્યું, ત્યારે અતિશય શોભાવાળું એ ઉદ્યાન છત્રની પેઠે તેઓની સાથે આકાશમાર્ગે ચાલવા લાગ્યું રાજા શહેર સમીપ પહોંચ્યા પહેલા પ્રધાને નગરને ઉત્તમ રીતે શણગાર્યું, પછી ખૂબ ધામધૂમ પૂર્વક રાણી સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો, તે નગરનિવાસી નરનારીઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે આ રાજા ધન્યવાદને પાત્ર છે, અને આ પ્રભાવ તે ખરેખર પૂર્વોપાર્જીત પુણ્યનું જ ફળ છે. તેથી જ રૂપ લાવણ્યપેત પત્નિ પ્રાપ્ત થઈ છે, વળી કઈ કહેતું મોટા માંધાતા અને ચકિ, વાસુદેએ આ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરી નથી તે આ નૃપતિએ પ્રબળ પુણ્યના પ્રતાપે પ્રાપ્ત કરી છે. વળી તેમના મસ્તકે છત્રાકારે રહેલું નંદનવન સમ ઉદ્યાન કયા જનાર માણસને આશ્ચર્યમુગ્ધ ન કરે?
Page #39
--------------------------------------------------------------------------
________________
કેવળ ઊર્ધ્વ આકાશમાં આધાર વગર રહેલા ફળફૂલથી ફૂલેલા વૃક્ષે માનવ માત્રના મનમાં અચંબો ઉત્પન્ન કરનાર નથી શું? કઈ કહેતું કે પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયથીજ આ ઉદ્યાનના ફળને પ્રાણી માત્ર પ્રાપ્ત કરી શકે અન્યથા નહીં, આ પ્રમાણે લેકેન વિવિધ વાર્તાલાપ સાંભબતે પોતાની ભાર્યા આરામશોભા સાથે હર્ષિત હૃદયવાળે જિતશત્રુ ભૂપતિ પોતાના મહેલમાં આવ્યું. દિવ્ય પ્રભાવવાળું દેવતાથી નિમિતે તે ઉદ્યાન પણ રાજાના ભવન ઉપરા આકાશમાં સ્થિર થઈને રહ્યું. પિતાની પ્રિયા આરામશોભા સાથે ભેગ ભેગવતાં રાજાએ કેટલેક કાળ લીલા માત્રમાં નિર્ગમન કર્યો. અહીં અગ્નિશર્મા વિપ્રની નવ પરિણીત પત્નિએ
એક પુત્રીને જન્મ આપ્યું. અને તે શુકલપક્ષના ચંદ્રમાની પિઠે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થાને પામી, ત્યારે તેની માતા વિચાર કરવા લાગી કે આ આરામશોભા અવસાન પામે તે તેની બહેન જાણીને તેનામાં આસક્ત મનવાળો જિતશત્રુ રાજા મારી પુત્રીને પરણે. માટે શકય સરખી શયની પુત્રીને કેઈપણ ઉપાયથી મારી નાખું, એમ વિચારી તેણે પોતાના પતિને કહ્યું કે, “હે સ્વામિન ! મારૂં એક વચન સાંભળે. આપણે આપણી પુત્રી આરામશોભાને માટે કદી પણ માદક પ્રમુખ મિષ્ટાન્ન વિગેરે કાંઈ પણ વસ્તુ મેકલી નથી! ત્યારે અગ્નિશર્માએ કહ્યું કે હે ભદ્ર, આપણું પુત્રીને કશી કમી નથી. તેના પુણ્ય પ્રભાવથી હંમેશ કપૂરના કેગળા કરે છે! તે સાંભળી સ્ત્રીએ કહ્યું, “હે પ્રાણનાથ ! આપ યોગ્ય કહે છે, પણ માતાપિતાની થેલી વસ્તુ પણ ત્રાદ્ધિવાળી પુત્રી સદંતર ઈરછે છે માટે મોદક જેવી કાંઈ પણ ખાવાની વસ્તુ
Page #40
--------------------------------------------------------------------------
________________
મેકલી. પ્રિયાના આવા ગાઢ આગ્રહને વશ થયેલા બ્રાહ્મણે કહ્યું, “હે પ્રિયા ! તારા મનમાં એમ હોય તે મેદક વિગેરે બનાવ. પતિની આજ્ઞા મળવાથી તે દુષ્ટાએ ઉત્તમ પ્રકારના દ્રવ્યોથી સિંહકેસરીઆ વિષમિશ્રિત મોદક તત્કાળ તૈયાર કર્યા. પછી સર્વે મોદકને એક ઘડામાં ભરી તેનું મોઢું બંધ કર્યું, ત્યારબાદ તે પિશાચણીએ પિતાના પતિને કહ્યું કે, “આ મેદકને ઘડે પુત્રી સિવાય કેઈના હાથમાં સંપશે નહીં અને કહેજો કે આ મંદિકે તુંજ ખાઈ જજે, બીજા કેઈને આપીશ નહીં. કારણ કે જે તે બીજાને આપીશ તો તે લાડવા સારા દ્રવ્યથી બનાવ્યા ન હોવાથી રાજકુળમાં અમારી હાંસી થશે. બીજું અમે ગામડાના રહેવાસીઓને વળી મોદક બનાવવાની ચતુરાઈ ક્યાંથી આવડે? ભેળે ભટ્ટ ભાર્યાના કપટને જાણતો ન હતો તેથી તે સીલબંધ ઘડે લઈ ચાલી નીકળ્યો. માર્ગમાં મટકાને માથે મૂકી નિદ્રા લેતા અને વારવાર તેના સીલબંધ મેઢાંને જોતે, મંઝીલ કાપતો તે બ્રાહ્મણ અનુક્રમે નગર સમીપે આવી પહોંચે. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મેટું વડનું વૃક્ષ આવ્યું તેની શીતળ છાયા જોઈ માર્ગમાં ચાલતાં અતિશ્રમથી થાકી ગયેલ તે વિપ્ર વિશાળ વડ વૃક્ષ નીચે વિશ્રામના સબબથી સૂતે. આ તરફ પેલા નાગકુમારે અવધિજ્ઞાનથી બ્રાહ્મણને સૂતેલે જઈ વિચાર કર્યો, કે આ બ્રાહ્મણ નગરમાં શા માટે જાય છે? તેણે જાણ્યું કે આરામશેભાની અપર માતાએ એને વિષમિશ્રિત મદથી મારવા માટે આ બ્રાહ્મણને મોકલેલ છે. પરંતુ એ પુત્રીને પિતા હું પિતે મૌજુદ છું. અને પૂર્વોપાર્જીત પ્રબળ પુણ્યના પ્રતાપે તેનું અકાળે મૃત્યુ કેમ થશે ? તે કન્યાએ પૂર્વ ભવમાં બહુ પુણ્ય
Page #41
--------------------------------------------------------------------------
________________
મેળવેલું છે. માટે એને કઈ મારવાને સમર્થ નથી એમ વિચારી નાગકુમાર દેવતાએ ઘડામાંથી વિષમિશ્રિત મેદનું હરણ કરી બીજાં અમૃત સમાન સ્વાદવાળા દિવ્ય મેદકે મૂક્યા. પછી બ્રાહ્મણ નિદ્રામાંથી જાગ્યે ઘડે લઈ રાજદ્વારે આવ્યું. દ્વારપાળ સાથે સંદેશે કહેવડાવ્યું. પછી પ્રતિહારે પ્રજાપતિને પ્રાર્થના કરી કે હે નાથ, આરામશોભાના પિતા રાજદ્વારે આવ્યા છે. અને એ આપના દર્શનની ઈચ્છા રાખે છે. અગર આપની આજ્ઞા હોય તે આપની સમક્ષ તેડી લાવું. ત્યારે રાજાએ પુછયું, શું અગ્નિશર્મા પોતે આવ્યા છે? તેમને જલ્દી માનપૂર્વક તેડી લાવે. તુરતજ દ્વારપાળ ગયે તેને તેડી લાવ્યા. અગ્નિશર્માએ રાજાને આશીર્વાદ આપ્યા. પછી ઘડે તેમની સમક્ષ મૂકી ઉચિત આસને બેઠે. રાજાએ પ્રથમ કુશળ પ્રશ્ન પૂછીને પછી કહ્યું, હે દ્વિજ, તમે આ ઘૂંડામાં શું લાવ્યા છે? વિપ્રે કહ્યું મહારાજ, તેની માતાએ મેહવશથી આરામશોભા માટે ઉત્તમ પ્રકારના મેદકે મેકલ્યા છે. રાજા ખુશ થયે અને તેણે તે ઘડો આરામશોભાના મહેલમાં મોકલી આપે. અને વિપ્રને વસ્ત્રાભૂષણથી સત્કાર કર્યો પછી હર્ષિત હૃદયવાળે રાજા રાણીના મહેલમાં આવ્યું અને રાણીએ આપેલા આસન પર આરૂઢ થયે ત્યારે આરામશોભા રાણીએ પૂછ્યું કે હે સ્વામિન, ઈચ્છા થાય છે કે ઘડે ઉઘાડું. આપ અનુમતિ આપશે? ત્યારે રાજા બલ્ય, હે માનિની ? આ સ્થાનકે સ્વામિ સેવક ભાવ નથી. સ્વેચ્છાએ તેને ઉઘાડ. રાણીએ જ્યાં ઘડે ઉઘાડ્યો ત્યાં ન વર્ણવી શકાય તેવી સુગંધીની છે છૂટી. અને આખા આવાસને સુવાસમય કરી દીધું. રાજા દકે જેઈ વિચારવા લાગે, કે આ મંદિકે
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૯
અમૃતના રસથી બનાવેલા છે કે કેઈદેવ સાનિધ્યથી? પછી રાજાએ આરામશોભાને કહ્યું કે હે સુવદનિ! દુનિયામાં કદી ન મળેલા આ મેદકે તારી બહેનને આપ. પતિદેવની આજ્ઞા પ્રમાણે પોતાના કમળ કરથી એ લાડવા પોતાની બહેનને આપ્યા. મૃત્યુ લેકમાં મળવા દુર્લભ એવા તે મેદકેને ખાધા પછી આરામશોભાની શૌયે તેની માતાના વખાણ કરવા લાગી. અનેરી ચતુરાઈ છે. આરામદેભાની માતાની કે જેણે પિતાની ચતુરાઈથી અમૃત રસના જ મેદકે બનાવેલા જણાય છે. વિદાય વખતે વિપ્રે રાજાને કહ્યું હે દેવ મારી પુત્રીને મારા ઘેર ઘેડાં દિવસ માટે મેકલે. તેની માતાનું તેને દર્શન થશે. ત્યારે રાજાએ હસીને કહ્યું; હે ભદ્ર! જરૂર તમે સરળ સ્વભાવી લાગે છે તમને ખબર નથી કે રાજાની સ્ત્રીઓ સૂર્યને પણ જોઈ શકતી નથી. તે પછી મોકલવાની તે વાત જ શી ? પછી બ્રાહ્મણ વિદાય લઈ ઘેર આવ્યું. અને બધી હકીકત પોતાની પત્નીને કહી. તે દુષ્ટ અધ્યવસાયવાળી બ્રાહ્મણ મનમાં બેલી. ધિક્કાર હિ! ધિક્કાર હિ! મારી બુદ્ધિને. મેં વિચાર્યું હતું કે ડું વિષ નાખવાથી પણ માણસ મૃત્યુને ભેટે છે. પહેલાં ખબર હેત .....પણ ચાલે કાંઈ વાંધે નહીં. હવે હું ઉગ્ર વિષ નાખી ઉત્તમ પકવાન્ન બનાવી મોકલીશ, કે જેથી તે તત્કાલ મરણનું શરણ સ્વીકારે. પછી તે દુષ્ટાએ ઉગ્ર વિષમિશ્રિત પકવાન તૈયાર કરી પહેલાંની જેમ સીલબંધ કરી પોતાના પતિને સેંપ્યું. અને કહ્યું, હે પ્રાણુ વલ્લભ! આ ઘડે પણ પુત્રીને આપી આવો. અહો દુષ્ટ દુરાત્માઓને દુરાચાર દુનિયામાં દેખવા જેવું હોય છે. ક્રમે કરીને બ્રાહ્મણ તે જ વડવૃક્ષના મૂળમાં થાક ઉતારવાના સબબથી સૂતો અને
Page #43
--------------------------------------------------------------------------
________________
२०
નિદ્રાદેવીના વશ થયા. પહેલાંની માફક દેવતાએ વિષમિશ્રિત પકવાન્નનુ અપહરણ કરી બીજી દિવ્ય પકવાન્ન દાખલ કર્યું. બ્રાહ્મણ જાગ્યા પછી રાજદિરે ગયા અને મિષ્ટાન્નના ઘડ રાજાને અર્પણ કર્યો તેથી તેણે વધારે યશ પ્રાપ્ત કર્યા.
ત્યાંથી પાછે ફરી બ્રાહ્મણ કરતા કરતા અનુક્રમે સ્વસ્થાનકે આવ્યો સર્વ હકીકત પેાતાની પ્રિયાને કહી. તે સાંભળી તેને અત્યંત ખેદ થયો અને એ દૃષ્ટા વિચારવા લાગી, અહા !
આ તે શું કહેવાય ? ગજબની વાત છે કે જીવાપહારી દ્રવ્યથી પણ તે મરતી નથી માટે હવે તેા તાલકૂટ વિષમશ્રિત પકવાન્ન કરી પહાંચાડું એમ વિચારી તેણે ફ્રી વિષમિશ્રિત પકવાન્ન અનાવ્યું અને પહેલાંની માફ્ક સીલબંધ કરી પેાતાના પતિને કહ્યું કે હું પ્રાણેશ! તમે આ વખતે પુત્રીને સાથેજ તેડતા આવશે. કદાચિત્ રાજા પુત્રીને ન માકલે તા તેને તમારું બ્રહ્મતેજ દેખાડો.
આ પ્રમાણે શંખણીની શિખામણ સાંભળી બ્રાહ્મણ ઘડા લઇ ચાલતા થયા. ભવિતવ્યતાના ચેાગે અનુક્રમે તે વિપ્ર તે જ વિશાળ વૃક્ષની છાયામાં વિશ્રામ હેતુથી સૂતા સૂતાંની સાથે શ્રમને લીધે તેને નિદ્રા આવી ગઇ. અને દેવતાએ વિષમિશ્રિત દ્રવ્યનુ અપહરણ કરીને ઉત્તમ દ્રવ્યના પકવાન્ન ઘડામાં ભરી દીધાં બ્રાહ્મણે રાજદ્વારે પહોંચી મિષ્ટાન્નથી ભરેલા ઘડા રાજાને સુપ્રત કર્યા તેથી વિપ્રના યશ વધારે વિસ્તાર પામ્યા. પછી બ્રાહ્મણે રાજાને કહ્યું:-હે રાજેન્દ્ર, મહેરબાની કરી મારી પુત્રી જે ગર્ભવતી છે તેને મારે ઘરે મેાકલા. કારણકે, “ લેાકામાં એમ કહેવાય છે કે પુત્રીનો પહેલા પ્રસવ પિયરમાં જ થાય ત્યારે રાજાએ કહ્યું; હે વિપ્ર ! આજ માલ્યા
""
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૧
તેવું ફ્રીથી ખેલશે નહી. કારણકે રાજશ્રી પાતાના પિતાને ઘેર બાળકને જન્મ આપે એવું ન બને. રાજાના વચન સાંભળી બ્રાહ્મણે છરી કાઢી પેાતાના પેટ ઉપર મૂકી. અને રાજાને કહ્યું અગર આપ મારી પુત્રીને નહિ મોકલે તો હું નિશ્ચય અહી જ મરીશ અને બ્રહ્મહત્યા આપને આપીશ. પછી પ્રધાનાએ પ્રાર્થના કરી; હે પ્રભો ! આ બ્રાહ્મણુનુ ચસકયુ' લાગે છે તેથી તે નિશ્ચય બ્રહ્મહત્યા આપશે માટે દેવીજીને આની સાથે મેકલેા પછી રાજાએ મેટી સેના અને સામગ્રી સાથે આરામશેાભાને રવાના કરી. અહીં આગળ બ્રાહ્મણીએ પેાતાની પુત્રીને એક ભેાંયરામાં સંતાડી દીધી. અને ઘરના પાછલા ભાગમાં એક મોટો કૂવા ખાદાવી તૈયાર રાખ્યો. અગ્નિશમાં બ્રાહ્મણ અને આરામશે!ભા ઘણી ઋદ્ધિસિદ્ધિ સાથે પેાતાના ઘેર આવ્યા. જેના મસ્તકે સદાય છત્રની પેઠે ઉદ્યાન રહે છે. તેવી આરામશેાભા પિતાના ઘરમાં સુખપૂર્વક રહેવા લાગી.
-
જેમ છીપમાં સ્વાતિક નક્ષત્રના યાગથી મેાતી ઉત્પન્ન થાય તેમ આરામશેાભાને ઉત્તમ દેવસમાન પુત્રને પ્રસવ થયા. એક દિવસ દાસી વિગેરે સેવકા ઘરમાં હાજર ન હતાં એવામાં આરામશેાભા દિશાએ જવા માટે ઓરમાન માતાની સાથે ઘરની પાછળના ભાગમાં આવી. ત્યાં કૂવા જોઇ તેણે પૂછ્યું; હું માતા! આ કૂવે અહીં શા માટે ખાદ્યાવ્યા છે ? ત્યારે દુષ્ટાએ કહ્યું “ હે પુત્રી ! આ કૂવા તારા માટે ખાદ્યાન્યા છે કારણકે તારે મીઠું પાણી લેવા દૂર જવું પડે છે, અને તારે ઘણા દાસદાસી હાવાથી મને બહુ ખીક રહે છે. કાણુ જાણે કાનુ... હૃદય કયારે ખગડે? પાસે કૂવા હાય તા ચિંતા
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨
ન રહે માટે મે' આ કૂવા ખાદાવી તૈયાર રખાવ્યા છે સરળ અને શાંત સ્વભાવવાળી આરામશેાભા માતાની દ્રીષ્ટિ ને દુષ્ટબુદ્ધિ ન જાણવાથી કૂવા પાસે જઈ નીચું માં કરીને કૂવા જોવા લાગી. લાગ જોઇને વેરણે તેને કૂવામાં ઉથલાવી પાડી, કૂવામાં પડતાં પહેલાં પૂર્વે વરદાન આપેલા દેવનુ સ્મરણ કર્યુ તેથી તત્કાળ દેવે ત્યાં આવી તેને ઝીલી લીધી અને તે દેવતા વિપ્ર પત્નીને તેના પાપકમના બદલેા આપવા તૈયાર થયા ત્યારે આરામશેાભાએ તેને શાંત પાડયો. કારણકે ઉત્તમ પુરુષ ગમે તેવી સ્થિતિમાં હાવા છતાં પેાતાની સજ્જનતા ાડતા નથી.
પછી નાગકુમાર દેવે કૂવામાં એક પાતાળગૃહ તૈયાર કરાવ્યું. તેમાં આરામશેાભા નિવાસ કરવા લાગી. ઉદ્યાન પણ તેની પાછળ કૂવામાં ઊતર્યું. હવે અહી આગળ વિપ્રાએ પેાતાની સાચી કન્યાને આરામશેલાના વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરી, પલંગ ઉપર બેસાડી એટલામાં વિરૂપદાસી વર્ગ ત્યાં આવી પહોંચ્યા. દાસીએ ઓછા લાવણ્યવાળી, તેહિન વણુ વાળી, અપ્રમાણ શરીરવાળી તેમજ વિચિત્ર નેત્રવાળી, અનાવટી રાણીને આરામશાલા જાણી પૂછવા લાગી. હે મહારાણી, તમારું શરીર શૈાભા વિનાનું કેમ દેખાય છે. ત્યારે કૃત્રિમ મહારાણી રૂપ બ્રહ્મપુત્રીએ કહ્યું, હું મહાભાગ ! હું નથી જાણતી કે મને શે। રોગ લાગુ પડચો છે. કે જેથી મારૂ રૂપ વિગેરે સર્વ ચાલ્યું ગયું. આ સાંભળી કેટલીક તેની મા પાસે દોડી ગઈ અને સર્વ હકીકત નિવેદન કરી, કપટના કરડિયા જેવી તે વિપ્રા છાતી ફૂટતી ત્યાં આવી અને વિલાપ કરવા લાગી. હાય, હાય ? મારી મહેચ્છાએ નાશ થઈ. હું પુત્રી તને આ શું થઈ ગયુ? હે પુત્રી, તને આવા રાગ
Page #46
--------------------------------------------------------------------------
________________
શાથી થઈ ગયે! કોઈની નજર લાગી અથવા કોઈ જાતનો વાયુ વિકાર થયું છે કે પ્રસૂતિ-રોગ થયે છે. હે પુત્રી, તારા ઉપર તે મેં કંઈક મનોરથ સેવ્યાં હતાં પણ હવે બધાં નિષ્ફળ થયાં. વળી તે માયાવીએ ઘણાં ઉપચાર કર્યા અને કપટપૂર્વક વિલાપ સાથે ઓવારણાદિ અનેક ઉપાયના અભિનય કર્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં. કારણકે સાચું સ્વરૂપ કેમ નાશ પામે ? પાટલીપુત્રના મહારાજા જિતશત્રનો પ્રધાન આરામશેભાને લેવા માટે સ્થળાશ્રય ગામમાં આવ્યું. અને બનાવટી આરામશોભાને દાસદાસી સાથે લઈ પાટલીપુત્રનો રસ્તે લીધે. રસ્તામાં દાસીઓએ પૂછ્યું; હે રાણી સાહેબા, આપની સાથે ઉદ્યાન કેમ આવતું નથી? ત્યારે તે બોલી કે એ તે કૂવામાં પાછું પીવા ગયું છે તમે આગળ ચાલે, એ પાછળથી આવશે. આ સાંભળી બધે પરિવાર ખેદ પામતે આગળ ચાલ્યા. અનુક્રમે કૃત્રિમ આરામશોભા નગર નજીક પહોંચી. પિતાની પટ્ટરાણીના પ્રવેશ નિમિત્તે રાજાએ માટે ઉત્સવ કર્યો. જિતશત્રુ રાજા દેવકુમાર જેવા રૂપધારી પુત્રને જોઈને ખુશ થયે. અને રાણીને જોઈ ખેદ પામવા લાગે તેથી તેણે પૂછ્યું, હે દેવી! આ શું થયું છે? તે બેલી, મને શરીરે કાંઈક રેગ લાગુ થયે છે તેથી મારા શરીરની દુર્દશા થઈ છે. રાજ ખેદ પામ્ય, તેણે જોયું તે નંદનવન પણ ન દેખાયું, તેણે ફરી પૂછ્યું કે હે દેવી, નંદનવન જેવું દિવ્ય ઉદ્યાન કેમ દેખાતું નથી? તેણે કહ્યું, હે સ્વામિન! કૂવામાં પાણી પીવા ગયેલ છે પણ જ્યારે હું તેને બેલાવીશ ત્યારે તે અહીં આવશે. આવા વિચિત્ર વચનો સાંભળી રાજા વિચારવા લાગ્યું કે આ આરામશોભા પહેલાં હતી તે છે કે
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪ કેઈ અન્ય છે; આમ શંકાશીલવૃત્તિવાળે રાજા આરામશોભા સંબંધી લેશમાત્ર પણ સુખ ન પામે, છતાં પરીક્ષા માટે તેણે આરામદેભાને કહ્યું, હે પ્રિયે, ઉદ્યાનને અહીં બોલાવ. બનાવટી રાણીએ કહ્યું, “એ તો અવસરે બેલાવીશ.” આવાં વચન સાંભળી રાજાએ નિર્ણય કર્યો કે આ સ્ત્રી અસલ આરામશોભા લાગતી નથી કે અન્ય જ છે.
આ બાજુ સાચી આરામશોભા કૂવાનાં પાતાળગૃહમાં સુખપૂર્વક રહે છે. પણ પુત્રના વિયેગથી તે અત્યંત દુઃખી છે. એક દિવસ તેણે દેવતાને કહ્યું, હે તાત! હવે મારાથી પુત્રને વિયેગ સહન થતો નથી માટે આપ એવું કાંઈ કરે કે જેથી હું મારા પુત્રનું મુખ જોઉં. દેવે કહ્યું કે હે પુત્રી, એક શરત તારે માન્ય રાખવી પડશે. તે બેલી કહે મહારાજ, ત્યારે દેવે કહ્યું, “સુર્યોદય પહેલાં તું પાછી પાતળગૃહે આવી જજે.” અગર તું નહીં આવે તે આજ પછી હું કયારે પણ દર્શન નહીં આપું વળી તારા અડાની વેણીમાંથી નીચે પડતા મરેલે સર્ષ તારા જોવામાં આવે ત્યારે ત્યારે સમજવું કે ભવિષ્યમાં મારા દર્શન તને થશે નહિ. આરામશોભાએ તે સર્વ મંજુર કર્યું એટલે દેવતાએ પિતાના પ્રભાવથી તેને તેના પુત્ર પાસે પહોંચાડી. આરામશેભાએ ત્યારપછી પુત્રને ખેાળામાં ખૂબ રમાડ્યો અને પુત્રને તેના સ્થાને સૂવડાવી ઉદ્યાનમાં જઈને ફળ ફૂલ વિગેરે તોડી લાવી પુત્રની આજુબાજુ મૂક્યાં અને સાચી રાજપત્ની પિતાના પાતાળ ગૃહમાં પાછી વળી, પ્રભાતે ધાવ માતા કુંવરની આજુબાજુ દિવ્ય ફળફૂલ જોઈ નવાઈ પામી. અને સર્વ હકીકતથી
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૫
રાજાને વાકેફ કર્યો. રાજાએ જ્યારે આ વાત જાણું ત્યારે તેણે કૃત્રિમ પટ્ટરાણને પૂછયું; હે પ્રિયે, આ બધું શું છે? તેણે કહ્યું; હે સ્વામિન, રાત્રે મેં ઉદ્યાનનું સ્મરણ કર્યું હતું. અને ફળફૂલ તોડીને અહીં લાવી હતી. રાજાએ કહ્યું; જે એમ હોય તે ઉદ્યાનને હમણાં સત્વર બોલાવ. રાણીએ કહ્યું, હું તેને રાત્રીએ લાવી શકું પણ દિવસે લાવવાનું કાર્ય મારાથી અશક્ય છે. પ્રિયાના આવા વચન સાંભળી વિદ્વાન રાજાએ વિચાર્યું કે ઉતાવળમાં અનર્થ થશે કાલે વાત. એમ વિચારી પિતાના મહેલમાં ગયે. બીજે દિવસે પણ પુત્રની એજ અવસ્થા જોઈ તે ત્રીજે દિવસે ઉઘાડી તલવાર લઈ દિવાલની એથમાં સ્વસ્થતાથી ઊભે રહ્યો. રાત ઘોર અંધકારથી ભરેલી હતી. નગરનિવાસીઓ નિદ્રાધીન બની નિદ્રાદેવીના ખેળામાં સૂતાં હતાં દૂર દૂર શિયાળ, ઘુવડ તથા ચીબરીને ચિત્કાર સંભળાતાં હતાં; કેઈક કૂતરાઓ ભસતાં હતાં અર્ધરાત્રીના સુમારે તે રાજાએ દિવ્યવન સાથે પોતાની સાચી સખીને સર્વ કિયા કરતી જોઈ અને મનમાં નિશ્ચય કર્યો કે આ જ મારી સાચી આરામશોભા છે. આમ વિચારે છે તેવામાં તે જલ્દીથી ચાલી ગઈ. સવારે ક્રોધના આવેશમાં આવી જઈને રાજાએ રાણુને કહ્યું, હે ભદ્ર! તું હમણુંજ ઉદ્યાનને બેલાવ. નહીંતર તારી દુર્દશા થશે. આવા રાજાના વચન સાંભળી તેનું મુખ શ્યામ પડી ગયું–સાવ તેજ રહિત થઈ ગયું અને ધડકતી છાતીએ તે વિચારવા લાગી કે વારંવાર રાજાને હું શું જવાબ આપું? ખરેખર મારાં પુણ્ય પરવાર્યા છે. તે કાંઈ બોલી નહીં. કદાગ્રહ–રહિત રાજા જતો રહ્યો. અને રાત્રે સુસજજ થઈ પહેલાની માફક ઊભે રહ્યો. અર્ધરાત્રીએ
Page #49
--------------------------------------------------------------------------
________________
પાછી આરામશોભા આવી. હમેશ મુજબ કિયા કરીને પાછી જવા લાગી ત્યારે રાજાએ ઝડપથી તેને પકડી લીધી. અને કહ્યું કે હે દેવી, નિષ્કપટ તારા સ્નેહને વશ એવા મને શા માટે છેતરે છે? આરામશોભાએ કહ્યું, હે સ્વામિન્ ! આપને છેતરવાનું મારે કઈ પ્રયજન નથી. પરંતુ કોઈ કારણ છે. રાજાએ પૂછયું, “શું કારણ છે?” તે મને સત્વર કહે, રાણીએ કહ્યું કે આજે નહીં પણ કાલે આપને જરૂર કહીશ માટે હમણું મને જવા દ્યો. આમ રાણીએ ઘણું ઘણું સમજાવ્યા છતાં રાજાએ તેને પકડી રાખી, અને સનેહભરી લાગણીથી કહેવા લાગે. હે ભદ્રે કયે મૂર્ખ માણસ હાથ આવેલા ચિંતામણિ રત્નને જતું કરે? માટે હે પ્રિયે! શંકા વગર કારણ જણાવ, આરામશોભાએ કહ્યું હે પ્રાણેશ ? કારણ સાંભળી આપ પશ્ચાત્તાપ પામશે રાણીએ ઘણું સમજાવ્યાં છતાં રાજાએ લીધી વાત મૂકી નહીં, છેવટે આરામશોભાએ પિતાની ઓરમાન માતાના ચરિત્રની વાત શરૂ કરી. આ વાત ચાલતી હતી તેવામાં સૂર્યોદય થયો કે તરત જ તેને અંડે પણ છૂટી ગયે તેને સરખી રીતે બાંધવા જાય છે તેવામાં મરેલો સર્પ ભેંય પર પડ્યો આ જોઈ હે પ્રિય! હે પિતા ! આ નિર્ભાગ્ય બાળાને શા સારૂ ત્યજી? આમ વિલાપ કરતી વાઘાતની માફક રાણી તત્કાળ મૂછ પામી પૃથ્વી પર પડી. શીતળ વાયુ વારિના ઉપચારથી સચેતન થયેલી રાણીને રાજાએ પૂછયું હે પ્રિયે! તું શા માટે ખેદ કરે છે? રાજાના પૂછવાથી આરામદેભાએ અથ. થી ઈતિ સુધીની નાગકુમાર વિષેની સર્વ હકીકત સંભળાવી. તે સાંભળી રાજાએ દુઃખ અને સુખનો અનુભવ કર્યો પછી
Page #50
--------------------------------------------------------------------------
________________
કોધથી છોડાયેલો જિતશત્રુરાજાએ કૃત્રિમ રાણી પાસે આવીને તેને દેરડાથી બાંધી અને ચામડાના ચાબુકને ચમત્કારી ચખાડવાની તૈયારી કરી, તેટલામાં અસલ આરામશોભા આવી રાજાના પગમાં પડીને કહેવા લાગી કે હે દીનાનાથ, મારું એક વચન માનો અને તે મારી ભગિનીને કૃપા કરી મુક્ત કરે. ત્યારે નીતિનિપુણ રાજાએ કહ્યું હે દેવી! તારું વચન ઉલ્લંઘવાને હું અસમર્થ હોવાથી આને છોડી મૂકું છું નહીં તે આ તારી માયાજાળ જેવી હેનના બન્ને હાથ, કાપી ફેંકી દેવાને લાયક છે. ત્યારપછી રાજાએ સુભટને હુકમ કર્યો કે સ્થળાશય–નગરમાં જલદી જાવ, પેલા. કુબુદ્ધિ બ્રાહ્મણને કેદ કરી, તેની સ્ત્રીને નાક, કાન વિ. કાપી દેશપાર કરે. રાજાની આજ્ઞા સાંભળી તેઓ તૈયારી થયા. આરામદેભાને આથી દયા આવી, તે કહેવા લાગી કે “હે પ્રભો ! ગમે તેમ હોય પણ તે મારી માતા છે માટે આપ માફ કરે. કૂહાડાથી કપાતું ચંદનવૃક્ષ કૂહાડાના મુખને સુગંધિત કરે છે. તેવી રીતે સજજન પુરૂષે ગમે તેવી સ્થિતિમાં મૂકાયા હોવા છતાં પોતાની સજ્જનતાને છોડતા નથી.” પછી રાજાના કહેવાથી અનુચરે પાછા વળ્યાં.
ત્યારબાદ તેઓએ કેટલેક કાળ અતિ ગાઢ સ્નેહથી, વિષયસુખ ભોગવતાં સુખમાં પસાર કર્યો. એક દિવસે રાણીએ રાજાને કહ્યું કે, હે દેવ! જે કઈ જ્ઞાની પુરુષ મારા પુણ્ય. પ્રતાપે પધારે તે બહુ સારુ થાય. નૃપતિએ પૂછ્યું. કેમ કાંઈ સંશય છે? આરામશોભા બેલી, હે સ્વામિન! હું પૂર્વે બહુ દુઃખી હતી અને પછી ખૂબ સુખી થઈ પાછી વળી
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
દુઃખી શા માટે થઈ અને ક્યા કારણથી મને ફરી સુખ સાંપડયું ? આ મને માટે સંશય છે તેથી મહાન–જ્ઞાની ગુરૂ આવી ચડે તે મારાં પૂર્વોપાર્જિત કર્મો પૂર્ણ. એ સાંભળી રાજા બે, હે પ્રિયે! જે ખરેખર જ્ઞાની પુરુષ આપણું ગામમાં પધારે તે આપણે કૃતાર્થ થઈએ. આ પ્રમાણે બને આત્માએ વિચારે છે તેવામાં અતિ આનંદ અને સુખ ઉપજાવનારાં વચન સંભળાયા. હે સ્વામિન, નંદનવન નામના ઉદ્યાનમાં અનેક મનુષ્યો અને વિદ્યાધરેથી પૂજાતા પાંચસે મુનિઓના પરિવારવાળાં, જેમનો મહિમા દશે દિશામાં ફેલાચેલે છે. એવા શ્રી વીરભદ્ર નામના આચાર્ય ભગવંત બિરાજમાન છે–આ પ્રમાણે વનપાલકે વધામણ આપી. તે સાંભળી વનપાલકને ઘણું દાન આપી સંતુષ્ટ કર્યો. ત્યારપછી રાજાએ રાણીને કહ્યું કે તારા મનની મુરાદ પાર પડી. પછી અંતઃપુર સહિત રાજા વંદન કરવા ઉદ્યાનમાં ગયે. ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પંચાંગ પ્રણિપાત કરી ધર્મશ્રવણ કરવા બેઠાં. ત્યારપછી ભવ્યજીના પાપરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શ્રી વીરભદ્રસૂરિજીએ આ પ્રમાણે ધર્મોપદેશ આપે –
હે ભવ્યજી, ધર્મથી સુખસંપતિ, સૌભાગ્યતા, નિરોગીતા, લાંબુ આયુષ્ય ઉચ્ચકુળમાં જન્મ, દિવ્યરૂપ, અનુપમ યૌવન, સશક્ત શરીર અને લેકમાં કીર્તિ એ સઘળું આ લેકમાં જ પ્રાપ્ત થાય છે. વળી પરભવમાં સ્વર્ગ અને મોક્ષસુખની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. માટે તમે ધર્મને આદર સહિત અનુસરે. સૂરિવરની દેશના સાંભળ્યા પછી
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૯
આરામશોભા પટ્ટરાણીએ પૂછ્યું, હે ભગવન્! પૂર્વભવમાં કેવા કર્મો કર્યા હતાં અને મારા મસ્તકે છત્રરૂપે ઉદ્યાન શા. માટે રહેતું ? તે કહો. સૂરિજીએ કહ્યું હે નારિ ! હું તારે. પૂર્વભવ કહું છું માટે સ્વસ્થ ચિત્તે સાંભળ –
આ ભરતક્ષેત્રને વિષે ઇન્દ્રપુરીને શરમાવે તેવી ચંપાનગરી નામે નગરી હતી. તેમાં કુબેર જે સંપત્તિવાળે. કુલધર નામે વણિક વસતો હતો. તેને શીલ લાવણ્યપેત અને ઉત્તમ ગુણોથી કુળને આનંદ આપનારી કુલનંદા નામની સ્ત્રી હતી. તેને અનુક્રમે સૌંદર્યની પ્રતિમા જેવી સાત પુત્રીઓ હતી... તેઓના નામ (૧) કમલશ્રી (૨) કમલવતી (૩) કમલા (૪) લક્ષ્મી (૫) સરસ્વતી (૬) જયમતી (૭) પ્રિયકારિણી આ પ્રમાણે હતાં. તે કન્યાઓ ધાર્યા સુખને અનુભવ કરતી હતી. કારણ કે તે સાતે પુત્રીઓને સારા શેઠીઆઓ જોડે પરણાવી હતી. શેઠને ઘેર એક આઠમી પુત્રી થઈ ત્યારે તેના જન્માવસરે તેના માતાપિતાને ઘણું દુખ થયું તેથી તેનું નામ પણ પાડ્યું નહીં. અનુક્રમે તે બાળા ઉંમરલાયક થઈ પણ શેઠે તેના લગ્ન ન કર્યા. સર્વ નાતભાઈઓએ ભેગા થઈ શેઠને કહ્યું, હે શેઠ! તમારી પુત્રી હવે યુવાવસ્થાને પામી છે. માટે તમારે તેને જલ્દી પરણાવવી જોઈએ મૂર્ણપણને મૂકી દઈને વિચારે, કે નહિ પરણાવેલી કન્યા શું કુળને કલંક્તિ નથી કરતી? સ્વજનોના આવાં વચન સાંભળી પુત્રીને પરણાવવાનો કુલધર શેઠે વિચાર કર્યો. અને ચિતવવા લાગ્યું કે પુત્રી જેવો જ કઈ વણિકપુત્ર મળી જાય તે તેને આ આઠમી પુત્રી પરણાવી દઉં. એક દિવસ કુલધર શેઠ પિતાની પેઢીએ.”
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦ બેઠા હતા તેવામાં એચિત એક મલિન વસ્ત્ર અને મેલા શરીરવાળો કઈ પરદેશી વણિક પુત્ર તેની દુકાને આવ્યું. શ્રેષ્ઠિએ પૂછ્યું તું કેણ છે? ક્યાંથી આવે છે? તું ક્યાને રહેવાસી છે? અને શા માટે અહીં આવ્યું છે? તે બોલ્ય, હું કેશલપુરનગરના રહેવાસી છું. મારા પિતાનું નામ નંદીસેન મારું નામ નંદન છે અને મારી માતાનું નામ સામા છે હું ગરીબ થઈ જવાથી પૈસા પેદા કરવા ઉદેશમાં ગર્યો હતો. પણ ગરીબાઈ મારી પાછળ હતી. કારણ કે –
. " आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठतः ।
शेते निषद्यमानस्य, चराति चरतो भगः ॥”
બેસેલાનું ભાગ્ય બેસે છે અને ઊભેલાઓનું ભાગ્ય ઊભુ રહે છે. સુતેલાનું ભાગ્ય સૂવે છે. તેમ જ ચાલનારનું ભાગ્ય સાથે જ ચાલે છે. તેમ મારું કર્મ જે પૂર્વે કરેલું હતું તે પણ સાથે જ આવ્યું તેથી હું ધન પ્રાપ્ત ન કરી શક્યો. અને અહંકારને લીધે મારા દેશમાં પણ ન ગયે. આ દેશના શ્રેષ્ઠિ કે જેમનું નામ વસંતદેવ છે તેઓ ઉડદેશમાં વસે છે. તેમણે શ્રીદત્ત નામના શેઠ ઉપર કાગળ લખી મને અહીં એમની સેવા કરી આજીવિકા ચલાવવા માટે મેક છે. તેથી હું આ દેશમાં જ બીજાની સેવા કરી ગુજરાન ચલાવીશ. માટે હે ભાગ્યશાળી, તે શ્રીદત્ત શેઠનું ઘર ક્યાં છે ? તે કૃપા કરી કહે, કે જેથી હું તેમને કાગળ આપું. નંદનના આવા વચન સાંભળી કુલધર શેઠ વિચાર કરવા લાગ્યું કે આ વણિકપુત્ર મારી પુત્રીને યંગ્ય છે, કારણ કે “એ વણિક,
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૨
ધનરહિત અને પરદેશી છે. વળી અભિમાની પણ છે. જે આની સાથે પુત્રીને પરણાવી હોય તો તે પાછી પણ આવી શકશે નહીં આમ વિચારી એણે વણિકપુત્રને કહ્યું, હે નંદન, તારા પિતા મારા મિત્ર છે. માટે તું શ્રીદત્તને કાગળ આપી તુરત જ મારે ઘેર પાછો આવજે. વણિકપુત્રે કબુલ કર્યું. પછી કુલધર શેઠે શ્રીદત્ત શેઠનું ઘર બનાવવા તેની સાથે એક માણસને મોકલ્યો. વણિકપુત્ર નંદન શ્રીદત્ત શેઠને કાગળ આપી પાછ કુલધર શેઠને ઘેર આવ્યું. એટલે શેઠે તેને સ્નાન કરાવી, સારાં કપડાં પહેરાવ્યાં. પછી ભેજન કરાવીને કહ્યું કે હે નંદન, તું મારી પુત્રી સાથે લગ્ન કરી જેથી કરીને તારા પિતાની તેમજ મારી સ્નેહગાંઠ મજબૂત સાંકળ જેવી બંધાય. નંદને કહ્યું, મારે આજે કોઈપણ રીતે ઉડેદેશ જવાનું છે. તો પછી પરણું શી રીતે ? શેઠે કહ્યું, તું શા માટે ચિંતા કરે છે? મારી પુત્રીને સાથે લઈ જા. આજીવિકા પૂરતું દ્રવ્ય હું તને મેકલી આપીશ. નંદને તે વાત મંજુર કરી. એટલે કુલધર શેઠે પિતાની પુત્રીને તેની સાથે પરણાવી.
પિતાના શ્વશુરની અનુમતિ મેળવી તેણે પત્ની સાથે ઉડદેશ જવા પ્રયાણ શરૂ કર્યું. રસ્તામાં ચાલતાં ચાલતાં તે ઉજ્જયિની નગરીમાં આવી પહોંચે. અને રાતવાસે એક દેવમંદિરમાં રહ્યો. રાત્રે સૂતાં સૂતાં તે વિચાર કરે છે કે સસરાએ આંધી આપેલ ભાથું મારી સ્ત્રીના ધીરે ધીરે ચાલવાથી ખૂટી ગયું હશે માટે મારે હવે શું કરવું? વળી પાછી મારે ભિક્ષા માગવી પડશે. તેથી આ સ્ત્રીને અહીં સૂતી મૂકીને જ મારે પ્રવાસ શરૂ કરૂં. આમ વિચારી વણિકપુત્ર નંદન સ્ત્રીને સૂતી
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨, જ મૂકી રવાના થયે, પ્રભાતે તે સ્ત્રી જાગી આમતેમ જુએ છે પણ પતિને પત્તો ન મળવાથી વિલાપ કરવા લાગે છે અને મનમાં હાય ! હાય !...મારો પતિ આવી રીતે મને તરછોડી દગો દઈને જતો રહ્યો છે. હવે મારે શું કરવું? પિતાને ઘેર પણ મારા માન સન્માન નથી પતિ વગર હું શું કરૂં? ક્યાં જાઉં ? હવે મારે શરણ કેનું ? આ પ્રમાણે વિવિધ વિષયના વિલાપ કરતી ધીરજને ધારણ કરતી શિયળનું રક્ષણ કરવા માટે વિશાળ ઉજજયિની નગરીમાં આવી અને ભટકવા લાગી. પણ તેની ખબર અંતર કોઈએ પૂછી નહીં. કહ્યું છે કે – ણિ દેસડે ન જઈએ, જિહાં આપણે ન કોઈ શેરી શેરી હીંડતાં, બાત ન પૂછે કે ઈ.”
તે નગરમાં માણિભદ્ર નામે એક શેઠ વસતો હતો. તે પિતાની દુકાને બેઠે હતું તેવામાં તે સ્ત્રી ત્યાં આગળ તે ઉત્તમ શ્રેષ્ઠિના પગમાં પડીને કહેવા લાગી કે, “હે તાત ! દીન દુઃખીઓનાં શરણ તમે છે, શેઠે કહ્યું હે બાળા, તું કેણ છે? તે બોલી હે શેઠ, ચંપાપુરીમાં વસતા કુળધરની હું પુત્રી છું. મારા પતિની સાથે હું ઉડદેશમાં જતી હતી. પરંતુ કર્મયોગે માર્ગમાં પતિથી વિખૂટી પડી ગઈ છું. તેથી હું આપના શરણે આવી છું. તેની વિનયયુક્ત વાણી સાંભળી રંજન થયેલ શેડ બેક હે પુત્રી! તું મારા ઘરે સુખેથી રહે. પછી તે કન્યા શેઠના ઘરનું બધું કામકાજ કરતી. અને સુખેથી રહેતી માણિભદ્ર શેઠે પિતાના માણસને નંદનની તપાસમાં મેકલ્યાં પણ કઈ ઠેકાણેથી સમાચાર મળ્યા નહીં. ફરી તે શેઠે પિતાના
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૩
એક માણસને કુલધર શેઠ પાસે માલ્યા તેણે આવી કુલધર શેઠને કહ્યુ, હું શ્રવિયં ! હું માણિભદ્ર શેઠનેા માણસ છું. એમણે પૂછાવેલ છે કે આપને કેટલી પુત્રી છે એમાંથી કેટલી કુમારિકા છે. અને કેટલી સૌભાગ્યવતી છે તે કહેા. કુલધર શેઠે કહ્યું કે મારે આઠ પુત્રીએ છે. તેમાંથી સાત પુત્રીઓને આ ચ’પાપુરીમાં પરણાવેલ છે અને સૌથી નાની પુત્રીને એક ણિકપુત્ર સાથે પરણાવી છે. તે દંપતી ઉડદેશે ગયા છે આ બીના જાણી તેણે પેાતાના શેઠ પાસે આવી સર્વ હકીકત કહી. તેથી માણિભદ્ર શેઠને ખાતરી થઇ કે આ કુલધરવણિકની કન્યા છે. આથી તે શેઠ તેને પુત્રીની જેમ પાળવા લાગ્યા. તે કન્યાએ ઉત્તમ પ્રકારના ગુણ, ચાતુર્ય, વિનય અને વિવેકથી આખા કુટુંબની કૃપા સંપાદન કરી હતી. તેથી તેના દિવસે સુખેથી પસાર થવા લાગ્યા.
ઉજ્જયિને નગરીમાં માણિભદ્ર શેઠે તોરણ અને ધ્વજા પતાકાએ શણગારીને એક માટું જિનાલય ખધાવ્યું હતું ત્યાં કુલધર પુત્રી દરરાજ ત્રણે પ્રકારની પૂજા કરતી અને સાધ્વીઓના સમાગમથી જીવાદિ નવતત્ત્વા જાણી તે સુલસા સણ્ય ઉત્તમં શ્રાવિકા થઈ. શેઠ તેને જે જે દ્રવ્ય આપતાં તે બધું ભેગું કરીને દહેરાસરને લગતી વસ્તુ તે અનાવતી —( કરાવતી )
જ્યારે તેની પાસે વધારે દ્રવ્ય એકઠું થયું ત્યારે તેણે ત્રણ સુવર્ણમય છત્ર કરી પ્રભુના મસ્તક ઉપર ધારણ કર્યાં. વિવિધ પ્રકારના તપ અને ભાવથી ચતુર્વિધ સંઘનું વાત્સલ્યપણું કર્યું. ઉજમણાં વગેરે પણ કર્યાં.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪
- એક દિવસે શેઠને ચિંતાતુર જઈ તે બોલી: હે તાત, આપને આજે શી ચિંતા છે? શેઠે કહ્યું, હે પુત્રી, અહીંના રાજાએ મને જે જિનપૂજા માટે ફળફૂલથી ભરપુર વૃક્ષવાળું એક ઉદ્યાન આપ્યું હતું. હું તેના ફળફૂલેથી જ જિનેશ્વર દેવની પૂજા કરતો હતો. પરંતુ એકાએક આજે એ ઉદ્યાન સૂકાઈ ગયું છે. સર્વ ઉપાય-યુક્તિ અજમાવી જોઈ પણ તે નવપલ્લવિત થતું નથી, તેથી મને રાજાને ખરે ભય લાગે છે. તે મને શું કરશે ?....તે કાંઈ સમજાતું નથી. આ સાંભળી કન્યા બેલી, હે તાત! તમે ચિંતા કરશે નહીં. હું પ્રતિજ્ઞા કરૂં છું કે મારા શિયળના પ્રભાવે જ્યાંસુધી ઉદ્યાન સાચા સ્વરૂપને ધારણ ન કરે ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ છે. શેઠે કહ્યું હે પુત્રી, આવી ઉગ્ર પ્રતિજ્ઞા ન કરાય. તે બોલી. હે તાત, મેં જે પ્રતિજ્ઞા લીધી છે તેમાં કદી ફેરફાર થઈ શકે એમ નથી. આમ કહી જિનમંદિરે ગઈ અને અહંતને નમસ્કાર કરી એકાગ્ર ચિત્ત કાર્યોત્સર્ગમાં રહી, આમ તેણે ત્રણ દિવસ પૂર્ણ કર્યા ત્રીજી રાત્રીએ શાસનદેવી પ્રગટ થઈ કહેવા લાગી. હે વત્સ, મિથ્યાદષ્ટિ વ્યંતરદેવે આ વાટિકાનો વિનાશ કર્યો હતો. અત્યારે તે દેવ તારા તપ, શિયળના પ્રભાવથી અદશ્ય થયે છે. તેથી ઉદ્યાન પહેલાની જેમ પ્રભાતે નવપલ્લવિત થશે, એમ કહી તે અદશ્ય થઈ ગઈ. સવારે માણિભદ્ર શેઠ ફળફૂલાદિથી નવપલ્લવિત થયેલી વાટિકા જેઈ અત્યંત હરખને ધારણ કરતો મંદિરે આવ્યો. અને કહેવા લાગ્યું. હે બેટી, તારા શિયળ પ્રભાવથી આજે મારા મનોરથ પરિપૂર્ણ થયાં છે. માટે તું સુખેથી પારણું કર, પછી શ્રાવક શ્રાવિકાઓને નિમંત્રણ કરી. ધામધૂમથી તે વણિક પિતાના ઘરે તેડી લાવ્યો
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૫
લોકે પરસ્પર કહેવા લાગ્યાં. અહે! શિયળને મહામ્ય અપૂર્વ છે કે જેથી સૂકાઈ ગયેલું વન ફરી સર્જન થયું. આ કન્યા અતિ પ્રશંસાવાળી છે તે પવિત્ર પુણ્ય અને ઉત્તમ લક્ષણવાળી છે. વળી એનું જીવતર સફળ છે. આ પ્રકારના જીવને દેવે પણ નમસ્કાર કરે છે ધન્ય છે ! માણિભદ્ર શેઠને ! જેમના ઘરમાં ચિંતામણિ રત્ન જેવી આ વણિક પુત્રી વસે છે. આ પ્રમાણે જયઘોષણું કરતે સંઘ તે શ્રેષ્ટિવર્યના ઘરે આવ્યું. તે શ્રાવિકોએ ઘેર જઈ મુનિમહારાજેને પડિલાભ્યાં. અને ચતુર્વિધ સંઘને ભેજન કરાવી વિધિપૂર્વક પારણું કર્યું. જિન ધર્મનો મહિમા અહીં વિસ્તાર પામે.
એક દિવસ તે કુલધરપુત્રી પાછલી રાતે જાગી. અને વિચાર કરવા લાગી. આ જગતમાં તેઓ જ ધન્ય છે કે જે વિષય સુખને ત્યજી, અવ્યાબાધ સુખને આપનાર ચારિત્રને અપનાવે છે. કામગમાં આસક્ત એવી હું જ અધન્યને પાત્ર છું હું કામગ તે ન પામી. પણ દુઃખના દરિયામાં ડુબકીઓ ખૂબ ખાધી. એટલે પૂણ્યનો પ્રબળ ઉદય કે હું જૈનધર્મને પામી છું. હું ચારિત્ર પાળવાને અસમર્થ છું. તેથી ગૃહસ્થપણામાં હું ઉગ્ર તપ કરું. જેથી શરીર સાથે સંસાર શેષાય. એમ ચિંતવી કુલધર પુત્રીએ છ, અઠ્ઠમ પક્ષખમણું, મા ખમણ, વિગેરે ઉગ્ર તપ આદર્યા. જ્યારે તેનું શરીર બહુ જ ક્ષીણ થયું ત્યારે તેણે અનશન લીધું, અને શુભ ધ્યાનથી મૃત્યુ પામી પહેલા સૌધર્મ દેવલોકમાં દેવતા થઈ. ત્યાં આયુષ્ય પુરૂં કરી વિદ્યુતપ્રભા નામની વિપ્રપુત્રી થઈ અને માણિભદ્ર શેઠ મૃત્યુ પામી ઉત્તમ દેવપણે અશ્રુત દેવલેકમાં ઉત્પન્ન થયા ત્યાંથી એવી મનુષ્ય
Page #59
--------------------------------------------------------------------------
________________
થયા ત્યાં પણ ધર્મની આરાધના કરી. નાગકુમાર દેવ થયા અવધિજ્ઞાનથી પૂર્વભવનો સંબંધ જાણું તારા ઉપર તે વાત્સલ્ય રાખે છે. હે ભવ્યા! તે પહેલાં કુલધર શેઠના ઘરમાં અજ્ઞાન નતાને લીધે જે પાપ કર્યું હતું તે કર્મ વિપાકથી દુઃખી. અને માણિભદ્રશેઠના ઘરમાં રહીને જૈન ધર્મની પ્રભાવના કરવાથી તે મન, વચન કાયાની શુદ્ધિથી જૈન ધર્મનું આરાધન કર્યું તેથી તું અત્યારે અનુપમ સુખ ભોગવે છે. તે પૂર્વભવમાં જિનેશ્વરની પૂજાના ઉદ્યાનને નવપલ્લવિત કર્યું હતું તેથી જ આ નંદનવન સમ દેવનિર્મીત ઉદ્યાન તારી સાથે રહે. છે. પ્રભુના મસ્તકે તે છત્ર ધારણ કર્યા તેથી તે ઉદ્યાનની છાયામાં નિવાસ કરે છે. વળી જિનપૂજાના પ્રભાવથી તું નિરંગી રહે છે. પ્રભુની ભક્તિ કરવાથી દેવસમાન સામ્રાજ્ય ભેગવે છે. તે ભક્તિ વડે જ હે આરામભા કેમ કરીને તું શિવસુખ સાધીશ.
Mી તે રાણી પદનાદિ કે પૂર્વ
જ્ઞાનીના વચન સાંભળી તે રાણી ક્ષણવારમાં મૂછ પામી. ધરતી પર ઢળી પડી, શીતળ જળ ચંદનાદિ વડે ચેતના. પામી. અને બોલી હે મુનીશ્વર ! આપના મુખેથી મારો પૂર્વભવ સાંભળી મને જાતિ મરણ જ્ઞાન થયું છે, તેથી મેં જાણ્યું કે આપે કહ્યું તે સર્વ યથાર્થ છે, હું સંસારથી ઉગ પામી છું. મુનીશ્વર ! જો આપ રાજા પાસેથી રજા અપાવે તે હું આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરૂં. રાણીને વચન સાંભળી રાજા બોલ્યો, હે ભદ્રે ! આ પ્રમાણે સંસારની અસારતા જાણ્યા પછી ક્યો ડાહ્યો પુરુષ ઘરમાં બેસી રહે? માટે હું પણ દીક્ષા લઈશ. પછી રાજા મુનીશ્વર પાસે જાય છે અને
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૭
કહે છે. હે મુનીન્દ્ર, જ્યાં સુધી હું મહેલમાં જઈ આરામશોભાના પુત્ર મલયસુંદરને સિંહાસનારૂઢ કરીને પાછો આવું ત્યાં સુધી આપ કૃપા કરી સ્થિરતા ધરજે. પછી ગુરુજીને પ્રણામ કરીને રાણી સાથે ઘરે આવ્યો. યુવરાજનો રાજ્યાઅભિષેક કરી નગરમાં અફૂાઈ મહોત્સવ કર્યો. અને દીન અનાથને ઘણું દાન દીધું સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાવી ઉત્સવપૂર્વક પાછો ફર્યો. અને પત્ની સાથે દીક્ષા અંગિકાર કરી. જિતશત્રુ રાજર્ષિ ઉગ્ર વિહારે પૃથ્વી પાવન કરવા લાગ્યા અનુક્રમે સકલાગમના રહસ્યને જાણનાર જિતશત્રુ રાજષિને આચાર્યપદને યોગ્ય જાણી તેમના ગુરૂ મહારાજે પિતાના પદે સ્થાપન ક્ય. અને આરામશોભાને પણ પ્રવર્તિની પદ આપ્યું. અનુક્રમે જિતશગુસૂરિ કહેવાયા. અને અનેક ભવ્ય જીવોને પ્રતિબધી આરામશેભા સાથે અનશન લઈ કાળ કરી દેવલેક ગયા ત્યાંથી મનુષ્ય સુખ પામી કેટલાક ભવે મુક્તિસુખ પણ પ્રાપ્ત કરશે.
ઈતિ–આરામશોભા કથા સમાપ્ત .
માટે હે ભવ્યજી, તમે પણ આરામશોભાની માફક સમ્યકત્વમાં યત્ન કરે કે જેથી ઉત્તરોત્તર મંગળ માળ પ્રાપ્ત થાય. અસ્તુ.....
આ પ્રમાણે વીર પ્રભુના મુખેથી આરામદેભાની કથા સાંભળી સુશ્રાવક આણંદ બે, “હે ભગવંત! પાંચ મહાવ્રતના ભારને વહન કરવા હું અસમર્થ છું માટે આપ પાંચ
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮
અણુવ્રત મને આપે. એવી ઇચ્છા રાખું છું. આપના મુખથી સમ્યકૃત્વયુક્ત ખારવ્રતરૂપે શ્રાવક ધર્મ અંગીકાર કરી મારે જન્મ સફળ કરૂં. આજથી વીતરાગ એ જ મારા દેવ, પચ મહાવ્રતધારક, બ્રહ્મચારી ગુરૂ અને જિનપ્રણિત એ જ મારા ધર્મ હો !!! ” જિનમદિર સિવાય અન્ય દનીએ હરિહરારિદ માની બેસાડેલા, મદિરને પણ મારે નમસ્કાર ન કરવા. પછી આણુંă શ્રાવકે સમ્યક્ત્વયુક્ત ૧૨ અણુવ્રત ગ્રહણ કર્યાં. તે સ’અધી સિદ્ધાંતમાં આલાવા. આ પ્રમાણે:—
अहन्नं भंते तुम्हाणं समीपे मिच्छतं पडिक्कमामि, स म्मत्तं उवसंपज्जाभि नो मे कप्पइ अज्जप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थि देवयाणि वा अन्नउत्थि पडिग्गहिआणि वा अरिहंतचेइआणि वंदित्तये वा नमसित्तर वा पुव्वि अणालित्तेण आ लित्तए वा संलवित्तए वा तेर्सि असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउँ वा अणुष्पदाउँ वा नवरं तत्तत्थ रायाभियोगेणं गणाभियोगेणं देवयाभियोगेणं गुरुनिग्गहेणं वित्तिकंतारेणं कप्पइ मे समणे निग्गंधे फासु एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गहकंबल पायपुच्छणेणं पीढफलग सिज्जासंथारपणं उसहभेसज्जेणं पडिला माणस विहरित्तए ।
આલાવાના અઃ—હે ભગવન્ત! હું આપની સમક્ષ પ્રતિજ્ઞા કરૂ' છું કે મિથ્યાત્વને પરિહરૂ છું. સમ્યક્ત્વને અગીકાર કરૂ છું આજથી અન્ય દનીઓને અન્ય દશનીઓના દેવને તેમજ અન્યદર્શીનીઓએ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યાને પણ નમસ્કાર નહિ કરૂં. ( ન ક૨ે ) તથા અન્ય દનીએ સાથે એકવાર કે મહુવાર ખેલવું ન લ્યે. અને તેને ચારે
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રકારના આહારમાંથી એક પણ પ્રકારનો આહાર, પાત્ર બુદ્ધિએ, એકવાર કે એથી વધારે વાર ( રાજાના રાજસમુહના ખળવાન દેવતાના, ગુરૂના, પિતામાતાના આગ્રહથી તેમ જ આજીવિકા માટે આપવું પડે એટલી છુટ) આપવા ન પે,
પછી પ્રભુએ કહ્યું, હું આણું, સમ્યક્ત્વ (દર્શન)ના આ પાંચ અતિચાર જાણવા. પણ તેને કદી આચરવા નહીં. તે આ પ્રમાણે:—
(૧) દેવગુરુ અને ધર્મને વિષે શંકા કરવી. (૨) પરમતની અભિલાષા કરવી. (૩) ધર્મ ફળમાં સ ંદેહ રાખવા . (૪) મુનિમહારાજોની જુગુપ્સા કરવી. (૫) પાખડીઓની પ્રશંસા કરવી આ પાંચેને દૂષણા જાણી આચરવા નહી.
વળી હે મહાભાગ ! હવે તું પ્રથમ વ્રત સાંભળ. આ જે મુનિવરો છે તે ત્રસ તથા સ્થાવર જીવાની હિંસા કરતા નથી. અને છએ કાયની રક્ષા કરે છે અને શ્રાવકાએ દેશથી ત્રસ અને સ્થાવર જીવાની રક્ષા કરવી. એવા આગમમાં ઉલ્લેખ છે.
जीवा सुहुम्मथूला, संकप्पारंभ उ दुविगप्पा | सवराह निरवराहा साविक्खा चेव निरविक्खा ||
અર્થ:જીવા સુક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારના છે હિંસા પણ સ’કલ્પથી અને આરભથી એમ બે પ્રકારે છે. તેમાંથી શ્રાવકને સ`કલ્પથી હિંસાનો નિષેધ કહ્યો છે. અપરાધી અને નિરપરાધી બે પ્રકારના જીવામાં નિરપરાધી જીવામાં નિરપરાધી જીવાના સકલ્પાથી હિંસાનો નિષેધ કહ્યો છે. અપરાધી અને નિરપરાધી એ પ્રકારના જીવમાં નિરપ
Page #63
--------------------------------------------------------------------------
________________
રાધી જીવોમાં નિરપરાધી જીવોના સંકલ્પથી હિંસાનો નિષેધ છે. તેમાં પણ સાપેક્ષ અને નિર્પેક્ષ એમ ભેદ છે. તેમાં સાપેક્ષાએ અપરાધ રહિત પુત્રાદિકને શિક્ષા નીમિત્ત વધ કરવાનો નિષેધ નથી. આ પ્રકારના શ્રાવકના ભાંગાથી જે જીવ થેડી પણ જીવદયા પાળે છે તે પુરુષે હરિબળ માછીની માફક મહાન સમૃદ્ધિને પામે છે. " આ સાંભળી આણંદ શ્રાવક બલ્ય, હે ભગવન્ત ! તે હરિબળ કોણ હતો ? અને તેણે શી રીતે જીવદયા પાળી હતી. તથા ઋદ્ધિ પણ કેવી રીતે પ્રાપ્ત કરી હતી ?”
પ્રભુ બોલ્યા હે શ્રેષ્ઠિન? તું સાવધાન થઈને યથાર્થ રીતે હરિબળનું ચરિત્ર સાંભળ.
=
=
Page #64
--------------------------------------------------------------------------
________________
રિબલ માછીની સ્થા
આ ભરતક્ષેત્રમાં કાંચનપુરી નામની નગરી હતી. ત્યાં વસંતસેન નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને વસ'તસેના નામની રાણી હતી. તેને વસંતશ્રી નામની પુત્રી હતી. તે નગરમાં બિલ નામે માછી રહેતા હતા. તેને પાપી, અતિ ક્રોધવાળી, પ્રચંડા નામની સ્ત્રી હતી. પતિ સામે કઠાર શબ્દો બેાલતી આ સ્ત્રીથી સ્વપ્નમાં પણ કદી રિલે સુખ મેળવ્યું ન હતુ. કહ્યું છે કેઃ— 'कुग्रामवासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च षड् जीवलोके नरका भवंति ॥
અર્થ :—કુગામમાં નિવાસ, દુષ્ટ રાજાની સેવા, અશુદ્ધ ભાજન, ક્રોધમુખવાળી સ્ત્રી, બહુ પુત્રીઓ અને રિદ્રતા એ છ વસ્તુ મનુષ્યલેાકમાં નરક તુલ્ય છે.
હિરખલ પાતે માછી હતો. તે માછલાં પકડીને વેચતા અને તેથી જ આજીવિકા ચલાવતા. તે દરરાજ માછલાં પકડવા જતા. એક દિવસ હરિમલે નદીના સામા કાંઠા પર આવેલા વૃક્ષની છાયામાં ઉભેલા મુનિવરને જોયા. તેમની પાસે જઈ તે નમસ્કાર કરી બેઠા. મુનિ ખેલ્યા; હું ભદ્ર, તું કાંઈ
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૨
ધર્મ જાણે છે? તે ખેલ્યા, હે સ્વામિન ! હું માત્ર કુળ આચાર એજ ધર્મ જાણું છું. મુનિ ખેાલ્યાં, હું ધીવર ! આ વચન મૂર્ખ અને પામર પ્રાણીઓનુ છે. જો કુધ માં ધર્મનુ સ્થાપન થાય તે ધર્મ નાશ જ પામ્યા હાત. કેમકે :~~~ કુળના ક્રમથી આવેલા દુઃખ અને દ્રારિદ્ર તારા પુત્ર સુખ સપત્તિ મળ્યે ન ત્યજી દે તા તારા કુળાચાર ધ સિદ્ધ થાય. કારણ કે દુઃખ અને દરિદ્રતા સપત્તિથી નાશ પામે છે માટે હું ભદ્ર ! જીવદયા એજ ધમ જાણવા. હે બુદ્ધિમાન! જો તું આલમમાં આરામ ચાહે તે ચિત્તમાં જીવદયાને સ્થાપન કર. તે સાંભળી હરિમલ મેલ્યા, હું ભગવન્ આપે કહેલ ધર્મ સત્ય જ છે. પણ રાતિઢવસ જીવવધ કરીને આજીવિકા ચલાવનારા એવા અમારા કુળમાં જીવદયાનું નામ નિશાન ક્યાંથી હાય ! એ વાત દરિદ્રના ઘેર ચક્રીના ભાજન જેવી છે. મારાથી તા રાતિદવસ વધ જ થયા કરે છે. ત્યારે મુનિ બેલ્યા, હું ધીવર! જે તું સર્વથા જીવયા પાળવા અસમર્થ હાય તે પહેલી વખત જાળ નાખે તેમાં જે મત્સ્ય આવે તેને તારે છોડી મૂકવું. તે સાંભળી રિબલે તે વ્રતને હથી વધાવ્યુ. પછી તે મુનિરાજને નમસ્કાર કરી પોતાના રસ્તે પડયો. પોતાના વ્રતને ઉત્તમ પ્રકારે પાળતા અને કુળાચાર સેવતા હિરબલ પોતાના કાળ નિમન કરતા હતા.
એક દિવસ તે હરિખલ જાળ લઈને નદીએ ગયા અને જાળને સિરતાના જળમાં નાખી તેથી તેમાં એક વૃદ્ધ મત્સ્ય સપડાયા. હરિબલે પોતાના નિયમ મુજબ તેને નિશાન કરી પાણીમાં છેડી મૂકયો. પછી પાછી જાળને પાણીમાં
Page #66
--------------------------------------------------------------------------
________________
3
નાંખી તે ફરીવાર પણ તે જ મત્સ્ય આવ્યું. ફરી મુક્ત કર્યો આ પ્રમાણે સાંજ સુધી તેને તે જ મત્સ્ય આવ્યા કર્યો. તેને હરિબલ ખેદરહિત મુક્ત કરતે રહ્યો. આમ સંકટમાં સપડાયા છતાં તેણે વ્રત ભંગ ન કર્યું. “ ધીર પુરુષે ગમે તેવી સ્થિતિમાં મૂકાયા હોવા છતાં સત્ય છોડતા નથી.” સંધ્યા સમયે તે વિચારવા લાગ્યું, “મારા વડે વ્રતનું સારી રીતે પાલન થયું તે નિશ્ચય ઘણું સારું થયું.” આમ વિચારે છે ત્યાં કોઈ દેવતા પ્રગટ થઈ કહેવા લાગ્યું. હે હરિબલ ! હું જળ અધિષ્ઠાયક દેવ છું. મેં અવધિજ્ઞાનથી તારું વ્રત જાણી માછલાનું રૂપ લઈ સાંજ સુધી તારી પરીક્ષા કરી. પણ તું નિયમથી ચલાયમાન ન થયું. તેથી હે હરિબલ! તું ધન્ય છે, તું કૃતાર્થ છે. અને તારું જીવન પણ સફળ થયું કે આવા સંકટમાં મૂકાયા છતાં તે તારા વતની વિરાધના ન કરી. આ સંસારમાં કેટલાક તો વ્રત ગ્રહણ કરતા નથી, જેને ગ્રહણ કરે છે તે ઉત્તમ પ્રકારે નિજ નિયમન નિર્વાહ નથી કરી શકતા. પરંતુ જે પુરુષ વ્રત લે છે અને તેને સારી રીતે પાળે છે તે તારા જેવા સત્ પુરુષે જાણવા માટે હે ધીવર ! તું મારી પાસે વરદાન માગ કારણકે દેવના દર્શન નિષ્ફળ ન થાય. તે સોભળી હર્ષિત થયેલા હરિબલે કહ્યું છે. દેવ! જો તમે પ્રસન્ન થયા છે તો વિપત્તિમાં મારું રક્ષણ કરજે, “તથાસ્તુ” એમ કહી દેવ અંતર્ધાન થયે. હવે મત્સ્ય ન મળવાને લીધે સ્ત્રીની બીકથી તે હરિબલ ઘરે ન આવ્યું.. અને ગામ બહારના દેવળમાં રાત્રિ રહ્યો. મનમાં વિચાર કરે છે. કે મેં એક જીવની રક્ષાથી આવું ફળ પ્રાપ્ત કર્યું ત્યારે જે સર્વ ની રક્ષા કરે તે સર્વ સુખને પામે એમાં શું
Page #67
--------------------------------------------------------------------------
________________
પિતાની કાયા લાગી અને આ
સંદેહ ! આમ વિચારી તેણે નિશ્ચય કર્યો કે મારા ઉપર ગમે તે પ્રકારની આપત્તિ આવી પડે. તે પણ વિષવલ્લી જેવી હિંસાને નહીં આદરું. એમ ચિતવતે, તે ત્યાં દેવકુળમાં રહ્યો. - હવે કઈ એક દિવસ તે નગરની રાજકુમારી વસંતશ્રી નગરશાભા જેતી ગવાક્ષમાં બેઠી હશે. એવામાં તેણે એક ઉત્તમ રૂપવાળા હરિબલ નામને શ્રેષ્ઠીપુત્રને રસ્તે જતાં જોયો. તેને જોવાથી રાજકુમારીને કામરાગ ઉત્પન્ન થયો. તેથી તેને પોતાની દાસી પાસે બોલાવી મંગાવ્યો. અને સ્નેહે કરીને મધુર વચને બોલવા લાગી. હે સપુરુષ! સાંભળ.” આજથી મેં અમારા પ્રાણ તને અર્પણ કર્યા છે. આથી હે હરિબલ! આપણે
આ નગર મૂકી દેશાંતરે જઈશું અને વિવાહ કરી આપણે બને ભેગ ભેગવીશું. હરિબલે પણ રાજકુમારીના મુખ કમળથી કુલની માફક પડતા વચન સાંભળી અને તેનું રૂપ - લાવણ્ય જોઈ મેહને વશ થઈ કુમારીનું સર્વકથન કબુલ કર્યું કહે, કેવી કારમી કરામત છે કામદેવની ! જેથી તેના ભેળા ભક્તોને ભય પણ નાશ પામે છે. દેવયોગે તે બંનેએ જે સ્થાન અને રાત્રિ પ્રયાણ માટે નિયત કરેલી તે જ રાત્રિએ અને તે જ સ્થાને હરિબલ માછલાં ન મળવાથી આવી રહ્યો હતો. “ગુપ્ત કામે રાત્રિની અંધારપછેડીમાં જ થાય છે. કારણ કે ગુપ્ત કામ કરનારાઓ ભાસ્કરથી ભય પામે છે.”
કુંવરીએ શ્રેષ્ઠીપુત્રને અર્ધરાત્રિએ દેવકુળમાં નિયત દિવસે આવવાનું કહ્યું અને પોતે વચન આપ્યું કે હું પણ તે રાત્રિએ સુવર્ણ અને રત્ન આદિ લઈને રથ સાથે આવીશ. આ પ્રમાણે એક બીજા નવી દુનિયા વસાવવાનો મનસૂબો
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૧
ઘડીને જુદા પડયાં. તેઓ તે રાત્રિની ઇંતેજાર કરવા લાગ્યા. કે જે રાત્રિએ પલાયન થવાનું છે. અને એ રજન પણ આવી પહોંચી. અહિં શ્રેષ્ઠીપુત્ર રાત્રે કપડાં પહેરી, સંકેત. સ્થાને જવા માટે નીકળે છે. ત્યાં કયોગે તેની બુદ્ધિ ફરી. અને તે પેાતાના મનમાં વિચારવા લાગ્યો. કાણુ જાણે છે કે આગળ શું થશે? અણુવિચાયું" કાર્ય કરવાથી જીવતર પણ નાશ પામે છે. વળી કદાચ રાજાને ખબર પડશે તો સહુથી પહેલાં મારા કુટુંબનો જ વધ કરશે, માટે આ રાજપુત્રી નિશ્ચય વિષવલ્લી સમાન છે. એની સાથે મારે કાંઈ પ્રયોજન નથી.
કચેા પુરુષ જાણી જોઈને ભડભડતા ભડકા સાથે માથ ભીડે ? આમ વિચારી તે પેાતાના ઘરે પાછા આવ્યા અને સૂતા. અહિંયા કુવરી મણિ કનક રૂપ તેમજ રત્નાદિ લઈ ઘેાડા પર સવાર થઈ સકેતસ્થાને નિર્વિઘ્નપણે આવી.
અહિંયા અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા હરિમલે દેવળ મહાર પગરવ સાંભળ્યેા. થેાડીવારમાં તે એક કન્યા તે દેવળમાં આવી. રૂપાની ઘંટડી જેવા અવાજે ખેલી; હે હિરઅલ ! તું અહીં આવી પ્હોંચ્યા છે ? હિરખલ હુંકાર દુઈ વિચારે છે. કાજળ વરસાવતી અધારી રાતમાં મને ખેલાવનારી આ કાણુ હશે ? એના રૂપ લાવણ્ય અને શણગારથી તે રાજકન્યા જેવી દેખાય છે. પણ આમ અડધી રાતે રાજકન્યા મહેલ મૂકી અહીં શા માટે આવે ? માટે
આ કાઇ વનદેવી હાવી જોઈ એ. રાજકન્યા બહુ નજીક આવીને ખાલી, હું હરિમલ ! આ વખત આમ ગુમાવવા જેવા નથી માટે ત્વરાથી મહાર ચાલ. ત્યાં આપણે અશ્વ આભૂષણ
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૬
આ કન્યાએ મારા જણાય છે. માટે છે. ચાક્કસ આ
સહિત ઊભા છે. રિમલે વિચાર કર્યો કે જેવા નામવાળા કોઈ પુરુષને સંકેત કર્યો જ આ કન્યા તેવા નામે પ્રેમથી ખેલાવે કન્યાને મારા પુણ્યે અહી આણી છે. “ લક્ષ્મી આવી હાય ત્યારે મેહુ ધાવામાં સમય ગુમાવવાથી તે ચાલી જાય છે. ’’ એમ વિચારી તે તેની સાથે જવા માટે તત્પર થયા. જે થવાનું હશે તે થશે. એમ વિચારી તે બહાર આવ્યા. અને વસંતશ્રી સાથે ઘેાડા પર બેસી ચાલી નીકળ્યે. રસ્તામાં તેને રાજકુવરી પ્રિય આહ્લાદક વચનથી વચનથી મેલાવતી પણ તે હુંકાર સિવાય કાંઈ ન ખેલતા. રાજપુત્રીએ વિચાર્યું” કે નક્કી આને માતાપિતાનો વિરહ સતાવે છે. તેથી એ ઉત્તર નથી આપતો. પછી તે ખાળા પણ મૌન રાખી એસી રહી. પ્રભાતમાં જ્યારે તેણે બીજા પુરુષને જોયા ત્યારે તે હાહાકાર કરતી મૂર્છાને લીધે ઢળી પડી. શીતળ જળ પવનના ઉપચારથી સચેતન થઈને અતિ કરુણાયુક્ત વચનથી વારંવાર રાતી આ પ્રમાણે કહેવા લાગી. “જેમ ઉનાળાની ઋતુમાં દાહથી પ્રચુર અને તૃષાથી વ્યાકુળ એવા ગજરાજ જળથી ભરપૂર તળાવમાં પાણી પીવા ઉતરે પણ જળથી થોડે દૂર રહેલા કાદવમાં ખૂંચી જવાને લીધે જેમ પાણી પણ ન પામી શકે તેમ કિનારા પણ ન મેળવી શકે ” તેવી જ રીતે હું પણ વિધિના વશથી તીર અને નીર ખન્નેથી ગઇ. જે જે મનોરથા સેવ્યાં હતાં. તે સર્વે નાશ પામ્યાં, હવે મારે શું કરવું? હું મારી ફરિયાદ કોને કહું ? હે દેવ ! તે મને શા માટે વિટંબણામાં નાખી. શું, આજે તને બીજુ કાઇ ન મળ્યું ? આ પ્રમાણે કોઈ પૂર્વભવના દોષથી આર્ત્તધ્યાનમાં પડેલી હતી.
Page #70
--------------------------------------------------------------------------
________________
४७
વળી તે વિચારવા લાગી, દૈવને દોષ દેવાથી શું? પૂર્વભવમાં જીવે જે શુભાશુભ કર્મ બાંધ્યાં છે. તે ભગવે જ છૂટકે છે. જ્યારે મારા કર્મો જ આ પુરુષ અહીં આવ્યો છે તે પછી હું શા માટે મારા આત્માને દુર્યાનમાં નાખું ? આમ વિચારીને તે બાળા હરિબલ સામે જુવે છે. ત્યાં આકાશમાંથી ગંભીર દેવવાણું સંભળાઈ. હે ભદ્રે ! જે તે સંસારમાં સુખ સૌભાગ્યને ઈચ્છતી હે તે આ નરને જ તારા જીવનનિયંતા તરીકે
સ્વીકાર. કારણ કે આ પુરુષ જગમ કલ્પવૃક્ષ સમાન છે. આવી આકાશવાણી સાંભળી વસંતશ્રી હરિઅલને ઉત્તમ પુરુષ માની મૃદુ વાણીમાં કહેવા લાગી, તે પુરુષોત્તમ! હું લાંબા પ્રવાસને લીધે અતિ તૃષાતુર થઈ છું માટે શીતળ જળ લાવી આપો. વસંતશ્રીના વચન સાંભળી હર્ષિત થયેલે હરિબલ એ અરણ્યમાંથી જલ્દી પાણી લઈ આવ્યો. અને રાજપુત્રીને સ્વસ્થ કરી. રાજકુમારીએ તેને આવા ભયંકર ગાઢ વનમાંથી પાણી લાવવાને લીધે ધર્યવાન પુરુષ જાણી પ્રેમથી કહ્યું. “હે સપુરુષ! હમણું શુભ લગ્ન છે. માટે મારી સાથે પાણિગ્રહણ કરે. પછી હરિબલે રાજકુમારી સાથે ગાંધર્વ વિધિએ લગ્ન કર્યા.” અને પતિપત્ની રૂપે ગામ, નગર, ક્ષેત્ર, નદી નાળા અને પહાડીઓ ઉલંઘતા એક શહેરમાં આવ્યા ત્યાંથી વસંતશ્રીના આગ્રહથી શુભ લક્ષણવાળા ચાર ઘોડાઓ ખરીદ્યા. અનુક્રમે–તેઓ વિલાસપુર નામના શહેરમાં આવી પહોંચ્યાં. નંદનવન જેવા ઉદ્યાને, કૂવાઓ અને તળાવે તેમજ જિનાલયોથી વિભૂષિત તે નગરને જોઈ તે બન્નેની ઈચ્છા ત્યાં રહેવાની થઈ તેથી હરિબલે એક સાત માળનું મકાન ભાડે રાખ્યું.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૮
ત્યાં હરિખલ ભાગો ભાગવતા સુખે દિવસ પસાર કરવા લાગ્યા, એક દિવસ હરિઅલ મનમાં વિચારવા લાગ્યા. ક્યાં હું નિર્દેનીય કુળમાં ઉત્પન્ન થયા ? અને કયાં આ રાજકુમારી ? નક્કી પુણ્યના યોગેજ સઘળા સંબંધ જોડાયેલ તે. તેથી હું પણ લક્ષ્મીના ફળને પ્રાપ્ત કરું. એમ વિચારી હરિખલ દીન, અનાથ લેાકેાને નિરંતર દાન દેવા લાગ્યા. તેથી નગરમાં તેની વાહવાહ થવા લાગી. અથવા દાનથી કાની વાહવાહ ન થાય? કહ્યું છે કે;—
पात्रे धर्मनिबंधनं तदितरे प्रोद्यदयाख्यापकं मित्रे प्रीतिविवर्द्धनं रिपुजने वैरापहारक्षमं । भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मानपूजाप्रदं भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् ॥
અર્થ :--દાન જો પાત્રને આપ્યુ હાય તેા પુણ્ય અંધાય. અને પાત્ર વિના બીજાને આપ્યુ હાય તા યા કરનારું થાય છે. મિત્રને આપવાથી પ્રીતિ વધે છે. શત્રુને આપવાથી વૈર દૂર થાય છે. સેવકને આપવાથી સન્માન વધે છે. અને ભાટ ચારણાદિને આપવાથી યશ ફેલાવે છે. આહા હા ! દાન કોઇ સ્થાને પણ નિષ્ફળ જતું નથી.
આમ કરતાં રિમલની પ્રશંસા ત્યાંના રાજા મદ્યનવેગ કને આવી. તેથી તેને સેવક મારફત મહેલમાં મેલાન્યા અને આદર સાથે ઉચિત આસને બેસાડી. ક્ષેમકુશળ પૂછ્યાં. પહેલી જ મુલાકાતમાં તે બન્નેની પરસ્પર પ્રીતિ અધાઈ. અને રિખલ પણ રાજાના અતિ સ્નેહુને લીધે રાજદરબારમાં હંમેશાં હાજરી આપવા લાગ્યા. આમ થવાથી
Page #72
--------------------------------------------------------------------------
________________
તેઓ પરસ્પર ગાઢસ્નેહના બંધનથી બંધાયા. કારણ કે સંપત્તિમાં સહુ નેહ કરે છે. એક વખત સ્નેહાધીન ભૂપતિએ ભેજન માટે ભાર્યા સહિત હરિબલને આમંત્રણ આપ્યું. સમયાનુસાર હરિબલે પત્નિ સાથે ભેજન ગૃહમાં પ્રવેશ કર્યો. પ્રજાપતિ પોતે પ્રેમપૂર્વક પીરસતાં હતાં. અનુપમ સૌંદર્ય, ચંદ્રનો તિરસ્કાર કરે તેવું મુખ, કમળનો પરિહાસ કરે તેવા નેત્ર, સેનાથી સરસ વર્ણ અને ભ્રમરે ને તે એ શ્યામ કેશ કલાપ, એવી વસંતશ્રીને જ્યારે મદનવેગે આવતી જોઈ, ત્યારે તે રતિપતિના બાણથી ઘાયલ થયેલા સ્નેહરાગથી તેના પ્રતિ વારંવાર નિરીક્ષણ કરવા લાગ્યું અને મનમાં વિચારવા લાગ્યો કે આ કેઈ દેવી કે અસરા લાગે છે. આ સ્વર્ગમાંથી ઊતરી છે કે નાગેલેકમાંથી આવી છે? આ કિન્નરી, વિદ્યાધરી છે કે કામદેવની પત્નિ રતિ પોતે જ છે–આવું અદ્વિતીય સૌંદર્ય તે મેં કયાંય જોયું નથી. “આવી પ્રમદા મને ન મળે તે આ તાજતખ્ત અને જીદગી શા કામની?”
આથી તેણે મનમાં ગાઢ સંકલ્પ કર્યો કે હરિબલને કઈ પણ રીતે મારી નાખવું જોઈએ, કે જેથી કરીને આ કલ૫વલ્લી મેળવી શકાય.
એ લાજના લુંટારૂએ એમ ન વિચાર્યું કે આ લલનાના લેબાસમાં લડાઈઓ લડાવી લાશની ઢગ લગડાવનારી અફલાતુન આફતની આંધી છે!” વળી એમ પણ ન વિચાર્યું કે પરસ્ત્રી એ પાયમાલીનું પહેલું પગથિયું-દુર્ગતિનું દ્વાર છે.–“વિનાશકાળે વિપરીત બુદ્ધિ.”
ભોજન લીધા બાદ તે દંપતી પિતાના સ્થાને વળ્યાં.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૦
અહિં મહારાજાએ પોતાનો મનસૂબે મંત્રીને જણાવ્યો. પણ જેવા ને તેવાજ મળે ત્યાં સુબુદ્ધિ સૂઝે કયાંથી? મંત્રીએ પણ તેને દુષ્ટ વિચારમાંથી પાછા ન વાળે અને તેની હાજી; હા ભણવા લાગે તેથી રાજા કામાગ્નિથી વધુ બળવા લાગે.
એક દિવસ સભામાં મંત્રીના શીખડાવવાથી રાજા બોલ્યા, “હે સભાસદે! સાંભળે.” મારે મારી પુત્રીના લગ્ન મેટા ઠાઠમાઠથી કરવાનાં છે. એ કઈ વીરપુરુષ છે કે જે લંકાધિપતિ વિભીષણ કે જેની સાથે મારે ગાઢ મૈત્રી છે. તેને વિવાહનું આમંત્રણ આપી આવે ?”
આવું તને બાથ ભીડવા જેવું આમંત્રણ સ્વીકારવા કેણ તૈયાર થાય? બધા નીચું જોઈ ચૂપ બેસી રહ્યાં. પછી રાજાએ હરિબલ સામું જોયું ત્યાં દુષ્ટાત્મા મંત્રી બલ્ય, હે રાજન્ ! હરિબલ જે વિષમ કાર્ય કરનાર આપણાં રાજ્યમાં બીજું કોઈ નથી. “ગજરાજને વહન કરવા ગ્ય ગજરાજ જ ઉપાડી શકે.” મંત્રીના વચન સાંભળી રાજા બોલ્ય; હે સૌભાગ્યશાળી હરિબલ! આ કાર્ય તારા સિવાય કેઈ કરવા સમર્થ નથી માટે આ કાર્ય તેજ કર.
દાક્ષિણ્યતાને લીધે હરિબલે તેનું વચન સર્વમાન્ય રાખ્યું. ઉત્તમ પુરુષોની દાક્ષિણ્યતા પણ પ્રધાન હોય છે. દરબાર બરખાસ્ત થયા પછી હરિબલ પિતાને ઘેર આવ્યું અને સર્વ વાતથી વસંતશ્રીને વાકેફ કરી. આથી તે ખેદ પામી બોલવા લાગી હે સ્વામિન્ ! આપણે જ્યારે રાજાને ત્યાં ભેજન કરવા ગયેલા ત્યારે તેને મારા ઉપર રાગ ઉત્પન્ન
Page #74
--------------------------------------------------------------------------
________________
પા
.
થયેલા તેથી જ તે દુષ્ટ આ અશુભ અન આરબ્યા છે. આ સાહસ તમે વિચાર્યા વગર કર્યું તે ચાગ્ય નથી. હે નાથ ! અણુવિચાર્યું કાય માટા ભાગે પોતાના વિનાશ માટે થાય છે. તેથી તમે તેને કોઈપણ રીતે દૂર કરે તે અહુ સારું થાય. આ સાંભળી હરિખલ ખેલ્યા, “ હું મુગ્ધ! તું આ શું ખાલે છે? સત્પુરુષા પ્રાણાંતે પણ પ્રતિજ્ઞા ભંગ કરતા નથી, તેથી હું જરૂર ત્યાં જઈશ. થવાનું હશે તે થશે. ન્યાયી પુરુષને વિષમ કાર્ય પણ આસાન થાય છે, પણ મને એક તારી જ ચિંતા થાય છે, કારણ કે કામાંધ થયેલે રાજા તારું અશુભ કરશે. આ સાંભળી વસંતશ્રી ખેલી હું સ્વામિન ! જો એમ જ છેતેા આપ ખુશીથી જાઓ, અને નિવિશ્વને કામયાબી હાંસીલ કરા. પછી જલ્દીથી આ દાસીને દર્શન આપેા. મારી ચિંતા કદી કરશે નહીં. કારણ કે કુળવધૂએ પ્રાણાંતે પણ શીયળ ખંડન કરતી નથી. આપ આપના જીવનનું પ્રયત્નથી રક્ષણ કરશે એટલી જ મારી વિનતિ છે.
जीवन् भद्राण्यवाप्नोति, जीवन् पुण्यं करोति च । मृतस्य देहनाशेन, धर्मापरमस्तथा ॥
અર્થ :-જીવતો માણસ કલ્યાણ પામે અને જીવતા જ પુણ્ય કરે છે. મરેલા માણસના શરીર સાથે ધર્માદિ પણ નાશ પામે છે.
પ્રિયાના પીયૂષ સમાન વચન સાંભળી ષિત થયેલા રિઅલ તેની રજા લઈ દક્ષિણ દિશા તરફ ચાલતો થા. અનુક્રમે ગ્રામ, નગર, નદી નાળાં, પર્વત પાર કરી છેક
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
સમુદ્ર કિનારે આવી પહોંચે. “ ઉદ્યમવંત પુરુષોને કાંઈ દૂર ન હોય.” પર્વત સમાન પડછંદ કાયાવાળા મેજાએથી ભરપૂર અને ભયંકર ઘૂઘવાટા કરતાં સમુદ્રને જોઈ તે વિચાર કરવા લાગ્ય-પ્રિયાના નિષેધ છતાં પણ હું ભવિતવ્યતાના યોગે અહીં આવ્યો છું. પણ હું શી રીતે સમુદ્ર તરું ? અને શી રીતે લંકા જાઉં? ફરી તેણે વિચાર્યું કે કાંતે પ્રતિજ્ઞા પાર પડશે નહીં તે મરણનું શરણ ચોક્કસ છે જ. માટે સમુદ્રમાં પ્રવેશ કરૂં પછી જે થવાનું હશે તે થશે, એમ વિચારી તે સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયે ત્યાં પૂર્વે વરદાન આપનાર જળના અધિષ્ઠાયક દેવે પ્રગટ થઈ કહ્યું,
હે હરિબલ! હું તારું શું પ્રિય કરું? તે સાંભળી હરિબલ વિચારવા લાગ્યો, અહા ! પુણ્યનું ફળ આશ્ચર્યકારી છે. હું આ દેવતાને વિસરી ગયે હતો. પણ તે મારા સંકટેમાં પિતાની મેળેજ પ્રગટ થયે. આમ વિચારી તેણે કહ્યું, હે પ્રભે! મારે લંકામાં કાર્ય નિમિત્તે જવાનું છે માટે તમે મને ત્યાં લઈ જાવ, આ સાંભળી દેવ મેટા મચ્છનું સ્વરૂપ કરી હરિબલને પીઠ પર સવાર કરી નદીની માફક સમુદ્રને તરતો ક્ષણવારમાં લંકાસમીપે આવી પહોંચે. અને બોલ્યા, “હે હરિબલ ! સર્વ ઋતુના ફળફૂલથી શોભતા આ ઉદ્યાનમાં સ્વેચ્છાએ કીડા કર.” તેથી હરિબલ નંદનવન જેવા ઉદ્યાનમાં ફરવા લાગ્યું. ત્યાં તેણે વિમાન જે કનકપ્રાસાદ જોઈ શીવ્રતાથી પ્રવેશ કર્યો. મનુષ્ય વગરના સૂમસામ મહેલમાં સુવર્ણ અને મેતી આદિ જોઈ વિસ્મય પામતો મહેલના સાતમા મજલા પર ગયો ત્યાં તે રૂ૫ લાવણ્યોપેત એક ઉત્તમ કન્યાને નિચેષ્ટ જોઈ તે વિચારવા લાગ્યું, “આ
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૩
સૂના મહેલમાં અદ્ભુત લાવણ્યવાળી કન્યા મરેલા જેવી કેમ દેખાય છે? ” આ પ્રમાણે તે વિસ્મયથી આમતેમ જોતો હતો ત્યાં તેણે એક અમૃતરસથી ભરેલું તુંબડુ જોયુ, તે તેણે શીઘ્ર ગ્રહણ કરી તે કન્યા ઉપર છાંટયું તેજ ક્ષણે મનેાહર લાવણ્યના મદથી મસ્ત થયેલી તે કન્યા બેઠી થઈ અને રૂપાની ઘંટડી જેવા કણૢપ્રિય મધુર વચનથી પૂછવા લાગી, “ હે સત્પુરુષ ! પરાપકાર કરવાથી તમે ઉત્તમ પુરુષ છે એ મેં જાણ્યું, તમે અહીં શા માટે આવ્યા છે ? તમે કાણુ છે ? કયાંથી આગમન થયુ છે? એ તમે મને હરકત ન હોય તેા કહો.
,,
હરિબલે કહ્યું હું વિશાલપુર નગરના મહારાજા મર્દન વેગના સેવક છું. લંકાના રાજા વિભીષણને નિમંત્રણ કરવા દેવની કૃપાથી મચ્છ પર બેસી વેગપૂર્વક અહીં આવનાર રિખલ નામે પુરુષ છું. હે ભદ્રે ! હવે તું મને તારી હકીકતથી વાકેફ કર.
ત્યારે તે રામાંચિત થયેલી ખાળા બોલી, “ લંકાપતિના સુરગૃહ નામના ઉદ્યાનનું રક્ષણ કરનાર પુષ્પ બટુક નામના માળી છે. તે પ્રકૃતિથી ઘણા કટુ છે. તે કૂરકમી મારા પિતા થાય છે ભયંકર વિષધરને જેમ મણિ તેમ હું તેની કુસુમશ્રી નામની પુત્રી છું. એક દિવસ મારા પિતા પાસે કેાઈ સામુદ્રિક શાસ્ત્રના જાણકાર બ્રાહ્મણ આવ્યે ત્યારે મારા પિતાએ તેને પૂછ્યું, “ હે વિપ્ર ! તું મારી પુત્રીની હસ્તરેખા જો, બ્રાહ્મણ મારી હસ્તરેખા જોઈ બોલ્યા, હે માળી, આ ઉત્તમ રેખા અને શુભ લક્ષણવાળી તારી પુત્રીને જે પરણશે તે જરૂર રાજા થશે. ” કહ્યું છે કેઃ—
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૪
भृंगारासनवाजिकुंजररथ श्रीवत्सयूपैः शुभैमलाचामरकुंडलांकुशयवैः, शैलध्वजैस्तोमरैः मत्स्यस्वस्तिकवेदिकाव्यजनक शंखातपत्रांबुजैः पादे पाणितले नरा नृपतयो राइयो भवंति स्त्रियः ॥ १॥
',
અઃ—જેના હાથમાં અર્થાત્ પગમાં કળશ, સિંહાસન અશ્વ, હસ્તિ, રથ, શ્રીવસ્ત, યજ્ઞસ્ત...ભ, ખાણ, માળા, ચામર, કુંડળ, અંકુશ, યવ, પર્વત, ધ્વજા, મચ્છ, સ્વસ્તિકવેદિકા, વીંજણા, શરૂખ, છત્ર કમળ વિગેરે શુભ ચિન્હા હોય તે પુરુષ હાંય તે રાજા અને સ્ત્રી હોય તે રાણી થાય,
વળીઃ—
यद्माले स्यात् त्रिशूलं सा, स्वामिन्यखिलयोषितम् । हसंत्याः स्वस्तिको यस्याः भाले दृश्येत साऽपि च ॥१॥
“ જે સ્ત્રીના ભાલ પ્રદેશમાં ત્રિશળની રેખા હાય, અથવા હસતાં જે સ્ત્રીના કપાળમાં સાથીઓ પડતા હાય. તે તે સ્ત્રી સર્વ સ્રીએના અધિપતિપણાને પામે છે. ”
વિપ્રના આવા વચન સાંભળી રાજ્યના લાભથી મારા મૂઢ પિતા મારી સાથે પાણિગ્રહણ કરવા મારી ઈચ્છા કરવા લાગ્યા. ધિક્કાર છે લાભથી વ્યાકુળ મનુષ્યને !
મારા પિતાને આવેા આશય જાણી મારી માતા વિગેરે સ્વજનાએ તેને બહુ સમજાવ્યે. પણ તે પાતાના વિચારથી પાછા ન ફર્યાં. તેથી તેઓએ તેને ઘરમાંથી કાઢી મૂકો. પછી તે પાપાત્મા મને પકડી આ વનમાં લાવ્યે. અને
Page #78
--------------------------------------------------------------------------
________________
પષ
પિતાની વિદ્યા વડે પ્રાસાદ બનાવી તે અહીં રહે છે. જ્યારે તેને અહીંથી બહાર જવું હોય ત્યારે તે મને વિદ્યાના બળથી મૃતક જેવી બનાવી દે છે, અને પાછો આવી તુંબડીના રસથી સજીવન કરે છે.” ' હે સહુરુષ ! હું મરવાની તમન્નાથી જીવતી દુઃખના દેરિયામાં ડૂબેલી અહિં નિવાસ કરું છું. માટે હે સજજન પુરુષ! તમે મારા ઉપર કૃપા કરી મને દુઃખના દરિયામાંથી ઉગારે-એટલે કે મારું પાણિગ્રહણ કરી મને કૃતાર્થ કરે.
આ સાંભળી હરિબલ ચીતવવા લાગે અહો? જીવ દયારૂપ કલ્પવલીનું કેવું ફળ છે કે હીન કુળમાં ઉત્પન્ન થયેલા મને વિદ્યાધર પુત્રી પરણવા ઈચ્છે છે. પછી હરિબલે કન્યાની ઇચ્છાને ન ઠુકરાવતા તેની સાથે લગ્ન કર્યું. કદી ન અનુભવેલાં હર્ષને ચિત્તમાં ધારણ કરતી તે વિદ્યાધરીએ હરિબલને કહ્યું, “હે સ્વામિના મારે પિતા અહીં આવી કાંઈને કાંઈ અનર્થ કરશે માટે આપણે અહીંથી ચાલ્યા જઈએ, તે સાંભળી હરિબલ બો. હે પ્રિયે ! મહાકણ વેઠી હું જે કામ માટે અહીં આવેલ છું તે કામ કર્યા પછી જઈએ તે સારું.” તે બોલી, “હે સ્વામિન્ ! વિભીષણને આમંત્રણે આપવાનું કાંઈ પ્રજન નથી કારણકે તેઓ વિદ્યા ધની પેઠે જ્યાં ત્યાં જતાં નથી. હા, તમારા રાજાને વિશ્વાસ માટે વિભીષણની કઈ નિશાની લાવી આપું. હરિબલની અનુજ્ઞાથી તે વિભીષણના આવાસમાં જઈ તેનું ચંદ્રહાસ નામનું ખગ લઈ આવી અને હરિબલને આપ્યું
પછી હરિબલ સારભૂત વસ્તુ તથા અમૃતરસનું તુંબડું
Page #79
--------------------------------------------------------------------------
________________
લઈ ભાર્યા સાથે સમુદ્રકિનારે આવ્યો. અને મત્સ્યરૂપવાળા દેવની પીઠ પર બેસી. પત્નિ સાથે વિશાલા નગરી બહારના ઉદ્યાનમાં આવી પહોંચ્યું. તે દિવસે હરિબલપત્નિ સાથે ઉદ્યાનમાં રહ્યો.
કુસુમશ્રીને પુછી પિતાને ઘેર શું થાય છે તે જોવા તે પિતાના ઘેર આવ્યું. અને ગુપ્તપણે સંતાઈ રહ્યો. હવે અહિ કામાગ્નિથી વિહ્વળ થયેલે મદનવેગ રાજા દાસીઓને વસંતશ્રીના આવાસમાં મોકલતો અને ક્ષેમ કુશળ પૂછાવતે. એમ કરતાં તે દાસીઓ સાથે વસ્ત્રાભૂષણે પણ મોકલવા લાગે. તેથી વસંતશ્રીએ દાસીઓને પૂછયું. હે ભદ્રે ! રાજાએ આ બધું શા માટે કહ્યું છે? દાસીઓ બેલી, “હે દેવી! શું તમને ખબર નથી? તમારા પતિ રાજાનું મહાન કાર્ય કરવા ગયેલ છે પછી તમારી ચિંતા રાજા ન કરે તે કેણ કરે ? ભેળી વસંતશ્રીએ પણ વિચાર્યું કે મારા પતિની ચિંતા રાજાને પણ છે. પછી એણે બધી વસ્તુ લઈ લીધી. આમ, આશામાં રાજાએ કેટલાં દિવસો દુઃખમાં પસાર કર્યા.
એક દિવસ રાજા ઉપર કામદેવ સવાર થઈ જવાથી ભાન ભૂલ્યા અને વિવેકરહિત એક જ વસંતશ્રી પાસે આવ્યું. વસંતશ્રીએ તેની દુષ્ટ અભિલાષા જાણ મનમાં ખેદ છતાં ઉપરથી પ્રસન્ન ચિત્તે આસનાદિ આપી સન્માન કર્યું.
તેની ભક્તિથી પ્રસન્ન થયેલે રાજા બે, “હે શશિવદને! સાંભળ. તું રૂપે રતિતુલ્ય છે અને હું પણ કામદેવ સમાન સુંદર છું. માટે આપણું બનેને સંગ થાય તે વિધાતાની મહેનત સફળ થાય.”
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૭
નૃપતિના આવા વચનો સાંભળી વસ’તશ્રી અત્યંત દુઃખી
થઈ વિચારવા લાગી; “ અરે દેવ ! આ રાજા છે અને હું એકાકી અમલા અશરણુ છું. હું શું કરૂ? કચાં જાઉં ?કાને કહું ? અને મારા શીયળને કેવી રીતે સાચવું ? ? ? ”
“ શીયળ વિના સ્ત્રી જન્મ વૃથા કહેવાય ” આથી વસતશ્રીએ મનમાં વિચાર કર્યો, “ જો રાજા તુષ્ટ થઈ સંપત્તિ આપે અથવા રૂષ્ટ થઈ મારા પ્રાણ હરે તે પણ નિશ્ચય હું શીયળ ખંડન નહીં કરૂ એમ વિચારી તે કપટથી હસતી કહેવા લાગી, હે સ્વામિન! મહારાજની મહા મેહરબાની કે મારા મુકામને પાવન કર્યું. પરંતુ આપની ઈચ્છા ચેાગ્ય નથી કારણ કે ઉત્તમ કુળમાં જન્મેલી સ્ત્રી, પરપુરુષ સાથે વાત પણ કરતી નથી. ત્યારે પતિ છતાં શીયળ શી રીતે ખડાય ?
રાજાએ હસીને કહ્યું. શું તને ખખર નથી ? તારા પતિને મારવા માટેજ મેાતનો પૈગામ લઈ મે મેકલ્યા છે. અને કદાચ એ જીવતા આવશે તેા તેને હું કાઈપણ ઉપાયથી યમદ્વારે પહોંચાડીશ. એથી હું ગભરુ ? બધા વિચાર છેડી દઈ મને ભોગવ. તે સાંભળી વસ'તશ્રી વિચારવા લાગી, “ કામાંધ પુરુષને ધિક્કાર હો! ધિક્કાર હો કે તેઓ અર્થાન પણ વિચારતા નથી અશુભ કાર્યમાં વિલંબ કરવાથી તે શુભ થાય છે. એમ વિચારી તે ખેલી. ” હું સ્વામિન્! આપ આટલી અધી ઉતાવળ શા માટે કરા છે ? કાર્ય તે આપના હાથમાં જ છે. જ્યાં સુધી મારા પતિની ખખર ન મળે ત્યાંસુધી ઉત્સુક્તા નિવારા. ત્યારે રાજાને લાગ્યું કે આ મારા વશમાં જ છે–મારા પર પ્રસન્ન છે એટલે કે તે મને ચાહે છે, તેને
Page #81
--------------------------------------------------------------------------
________________
તેના પતિનો ભય છે, પણ એ બિચારે કયારનો મરણને શરણ થયે હશે. આજ નહીં તે કાલે એમ ચિતવતે રાજા સ્વસ્થાનકે આવ્યા. આફતની આંધીમાં અટવાયેલી વસંતશ્રી વિચારવા લાગી જે પ્રિયતમ આવે તે સારું થાય. - હવે ઉદ્યાનમાં કુસુમશ્રીને મૂકીને આવેલે હરિબલ પિનાના ઘરનું ચરિત્ર જેવા બારણું પાછળ સંતાઈ રહ્યો હતો, તે વખતે વસંતશ્રી પિતાની સખીને કહેવા લાગી, “હે પ્રિય સખી! જે પ્રાણનાથ નહીં આવે તે હું મારા શિયળને શી રીતે સાચવીશ? અને જે તે કુશળપૂર્વક આવશે તે પણ આ દ્વષી રાજા તેમનું અમંગળ કરશે,” હા ! હા ! હમણાં મારું મૃત્યુ નજીક લાગે છે. એવામાં હરિબલ પોતાની પ્રિયાના કુળને છાજે એવા વચન સાંભળી તરત પ્રગટ થઈ વસંતશ્રી સામે આવ્યું. પતિને જોઈ રોમાંચિત શરીરે પતિના ક્ષેમકુશળ પૂછવા લાગી. ત્યાર બાદ મદનવેગના દુષ્ટ મનોરથનું સર્વ વૃત્તાંત સ્વામિને કહ્યું. તે શાંત ચિત્તે સાંભળ્યા પછી હરિબલે પ્રિયાને પિતાનું સર્વ વૃત્તાંત સંભલાવ્યું. તે સાંભળી વસંતશ્રી બેલી, “હે સ્વામિન! મારી ભગિનીને ઉદ્યાનમાં શા માટે મૂકી આવ્યા? તેને મળવાને હું ઘણી ઉત્સુક છું, આપ એમ ન ધારતાં કે શકયને જોઈ હું ખેદ પામીશ. પછી પત્ની સહિત હરિબલ કુસુમશ્રીને લેવા ઉદ્યાનમાં આવ્યું. - કુસુમશ્રી પણ પોતાના પતિ સાથે વસંતશ્રીને આવતી
ઈ સામે દેડી અને વસંતશ્રીના પગે પડી. પછી બન્ને ભગિનીઓ પરસ્પર ક્ષેમકુશળ પૂછતી રથમાં બેસી ઘેર આવી, તે બંને બહેનોને પરસ્પર એવો પ્રેમ થયે કે જેનારને સગી
Page #82
--------------------------------------------------------------------------
________________
બહેનોજ જણાય. ઘેર આવ્યા પછી હરિબલે પિતાની બન્ને સહચરી સાથે મંત્રણ કરી, એક સેવકને બોલાવી કહ્યું તું. રાજા પાસે જા, અને કહે કે હે નરેશ્વર ! આપના આદેશથી. લંકાનરેશને નિમંત્રણ કરવા ગયેલે હરિબલ લંકાપતિની પુત્રી પરણું આપની કૃપાથી અહીંના ઉદ્યાનમાં આજે આવી પહોંચેલ છે. “જેવી આજ્ઞા.” એમ બોલતે તે સેવક રાજમહેલમાં આવ્યું અને હરિબલનો પયગામ પહોંચાડ્યો. તે સાંભળી રાજાને બહુ દુઃખ થયું. તે વિચારવા લાગ્યો, ધિકકાર છે! ધિક્કાર છે ! મેં તેને મોતના મુખમાં મોકલેલે પણ તે લંકાધિપતિને જમાઈ થયું અને મારાં દૈવથી અહીં પાછો આવ્યું. એણે હારા મનની મુરાદરૂપી મહેલાતને ચણ્યાં પહેલાંજ જમીનદોસ્ત કરી નાખી. પછી રાજાએ અંતરની. ઈચ્છા વગર બાહ્ય આડંબરથી તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. બહુમાન આપી આદરથી પૂછવા લાગે. હે હરિબલ ! તમે લંકામાં કેવી રીતે ગયા તેમજ આવ્યા પણ શી રીતે ?
હરિબલ બેલ્યો,” હે સ્વમિન ! આપની વિદાય લઈ હું કેટલાક દિવસ પછી સમુદ્રકાંઠે પહોંચ્યો, હુસ્તર દરિયો દેખી. દુભાયેલા દીલવાળે હું એક શીલા પર બેઠે હતું તેવામાં મેં એક રાક્ષસને આવતા જોયો, મેં તેને નમસ્કાર કરી વિનયપૂર્વક સુવર્ણ પુરી પહોંચવાનો ઈલાજ પૂછ્યું, તે બોલ્યો, “હે પુરુષ ! જે માણસ કાષ્ઠ ભક્ષણ કરી ભસ્મીભૂત થાય, તેજ લંકામાં પહોંચે,” તે સાંભળી મેં નાનાં મોટાં લાકડાં ભેગાં કરીને ચિતા બનાવી તેમાં પ્રવેશ કર્યો પછી મારી રાખને. રાક્ષસે વિભીષણ સમક્ષ રજુ કરી, મારી હિમ્મત જોઈ વિભીષણે મને તત્કાળ પોતાની શક્તિથી જીવંત કર્યો પછી પિતાની
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૦
66
કુસુમશ્રી નામની પુત્રી મારા સાથે મોટા ઉત્સવપૂર્વક પરણાવી, દિવ્ય વસ્ત્રાભૂષા આપ્યા. ત્યારમાદ મેં વિભીષણને કહ્યું, “હે સ્વામિન્ ! વિશાલાનગરીના રાજાએ મને પેાતાની પુત્રીનો વિવાહ હોવાથી આપને આમંત્રણ કરવા અહીં મોકલ્યો છે. અગર આપ ત્યાં પધારશે તેા રાજાની શાભા વધશે, ત્યારે તે ખેલ્યો કે તમે આગળ જાઓ અને હું વિવાહ ઉપર આવી જઈશ.” આપને વિશ્વાસ થાય એ માટે આ ચંદ્રહાસ ખડ્ગ મને આપ્યુ પછી તેણે પેાતાના વિદ્યાખળથી કુસુમશ્રી સાથે મને અહીં પહેોંચાડયો છે. એમ કહી હિરખલે શ્રંદ્રહાસ ખડૂગ રાજાના હાથમાં મૂક્યું. ”
ઃઃ
રાજાએ કુંવરી અને ખડ્ગ વિગેરે જોઇ સર્વ વૃત્તાન્ત સાચું માન્યું, હવે રાજા વિચારવા લાગ્યા કે મે આને મહામુશ્કેલીમાં મૂકયો છતાં તે મારા વચન ખાતર અગ્નિમાં પડી ભસ્મીભૂત થયા, માટે આ મારે માનનીય છે. આમ વિચારી તે રાજા ગાઢ સ્વરે બોલ્યા, “ આ પુરુષ બુદ્ધિમા નની સાથે સૌભાગ્યવાન છે, અને પેાતાની પ્રતિજ્ઞાને પ્રાણાંતે પણ પૂર્ણ કરનારા, અતુલ હિંમતવાન તેમજ ધૈ ધર પુરુષ છે. ” તે આજથી મારા પરમ મિત્ર છે આ પ્રમાણે રાજાએ તેની પ્રશ'શા કરી. સત્કારપૂર્વક ઘરે માકલ્યા. કામખાણના જખ્મ ઉપર આ ચિરત્રે મલમપટ્ટીનું કામ કર્યું, તેથી રાજાને રાગ મર્દ પડયો. હવે રાજાના અતિ પ્રેમને આધીન થયેલા ભેાળા પરિમલે પેાતાની અને પત્નીઓના વાર્યા છતાં રાજાને ભાજન માટે નિમંત્રણ કરી પેાતાને ઘરે એલાન્ગેા. પછી ભાજન વખતે પોતાની ચાતુરી ખતાવવા નવા નવા વેષ અલી હિરઅલની અને પત્નિએ પીરસવા લાગી,
Page #84
--------------------------------------------------------------------------
________________
૧
સ્ત્રીઓને જોઈ મદનવેગ પર મદન વેગપૂર્વક ધસ્યા, અને તે કદપ પીડિત પાપાત્મા વિચાર કરવા લાગ્યા, “ જેને જોઈ લેાકેાને કુમતિ સૂઝે એવી આ સ્ત્રીએ આણે કયાંથી પ્રાપ્ત કરી? આવી સ્ત્રીએ તે મારા અંતઃપુરમાં પણ નથી. ભાજન પછી રાજા પાતાના રાજમદિરે આવ્યો અને મંત્રીને કહ્યુ, હું મ`ત્રિન ! રિઅલને કેટલી સ્ત્રીએ છે ? ત્યારે તે દુષ્ટ મંત્રી એલ્યા, “ હું સ્વામિ તેના ઘરમાં તે બે સ્ત્રીએજ છે. પણ તેઓ નવનવાં વેષ પહેરી પીરસતી હતી, મ`ત્રીના આવા વચનો સાંભળી રાજાએ કહ્યું, “હું મત્રિન! તમે તમારી બુદ્ધિથી હરિખલના વિનાશનો રસ્તા શેાધી કાઢો તા સારું થાય.
??
ત્યારે તે દુર્બુદ્ધિ ખેલ્યા, “ હે સ્વામિન ! શું અગ્નિથી ભસ્મિભૂત થયેલા માણસ કદી જીવતા રહી શકે? આતે આકાશકુસુમ જેવી વાત છે. આને સત્ય કેમ મનાય ? માટે તેને યમરાજાને લાવવાના હેતુથી અગ્નિમાં નાખીએ. ” આ સાંભળી રાજા ખેલ્યા, હે મંત્રી ? તમે બહુસારી યુક્તિ શોધી કાઢી, તમારી બુદ્ધિ ભવ્ય જણાય છે. પછી ઘેાડાક દિવસે ખાદ રાજાએ હરિખલને કહ્યુ, “ હે સત્પુરુષ ! અસાધ્ય કાર્ય કરવા માટે તારા સિવાય કોઈ સમર્થ નથી માટે તું મારુ એક કામ કર, તે તારા માટે રમત જેવું છે. તે સાંભળી રિખલ ખેલ્યા, “ હે નરેશ ! ફરમાવે, તે શું
કામ છે.
પછી રાજાએ કહ્યું કે તું અગ્નિમાં પ્રવેશ કરી યમપુ રીમાં જા અને યમરાજને સપરિવાર આવવાનું આમંત્રણ
Page #85
--------------------------------------------------------------------------
________________
કરી આવ. હે બંધુ! તારા સિવાય અગ્નિમાં પ્રવેશ કણ કરી શકે? તે સાંભળી હરિબલ વિચારવા લાગ્યું કે ચક્કસ આ પ્રપંચ કુમંત્રીએ જ રચેલે છે. અને પૂર્વે પણ એ દુષ્ટ પ્રધાનના કહેવાથી જ રાજાએ મને લંકા મેકલેલે.” કહ્યું
उपकृतिरेव खलानां दोषस्य महीयसो भवति हेतुः । - अनुकूलाचरणेन हि, कुप्यंति, व्याधयोऽत्यर्थम् ॥१॥
અર્થ:–મોટા દેશનું કારણ કેઈપણ હોય તો તે દુષ્ટ પુરુષે પર ઉપકાર કરે એ જ છે. જેમ અનુકૂળ આચરણથી વ્યાધિ વધારે કોપે છે.”
માટે મેં તેને ઘેર જમવા બોલાવ્યો તે મોટી ભૂલ કરી છે. પણ હવે કઈ ઉપાય નથી પરંતુ પહેલાંની માફક ખાટી પટ્ટી ભણાવીશ. એમ વિચારી એણે રાજાનું વચન સ્વીકાર્યું. અને ઘેર આવી બનેલી બાબત બન્ને સ્ત્રીઓને કહી, તે સાંભળી અને સ્ત્રીઓ ખેદ પામી-અને કહેવા લાગી –હે નાથ ! અમે તમને પહેલા ના કહેલી તે પણ તમે રાજાનું વચન કેમ માન્ય રાખ્યું ?
હરિબલ બોલ્યા કે તમારે ભવિષ્યની ચિંતા ન કરવી બધું સારું થશે. આ તરફ રાજાએ નગર બહાર એક મોટી ચિતા કરાવી પછી રાજા અને પ્રધાન હરિબલને માન સત્કારથી સાક્ષાત્ ચંડિકા જેવી ચિતા પાસે લાવ્યા. હરિબલે અહીં આગળ જલાધિષ્ઠાયક દેવનું સ્મરણ કર્યું. તેથી તે દેવ ગુપ્ત રીતે આ બધી વાત જાણ્યા પછી તે બોલે,
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૩
M12! Gezi Tercanti una real
હરિબલ હું તને મારા પ્રભાવથી તારા ઘરે પહોંચાડું છું અને હરિબલના રૂપમાં તારું કામ હું કરું છું. તું સુખેથી ઘેર રહેજે.” પછી દેવે પિતાની ચતુરાઈથી હરિબલને તેના ઘરે મૂક્યો અને પિતે તેનું રૂપ લઈ ચિતા પાસે આવીને ગંભીરતાથી અગ્નિમાં પ્રવેશ કરી લોકેના દેખતાં ભસ્મીભૂત થઈ ગયે. લેકમાં હાહાકાર થઈ ગયું. પરંતુ રાજા અને મંત્રી ન કલ્પી શકાય તેવો આનંદ અનુભવતાં પાછા ફર્યા. લોકો કહેવા લાગ્યાં કે અરેરે! લક્ષ્મી અને લલનાના લેભીએ લાભાલાભના વિચાર વગર બિચારા હરિબલના પ્રાણ લીધા, આમ અનેક પ્રકારે નગરજનો મહારાજ અને મંત્રીને નિંદવા લાગ્યા. હરિબલ પિતાના ઘરે આવ્યા અને પત્નીઓને બધી વાત કહી સંભળાવી. તે બન્ને સ્ત્રીઓ પિતાને ધન્ય માનવા લાગી અહી આવા આલાપ ચાલે છે. ત્યાં કામાગ્નિથી તપેલે રાજા હરિબલના ઘરે આશાના આકાશમાં મનની મહેલાતે ચણ આવે છે.
બન્ને સન્નારીઓ તેને આવતા જોઈ પતિને કહેવા લાગી હે નાથ? આપ સંતાઈને જુઓ કે અમે કેવું નાટક કરીએ છીએ તે સાંભળી હરિબલ સંતાઈ ગયે.
રાજા આવ્યો એટલે બને સ્ત્રીઓએ તેનું સન્માનપૂર્વક હર્ષિત વદને સ્વાગત કરી પૂછ્યું, “મહારાજ ! આપનું આવવું શા સબબથી થયું? રાજા ગાંડાની જેમ હાસ્ય કરતા
લ્યો,” હે કમલનયનિયો! તમને ખબર નથી કે દીપક જોઈ જેમ પતંગ ખેંચાઈ આવે એમ હું પણ તમારા પર આસક્ત થયેલે તમને લેવા આવ્યો છું. હરિબલ અગ્નિમાં
Page #87
--------------------------------------------------------------------------
________________
પડી મરણ પામ્યો છે, માટે તમે અંતઃપુરમાં ચાલે, વસંતશ્રી બોલી સ્વામિન આ વાત આપને યોગ્ય નથી, કારણ કે જગતમાં રાજા સેવકે માટે પિતા તુલ્ય છે. એક તે અમે પરસ્ત્રી અને એમાં વળી પુત્રીઓ જેવી માટે હે મહારાજ ! એ વિચાર છેડી દઈ આપના મહેલમાં પધારો.
પડછંદ કાય પર્વતના ગગનચુંબી શિખર પરથી કઈ વિષમ સ્થાનમાં ઝંપલાવી કાયાના કકડા કરવા મંજુર, ઝેરી દાઢવાળા સપના મુખમાં હાથ નાખ મંજુર અને જાજવલ્યમાન અગ્નિમાં જે પાપાત કરે મંજુર છે પણ શિયળ. ખંડવું ના મંજૂર છે.
હે રાજન ! ન્યાય પરજ દુનિયા કાયમ છે. અને અન્યાયથીજ પ્રલયકાળના પગલાં મંડાય છે. માટે ન્યાય એજ સર્વ શ્રેષ્ઠ છે. તેથી કલ્યાણ ચાહતા પુરુષેઓ હંમેશાં ન્યાયમાંજ વર્તવું અને અન્યાયને ત્યજ જોઈએ જેથી સર્વ સંપત્તિ મળે છે. ઈત્યાદિ અનેક યુક્તિઓ તે બને ભગિનીઓએ રાજાને હિતશિક્ષા રૂપ વચન કહ્યાં, પણ રાજ સંતોષાય નહીં. કામદેવના વશ થયેલા માણસને શું ગમે? તેમ તે પણ કામની પ્રાર્થના કરવા લાગે એટલું જ નહિ પણ તે સ્વસ્થતા ખેઈ ન કરવાની ચેષ્ટા કરવા લાગ્યા. ત્યારે કુસુમશ્રીએ પોતાની વિદ્યાના બળથી તેને કસકસાવી બાંધ્યો અને દંડના પ્રહારથી કૂટવા માંડ્યો જેથી તેના કેટલાક દાંત પડી ગયા. ગુન્હેગારની માફક સખત બંધને બંધાયેલે, મારથી અને દાંતના પડી જવાથી અસહ્ય વેદનાને અનુભવતે તે રાજા દુઃખથી આકંદ કરવા લાગ્યો ત્યારે કુસુમશ્રી બોલી, “અરે દુષ્ટ ! તે પાપનું ફળ
Page #88
--------------------------------------------------------------------------
________________
જોયું? બરાબર ન જોયું તે બતાવું?” રાજાએ અપરાધીની માફક માથું ધુણાવ્યું, ત્યારે વસંતશ્રી બેલી, “કાં ધરાઈ ગયે ? લે, લે, ખા એમ કહી બીજી બે ચાર ઠબકારી.” પછી રાજાની હાલતપર દયા આવવાથી, “હવે આવું કર્મ કરીશ નહીં” એમ કહી તેને બંધન મુક્ત કર્યો.
પછી શોકથી અને લજજાથી અધે મુખ કરી રાજા સ્વસ્થાને આવ્યો, અને આખી રાત્રિ નિદ્રા ન આવવાથી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પમાં ડુબકી ખાતા દુઃખથી પસાર કરી. સવારે મુખ પર પાટે બાંધે. કોઈ પૂછતું કે આપને આ શું થયું છે? ત્યારે કેઈ બહાનું બતાવતો.
હવે અહીં હરિબલ પિતાની પત્નીઓનું કૌશલ્ય જોઈ સ્મિત કરતે બહાર આવ્યો અને કહેવા લાગ્યું, “હે પ્રિયે! તમે જે કર્યું તે બરાબર જ છે, મૂર્ખ માણસ મુખ ભંગાવ્યા વગર સ્વસ્થાને જતાં નથી. વળી રાજાને કુમાર્ગ પ્રેરણા આપનાર દુષ્ટ મંત્રી જ છે, માટે હવે તે દુર્જનને જ જડમૂળમાંથી ઉખેડી નાખ ઘટે છે. જેમ બે બાહના મધ્યમાં વક્ષસ્થળ શેભે છે તેમ દેવાંગના જેવી ભાર્યાની વચમાં બેઠેલા હરિબલે વાટાઘાટ કરી દેવનું સ્મરણ કર્યું, હરિબલના કહેવાથી દેવે તેનું દિવ્ય સ્વરૂપ બનાવી પોતાની વિકરાળ આકૃતિ કરી, અને હરિબલને છડીદાર થઈ તેની આગળ આગળ ચાલવા લાગે અનુક્રમે રાજસભામાં આવી પહોંચ્યા. સભાસદો આવી વિકરાળ આકૃતિ અને કાળી પડછંડ કાયા જોઈ ગભરાઈ ગયા. અને કેટલાક તે બેભાન થઈ ગયાં. કેટલાક ભાગવા માટે આમતેમ રસ્તે જેવા લાગ્યા. આ જોઈ હરિબલે તેમને
Page #89
--------------------------------------------------------------------------
________________
ભયરહિત કરી બેસાડ્યા પછી તે રાજાને નમસ્કાર કરી અદએથી ઊભે રહ્યો. આથી રાજા. લેકે સાથે વિસ્મય પામે. અને વિચારવા લાગ્યું મારી સામે જ બળીને રાખ થઈ ગયેલે આ અહિ જીવતે શી રીતે આવ્યું ? રાજા બોલ્યા, “હે સાહસિક શિરોમણુંતું અહીં શી રીતે આવ્યો? આ તારું રૂપ દિવ્ય કેમ દેખાય છે? વળી તારી પાસે આ ઊભેલી વિકરાળ વ્યક્તિ કોણ છે?” * ” હરિબલે કહ્યું “હે સ્વામિન! સાંભળે. આપની સમક્ષ હું ભસ્મીભૂત થયે કે તરત જ યમરાજના સેવકે એ મારી રાખ યમરાજ પાસે પેશ કરી, યમરાજે પિતાના પ્રભાવથી મને સજીવન કર્યો, તેથી મારા શરીરે દિવ્ય તેજ પ્રગયું. વળી ત્યાં જઈને મેં જે શેભા, સમૃદ્ધિ અને દેવાંગનાઓ જઈ તેનું વર્ણન હું હજાર મુખેથી પણ કરવા સમર્થન થઈ શકું, ત્યાં સંયમિની નામની નગરી છે, તેનું રાજ્ય ધર્મરાજ કરે છે, પુણ્યવાન લેકે ત્યાં વસે છે. શકઆદિ સર્વે દેવે તેમની નિરંતર ખિજામત કરે છે. આથી વધારે શું કહું? પરન્તુ અખિલ બ્રહ્માંડ તેમને આધીન છે. અને જે મારી સાથે છે તે પ્રિયવદન નામને તેમને દ્વારપાળ છે. યમરાજ જેના પર ખુશ થાય છે તેના માટે સાક્ષાત્ કલ્પવૃક્ષ અને જેના ઉપર કોધે ભરાય તેના માટે મેત જેવો છે. જ્યારે મેં આપને માટે યમરાજને નિમંત્રણ આપ્યું ત્યારે તે ખુશ થઈને બે .”હે પુરુષ! હું નક્કી ત્યાં આવીશ. તારા પૃથ્વીપતિને એકવાર મંત્રી આદિ પરિવાર સાથે મોકલે તે સારું થાય. “જે તે અહીં આવે તે હું તેને અતિ રૂપરૂપના
Page #90
--------------------------------------------------------------------------
________________
અંબાર જેવી કન્યા અને દિવ્ય વસ્ત્રાભૂષણ આપું.” જેથી મને રાજા અને મંત્રી વિગેરેના પરિચયને લાભ મળે અને આમંત્રણ પણ ફળે. માટે તમે શીઘ્રતાથી પ્રયાણ કરી, રાજાને મંત્રી પરિવાર સાથે મેકલે એમ કહીને મને વિસર્જન કર્યો, આપને લેવા અને મને માર્ગ બતાવવા આ દ્વારપાળને સાથે મેક છે. જે પ્રમાણે હરિબલ બોલ્યું તે પ્રમાણે દેવ પણ બેલ્યો તે સાંભળી રાજાદિ સર્વ માણસેએ એ વાત સાચી માની.
આમ તે દંભ ઘણું જ કરી જાણે છે. પણ યુક્તિપૂર્વક કરેલા દંભને અંત બ્રહ્મા પણ પામતા નથી. . હવે રાજા લલના અને લક્ષ્મીને લેભથી વિલંબને સહવા સમર્થ ન હોવાથી હરિબલને કહેવા લાગ્યું, “હે ભાગ્યશાળી ! યમપુરી જેવા તેમજ મારા: પ્રિય મિત્ર યમરાજને મળવા મારું મન અતિ ઉત્સુક છે માટે નગર બહાર મોટી ચિંતા કરાવે જેથી હું તેની પાસે શીધ્ર પહોંચું ? હરિબલે સાક્ષાત્ ચંડિકા જેવી ચિતા કરાવી. અહીં નગરજનેએ સાંભળ્યું કે રાજા પરિવાર સાથે ચિતામાં પ્રવેશી યમપુરીની સમૃદ્ધિ અને સુખ લેવા જાય છે. માટે આપણે “પણ સાથે સાથે જઈએ જેથી કરીને આપણી દરિદ્રતા નાશ પામે પછી પિતાના પરિવાર અને પરજનથી વીંટળાયેલે રાજા ધામધૂમપૂર્વક નગર બહાર આવ્યું અને સકલ શહેરી સાથે અગ્નિમાં પડવા લાગ્યા, ત્યાં હરિબલે વિચાર્યું કે મેં મૂર્ખાએ આ શું આદર્યું છે? નિરપરાધી પચેન્દ્રિય જીવોના વધથી જીવ નરકે જાય છે. એ પ્રમાણે વિચારી હરિબલે રાજાને કહ્યું, “હે રાજન્ ! તમે ઉત્સુક્તા ન કરે, અગર
Page #91
--------------------------------------------------------------------------
________________
- ચાર
આપ આપની અભિલાષાને પૂર્ણ કરવા ઈચ્છતા હો તે હું કહે તેમ કરે. મહારાજે જતાં પહેલાં વધામણું આપવા માટે વિશ્વાસુ મંત્રીને મોકલવા જોઈએ. આપણા વિશ્વાસુ મંત્રીને મોકલીએ અને પછી અનુક્રમે આપણે જઈએ. કારણ કે તે યમરાજ પાસે જઈ નિવેદન કરશે કે અમે અને અમારા મહારાજ આવી પહોંચ્યા છીએ. તે સાંભળી મંત્રી હર્ષના આવેશમાં નાચી ઊઠ્યો અને તેણે વિચાર્યું કે હું પહેલે જઈશ તે ખરેખર મને માટે લાભ થશે. કહ્યું છે કે – - दाने पाने शयने, व्याख्याने भोजने सभास्थाने ।
क्रयविक्रयेऽतिथित्वे, राजकुले पूर्णफलमाद्यः ॥१॥
અર્થ –દાનમાં, પાનમાં, શયનમાં, વ્યાખ્યાનમાં, ભેજનમાં સભાસ્થાનમાં, ખરીદવામાં, વેચવામાં, અતિથિમાં અને રાજસ્થાનમાં જે પહેલે પહોંચે તેને પૂર્ણ લાભ મળે છે. વળી –
शून्येऽरण्ये भवने ग्रामे तोये च संग्रामे ! . आरोहेप्यवरोहे, पाश्चात्यस्य भवेल्लाभः ॥
અર્થ –શૂન્ય અરણ્યમાં, સૂના ઘરમાં, સૂના ગામમાં, પાણુમાં, સંગ્રામમાં, ઊંચે ચડવામાં નીચે ઉતરવામાં અને રાત્રે આગળ ચાલવામાં નુકસાન છે. આમ વિચારી પ્રધાન બે, “હે પ્રભુ ! આપની આજ્ઞા હોય તે આ પ્રતિહારીની સાથે આગળ જાઉં?” રાજા બે સુખેથી જાવ. તમારી પાછળ હું પણ આવું છું. પછી પ્રધાને ઉલ્લાસ સહિત પ્રતિહારી સાથે ઝળહળતી ચિતામાં હર્ષથી પ્રવેશ કર્યો. માટીની કાયા માટીમાં મળી ગઈ. રાજા પણ ખુશ થતો પતંગીયાની પેઠે પડવા ધસ્ય પણ એવામાં હરિબલને તેના
!
Page #92
--------------------------------------------------------------------------
________________
પર દયા આવવાથી એકદમ તેને હાથ પકડી પાછો ખેંચી લીધો. “રાજા બોલ્ય મને જલદી જવા દે નહીંતર સાર સાર વસ્તુ પ્રધાન પામશે. અને હું રહીશ મેં જેતે હરિબલ બલ્ય, હે રાજન ! આ રાજ્યને વૃથા ન ગુમાવે, અગ્નિમાં પડેલો જીવ જીવતે રહે ખરે? અને યમરાજ પાસેથી પાછા આવે ખરો ? આ સર્વ જે તમને દેખાય છે તે ધતિંગ છે. હે નરેશ ! તમને દરેક પ્રકારની વિડંબના થઈ માર ખાધે, દાંત તુટયા તે બધી મહેરબાની મહામંત્રીની જ છે. અને અનેક પ્રકારની આફતના આંગણામાં ફેકનાર પણ તેજ કુમંત્રીની દુષ્ટબુદ્ધિ હતી. વળી કહ્યું છે કે જે પિતાપર વિશ્વાસ રાખનારને દુષ્ટ બુદ્ધિ આપે, બીજાને પીડા પમાડવાની ઈચ્છા કરે અને પરસ્ત્રીને ચાહનાર હોય તે જીવનું જગતમાં કાંઈ કલ્યાણ થતું નથી. ( તે, ન જીવો)
માટે જ કુમંત્રીને ઉપાય કરી અગ્નિમાં નાખ્યો છે. કારણકે વ્યાધિ, વિષવૃક્ષ અને દુશ્મન આ ત્રણને માણસે શીધ્ર છેદવા જોઈએ. તમે તે મારા રાજા છે તે તમને કેમ અગ્નિમાં પડવા દઉં? અગર અગ્નિમાં પડતા ન નિવારું તે મેં સ્વામિદ્રોહ કર્યો કહેવાયને ? સ્વામિદ્રોહ તે મહાભયંકર પાપ છે.
તે સાંભળી રાજા ખેદ પામે છે, હાય ! હાય! મેં બહુ અધમતા કરી છે. આ મારું સઘળું દુષ્યરિત્ર જાણે છે. શરઅમથી તેનું મુખ નીચું નમી ગયું –ભૂતકાળની તસ્વીરો તેની સામે તરવરવા લાગી. નિષ્ઠાન્ય જેવો થઈ ગયેલો તે ઊભે છે. ત્યારે હરિબલે મીઠા શબ્દથી કહ્યું, “હે સ્વામિન ! આપ ચિંતા શા માટે કરે છે? હું તે આપને સેવક છું. તમે મારા નાથ છે. ઈત્યાદિ વચને વડે રાજાને ખુશ કર્યો.
Page #93
--------------------------------------------------------------------------
________________
so
રાજાએ પૂછયું, “હે મહાભાગ્યવાન? આવી શક્તિ તે ક્યાંથી. પ્રાપ્ત કરી? ત્યારે હરિબલે તેને જલદેવની બધી હકીકત કહી. તે સાંભળી બહુ વિસ્મય પામતે રાજા વિચારે છે, ખરેખર સજજન પુરુષ કોઈપણ સ્થિતિમાં સજજનતા. છેડતા નથી.”
મારી દુષ્ટતા જાણ્યા પછી પણ તેણે મને મોતના મુખ-. માંથી બચાવ્યા છે. તેની જગ્યાએ બીજે કઈ હોય તે મારા રાજપાટ, પુત્રી વિગેરે બધું કજે કરી લેત, પણ અહે! આ મારો મહાન ઉપકારી છે. આ પ્રમાણે હરિબલ માટે મનમાં બહુમાન ધરતે રાજા પિતાને ઘરે આવ્યું અને પૌરજને પણ વિવિધ વાર્તાલાપ અને હરિબલની પ્રસંશા. કરતા સહુ સહુના સ્થાને ગયાં.
અહીં રાજાએ ઉત્તમ રૂપ, ગુણ અને કળાનિધાન જેવી. પિતાની કન્યાનું મોટા ઉત્સાહ, અને આડંબરપૂર્વક હરિબલ સાથે લગ્ન કર્યું, અને કન્યાદાન વખતે પિતાનું આખું રાજપાટ પણ તેને આપી રાજા બનાવ્યો. હવે રાજાનું મન વૈરાગ્યે વળે છે. જીવોને જીવનપલટ થતાં વાર લાગતી નથી–નિમિત્ત મળવું. જોઈએ. સંસારની અસારતા જાણી તે બુદ્ધિમાન પુરુષે સુગુરુ પાસે આવી પ્રવ્રજ્યા લીધી. તે રાજર્ષિએ નિરતિચાર ચારિત્ર પાળ્યું. ઘાતિ કર્મને ક્ષય થવાથી તેમને અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અનેક ભવ્ય જીને પ્રતિબધી તેઓ સિદ્ધિગતિને પામ્યા,”
હરિબલ રાજા પિતાનું રાજ્ય ન્યાયપૂર્વક પાળે છે....”
હવે અહીં કાંચનપુરના રાજા વસંતસેન પુત્રીના વિયેગથી. બહુ દુઃખી થયું. તેણે ગામેગામ પિતાના માણસે તેની તપા
Page #94
--------------------------------------------------------------------------
________________
સમાં મેકલ્યાં, પણ પત્તો ક્યાંય લાગે નહી. “જેમ કસ્તૂરીની સુગંધ છુપાતી નથી. તેમ હરિબલની આશ્ચર્યકારી ઘટના દશે દિશામાં ફેલાઈ ગઈ.
वार्ता च कौतकवती विषदा च विद्या, ઢોવોત્તરઃ મિયઃ નામે છે , तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवार मेतस्त्रयं प्रसरतीति किमत्र चित्रम् ॥ १ ॥
અર્થ –આશ્ચર્યકારી વાર્તા નિર્મળ વિદ્યા અને કસ્તુરીની સર્વોત્કૃષ્ટ સુંગધ એ ત્રણ પાણીમાં પડેલા, તેલના ટીપાની જેમ પ્રસરી રહે છે, એમાં આશ્ચર્ય શું? અર્થાત્ આ વસ્તુઓ જગતમાં વગર જાહેરાત પ્રસિદ્ધ થાય છે.
પિતાના સેવકોના મુખે આ વાત સાંભળી વસંતસેન રાજાએ પાકી તપાસ કર્યા પછી મંત્રી વિગેરે મુખ્ય પુરુષને પિતાની પુત્રી તથા જમાઈને તેડવા મોકલ્યાં. પોતે વિચારવા લાગ્યું કે મારી પુત્રી ભાગ્યશાળી છે કે જેને દાનેશ્વરી અને શૂરવીર એ હરિબલ પતિ મળે. અહીં પ્રધાન વિગેરે. હરિબલ રાજા પાસે આવ્યા અને વિનંતિ કરી.”હે સ્વામિન વસંતશ્રીના પિતાએ આપને તેડવા અમને મોકલ્યા છે. તે સાંભળી હરિબલે પોતાના પ્રધાનને ચતુવિધ સૈન્ય તૈયાર કરવા આદેશ આપે, અને પોતે મહેમાન સાથે ભેજનગૃહમાં આવ્યું. પછી ચતુરંગી મહાસેના સાથે ત્રણે લેકના ઉત્તમ નમૂના જેવી ત્રણે પત્નીઓને લઈ કાંચનપુર નગર સમીપે આવી પહોંચે. વસંતસેન રાજાએ તેને મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં હરિબલ રાજાની બહુ પ્રસંશા થઈ. વસંતશ્રીના માતપિતા વિગેરે સ્વજન વગે તેની શૌક્યો સાથે તેને બહુમાન પૂર્વક સત્કાર કર્યો. વસંતસેન ભૂપતિને વસંતશ્રી સિવાય બીજું કાંઈ સંતાન ન હતું. તેથી હરિબલ રાજાને ગ્ય
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨
જાણી પિતાનું રાજ્ય તેને સેંપ્યું. અને પિતે રાણુ સહિત દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું, કર્મના મૂળને છેદી અનંત અવ્યાબાધ શિવસુખને પામ્યા. અહીં હરિબલ રાજા અને રાજ્યનું સારી રીતે પાલન કરવા લાગ્યું. પહેલાંની ત્રણ રાજ્યકન્યા પટ્ટરાણીઓ હતી. બીજી પણ તેને અપ્સરા જેવી ઘણું રાણીઓ હતી. આમ તે પોતાની પત્નીઓ સાથે વિવિધ વિષયના સુખ ભોગવત કાળ નિર્ગમન કરવા લાગ્યો અન્યથા એક દિવસ હરિબલ ભૂપતિને વનપાલકે વધામણ આપી. “હે સ્વામિન્ ! આપણુ ઉદ્યાનમાં આપના ગુરુ ધર્માચાર્ય પધાર્યા છે, આ સાંભળી ખુશ થયેલા રાજાએ તેને ઘણું દાન આપી વિસર્જન કર્યો. પછી પાંચે અભિગમને સાચવતે મેટા આડંબિર પૂર્વક પરિવાર સહિત ઉદ્યાનમાં આવ્યું. ગુરુજીને ત્રણ પ્રદક્ષિણું પૂર્વક પંચાંગપ્રણિપાત કરી ગુરુ સન્મુખ બેઠે. પછી વિનંતિ કરી કે હે સ્વામિન! હું હીન કુળમાં જન્મે છતાં આપની કૃપાથી અતુલ સમૃદ્ધિ પામ્યો છું. માટે કૃપા કરી અનંત આનંદ આપનારો ધર્મ ઉપદેશ આપે કે જેથી હું પરભવે પણ સુખી થાઉં. ગુરુ બોલ્યા કે હે હરિબલ! તને ધન્ય છે કે તારી મતિ ધર્મ વિષયમાં થઈ આ સંસારમાં પ્રાણીએને મોટી મોટી મહેલાત કંચન અને કામિની વાહનો અને સેવકે નૃત્ય અને વાજિંત્રે વિગેરે બહુ ઘણું ઘણું હોય છે, પરંતુ જેઓ ધર્મમાં પ્રીતિ ધરાવે છે. “ તેઓજ ધન્ય છે.”
હે ભદ્ર! ધર્મના બે ભેદ છે. એમાં પાંચ મહાવ્રત રૂપ યતિ ધર્મ છે. અને બીજું શ્રાવક ધર્મ બાર અણુવ્રત વિગેરે સહિતને જિનેશ્વરેએ કહ્યો છે. આપણા સિદ્ધાંતને મૂળ પાયે અહિંસા છે. સર્વવિરતિ વિના જીવદયાનું આરાધન થઈ શતું નથી. જે જીવ સર્વવિરતિ (ચારિત્ર) પાળવા સમર્થ
Page #96
--------------------------------------------------------------------------
________________
ન હોય તે સમ્યક્ત્વ મૂળ બાર વ્રત અંગીકાર કરી ઉત્તમ રીતે પાળે. તેમાં પણ જીવદયા એજ એનું મૂળ છે.
ગુરુ મહારાજને ઉપદેશ સાંભળી હરિબલ રાજા બોલ્યો, હે પ્રભો! હું પાંચ મહાવ્રતના ભારને વહવામાં અસમર્થ છું માટે મને ગૃહસ્થ ધર્મ ઉશ્ચરાવે. તે સાંભળી ગુરુ મહારાજે તેને બાર વ્રતરૂપી ગૃહસ્થ ધર્મ ઉચ્ચરાવ્યું. ત્યારબાદ હર્ષિત હૈયે ગુરુને નમસ્કાર કરી પિતાના મંદિરે આવી, હરિબલ રાજા ઉત્તમ પ્રકારે ધર્મારાધન કરવા લાગ્યો તેણે પિતાના દેશમાં અમારી પડહ વગડાવ્યો. તેના દેશમાં “માર”
એ શબ્દ પણ કેઈ નહતું બોલતું, વળી તેણે પોતાના દેશમાંથી દુર્ગતિના દ્વાર જેવા સાતે વ્યસનને દેશવટો આપે હતો. મેઘનું પાણી, ચંદ્રની ચાંદની, વૃક્ષના ફળોને પુરુષની સેવા એ સર્વે જગતના જીવને સામાન્ય રીતે ઉપકારી છે. વળી તેણે પોતાના ગ્રામનગરોમાં જિનચ તેમજ પવિત્ર પૌષધશાળાઓ બંધાવી, અને પિતાની પાસે રહેલી અમૃત રસની તુંબડીથી ગાદિ ઉપદ્રવને નાશ કર્યો હતો. તેના પુણ્ય અને ચાતુર્યથી ચારે દિશાઓના રાજાએ તેની આણું, માનતા. કેટલેક કાળ એણે ચકવર્તીની જેમ વ્યતિત કર્યો. એક દિવસ ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા છે. એમ સાંભળી હર્ષઘેલે રાજવી કુટુંબ સાથે ત્યાં આવ્યા. પ્રદક્ષિણ પૂર્વક વંદન કરી દેશના સાંભળવા બેઠે. ગુરુ મુખથી દેશના સાંભળી વિરાગ્ય પામ્યું ને ત્રણે સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી, અને ઉત્તમ પ્રકારે નિરતિચાર સંયમ પાળી. કેવળ પામી મક્ષપદ પામ્યાં.
પ્રથમ વ્રત ઉપર છે ઈતિ હરિબલ કથા સમાપ્ત છે
Page #97
--------------------------------------------------------------------------
________________
وق
આ પ્રકારે હરિબલની કથાને સાંભળી. હે ભવ્ય જીવદયામાં આદર કરે કે જેથી હરિબલની માફક ઉત્તરેત્તર મંગળમાળા પ્રાપ્ત થાય. નિણંદજીના મુખેથી આવાં વચન સાંભળી ખુશ થયેલાં આણંદ, શ્રાવકના ભાંગા વડે પ્રથમ અણુવ્રત સ્વીકાર્યું. તે આ પ્રમાણે – .
હે પ્રભો! નિરપરાધી જેને માર મારવા નહીં.
અપરાધી એવા જીવની પણ નિર્દયતા રૂપે હિંસા ન કરવી. અને પાંચ પ્રકારના એકેન્દ્રિય જીની યતના કરવી. એ પ્રમાણે પ્રથમ અણુવ્રત આણંદ શ્રાવકે ભાવથી ગ્રહણ કર્યું – તેનો સિદ્ધાંતમા આલા આ પ્રમાણે છેઃ—
थूलगं पाणाइवायं समणोवासओ पच्चरक्खाइ से पाणा.. इवाए दुविहे पन्नते ॥ तं जहा ।। संकप्पओ अ आरंभओ अ, तत्थ समणोवासओ संकप्पओ अ जावज्जीवाए पच्चरक्खाइ॥' 'आरंभओ अ थुलगपाणाइवायवेरमणस्स समणोवासण्ण पंच अइआरा जाणियव्वा न फासियव्वा ॥ त्तं जहा ॥ वह १ बंध २. छविच्छेए ३ अइभारे ४ भत्तपाणवुच्छेए; पढअवयस्सइयारे પતિએ વિયં સવF I ? : - .*" અર્થ:-શ્રાવક શૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે છે તે પ્રાણાતિપાત સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે છે. તેમાં સંકલ્પ પ્રાણાતિપાતનું શ્રાવક જાવજીવ સુધીનું પચ્ચકખાણ કરે છે, પણ આરંભથી સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું પચ્ચખ્ખાણજીવન પર્યત નથી કરતાં શ્રાવકે
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૫
તેના પાંચ અતિચાર જાણવા પણ આદરવા નહીં. તે નીચે. પ્રમાણે છે – ૧. ત્રસ જીવને ચાબુક વગેરેથી પ્રહાર કરે. ૨. દેરડા વગેરેથી દૃઢ બંધને બાંધવાં. ૩. શસ્ત્ર વગેરેથી નાક, કાન, વૃષણ વગેરે કાપવાં. ૪. પશુઓ પ્રમુખની પીઠ પર તેનાથી ન ઊપડે તેટલે
ભાર ભરો. ૫. સમય થયા છતાં પણ તેને બરાક તેને ન આપ.
આ અતિચાર લગાડનાર શ્રાવક વ્રતને વિરાધી જાણ હવે, બીજા વ્રતમાં જે જી હંસરાજાની જેમ સત્ય બોલે છે, તેની પ્રશંસા ત્રણે લેકમાં થાય છે. જેમાં પ્રાણને પણ સત્ય છેડતા નથી, તેમની સ્તુતિ દેવે પણ કરે છે. તે સાંભળી આણંદ શ્રાવકે પૂછ્યું, “હે ભગવન્! કેણ હતા તે હંસરાજા ? તે વ્રત પાળી શી રીતે સુખી થયે? તે કૃપા કરી કહે.
Page #99
--------------------------------------------------------------------------
________________
હંસરાજાની કથા
શ્રી જિનેન્દ્ર બોલ્યા, “આ ભરતક્ષેત્રમાં રાજપુર નામનું નગર છે, ત્યાં હંસરાજા રાજ્ય કરતા હતા. તે ન્યાય પૂર્વક પ્રજાને પાળતો હતો વળી તે રાજા જિનધર્મનો નવતને જાણકાર પરમ શ્રાવક હતું તે મૃષાવાદ વિરમણ વ્રતને સારી રીતે પાળતો હતો. ત્યાં રત્નગ નામનો પર્વત છે. તેના ઉપર આદિનાથપ્રભનું એક આહલાદકારી ચત્ય છે ત્યાં ચિત્રી પૂનમના દિવસે યાત્રા માટે ઘણાં માણસે ભેગાં થાય છે. એક દિવસે રાજા પણ પ્રધાનને રાજ્યભાર પી પરિવાર સાથે યાત્રા માટે નીકળે. રસ્તામાં સ્થાને સ્થાને જિનધર્મની પ્રભાવના કરતો આગળ ચાલતો તે અર્ધા રસ્તે પહોંચે ત્યાં દૂરથી દોડતો દેડતે એક દૂત આવ્યો. તેના મુખ ઉપર ગભરાટ હતો. તેનું શરીર ભયથી કંપતું હતું. કપડાંઓ ધૂળથી ભરાઈ ગયાં હતાં અને તે થાકીને લોથપોથ થઈ ગયે હતો. તેની આંખમાં જુસ્સો હતો. તે મગરૂરની સાથે મજબૂર પણ હતા. તે રાજા પાસે આવી વિનંતિ કરવા લાગે
હે પ્રભો! આપના પ્રયાણની ખબર અર્જુન રાજાએ સાંભળી, તેથી તે આપનો શત્રુ, અકસ્માત પિતાના સૈન્ય સાથે આવી
Page #100
--------------------------------------------------------------------------
________________
પહોંચે, અને આપણું બળવાન યોદ્ધાઓને મતને ઘાટ ઉતાર્યા. રાજભંડાર, કઠાર, હસ્તિ, રથ વગેરે બધું કબજે કર્યું. ભયભીત થયેલા લોકોને તેણે વિશ્વાસ પમાડી તેઓ. પર પિતાની આજ્ઞા પ્રવર્તાવી. પિતે સિંહાસન પર આરૂઢ. થઈ નગરનું આધિપત્ય ભેગવે છે. આપના સુમતિ નામના મંત્રીએ મને ગુપ્ત રીતે આપની પાસે મોકલેલ છે. હવે આપને જે યોગ્ય લાગે તે કરો.” તે સાંભળી સુભટોનાં લેહી તપી ગયાં. આંખો અંગારા વરસાવવા લાગી અને. તેઓની હથેળી તલવારની મૂઠ પર પડી. તેઓ બેલવા. લાગ્યાઃ “હે પ્રભે! હવે આપ ઉતાવળે પાછા ફરે. આપની સમક્ષ કેઈપણ ઊભા રહેવા સમર્થ નથી. તેઓ ઊભી પૂંછડીએ ભાગી જશે.” માટે હે નાથ ! પહેલા આપણે શત્રુને નગરમાંથી નસાડી, પછી યાત્રા કરવા પાછા આવશું.” રાજા આ બધું શાન્ત ચિત્તે સાંભળીને બોલ્યો, “હે સુભટે પૂર્વ કર્મને વશથી સંપદા પણ આપત્તિનું રૂપ લે છે. આ બનાવ કાંઈ ન નથી. આવી ઉથલપાથલ કર્મોએ કંઈક વાર કરી છે માટે તમે જ કહે કે જિનયાત્રા મૂકી કયે મૂર્ણ રાજ્ય માટે પાછો ફરે? સંસાર સમુદ્રમાં ભ્રમણ કરતાં જીવને ઘણી વાર રાજ્ય મળ્યાં છે. પરંતુ જિનયાત્રા અત્યંત દુર્લભ છે. જિન ઉપર રાગ વગરના રાજવી રાજને લીધે જ દુર્ગતિને પામે છે. માટે હે સુભટો ! ગમે તે થાય પણ હું તે યાત્રા કરીને જ પાછા વળીશ! અન્યથા નહિ.” આમ કહી રાજા આગળ ચાલવા લાગ્યું. ત્યાં તેની સેનાના માણસે પિતાપિતાના કુટું બનાં પરિણામ જોવા પાછા વળ્યાં. જેમ જેમ રાજાને મૂકી
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૮
માણસે પાછા વળવા લાગ્યા તેમ તેમ રાજા મનમાં હસતે આગળ ચાલવા લાગ્યું. આમ કરતાં કરતાં બધા માણસે -જતાં રહ્યાં. ફક્ત છત્રધર જ સાથે રહ્યો. તેની સાથે રાજા
એક મેટી અટવામાં આવી પહોંચે. રાજા ચિતવવા લાગે કે અનાર્ય ભીલે અહીં વાસ કરે છે. તેઓ વસ્ત્રાભૂષણ જોઈ મારા પર હુમલો કરશે. આમ વિચારી તેણે પોતાનાં ઉત્તમ ' વસ્ત્રાભૂષણ છત્રધરને અર્પણ કરી પોતે એકલે ભયંકર વનમાં - ચાલતો થયો. રસ્તામાં એક મૃગલું રાજાની પાસેથી નીકળી - ઘનઘેર ઘટાવાળી ઝાડીમાં જતું રહ્યું. તેની પછવાડે એક ધનુ-રી ભીલે આવી રાજાને પૂછ્યું, “હે પુરુષ ! હમણાં એક
મૃગ તારી પાસેથી ભાગ્યો છે, તે કયાં ગયો તે કહે. આજ - સવારથી હું શિકારની શોધમાં હતું, મહામુશ્કેલીએ આ મૃગ મળ્યું હતું, મને જોઈને જ તે આ તરફ ભાગી આટલામાં જ કયાંક અદશ્ય થઈ ગયું છે.” રાજા વિચારે છે. જો આને સત્ય કહું તે મૃગને વધ થાય, હું કહું તે લાંબા કાળથી પાળેલું વ્રત જાય; માટે આની જોડે બુદ્ધિબળથી કામ લેવું પડશે. એમ વિચારી રાજા છે. “હે કિરાત! હું માર્ગ ભૂલવાથી અહીં આવી - ચક્યો છું.” ભીલ બોલ્યા કે “હું પૂછું છું કે પેલું મૃગલું કઈ બાજું ગયું તે કહે.” રાજા કહે મારું નામ હંસરાજ - છે. ભીલ બેઃ “અરે ! બહેરખાંના બાપ, તારા નામનું મારે શું કામ? હું તો તને પૂછું કે મૃગ કયાં ભરાઈ ગયું ?” રાજા બે “મારું ઘર રાજપુરમાં છે. હવે ભીલ બરાબર તપી ગયે ને બેલ્યો, “અરે મૂઢ! તારું ઘર કોણ પૂછે છે હું પૂછું છું તેને ઉત્તર આપને, આડું અવળું શા માટે બેલે છે?”
Page #102
--------------------------------------------------------------------------
________________
રાજા બોલ્યા શું મારું કુળ? ઓહ, હું તે ક્ષત્રિય કુળને છું. ભીલ બેલ્ટે એલા તું બહેરે છે કે ચસકી ગયું છે? ભૂપ બોલ્યા: “તું જે માગે જવાનું કહીશ તે માગે જઈશ.” ભીલ બોલ્ય; “અરે બહેરા, તું મારી દૃષ્ટિથી દૂર જા. આવાને આવા બહેરા કેટલાક ચાલી નીકળ્યા છે? આમ બબડતે તે ભીલ સ્વસ્થાને ગયે. રાજ પણ ધીરે ધીરે આગળ ચાલવા લાગે. આગળ ચાલતાં ચાલતાં તેણે એક મુનિને આવતા જોયા. તેની પાસે જઈ રાજાએ પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કર્યા? આજે મારો અવતાર સફળ થયે, આજે આપનાં દર્શનથી મારી સઘળી કિયા સફળ થઈ.” આમ ગુરુદેવની સ્તુતિ કરી
જ્યાં થોડે દૂર ગયે ત્યાં તેને ક્રોધથી લાલઘૂમ નેત્રવાળા બે ભીલ સામાં મળ્યાં અને બોલ્યા, “હે પુરુષ! આ વનખંડમાં સુર નામે પલ્લિપતિ રહે છે તે આજ ઘણા દિવસે ચેરી કરવાની બુદ્ધિથી ઘણું ચોરે સાથે પલ્લિમાંથી નીકળે ત્યાં તેણે એક મુંડ (સાધુ) ને સામે આવતો . તેને જોઈને પસ્લિપતિ , આ મુંડાના દર્શનથી અમંગળ થયું એમ કહી કોધથી તેને મુંડાને (સાધુ) મારી નાખવાને આદેશ આપે છે. માટે તે પાખંડી કયાં? અને કઈ દિશાએ ગયે તે કહે.” રાજા વિચારે છે. સાચું કહું તે આ દુષ્ટો મુનિને વધ કરશે અને હું કહું તે મારું વ્રત ખંડાશે માટે પહેલાંની માફક આની સાથે વર્તવું પડશે. રાજાએ પૂછયું; “તમે શું કહે છે? તે મને બરાબર સમજાતું નથી.” ત્યારે ભલેએ મેટા સાદે કહ્યું. “સાંભળ, તે મુંડ તારી આગળ થઈને કઈ દિશામાં ગમે તે કહે કે જેથી અમે તેને
Page #103
--------------------------------------------------------------------------
________________
વધ કરીએ.” રાજા બોલ્યા, “જેઓ જુએ છે તેઓ બોલતા. નથી અને જેઓ બેલે છે તે જોતા નથી. ભલે બોલ્યા, “અરે! અમે પૂછીએ તેને ઉત્તર આપને! ઊંધું શા માટે ભરડે છે? અમે પૂછીએ છીએ કે પેલે મુંડ કયાં ગયો?” રાજા ફરી બોલ્યું. “જે જુએ છે તે બેલતા નથી અને જે બોલે છે તે જોતા નથી. આ પ્રમાણે તે લેકે ના પૂછવાથી ત્રણચાર વાર ઉત્તર આપે તેથી તે ભલે રેષે ભરાયા. એક બોલ્યા, “અરે આ તે ગાંડે જણાય છે.” ત્યારે બીજે કે અરે મૂર્ખ ! જા જતો રહે અહીંથી? તારું મેટું બતાવતે નહીં. નકામાં હેરાન પરેશાન કર્યા. આવા ને આવા છે કેટલાક?” આમ બબડતા બન્ને રસ્તે પડ્યાં, અને રાજા આફત ટળવાથી પ્રસન્ન ચિત્ત આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં સાંજ પડી ગઈ. તેણે એક વૃક્ષ નીચે મુકામ કર્યો અને નીચે પડેલા પાંદડાં ભેગાં કરી પાથર્યા અને તેના પર બેસી પ્રતિક્રમણ કરવા લાગ્યું. એટલામાં તેને કેઈધીમે ધીમે વાત કરતું જણાયું, તેણે સાવધાન થઈ આજુબાજુ જોયું. તેને લતાઓના સમૂહમાં કઈ બોલતું જણાયું, આજથી ત્રીજા દિવસે સંઘ આવવાને છે, ઘણું ધન અને સોના સાથે સંઘને લૂંટી લાંબા કાળથી પાછળ પડેલી દરિદ્રતાને તિલાંજલી આપીશું.” ચેડા બોલ્યાઃ “આપણે વેશ બદલી સંઘમાં ભળી જવું બીજાએ કહ્યું, અમે ફલાણ જગ્યાએ સંતાઈ રહેશું.” આમ સહુએ પરસ્પર યોજના ઘડી. રાજા વિચારમાં પડી ગયો કે ચરો નકકી સંઘનું અનર્થ કરશે. સંઘમાં સાધુ-સાધ્વી પણ હશે અને તેમને પણ દુઃખ દેશે.
Page #104
--------------------------------------------------------------------------
________________
વળી આ ચેરે પણ ઘણું છે. હું એકલે છું. શી રીતે હું સંઘની રક્ષા કરૂં? આમ અનેક પ્રકારના વિચાર કરતે ચિંતાતુર ભૂપ બેઠે છે, તેવામાં કેટલાક શસ્ત્રથી સજ્જ થયેલા સુભટ હાથમાં દીપક લઈ આવી પહોંચ્યા અને રાજાને જોઈ પરસ્પર બોલવા લાગ્યા, “આ પણ ચાર દેખાય છે.” કેટલાક બુદ્ધિમાન તેનું શરીર અને લક્ષણ જોઈ બોલ્યા, “આ કેઈ મહાપુરુષ લાગે છે. પણ ચાર જણાતું નથી.” પછી સુભટેએ રાજાને પૂછ્યું. “હે સપુરુષ! તમે કઈ ચેરેને જોયા કે સાંભળ્યાં છે? સાંભળવામાં આવ્યું છે કે તેઓ સંઘ લૂંટવાના છે. જો તમે આ બાબતમાં કાંઈ જાણતા હો તો કહો. અહીંથી દશ જન ઉપર એક શ્રીપુર નામનું નગર છે. ત્યાં રિપુમર્દન નામનો રાજા રાજ્ય કરે છે. અવારનવાર અહીં લૂંટ થાય છે. આ વખતે પણ એ લોકે અહીં જંગલમાં આવ્યા છે, એમ જાણવાથી રિપુમર્દન રાજાએ અમને સંઘની રક્ષા માટે તે ચેરેને વધ કરવા આજ્ઞા આપી મેકલ્યા છે. જો તમે જાણતા હોય તે બતાવે કે જેથી તેઓને મારીને સંઘરક્ષણનું પુણ્ય પામી પ્રજાપતિની કૃપા સંપાદન કરીએ. તે સાંભળી હંસરાજા વિચારે છે. સાચું કહું તો ચાર વધનું પાપ મને લાગશે – જે હું ખોટું બોલું તે વ્રત ભંગ થશે અને સંઘ લૂંટાશે. પછી બુદ્ધિથી વિચારી બોલ્યા: “હે સુભટો ! ચેરને જે ન જે એમ પૂછવામાં અહીં ઊભા વિલંબ કરવાથી તમને તમારી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત નહિ થાય. માટે તમે ઉતાવળા સંઘમાં જ જાવ અને તેની રક્ષા કરે. કારણ કે એ પણ ત્યાં જ આવવાના છે. તે સાંભળી રાજાને ધન્યવાદ આપતા સુભટો પાછા ફરી સંઘ સમીપ આવ્યાં.
Page #105
--------------------------------------------------------------------------
________________
હવે અહીં લતાના ઝુંડમાંથી બધા ચેરે બહાર નીકળી હંસરાજાને નમસ્કાર કરીને બોલ્યાઃ હે પુરુષ! અમે સંતાઈ પરસ્પર વાતો કરતા હતા. એ તમે જાણતા હતાં છતાં તમેએ સુભટોને જણાવ્યું નહિ. માટે તમે અમારા પ્રાણદાતા છે; તમને ધન્ય છે! તમે મહા પુણ્યશાળી છે. આપના હદયમાં આવા પ્રકારની દયા છે.” તેથી તમે અમારા પિતા તુલ્ય છે. આ પ્રમાણે તેની સ્તુતિ કરતાં ચારે સ્વસ્થાને ગયા.
અહીં અજવાળું થતાં રાજા પણ રસ્તે કાપવા લાગે. ડુંક ચાલ્યું ત્યાં તેણે ઘેડાના દાબડા સાંભળ્યા. પાછું જોયું તે કેટલાક ઘોડેસ્વાર આવતા જણાયા. રાજા ઊભે રહ્યો, સૈનિકે ત્યાં આવી પૂછવા લાગ્યાં, “હે પુરુષ! અમારા અર્જુન નામના રાજાએ રાજપુર નામના નગર ઉપર હુમલે કરી જીત્યું છે. રાજપુર નગરનો રાજા હંસ ક્યાંક નાસી ગયો છે, તેનો પત્તો નથી. અજુન રાજાએ તેને મારવા અમને મોકલ્યા છે, જે તે હંસરાજાને જે હોય કે તેની કાંઈ ખબર હોય તે અમને કહે, જેથી અમે તેને મારી અમારા પ્રભુને પ્રેમ અને પારિતોષિક પામીએ.” તે સંભાળી રાજાએ વિચાર્યું: “ફક્ત જીવિત માટે મૃષા કેણ બોલે? મારું મૃત્યુ કાલે થતું હોય તે ભલે આજે થાઓ, પણ હું મિથ્યા નહીં જ બેલું. પછી તેણે સુભટોને કહ્યું, “હે સુભટો, હું પોતે જ હંસરાજા છું. તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે કરે. ” આમ કહી રાજા મહામંત્ર નવકાર ગણવા લાગે, તે સાંભળી એક સુભટે ખગને એક ઝાટકે હંસરાજાના મસ્તકે માર્યો પણ માથાને અડે તે પહેલાં તે ખગના જ ભુkભુક્કા ઊડી ગયા અને ગગનમાં દેવ દુંદુભિ વાગી, દેવોએ તેના પર કુસુમ
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૩
આ પ્રસન્ન રહેવા લાગ્યો, એટલામાં
વૃષ્ટિ કરી, અને ગંભીર નાદે આકાશવાણી થઈ કે, “હે સત્યવાદી હંસરાજ ! તું જય પામ! જય પામ!!” એટલામાં એક સમ્યગદષ્ટિ યક્ષ પ્રગટ થયે અને કહેવા લાગ્યું, હે રાજન તારી સત્યતા પર હું પ્રસન્ન છું તેથી તારા શત્રુઓને મેં બરાબર ચમત્કાર બતાવ્યો છે. “હે રાજન! જે યાત્રા કરવા તું નીકળ્યો છે તેને દિવસ આજેજ (ચિત્રી પૂનમ) છે અને શંગશલ છેટે છે, માટે તું મારા વિમાન પર આરૂઢ થા. જેથી આદિનાથ દાદાના દર્શનની યાત્રાનો લાભ આપણે બંનેને મળે.” તે સાંભળી દિવ્યાલંકારથી વિભૂષિત મનોહર વિમાનમાં રાજ બેઠે અને ક્ષણ માત્રમાં શૃંગ પર્વત પર પહોંચે. સ્નાનઆદિ કર્યા બાદ સુગંધી પુષ્પ લઈ ચૈત્યમાં આવ્યો અને સુરભિ જળ વડે પ્રભુનું પ્રક્ષાલન કર્યું કેશર, ચંદન અને કસ્તુરી આદિ ઉત્તમ દ્રવ્યોથી રાજાએ યક્ષ સહિત જિન પૂજા ત્રણે પ્રકારે કરી, ત્યારબાદ ગીત, નૃત્ય, વાજિંત્રોથી દિવ્ય નાટક કરી યાત્રા મહોત્સવ કર્યો. પછી યક્ષે હંસરાજાને તેની રાજધાનીમાં લાવી મુકુટ મંડિત મસ્તકે સિંહાસન પર બેસા
ડ્યો અને શત્રુ રાજાને બાંધી હાજર કર્યો, પણ હંસરાજાના કહેવાથી તેણે દુશ્મનને મુક્ત કર્યા. પછી પોતાના ચાર દેવસેવકોને આજ્ઞા કરી કે તમારે નિરંતર હંસરાજાની સેવા કરવી, દેવ સંબંધી ભેગ ભેગવવા આપવા, અને તેમનું હંમેશ યત્નવડે વિદાથી રક્ષણ કરવું. દેવોને આજ્ઞા કર્યા બાદ રાજાની અનુમતિ લઈ પોતે સ્વર્ગમાં સ્વસ્થાને ગયે. તે હંસરાજ સત્યના પ્રતાપે મનુષ્ય લેકમાં દેવ સંબંધી ભેગો ભોગવી પરકમાં દેવગતિ પામે.
| ઈતિ હંસરાજા કથા સમાપ્ત છે
Page #107
--------------------------------------------------------------------------
________________
માટે હે ભવ્ય, હંસરાજાનું ચારિત્ર સાંબળી ચિંતામણિ રત્ન જેવા દ્વિતીયવ્રતને નિરંતર આદર. જે શક્તિ હાય તે મૃષાવાદને સર્વથા ત્યાગ કરે અને શક્તિ ન હિય તે પણ યત્ન તો કરે જ. જો કેઈપણ રીતે નિયમ લેવા અશક્ત હોય તે પણ ૧. કન્યા સંબંધી, ૨. ગાય સંબંધી, ૩. ભૂમિ સંબંધી, ૪. ખોટી સાક્ષી પૂરવા સંબંધી, ૫. થાપણ ઓળવવા સંબંધી, આ પાંચ પ્રકારે અસત્ય વજનીય છે.
વળી આ પાંચ અતિચાર છે, તે જાણવા પણ આદરવા નહીં. તે આ પ્રમાણે –
(૧) અણુવિચાર્યું બોલવું, (૨) કોઈના ગુપ્ત વિચારે અન્યને કહેવા, (૩) પિતાની પત્નીની ગુપ્તવાત ખુલ્લી પાડવી, (૪) કેઈને છેટે ઉપદેશ આપે અને (૫) બેટા લેખ લખવા.
આ સાંભળી આણંદશ્રાવકે પ્રભુ પાસે બીજું વ્રત લીધું. હવે પ્રભુ ત્રીજા અદત્તાદાન વ્રત ઉપર નિરૂપણ કરે છે – “જે પરના પૃથ્વી પર પડી ગયેલા અથવા
વાયેલા દ્રવ્યને કદી પણ ગ્રહણ કરતા નથી તે પુણ્યવાન પુરુષે ઉભય લેકમાં સર્વ પ્રકારની સુખસંપત્તિ પ્રાપ્ત કરે છે. અને જેઓ પરદ્રવ્ય ગ્રહણ કરે છે તેઓને આ લેકમાં શૂળી પર ચઢવું પડે છે. બંધન, છેદન, ભેદન વગેરે. અનેક પ્રકારે દુઃખ ભોગવવા પડે છે. અને પરલોકમાં પણ નરકની અતિ તીવ્ર વેદના ભેગવવી પડે છે. જે ધન્ય પુરુને પારદ્રવ્ય ગ્રહણ કરવાનો નિયમ છે, તે લક્ષ્મીપુંજની
Page #108
--------------------------------------------------------------------------
________________
માફક સર્વ સુખસંપદાના સ્વામી થાય છે.” તે સાંભળી આણદે પૂછયું, “હે પ્રભો! તે લક્ષ્મીપુંજ કોણ હતા? ત્રીજા વ્રતને શી રીતે પાળ્યું હતું, તે ઉત્તમપુરુષે સુખ સમૃદ્ધિ પણ શી રીતે પ્રાપ્ત કરી હતી ? તે કૃપા કરી મને કહે.”
તે સાંભળી પ્રભુ બોલ્યા, “હે આણંદ! તું સાવધાન થઈ જગતને આશ્ચર્ય પમાડનારા લક્ષ્મીપુજના ચરિત્રને સાંભળ :– ”
છે
કે
|
૦
૦
૦
.
Page #109
--------------------------------------------------------------------------
________________
66
"
લક્ષ્મીપુંજની કથા ”
આ ભરતક્ષેત્રમાં સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવું હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં સુધર્મા નામના વિણક વસતા હતા. તે જીવાદિ નવેતત્ત્વાના જાણકાર હતા. તેને ધન્યા નામની ગુણવંત ભાર્યા હતી. તેઓ મહુ ગરીબ હાવાને લીધે દુઃખથી આજીવિકા ચલાવતાં હતાં.
એક રાતે ધન્યાએ સ્વપ્નમાં જળથી ભરપૂર અને કમળથી સુશેાભિત પદ્મદ્રહની વચમાં સુવર્ણ મણિમય કમળ પર હાર કુંડલાદિ આભૂષણોથી દેદીપ્યમાન લક્ષ્મીદેવીને જોયા. સ્વપ્ન જોઈ જાગ્યા પછી તે પેાતાના પતિ પાસે આવી અને સ્વપ્ન સંબંધી સઘળી વાત નિવેદન કરી. તે સાંભળી સુધર્મા શ્રેષ્ઠી ખેલ્યા, “હું પ્રિયે ! તમને શ્રીમાન, ગુણવાન, કલ્યાણકારી, દુઃખના હર્તા, કીર્તિવાન અને જિનેશ્વરના પરમભક્ત એવા પુત્રનો જન્મ થશે.” તે સાંભળી ધન્યા ઘણી ખુશી થઈ અને જિનગુણ ગાનમાં રાત્રિ પસાર કરી તેને વ્યાપાર સારી રીતે ચાલવાથી કમાણી થવા લાગી અને ગર્ભની સાથે સાથે લક્ષ્મીની પણ વૃદ્ધિ થવા લાગી, તેણે જીવનમાં પહેલવહેલું કાંઇક સુખ જોયુ, અનુક્રમે ગર્ભને વધતા જોઇ તે વિચારવા લાગ્યા કે
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૭ *
મારા ઘરમાં ધન ઘણું ઓછું છે. ધન વગર બાળકનો જન્મ મહોત્સવ કેવી રીતે ઊજવીશ! આમ ચિંતાથી આર્તધ્યાનમાં ડૂબેલે પગના અંગુષ્ઠથી ભૂમિ ખાતર બેઠે છે; એ જગ્યા પિલી હોવાથી ખેતરતાં ખેતરતાં તેનો પગ ખાડામાં પેસી ગયો અને તેની વિચારમાળા તૂટી, પગ બહાર કાઢી હાથ વડે માટીના ઢેફાં સરકાવ્યાં, ત્યાં તો તેને એક મણિકંચનથી ભરપૂર કળશ દેખાયે તે વિચારવા લાગે! આ પ્રભાવ ગર્ભને જ છે. તે દ્રવ્યમાંથી તેણે સાત માળને માટે મહેલ બનાવ્યું. તે એટલે બધે ખૂબસૂરત હતું કે તેને જોઈ ભૂપાળોને પણ ઈર્ષા આવે. તેણે ગુણવાન અને બુદ્ધિવાન દાસદાસીએ પણ રાખ્યા, તે કળશમાંથી ઘણું દ્રવ્ય વપરાયા છતાં કૃપજળની માફક જરાએ ખાલી ન થયું. વળી ધન્ય એવી ધન્યાને જે જે સુદેહદ ઉત્પન્ન થયાં તે તે સુધર્મ શ્રેષ્ઠિઓ પૂર્ણ કર્યો. પૂર્ણમાસે શુભલગ્ન અને શુભદિવસે અદ્ભુત રૂપવાળા પુત્ર રત્નને જન્મ થયે, ત્યારે સુધર્મ શ્રેષ્ઠિએ ઘણું દાન દીધું; ગીત વાજિંત્ર અને નૃત્યપૂર્વક ઠાઠમાઠથી પુત્ર જન્મને ઉત્સવ કર્યો, તે જોઈ લેકે વિસ્મય પામ્યાં. ત્રીજે દિવસે કુળપરંપરાના રિવાજ મુજબ પુત્રને સૂર્ય ચંદ્રના દર્શન કરાવ્યાં, છઠે દિવસે રાત્રી જાગરણ કર્યું. અને અગિયારમે દિવસે અશુચિ દૂર કરી, બારમે દિવસે સગા સંબંધીઓને ભેજન માટે નિમંત્રણ કરી, તેઓની સમક્ષ લક્ષ્મીના પુંજ જેવા પુત્રનું “લક્ષ્મીપુંજ” એવું નામ રાખ્યું. તે સુધર્મ અને ધન્યાનું અનેખું રમકડું હતું. તેઓ બાળકને ક્ષણવાર પણ છૂટે ન મૂક્તાં, એક તે પહેલવહેલું બાળક એમાં વળી
Page #111
--------------------------------------------------------------------------
________________
દુર્ભાગ્યને દુશ્મન અને લક્ષ્મીના ઢગલા જે, પછી પૂછવું જ શું ? માતપિતાની કેમળ હથેળીમાં ઉછરતે એ શુકલપક્ષના ચંદ્રની પેઠે વધવા લાગ્યું, અનેક પ્રકારના અભ્યાસ અને કળામાં નિપુણ થઈ કામદેવની માફક વધતે, તે ઉત્તમ એવી યુવાવસ્થાને પામ્યા. ચારે તરફથી તેનાં માગા આવવા લાગ્યાં, કારણ કે તે જેનારના નેત્રને પ્રિય થઈ પડતે. પછી તેના પિતાએ ખાનદાન કુંટુંબની આઠ કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. કામદેવ જે લક્ષ્મીપુંજ, દેવાંગના જેવી પિતાની પત્નીઓ સાથે સુખપૂર્વક દિવસ પસાર કરે છે. તેને ખબર ન હતી કે ટાઢ-તડકે, પ્રકાશ કે અધિકાર નામની કંઈ વસ્તુ દુનિયામાં છે. દુનિયામાં જે જે વસ્તુ પ્રીતિકર હતી તે સર્વે લક્ષ્મીપુજે જોગવી હતી, દુઃખ એવું નામ પણ તેણે સાંભળ્યું નહોતું. તે આ દિવસ પિતાની હવેલીના સાતમા માળે આઠે સ્ત્રીઓ સાથે વાર્તાવિનેદ કરતે. વળી, તેને પોતાની સ્ત્રીઓના બનાવેલ ગાયને બહુ ગમતાં, જ્યારે તેની પત્નીઓ વાજિંત્ર સાથે ગાતી ત્યારે તેને અને આનંદ આવતો. આમ અનેક પ્રકારે અનુત્તરવાસી દેવાની માફક ઘણો કાળ લીલા માત્રમાં ભેગ ભેગવતાં વ્યતીત થઈ ગયો.
એક રાતે લક્ષ્મીપુંજની બધી પત્નીઓ સૂઈ ગઈ છે, પણ લક્ષ્મીપુંજને ઊંઘ આવતી નથી. તે શય્યામાં કરવટ બદલ્યા કરે છે. એવામાં પોતાની પત્ની અને દીવાનખાનામાં બીજી પણ કિંમતી વસ્તુઓ અને ગોપભેગેની સામગ્રી પડેલી જોઈ વિચારવા લાગે. આ બધી સામગ્રી મને ક્યાંથી અને શાથી મળી. એટલામાં એક દિવ્યરૂપધારી
Page #112
--------------------------------------------------------------------------
________________
દિવ્યવસ્ત્રાભૂષણથી વિભૂષિત કે ઈદેવતા પ્રગટ થઈ અંજલિ જોડી કહેવા લાગ્યો, “હે મહાભાગ ! મણિમાણેક અને સુવર્ણની ખાણ જેવું લક્ષ્મીપુરનામનું નગર છે, ત્યાં ગુણધર નામને એક શ્રેષ્ઠી હતું. તે ધનાઢય તેમજ સરલ પરિણામી હતે એક દિવસ તે ફરતે ફરતે એક વનમાં આવી પહોંચ્યો ત્યાં તેણે અનેક વિદ્યાધરોથી પરિવરેલા મુનિરાજને જોયા. તે ધર્મોપદેશ આપતા હતા અને વિદ્યારે શાંત ચિત્તે સાંભળતા હતા, ગુણધર શ્રેષ્ઠી પણ ત્રણ પ્રદક્ષિણપૂર્વક પ્રણામ કરીને બેઠે, મુનિ બેલ્યા, “હે ભવ્યજી! આ સંસારમાં ચોરી કરનાર પુરુષોને મરણ આદિ અનેક દુઃખે આ લેકમાં અને પરલેકમાં નરકના ઘેર દુઃખે ભેગવવા પડે છે. માટે ભવથી ભય પામતાં જીએ કદાપિ પરદ્રવ્ય હરણ ન કરવું જોઈએ. તે સાંભળી પુણ્યાત્મા ગુણધર શ્રેષ્ઠીએ ગુરુ પાસે અદત્તાદાન વિરમણ વ્રત લીધું અને નમસ્કાર કરી પિતાને ધન્ય માનતે ઘેર આવ્યો.”
એક દિવસ તે શેઠ સાર્થ તૈયાર કરી, પાંચસે ગાડાં કરિયાણાનાં ભરેલા લઈ કમાવા નીકળ્યો. ચાલતાં ચાલતાં સાથે મહાઅટીમાં આવ્યું. શ્રેષ્ઠી હમેશાં અશ્વ પર જ બેસતો, કોઈ વાર પગપાળે પણ ચાલતું. આ વખતે તે ચાલતો હતો, ત્યાં તેણે એક બહુમૂલ્યવાળી રત્નમાળા રસ્તામાં પડેલી જોઈ, પરંતુ વ્રતભંગને ભયથી માળાની મમતા મૂકી માર્ગ પકડ્યો. સાથેના મનુષ્યોને અવાજ દૂરથી આવતે સંભળાયે.” અહે! સાથે આટલે બધે આગળ નીકળી ગયે છે?” એમ બોલતો તે ઘોડા પર ચડ્યો અને તેને પૂરવેગે
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦
ઘડે દેડાવ્યો. પૂર જોશમાં ઘોડે જતો હતો ત્યાં અચાનક ઘેડાના પગની ખરીથી ધરતીમાં ખાડે પડી ગયુંશેઠ પડતા પડતા રહી ગયા. ઘેડે ઊભે રાખી જોયું તે તે ભૂમિમાં અઢળક ધનનું નિધાન હતું પણ વત ભંગના ભયથી અડ. પણ નહિ અને ઘોડા પર બેસી વેગપૂર્વક ચાલતો થયે. ઘેડે ઝડપભેર રસ્તો કાપે છે એવામાં એકાએક ઘડે ઊથલો. ખાઈ પડે. અને મરણને શરણ થયે. તે જોઈ ભવભીરૂ શેઠ પાપથી ભય પામતે મનમાં બેલ્ય : “અરેરે! મેં આ શું કર્યું? આ નિરપરાધીને વગર કારણે દડાવી મેં તેનો. જીવ લીધે. હવે, હું કયા ભવે છૂટીશ ?” આમ અનેક પ્રકારે વિલાપ કરી તેણે વિચાર કર્યો, જે કોઈ મારા અશ્વને જીવતો. કરે છે, તેને હું મારું બધું ધન આપી દઉં. એમ વિચારી તે ઉત્તમ આત્મા પગપાળ, ભાંગેલા હૃદયે ચાલવા લાગે. ચાલતાં ચાલતાં તેને બહુ તૃષા લાગી, અટવીમાં પાણીની તપાસ કરતા તે ચાલ્યા જાય છે. કયાં પાણી દેખાતું નથી.. મુખ્ય માર્ગ મૂકી તે અટવીમાં પાણી માટે ભટકવા લાગ્યા.. તેનું ગળું સુકાવા લાગ્યું, આંખે અંધારા આવવા લાગ્યાં, તે પણ તે લથડાતા પગે ચાલ્યા જાય છે. ત્યાં તેણે વિશાળ વડ વૃક્ષની શાખા સાથે લટકતી પાણીથી ભરપૂર એક મશક દેખી,
જીવવાની આશાથી તે ત્યાં જઈ ઊંચા સાદે પોકાર કરવા લાગેઃ “હે ભાઈ! આ પાણીની મશક કોની છે? મને બહ તૃષા લાગી છે. આને માલિક કેણ છે?”
આ પ્રમાણે ગંભીર અવાજે જ્યાં તે બોલે છે ત્યાં તે વૃક્ષની શાખા પર લટકતા પાંજરામાં બેઠેલા સુંદર પિપટે માનુષી ભાષામાં કહ્યું, “હે સપુરુષ ! આ મશક એક વૈદ્યની.
Page #114
--------------------------------------------------------------------------
________________
છે. તે ઔષધિ લેવા માટે દૂરના ઘનઘોર વનમાં ગયેલ છે. કોણ જાણે તે કયારે આવશે? હે ભદ્ર! તું બહુ તૃષાતુર જણાય છે માટે આ પાણી સુખપૂર્વક પી. હું આ વાત કોઈને નહીં કહું, ” પિપટના આવાં વચને સાંભળતા જ તેણે પોતાના બન્ને કાનમાં આંગળી દાબી દીધી, એને આ વચને કઈ મર્મવચનો કરતાં પણ વધુ પીડા ઊપજાવનારાં લાગ્યાં. તે બોલ્યોઃ હે શુકરાજ ! વ્રત કરતાં પ્રાણ કેઈ મોટી વસ્તુ નથી મને પ્રાણની પરવા બિલકૂલ નથી, પરંતુ કોઈના દીધા વગર વસ્તુ લેવાય કેમ ? દીધા વગર કોઈની વસ્તુ લેવાથી મહાકર્મ બંધાય છે. અને તે અનેક ભવે પણ ભગવાતાં નથી. આમ કહી જ્યાં નજર ફેરવી જુએ છે ત્યાં તે નથી પીંજરૂ, નથી પોપટ, નથી પાણી અરે ! એકાએક આ શું થયું? એટલામાં એક પુરુષ પ્રગટ થઈ કહેવા લાગ્યું; “હે પુરુષોત્તમ ! હું સુર નામનો વિદ્યાધર છું, વૈતાઢય પર વિપુલ નામની નગરીમાં વસું છું મારા પિતાશ્રીએ દીક્ષા લીધી છે, જે હાલમાં તારા નગરમાં સમવસર્યા છે, તેમને વંદન કરવા હું ત્યાં આવ્યો હતો. ત્યારે હે સપુરુષ ! તે ત્યાં આવી દેશના બાદ અદત્તાદાન વિરમણ વ્રત ધારણ કર્યું. ત્યારે મેં વિચાર્યું આવું વિષમ વ્રત આ શી રીતે પાળશે? આ હમેશ દેશ વિદેશ ફરે છે, માલ વેચવો -ખરીદવે એજ તેનો ધધે છે, તે શું આ પરદ્રવ્ય ગ્રહણનું નિયમ પાળી શકશે? વેપારીને વળી ઘરનું કેવું અને પરનું કેવું, એટલા માટે મેં વિચાર્યું કે ચાલ આની પરીક્ષા તે કરું. એમ વિચારી મેં આ બધી ઈન્દ્રજાળ રચેલી હતી. મેં તને રત્નમાલા, ધનનિધાન, આદિ દેખાડેલા, પણ તારું મન મક્કમતા મૂકી જરાએ ડગમગ્યું નહિ, અશ્વનું મૃત્યુ પણ,
Page #115
--------------------------------------------------------------------------
________________
કર
તેને પગે ચલાવી તૃષાતુર કરવા માટે મેં જ દેખાડ્યું હતું. પિપટના કહેવાથી જોખમમાં હોવા છતાં, પણ તે મળેલું પ્રાણુ અદત્ત જાણું ન પીધું. આમ કહી તે સૂર વિદ્યારે પિતાના સેવકો કે જેઓ, તેની સાથે અદૃશ્ય થઈ રહ્યા હતા તેઓને પ્રગટ કર્યા.”
સૂરના કહેવાથી વિદ્યાધરએ રત્નમાલા, નિધાન, અશ્વ અને બીજું પણ કેટલુંક ધન તેની સામે હાજર કર્યું, પછી સૂરે તે લેવા ગુણધરને આગ્રહ કર્યો અને પછી તેના છૂટા પડેલા સાથે સાથે તત્કાળ મેળાપ કરાવ્યો.
પછી ગુણધરે, વિદ્યાધરને પૂછ્યું, “તમે આ બધું દ્રવ્ય અહીં શા માટે લાવ્યા ?” વિદ્યાધર બોલ્યો, “અહો મહાભાગ, મારા પિતાએ મને પરદ્રવ્ય ન હરવા વિષે ઘણે ઉપદેશ આપ્યો અને કહ્યું કે તું નિયમ લે કે મારે પરદ્રવ્ય ન લેવું, પણ હું વ્યસનને લીધે ચરી ન ત્યજી શક્યો અને ત્રત પણ ન લીધું, પરંતુ આજે તારું સ્વરૂપ જોઈ મેં પોતે જ પ્રતિજ્ઞા કરી છે કે આજ પછી અદત્ત વસ્તુ ગમે તેવા સંકટમાં પણ ન લેવી, તેથી આજથી તમે જ મારા ગુરુ છે અને ગુરુપૂજા માટે જ આ દ્રવ્ય અહીં લાવ્યો છું, તેને તમે ગ્રહણ કરે, તે સાંભળી ગુણધર શ્રેષ્ઠી બેલ્યો, “ હે ભદ્ર! આ દ્રવ્ય જેનું હોય તેને તમે પાછું આપી દે.”
વિદ્યાધર બલ્ય, “આ દ્રવ્ય તે મારું જ છે, બીજા કેઈનું નથી” ત્યારે સાર્થપતિએ પિતાનું સઘળું ધન વિદ્યાધરની સમક્ષ મૂકયું, અને કહ્યું કે “આપ આને ગ્રહણ કરે કારણ કે મેં પ્રતિજ્ઞા કરી છે કે જે કઈ મારા અને
Page #116
--------------------------------------------------------------------------
________________
જીવતે કરશે તેને હું મારું સઘળું દ્રવ્ય આપીશ. તમે મારા ઘડાને જીવતે કરીને મને સેંચે છે. તેથી આ સર્વ ધન તમારું છે, તેને ગ્રહણ કરે. - વિદ્યાધર બેલ્યો; “હે સપુરુષ! તમે મારે મન પૂજ્ય છે. તમારું દ્રવ્ય હું નહિ જ લઉં, તમે મારું ધન તે લેતા નથી ને ઉપરથી તમારું ધન મને આપી દે છે, એમ તે. કોણ લે?” પહેલે કહે ધન તમારું છે માટે તમે લે, બીજે કહે તમે લે....આમ રકઝક કરતાં ઘણીવાર થઈ ગઈ પછી. વિદ્યાધર બોલ્યા “હે શ્રેષ્ઠીવર્ય, તમારું ધન હું લેવાને નથી અને મારું ધન તમે લેતા નથી માટે આ ધનનો માલિક. કેણ થશે?”
શ્રેષ્ઠી બોલ્યો, “હે વિદ્યાધર ! આ ધનનો સ્વામી ધર્મ છે, કારણ કે ધર્મ સિવાય કેઈપણ પ્રીતિકર પદાર્થો અલભ્ય છે, માટે આપણે બને આ ધનને સાતે ક્ષેત્રમાં વાપરી પોતપોતાના જન્મને સફળ કરીએ.” પછી તે બન્નેએ ઉત્તમ. ભાવનાથી સાતે ક્ષેત્રમાં બધું ધન વાપર્યું.
ત્યારબાદ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી તે શ્રેષ્ઠી ધર્મ.. ધ્યાનથી મૃત્યુ પામી, તું લક્ષ્મીપુંજ તરીકે અવતર્યો, અને તે સૂર નામે વિદ્યાધર પણ ધન વગેરે દઈ શુભ ભાવથી મૃત્યુ પામી હું ત્રીજા વ્રતના પ્રભાવથી વ્યંતર દેવનો અધિપતિ થયો છું. હે લક્ષ્મીપુંજ ! તારા પુણ્યના પ્રભાવે, પૂર્વ ભવના સ્નેહને લીધે તે ગર્ભમાં હતા ત્યારથી અવસર ઉચિત સર્વ પ્રકારની સામગ્રી પૂરી પાડી તને અને તારાં કુટુંબને હર્ષિત રાખનાર હું પોતે જ છું.” આ પ્રમાણે વ્યંતરાધિપતિએ.
Page #117
--------------------------------------------------------------------------
________________
કહેલું વૃતાંત સાંભળી લક્ષ્મીપુંજ ડીવાર મૂછિત થયો, અને જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે પૂર્વભવ જેવા લાગ્યો. સચેતન થઈ વિચારે છે. અહે! હજી સુધી મને ખબર ન પડી કે હું કોણ છું અને ક્યાં વસું છું? આઠે કર્મનાં બારણું રૂપ આઠે સ્ત્રીઓ સાથે, કુસુમાયુધની માફક મેં મારે અણમોલ -વખત ગુમાવ્યો.
* મદમસ્ત હાથીના ગંડસ્થળ ફોડી નાખે એવા નૂર જવાહર પૃથ્વી પર મોજુદ છે. કેટલાંક પ્રચંડ સિંહનો વધ કરનવામાં પણ કુશળ છે, પરંતુ તે બળવાની સમક્ષ આગ્રહથી હું કહું છું કે “કંદપનાં દપને ઉતારનારાં (મનુષ્ય) પણ વિરલા જ છે.” - વૈરાગ્ય રૂપી રંગમાં રંગાયેલે લક્ષ્મીપુંજ દુનિયાના દરેક બંધન મૂકી સંયમ લેવા ચાલી નીકળ્યો.
લક્ષમીપુંજ મુનિ દીક્ષા લઈ પૃથ્વી પર વિચરતાં શુભ ભાવે નિરતિચાર ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી, અશ્રુત નામના “૧૨ મા દેવલોકમાં દેવ થયા, ત્યાંથી ચવી તભવ મોક્ષગામી નરભવ પામી દીક્ષા લઈને શિવપદ પામશે......
* | ઇતિ “લક્ષમીપુંજ કથા સમાપ્ત છે
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૫
પ્રભુ કહે છે “હે ભવ્ય લોકે ! આવા આશ્ચર્યકારી લક્ષમીપુંજના દૃષ્ટાંતને સાંભળી, દુર્ગતિના મૂળરૂપ ચોરીને છેડી ઉભયલેકમાં સુખ સંપત્તિ સમર્પનાર અદત્તાદાન વિરમણ વ્રતને ગ્રહણ કરે. તે સાંભળી આણંદ શ્રાવકે ત્રીજું અદ્દત્તાદાન વિરમણ વ્રત સ્વીકાર્યું. તેનો આલા આ પ્રમાણે –
' थूलग अदत्तादाणं समणोवासगो पच्चक्खाइ, से अदत्तादाणे दुविहे पन्नते, तं जहा। सच्चितादिन्नादाणे अच्चितादिन्नादाणे, थुलअदत्तादाणवेरमणस्स समणोवासएणं पंचअइयारा जाणियव्वा, न फासिअव्वा तं जहा। तेनाहढे तकरपओगे, लोअविरुद्धगमण अइआरे कूडतुलकूडमाणं तप्पलिरूवं વિવેકુ છે
શ્રાવકને સ્થળ અદત્તાદાનનું વ્રત હોય છે. તે બે પ્રકારે છે. (૧) સચિત્ત અદત્તાદાન અને (૨) અચિત્ત. આ વ્રતના પાંચ અતિચાર છે, જે શ્રાવકે જાણવા પણ આચરવા નહિ.
ચાર લેકે એ ચેરેલી વસ્તુ લેવી, ચાર લોકો સાથે વ્યાપાર કરવો, લક વિરુદ્ધ કાર્ય કરવું, ખાટા માપતોલ રાખવાં, તથા સારી ખોટી વસ્તુનો ભેળસેળ કરે, આ પાંચ અતિચાર શ્રાવકે વર્જવા. - પ્રભુના વચન સાંભળી આનંદ પામેલ આણંદ શ્રાવક કહે છે, “હે કરુણ સાગર! હવે ચોથા વ્રત વિષે કાંઈ કહો.”
પ્રભુએ કહ્યું હે શ્રેષ્ઠી સાધુઓને સર્વ સ્ત્રીઓનો નિષેધ છે અને શ્રાવકને પોતાની પત્ની સિવાય અન્ય પર સ્ત્રીને નિષેધ હોય છે. શ્રાવક મન વચન કાયા વડે પરસ્ત્રીનો ત્યાગ કરે છે, આ પ્રમાણે જે સ્ત્રી પુરુષ ત્રિકરણ શુદ્ધિથી ચેથા અણુવ્રતને પાળે છે, તે ત્રણે ભુવનમાં પૂજનીય થાય છે. અને મદિરાવતીની માફક સૌભાગ્ય, સુખ સંપત્તિનું સ્થાન અને ઉત્તમ ગતિ પામે છે –
Page #119
--------------------------------------------------------------------------
________________
મદિરાવતીની કથા
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું રળિયામણું નગર છે, તે જેમ રમ્ય છે તેમ ધન ધાન્યાદિ પદાર્થોથી ભરપૂર છે. ત્યાંનામ જેવા જ ગુણવાળે રિપુમર્દન રાજા રાજ્ય કરતો હતો, તેની તહેનાતમાં હરહમેશ મુકુટ મંડિત મસ્તક નમાવીને ખંડીઆ રાજાઓ રહેતા હતા, તે રાજાને પ્રતાપરૂપી દિનકર અંધારામાં પણ અજવાળું કરતે. તેને રૂપ ગુણ લાવણ્યના કોષ જેવી સૌભાગ્યવંતી અને નિર્મળ શિયળથી અલંકૃત મદનરેખા નામની પટ્ટરાણી હતી, તે જિનમતમાં પ્રવીણ તેમજ જીવાજીવાદિ નવતત્ત્વની જાણ કાર હતી. પૂર્વકૃત પુણ્યના ભેગે મનુષ્ય સંબંધી સુખ ભેગવતાં તેમને વિદ્યુત જેવી મનહર કાંતિવાળી મદિરાવતી નામની પુત્રી જન્મી. તે અતિ રૂપવતી કન્યા ચંદ્ર જ્યોત્સનાની માફક વૃદ્ધિ પામતી અનુક્રમે સ્ત્રીની ચેસઠ કળામાં પ્રવીણ થઈ. તે પિતાની માતા પાસેથી ધર્મનો અભ્યાસ કરી કર્મવાદી સમ્યક્ત્વધારિણી અને જિનમતમાં પ્રવીણ થઈ, તે કેમે કરી જગતના જીવને મેહ પમાડનાર યુવાવસ્થાને પામી.
Page #120
--------------------------------------------------------------------------
________________
રવિધિ સભાજનો બાવા અન્ય
એક દિવસ તેની માતાએ મદિરાવતીને ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરી સભામાં બેઠેલા રાજા પાસે મેકલી. મદિરાવતીએ પિતા પાસે આવી નમસ્કાર કર્યા. રિપુમર્દન નરેશે સ્નેહથી પિતાની પુત્રીને મેળામાં બેસાડી. ગર્વગિરિ પર આરૂઢ થયેલે રાજા મંત્રી આદિને પૂછવા લાગે, “હે અમાત્યાદિ લેકે, શું મારાં જેવી સિદ્ધિ કઈ રાજાને હશે ? ઈન્દ્રસભા જેવી આ, આપણું સભાની સરખામણીમાં કોઈ સભા હોઈ શકે ખરી ? અને એમાં વળી મારું કુટુંબ તે અનુપમ સૌંદર્ય અને સુકુમારતા ધરાવે છે. મારા જેવું કુટુંબ, રાજ્યરિદ્ધિ અને આડંબર પૃથ્વીતલ પર કઈને હશે?” તે સાંભળી સભાજન બોલવા લાગ્યા, “હે રાજન! સભા કુટુંબાદિ જેવાં આપને છે તેવા અન્ય રાજા સ્વપ્નમાં પણ જેવા અસમર્થ છે. આવું હંબક સાંભળી કન્યા હસી પડી અને મસ્તક ધુણાવવા લાગી. ત્યારે રાજા બે, હે પુત્રી ! તેં મસ્તક કેમ ધુણાવ્યું? કન્યા બોલી, “હે તાત ! આ સભાજનો જે કાંઈ બોલે છે તે સર્વ અસત્ય છે, કેમકે આ પૃથ્વીના પટાંબર પર તરતમતાના ચગે એકથી એક ચડે એવા અનેક રાજાઓ છે. રાજાએ ફરી પૂછયું, “હે સભાસદો! તમે કોની મહેરબાનીથી સુખે નિવાસ કરે છે?” લોકો છેલ્યા; આપની મહેરબાનીથી જ અમે સુખી છીએ, શું ક૯૫વૃક્ષ વિના અન્ય વૃક્ષ મનવાંછિત પૂરે ખરું ?” આ સાંભળી કન્યા બોલી, “અરે મૂઢ લકે! તમે અસત્ય શા માટે બેલે છે? જે કમેં બ્રહ્માને બ્રહ્માંડરૂપ ભાંડેની વચમાં કુંભારનું કામ એંપ્યું છે, જે કમેં વિષ્ણુને દશ અવતારના મેટા દુઃખમાં નાખ્યા છે. કેને ખબર, હજી કેટલા અવતાર
લાગી. આમલી, “હું
કે આ
Page #121
--------------------------------------------------------------------------
________________
કરાવશે? જે કર્મો શંકર પાસે નિરંતર ખોપરીમાં ભીખ મંગાવે છે, અને તેજ કર્મના પ્રસાદથી સૂર્ય—ચંદ્રને નિરંતર વિશાળ વ્યોમ પ્રદેશમાં પરિભ્રમણ કરવું પડે છે. પૂર્વે શુભાશુભ અધ્યવસાયથી જે જીવ જેવા કર્મ બાંધે છે તેવા તે ભગવે છે. જે એમ ન હોય તે હે પિતાજી! તમારા બધા સેવકને તમારા જેવા કેમ નથી બનાવતા ? આપનો એક સેવક હાથી–ઘેડા પર આરૂઢ થઈ ફરે છે. ત્યારે બીજે પગે ચાલતો દેખાય છે. માટે હે પિતા! જેઓએ પૂર્વે શુભકમ ઉપાર્જન કરેલ છે. તેને જ તમે સુખ આપવા સમર્થ છે, અન્યને નહિ અને હું પણ મારા પૂર્વકૃત શુભકર્મના ઉદયથી જ તમારા કુળમાં ઉત્પન્ન થઈ છું, અને તેથી જ આ સુખ-સામગ્રી મને પ્રાપ્ત થઈ છે.” તે સાંભળી, કોધિત થયેલે રાજા બોલ્યા, “હે મૂખી? ખરેખર તું પુત્રી રૂપે મારી વેરણ દેખાય છે, અને તેથી જ આવા અસમંજસ વાક્યો બેલે છે. હું ધારું તે નિર્ધનને તવંગર, ધનાઢયને દરિદ્ર કરી શકું છું. માટે મારી કૃપા માનીશ તે તને ઉત્તમ રાજકુમાર જોડે પરણાવીશ, તેથી તે પૃથ્વી પર રહીને દેવની માફક કાળ નિર્ગમન કરીશ, અને જે નહિ માને તે કઈ દીન, દુઃખી, અનાથ અને કદરૂપા જોડે પરણાવીશ. તેથી તેને સાક્ષાત્ નરક અહીં જ દેખાશે.” તે સાંભળી આપકમી બા હસીને બોલી, “હે પિતા ! ગમે તેવા મહારાજા સાથે મને પરણાવશે, પણ મારાં પુણ્યને ઉદય નહિ હોય તે તે પણ ભીખ માગતો થઈ જશે. જે મારું પુણ્ય જાગતું હશે તે દીન દુઃખી અને - રેગી પણ મહાસમૃદ્ધિનો ધણી, રાજાધિરાજ થાય એ વાત નિર્વિવાદ છે. માટે સંસારવૃક્ષનાં મૂળ જેવા ગર્વને
Page #122
--------------------------------------------------------------------------
________________
મા મુકી તેની
શી જાય તે દાંત
પરિહરે, એમાં જ ખરી મેટાઈ છે. લધુતામાં જ પ્રભુતા અને મોટાઈએ જ મૂર્ખતા છે.”
હવે રાજાના ક્રોધે સીમા મૂકી, તેની આંખમાંથી તણખા ઝરવા લાગ્યા, તે દાંત કચકચાવી બોલ્યા, “હે સેવકે ! તમે શીવ્ર જાવ અને અતિ હીનકુળમાં ઉત્પન્ન થયેલા દીન-દુઃખી અને રોગગ્રસ્ત, આજીવિકા ચલાવવાને પણ અસમર્થ એવા પુરુષને પકડી લાવી અહીં જલદી હાજર કરો.” આજીવિકાની લાલસાવાળા સેવકે રાજાની આજ્ઞા મળતાં જ દેડક્યા, નગરમાં ચારે બાજુએ રાજાએ કહેલી વ્યક્તિને શોધવા લાગ્યા, તે લેકે કેમે કરી ચૌટા પર આવ્યા ત્યાં તેઓને તે વ્યક્તિ મળી ગઈ તેને લઈ તે કુતૂહલ પૂર્વક રાજસભામાં આવ્યાં. અંજલિ જેવી રાજાને કહેવા લાગ્યા, “હે સ્વામિન ! આપની આજ્ઞા પ્રમાણે આ પુરુષને અમે લાવ્યા છીએ.” રાજાએ તેની સામે જોયું, તેના ગળેલા કાન, નષ્ટ થયેલી નાસિકા, ઊંટના ઓષ્ટ જેવા લાંબા એષ્ટ, બેસી ગયેલા ગાલ, કોઢના લેબાસમાં દુકાળ, અને હાથપગની આંગળીઓ ગળી ગયેલી જોઈ પર્વતની કંદરામાંથી જેમ નિરંતર ઝરણું ઝર્યા કરે તેમ તેના મેઢામાંથી લાળ ઝરતી હતી. તેથી તે આકુળ વ્યાકુળ જણાત હતો, સમસ્ત શરીરે અગણિત ઘા, ફોલ્લા અને ઘસારા હતાં એમાં વળી પડેલા કીડાઓથી તેનું શરીર ભર્સનીય દેખાતું હતું. વળી તે શરીરમાં અસ્થિ અને ચામડી સિવાય બીજું કાંઈ ન હતું. આવા અતિ ભીષણ શરીરવાળા કેઢીઆને જોઈ રાજા મદિરાવતીને કહેવા લાગ્યું, “હે પુત્રી ! આ પુરુષ તારાં ‘કમે જ અહીં આવેલ છે. માટે તેની સાથે પાણિગ્રહણ કર. તે સાંભળી બાળા ઊઠી અને કેઢીઆ સાથે પાણિગ્રહણ કર્યું. તે જોઈને સર્વત્ર હાહાકાર થઈ ગયો, કોપાયમાન થયેલા
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
રાજાએ . દિરાવતીના વસ્ત્રાભૂષણાદિ કાઢી લઈ તેને કાઢી સાથે નગર બહાર કાઢી મૂકવાનો આદેશ આપ્યા, પરન્તુ મદિરાવતી હુ કે ખેદ ધારણ કર્યા વગર પેાતાના પતિ સાથે ચાલી નીકળી. ચાલતાં ચાલતાં એક દેવમદિર આવ્યુ, ત્યાં દંપતીએ મુકામ કર્યાં, ત્યાં તે ધર્મધ્યાન કરવા લાગી.
હવે સિદ્ધરાતિને કાઢીયો કહેવા લાગ્યો, “ હે ભદ્રે ! દુષ્ટ બુદ્ધિ રાજાએ આ સારું ન કર્યું. આ બહુ જ અનુચિત કા કર્યું" છે, કયાં કરેરાનું વૃક્ષ અને ક્યાં કલ્પવલ્લી ? કયાં રત્નમાળા અને કયાં કાગડા ? એમ આપણા સયોગ પણ મેળ વગરનો છે. તું અતિ લાવણ્યયુક્ત છે, રૂપલક્ષ્મી વડે રભા તુલ્ય છે, હું પુણ્યાત્મા ! કમળ જેવા કોમળ અંગવાળી તું કયાં ! અને પૂર્વોપાર્જિત કર્મયોગે ભયકર રોગથી પીડા પામતા હું કયાં ? હું દેવી ! મારા સયોગથી અતિ સુંદર તારું આ શરીર વિનાશ પામશે. માટે હે મહાભાગ ! તું કોઈ મહા સમૃદ્ધિશાળીને પરણ, તેથી તું રાજ ુસીની માફક સન્માન મેળવીશ. ’
કાઢીઆના વચનો સાંભળી, રાજકન્યાને જાણે કાઈ વા પ્રહાર કરતા ન હોય ? એમ લાગ્યું. તેથી તરત જ તે રડી પડી, અને ગદ્ગદ્ કઠે કહેવા લાગી, “ હે નાથ ! ઉત્તમ કુળમાં જન્મેલી કુલાંગનાઓને આવાં વચન સાંભળવાથી પણ વાના ઘા જેવું થાય છે. પ્રથમ તા અનતા પાપના ઉયથી સ્ત્રીવેદમાં જન્મવું પડે છે. તેમાં પણ જો તે શિયળ રહિત હોય તેા તેની શી ગતિ થાય ? “ શિયળ વગર નારી નશાલે. ”
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૧
- આ લોકમાં કે પરલોકમાં, સ્ત્રીને શિયળ વિના કેઈ આભૂષણ નથી. ભલે ગમે એટલાં આભૂષણો પહેર્યો હોય, તે પણ શિયળ વગર તે વિભૂષિત ન જ કહેવાય. યૌવન, રૂપ અને લક્ષમી તે આ જીવે અનન્તવાર પ્રાપ્ત કર્યા છે પરંતુ શિયળ રત્ન મળવું દુર્લભ છે. નિર્ધન હો કે તવંગર, રેગી હો કે નિરગી, પણ આ ભવમાં આ શરીરનાં ધણી તે તમે જ છે. એવો વખત આવશે તે હું અગ્નિનું શરણું લઈશ, માટે હે નાથ ! આપની દાસી પર કૃપા કરીને આવાં વચન ફરી કદી ન બોલતા. અતિ સંતોષ પામેલે કેઢીઓ મદિરાવતીના વચનામૃત રસથી સિચાએલે નિદ્રાધીન થયો. આ દંપતીની વાર્તા–સાંભળવા જ જાણે ઊભો ન રહ્યો હોય તેમ વાર્તાલાપ પૂર્ણ થતાં સૂર્ય જતો રહ્યો. દુર્જનના ચિત્તની માફક ઘોર અંધકાર વ્યાપેલે છે. મદિરાવતી પતિના પગ ચાંપતી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતી હતી. એટલામાં સોળે શણગાર સજી સુશોભિત થયેલી એક દેવી એક પુરુષ સાથે આવી, અને પ્રસન્ન મુખે બોલી, “હે કન્યા ! આ નગરની અધિષ્ઠાયક દેવી છું, તારા પિતાએ તને બહુ વિડંબના પમાડી તેથી તારા ઉપર દયા આવવાથી હું અહીં આવી છું. આમ જે, હું તારા માટે સૌભાગ્યવાન, રૂપવાન, અને પુરુષમાં ઉત્તમ એવા પુરુષને લાવી છું, હે પ્રમદા ! તું આને ભેગવ, અને આ કોઢીઆને પડતે મૂક. શા માટે આની જોડે જીદગી બગાડે છે? આ યુવાની ફરી નથી આવવાની. પાછળથી પસ્તાવું ન પડે માટે સકલસુખના ભવન જેવા આ પુરુષને
સ્વીકારી તારે જન્મ સફળ કર. તમારા બન્નેની મનવાંછિત વસ્તુઓ તમે જીવતા રહેશે ત્યાં સુધી હું મેકલીશ.” દેવીનાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨ .. વાક્યો સાંભળી, સાહસને ધારણ કરી, મદિરાવતી બેલી, “હે માત! આપે મારાં ઉપર મેટો ઉપકાર કર્યો, પરંતુ ભરસભામાં મારા પિતા સામે મેં આ કઢીઆનું પાણિગ્રહણ કર્યું છે, તે વાતને આખું ગામ જાણે છે. માટે હે દેવી! હું આને શી રીતે ત્યજુ? જે છે તે, પણ આ ભવમાં મારે પ્રાણવલ્લભ તે આ કેઢીઓ જ છે અન્યથા મરણ જ મારું શરણુ , છે. આ કેઢીઓ આગળ આ પુરુષ તે શું પણ ઈન્દ્રની સમૃદ્ધિ અને સૌભાગ્ય કંઈ વિસાતમાં નથી. હું એમ જ માનું છું. કે આ કઢીઓ જ સર્વ સુખસંપત્તિ અને ભેગપગ ભોગવનાર થશે, મને સર્વ પ્રકારની સુખપ્રાપ્તિ આનાથી જ થશે, એ નિશ્ચય છે. માટે હે માવડી! આ પુરુષોત્તમને જેમ લાવી તેમ તેના સ્થાને પહોંચાડ, આ સાંભળતાં જ દેવીનો પિત્તો ખસ્યું. તેણે પ્રચંડ રૂપ કરી, મદિરાવતીનો પગ પકડી આકાશમાં ઉછાળી અને પડતાં પહેલાં જ ત્રિશૂલ પર ઝીલી લીધી. ત્રિશૂલનાં પાંખડા તેની છાતીમાં ભેંકાયા. અને તેમાંથી લેહી. ઝરવા લાગ્યું, દેવી ક્રોધપૂર્વક બોલી. “મારું કહેવું કરે છે કે નહિ ? નહિતર હું તને અહીં જ મારી નાખીશ.” મકકમ મનવાળી મદિરાવતી બોલી, હે દેવી! પ્રાણાંતે પણ હું શિયળ નહિ ખંડું, હમણાં નહિ તે પછી પણ, શરીર નાશ પામવાનું છે જ.” એમ કહી તે નવકાર મંત્રનું સ્મરણ કરવા મંડી પડે છે, ત્યાં તે પિતાને સુખાવસ્થામાં જોવે છે. ન મળે દેવી કે ન મળે નરશેખર, અને પિલે કઢીઓ પણ ગાયબ થઈ ગયો. તે બાળ વિસ્મય પામી વિચારવા લાગી; આ બધું શું - છે? સત્ય છે કે સ્વપ્ન દેવી ગઈ તો બેલા ટળી, પણ મારા પતિ કયાં ગયા? આમ વિચારે છે, ત્યાં એક દિવ્ય રૂપધારી,
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૩
દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત એક પુરુષને પિતાની સામે ઊભેલો છે. તે પુરુષ બોલ્યો. “હે ભદ્રે ! વિરમય પામ્યા વગર હું કહું તે સાંભળ, વૈતાઢય પર્વત ઉપર મણિપુર નામે નગર છે. ત્યાં હું મણિચૂડ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરું છું, એક રાતે હું નગરચર્યા તે ભ્રમણ કરતા હતા ત્યાં મને એક ગ્લૅક સાંભળાય –
सर्वत्र वायसाः कृष्णाः, सर्वत्र हरिताः शुकाः । सर्वत्र सुखिनां सौरव्यं, दुःखं सर्वत्रः दुःखिनाम् ॥ १ ॥
અર્થ:–જ્યાં જુઓ ત્યાં કાગડા તો કાળા જ દેખાય છે. અને પોપટ લીલા જ હોય છે તેમ હંમેશાં સુખીજનેને બધે સુખ અને દુઃખીજનોને બધે દુઃખ જ મળે છે.
આ શ્લેક સાંભળી મેં વિચાર કર્યો, શું આ બધું સાચું હશે કે હંબક? આની પરીક્ષા કરવી જોઈએ, એમ વિચારી હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યો. અને કઢીઆનું રૂપ લઈ ચૌટા ઉપર ઊભે રહ્યો. એટલામાં જ રાજપુરુષોએ મને તારા પિતા સમક્ષ હાજર કર્યો—તારા પિતાના કહેવાથી તું ઊઠી અને ત્વરાથી મને વરી. હે સુન્દરી ! હું નથી જાણતા કે આ બધું શાથી બન્યું? મેં તારી બહુ દુઃખજનક પરીક્ષા કરી, પણ જેમ વાયુથી મેરૂચૂલા ન કરે તેમ તું પણ શિયળથી જરાયે ડગી નહિ, આપત્તિરૂપ મેટા અગ્નિમાં શિયળરૂપ સુવણને નિર્મળ કરનારી હે પ્રિયા! ધન્ય છે, આ વિશ્વમાં વખાણવા યેગ્ય છે, વળી હે દેવી! મારું રાજ્ય કૃતાર્થ છે. તથા મારું જીવન પણ સફલ છે. ”
વિદ્યાધરનાં આવા વચન સાંભળી મદિરાવતી મનમાં ચિંતવે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
છે –“અહો! શિયળનું મહામ્ય મહાન આશ્ચર્યકારી જણાય છે. રાજપુત્રી બોલીઃ “હે સ્વામિન! પૂર્વભવમાં મેં મન, વચન અને કાયાથી જિનધર્મ આરાધ્ય હોવું જોઈએ, તેના જ પ્રભાવથી આપ જેવા ભાગ્યશાળી ભરથારની ભાર્યા થઈ છું.” આ પ્રમાણે વાર્તાલાપ થયા પછી વિદ્યાના બળથી વિદ્યાધરે ત્યાં જ સાતમાળને આલીશાન મહેલ તે જ વખતે ખડે કર્યો અને સુખપૂર્વક દંપતીએ સૌભાગ્ય રાત ઊજવી. અને ઉદયાચલ પર્વત પર રશ્મિવતે પોતાનાં સહસ્ત્ર કિરણોથી પૂર્વ દિશાને જાજવલ્યમાન કરી મૂકી, મદિરાવતીની શિયળલક્ષ્મી જેવા માટે જ જાણે કિરણોને તેના મહેલમાં મેકલ્યા હતા..
તે વખતે મણિચૂડ મદિરાવતીને પૂછે છે કે, “હે પ્રિયા ! તારા પિતાને અહીં બોલાવવા જોઈએ. તે તું કહે શી રીતે બેલાવીએ? ” તે બેલી, “હે સ્વામિન ! મારા પિતાને ખેડૂતના વેશે બેલા જેથી તેમનો દુર્ગતિના મૂળરૂપ દર્પ દબાય.” તે સાંભળી વિદ્યારે એક મહાન સૈન્ય વિકુવી, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને ચારે તરફથી ઘેરી લીધું, અને પોતાના વાગ્વિદગ્ધ દૂતને રાજા પાસે મોકલ્ય, તે દૂત રાજા પાસે જઈ પ્રણામ કરી અદબથી ઊભો રહ્યો, અને કહેવા લાગે, “હે રાજન ! વૈતાઢ્ય પર્વતના વાસી વિદ્યાધરના રાજા મણિચૂડ પોતાના સિન્ય સામંતો અને સબળ સરદારો સાથે તમારા ઉપર ઘૂઘવતા સાગરની માફક ચડી આવ્યા છે. જે જીવિતવ્ય જરૂરનું જણાતું હોય અને રાજ્ય પર રાગ હોય તે ખેડૂતને લેબાશ લઈ લોકાપવાદની લાજ મૂકી, અમારા અદમ્ય, અધિનામી અધિરાજને અંજલિ જેડી પ્રણામ કરે.” તે સાંભળી
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૫
રિપુમર્દનના કેધે કિનારે છોડ્યો, તે જ્યાં દૂતને ઉત્તર આપવા જાય છે ત્યાં જ બુદ્ધિમાન મંત્રીએ કહ્યું, “હે રાજન ! આ સમયે શાંતિથી કામ લેવાનું હોય, નહિ કે કેuથી. વળી હે રાજન્ ! કહ્યું છે કે –“બળીઆ સાથે બાથ ભીડાય નહિ, સરખા સાથે જ સંગ્રામ શેશે.”
પરન્તુ આ તે મનુષ્યથી બળવાન વિદ્યાધરના પણ રાજા છે, જે આના ઉપર કેધ કરશે તે આપણા સર્વ નાશ જ છે. માટે આપ કે ધ રહિત થાવ. આપના પ્રાણની અને રાજ્યની રક્ષા થાય તેવું કાંઈ કરે.” - પ્રધાનની સલાહ સાંભળી, રાજાના કેપે વિદાય લીધી. રાજા ખેડૂતના કપડાં પહેરી સામતે સાથે મણિચૂડ પાસે આવી પ્રણામ કરે છે, તેવામાં જ ખેચરાધિપતિ તેના વેષનું હરણ કરી નવાં વસ્ત્રાભૂષણથી સત્કારે છે. વિદ્યાધરની ડાબી બાજુએ પિતાની પુત્રી મદિરાવતીને ઊભેલી જોઈ રાજા મનમાં અત્યંત ખેદ કરવા લાગ્યો; પોતાના પિતાની મુખમુદ્રાને ખિન્ન જોઈને મદિરાવતી બેલી, “હે તાત! આપ ખેદ શા માટે કરે છે? આ એ જ કોઢીઓ પુરુષ છે, કે જેની સાથે આપના કહેવાથી મેં પાણિગ્રહણ કર્યું છે. મારા પુણ્યથી અમને ઈન્દ્ર જેવી રિદ્ધિ મળી છે. આ મારા વિવેકી ભરથારે જ આપને ખેડૂતી પિષાક દૂર કર્યો છે. મદિરાવતીના વચને સાંભળી આશ્ચર્યચક્તિ થયેલા રિપુમર્દન રાજાએ વિદ્યાધરને કહ્યું, “હે ખેચરાધિપતિ! તમે તમારું આશ્ચર્યકારી ચરિત્ર કહે તે સાંભળવાને મારું મન અતિ ઉત્સુક છે.” ત્યારપછી વિદ્યારે પિતાનું આખું ચરિત્ર રિપુમર્દન રાજાને કહ્યું, તે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬ સાંભળી રાજા ખુશી થયે અને કર્મવાદને માનવા લાગ્યું કે, જેનાથી તેનો ગર્વ ગળી ગયું હતું. અને ફરી કહેવા લાગે,
ધન્ય છે તમને ! તમે સાચું કરી બતાવ્યું કે જે લેકે શ્રી વચન રૂપ નેત્રથી રહિત છે, તેઓ દેવ કે કુદેવ, ગુરુ કે કુગુરુ, ધર્મ કે અધર્મ, ગુણ કે અવગુણ, કાર્ય કે અકાર્ય અને હિત કે અહિત ખરેખર જોઈ શકતા નથી.”
વિદ્યાધર બે, “હે રાજન ! ધન્ય તે તમે જ છે. કે આવી શીલવતી પુત્રીએ તમારે ત્યાં જન્મ લીધે. પછી વિદ્યારે પિતાની સિદ્ધિ રાજાને દેખાડી અને મદિરાવતીને લઈ વૈતાઢય પર્વત ઉપર આવ્યું.
મદિરાવતિ શિયળના પ્રભાવે, મનુષ્ય સંબંધી વિવિધ પ્રકારના સુખે ભગવતી, મન વચન કાયાથી જિનપ્રણીત ધર્મનું આરાધન કરતી. અંત સમયે શુભ ધ્યાનથી કાળ કરી દેવલોકમાં ગઈ અને અનુકમે શિવસુખ સંપાદન કરશે. જે જિનેન્દ્રો તદુભવ મેક્ષાગામી છે તે પણ શિયળને આદરે છે, તે પછી સંસારી જીવોએ તે જરૂર આદર જોઈએ.
–. ઈતિ મદિરાવતી ” કથા સમાપ્ત છે –
આ પ્રમાણે મદિરાવતીનું ચરિત્ર સાંભળી હે ભલે શિયળમાં આદર કરે, જિનેન્દ્ર પ્રભુના મુખેથી આવાં વચન સાંભળી આણંદે કહ્યું, હે સ્વામિન! મારા પર કૃપા કરી મને ચેથું વ્રત ઉશ્ચરાવે. તેથી દુર્ગતિના દ્વાર બંધ થાય. પછી પ્રભુએ આણંદ શ્રાવકને ચેથું વ્રત ઉચ્ચરાવ્યું તે આ પ્રમાણે –
अहणं भंते तुम्हाणं समीवे परदारगमणं समणोक्सओ पच्चकाइ, सदारसंतोषं वा पडिवज्जाइ से अ परदारगमणे दुविहं पन्नते उरालिअ परदारगमणे वेउब्विअपरदारगमणे
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૭
अ सदारसंतोषस्स समणोवासाणं, इमे पंचअइआरा जाणिअव्वा न फासिअव्वा तं जहा ॥ १ भाडिदाणेणित्तरंगहिआ २ अपरगहिअविहववेसाइ ३ तासुगमणंपरेसि, विवाहपरिमीलणं मोहा ४ कामभोगेसु तिव्वासत्ति थी थण मुहाइ फासेणं इअ पंचअइयारा चउत्थवये ॥
આ વ્રતના પાંચ અતિચાર જાણવા; પણ આદરવા નહિ, તે આ પ્રમાણે –
થોડા કાળ માટે રાખેલી વેશ્યાને સમાગમ, કેઈએ નહિ. ગ્રહણ કરેલી એવી વેશ્યા સ્ત્રીને સમાગમ, પારકા વિવાહો કરવાનું કામ ભેગમાં તીવ્ર અનુરાગ, અને અનંગકીડા, આ પાંચ અતિચાર ચેથા વ્રતના છે માટે તેને ત્યજી દેવા.
હવે પ્રભુ પાંચમા (પરિગ્રહ પરિમાણ) વ્રત ઉપર પ્રકાશે છે, આ વિશ્વમાં પ્રાણ પ્રાયે કરીને પરિગ્રહને માટે અનેક પ્રકારના આરંભ સમારંભ કરે છે, અને તેથી પ્રાણુઓને માટે તે દુઃખની ખાણરૂપ થાય છે. તેથી જીએ પરિગ્રહનું પ્રમાણ કરવું જોઈએ. આ પાંચમા અણુવ્રતને જે મનુષ્ય પાળે છે તેઓ શિવસુખ પ્રાપ્ત કરે છે. વળી તે ધન્ય પુરુષો આ લોકમાં પણ યશ, કીર્તિ, સુખ અને સંપત્તિ સંપાદન કરે છે.
જેમ ઘણા ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ પ્રાણ પરિગ્રહના ઘણા ભારથી સંસારરૂપી સાગરમાં ડૂબી જાય છે. અસંતોષથી જી મથુરાનગરી નિવાસી ધનસારની માફક દુઃખી થાય છે. તે સાંભળી આણંદે પ્રભુને વિનવ્યા કે “હે દયાનિધિ ! તે ધનસાર શ્રેષ્ઠિ કોણ હતા? વળી તેને અસં. તેષથી શું દુઃખ પડયું ?” તે સાંભળી સ્વામિ બોલ્યા, “હે. શ્રમણોપાસક! તું સાવધાન થઈને તેનું દષ્ટાંત સાંભળ” —
Page #131
--------------------------------------------------------------------------
________________
ધનસાર” રાજાની કથા
આ ભરતક્ષેત્રની મથુરા નગરીમાં ધનસાર નામને શ્રેષ્ઠી વસતા હતા તે ઘણું સમૃદ્ધિનો માલિક હિતે, તેની પાસે છાસઠ કેડ સેનામહોરે હોવા છતાં તલભાર ધન તેનાથી ધર્મકાર્ય વગેરેમાં છૂટતું ન હતું. તેણે સ્વપ્નમાંય કઈ દિવસ દાન કરેલું નહિ. તે તે ન આપે પણ બીજાને આપતાં પણ તે જોઈ શકતે નહિં. આથી લેકેએ તેનું નામ કૃપણશેઠ રાખ્યું હતું. '
જગતમાં લક્ષ્મી બે પ્રકારની હોય છે એક પુણ્યાનું બંધિની અને બીજી પાપાનુબંધિની જે પુણ્યશાળીના ઘરમાં પુણ્યાનુબંધિની લક્ષ્મી હોય તે જીવ ઉભય લેકમાં સુખી થાય છે! જે પ્રાણીઓનાં ઘરમાં પાપાનુબંધિની લક્ષ્મીના પગલાં થાય તે પિતાના સ્વામીને અનેક પ્રકારના ભયંકર દુઃખોમાં ઘસડી જાય છે.
- હવે એક દિવસ કૃપણશેઠ, પિતાની ભૂમિમાં દાટેલા ચરુ જેવા ગયે. બેદીને જ્યાં જોયું ત્યાં તે તેના હશકેશ ઊડી ગયા, તેણે ધનને બદલે ચરુની અંદર તેમજ આજુબાજુ ઝરતાં અંગારા અને ફૂંફાડા મારતા ભયંકર ભુજગે અને વિષ વરસાવતા ભયંકર વીંછી જોયા આથી તેને અત્યંત દુઃખ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ર
થયું અને લથડતા પગે જ્યાં થાડા આગળ ચાલ્યા ત્યાં એક સેવકે આવી કહ્યું, “ હે નાથ ! તમારા વહાણેા ભરરિયામાં ડૂબી ગયાં છે. ” આ સમાચાર સાંભળી શેઠના હૃદયમાં એક મેટા વપ્રહાર જેવા આંચકા લાગ્યા, તે શેઠ અહી વિચાર કરે છે એવામાં એક સેવક દોડતા આવી કહેવા લાગ્યા. કે, સ્થળ માર્ગોમાં વ્યાપાર માટે ફરતા તમારા કાલે ધાડપાડુઓએ લૂટી લીધે છે, અને ઘણાં માણસાને ઇજા પણ. થઈ છે. ” આ સાંભળતાં જ જેની આંખમાં અધારા આવી. ગયાં, તેની આંખા સામે અનેક દૃશ્યાની પરંપરા ચાલી, છેવટે વિચારે છે, “ હાય ! હાય !! હવે હું મારા કુટુંબનું રક્ષણ -ભરણ પાષણ કેવી રીતે કરીશ ? હે દેવ ! શું આજે કાઈ તારા પંજામાં આવ્યુ નહિ, મારી મનની મહેલાતા આમ એકાએક જમીનદોસ્ત કરી નાખી! થોડીવારમાં તે સ્વસ્થ થયે અને વિચારવા લાગ્યા, આમ વિચાર કરવાથી અને હિમ્મત હારવાથી. કાંઈ નિહ વળે માટે ચાલ ઘેર જઈ કાંઈ કરૂ` એમ વિચારી તે ઘેર આવ્યો, અને દસ લાખ મહારા લઈ પરદેશમાં દ્રવ્ય કમાવા નીકળી પડયો. જળસર કરતાં તે મધ્ય દરિયે આવ્યે ત્યાંપણ પૂર્વકના વશથી તે વહાણુ. ભાંગ્યુ' અને તે સમુદ્રમાં પડયો પણ તેનું આયુષ્ય મળવાન હોવાથી તેને વહાણુનું એક પાટિયું મળી આવ્યું તેથી તે સમુદ્ર તરી એક નિર્જન અને વેરાન વનમાં આવી પહોંચ્યા અને વિચારવા લાગ્યા; અરેરે ! મારુ બધું ધન નાશ પામ્યું, ઘરમાં રહેલું દ્રવ્ય પણ હું ખાઈ બેઠા. હાય ! હાય ! ! હવે. હું શું કરૂ? કયાં જાઉં ? ? કાને જઇને મારી વ્યથા સંભળાવુ' આમ ચિંતામાં તેને દિવસે ન મળ્યુ' સુખે ભાજન અને રાત્રે ન મળી નિદ્રા. કહ્યુ` છે કેઃ—
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦ रूपं जरा सर्वसुखानि तृष्णा, खलेषु सेवा पुरुषाभिमानम् याच्या गुरुत्वं गुणमात्मशंसा, चिंता बलं हंति दयां च लक्ष्मीः॥
અર્થ –રૂપ અને ઘડપણ, સર્વ સુખને, તૃષ્ણા, લુચ્ચા પુરુષોની સેવા પુરુષાભિમાનને, યાચના, મેટાઈને સ્વલાઘા ગુણને, ચિંતાબળને અને દયાને લમી હણે છે.
હવે ધનસાર વનમાં ચારે બાજુ પરિભ્રમણ કરે છે. એને આશાનું બિન્દુ પણ કયાંય દેખાતું નથી ચારે બાજુ મુસીબતના પહાડ અને તે પર નિરાશાના શ્યામ વાદળાં ફરી વળ્યાં છે. ગમે તેમ તો એ મોટાં વ્યાપાર ખેડનાર સાહસિક વણિક હિતે. તે હિમ્મત ન હાર્યો અને વનમાંથી બહાર નીકળવાને રસ્તો શોધવા લાગે, એવામાં તેણે સત્ય માર્ગદર્શક, પાંચજ્ઞાનના ધણી, અનેક વિદ્યાધથી સેવાતાં મુનિમહારાજાને આમ્રવૃક્ષની શીતળ છાયામાં બેઠેલા જોયા. જેના ચિત્તમાં હર્ષ સમાત નથી, જેના રોમે રોમ વિકસ્વર થઈ ગયા છે એ. ધનસાર ગુરુજીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને તેમની સામે બેઠે ત્યારે મુનિ મહારાજે ધર્મદેશના આપી. તે સાંભળી ધનસારે પૂછયું, “હે ભગવન્! કયાં કર્મ કરીને મને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ ક્યા કર્મના પ્રસાદથી તે નાશ પામી અને શી રીતે હું આ કૃપણ થયે? હે નાથ, કૃપા કરી મને તે બધું કહે.”
ત્યારે મુનિ બોલ્યા, “હે ધનસાર! તું નિઃસંદેહ જાણુ કે આ બધે પૂર્વકૃત કર્મને વિપાક છે. ત્યારે ધનસારે કહ્યું, હે સ્વામિન, મેં પૂર્વભવે શું કર્યું હતું અને તેથી ક્યા કર્મ આંધ્યાં હતાં તે કૃપા કરી હો” તેના કહેવાથી મુનિ કહે છે,
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૧
4 હું ભાગ્યશાળી ! આ જ દ્વીપને તે લવણુસમુદ્ર છે, અને તેને ફરતા જ લાખ લાખ જોજન લાંખે પહેાળા ધાતકી ખંડ છે. તે ધાતકીખંડમાં વ્યખિકા નામની નગરી છે, તેમાં એ • ભાઈ આ વસતા હતા, તે ઘણા સમૃદ્ધિશાળી હતા. તેમાંથી મોટા ભાઈ હમેશાં ઘણું દાન કરતા હતા, પરંતુ નાનો ભાઈ કૃપણતાને લીધે જરા પણ દાન ન આપતા, એટલું જ નહિ પણ તેનો ભાઇ દાન આપતા, તે જોઈ તેના પર ઘણા દ્વેષ - કરતા. એક દિવસ નાનો ભાઈ વિચારે છે કે “ મહામહેનતે
ભેગુ કરેલું ધન આમ કરવાથી નાશ પામશે માટે મારે મારું ધન વહેંચીને જુદા રહેવું એજ ઉત્તમ છે. નહિતર આ મને ભીખ ભેગા કરશે એમ વિચારી પેાતાનો ભાગ વહેંચી જુદો રહ્યો. અહી મોટો ભાઇ જેમ જેમ દાન કરતા ગયા તેમ તેમ લક્ષ્મી અધિકાધિક વધતી જતી કેમકે સરિતાનું જળ વહેવાથી નિળ રહે છે, કૂવાનું પાણી ન વપરાય તે તે પણ ગધાઇ જાય છે તેમ ધર્મ કરવાથી ધન ઘટતું નથી પણ વૃદ્ધિ પામે છે.
અહિં આગળ નાના કૃપણભાઈ એમ સમજતા હતા કે સર્વે ગુણા કાંચનનો જ આશરો લે છે. જેની પાસે ધન છે તે માણસ જ કુલીન, પડિત અને દર્શનીય છે. એમ સમજી તે જેમ જેમ લક્ષ્મીની સંભાળ કરતા ગયા તેમ તેમ લક્ષ્મી તેનાથી રીસાતી ગઈ. મોટા ભાઈ ને સુખી અને ધનાઢચ જોઈ તેને ઈર્ષ્યા આવી, તે વિચારે છે કે મારી લક્ષ્મી નાશ પામતી -જાય છે, અને આની વધતી જાય છે માટે એને કંગાલ કરૂ, એમ વિચારી તેણે રાજા પાસે આવી ફરિયાદ કરી કે,
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨
“હે નાથ ! મારે મોટોભાઈ અનેક રીતે લોકોને છેતરી ધન ભેગું કરે છે.” આમ અનેક પ્રકારે રાજાના કાન ભંભેર્યા તેથી રાજાએ મોટાભાઈનું સઘળું દ્રવ્ય લઈ લીધું; કેમે કરીને મેટોભાઈ નાના ભાઈનું ચરિત્ર જાણું ખેદ પામે, અને વિચારવા લાગે; અહો ! શું સંસારની વિચિત્રતા છે, કે મા જ સગો ભાઈ પણ દુશ્મન બની અનેક પ્રકારનાં કાવત્રાં કરે, એમ તેના વિરાગ્ય વાસિત હૈયે સંસારની અસારતા જાણી, તેથી તેણે ગુરુ પાસે જઈ ચારિત્ર અંગિકાર કર્યું. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અને ક્રોધાદિ કષાય રહિત નિરતિચાર ચારિત્ર પાળતાં, અનેક અનુકૂળ પ્રતિકૂળ પરિસહો સહન કરી, પ્રાણુતે કાળ કરી પ્રથમ (સૌધર્મ) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
હવે અહીં નાનાભાઈનું કારસ્થાન જગજાહેર થયું લેકે તેને નિંદવા લાગ્યાં, તથા ફિટકારનો વરસાદ વરસાવવા લાગ્યા, તેથી તેણે તાપસી દીક્ષા લીધી, અનેક પ્રકારના અજ્ઞાન કષ્ટ અને ક્રિયા આદરી તે મૃત્યુ પામ્ય અને અસુરકુમારનિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો, ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તું ધનસાર રૂપે ઉત્પન્ન થયે. પૂર્વભવમાં જીવે શુભાશુભ અધ્યવસાયથી જેવા કર્મો ઉપસ્થિત કર્યો હશે તે તેને ભેગવે જ છુટકે છે. તે પણ દાનાંતરાયના ઉદયથી કૃપણ થયે, વળી પૂર્વભવમાં મોટાભાઈની સર્વ સંપત્તિ તારા કહેવાથી રાજાએ લઈ લીધી તેથી તારી સર્વ સંપત્તિ વિપત્તિમાં બદલાઈ ગઈ.
અહીં તે વડીલબંધુ, દેવલેકમાંથી એવી તામ્રલિપ્તિ નગરીમાં મહાન ધનાઢય શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયે. પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યના પ્રતાપે તે અનેક પ્રકારની ત્રદ્ધિને
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ભિક્તા બન્ય. આમ લાંબા કાળ સુધી વિવિધ વિષયના સંસારી સુખ ભેગવી દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળતાં અને ઘરતપ આંદરતા તેમને કેમ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક જીવને પ્રતિબંધ કરતાં પૃથ્વી પાવન કરવા લાગ્યાં, અને હું જે તે તારે પૂર્વ ભવને વડીલ બંધુ છું. * * | મુનિના વચન સાંભળી પૂર્વેના ભાઈને જાણે તે ખૂબ ખુશી થયે, અને પગમાં પડી મિથ્યાદુષ્કૃત આપ્યું, બોલ્યા, “હે ભગવન ! આજથી માંડીને મારાં ઉપાજેલા દ્રવ્યનો ચેાથે ભાગ રાખી બાકીનું બધું દ્રવ્ય ધર્મમાં ખરચવું, એવો નિયમ હું લઉં છું, તથા મારા મુખે કેઈન દેષ કહેવા નહીં. ” આ પ્રમાણે નિયમ લીધા અને શ્રાવક ધર્મ આદરી કેવળીને ફરી નમસ્કાર કરી તામ્રલિપ્તી નગરીમાં આવ્યું. ત્યાં રાતે એક શૂન્ય મકાનમાં વિશુદ્ધ પરિણામે કાઉસ્સગ ધ્યાને રહ્યો. તેવામાં ત્યાં એક દેવતા આવ્યો, અને તેના પર ખૂબ ધૂળ વરસાવી પરંતુ તે સ્થિર રહ્યો. તેથી દેવનો પિત્તો ખયે ફરી તેને કીડીઓ, સર્પો અને વીંછીઓ વિક્ર્ષ્યા, પરંતુ તેનું મન મેરૂશિખર જેમ અચલ રહ્યું. તેથી દેવ તેના પર પ્રસન્ન થયે, તેને પગે લાગી નમસકાર કરી કહેવા લાગે છે મહાભાગ! તું ધન્ય તેમજ પુણ્યવંત છે, વળી ધન્ય છે તારી માતને, કે જેની કુક્ષીને વિષે તારા જેવા મહાપુરુષે જન્મ લીધે, ધર્મમાં તારે દઢ સંકલ્પ જોઈ હું પ્રસન્ન થયે છું તેથી તું મથુરા નગરીમાં ખુશીથી જા, ત્યાં તને તારું બધું ધન મળશે. આમ કહી દેવ પિતાના સ્થાને ગયે.
. અહીં આગળ તેણે સવારે કાઉસગ્ગ પારીને પારણું
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કર્યું; અનુક્રમે તે મથુરા આવી પહોંચ્યા. ત્યાં તેને સર્વ ચરૂં જે અંગારા વીંછીરૂપે દેખાયા હતા. તે ફરી નિધાન રૂપે થયાં. તેણે પોતાના પરિગ્રહ પ્રમાણથી જરાય વધારે ન લીધું અને ભગવતે ભાખેલા જિનાલય, જિનપ્રતિમા જૈન પુસ્તકે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ સાતે ક્ષેત્રમાં બાકીનું સર્વ દ્રવ્ય વાપર્યું. આમ હંમેશા પુણ્ય કરતા સુખે રહેવા લાગ્ય, અનુકમે આયુષ્ય ક્ષય થયે તે ચાપલ્યોપમના આયુષ્યવાળે મહા સમૃદ્ધિશાળી દેવ થયે. ત્યાં પણ દેવ સંબંધી અનેક સુખ ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જનમશે. અને દીક્ષા લઈ કર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે.
આ અનાદિ અનંત સર્વ દુ:ખના તંત,
આ સંસારને એ સંત, છડી લેશે આનંદ, - -: જે ઈતિ “ધનસાર” કથા સમાપ્ત છે –
* પ્રભુ કહે છે, હે ભવ્ય લેકે ! આ પ્રમાણે સંતોષથી સર્વ સિદ્ધિ આવી મળે છે અને અસંતોષથી એ સંપત્તિ વિપત્તિમાં પરિણમે છે, માટે હે જી ! પાંચમા અણુવ્રતને વિષે આદર કરે. તે સાંભળી આણંદ શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચાયું. . હે જી ! રાત્રિ જોજન કરવું તે મહાન પા૫ છે, રૂપી અને અરૂપી દ્રવ્યના જાણનાર કેવળી પણ રાત્રિભૂજન કરતા નથી. તે પછી બીજાની શી વાત ? જે પુરુષે રાત્રિભેજન વ્રતનું પચ્ચફખાણ કરે છે તે આ પ્રમાણે પુણ્ય બાંધે છે –
जो पुण करेइ विरई राइभत्तस्स सत्तसंजुत्तो । " सो निअआउअध्धस्स, लहइ उववासफलमउलम् ॥१॥
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૫
અઃ—જે પુરુષ સત્વયુક્ત રાત્રિભાજનનું પચ્ચક્ખાણ કરે છે તે પોતાના અડધા આયુષ્યના ઉપવાસ જેટલું ફળ
પ્રાપ્ત કરે છે.
અન્ય શાસ્ત્ર પણ કહે છે કે
चत्वारि खलु कर्माणि, संध्याकाले विवर्जयेत् ॥ आहारं मैथुनं निद्रां स्वाध्यायं च विशेषतः ॥ ॥ १ ॥ અર્થ:—મનુષ્યાએ આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય એ ચાર કામેાને સધ્યા સમયે અવશ્ય ત્યજી દેવા જોઈએ કારણ કેઃ—
आहाराज् जायते व्याधिः क्रूरगर्भश्च मैथुनात् । निद्रातो धननाशः स्यात्, स्वाध्याये मरणं भवेत् ॥१॥
અર્થ: -સધ્યા સમયે આહાર કરવાથી વ્યાધિ થાય, મૈથુન સેવવાથી ગર્ભદૂર થાય, ઊંઘવાથી ધનનો નાશ થાય અને સ્વાધ્યાય કરવાથી મૃત્યુ થાય છે.
ચારે પ્રકારના આહારરૂપ ચાનિથી ઉત્પન્ન થતાં તેમજ ઉપરથી પડતાં ત્રસ જીવાને રાત્રી ભાજનમાં સર્વજ્ઞાએ વિનાશ જોયેા છે. સાથવા વગેરે રાંધેલા પદાર્થોમાં નિગેાદની જેમ ઉરણીકાઢિ જીવ ઊપજે છે. તે ચેાનિવાળાં કહેવાય છે. વળી સ`પાતિમ ( ઉપરથી આવીને પડતાં પતંગી ધુઆ, કીડી વગેરે ) જીવેાના પણ રાત્રે વધ થતા સર્વજ્ઞ પુરુષાએ જોયેા છે. શીતયેાનિવાળાં ત્રસ જીવે ભૂમિ, વસ્ત્ર અને આહારાદિમાં રાતે ઉત્પન્ન થાય છે. વળી આકાશ માર્ગેથી દિવસના આઠમા ભાગથી અપકાય જીવાની વૃષ્ટિ થાય છે. તે પ્રભાતથી ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી રહે છે. માટે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આકાશ સ્થળે બેસીને ભાજન કરવાથી અનંત જીવાના ઘાત થાય છે. કારણ કે, નથનનું તથવળ જ્યાં જળ ત્યાં વનસ્પતિ હોય જ એમ સિદ્ધાંતમાં કહ્યું છે અને વનસ્પતિ અનંત જીવાત્મક પણ હાય છે ઇત્યાદિ અનેક પ્રકારના દોષ રાત્રિભોજનમાં જાણી જે પુણ્યાત્માએ તેનું વ્રત-પચ્ચક્ખાણુ કરે છે તે ધન્ય પુરુષ કેશવની જેમ સુખી થાય છે. વળી જે મૂઢા ત્રિભેાજનનું નિયમ લઈ ને તેના ભંગ કરે છે તે હસવકની જેમ અત્યંત દુખી થાય છે. તે સાંભળી આણુદે પૂછ્યું, હું ભગવન્ ! કૃપા કરીને તેનું દૃષ્ટાંત અમને કહા.
પ્રભુ બેલ્યા, હે પુણ્યવાના ! તમે સાવધાન થઈ સાંભળે.
Repay
Page #140
--------------------------------------------------------------------------
________________
કેશવ અને હંસની ક્યા
આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં કુડિનપુર નામનું નગર છે. ત્યાં યશોધર નામને ધનાઢય વણિક વસતે હતે. તેને રૂપગુણ શીલ સંપન્ન રંભા નામની ભાર્યા હતી. તેમને હંસ અને કેશવ નામના બે પુત્રો હતા. તેઓ મનુષ્ય સંબંધી અનેક સુખે ભેગવતાં વૃદ્ધિ પામતા હતા. એક દિવસ તે બને બાંધવ, વનખંડમાં કીડા કરવા ગયા. ત્યાં તેઓએ આમ્રવૃક્ષ નીચે અષ્ટપ્રવચન માતાથી મંડિત પંચ મહાવ્રતને ધારણ કરનાર સાક્ષાત્ ધર્મમૂર્તિ જેવા અને જિતેન્દ્રિય એવા મુનિમહારાજને જોયા. મુનિને જોઈ તેઓ બન્ને પ્રણામ કરીને તેમની સામે બેઠા, મુનિએ ધર્મલાભ આપી રાત્રિભેજન ત્યાગ વિષે ધર્મોપદેશ આપે કે રાત્રિભોજનથી જીવ આલેક અને પરલેકમાં મહા દુઃખ પામે છે. તે સાંભળી રાત્રિભોજનને નિયમ લઈને ઘેર આવ્યા ભેજન કરીને ચટા પર આવેલી એમની દુકાને ગયા, અને વ્યાપાર કરવા લાગ્યાં. પછી તેઓ વેળાસર ઘેર આવ્યા, જનની પાસે ભેજન માગ્યું, માતાએ કહ્યું, “અરે પુત્ર ! તમારું આજે ચસકી ગયું છે કે શું? રાજ તે રાત્રીએ દુકાન બંધ કરીને જમવા આવતા, આજ
Page #141
--------------------------------------------------------------------------
________________
કેમ આટલા બધા વહેલા આવ્યા ? હજી ત્રણ ઘડી દિવસ બાકી છે. તમે અત્યારે મારી પાસે શા માટે ભેજન માગે, છે ?” ત્યારે તે બન્ને બલ્યા, “હે માતા ! અમારી ડગળી ઠેકાણે છે, ચસકી નથી. વાત એમ બની કે અમે બન્ને ભાઈઓ આજ સવારે વનમાં ગયા હતા, ત્યાં અમારા પુણ્ય ચોગે એક ગુરુમહારાજને સમાગમ થયે તેમના ઉપદેશથી અમને અમારી ભૂલ સમજાઈ તેથી અમોએ તેમની પાસે રાત્રિભેજનને નિયમ લીધેલ છે. તેથી અમે રાત્રિભેજન નહિ. કરીએ. માટે હમણાં જે હોય તે અમને ખાવા આપો.” માતા બેલી: “અત્યારે કાંઈ ખાવાનું નથી. રાતે રંધાશે ત્યારે તમારા પિતા સાથે ખાજે.” “પણ માડી ! રાત્રે અમે શી. રીતે ખાઈએ ?” આમ, માતા સાથે પત્ર બોલતા હતા. તેવામાં તેમના પિતા આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા
અરે! ઘરાકી વખતે કેમ દુકાન બંધ કરીને અહીં આવતા રહ્યા ? શું બનેને એક સાથે જ આવવાની ઈચ્છા થઈ? ત્યારે તે બન્ને પુત્રોએ પોતાના પિતાને વનખંડની હકીકત કહી, તે સાંભળી યશોધર શ્રેષ્ઠીને પિત્તો ગયે, અને તે જેમ તેમ બબડવા લાગ્ય, અરેરે ! સવારના પહોરમાં આ મૂર્ખ એને કયે ધૂર્ત મળી ગયું કે આ બંનેએ વ્રત લીધું ધિકાર છે કે મારા જીવતાં આ લેકે એ મારે કુળકમ મૂક્યો ! જે આ રાત્રે ભેજન નહિ કરે તો મારે કુળધર્મ નાશ પામશે, તે નિશ્ચય છે. આ લેકો રાત્રે નહિ જમે તે હું દિવસે નહિ જમું અને ભોજન પણ રાત્રે કરાવીશ. પછી બેટમજી ક્યાં જશે? ભૂખથી મજબૂર થયેલ માનવી શું સ્વીકારતા નથી? એમ વિચારી તેણે પિતાની પત્નીને ખાનગીમાં કહ્યું કે તારે
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૯
દિવસે રાંધવું નહિ, અને ચણા જેવી વસ્તુ પણ તેને ખાવા આપવી નહિ. પતિની આજ્ઞાને વશ થયેલી તે રંભાએ અધુ" સ્વીકાર્યું":
"
પછી તે બંન્ને ભાઈ ખેાલ્યાઃ “ હે માતા ! જો અત્યારે રાંધવું ન હોય તે અમને પકવાન્ન કે ચવાણું આપે તે ખાઈ અમે દુકાને જઇએ.” ત્યારે તે ખાલી: “ અત્યારે પર્કવાન આઢિ કાંઈ ઘરમાં નથી. અને ભાજન તે રાત્રીએ જ થશે. માટે તમે તમારા પિતા સાથે રાત્રે જમજો. કુલીન પુત્ર તા તે જ કહેવાય કે જે પિતાના માને અનુસરે તે ખેલ્યા.” હે માતા ! પિતાશ્રીના સુમાને તે પુત્ર સેવે પણ આપને કૂવામાં પડતા જોઈ પુત્રા પણ કૂવામાં ઝંપલાવે ? એવામાં રભાએ ખિજાઈ ને કહ્યું. માથાફેાડ ના કરો, તમને એકવાર કહ્યુ` કે ભોજન રાત્રિએ રધાશે. અને જમવા મળશે.” માતાનાં મુખેથી આવાં વચના સાંભળી તે અન્ને ખધુએ મહાર જતા રહ્યા. અહીં શેઠ પણ રંભાને દૃઢ આગ્રહથી સમજાવે છે કે તારે રાત્રિ સિવાય કઢી રાંધવુ નહીં અને છેકરાઓને દ્વિવસે કઢી કાંઈ પણ જમવા ન આપવું.
હવે અહી રાત્રિએ ભેાજન તૈયાર થયું, અન્ને ભાઇ ઘેર આવ્યા, ત્યારે શ્રષ્ઠીએ પુત્રાને ખેલાવ્યા. એ હુંસ! એ કેશવ ! ચાલે! ભાઈ રસાઇ થઈ ગઇ છે. માટે ગરમાગરમ જમી લઈએ. ” ત્યારે તે ખેલ્યા; “ હે પિતાજી ! અમે અત્યારે ભાજન નહીં કરીએ. ” યશેાધર શેઠે અને રભા શેઠાણીએ ઘણું સમજાવ્યું પણ તેએ ન જમ્યા તે ન જ જમ્યા. બીજે દિવસે સવારમાં કુટિલ ચિત્તવાળા યશોધરે પુત્રને
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વ્યાપારના એવા કામમાં મેકલ્યા કે તે કામ કરતાં દહાડે કયાં ગયે તેની પણ તેમને ખબર ન પડી. કામ પતાવી રાત્રિએ ઘેર આવ્યા, માતાપિતાએ ઘણું સમજાવ્યું પણ તે ગંભીર પુત્રે ન જમ્યા.
આ પ્રમાણે શેઠે તેમને પાંચ દિવસ મોકલ્યા તેઓ પિતાની આજ્ઞા અને સાથે સાથે વ્રત પણ ખેદરહિત હૃદયે પાળતા રહ્યા. છઠ્ઠા દિવસે શેઠ પુત્રોને મિષ્ટ વચનેથી કહેવા લાગ્યા. “હે પુત્રે ! સુપુત્રે તે તે જ કહેવાય જે પોતાના પિતાને સુખ આપે માટે મને સુખ ઊપજે તેમ તમારે કરવું જોઈએ, તમે ભેજન શા માટે નથી કરતા? તમે ભેજન કરે તે સારું, કેમકે તમારી સાથે સાથે તમારી મા પણ ખાતી નથી. તેને પણ આજ છઠ્ઠો ઉપવાસ છે. તેના ઉપવાસને લીધે તમારી છ માસની નાની સુકુમાર શરીરવાળી બહેન પણ દૂધ વગર દુબળી થઈ ગઈ છે. હે પુત્ર! જરાક વિચાર તે કરે કે તમારી હઠથી આખું કુટુંબ કલેશમાં મૂકાયું છે. પંડિતે પણ કહે છે કે “રાત્રિના પહેલા પહેરની ચાર ઘડી સુધી જમવામાં કોઈ વાંધો નહીં. હજી તે રાત્રીની બે ઘડી પણ વ્યતિત થઈ નથી. માટે તમે ભેજન કરે. જે તમે ભેજન નહીં કરે તે તમારી માતા અને બહેન મૃત્યુ પામશે. અને તે દેષને ભાગીદાર તમે બને થશે.” ઈત્યાદિ અનેક પ્રકારના જનકનાં વચન સાંભળી સુધાની અત્યંત વેદનાને અનુભવતા મોટાભાઈ હંસે નાનાભાઈ કેશવ સામે જોયું.
ત્યારે કેશવને જણાયું કે નિશ્ચય મારે ભાઈ સત્યથી ડગશે, એટલે કેશવ બોલ્યઃ “હે તાત! જેમ મને સુખ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ચશે તેમ હું કરીશ. પુત્રનું માતા પર વાત્સલ્ય ત્યારે જ પ્રગટે કે જ્યારે પુત્ર વડે માતા ધર્મમાં જોડાય. રાત્રિ થવાને અંતમુહૂત દિવસ બાકી હોય ને ભોજન કરીએ તાપણુ વષણુ લાગે છે. ત્યારે હમણાં તે અધકારમય રાત્રિ જ દેખાય છે. માટે હું તાત ! તમારે મને ઘડી ઘડી ભાજનનુ ન કહેવું. ” તે સાંભળતાં જ યશેાધરની આંખો લાલ અંગારા વરસાવતી થઈ ગઈ અને તે ઊભા થઈ ક્રોધાવેશમાં ખેલ્યા, અરે કુપુત્ર ! દુષ્ટાત્મા ! ! જો તારે મારું વચન ન માનવું હાય તા મારે તારું કાંઇ કામ નથી. ચાલ, નીકળ ઘરમાંથી, મારી દૃષ્ટિથી દૂર જા. પિતાના વચન સાંભળતાં જ કેશવ જેમ ગુફામાંથી કેસરીસિંહ નીકળે તેમ ચાલી નીકળ્યે, તેની પાછળ હંસ પણ જવા લાગ્યા. ત્યાં યશેાધરે તેના અને હાથ પકડી મીઠી ભાષામાં કહ્યું. “હું હસ! તે તેા ખાળક છે, એ દહાડા ફરી પાછો આવશે, તુ તે માટે છું, આખા કુટુંબનેા ભાર તારે સંભાળવાના છે. તું આમ કરવેડા કરે તે કાંઈ છાજે ? હવે તેા તું ખાળક નથી.” માતાની મમતા અને પિતાના પ્રેમથી પિંજરામાં પૂરાયેલા હુસ લાચાર થઈ જમવા બેઠા.
હવે ઘેરથી નીકળી કેશવ ગામ, નગર, નદી—નાળાં, ખાણ, ઉદ્યાન, વગેરેમાં ફતા તે એક મહા અટવીમાં આવી ચડયો. ત્યાં તેણે એક યક્ષનુ મંદિર જોયું, ત્યાં ઘણા • માણસે યાત્રા કરવા આવ્યા હતાં, કોઈ યક્ષની પૂજા કરતાં હતાં, કોઈ નૈવેદ્ય ધરતાં હતાં અને કેટલાંક નાચગાનમાં મશગૂલ હતાં. કેશવે પણ વિચાર્યુ કે રાતવાસે અહી જ કરવા, એમ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨ વિચારી તે પણ ચૈત્યમાં આવ્યો. કેશવને આવતે જોઈ ખુશ થયેલા યાત્રિકે બોલ્યા, “હે મુસાફર! તું ભજન કરી અમને કૃતાર્થ કર.. આજે અમારે યક્ષવ્રતનું પારણું છે. માટે તું પહેલું ભોજન કર. પછી અમે પણ પારણું કરશું. અતિથિને પહેલું ભોજન કરાવવાથી અમને મેટું પુણ્ય પ્રાપ્ત થશે, અમે સર્વ પ્રકારની સામગ્રી તૈયાર કરીને અતિથિના આગમનની રાહ જોઈને જ બેઠા હતા એટલામાં અમારા પુણ્યગે તું અહીં આવી પહોંચે.” યાત્રિના આવા વચને સાંભળી કેશવ બોલ્યા, “હે યાત્રિકે ! આ તમારું દુનિયાથી ઉધું કયું વ્રત છે કે તમે રાતે પારણું કરે છે?” તેઓ બોલ્યાઃ
હે પથિક ! આ માણવ, યક્ષનું ચંત્ય છે. આ યક્ષને પ્રભાવ જગજજનને આનંદાયક તેમજ મહામંગલકારી છે. આજે યક્ષને યાત્રા દિવસ છે. આજના દિવસે જે પુરુષ પૂજાદિ, કરી તે કઈ અતિથિને ભેજન કરાવી પછી પારણું કરે તેને મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે તે પુરુષ! પહેલાં તું ભેજન કર પછી અમે પણ કરશું.” તે સાંભળી કેશવ
ત્યેઃ “અરે યાત્રીઓ ! હું રાત્રે ભેજન નથી કરતે, રાતે ભજન કરવું એ ઉચિત કથી. હે યાત્રિકે ! આવા ઉત્તમ. દિવસે ઉપવાસ કરવાથી મહાપુણ્યને સંચય થાય છે. અને રાત્રે ભજન કરવાથી પર્વત સમાન મહાપાપ બંધાય છે. તે ત્રત જ ન કહેવાય કે જેમાં રાતે પારણું કરવામાં આવે. જે મનુષ્ય દિવસે અપવાસ કરે અને રાતે પારણું કરે તે. દુર્ગતિને પ્રાપ્ત કરે છે.” તે સાંભળી યાત્રિકે બોલ્યા “હે, સપુરુષ ! આ યક્ષની આવી જ વિધિ છે. માટે તારે કઈ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૩ શાસ્ત્ર વિચાર કરવો ન જોઈએ.” આમ કહી બધા યાત્રિકેટ તેને પગે લાગ્યા, પણ કેશવે તેમનું વચન ન માન્યું. A અહીં યક્ષની મૂર્તિમાંથી એક ભયંકર મહાકાય પ્રચંડ પુરુષ હાથમાં ખડ્ઝ લઈને નીકળે અને કેશવને કહેવા લાગે “હે દુષ્ટાત્મા! તું મારા ધર્મને શા માટે દૂષિત કરે છે? અને મારા ભક્ત યાત્રિકોનું શા માટે અપમાન કરે છે? હે. દુષ્ટ ! તું જલદી ભજન કરવું નહીં તો આ તલવારથી તારા મસ્તકના ચૂરેચૂરા કરી નાખીશ.” યક્ષના આવાં વચન સાંભળી કેશવ કહેવા લાગ્યું, “હે યક્ષ ! મને તું શા માટે ક્ષોભ પમાડે છે? મને મૃત્યુનો ભય નથી કારણ કે જ્યાં મરણ નકકી છે, ત્યાં ભયનું કઈ પ્રજન નથી. પણ ગુરુ સમક્ષ લીધેલા વ્રતને પ્રાણાંતે પણ હું ખંડિત નહીં કરું.” તે સાંભળી, યક્ષે પિતાના સેવકોને કહ્યું કે હે ભ, જાઓ અને આ પાખંડીના ગુરુને અહી લઈ આવે જેથી તે આને ભેજન કરાવે. સેવકે. જલદી દેડી ગયા, અને માયાથી કૃત્રિમ ધમષ નામના ગુરુને બાંધી ત્યાં લાવ્યા, કેશવે પણ મુનિને વિલાપ કરતા. જોયાં, તે કૃત્રિમ ગુરુને યક્ષ કહે છે, “હે મુનિ ! તારા શિષ્યને ભેજન કરાવ, નહિ તે તને પણ યમપૂરી મોકલી આપીશ.” તે સાંભળી મુનિ કહેવા લાગ્યા; “હે કેશવ! દેવગુરુ અને ધર્મના કાર્યમાં ધર્માત્મા પુરુષ અકાર્ય પણ કરે છે માટે તું અત્યારે ભેજન કર, નહીં તે આ લેકો મને મારી નાખશે.” તે સાંભળી કેશવ બોલ્યા, “સાંભળો” જે મારા ગુરુ રાત્રિભૂજનનો નિયમ આપે છે, વીતરાગથી નિર્ણત ધર્મ કહે છે તે શું મૃત્યુના ભયથી પાપનો ઉપદેશ આપે? માટે
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪ જરૂર તું મારે ગુરુ નથી, પરંતુ આ માયાવી યક્ષનો જ -બધે પ્રપંચ છે.” તે સાંભળી યક્ષ બે , “અરે દુષ્ટ ! તું જલદી ભજન નહીં કરે તે તારા ગુરુને હતું ન હતું. કરી નાખીશ” કેશવ બે અરે માયાવી ! આ મારે ગુરુ નથી, મારા ગુરુ તે પાંચ મહાવ્રતધારી, ષકાય છની રક્ષા કરનારા, અને જગજજીવને સાચે માર્ગ દેખાડનારા, એવા શું તારા વશમાં આવે ખરા ? અરે ! તેમના સામે પણ જેવા તું સમર્થ નથી. ત્યારે તે મુનિ બલ્યા, હે કેશવ! હું તેજ તારે ગુરુ છું માટે રાત્રિભેજન કરી તું મને બચાવ. આમ અનેક પ્રકારે વિલાપ કરતા મુનિના માથા પર યક્ષે એક મુઠ્ઠલ માર્યું, તેથી પ્રાણ રહિત થઈ મુનિ પૃથ્વી પર પડયા, તે પણ દઢ ચિત્તવાળે કેશવ શંકરહિત રહ્યો. ત્યારે યક્ષ કેશવ સામે મુગલ ઉપાડી બોલ્યા, “હે મુસાફર ! જે હજી પણ તું ભોજન કરે તે તારા ગુરુને હું જીવતે કરી, ધનધાન્ય આદિથી પ્રચુર એવી નગરી તને આપીશ. અને જે મારું કહેવું નહીં કરે તે આ મુગ્દલથી તને મરણને શરણ કરીશ.” ખડખડાટ હસતે પુણ્યાત્મા કેશવ બે હે યક્ષ ! આ તે મારે ગુરુ નથી, પણ જો તું મરેલાને જીવતે કરી શકે છે તે તારા ભક્તો કે જે પહેલાં મરી ગયા તેને જ કેમ જીવતાં નથી કરતો? મારે તારું રાજ્ય નથી જોઈતું. તે તારા સેવકને જ મુબારક છે. આગળ-પાછળ મરવાનું છે માટે મને મરણની બીક જ નથી.” કેશવના આવાં વચન સાંભળી યક્ષ તેના પર પ્રસન્ન થઈ મુગ્દલ આઘું ફેંકી દઈ તેને ભેટી પડ્યો, અને બે, “હે કેશવ! હું તારી ધર્મદઢતા જોઈ સંતુષ્ટ થયે છું. હે કેશવ! મરેલા પ્રાણીને હું કદી પણ જીવતે કરી
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૫
'
શકતા નથી તેમજ રાજ્ય આપવાની શક્તિ પણ મારામાં નથી. આ તારા ગુરુ નથી પણ મારી રચેલી માયાજાળ છે. કેવળ આનાથી જ મેં તારી પરીક્ષા કરી હતી. ” એમ કહી. યક્ષ અદૃશ્ય થઈ ગયા. અત્યંત વિસ્મય પામેલા, યાત્રીગણ : કેશવ પાસે આવ્યો, અને ધન્યવાદ આપી તેની હકીકત પૂછી. સાત દિવસના ઉપવાસી જાણી, કહ્યું, “હે મહાભાગ ! સાત. ઉપવાસથી તું ખિન્ન થઈ ગયા છે, માટે અમે પણ કાલ સવારે તારી સાથે જ પારણું કરશું. એમ કહી સૂવા માટે તેને એક. શય્યા આપી, તેના પર કેશવ સૂઈ ગયા. યાત્રિક લેાક પણ તેને દૃઢ પ્રતિજ્ઞાવાળાં જાણી, વખાણ કરતાં સહું સહુની પથારીમાં સૂતાં કેશવ ઘેરનિદ્રામાં સૂતા હતા ત્યાં યક્ષ પ્રત્યક્ષ થઇ કેશવને જગાડવા લાગ્યા; “ હે કેશવ! નિશા ગઈ, સૂર્ય ઉદ્ભય પામ્યા છે, માટે શય્યા છેડી સાવધાન થા. સાંભળી કેશવ જ્યાં આંખ ઉઘાડી જોવે છે ત્યાં તેણે ચારેબાજુ પ્રકાશ જોયા, નભમંડળ પર સૂર્યને જોઈ વિચારે છે, હું રાજ તા સૂર્યોદય પહેલાં જાગી જઉં છું; પણ આજ તા હજી સુધી આંખમાંથી ઉંઘ ઊડતી નથી, માટે નિશ્ચય હજી સૂર્ય ઉદય પામ્યા નથી. આ પ્રમાણે શંકાશીલ કેશવને જોઇ યક્ષ એક્લ્યા, “ હે કેશવ ! વિસ્મય મૂકીને પ્રાતઃક્રિયા કરી પારણુ કર. ” કેશવ બાલ્યા, હે યક્ષરાજ ! તું મને શા માટે છેતરે છે? હજી તેા ઘણી રાત છે, કેવળ તારી માયાથી જ દિવસ દેખાય છે. એટલામાં તે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અને હે કેશવ! “ વિજય પામ, વિજય પામ,” એમ આકાશવાણી થઈ, તરત જ એક દિવ્ય રૂપધારી દેવ પ્રગટ થયા. વિસ્મય. પામેલેા કેશવ ચારે તરફ જોવા લાગ્યેા ત્યાં ન હતા યક્ષ કે ન. હેતું મદિર અને યાત્રિકા પણ ગાયબ થઈ ગયા હતા.
” આ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ત્યાર પછી તે દેવ બોલ્યા “ હે કેશવ ! પુણ્યવાનોની વચમાં તું જ એક રત્નરૂપ શ્રેષ્ઠ પુરુષ છે. તારા જેવાના જ જન્મથી પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. એ દિવસ પહેલાં સુરેન્દ્ર દેવસભામાં તારી પ્રશ'સા કરી હતી કે યશેાધર શ્રેષ્ઠીનો તારુણ્ય વિશિષ્ટ દેહવાળો, અત્યંત પવિત્ર આત્મવાળા, કેશવને તેના રાત્રિભોજન વ્રતથી વિચલિત કરવા કોઈ સમથ નથી. કેશવ તે વ્રતમાં મેરુ શિખરની જેમ દૃઢ વિશ્વાસવાળા છે તે સાંભળી સર્વ દેવાએ તેમની હામાં હા કરી. પણ વિહ્નસુર નામના દેવે વિચાર્યું કે . ઈન્દ્રમહારાજા જે કહે છે. તે અસત્ય છે, કારણ કે મનુષ્યમાં આવી દૃઢતા કથાંથી આવે ? તેથી જ મે અહીં આવી યક્ષગૃહ અને યાત્રિકા બનાવી તારી પરીક્ષા કરી, પણ તારા ચિત્તને વિચલિત કરવામાં હું જરાએ સમથ ન થયા, માટે તું ખરેખર ધન્ય છે, કૃતપુણ્ય છે, હે મહાભાગ મે તારા અપરાધ કર્યા છે, તેને તુ પ્રસન્ન થઈ ક્ષમા કર.... હું ભાઈ, દેવનુ દન વ્યર્થ થતું નથી. માટે તું કાઈ પણુ વરદાન માગ કેશવ ખેલ્યા, “ હે દેવ ! તારા દર્શનથી મને અધુ પ્રાપ્ત થઈ ગયું છે. મારે કાંઈ જોઈતું નથી હું સૌમ્ય ! તું ન માગે તો કાંઈ નહીં, પણ આજથી તારાં ચરણ પ્રક્ષાલિત પાણીના છાંટવાથી રાગી પુરુષ, નિરોગી થશે; તું અભિલાષિક થઈ મનમાં જે જે કામના કરીશ તે તે તરત પૂર્ણ થશે. પુણ્યવાને માટે કાંઈ અસાધ્ય નથી,” એમ કહી દેવ તેને એક નગર પાસે મૂકી ચાલ્યા ગયા. અહીં કેશવ પ્રાતઃ કાળમાં ઊડીને સુસજ્જ રસ્તા, ગલીઆ, ભવ્ય મદિરા અને મનમેાહક ઉદ્યાનાથી વિભૂષિત એક નગર નુએ છે. તે પ્રાતઃકાર્ય કરીને નગરમાં જવા ઊપડે છે, તેવામાં રસ્તામાં તેણે
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મસૂરિ નામના આચાર્યને ધર્મોપદેશ આપતા જોયા. કેશવ તેમની પાસે જઈ ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરીને. ચચિત સ્થાને બેઠે. અહિંસાકેતનગરીને રાજા ધનંજય ગુરુવંદન. કરવા માટે ત્યાં આવ્ય, વંદન કરી ધર્મ સાંભળવા બેઠે. દેશના સમાપ્ત થયા પછી રાજાએ ગુરુને પૂછ્યું, “હે ભગવન! જરા રૂપ રાક્ષસી આવી પહોંચી છે. તેથી મારું શરીર પરાભૂત છે. આ દુનિયા મને ચારે બાજુથી ખાવા દોડતી હોય તેવી લાગે છે. પ્રવજ્યા લેવા ઘણા દિવસથી અભિલાષા છે. પણ શું કરું? પુત્ર વિના રાજ્ય કેને સંપું? આ ચિંતાથી હું ઘણે દુઃખી છું, પણ હે પુજ્યવર! ગઈ રાતે હું સુખપૂર્વક શય્યામાં સૂતો હતો ત્યારે એક દિવ્ય પુરુષે મને કહ્યું હે રાજન ! તું ચિંતા ન કર, પ્રાતઃકાળમાં તું ગુરુવંદન કરવા માટે જજે. ત્યાં ગુરુ સમીપે જે પુરુષ દષ્ટિપથ થાય તેને રાજ્ય આપી સુખપૂર્વક દીક્ષા લેજે. આમ કહી તે પુરુષ અદશ્ય થયે, હું પણ ત્યારબાદ જાગી નિત્યકર્મ કરી આપની પાસે આવ્યો છું. હે પ્રભુ! કાંઈ સમજાતું નથી કે મારે હવે શું કરવું હવે તો આપ જ રસ્તે બતાવે.” ત્યારે સૂરીશ્વરે કેશવની વહુનદેવે કરેલી પરીક્ષા સહિત સંપૂર્ણ રાત્રિભોજન વ્રતનું વૃતાન્ત રાજાને સંભળાવ્યું, અને કીધું કે આ રહ્યો તે કેશવ. ગુરુએ બતાવેલા કેશવને જોઈ હર્ષિત થયેલ રાજાફરીથી ગુરુને પૂછે છે, હે ભગવન્! રાત્રિએ મને પૂર્વોક્ત વૃત્તાન્ત કેણે કહ્યું. ગુરુએ કહ્યું હે રાજન ! જે દેવતાએ કેશવની પરીક્ષા કરેલી, તેણે જ ખુશ થઈ તને કહ્યું છે, તે સાંભળી અત્યંત પ્રસન્ન થયેલું. રાજા કેશવને રાજહસ્તિ પર આરૂઢ કરી બહુ ધામધૂમથી પિતાની સાથે રાજ
Page #151
--------------------------------------------------------------------------
________________
આવી શુભ ચ, છાએ કેશવને
૧૨૮ મહેલમાં લાવ્ય, શુભમુહૂર્ત અને શુભ દિવસે રાજાએ કેશવને રાજ્યાભિષેક કરી પિતાના સ્થાને સ્થાપે, પછી પોતે મહે
ત્સવપૂર્વક ગુરુ પાસે આવી શુભ ભાવનાથી પ્રવજ્યા સ્વીકારી. કેશવ પણ ગુરુ તથા રાજર્ષિ (નવદીક્ષિત) ને વંદન કરી નગરમાં પાછો આવ્યો. ત્યાં જિનેશ્વરેના બિંબની પૂજા કરી, દીનદુઃખીઓને દાન આપી, પછી પોતે પારણું કર્યું, અને સુખપૂર્વક રાજ્ય પાળવા લાગ્યું. ધીરે ધીરે તેણે પિતાના બાહુબલથી ઘણા દેશે જીત્યા. તેના બળ અને ચતુરાઈની. પ્રશંસા ચારે બાજુ થવા લાગી. તે પ્રજાને પુત્રની પેઠે પાળતે.. પિતાના કુટુંબને સંભાળતો રાજ્ય કરવા લાગ્યા.
એક દિવસ કેશવ રાજા ગવાક્ષમાં બેઠે હતો તેવામાં તેણે પિતાના પિતાને કફોડી હાલતમાં જોયા. અત્યંત મલિન વસ્ત્રોથી આવૃત, થાકેલા દરિદ્રની જેમ આમતેમ ભટકતાં, અને ચિંતાથી વ્યગ્રચિત્તવાળા પિતાને જોઈ કેશવ મહેલ મૂકી શીધ્ર પિતા પાસે આવી પગે પડ્યો. આ જોઈ નગર નિવાસી બહુ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા; અદ્ભૂત આશ્ચર્ય ! આવી ઉત્તમ પ્રકારની સંપત્તિથી વિભૂષિત રાજાને પિતા આ દરિદ્ર કેમ સંભવે ? એટલામાં રાજાએ પૂછયું, “હે. તાત! આપની આવી અવસ્થા શાથી થઈ! અઢળક સંપત્તિના સ્વામી તમે આજ દરિદ્ર શી રીતે થયા? યશેરને ઘણું દિવસે પછી પુત્રને સંયોગ થયો. એમાં પણ કંગાલ અવસ્થામાં નહીં પણ એક રાજાધિરાજના હોદ્દા પર તેને જોઈ યશોધરની આંખમાંથી હર્ષાશ્રુની ધારા પડવા લાગી.
શેઠ બોલ્યા, “હે પુત્ર! તારા ગયા પછી રાત્રે મેં હંસને ભજન કરવા બેસાડ્યો, તેણે ડું ખાધું હશે ત્યાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૯
તે પૃથ્વી પર ઢળી પડ્યો. તે જોઈ અમે ગભરાઈ ગયાં, અને દીપક લઈ જેવું ઉપર જોયું ત્યાં એક ભયંકર ભુજગ જીભને લપકારા કરતા બેઠા હતા. તેના મુખમાંથી જ ભેજનમાં વિષ પડેલું, તેથી હંસ બેભાન થઈ ગયેલું. અમે બધાએ દુઃખી થઈ વિચાર્યું કેશવ ખરેખર ધન્ય છે. જે વ્રત વિષયમાં નિશ્ચળ રહ્યો.
અહીં અમારા બૂમબરાડા સાંભળી આજુબાજુના માણસો એકત્રિત થઈ ગયાં અને હંસને ઉપચાર કરવા લાગ્યા, પરંતુ તેથી તેને કોઈ ફાયદો ન થયું. ત્યારપછી એક વિષવૈદ્યને બેલા, તેણે પણ કહ્યું કે આ વિષના સંપર્કથી આના અંગેઅંગ ગળી જશે અને આ એક મહિનાથી વધારે જીવી પણ નહિ શકે. વૈદ્યનાં વચન સાંભળીને હું તને શોધવા નીકળી પડ્યો છું. મેં તને અનેક જગ્યાએ શેળે. પણું તારે કયાંય પત્તો લાગ્યું નહીં. પણ આજે પુણ્યબળથી તું મને મળી ગયે. હે પુત્ર ! મને ઘેરથી નીકળ્યા આજ એક મહિને થયો છે. માટે તારે મેટોભાઈ આજે મરી ગયો હશે અથવા મરવાની અણી પર હશે.
કેશવ નરેશ વિચારે છે–મારો ભાઈ અહીંથી સે જન દૂર છે. તેથી આજે જ જવામાં સમર્થ શી રીતે થઈશ ? એમ વિચારે છે ત્યાં તે પિતા સાથે પોતાને પોતાના ભાઈ પાસે ઊભેલે . તે સમયે હંસના શરીરમાંથી અત્યંત દુધ નીકળતી હતી, તેનાં બધાં અંગ ગળી રહ્યાં હતાં.
આ પ્રમાણે અત્યંત દુઃખી અવરુદ્ધ વચનવાળા ભાઈને જેઈને ચિન્તાવ્યગ્ર કેશવ હૃદયમાં દુઃખ ધારણ કરતે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦ વ્યાધિ નિવારવાના ઉપાય શોધવા લાગે, તેવામાં તેની પાસે વહિનસુરે આવી કહ્યું. “હે રાજન ! તું ચિંતા શા માટે કરે છે? અવધિજ્ઞાનથી તારો અભિપ્રાય જાણી, તને તારા પિતા સાથે હું અહીં લાવ્યો છું. પૂર્વે મેં જે વરદાન આપેલું તે શું તું ભૂલી ગયે ? એમ કહી દેવ સ્વર્ગમાં જતો રહ્યો.
અહીં ખુશી થયેલા કેશવે પિતાના પગના અંગુષ્ઠ જલથી હંસના અંગનું સીંચન કર્યું, તે જ વખતે હંસ વ્યાધિમુક્ત થયે. તેના અંગોપાંગ સુંદર અને સ્વસ્થ થઈ જવાથી તે અત્યન્ત રૂપવાન થઈ ગયે, તે જોઈ સ્વજનવર્ગ મહોત્સવ કરવા લાગ્યા.
આ પ્રમાણે કેશવને મહિમા જાણું નગરના બધા રોગી આવી ઔષધિની પ્રાર્થના કરવા લાગ્યા. કેશવરાજાએ પગના અંગુષ્ઠજળથી બધાને સાજા કર્યા. આમ કેશવરાજાને મહિમા દેશ વિદેશમાં ગવાયે, પછી રાજા પરિવાર સાથે પોતાના રાજ્યમાં આવ્યું, ત્યાંના નિવાસીઓએ પણ અંગુષ્ઠ પ્રક્ષાલન જળને સુવર્ણકળશમાં રાખી નિધાનની માફક પોતપોતાના ઘરમાં રાખ્યું.
તે રાજાએ પોતાના દેશમાં પડહ વગડાવી, રાત્રિભોજનને પ્રતિષેધ કર્યો. લકે પણ રાજાના પ્રભાવને જોઈ રાત્રિભજન નિયમને પાળવા લાગ્યા, આમ કેશવરાજા ઘણું કાળથી રાજ્ય કરતે સુખે પ્રજાપાલન કરતે આલેક–પરલોકમાં પણ સુખી થયે.
છે ઇતિ હંસ કેશવ કથા સમાપ્ત છે
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૧
માટે હે ભવ્યલેકે ! હંસની વિપત્તિ અને કેશવની સંપત્તિ જાણી રાત્રિભેજનવ્રતને અંગીકાર કરે. તે સાંભળી આણંદ ગાથાપતિએ રાત્રિભોજન વિરમણવ્રત ગ્રહણ કર્યું. (યદ્યપિ આ રાત્રિભેજન વ્રત ભેગે પગમાં સમાઈ જાય છે, છતાં લોકોમાં બહુ પ્રસિદ્ધ હેવાથી જુદું કહ્યું છે.)
હવે આણંદના સામે પ્રભુ ત્રણ ગુણવ્રતને કહે છે. પહેલું દિગ્વિરમણ નામનું વ્રત શ્રાવકે પાળવું જોઈએ; અન્યથા ત્રસ અને સ્થાવર જનું વિમર્દન થાય છે જે શ્રાવકે આ વ્રતને ગ્રહણ કરતા નથી તેઓ તપ્ત લેહપિંડની માફકે જના ઘાતક થાય છે. જે પુણ્યવાન પ્રાણી આ દિગ્વિરતિ વ્રતને સ્વીકારે છે તે ત્રણભુવન સુધી ફેલાયેલા પિતાના લેભસમુદ્રનું નિવારણ કરે છે, કારણ કે લેભ રૂપી સમુદ્ર વિવિધ કલ્પના કરવાથી પ્રસરે છે, તે આખા જગતને દબાવે-કારણ કે, જે લેભને વશ થાય છે તેને ત્રણ લેકની સંપત્તિ અને ઈન્દ્ર, ચકવર્તી, વિદ્યાધર તેમજ પાતાળપતિ નાગેન્દ્રનું સ્થાન મેળવવાના મરથ થાય છે, એવા લેભરૂપી સમુદ્રની ખલના તેજ કરી શકે કે જેણે આ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું હોય. આ વ્રતને પાળનારા પ્રાણ ઉભય લેકમાં સુખસંપત્તિ પામે છે, અને જે આ વ્રતનું પાલન નથી કરતા તેઓ ચારુદત્તની માર્ક દુઃખી થાય છે. તે સાંભળી આણંદ શ્રાવકે પૂછયું છે ભગવનતે ચારુદત્ત કેણ હતા ? તે શી રીતે દુઃખી થયે?? તે મુજ પર કૃપા કરી કહે. પ્રભુ કહે છે કે–હે આણંદ સાંભળ:–
Page #155
--------------------------------------------------------------------------
________________
ચારુદત્તની કથા
આ ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી છે, ત્યાં ભાન નામને વણિક વાસ કરતા હતા. તેને રૂપ, ગુણ, શીલસંપન્ન સુભદ્રા નામની પત્ની હતી. તે વણિક, ધર્મકાર્ય સાથે મનુચિત ભેગ ભેગવતે હતે.
કેમે કરીને એ શ્રેષ્ઠીને શુભ મુહૂર્ત યુક્ત શુભવાસરે એક પુત્રને જન્મ થયે, તેને જન્મત્સવ કર્યા બાદ અગિયારમે દિવસે સ્વજન-સંબંધીઓને ભોજન કરાવી તેનું નામ ચારુદત્ત રાખ્યું, ક્રમશઃ તે માતાપિતાના કમળ કરમાં ઉછરતો વૃદ્ધિ પામ્ય બધી કળામાં નિપુણ થઈ ધર્મશાસ્ત્રનો વિશેષ જાણકાર થયે; અનુક્રમે તે યુવાવસ્થાને પામે. ભવે ભાનુશ્રેષ્ટીએ સૌન્દર્યની પ્રતિમા જેવી સર્વ કળાને જાણકાર મૃગનયની મૃગાવતી (ભાનુશ્રેષ્ઠીના મામાની પુત્રી) જોડે ચારુદત્તના લગ્ન કરાવ્યાં, પણ શાસ્ત્રરસમાં મગ્ન રહેનાર ચારુદત્તને તેને સંગમ પિશાચિણી જેવું લાગત. રાત્રે મૃગાવતી શયનગૃહમાં દીપ પ્રદીપ્ત કરતી ત્યારે ચારુદત્ત ત્યાં પુસ્તક જ વાંચતો. આ વાતની ખબર તેના માતા-પિતાને પડી. દંપતીને આ વ્યવહાર જાણું તેઓને અત્યંત દુઃખ થયું, માતા-પિતા પરસ્પર
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ખેલે છે કે જે પુરુષો ગૃહસ્થાચિત વ્યવહાર વગર મૂઢની માફક કેવળ શાસ્ત્રાભ્યાસ જ કર્યા કરે છે તે નિશ્ચય શિંગડા વગરના પશુ સમાન છે, આ પુત્ર વિવાહિત હાવા છતાં સંસારના સ્વરૂપને કાંઈ જાણતા જ નથી, સ‘સાર સ્વરૂપની સમજ વગર સંતાન શી રીતે થશે ? આમના સંસાર શી રીતે ચાલશે ? તેથી કાઈ એવા વિચાર કરવા જોઇએ કે જેથી તે આ સંસાર સ્વરૂપ જાણવામાં ચતુર થાય.
શ્રેષ્ઠી મેલ્યા : “ જો આને વેશ્યાના સંગ થાય તા નિશ્ચય આ શાસ્ત્રના રસને મૂકી, વિષયવાસનામાં નિપુણ થશે.” આમ વિચારી ચારુદત્તને સંતસેના નામની વેશ્યાને ત્યાં મૂકયા, જેનુ' દૈવ પ્રતિકૂળ થાય તે શું શું અકાર્ય ન કરે ? દૈવ પણ કાંઈ કાઇને થપ્પડ મારતા નથી, પણ દુર્બુદ્ધિ જ આપે છે. તેથી તે દરિદ્રતાને પામે છે, કહ્યું છે કે:
विही रुट्ठो जह माणसां नाउं घालइ कूए । कां वेश्याघरे पाठवे कां रमावे जूए ॥१॥
અર્થ :—મનુષ્ય પર જ્યારે વિધાતા રિસાય છે. ત્યારે તે મનુષ્યને કૂવામાં પાડે કે વેશ્યાને ઘરે મોકલે; અથવા તે
જુગાર રમાડે.
પછી વસતસેનાએ ચારુદતને સ`ભાગની બધી કળાઆમાં નિપુણ બનાવ્યો, તેથી તે પણ કૃતઘ્નની જેમ વેશ્યામાં એવા આસક્ત થયા કે ક્ષણવાર પણ તેનાથી છૂટા ન પડતા, કારણ કે જે કામદેવને પ્રિય મિત્ર છે, જે શગારવૃક્ષને મેઘ રૂપ છે, જે ફેલાતા ક્રીડારસના પ્રવાહ છે, જે ચતુરાઈપી
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪ મુક્તાફળને સમુદ્ર છે, જે સ્ત્રીના ચક્ષુરૂપી ચકોર પક્ષીને પૂર્ણિમાના ચંદ્રરૂપ છે. અને જે સૌભાગ્યની લક્ષ્મીને ભંડાર છે એવું નવયૌવન પ્રાપ્ત થતાં માનવી મદનના મદમાં મસ્ત રહે છે, પરંતુ જેને વિકાર થતું નથી તે પુરુષને જ ધન્ય છે.
અહીં વેશ્યાના ઘરમાં રહેલે ચારુદત્ત તેના પિતા પાસેથી જેમ જેમ દ્રવ્ય મંગાવે છે તેમ તેમ તેના પિતા એકલી આપે છે. આમ મોહને વશ થયેલા શ્રેષ્ઠીને પુત્ર માટે દ્રવ્યને વ્યય કરતાં બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. તે બાર વર્ષ દરમ્યાન સેળ કોડ પરિમિત દ્રવ્યને વ્યય થયે. કેમે કરીને એ શ્રેષ્ઠી નિધન થઈ ગયે, તેણે પિતાના નોકરને વેશ્યાને ઘરે ચારુદત્તને બોલાવા મોકલ્ય, પણ ચારુદત્ત વેશ્યામાં અત્યંત લીન હોવાથી તેણે પિતાની વાત પર ધ્યાન ન આપ્યું, કેમકે વેશ્યા તે તેને પ્રાણપ્રિય હતી, પ્રાણ વગર શરીર શી રીતે ચાલે ? આથી તેના માતાપિતાને ઘણું દુઃખ થયું, તેઓ બોલવા લાગ્યા, “અરેરે ! હાથનાં કર્યા હૈયે વાગ્યાં.” ધન અને પુત્ર બન્નેના વિયોગે દુર્દેવના પંજામાં સપડાયેલા ચારુદત્તના માતાપિતા તેનાથી હંમેશને માટે મેં ફેરવી જતાં રહ્યાં. (મૃત્યુ પામ્યાં).
હવે અહી વેશ્યા વિચારે છે કે જરૂર આ ભાનુપુત્ર નિધન થઈ ગયું હોય એમ લાગે છે. હવે આના ઘેરથી ધન આવે એવું લાગતું નથી માટે ચારુદત્તને કાઢી મૂકવે જગ્ય છે. સુગંધરહિત પુષ્પને, જળરહિત તળાવને અને જીવેરહિત શરીરને જેમ કોઈ સેવતું નથી. તેમ નિર્ધન પુરુષને કે સેવે ? આમ વિચારી વેશ્યાએ કહ્યું, “હે શ્રેષ્ઠીપુત્ર ! અમે તે હિંસાના પૂજારી છીએ માટે તમે જાઓ, પિસો હોય ત્યારે આવજે અમારા ઘરમાં દરિદ્ર માટે કોઈ સ્થાન નથી.”
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૫ આથી ચારુદત્ત મનમાં બબડે છે. મનોહર વૃક્ષોથી વ્યાપ્ત ખાંડવ નામના વનને બળવાન અને બાળી નાખ્યું, પવનપુત્ર હનુમાને રાવણની સુવર્ણમય લંકાને ભસ્મીભૂત કરી નાખી, અને મહાદેવે કામદેવને બાળી નાખે, પરંતુ કેને પરિતાપ ઉપજાવનાર આ દારિદ્રને કેઈએ ન બન્યું. ખરી રીતે આ જ બાળવા જેવું હતું, માટે આ મહાપુરુષોએ મેટી ભૂલ કરી છે; પુત્રરહિત પુરુષનું ઘર શન્ય હોય, ભાઈ વિગેરે બંધુઓથી રહિતની દિશાઓ શૂન્ય હાય, મૂર્ખ માણસનું હૃદય શૂન્ય હાય, પણ મારા જેવા દરિદ્રને તે સર્વ શૂન્ય ભાસે છે. આમ અનેક વિચારવમળમાં ગોથાં ખાતે ચારુદત્ત વેશ્યાનું ઘર મૂકી ચાલતો થયે.
નગરવાસીઓને પૂછતે પૂછતા તે પિતાના ઘરે આવ્યા, ત્યાં તે પિતાના ઘરની જીર્ણ અવસ્થા જેઈ વિસ્મય પામે, તેણે કઈ પુરુષને પૂછ્યું, “હે ભાઈ ! આ મકાન કેનું છે?” ત્યારે તે બોલ્યો, આ મકાન ભાનુશ્રેણીનું છે, તેમના પુત્ર ચારુદત્ત માટે તેઓએ પોતાનું બધું દ્રવ્ય ખલાસ કર્યું, તે ચારુદત્ત એક વેશ્યાને ત્યાં વસે છે, અંતસમયે ભાનુશ્રેષ્ઠીએ તેને બોલાવ્યું હતું પણ તે ત્યાંથી ન આવ્યું. તેના ન આવવાથી શેઠ-શેઠાણીને ઘણે આઘાત થયો. ચારુદત્ત બેલ્યો; “ પણ તેઓ ગયા છે કયાં?” તે પુરુષે કહ્યું, “જ્યાં વહેલું મોડું બધાને જવાનું છે ત્યાં, “શું મારા પિતા તેમજ માતુશ્રી મૃત્યુ પામ્યા ! ધિક્કાર છે મારા જેવા કુપુત્રને જેણે વેશ્યાના વ્યસનમાં પડી બધું ધન નાશ કર્યું . અને પછી તેઓના પ્રાણ પણ લીધાં આમ તે દુઃખના દરિ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬ યામાં ડુબેલે ઊભો હતે, તેટલામાં તેની પત્ની મૃગાવતી આવી. પિતાના પતિને આવેલે જોઈ તે ખુશી થઈ બોલી, “હે સ્વામિન, ! આપ ખેદ ન કરતાં ધીરજને ધારણ કરે. પદાર્થના નષ્ટ થવાથી પુરુષે શક નથી કરતા, આમ અનેક પ્રકારે પતિને સાંત્વના આપી, ઘેર લાવી સ્નાન ભોજન કરાવ્યાં, ત્યારબાદ તે સ્વસ્થ થયો ત્યારે મૃગાવતી બેલી; હે સ્વામી ! મારાં આભૂષણ વેચી તમારે વ્યાપાર કરવો જોઈએ કારણ કે લક્ષ્મી વ્યાપારમાં જ વાસ કરે છે, તે સ્વામિન ! જેમ પક્ષીઓ વૃક્ષને આશરો લે છે, જેમ નદીઓ સમુદ્રને અને યુવતી સ્ત્રીઓ પતિને આશરે લે છે તેમ સર્વ ગુણે કાંચન-ધનને આશરો લે છે. ધન જ સર્વ પુરુષાર્થનું કારણ છે.” પત્નીના નેહાળ વચને સાંભળી ખુશ થયેલા ચારુદત્ત આભૂષણે લીધાં. પછી તેણે પિતાના મામાને સાથે લઈ દરિયાઈ સફર શરૂ કરી. અફાટ સાગરના વક્ષસ્થળને ચીરતું વહાણ અનુક્રમે સીરાવ નામના નગરે આવી પહોંચ્યું. ત્યાં જઈ મામાભાણેજે થે દ્રવ્ય ખચી કપાસના ગાડાં ભર્યા અને તામ્રલિપ્તી નગરીના રસ્તે ચાલવા લાગ્યા. કમશઃ તેઓ એક અટવામાં આવી પહોંચ્યા. ત્યાં અકસ્માત આગ લાગવાથી બધું કપાસ બળી ગયું આકસિમક ભવિતવ્યતાના યોગે મામાએ વિચાર્યું કે નિશ્ચય આ ભાગ્યહીન છે. આની સાથે વ્યાપાર કરવાથી મારું ધન પણ ગયું. પર્વત પર અને જ્યાં ન જઈ શકાય એવા વિષમ સ્થાનમાં જંગલી જાનવરો સાથે ભટકવું ઉત્તમ છે, પરન્તુ સ્વર્ગમાં પણ ભાગ્યહીન પુરુષને સંગ સર્વ વિપત્તિનું કારણ બને છે એમ વિચારી ચારુદત્તને મામા તેને મૂકી
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૭
પોતાના પંથે પડ્યો, ચારુદત્ત પણ ફરતા ફરતે પ્રિયંગુનગરમાં આવી પહોંચ્યું. બીજા દિવસે સાંજે જ્યારે તે નગર જેવા નીકળે ત્યારે સુરેન્દ્રદત્ત નામના શ્રેષ્ઠીએ ચારુદત્તને ઓળખ્યો તેથી તેની પાસે જઈને બેઃ “અરે! ચારુદત્ત, તું અહીં ક્યાંથી?” ચારુદત્ત પણ પિતાના મિત્ર જાણી તેમને પ્રણામ કર્યા, અને પિતાની સર્વ હકીક્ત જણાવી, તે જાણી સુરેન્દ્રદત્તને બહુ ખેદ થયે, તેણે ચારુદત્તને ઘેર લાવી સુખપૂર્વક રાખે. અહીં ચારુદત્તને રહેતાં કેટલેક કાળ વીયે, પછી એક દિવસ કેટલાંક લેકોને વહાણ સજી પરદેશ જવાની તૈયારીવાળા જોઈ તેણે સુરેન્દ્રદત્તને પૂછયું, “પણ આ સાથે સાથે વહાણમાં બેસી દેશાંતરમાં જઉં ?” સુરેન્દ્રદત્તે કહ્યું, “તું અહીંઆ રહીને વ્યાપાર કર, પરદેશમાં જવાની શી જરૂર છે?” તે પણ તે દ્રવ્યલેભ અને દુષ્કર્મની પ્રેરણાથી પ્રહણ પર ચઢી ગયે. કમે કરી સમુદ્ર પાર કરતું પ્રવાહણ એક દ્વીપના કાંઠે ઊભું રહ્યું, ચારુદત્ત ત્યાં ઊતરી વ્યાપાર કર્યો તેથી તેને તેત્રીસ કરેડ સુવર્ણપહેરે જેટલું ધન ઉપાર્જન કર્યું. તે વિચારે છે કે તે દ્રવ્ય શું કામનું કે જેને ઉપલેગ સ્વજનની મધ્યમાં ન થાય એમ વિચારી તે પિતાની મિલકત સાથે સ્વદેશ જવા વહાણ પર ચડ્યો, પરંતુ દુષ્ટ પવનના
ગે ભદરિયે વહાણ વિરી થઈ ભાંગી ગયું, પણ આયુષ્ય બળથી તેને એક પાટિયું મળી ગયું, તેના સહારે કેટલાક દિવસ પછી તે રાજપુર નગરના કિનારે આવી પહોંચે. સમુદ્રમાં તે પ્રાણની ફિકરમાં ધન યાદ ન આવ્યું પણ અત્યારે તે ભવિતવ્યતાની નિર્ભર્સના કરવા લાગ્યા.
જંગલમાં થઈ જતો હતો તેવામાં તેને એક તેજસ્વી
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮ સંન્યાસી આવતે દેખાયે, તે આમતેમ ફરતે ચારુદત્તની પાસે આવ્યા. તેજથી દેદિપ્યમાન એવા સંન્યાસીને જોઈ તેણે નિશ્ચય કર્યો કે આ કોઈ અસામાન્ય પુરુષ છે, આની પાસે કાંઈક વિદ્યા કે કળા હશે. એમ વિચારી ચાદ તેને પ્રણામ કર્યા, સંન્યાસી બોલ્યાઃ હે વત્સ ! આમ આવ. તું શા માટે દુઃખી જે દેખાય છે? જંગમ કલ્પવૃક્ષ જે હું હયાત છું ત્યારે તારા ઘરમાં દારિદ્રશ્ય કેમ નિવાસ કરે?” તે સાંભળી ચારુદત્ત અત્યન્ત હર્ષને ધારણ કરતે બોલ્ય; હે ભગવન ! આપના દર્શનથી આજ સઘળું દારિદ્રય નષ્ટ થયું છે.” આમ કહી ચારુદત્ત તે સંન્યાસીની તન-મનથી ભક્તિ કરી, પછી તે શયતાન રૂપી સંન્યાસી બેલ્યો. “હે ચારુદત્ત તું મારી પીઠ પર બેસી જા, એટલે તારું દારિદ્રશ્ય નષ્ટ કરું.” તે સાંભળતાંજ ચારુદત્ત તેના પર સવાર થઈ ગયો. ચારુદત્તને લઈને સંન્યાસી એક અટવામાં આવ્યું. ત્યાં એક મેટો પર્વત હતું કે જેનું શિખર આકાશથી ઢંકાવાને લીધે દેખાતું ન હતું, તે પર્વતમાં એક બિલ (યરૂ) હતું. સંન્યાસીએ તેનું દ્વાર ઉઘાડ્યું. પછી બન્નેએ પ્રવેશ કર્યો, આગળ સંન્યાસી અને પાછળ ચારુદત્ત ચાલ્યા જાય છે ત્યાં એક કૃ આવ્યો તે એટલે બધે ઊંડે હતું કે તેમાં શું હતું તે દેખાતું ન હતું, વળી તે અત્યંત દુર્ગધથી ભરપૂર અને નરકાવાસ જે ભયંકર હતા. પછી સંન્યાસી બેલ્યો; “હે પુત્ર ! તું આ કૂવામાં પ્રવેશ કરી, એના રસથી આ તુંબડી ભરીને મને આપ પછી હું તને આ કૂવામાંથી બહાર કાઢીશ. સંસારમાં ઉત્તમ દેવતાઓને પણ આ રસ મળવો અતિ દુર્લભ છે, આના એક બિન્દુથી પણ ઘણું તાંબુ સોનું થઈ જાય છે. તે સાંભળી ચારુદત્ત લેભ વશ થઈ તુંબડી સાથે માંચી પર બેઠે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૯
સન્યાસીએ માંચીને દોરડા બાંધી તેને કૂવામાં ઉતાર્યાં. તે જ્યાં રસ ભરવા ગયા ત્યાં કાઇ પુરુષ ખેલ્યા; “ હું પુરુષ તું રસને અડતા નહીં. ” તે સાંભળી વિસ્મિત ચારુદત્તે કહ્યુ હું ભાનુશ્રેણીના પુત્ર સન્યાસીની આજ્ઞાથી રસ લેવા આવ્યે છું, તું મને શા માટે રાકે છે? અને તું છે કેણુ ? ” ત્યારે કૂવામાં રહેલા માણુસ બેલ્ટે; “ હે સજ્જન ! હું પોતે વિણક છુ, મધ્યસાગરમાં મારુ' પ્રવણ ભાંગી જવાથી એક પાટિયાના સહારે હું સમુદ્ર કાંઠે આવ્યા, પછી મને આ સન્યાસી લાભલાલચ આપી તારી જેમ મને પણ અહી લાવ્યેા હતા. જ્યારે હું રસની તુંબડી સાથે બહાર નીકળ્યો. ત્યારે તે દુષ્ટ રસથી ભરેલી તુંબડી લઇ દોરડી કાપી નાખી તેથી હું અહી પડ્યો છું, માટે હું મિત્ર ! તને હું કહું છું કે આ દુષ્ટાત્મા સન્યાસી મનુષ્યને લાભલાલચ આપી આ કૂવામાં ઉતારે છે. પછી રસ લઈ મનુષ્યને આ કુવામાં નાખી દે છે મારી પણ આવી દુર્દશા આ દુષ્ટ કરી છે. વળી હું ભાઇ ! આ રસનો સ્પર્શી તું ન કર. તુંબડી મને આપ તે હું તે ભરી આપું. તે સાંભળી ચારુદત્ત તુંબડી તે પુરુષને આપી. તે પુરુષે ભરીને પાછી ચારુદત્તને આપી. પછી ચારુદત્ત જોસથી સાદ પાડ્યો. હું સન્યા........સી........મે. રસ ભર્યો છે, હવે મને બહાર કાઢો........ત્યારે સન્યાસી આવ્યે તું પહેલાં મને તુંબડી આપ પછી હું તને બહાર કાઢીશ. ચારુદત્ત બેાલ્યા, ના, તું મને તુંબડી સાથે બહાર કાઢ, ત્યારે અત્યંત ક્રેાધિત થયેલ સન્યાસીએ માંચી ખેંચીને તુંબડી સાથે ચારુદત્તને કૂવામાં ફૂંકા પણ પુણ્યયેાગે તે મેખલા પર પડેલા વિચારે છે કે પહેલાં તે મારું સઘળું દ્રવ્ય નાશ પામ્યું, બીજું મારા માતા– પિતાનું મરણ થયું ત્રીજું, પ્રવણ ભાંગ્યું અને ચોથીવાર
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦
તે પ્રાણ, પીંજર મૂકી ઊડવાની તૈયારીમાં છે. હાય ! હાય ! - હવે શું કરું? પણ પછી બુદ્ધિ સૂઝવાથી તે અંજલિ જોડી પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવા લાગ્યું, અને ધર્મ ધારણ કરી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભજનનું પ્રત્યાખ્યાન કર્યું, ત્રણ પ્રકારના પ્રમાદને વજી ચારે પ્રકારના આહારને ત્યજી અને સાગારી અનશન સ્વીકાર્યું, પછી આત્માને સમાધિમાં સ્થાપી, ચતુર્વિધ શરણ લીધા કે મારે જિનેશ્વર, સિદ્ધ સાધુ, અને કેવળી પ્રરૂપિત ધર્મ જ શિરણ થાઓ. માતપિતા, ભાર્યા ભગિની, પુત્ર કન્યાદિ અત્યંત
સ્નેહવાળું કુટુંબ પણ મૃત્યુના મુખમાં પહોંચેલાની રક્ષા માટે કાંઈ કામ નથી આવતું. તે જ ધન્ય તથા કૃતપુણ્ય છે કે જે તૃણની માફક ચંચળ લક્ષ્મીને ત્યાગી સંસારથી છૂટી ગયા છે, અર્થાત્ જેણે અવ્યાબાધ આનંદ આપનાર ચારિત્ર્ય લીધું છે. મારા જેવા લેભાંધ દ્રવ્યની ઈચ્છાથી નિશ્ચય આવી જ અવસ્થા પ્રાપ્ત કરે છે, ચારુદત્તને આવી સ્થિતિમાં જોઈ કૂવામાં પડેલે દયાળુ પુરુષ બે , “હે સાધમિક બંધુ! તું ખેદ ન કર. ઈન્દ્ર પણ પૂર્વકૃત કર્મને ટાળવા સમર્થ નથી. મનુષ્ય પૂર્વકૃત કર્મના પ્રસાદથી જ દુઃખ અને સુખ પામે છે. હે ભાઈ, હું તને એક ઉપાય બતાવું છું તે તું સાંભળ, દર ત્રીજા કદિવસે અહીં રસ પીવા માટે એક ઘ આવે છે. આ સિવાય તારા માટે જીવવાને એક ઉપાય નથી.” પિતાના જીવનના ઉપાયને સાંભળી ચારુદત્ત ઘણે ખુશ થયે, હવે તેને ખાત્રી થઈ કે પિતે જીવતો બહાર નીકળી શકશે. અહીં પૂર્વ પતિત પુરુષ પંચપરમેષ્ટિને ધ્યાતો શરીરના ગળી જવાથી મરણને શરણુ . પછી ચારુદત્ત નારકાવાસ જેવા તે કૂવામાં બહુ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪: હિમ્મતથી ત્રણ વર્ષથી કઠિન એવા ત્રણ દિવસ પૂર્ણ કર્યા... તેવામાં સરું રૂ ૨ અવાજ કરતી એક ઘે આવી અને રસ પીવાલાગી. રસપાન કરી જ્યાં પાછી વળી કે ચારુદત્ત તેની પૂંછડી પકડી લીધી, ઘ કૂવામાંથી બહાર નીકળવા લાગી ત્યારે જેમજીવ ગર્ભાવાસથી નીકળે તેમ ચારુદત્ત પણ અંગોપાંગથી છેલાતે દેજખ જેવા કૂવામાંથી બહાર નીકળે અને ઘે ની પૂછડી છોડી દીધી. એ પછી નવકાર મંત્રનું સ્મરણ કરી. આગળ ચાલ્યું ત્યાં તે એક જંગલી પાડે તેને ખાવા ધસ્ય, તે જોઈ ભયભીત થયેલે ચારુદત્ત નાસીને પર્વત પર ચડી. ગયે. તે પણ તેને રસ્તે રેકી ત્યાં નીચે જ બેસી રહ્યો.
અહીં ચારુદત્ત વિચારવા લાગે, અરેરે ! આ જીવતી. જાગતી આફત ક્યાંથી આવી ? નરક જેવા કૂવામાં ત્રણ દિવસ માંડ માંડ કાઢયા, હવે કોણ જાણે ક્યાં સુધી આ બલા. બેસી રહેશે, મેં એવાં તે શું પાપ કર્યો હશે કે ડગલે ને પગલે મેતના પડઘમ વાગે છે. એટલામાં તે એક ભયંકર અજગર કંદરામાંથી નીકળે, તે જોઈ ચારુદત્તના હાંજા ગગડી ગયા, એનું મગજ ભમવા લાગ્યું, એને કાંઈ યુક્તિ ન સૂઝી, પણ પુણ્યયોગે અજગર સીધો નીચે ઊતરી પાડાને જ સ્વાહા કરી ગયે. પછી ચારુદત્ત પર્વતથી ઊતરી વનને પાર કરી એક નગરમાં આવ્યું. ત્યાં ભાનુશ્રેષ્ઠીને મિત્ર રુદ્રદત્તકી વસતે. હતે. તે ચારૂદત્તને જોઈ પિતાની ઓળખાણ કરાવી નિજ ઘરે લઈ ગયે. ચારુદત્ત પણ ત્યાં સુખપૂર્વક કેટલાક દિવસ રહ્યો..
એક દિવસ ચારુદત્ત અને રૂદ્રદત્ત ધનના લેભથી સુવર્ણ ભૂમિ જવા ઊપડ્યા. કેમે કરી વેગવંતી નદી ઓળંગી તેઓ ઢંક
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨ દેશમાં પહોંચી ગયા. ત્યાંને રસ્તો ઘણે વિષમ હોવાથી તે લોકેએ બે મોટા બકરા ખરીદ્યા. તે પર બને સવાર થઈ પંથ કાપવા લાગ્યા. કેટલાક માઈલ ચાલ્યા પછી રુદ્રદત્ત ચારુદત્તને કહ્યું “હે ભાઈ! અહીંથી આપણે સુવર્ણભૂમિ પહોંચવા અસમર્થ છીએ માટે તું માને તે એક ઉપાય બતાવું.” ચારુદત્તના કહેવાથી તે બે અહીં ભારંડ પક્ષી મોટી સંખ્યામાં વાસ કરે છે માટે આ બકરાંઓને મારી તેના ળિયાંની મસક બનાવી આપણે અંદર બેસી જઈએ. પછી ભાખંડ પક્ષી તાજું માંસ જોઈ આપણને ઉપાડી ઊડશે, અને સુવર્ણભૂમિ પહોંચાડશે. તેથી આપણને મનવાંછિત ફળની સિદ્ધિ થાશે.”
તે સાંભળી ચારુદત્ત બોલ્યો. “હે વડીલ ! આ બકરાના પ્રતાપે આપણે વિકટ વન વટાવીને અહીં સુધી આવી પહોંચ્યા છીએ અને તમે તેને જ મારવા કહે છે. તે ઉચિત નથી. જેવી પીડા આપણને થાય છે. તેવી જ બીજાના શરીરે પણ થાય છે. માટે હે કાકા ? તમે આની હત્યા ન કરે. જેમ પ્રમાદથી વિદ્યા પ્રાપ્ત થતી નથી, કુશીલ વડે ધન મળતું
નથી, જેમ કપટ વડે મિત્રતા થતી નથી, તેમ હિંસા વડે • સને રથ ફળતા નથી. વળી હિંસા બીજા અવતારમાં પણ છે
અત્યંત દુ:ખદાયી થાય છે.” તે સાંભળી રુદ્રદત્ત બોલ્યા, “જે સાંભળ, આ બકરા આપણુ પિતા, બાંધવ કે સંબંધી નથી. માટે હું તો આને મારીશ. એમ કહી તે પિતાના બકરાને છરી વડે ફાડી તેનું ચામડું ઉતારવા લાગ્ય, આ જઈ ચારુદત્ત વિચારવા લાગે, ધનને વિષે જે અત્યંત અનુ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૩ રાગી છે. તે કલેશ રૂપી હાથીને ઉત્પન્ન થવાના વિધ્ય પર્વત છે. કોધરૂપી ગીધ પક્ષીને કીડા કરવા માટે સ્મશાન સમાન છે. દુઃખરૂપી સપને વસવાના રાફડા સમાન છે, દ્વેષરૂપી ચિરને ફરવાની રાત્રી સમાન છે. અહા ! આ પૃથ્વી પર લેભનું એક છત્રવાળું સામ્રાજ્ય કેવું છે? તે જીવને હિતાહિતનું ભાન ભૂલાવે છે,
પછી ચારુદત્ત પિતાના બકરા પાસે આવીને. દયાથી ધર્મમય વચને સંભળાવવા લાગ્યું. “હે મહાભાગ ! તે પૂર્વ જન્મમાં કોઈ જીવને વધ કર્યો હશે કે જેના પાપથી તું આજે મરણને શરણ થઈશ. મન, વચન અને કાયાથી પ્રાણી જે શુભાશુભ કર્મ ઉપાજે છે તે બીજા ભવમાં અવશ્ય ભગવે છે. માટે તું, પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ પ્રમાણનું પ્રત્યાખ્યાન કર. અરિહંત, સિદ્ધ, સાધુ કેવળી પ્રણિત ધર્મનું શરણ લે.-તને શરણ થાઓ. તું સર્વ જીની સાથે ક્ષમાપના કર સર્વજીવે પરથી ક્રોધ મૂકી બધા સાથે મૈત્રીભાવ રાખ. આ પ્રમાણે તેણે બકરાના કાનમાં પિતાનું મુખ રાખી ધર્મ સંભળાવ્યા અને મહામંત્ર નવકાર સંભળાવવા લાગ્યું. એટલામાં રુદ્રદત્ત આવી તે બકરાના પણ પ્રાણ લીધા. તેના ચામડાથી બીજી મશક બનાવી તેમાં ચારુદત્તને મૂકી, બીજીમાં પોતે બેઠે.
અહીં ડીવારમાં બે ભારંડ પક્ષી માંસના લેભથી તે મશકોને ઉપાડી ઊંચે આકાશમાં ઊડવા લાગ્યાં, તે પક્ષીઓ આગળ જતાં બીજા ભારડને મળ્યાં તેથી વિશાળ શ્રેમ પ્રદેશમાં તેઓનું પરસ્પર દ્વન્દ્ર જાગ્યું તેથી એક પક્ષીની
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ચાંચમાંથી ચારુદત્તવાળી મશક છૂટી અને એક મોટા સરવરની મધ્યમાં પડી શીઘ્રતાથી મશક ફાડી, જેમ માતાના ગર્ભમાંથી બાળક નીકળે તેમ ચારુદત્ત સરોવર પાર કરી બહાર આવ્યો, સ્નાન કરી વનમાં ભટકતો વિચારવા લાગ્યા; અહો ! વિધિ વિચિત્ર છે. આપત્તિ પર આપત્તિ વગર આમંત્રણે આવતી જાય છે, અહી કઈ માણસ દેખાતું નથી, ચારેબાજુ મેટા પર્વત છે. આ ઘનઘોર વનમાં મારું શું થશે તે કાંઈ સમજાતું નથી. મારી સ્થિતિ ભૂખ્યા ઉંદર જેવી થઈ છે. (કઈ માણસે પકબંધ કરંડિયામાં એક સર્પને પૂરી ઘરના એક ખૂણામાં રાખ્યો હતો. તે સર્પની ક્ષુધા તૃષાથી તમામ આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી. ઈન્દ્રિયે શિથિલ થઈ ગઈ હતી. તેને લાગ્યું કે હું જીવતે બહાર નહિં નીકળી શકું, તેટલામાં એક ઉંદર ખેરાકની તપાસમાં ત્યાં આવી પહોંચે. કરંડિયાને પકબંધ જાણી તેણે નિશ્ચય કર્યો કે આમાં કાંઈ ખાવાનું હોવું જોઈએ. પછી કરંડિયામાં કાણું પાડી તેણે પ્રવેશ કર્યો. ત્યાં સર્ષ પિતાના મુખથી ઉંદરને પકડી ગળી ગયે. અને ઉંદરે કરેલા છિદ્રથી પોતાના રસ્તે પડ્યો) આવ્યો હિતે સુવર્ણ લેવા અને ગાઢ જંગલમાં ફસાઈ ગયે. આમ વિચાર કરતા ચારુદત્ત ચાલ્યો જાય છે ત્યાં એક પર્વતના શિખર પર બંને બાહુ ઊંચા કરી આતાપના લેતા પૈર્યવંત મુનિરાજને જોઈ આશાના આકાશમાં મનના મિનારા ચણત ચારુદત્ત મુનિ પાસે આવી પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કરી બેઠે. કાઉસગ્ગ પારી મુનિ બોલ્યા, “હે મહાનુભાવ તું કોણ છે? આ વિષમ સ્થાનમાં કેવી રીતે આવ્યું, અને શા માટે આવ્યો?
ગક બીજી મશક વિષે કાંઈ જણાવ્યું નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૫
આ કુંભકુંડ નામનો દ્વીપ ભયંકર સમુદ્ર વડે વિંટળાયેલ છે. તેમાં આ કક્કોડ નામનો પર્વત છે. આ દ્વીપમાં દેવ, વિદ્યાધર જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિ સિવાય કેઈપણ આવવા સમર્થ નથી. આ દ્વીપને ફરી વળેલા મહાસાગરને પાર કરી તું શી રીતે અહીં આવ્યું?” ત્યારે ચારુદત્તે પિતાની સઘળી કથા ગદ્ગદ્ કઠે કહી સંભળાવી.” | મુનિ મહારાજે કહ્યું, “હે ભદ્ર ! સંસારમાં જીવને વિપત્તિઓ સુલભ અને સંપત્તિઓ દુર્લભ હોય છે, તે ભાગ્યશાળી કર્મને ઉલ્લંઘવા ઈન્દ્ર પણ શકિતમાન નથી. માટે તું તારા હૃદયમાંથી શોકરૂપી પિશાચને કાઢી નાખ.” ઈત્યાદિ ધર્મોપદેશ મુનિ મહારાજ આપતા હતા ત્યાં બે પુરુષ આકાશમાગેથી ઉતરી વંદના કરી મુનિ પાસે બેઠા, ત્યારે ચારુદત્ત તે બંનેને પૂછયું, “હે ભાગ્યશાળી ! તમે કેણ છે? અને ક્યાંથી આવો છે ?” તેઓ બોલ્યા અમે વિદ્યાધરો છીએ, આ મુનિ અમારા પિતાશ્રી છે. અને અમે તેમને વાંદવા જ વતાઢય પર્વત ઉપરથી આવીએ છીએ.” આમ વાર્તાલાપ ચાલે છે ત્યાં આકાશમાં દેવદુંદુભિ વાગી.
તે સાંભળી બધાએ આકાશમાં જોયું, ત્યાં એક દિવ્યા વિમાન સર્વ દિશાઓને તેજોમય કરતું આવ્યું તેમાંથી દેવદેવીઓથી પરિવરેલો એક મહાન સમૃદ્ધિશાળી દેવ ઊતર્યો. તેણે પહેલાં ચારુદત્તને પ્રણામ કર્યા. અને પછી મુનિજીને વાંદયા, તે જોઈ વિસ્મય પામેલા બંને ખેચરે બેલ્યા, “હે દેવ ! ઈચ્છારહિત, અહંકારરહિત, મમતારહિત, સમાન ચિત્તવાળા પાંચ મહાવ્રત ધારણ કરનારા એવા અને દયાના નિધાન
૧૦
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬ જેવા આ મુનિરાજને મૂકી આ શ્રાવકને શા માટે પહેલાં પ્રણામ કર્યા?” ત્યારે દેવ બલ્ય, હે વિદ્યાધરે ! મને ધર્મ સંભળાવનારા આ મારા ધર્મગુરુ છે. આ ધર્મના પ્રસાદથી જ હું આ દિવ્ય સમૃદ્ધિ પામ્ય છું, જે જેને ધમ પમાડે તે તેને શું વંદનીય નથી? ખેચર બેલ્યા “હે દેવેશ્વર, આ શ્રાવક તમારા ગુરુ શી રીતે થયા તે સવિસ્તાર વણું.” ત્યારે દેવ છે; હે વિદ્યાધરે સાંભળે –
પૂર્વે પિપલાદ નામને બ્રહ્મર્ષિપાપમય શાસ્ત્રો પ્રરૂપીને અનેક પ્રકારના હિંસામય ય કરાવી નરકે ગયે હતો તેની ઉત્પત્તિ આ પ્રમાણે –
પૂર્વેસુલસા અને સુભદ્રા નામની બે તાપસીએ વિશ્વમાં વિદુષી તરીકે વિખ્યાત હતી. તેમાં સુલસા સાધિક પંડિતા હતી, તે વખતે યજ્ઞવલ્કય નામના કેઈ તાપસે પડહ વગડાવ્યું કે જે કઈ મને વાદમાં જીતશે તેને હું શિષ્ય થઈને રહીશ. આ સાંભળી સુલસાએ તેની સાથે વાદ કરી તેને જીતી લીધે. અને પિતાને શિષ્ય બનાવ્યું. સુલસા અને યજ્ઞ વક્યને વધારે પરિચય થવાથી પરસ્પર તેઓ સ્નેહના બંધને બંધાયા તેથી સુલસા સગર્ભા થઈ. સુભદ્રાને આ વાતની ખબર પડવાથી તેણે ત્યાં આવી બનેને ઠપકો આપે અને તે વાત સગર રાજાને જણાવી. રાજાના ભયથી સુલસા પુત્રને ગુપ્તપણે જણી એક પીપળાના વૃક્ષ નીચે મૂકી યજ્ઞવલ્કયની સાથે નાસી ગઈ. પ્રાતઃકાળમાં સુભદ્રાએ તે બાળકને જોયું. તે સ્વમેવ મુખમાં પડેલા પીપળાના ફળનું આસ્વાદન ક્ષુધાતુર થઈકરતું હતું. તે જોઈ સુભદ્રાએ તેનું નામ પિમ્પલાદ પાડ્યું અને
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૭ પિતાના ઘરે લાવી સારી રીતે ભણાવી વિદ્વાન બનાવ્યો. સુભદ્રા પાસેથી પિતાના જન્મની વાત સાંભળી તે અનાર્ય પિપ્પલાદે અનાર્ય વેદ રચ્યાં તેમાં એવી પ્રરૂપણું કરી કે અરિષ્ટની શાંતિ માટે તેમજ સ્વર્ગની પ્રાપ્તિ માટે અશ્વ, હાથી, પ્રમુખ પશુઓને તેમજ મનુષ્યને યજ્ઞમાં હોમવાં. તે વાતમાં સગરના શત્રુ મહાકાલ અસુરે સાથ આપે, તે પોતાની માયાજાળથી યજ્ઞમાં બળેલાં પશુ પ્રમુખને સાક્ષાત્ સ્વર્ગ વિમાનમાં રહેલા બતાવતો. અને જ્યાં જ્યાં આવા ય થતા ત્યાં ત્યાં તે અસુર રોગપદ્રવની શાંતિ કરતે. આ પ્રત્યક્ષ ચમત્કાર જેવાથી ઘણું રાજાઓ વગેરે, એ યજ્ઞને આદરવા લાગ્યાં. છેવટે તેઓએ મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી. એક દિવસ પિપ્પલાદે પિતૃમેઘયજ્ઞ કરી પિતાના માતાપિતાને યજ્ઞકુંડમાં હોમી દીધાં. એવી રીતે લેકમાં અનાર્ય વેદ પ્રવર્લે આમ અનેક પાપ કરી પિપ્પલાદ નરકે ગયે. તે પિપ્પલાદ ઋષિ નારકીમાંથી નીકળી પાંચભવ સુધી બકરે થયે, અને પાંચભવ તે યજ્ઞમાં હોમાયે. છઠ્ઠા ભાવમાં પણ તે બકરે જ છે. કિન્તુ તે ભવમાં આ ચારુદત્ત અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યું તેના માહાસ્યથી જ હું બકરામાંથી મહાન સમૃદ્ધિશાળી દેવ થયે છું. મહામંત્રને મહિમા કહેવા અને મારા પર કરેલા ઉપકારના બદલામાં દુનિયાની કોઈ પણ વસ્તુ આપવાથી આ ત્રણ ન ચૂકવી શકાય એમ સમજી મેં તેમને સૌ પહેલાં તેમને જ વંદન કર્યું છે. * પછી તે દેવતા ચારુદત્તને કહેવા લાગ્યું. “હે મહાપુરુષ ! હું તમારું શું ભલું કરી શકું? છતાં આપ મારાં
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮ સરખું કાંઈક બતાવે.” ત્યારે વિદ્યાધર બેલ્યાં. “હે દેવેશ્વર! આ શ્રેષ્ઠ પુરુષને તેના સ્થાને પહોંચાડી અમે તેની યથેચ્છ સેવા કરીશું. માટે આપ આની ચિંતા ત્યજી દે.” તે સાંભળી દેવ ચારુદત્તને સ્તુતિપૂર્વક નમસ્કાર કરી સ્વસ્થાને ગયો.
ત્યારબાદ મુનિરાજે કહ્યું “હે ચારુદત્ત ! દિશાવિરમણ વ્રતને સ્વીકારનારા ગૃહસ્થને, ત્રસ, સ્થાવર જીવોને અભયદાન છે તથા લેભસમુદ્રની નિયંત્રણ ઈત્યાદિ મહાન લાભ થાય છે. સર્વજ્ઞ ભગવતે શ્રાવકને તપેલા લેખંડના ગેળા જે કો છે. જીવ પિતાના દેહથી સર્વસ્થાને ગમનાગમન કરતે, નથી, પણ તે અવિરતિ હોવાથી અવિરતિપણાથી બંધાતું પાપ તેને નિરંતર લાગ્યા જ કરે છે. તે સાંભળી ચારુદત્ત બેલ્ય.
હે ભગવન્! દિશાવિરમણવ્રત નહિ લેવાથી જ ગહન દુ:ખના દરિયામાં ડૂખે. માટે હે ભગવન ! હું મારા નગરમાં જઈને તે વ્રત ધારણ કરીશ.” હવે અને વિદ્યારે મુનિરાજને વંદના કરી ચારુદત્ત સાથે વૈતાઢય પર્વત પર આવ્યા.
એક વિદ્યારે પિતાની પુત્રી ચારુદત્ત સાથે પરણાવી, ચારુદત્ત પણ મનુષ્યચિત સુખ ભગવતે કાળ નિર્ગમન કરવા લાગ્યો, એક દિવસ તેને પિતાનું વતન યાદ આવ્યું તેથી તેણે વિદ્યાધરોને વિદાય માટે અરજ કરી. વિદ્યાધરે કહ્યું,
ચારુદત્ત ! આ મારી બીજી કન્યા માટે મેં એક તિષીને પૂછયું હતું કે આને સ્વામી કેરું થશે? તે બે કે દ્વારિકા નરેશ હરિવંશી રાજા કૃષ્ણ, તમારી પુત્રીને પતિ થશે. માટે તું દ્વારિકા જઈ મારી પુત્રીને કૃષ્ણ સાથે પરણાવ. ચારુદત્ત કબૂલ કર્યું, તે પત્નીયુક્ત સાળી સાથે ખેચરે આપેલા વિમા નમાં બેસી દ્વારિકા આવ્યો, અને બેચર કન્યા કૃષ્ણને પરણાવી.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૯ કૃષ્ણ ચારુદત્ત પર પ્રમુદિત થઈ પુષ્કળ ધન સાથે એક સુંદર આવાસ આપ્યો. ત્યાં તે મૃગાવતી અને વિદ્યાધરી સાથે સંસાર સંબંધી સુખે સેવતે રહેવા લાગ્યો, દિગ્વિરમણવ્રતને સમ્યફ પ્રકારે પાળતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયો. જ્યારે ચારુદત્તે દિવિરમણવ્રત નહોતું લીધું ત્યારે તે અત્યંત દુઃખી થયો. અને તે વ્રત ધારણ કર્યું ત્યારે તે સુખી થયો.
ઈતિ ચારુદત્ત કથા સમાપ્ત છે માટે હે ભવ્ય ! તમે દિગ્વિરમણ વ્રતને આદરે. જિનેશ્વરના મુખથી ચારુદત્તની કથા સાંભળી આણંદ ઉર્ધ્વ અધે અને તિછ એ ત્રણે દિશાગમનનું પરિમાણ કર્યું તે આ પ્રમાણે . अहन्नं भंते समणोवासओ दिसिपरिमाणवयं पच्चक्खाइ तं जहा, उढदिसिपरिमाणे, अहोदिसिपरिमाणे, तिरिअदिसिपरिमाणे करेइ ।।
શ્રાવકે દિશાપરિમાણનું પચ્ચક્ખાણ કરે છે તે ત્રણ પ્રકારે છે. ૧ ઊર્ધ્વ દિશાપરિમાણ ૨. અધે દિશાપરિમાણ ૩. તિછ દિશાપરિમાણ.
વળી આ વ્રતના પાંચ અતિચાર છે. તે શ્રાવકે જાણવા, પણ આદરવા નહીં. તે આ પ્રમાણે છે ૧, ઊર્વ દિશાના પરિમાણને અતિક્રમવું. ૨, અદિશાના પરિમાણને અતિકેમવું અને ૩, ત્રાંસી દિશાના પરિમાણથી અતિકમણ કરવું. ૪, એક તરફ પરિમાણ વધારવું અને બીજી તરફ ઘટાડવું ૫, વિસ્મરણ થવાથી ધારેલાં પરિમાણનો ત્યાગ કરે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
હવે શ્રી વર્ધમાનસ્વામી ગોપભોગ વિષે બેધ આપે છે કે હે ભવ્ય જીવો! જે વસ્તુ એકવાર ભગવ્યા પછી બીજીવાર નથી ગવાતી તેને ભેગ અને જે વસ્તુ એકવાર ભોગવ્યા છતાં વારંવાર ભોગવાય તેને ઉપભોગ કહેવાય છે. જે સુશ્રાવક ભોગપભોગનું પરિમાણ કરે છે, તે ઉભય લેકમાં સર્વ પ્રકારના ભોગપભોગનું સ્થાન બને છે. વળી જે પુરુષ આ સાતમું વ્રત ધારણ કરે છે તે ધર્મકુમારની માફક જેનો ધર્મ સિવાય કઈ વૈદ્ય નથી એવા ભયંકર રોગથી મુક્ત થાય છે.
તે સાંભળી આણંદ બોલ્યો હે પ્રભો! તે ધર્મકુમાર કેણ હતો કે જેણે સાતમું વ્રત ધારણ કરી કર્મના મર્મને છેદી નાખ્યું.
પ્રભુ બેલ્યા હે આણંદ ! તું સાવધાન થઈ સાભળ.
Page #174
--------------------------------------------------------------------------
________________
ધર્મકુમારની સ્થા
આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં કમલપુર નામનું નગર છે ત્યાં સહસ્ત્રાક્ષ નામને રાજા પ્રજાને પુત્રની પેઠે પાળ રાજ્ય કરતા હતા. એક દિવસે તે દરબારમાં બેઠે હતો ત્યાં એક તિષીએ આવી રાજાને આશીર્વાદ આપ્યો. રાજાએ તેને સન્માન આપી ઉચિત આસને બેસાડ્યો. રાજાએ પૂછ્યું; “હે નિમિત્તજ્ઞ! તું નિમિત્તથી શું જાણે છે? તારા જ્ઞાનથી તું જે જાણતા હોય તે કહે.”
જ્યોતિષી બોલ્યો, “હે રાજન! હૃદયને મજબૂત કરી સાંભળે, મારાં નિમિત્ત જ્ઞાનથી જણાય છે કે આ વખતે બાર વર્ષનો દુકાળ પડશે. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો. જે બાર વર્ષનો કાળ પડશે તે નિશ્ચય મારી પ્રજા મરણને શરણુ થશે. અરેરે ! હવે મારે શું કરવું? દુકાળના ભયથી રાજા બહુ દુઃખી થવા લાગ્યો. હવે રાજાએ પરદેશમાં સુવર્ણ, મણિ, રત્ન ઈત્યાદિ વેચી નાખી પોતાના નગરમાં અઢળક અનાજ એકઠું કર્યું. અને પ્રજાને પણ ચેતવણી આપી કે દુષ્કાળથી બચવા સહુ અનાજ ભરવા માંડે. કેટલાક ધનિકે એ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨
અનાજના સંગ્રહ કરવા માંડ્યો. કેટલાક માણસે! પેાતાના કુટુંબ સાથે પરદેશમાં જતાં રહ્યાં. વળી કેટલાક તા વહાણમાં બેસી દ્વીપાંતરે ચાલ્યા અને રાજા આદિ કેટલાંક લેાકા ચિંતામય ચિત્તવાળા થઈ ત્યાં જ રહેવા લાગ્યા.”
અહીં અષાઢ મહિનાના પહેલા દિવસે જ પૂર્વ દિશામાંથી ઠંડા ઠંડા પવન વાવા લાગ્યો, પશુ-પક્ષીઓ આનદુ કિલ્લાલ કરવા લાગ્યાં. એટલામાં પૂર્વદિશાથી એક કાળું ભમ્મર ગિરિરાજ સમુ વાદળ ઊઠયુ' અને જોતજોતામાં તેણે સૂર્ય ને પેાતાના અંચળમાં સતાડી તાપના નાશ કર્યો.
આ મનાવ જોઈ રાજા વિચારવા લાગ્યોઃ નિશ્ચય આ વાદળ શુભ સૂચવે છે. રાજા આદિ નગરજના મેઘના સંદેશ રૂપ વાદળને જોઈ આનંદ અનુભવતા તેની સાસુ મીટ માંડીને ઊભા હતા. એવામાં તે વાદળ આખા નગરનું છત્ર મની ગયુ, ગના કરતાં વાદળાંએ તે ખાર વર્ષીના દુષ્કાળ પર ત્વરાથી ચઢી આવ્યાં, વીજળી ઝબૂકવા લાગી, પક્ષીઓ મધુર ગીતા ગાતા વ્યોમવિહાર કરવા લાગ્યાં, વૃક્ષેાની ડાળીઓ આનંદમાં આવી નાચવા લાગી, જોરશેાર કરતા પવન કુદરતી દૃષ્યને ઝાંખા પાડવા લાગ્યા. એટલામાં તેા દુષ્કાળને ખાંડવા રૂપ મુશળધાર વરસાદ ગાજવીજ સાથે વરસવા લાગ્યો, ક્ષણ માત્રમાં પૃથ્વી જળમય થઈ ગઈ.
રાજા સાથે લેાકેા પણ પ્રસન્ન થઈ પરસ્પર હાથને તાળી દઈ જ્યોતિષીનાં વચન પર હસવા લાગ્યા. જળવર્ષાં એવી થઈ કે એક વૃષ્ટિથી જ સૃષ્ટિ સૌન્દયતાને પામી. ખેતરી ધાન્યથી ભરપૂર થઈ ગયાં, દૂરના ડુંગરા લીલાછમ થઈ ગયાં,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સરિતા કલરવ કરતી પૂરજોશમાં વહેવા લાગી, સરવરે પણ જળથી છલેછલ ભરાઈ ગયાં. અને વનરાજી વિકસ્વર થઈ. પરદેશ ગયેલા નગરજને પાછા પોતાના ઘેર આવી રહેવા લાગ્યાં, આખું નગર આનંદથી રંગાઈ ગયું. * * એક દિવસ રાજા વાર્તા વિનોદ કરતે સભામાં બેઠે છે ત્યાં વનપાળે આવીને વધામણું આપી; “હે રાજન, આપણા ઉદ્યાનમાં ચાતુર્માસ રહેલા યુગધર નામના મુનિને ચાર મહિને નાથી ચારે પ્રકારને આહાર છેડી મૌનપણે શુભધ્યાનમાં રમતાં અપ્રતિપતિ એવું કેવળજ્ઞાન થયું છે. તે સાંભળી ખુશ થયેલા રાજાએ તેને વસ્ત્રાભૂષણે આપી વિદાય કર્યો. ત્યારપછી રાજા પરિવાર સહિત આડંબરપૂર્વક મુકુટ છત્ર અને તલવાર રહિત ઉઘાડા પગે કેવળી ભગવંતને વાંદવા ઊપડ્યો. ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રણામ કર્યા. અને યચિત સ્થાને બેસી દેશના સાંભળવા લાગ્યું. છેવટે રાજાએ કેવળીને પૂછ્યું.
“હે ભગવન્! નિમિતજ્ઞનું વચન અસત્ય કેમ થયું ?” તે મુનિ બેલ્યા; હે રાજન! ગ્રહયોગથી બાર વર્ષને દુકાળ થવાનું હતું, પરંતુ જે કારણથી તે વિન ગયું તે કારણને તે નિમિતજ્ઞ જાણતો ન હતું. તે સાંભળી વિસ્મય પામેલે રાજા બોલ્યો, “હે પ્રભે! તે કારણને જાણવા માટે મારું મન ઘણું ઉત્સુક છે, ” કેવળી બોલ્યા, હે રાજન ! સાંભળ.
આ ભરતમાંજ પુરિમતાલ નામનું નગર છે. ત્યાં ધનાઢ્ય અને એક શ્રેષ્ઠીપુત્ર વસતો હતો. કમના યોગે તે હંમેશા ગગ્રસ્ત રહેતા, તે જે જે રસવાળા પદાર્થો ખાતે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪ તેથી તેને રેગ વૃદ્ધિ પામતે એક દિવસ તે વિચારે છે અહો ! જરૂર ભેગાંતરાય કર્મને ઉદય થયો છે, સરસ પદાર્થો મને વધારે પડે છે. વળી રેગ અને ઉપભેગને આડવેર છે. તેથી મારી સ્ત્રી પણ મારાથી દૂર નાસે છે. અહો ! આ સ્વાથી સંસારને સનેહ સાચે નહિ પણ સ્વાર્થ સધાયા સુધીનો જ છે. એમ વિચારી તેણે ગુરુ પાસે આવી છએ વિગઈને ત્યાગ કર્યો અને દેવાંગના માનુષી અને તિર્યકયોનિની સ્ત્રીઓના ત્યાગરૂપ ચતુર્થવ્રત ઉચ્ચર્યું. ઘેર આવી સુખે વ્રતનું પાલન કરત સંતોષથી રહેવા લાગ્યો. વ્રતના પ્રભાવથી તે થોડા દિવસમાં રેગ મુક્ત થયો. તેના ઘરમાં લક્ષ્મીની પણ વૃદ્ધિ થવા લાગી તેથી તે મહાસમૃદ્ધિશાળી થયો. તેની હવેલીમાં અત્યંત સુંદર રૂપ–આકારવાળી દેવાંગનાઓ જેવી ઘણી દાસીઓ હતી પણ વૈરાગ્યવાસિત હૃદયવાળ વણિક વિષયોને વિષથી પણ અધિક દુઃખદાયી સમજતે કારણ કે વિષ એક વખત જ મારે છે. જ્યારે વિષય અનેક વખત મૃત્યુ પમાડે છે. તે પિતાનું દ્રવ્ય સાતેક્ષેત્રમાં વાપરી તેને સદુપયોગ કરતા સમય ગાળવા લાગ્યો.
એક વખત ત્યાં દુર્ભાગ્યે મહાદુઃખદાયી દુષ્કાળ પડ્યો. ગઈ કાલના તવંગર આજે નિધન દેખાવા લાગ્યા. ચારે બાજુ આફતના પડછાયામાં ભૂખમરાના ભણકારા વાગવા લાગ્યાં. તે વખતે શ્રેષ્ઠીપુત્ર ઉત્તમ પ્રકારના ભેજનેથી મુનિમહારાજની ભક્તિ કરવા સાથે દુઃખીઓને દાન, ભુખ્યાને અન્ન અને વસ્ત્રહીનેને વસ્ત્ર આપવા લાગ્યો. પિતાના વ્રતને સારી રીતે આદરતે દાનાદિ ગુણેથી પ્રખ્યાતિ અને પ્રશંસાને
Page #178
--------------------------------------------------------------------------
________________
૧પપ પામતે તે પુણ્યાત્મા આયુષ્ય પૂર્ણ કરી પહેલા દેવલેકમાં દેવ થશે. ત્યાં રહીને પણ તે જિનપૂજા સ્નાત્ર વગેરે કરતો સમ્યકત્વને નિર્મળ કરવા લાગે.
- એક વખત તે વિચારવા લાગ્યું કે અહીંથી ઍવી. જિનધર્મયુક્ત કઈ શ્રાવકને ત્યાં જન્મે તે સારું. વળી મુનિ બેલ્યા, “હે રાજન્ ! તારા નગરમાં બાર વ્રતને ધારણ કરનાર, પરસ્ત્રીનો ત્યાગ કરનાર, બાવીશ અભક્ષ્ય તેમજ બત્રીસ અનંતકાયોને ત્યાગ કરનાર અને જિનધર્મારાધન. કરનાર સુબુદ્ધિ નામને શ્રાવક વસે છે. તેને યર્થાથ નામવાળી રૂપ લાવણ્યોપેત અને શીલસંપન્ન ધર્મવતી નામની પત્ની છે. તે દેવ સ્વર્ગમાંથી ચ્યવી ધર્મવતીના ઉદરથી પુત્ર , રૂપે ઉત્પન્ન થયે છે. તે પુણ્યાત્માના પ્રભાવથી બાર વર્ષને દુષ્કાળ દૂર થયો છે. આ સાંભળી અત્યંત પ્રસન્ન થયેલે. રાજા કેવળીને વાંદી સુબુદ્ધિ શ્રેષ્ઠીના ઘેર આવ્યો. અને બાળકને અંજલિ જેડી પગે પડ્યો; તથા બલવા લાગ્યું “હે દુભિક્ષનું દલન કરનાર ! હે દુઃખીઓના બેલી ! હે સંસારને તારનાર તને તારે સેવક નમસ્કાર કરે છે. તું મારા રાજ્યને સ્વામી છે. અને હું તારો દાસ છું. નિશ્ચય તે શરીરધારી ધર્મ છે. માટે હું તારું નામ ધર્મકુમાર એવું રાખું છું.. આમ બાળકની સ્તુતિ કરી રાજા પોતાના નિવાસસ્થાને આવ્યો.
ક્રમશઃ તે ધર્મકુમાર સર્વકળામાં નિપુણ થતા યુવાવસ્થાને પાયે, તેના પિતાએ અનેક કન્યાઓ જોડે તેનું પાણિગ્રહણ કરાવ્યું, દેવની માફક ભેગેને ભગવતે કાળ. નિગમન કરવા લાગ્યો. આમ લાંબા કાળ સુધી ભેગે ભેગવી.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
દાન દઈ સુગુરુ પાસે દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળતા તે ધર્મરાજમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અનેક ભવ્ય જીવોને ઉપદેશી તેઓ મુક્તિ પામ્યા.
છે ઈતિ ધર્મકુમાર કથા સમાપ્ત છે * પ્રભુ કહે છે, હે ભવ્યો! ધર્મકુમારના આવા ચરિત્રને સાંભળી તમે સાતમા વ્રતને વિષે આદર કરે. તે સાંભળી આણંદ શ્રાવકે પ્રભુ સમક્ષ ભેગેપભેગનું પરિમાણ કર્યું. આ પ્રમાણે શરીર લૂછવા માટે સુગંધી સુંવાળો રૂમાલ, જેઠી-મધનું દાતણ કરવું, ક્ષિરામલક સિવાય બધાં ફળ - ત્યાગું છું, મર્દન માટે શતપાક અને સહસ્ત્રપાક એ બે તેલ વિના સર્વ તેલને ત્યાગ કરૂં છું. શિલારસ અને અગરના ધૂપ સિવાય બીજાને નિયમ, જાઈ અને કમલિની સિવાય બીજા ફૂલોને ત્યાગ, કાનના આભરણ તથા નામાંક્તિ મુદ્રિકા વિના બીજા આભરણોને નિયમ, ઉદ્વર્તન માટે સુંગધી દ્રવ્ય મિશ્રિત ઘઉંને લેટ, સ્નાન માટે મોટી મેટાં ઉષ્ણ પાણીના આઠ ઘડા, પહેરવા માટે બે રેશમી કપડાં, વિલેપન માટે કર મિશ્રિત ચંદન ભેજનમાં મગ-પ્રમુખની ખીચડી,
ખાની ખીર તેમજ ત ખાંડથી ભરેલા ઊંચા મેંદાના અને ખૂબ જ ધૃતથી તળેલાં એવાં પકવાન્ન ખાવાં ચોખામાં કલમ તથા શાલિ, કઠોળમાં મગ અને અડદ, શરકાલ સંબંધી ગાયનું ઘી, શાકમાં બબુક મંડિક અને સેવેચ્છિકનું શાક, જાયફળ, કેકેલ, કપૂર, એલચી, લવીંગ અને કસ્તુરી એ પાંચ દ્રવ્ય મિશ્રિત તંબેલ, અને મેઘનું જ પાણી ખપે. આ પ્રમાણે હે પ્રભે! ઉપરની વસ્તુ મૂકી ગોપ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૭ ભેગને જીવન પર્યત નિયમ કરું છું, એમ કહી આિણદે. સાતમું વ્રત ધારણ કર્યું.
હવે પ્રભુ અનર્થદંડ નામના ત્રીજા ગુણવ્રત પર પ્રકાશે છે, હે ભો! જે જીવે આઠમા અણુવ્રતને આદરે છે, તેઓ વિશ્વમાં સુરસેનની જેમ સુખી અને જે નથી આદરતા તે મહાસેનની જેમ અત્યંત દુઃખી થાય છે. પછી આણંદના પૂછવાથી પ્રભુ બોલ્યા –
કરી ||
તા
'
છે હારિક
'
જપ
Page #181
--------------------------------------------------------------------------
________________
સુરસેન અને મહાસેનની કથા
પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં બહાદુરેમાં અગ્રેસર, ન્યાયવાદી અને પ્રજા પ્રેમી પિતાના ખરેખરા અભિયાનને ધારણ કરનારે વીરસેન રાજા રાજ્ય કરતો હતે. તેને કમળ કાયાવાળી કમલાવતી નામની પટરાણી હતી. તેની કુખથી બ્રહ્માંડ રૂપી પુરુષના કર્ણ કુંડળ સમાન સૌંદર્યવાન સૌભાગ્યશાળી પરસ્પર ગાઢ નેહવાળા હાઈ કૃષ્ણ–વસુદેવની જેડ જેવા સુરસેન અને મહાસેન નામના બે પુત્રરત્ન ઉત્પન્ન થયા. જેમ જેમ તેમના અંગે વિકસતાં ગયાં તેમ તેમ તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા ચાતુર્ય અને કળામાં પણ નિપુણ થતા ગયા.
એક દિવસ કર્મને મહાસેનની જીભમાં કઈ વિચિત્ર રેગ ઉત્પન્ન થયો. તેની અત્યંત પીડાથી તે નારકીની જેમ પુકાર કરવા લાગ્ય; એનું આકંદ સાંભળી કઠેરહૃદયી માનવ પણ પીગળી જતું. તેને જોનારને તેના પર અત્યંત કરુણું ઉત્પન્ન થતી. રાજાએ તેના રોગના નિવારણ માટે અનેક વૈદ્યોને બોલાવ્યા પણ જેમ જેમ ઉપચાર થતો ગયે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૯
તેમ તેમ તેની જીભ લાખડ જેવી થવા લાગી. જ્યારે કાઈ પણ પ્રકારે વેદના શાંત ન થઈ ત્યારે વૈદ્યોએ રાજાને કહ્યું:
“ હે રાજન્ ! અમારી સ મહેનત સાથે ઔષધિઓ પણ નકામી ગઈ હવે અમારાથી આના કાંઈ ઉપચાર થઈ શકે તેમ નથી. આ વ્યાધિના ઈલાજ કાંઈ દેખાતા નથી. ધર્માષધિ જ લાગુ પડશે. માટે અમે જઇએ છીએ.” એમ કહી વૈદ્યો રસ્તે પડયા.
હવે કુમારની જીભ પાકી ગઈ. તેમાંથી રુધિર પર્ વગેરે નીકળવાથી બહુ દુર્ગંધ ઊડવા લાગી. તેના માત-પિતા અને માંધવા તેને ચાંડાલની જેમ તરછોડી તેનાથી દૂર રહેવા લાગ્યા. તેની દુર્ગંધથી તેની પાસે કાઈ ન જઈ શકતુ જીભ ફૂલી જવાથી તેનુ' સુખ પણ અધ નહોતું થતું. આખા દિવસ માખીએ તેને હેરાન કરતી. તેને સાત્ત્વના આપવા તેની પાસે સૂરસેન સિવાય કોઇ નહાતુ. દુધને સામનેા કરતા સૂરસેન ભ્રાતૃસ્નેહથી ક્ષણવાર પણ છૂટો નહાતા પડતા. તેણે નિશ્ચય કર્યાં હતા કે જ્યાં સુધી મારા ભાઈ ભાજન ન કરી શકે ત્યાંસુધી હું પણ આહાર નહીં લઉં. અને જો તે મૃત્યુ પામશે તે હું પણ અનશન કરીને મૃત્યુને ભેટીશ. એમ પ્રતિજ્ઞા કરી તે વસ્ત્રથી મહાસેનના મુખ પર વારંવાર બેસતી માખીઆને ઉડાડતા હતા. “ ભાઈ હાય તે આવા હાજો ! ” મહાસેન ક્ષુધા અને તૃષાથી બહુ પિડાવા લાગ્યો, પણ તે કાંઈ ખાઈ પી શકતા નહી. આથી સૂરસેન પ્રાસૂક જળને નવડાર મંત્રથી મંત્રિત કરી મહાસેનના મુખમાં ટીપાં રૂપે નાંખવા લાગ્યા. તેથી તેની વેદનાશમવા લાગી. જેમ જેમ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦ સૂરસેન મંત્રિત જળથી તેની જીભ સીંચવા લાગ્યો તેમ તેમ તેને શાંતિ થવા લાગી. મહામંત્રના પ્રભાવથી તેને વ્યાધિ દુધ સાથે નાશ પામ્યો. રાજાદિ બાંધવ વર્ગ મહાસેનને રોગમુક્ત જોઈ અત્યંત ખુશ થયા અને ધર્મવિષયમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા લાગ્યા.
એક દિવસ ત્યાં અવધિજ્ઞાનથી અલંકૃત ભદ્રબાહુસૂરિ સપરિવાર સમવસર્યા તે સાંભળી સૂરસેન અને મહાને ત્યાં આવી સૂરિજીને વિધિપૂર્વક વાંધા અને યાચિત આસને બેસી દેશના સાંભળવા લાગ્યા. દેશનાના અંતે સૂરસેને પૂછ્યું: “હે ભગવન ! મારા ભાઈની જીભમાં રેગ શાથી થયો?” સૂરિજી બોલ્યા, હે ભાગ્યશાળી ! સાંભળ...
આ ભરતક્ષેત્રમાં અખંડ ધનધાન્યના ભંડાર જેવુ મણિપુર નામનું નગર છે. ત્યાં મદન નામને જિન ધર્માનુરાગી સુભટ વસતો હતો તેને નામ જેવા જ ગુણવાળા ધીર અને વર નામના પિતાના બન્ને બાહ જેવા જ બે પુત્રો હતા તે બને જિનધર્મના મર્મને તેમજ જીવાજીવાદિ તના જાણકાર હતા. તેઓ ધર્મકાર્યમાં હમેશાં તત્પર રહેતાં. '
એક દિવસ તે બન્ને ભાઈઓ ઉદ્યાન તરફ જતાં હતાં ત્યાં રસ્તામાં એક મુનિને પૃથ્વી પર પડેલા જોયા. ઉદાસ ચહેરે આજુબાજુ ઉભેલા કેટલાક માણસમાંથી એકને તેમણે પૂછ્યું, “હે ભાઈ! આ મુનિરાજને શું થયું છે? તેણે કહ્યું “મુનિ કાર્યોત્સર્ગમાં ઊભા હતા, તેટલામાં તેમને એક સર્પ કરડી દરમાં પેસી ગયે. તે સાંભળી ના ભાઈવર બે, હે કે ! ભાગતા સપને તમે પકડીને કેમ મારી ન નાખે?, ધીર બોલ્યા, હે ભાઈ! જે સર્ષ પિતાના
Page #184
--------------------------------------------------------------------------
________________
પુણ્યબળથી જીવતે જતો રહ્યો તે તું જીભથી શા માટે પાપ બાંધે છે?” વીર ; “ભાઈએ દુષ્ટ સર્ષ મુનિને કરડે તેથી તે તેને મારવામાં જ ધર્મ છે. કેમકે અપરાધીને મારવામાં કાંઈ દોષ નથી. દુષ્ટોને દંડ અને શિષ્ટનું પિષણ એ જ ક્ષત્રિયને ધર્મ છે. ” ધીર બોલ્યા, “હે ભાઈ ! તારે આવું ન બોલવું જોઈએ.” પછી ધીરે મણિમંત્રષધિઓથી મુનિને સચેતન કર્યા, અને મુનિને વંદન કરી ખુશી થતાં બંને ઘેર આવ્યા. લાંબા વખત સુધી જિનધર્મારાધન કરી પૂર્ણ આયુષ્ય ધીરને જીવ તું સૂરસેન અને વીરને જીવ મહાસેન થયો. પૂર્વે કઠોર વચનથી બંધાયેલા કમેં મહાસેનની જીભ પર ભયંકર રોગ થયે. અસાધ્ય એવા તે રોગને મહામંત્ર નવકારના પ્રભાવે તે દૂર કર્યો. મુનિનાં વચન સાંભળી તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું; સંસારની અસારતા જાણું શુદ્ધ ભાવે બંને જણાએ ગુરુ પાસે પ્રવજ્યા લીધી. સત્તર પ્રકારે સંયમને પાળતા અને શુદ્ધ અન્ન પાણી ગ્રહણ કરતાં આ અવનીને પાવન કરવા લાગ્યા. શુકલધ્યાનરૂપી અગ્નિએ કરી અષ્ટકર્મોના ઓઘને બાળી બને મહા પુરુષે આ આલમને મૂકી અજર અમર પદને પામ્યા.
ઈતિ સુરસેન અને મહાન કથા સમાપ્ત છે
૧૧
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રભુ કહે છે—હે ભવ્ય છે ! આ દૃષ્ટાંતને સાંભળી અનર્થદંડરૂપ કઠેર વચને ન બેલવાં જોઈએ. તે અનર્થદંડ ચાર પ્રકારે છેઃ (૧) પ્રમાદથી કરેલે (૨) હિંસા પ્રદાન (૩) અપધ્યાન અને (૪) પાપકર્મોપદેશ, પ્રમાદથી હિંસા કરાય તે પ્રમાદાચરણ કહેવાય. પ્રાણીઓને વધ થાય એવાં યંત્રશસ્ત્ર, સાંબેલું, ખાણુઓ, ઘાસ અને કાષ્ઠનું આપવું તે હિંસાપ્રદાન કહેવાય. આરૌદ્ર ધ્યાનથી જે ચિત્તવન કરાય તે અપધ્યાન કહેવાય અને બીજાને પાપકર્મને ઉપદેશ આપવો તે પાપકર્મોપદેશ કહેવાય. આવા પ્રકારના અનર્થદંડને શ્રાવકેએ હંમેશાં ત્યાગ કરે જોઈએ, તે સાંભળી આણંદ શ્રાવકે પણ અનર્થદંડ નામના ત્રીજા ગુણવ્રતને ધારણ કર્યું.
હવે પ્રભુ અનુક્રમે ચાર શિક્ષાવ્રત કહે છે હે ભવ્ય! સાવધાન થઈ સાંભળે – ... સાવદ્ય યોગને ત્યાગ કરી અંતમુહૂતયાવત્ શુભધ્યાનપૂર્વક જે વર્તન થાય તેને સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત કહેવાય. સાધુઓનું લાંબા કાળથી પાળેલું ચારિત્ર સામાયિક વિના એગ્ય ફળ આપનારું થતું નથી. અત્યંતકૂર, બહુ પાપ કરવામાં મગ્ન અને કુત્સિતકર્મ કરનારે પણ સામાયિકથી કેસરીની માફક શુદ્ધિ કરી શુદ્ધ થાય છે. આણંદે પૂછયું; “હે સ્વામિન્! તે કેસરી કેણ હતું? શી રીતે તેણે સામાયિક વ્રતનું પાલન કર્યું તે કૃપા કરી જણાવે.
પ્રભુ કહે છે –હે ભદ્ર ! સાવધાન થઈ સાંભળઃ–
Page #186
--------------------------------------------------------------------------
________________
કેસરી ચારની કથા
આ ભરતક્ષેત્રમાં જ કામપુર નામનું નગર છે તેમાં હાથીની સૂંઢ જેવી દીર્ઘ અને ઘાટીલી ભુજાઓથી સ શત્રુઓના ગૌરવને પેાતાના ગૌરવમાં પલટાવનાર ન્યાયરૂપી સૂર્યથી અન્યાયરૂપી તિમિરને હણનાર અને ધાર્યા કામાં વિજય મેળવનાર વિજયચંદ્ર નામના રાજા પ્રજાનુ પુત્રની માફક પાષણ કરતા રાજ્ય કરતા હતા. તે નગરમાં જસંઘદત્ત નામના શ્રેષ્ઠી વાસ કરતા હતા. તેને એકના એક કેસરી નામના પુત્ર હતા, પણ કુસ`ગની અસરથી અને કર્માંના પરિથાકથી તે ચારી કરવામાં એવે પ્રવીણ થયેા કે શેાધી જોડ ન મળે. પેાતાની કુટેવાથી લાચાર થયેલા કેસરી રાજ નવાં નવાં મકાનેાની મુલાકાત લઈ મહામૂલા માલ લઇ આવર્તે. તેના પિતા તેને અહુ સમજાવતા પણ ધનની પાછળ ગાંડા અનેલા તે પિતાની કે પોતાના પ્રાણની પણ પરવા ન કરતે. કેસરીએ પિતાનું કહેવું ન માન્યું ત્યારે સંઘદત્ત સ્વયં રાજ દરબારમાં પહાંચ્યા. રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યા; “ હું સ્વામિન ! મારા કેસરી નામના પુત્ર નગરમાં રાજ ચારી કરે છે. મારા વારવાથી તે નથી માનતા. મારે એવા પુત્રનુ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪ કાંઈ પ્રયજન નથી. તેને પાળીને માટે કરવાનું મારું કર્તવ્ય મેં બજાવ્યું. હવે એના સંબંધમાં અમે જવાબદાર નથી.”
તે સાંભળી રાજાએ કેસરીને બોલાવીને કહ્યું: “હે પાપી ! મારા નગરથી બહાર નીકળ, જે કઈ દિવસ મારી પૃથ્વી પર તને ફરતે જઈશ કે સાંભળીશ, તે હે પાખંડી! નિશ્ચય તારા પાખંડના ચૂરેચૂરા કરી નાખીશ.” એમ કહી. તેને નગર બહાર કાઢી મૂકો.
- રાજાની બીકથી કેસરી સિંહની માફક ફરતો ફરતે એક ઘનઘોર વનમાં આવી પહોંચ્યા. ત્યાં નિર્દોષ હરણ, સસલાં, મેર, પિપટ વગેરે કિર્લોલ કરતાં સ્વેચ્છાએ વિચરી રહ્યાં હતાં. હજારે વડવાઈઓથી વિંટળાયેલા વિશાળ વડવૃક્ષ નીચે બેઠેલે કેસરી પિતાની સામે શીતળ જળથી પરિપૂર્ણ અને કમળોથી સુશોભિત એવા એક સરોવરને જોઈ ત્યાં પાણું પીવા ગયે. જળપાન કરી વિચારે છે. અરે ! મને ધિક્કાર છે કે આજે મેં ચેરી કર્યા વગર પાણી પીધું, એમ વિચારી તે વટવૃક્ષ નીચે આવી બેઠે. એટલામાં આકાશમાંથી પાદુકાના પ્રભાવે કોઈ પુરુષ સરોવરની પાસે ઊતર્યો. પાદુકા એકાન્તમાં મૂકી તે સ્નાન માટે સરેવરમાં પડ, અહીં કેસરી ચોર અપૂર્વ પાદુકાને પહેરી આકાશમાં ઊડી ગયે. આખો દિવસ કઈ સ્થાનમાં રહી રાત્રે ઘેર આવી પિતાના પિતાને કહેવા લાગ્યોઃ “હે દુષ્ટ ! તેં રાજા પાસે ચોરીનું કલંક મારા પર લગાવી મને નગર બહાર કઢા, માટે એનું ફળ જે.” એમ કહી તે પોતાના પિતાને લાકડીથી મારવા લાગ્યું, અને એટલે બધે માર્યો કે તે મરણને શરણ થયા.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૫
- પછી પાછલા પહેરે તે ચેર કેઈ ધનાઢય શ્રેષ્ઠીના મકાનમાંથી અમુલ્ય ધન લઈ તે જંગલના એકાંત સ્થાને "ઊતર્યો, અને ગુપ્તપણે રહ્યો. આવી રીતે તે દરરોજ તે જ નગરમાંથી ચોરી કરી જંગલમાં સંતાડવા લાગ્યું, તે પાદુકાના પ્રભાવે કેસરી રાત્રે ચેર અને દિવસે રાજાની જેમ ફરવા લાગે.
હવે અહીં નાગરિકે એ ભેગાં થઈ રાજાને ચેર બાબત ફરિયાદ કરી, તે સાંભળી રાજાએ રક્ષકને લાવ્યા. રક્ષકે પણ હાથ જોડી કહેવા લાગ્યા. “હે સ્વામિન્ ! કોઈ મોટો ચેર આકાશમાગેથી આવી ચેરી કરે છે. આપ કહો કે અમે શું કરી શકીએ? રાજા વિચારે છે; મને ધિક્કાર છે. હું અહીં રાજ્ય કરું છું છતાં પ્રજા ચેરના ઉપદ્રવથી પીડિત છે. ત્યારબાદ રાજા ચેરને પકડવા નગર બહાર નીકળે. વનખંડે, પર્વતે, કંદરાઓ, ખંડિયેર અને જીર્ણમંદિરમાં ફરી ફરીને કંટાળે, પણ કેસરી ચેરને ક્યાંય પત્તો ન લાગે. એક દિવસ મધ્યાહૂને જ્યારે સૂર્ય અંગારા વરસાવી રહ્યો હતો. ત્યારે તે રાજા ફરતો ફરતો એક વનમાં આવ્યો તેવામાં કર્ખર, કસ્તૂરી અને અગરૂથી ઉત્પન્ન થયેલી ખુશબો આવવા લાગી. આ સુગંધ કયાંથી આવે છે એમ વિચારી રાજા ગંધાનુસારે એક ચંડિકા (દુર્ગા)ના મંદિરમાં આવ્યું. ત્યાં કપૂર કસ્તૂરી આદિથી પૂજેલી દુર્ગા પ્રતિમાને અને પૂજા કરનારને દિવ્ય વસ્ત્રોથી વિભૂષિત જોઈ તેને પૂછવા લાગેઃ “હે ભદ્ર! કોણે આ મૂર્તિની પૂજા કરી છે અને આ મહામૂલાં વસ્ત્રો તને કેણે આપ્યાં છે ?” તે પૂજારી બેઃ “હે રાજન ! હું વણિકપુત્ર છું. દુઃખી, દરિદ્રી અને દ્રવ્યહીન હોવાથી સુખ અને દ્રવ્યની આશાએ રેજ ચંડિકાની આરાધના કરું છું.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૬
મારી ભક્તિથી દેવી પ્રસન્ન થયાં છે. કેમકે જ્યારે હું પ્રાતઃકાલે પૂજા માટે આવું છું. ત્યારે દેવીના ચરણમાં પડેલા સુવર્ણમણિ આદિ પામું છું, આમ થવાથી મારા ઘરે આનંદ મંગળ પ્રવર્તે છે. તેથી જ હું ઉત્તમ દ્રવ્યથી દેવીની દરરોજ પૂજા કરું છું. તે સાંભળી રાજાએ નિશ્ચય કર્યો કે તે ચેર જ અહીં રાતે આવે છે. પછી રાજા સંધ્યા સમય સુધી વનમાં સંતાઈ રહ્યો. અને રાત્રિ સમયે મંદિરમાં આવી ગુપ્તપણે ચેરની. રાહ જોવા લાગ્યા. અહીં અધીં રાત વીત્યા પછી કેસરી ચોર આકાશમાંથી ઊતર્યો, પવનપાવડી હાથમાં લઈ તે મંદિરમાં આવ્યું. દેવીની પૂજા કરી વિનતિ કરવા લાગ્યો, “હે મારી માવડી ! તારી કૃપાથી હું ધનાઢય થયે છું, હવે તું જ મારી રક્ષા કરજે.” એમ કહી તેણે દેવીના ચરણોમાં મેતી માણેક સુવર્ણ દ્રવ્ય વિગેરે મૂકયાં જ્યાં એ પાછા ફરવા જાય છે ત્યાં રાજા મંદિરના દ્વાર બંધ કરી બેત્યેઃ “હે પાપી ! તું નિત્ય મારા નગરમાં ચોરી કરે છે. હું જોઉં છું કે હવે તને કેણ બચાવે છે?”
તે સાંભળી કેસરીએ કોંધપૂર્વક પાવડી રાજા પર ફેંકી તેથી રાજા બારણું મૂકી ખસી ગયે, પછી કેસરી બળપૂર્વક દ્વાર ખોલી નાઠે.
રાજા બોલ્યા, “હે સેવકે ! પકડે આ પાખંડીને નાસવા ન પામે, જલદી પકડે, નહીં તે નાસી જશે.” આગળ. ચેર અને પાછળ સેવકે સાથે રાજા વેગ પૂર્વક દેડવા લાગ્યો. કેસરી એવા વેગથી દડ્યો કે રાજા તથા તેના સેવકે બહુ પાછળ પડી ગયા. ભયભીત થયેલ ચેર વૈરાગ્ય પૂર્વક હૃદયે વિચારે છે. અહે! મારા કઠેર પાપનાં ફળને મેં આ ભવમાં
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૭ પ્રાપ્ત કર્યું, મારા મસ્તકે વિકરાળ કાળ જીભનાં લબકારા મારતે ઊભે છે. જરૂર, આજ મારું મૃત્યુ થશે. વેગથી દેડતા કેસરી ચેર, નગર સમીપને ઉદ્યાન પાસેથી નીકળે, ત્યાં તેણે મુનિને એ ઉપદેશ આપતાં સાંભળ્યા કે, “રાગદ્વેષને મૂકી જે જીવ શુભ ધ્યાનમાં રહે છે તે ક્ષણ માત્રમાં જ ઘેર પાપથી પણ મુક્ત થઈ જાય છે. “મુનિના આ શબ્દોએ તેના પર અત્યંત અસર કરી, તે ત્યાં જ મૂર્તિવત્ થંભી ગયો. તે સંસારની અસારતાને ભાવતે વિચારવા લાગ્યો કે, લક્ષ્મી જળના કિલ્લેલ જેવી ચપળ છે. શરીરનું રૂપ સંધ્યાના રંગ જેવું છે પરાક્રમ ધ્વજવસ્ત્રના છેડા જેવું અસ્થિર છે. આયુષ્ય વીજળી જેવું ચપળ છે. આ જગતમાં સર્વ વસ્તુ વિનશ્વર છે. માટે આ દુઃખનાં મૂળરૂપ સંસારમાં રહેવાથી શું ફળ છે? આમ અનિત્ય ભાવના ભાવ તે ધર્મધ્યાનમાં લીન થઈ ગયે. ગાઢ એવા ધાતી કર્મને નાશ થવાથી તેને અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ' અંહી રાજા તેની તપાસ કરતો. ત્યાં આવી પહોંચ્યું કે જ્યાં કેસરી કેવળી ઊભા હતા. તેમને જોઈ રાજા છે, “હે વીરે! આ ચારને મારી નાખે.” રાજાની આજ્ઞાથી સુભટે જ્યાં આગળ વધે છે ત્યાં દિવ્ય શરીરવાળા અને દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત થયેલા દેવતાઓ આવી કેવળીને નમસ્કાર કરવા લાગ્યા. તે જોઈ સુભટ સાથે રાજા વિસ્મય પામી જેવા લાગ્યા. એટલામાં દેવોએ કેવળીને સાધુવેશ પહેરાવ્યો. અને તેમને સુવર્ણકમળ પર બિરાજમાન કર્યા, તે જોઈ જેના હૈયામાં હર્ષ સમાતું નથી તેવા વિજય રાજાએ કેવળીને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કર્યા.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કેવળી ભગવતે મેઘસમાન ગંભીર નાદે દેશના આપી. બાદ રાજાએ પૂછયું, “હે ભગવન્ ! ક્યાં આપને દુરાચાર અને કયાં આ કેવળજ્ઞાન ? મારા ચિત્તમાં બહુ વિસ્મય છે.” કેવળી બેલ્યાઃ “હે રાજન ! આખી જીંદગી પાપ કરવામાં જ ગાળનાર એવા મને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે સમ્યફ સામાયિકનું ફળ છે. તારે જાણવું જોઈએ કે જે નિબિડ કર્મો કરડે વર્ષની લાંબી તપસ્યાથી પણ નષ્ટ ન થાય તે સમભાવથી ક્ષણમાત્રમાં નાશ પામે છે.
પછી રાજા કેવળીનાં ગુણગાન ગાતો સ્વસ્થાને આવ્યું.
કેવળી પણ અવનિતલ પર લાંબા કાળ સુધી વિચરી ભવ્યજીને પ્રતિબધી મુક્તિ પામ્યા. પિતાની હત્યા કરનારે, સાતે વ્યસનને સેવનાર, લોકેને ત્રાસ ઉપજાવનારે, કેસરી નામક ચેર આવી રીતે સામાયિકના આચરણથી જન્મ, જરા, મરણના ફેરામાંથી છૂટી સાદી અનંત અવ્યાબાધ સુખને સ્વામી થયો.
પ્રભુ કહે છે, “હે ભવ્યજી ! સામાયિકને મહાન પ્રભાવ જાણી તે વિષયમાં ઉદ્યમ કરે જોઈએ.
છે ઈતિ કેસરી ચેર કથા સમાપ્ત છે પ્રભુ કહે છે –આણંદ હવે તું દેશાવગાશિક નામનું બીજું શિક્ષાત્રત સાંભળ જે શ્રાવક યા શ્રાવિકા દેશાવગાશિક વ્રતનું પાલન કરે છે. તે જીવને અભયદાન આપી નિર્ભય કરે છે. આ વ્રતના પ્રભાવથી જીવોના સર્વ વિઘો નષ્ટ થાય છે. તે સુમિત્ર મહામંત્રીની જેમ ઉભય લેકમાં આનંદ અનુભવે છે તે સાંભળી આણંદ પૂછે છે, “હે ભગવન ! તે સુમિત્ર કેણ હતો, કેવી રીતે તેણે દેશાવનાશિક વ્રતને પાળ્યું? પ્રભુ બેલ્યાઃ “હે ભદ્ર! સાવધાન થઈ સાંભળ –
Page #192
--------------------------------------------------------------------------
________________
સુમિત્ર મંત્રીનો થા
આ ભરતક્ષેત્રમાં સર્વ નગરીમાં પ્રધાન એવી અતિ -રમણીય શ્રી ચન્દ્રા નામની નગરી તારાપીડ નામને રાજા ન્યાયપૂર્વક ત્યાં રાજ્ય કરતે હતે; તે રાજાને સાચા મિત્ર જે સુમિત્ર નામને મંત્રી હતા. તે મહાવિદ્વાન હતા, જૈન ધર્મ જેની રગેરગમાં વાસ કરે છે એ તેમજ જૈનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારે અને નવે તને જાણકાર હતે. પ્રતિદિન દેવપૂજા, શાસ્ત્રશ્રવણ, સુપાત્રદાન, અને પ્રતિકમણાદિ કિયા કરતો તે સંતેષપૂર્વક દિવસ ગુજારતો હતે.
- એક દિવસ રાજા મંત્રી સાથે બેઠે હતું તેવામાં રાજા પૂછવા લાગ્યું; “હે મંત્રી! તું આવી રીતે ધર્મકાર્યો કરી આત્માને તકલીફ આપી સમય વ્યર્થ શા માટે ગાળે છે? વળી આવી રૂપાળી કાયાને કઠેર તપ કરી શા માટે શેષે છે, આ દુનિયામાં કે શું લઈ આવ્યું અને શું લઈ જશે? ચાર ‘દિવસની ચાંદની જેવી આ યુવાની ગયા પછી પાછી નહિ
આવે માટે દુનિયાની મોજ માણી લે. તેથી પાછળથી પશ્ચા-તાપ ન થાય. તે બોલ્યો. “હે રાજન ! આપ અને આવી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧eo
શિખામણ? ના શેભે મહારાજ? આપે તે મને ધર્મકાર્યમાં વધારે ઉત્તેજન આપવું જોઈએ. આ સંસારમાં ધર્મ એ જ સુખદાયી છે. જીવ, સ્વર્ગ સુખ અને મેક્ષિ ધર્મથી જ મેળવી શકે છે. ધર્મ વિના જીવ કઈ જગ્યાએ સુખ નથી. મેળવી શકતે. ચાહે તે ગમે તેટલી પ્રવૃત્તિ કરે પણ ધર્મરૂપી મૂલ્ય ચુકવ્યા વગર ઈચ્છિતને સંગ થે અસંભવ છે.
રાજા બે“જે એમ જ છે તે મને ધર્મનું ફળ પ્રત્યક્ષ બતાવ.” મંત્રી બોલ્યો; “હે રાજન ! આપ જે રાજા થયા, ચતુરંગ સેના સહિત સેવે આપની આજ્ઞા માને છે. અને સર્વ સેવક હાથ જોડી નિરંતર આપની સેવા કરે છે તે બધું ધર્મનું જ ફળ છે. એમ આપે જાણવું જોઈએ. રાજા. બોલ્યો, “હે મંત્રિન! તું સાંભળ, એક શિલાના બે ખંડ. કરીએ તેમાંથી એક ખંડનું પાન અને બીજાની કઈદેવપ્રતિમા બનાવીએ તો શું એક ખડે પુણ્ય નહોતું કર્યું. અને બીજાએ કર્યું હતું ? પરંતુ એમ નહીં માટે ધર્મ અને અધર્મ એ કોઈ પદાર્થ છે જ નહિ.” પ્રધાન બેલ્યોઃ “હે પ્રભે! આ તમારો પક્ષ અગ્ય છે કેમકે તેમાં ત્રસ જીને. અભાવ હોવાથી તે યુક્તિ વગર છે. જે તેમાં ત્રસ જીવે હોય તે તે આત્મશક્તિથી પૂજ્ય અને અપૂજ્ય કર્મ ઉપાજે છે. પરંતુ તે પત્થરમાં એકેન્દ્રિય જીવ હોય છે. તેમાં એક ખંડમાં રહેલા જીએ પૂર્વે મહાન પુણ્ય કરેલું તેથી તે દેવનું પ્રતિબિંબ થયે. અને તે હજાર વર્ષો સુધી કાંઈપણ તાડન, ઘર્ષણ. અને નિભાડામાં પાકવું વગેરે ચૂને થવા પ્રમુખ દુઃખને પામતે નથી. અને બીજા ખંડમાં રહેલા છેપૂર્વે પાપ કર્યું હોવાથી. અત્યંત દુઃખ અનુભવે છે એ પ્રમાણે સર્વત્ર જાણી લેવું.”
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૧ ફરી રાજા બોલ્યો : “હે મંત્રિન્ ! જ્યાં સુધી હું ધર્મના ફળને પ્રત્યક્ષ ન જેઉં ત્યાં સુધી હું કાંઈ માનવાને નથી.. આવી રીતે દરરોજ સભામાં રાજા અને મંત્રીનો વિવાદ, થયા કરતે. એક દિવસ સુમિત્ર મંત્રી દિવસે રાજકાર્ય કરી સાંજે ઘેર આવ્યો તે દિવસે ચૌદશ હોવાથી તેણે ઉપવાસ કર્યો હતે પણ રાજકાર્યાધીન એ તે પૌષધ કરી શક્યો ન હતો, તેણે રાતે દેશાવગાસિક ધારી–આજ મારે ઘેરથી બહાર ન જેવું એવું પ્રત્યાખ્યાન કર્યું, પછી પ્રતિક્રમણ કરી શુભધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠી મહામંત્રને ગણવા લાગ્યા. - અહીં વિશિષ્ટ કાર્યના માટે રાજાએ મંત્રીને બોલાવવા. દૂત મોકલ્યા. તે મંત્રીને વિનતિ કરવા લાગ્યો, હે મંત્રીજી!આપને મહારાજ યાદ કરે છે. મંત્રી બોલ્યોઃ “હે મહાભાગ! આજે હું પ્રાતઃકાલ સુધી ઘેરથી નીકળીશ નહીં કારણ કે મેં પ્રત્યાખ્યાન કર્યું છે. તે રાજાને આવીને કહ્યું, હે સ્વામિન ! મંત્રીએ વ્રત ગ્રહણ કર્યું હોવાથી તે સવાર પહેલાં નહિ આવે. તે સાંભળી રાજા ઘણા કોધીત થયે. અને બેલ્યોઃ “હે દૂત ! તું ફરી ત્યાં જઈ એને કહે કે તારું જરૂરનું કામ છે માટે વ્રતને મૂકી તું અત્યારે જ ચાલ, જે એ ન. આવે તે તેની પાસેથી મંત્રી મુદ્રા લેતે આવજે. તે સાંભળી દૂત ચાલતું થયું. તેણે આ હકીકત મંત્રીને કહી, મંત્રી વિચારે છે કે વ્રતને લેપ તે મહાપાપનું કારણ છે માટે વ્રત આગળ મુદ્રા શું ચીજ છે! મંત્રીપદથી મારે કાંઈ પ્રજન નથી. એમ વિચારી તેણે મંત્રી મુદ્રા તેમ જ પિતાનાં વસ્ત્રા ભૂષણ દૂતને આપી રવાના કર્યો. અને પોતે ધર્મધ્યાનમાં લીન થઈ ગયે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭ર હવે અહીં દૂતે કુતૂહલથી મંત્રી મુદ્રા હાથમાં પહેરી એકલી મુદ્રા વસ્ત્રાભૂષણ વગર ન શેભે એમ વિચારી તેણે મંત્રીને લેબાશ અને આભૂષણ પહેર્યા, પિતાને મંત્રી તરીકે ઓળખાવતો કેટલાક સેવકેથી વેષ્ટિત તે રાજા પાસે જવા લાગે, મનમાં ખુશ થતે દૂત સ્વયં મંત્રી બની ચાલ્યો જાય છે ત્યાં દૈવયોગે કેઈ સુભટોએ તેને મારી નાખ્યો અને બધું દ્રવ્ય લૂંટી લીધું. - રાજા કોધોધ થઈ બેલ્યો; “અહો! મારા પ્રતિહારને 'નિમકહરામ મંત્રીએ ઈર્ષાના લીધે મારી નાખ્યો, માટે જ્યાં સુધી આ તલવારથી તેને મસ્તકને નહિ કાપું ત્યાં સુધી મને સંતોષ નહીં થાય એમ જોરશોરથી બેલતો જ્યાં પ્રતિહાર 'સેવકે સાથે પડેલે હતો ત્યાં આવ્યું. ત્યાં તે વિદેશી વીરેને બંધનથી બંધાયેલા જોઈ વિસ્મયથી રાજા પૂછવા લાગ્યો; “હે વીરે! તમે ક્યાંથી આવે છે? અને તમારી આવી દુદર્શા શાથી થઈ?” તેઓ બેલ્યા, “હે રાજન ! અમારા રાજાના દુર્ભાગ્યને તેમના મનોરથ ન ફળ્યાં.” રાજાએ પૂછયું કેમ શાના મરથ અને કે રાજા?—
વીરે બેલ્યા, સાંભળે મહારાજ –
ધારાવાસ નામનું નગર છે. ત્યાં સુરસેન નામને રાજા રાજ્ય કરે છે. તેની પાસે આપનો સુમિત્ર નામને “મંત્રી પ્રતિવર્ષે આપના માટે દંડ લે છે, અમારા રાજાના દુશ્મન જેવા તમને અને તમારી પ્રજાને તે પ્રધાન પોતાની બુદ્ધિ વડે વિદનથી જનો દૂર રાખે છે. માટે અમારા સ્વામીની આજ્ઞાથી અમે તેને મારવા આવેલા હતા, પણ હું મંત્રી છું એમ બેલતા પ્રતિહારને મંત્રી સમજી અને મારી નાખે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૩
એટલામાં આપના સુભટોએ અમને પકડી બાંધ્યા તેથી અમારા સર્વે મનેર નાશ પામ્યાં. તે સાંભળી રાજાએ તેઓને ગ્ય શિક્ષા કરી. પછી પરિવાર સાથે રાજા મંત્રીના ઘેર આવ્યા.
રાજા મંત્રીની પાસે ક્ષમા માગી બોલવા લાગ્યુઃ “હે મંત્રિ! જો આજે તે વ્રત ત્યર્યું હોત તે નિશ્ચય તારું મૃત્યુ થયું હોત તારા વગર મારા રાજ્યની પણ દુર્દશા થાત. માટે હે મંત્રી ! મેં આજે ધર્મના ફળને પ્રત્યક્ષ જોયું છે.” પછી તેણે રાતે બનેલી બધી હકીકત મંત્રીને કહી. તે સાંભળી મંત્રી બોલ્યાહે રાજન ! ધર્મારાધન કરવાથી સર્વ વિદને નાશ પામે છે” રાજાએ તેની મુદ્રા તેને પાછી આપી.
પોતે પૂર્ણ ચંદ્ર નામના ગુરુ પાસે આવી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. મંત્રી સાથે રાજા દેવપૂજા, સુપાત્રદાન જિનધ્યાન, અને તીર્થયાત્રા વગેરે કરવા લાગ્યા. આવી રીતે મંત્રી યુક્ત રાજા જિનધર્મારાધનમાં સમય ગાળવા લાગ્યા. ધર્મના પ્રભાવે તેના શત્રુ શરણે આવ્યા. આમ અનેક ઉત્તમ કાર્ય કરી રાજાએ પોતાનો જન્મ સફળ કર્યો.
અનુક્રમે અનેક ઉત્તમ કાર્ય કરી તેમજ જિનધર્મ પાળી બને જણા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સિદ્ધિ પદને પામશે.
ઈતિ સુમિત્રમંત્રી કથા સમાપ્ત છે
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
માટે હે ભવ્યો ! સુમિત્રમત્રીના દૃષ્ટાંતને સાંભળી દેશાવગાશિક વ્રતમાં આદર કરે. તે સાંભળી ગાથાપતિ આણંદે જિનમુખથી દેશાવગાશિક તને ગ્રહણ કર્યું. હવે આણુ'ă પ્રભુથી કહેવામાં આવતા પૌષધ વ્રતાધિકારને સાંભળે છે. પ્રભુ કહે છે: હે ભવ્યો ! જે ધર્માંનું પેાષણુ અને પુષ્ટિ કરે તે પૌષધ કહેવાય. તે ચાર પ્રકારે છે. આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ વળી તે ચારે દેશથી અને સવથી ખુમ્બે પ્રકારે છે (વમાન સમાચારી પ્રમાણે આહાર પૌષધ જ એ પ્રકારે છે બાકીના ત્રણ પૌષધે માત્ર સથી જ થાય છે. ) આ ચારેને પ્રતિષેધ એટલે પૌષધ પવિદવસે જ શ્રાવકા પૌષધ કરે છે તે રારની જેમ આ લેાકમાં તેમજ પરલેાકમાં સુખસ’પદા પામે છે.
આણુંદે પૂછ્યું, “ હે નાથ ! તે રણુશ્ર કાણુ હતા ? શી રીતે તેણે વ્રતને ? ” પ્રભુ ખેલ્યા, હે શ્રમણા આર્યું
આ
માસક ! સાંભળઃ——
Page #198
--------------------------------------------------------------------------
________________
રણુશર’ ની કથા
આ પૃથ્વીના પટાંબર પર વૈભવ, વિલાસ વીરતા અને વાણિજ્યની ચાર દીવાલમાં, સુખ સમૃદ્ધિથી ભરપૂર અને મનને મેહનારી કાંચનપુર નામની નગરી છે. ત્યાં મહાપરાકમી રણશર નામને રાજા રાજ્ય કરતા હતા. તેને સુવર્ણ જેવા શરીરવાળી, કમળ પત્ર જેવા નયને વાળી, પૂર્ણ ચન્દ્ર જેવા મુખવાળી મનહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી મૃદુભાષી અને રૂપ લાસ્યના ખજાના જેવી શ્રીકાન્તા નામની પટ્ટરાણી હતી. રાજા તે કામિની ઉપર એટલે બધે આસક્ત હતો કે તેને ગુજરતા સમયનું પણ ભાન નહેતું, ધર્મનું નામ તો તેણે સ્વપ્નમાં પણ નહીં સાંભળેલું, તો પછી સુપાત્ર દાનાદિની શી વાત કરવી ?
એક દિવસ રાજા સભામાં બેઠે હતા તેવામાં એક સુભટ ત્યાં અચાનક આવી કહેવા લાગ્યું; નિઃશંક થઈ નિરતર વિષય વાસનામાં મુગ્ધ રહેનાર હે રાજન ! તું જિનધર્મારાધન કેમ નથી કરતા ? - હે પિતાના બળ પર મુસ્તાક થનાર અભિમાની! શું તું યમરાજના દ્વતોથી પણ નથી ડરતે ? અગર તને સેના
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
આદિ સુભટાના ગ છે તે આવી જા, મારી સાથે યુદ્ધ કર.. તે સાંભળી ક્રોધાન્ય રાજાના પ્રેરાયેલા રાજવીરે તેને મારવા દોડચા, પરન્તુ તે સુભટે પેાતાના બળથી એવી રીતે તેઓનુ તાડન કર્યું કે તેઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. પછી સુભટ રાજાના કેશ પકડી આકાશ માર્ગે ઊડયો. અને રાજાને એક વનખંડમાં એકલા મૂકી અદૃશ્ય થઇ ગયા.
હવે રાજા વિચારવા લાગ્યા, આહ ! આનાથી સન્ય કેમ ભાગી ગયું ? મને તે આ જંગલમાં મૂકી જતા રહ્યો? હવે શું કરું ? ક્યાં જાઉં ? કેની આગળ ફરિયાદ કરુ ? કાં મારી રાજધાની ! કયાં મારી પત્ની શ્રીકાન્તા ! અને કયાં હું આ નિર્જન વનમાં ભટકતા ! ! !.............આમ વિચારતા શાકમગ્ન થઇ વનમાં ફરવા લાગ્યા.
અહી” એક આમ્રવૃક્ષની નીચે બેઠેલા મુનિને જોઈ તે નમસ્કાર કરી તેમની પાસે બેસી ગયા. મુનિ તેને ધર્મોપદેશ આપવા લાગ્યા. તે સાંભળ્યા પછી રાજા પૂછવા લાગ્યા. “ હે મુનિરાજ ! રૂપકાંતિથી યુક્ત છતાં આપે ભરયૌવનમાં દીક્ષા શા માટે લીધી ? ” મુનિ ખેલ્યાઃ “ હું રાજન્! આ સંસારમાં વૈભવ–વિલાસ, વીરતા, વિદ્વત્તા, તેમજ અતુલ પરાક્રમી ચતુ રંગી સેના પણ જીવને મૃત્યુથી ખચાવી શકતી નથી. સ
સ્નેહી સ્વાના સ`ગી છે. સુખમાં ભાગ સહુ લેવા આવે છે, પરન્તુ દુઃખને કાઈ લઈ શકતું નથી. એમ સમજી મે રાજ્ય છેડી દીક્ષા લીધી. રાજા વિચારવા લાગ્યા કે નિશ્ચય આ મુનિ લેાકાલેાકને જોનાર જાણનાર. મહાજ્ઞાની જણાય છે. એમ વિચારી તે ખેલ્યોઃ “ હે મુનિરાજ ! કૌડા સુભટેની મધ્યમાંથી હું અહી` શી રીતે આવ્યા ? અને મારુ અતુલ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૭
એવું બળ કેમ નાશ પામ્યું?” મુનિ બેલ્યા, “હે રાજન ! પાંચમા ક૫માં વાસ કરનાર અમૃતપ્રિય નામનો એક દેવછે. તે મને વાંદવા અહિં આવ્યું હતું તેણે પૂછયું હતું કે મારું ચવન થયા પછી મારા વિમાનમાં દેવપણે કેણ ઉત્પન્ન થશે? ત્યારે મેં તેને કહ્યું કે રણશર રાજા તારા વિમાનમાં દેવ થશે. તે બેભેઃ “હે પ્રભે ! તે પોતાની શ્રીકાન્તા નામની પત્નીમાં અત્યંત આસક્ત હોવાથી ધર્મનું નામ પણ જાણતો નથી. તેથી તે શી રીતે મારી જગ્યાએ આવશે?” તે સાંભળી મેં કહ્યું: “હે દેવ અહીં આવવાથી તે રાજા મારાથી પ્રતિબોધ પામી ધર્મ સ્વીકારશે. તે સાંભળી દેવ તને પકડી અહીં લાવ્યું છે માટે હે રાજન ઉભયલેકમાં કલ્યાણ માટે દેવાધિદેવ જિનેશ્વર પ્રણિત ધર્મને સ્વીકારી તું તારા જન્મને સફળ કર.”
પછી રાજાએ ભાવથી સમ્યત્વ સહિત બાર પ્રકારને શ્રાવક ધર્મ સ્વીકાર્યો. અહીં તે દેવ પણ પ્રગટ થઈ તેની
સ્તુતિ કરવા લાગે, કે હે રાજન ! નિશ્ચય તું ધન્ય છે, કૃતપુણ્ય છે! વળી હે રાજન તે તારે અવતાર સફળ કર્યો. ઇત્યાદિ સ્તુતિ કરી દેવે રાજાને તેના સ્થાનમાં પહોંચાડ્યો. હવે રાજા “હું પર્વ દિવસમાં જીવીશ ત્યાંસુધી પૌષધ કરીશ.” એવો નિયમ અભિગ્રહ લઈને સમ્યફ રીતે જિનધર્મારાધન કરવા લાગ્યો.
એક દિવસ તે અંતઃપુરમાં ગયે ત્યાં પોતાની શ્રીકાન્તાને નહિ જેવાથી ચિંતામાં વ્યગ્ર થઈ સેવકને શોધવા માટે મોકલ્યા, પરન્ત શ્રીકાન્તાનો ક્યાંય પત્તો ન લાગ્યું. ત્યારે હતાશ થઈ ૧૨
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮ રાજાએ એક તિષીને બોલાવી પૂછયું, “હે નિમિત્ત! મારી ભાર્યાને કાંઈ પત્તો નથી. તે કયાં મળશે તે કહે.”
તિષી બોલ્યાઃ “હે રાજન! તે ઉત્તર દિશામાં જવાથી મળશે.” તે સાંભળી રાજાએ ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ક્રમશઃ ચાલતે રાજા પાંચમે દિવસે એક મહાઅટીમાં આવેલા ધનંજય નામક યક્ષ મંદિરે આવી પહોંચે. તે દિવસે ચૌદશ મહાપર્વ હોવાથી રાજા પૌષધ લઈ મૌન પૂર્વક ધર્મધ્યાન કરવા લાગ્યું. એટલામાં એક સુભટે આવી કહ્યું, “હે રાજન ! દોડે, દોડે, આ દુષ્ટ પુરુષ તમારી રાણીને લઈ જઈ રહ્યો છે. માટે તમે તેને છેડા. તે સાંભળી રાજા વિચારવા લાગ્યા. માતા, પિતા, ભાઈ, ભગિની અને ભાર્યા વગેરે જીવોને વારં વાર મળે છે, પરંતુ આ વ્રત સંગ મહાદુર્લભ છે તે હું શી રીતે ત્યજુ?” એમ વિચારી રાજાએ જાણે સાંભળ્યું જ ન હોય તેમ વિશેષ પ્રકારે ચિત્તને ધર્મમાં . એટલામાં તે શ્રીકાન્તા એક ભયંકર પુરુષ સાથે ત્યાં આવી કહેવા લાગી કેઃ “હે વલ્લભ ! હે પ્રાણનાથ !! આ દુરાત્માથી મને છેડાવો, આ દુષ્ટ મારી પાછળ પડ્યો છે. પોતાની પત્ની બીજાને આધીન જોઈ કોણ શાંત રહે? હે નાથ ! મારા પર જે આપને અત્યંત પ્રેમ હતો તે કયાં ગયે ? આ અબલાની જરાક તે દરકાર કરે. નહીં તે આ દુષ્ટ નિશ્ચય મારું શિયળ ખંડિત કરશે.” ઇત્યાદિ સાંભળવાથી પણ જ્યારે રાજાનું મન ચલિત ન થયું ત્યારે તે યક્ષ પ્રતિકૂલ ઉપદ્રવ કરવા લાગે. ધૂળની વર્ષા, મહાસર્ષે ફેલી ખાય તેવી કીડીઓ, વાઘ વરુ હાથી વગેરે વિકુવી અનેક પ્રકારે પરીક્ષા કરી. પરંતુ તે પુણ્યાત્મા ધર્મધ્યાનથી જરાયે ચલાયમાન થયે નહીં ત્યારે તે
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૯
થક્ષ પ્રત્યક્ષ થઈ કહેવા લાગેઃ “હે રાજન! નિશ્ચય તું ધન્ય છે. કૃતપુણ્ય છે, ત્રણે લેકમાં પૂજનીય છે, તારું ચિત્ત પૌષધમાં અત્યંત સ્થિર છે. હે રાજન હું આ મંદિરમાં રહેતા ધનંજય નામને યક્ષ છું. મેં તારી બહુ વિટંબણા કરી છે. માટે તું ક્ષમા કર. વળી હે રાજન સાંભળ વૈતાઢય પર્વતના દક્ષિણ ભાગમાં ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાંના ખેચરાધિપતિએ તારી શ્રીકાન્તાનું હરણ કર્યું છે. તે દુષ્ટ
જ્યાં તેનું શિયળ ખંડન કરવા જાય છે ત્યાં તે, કુદરતી ફટકે પડવાથી મૃત્યુ પામે છે. અત્યારે તારી શિયળવંતી નારી શ્રીકાન્તા એકલી બેઠી વિલાપ કરે છે. હું હમણાં તેને લઈ આવું છું.” એમ કહી યક્ષ ગયે. અને શ્રીકાન્તાને લઈ આવ્યું. પછી રાજાએ સવાર થતાં પૌષધ પાર્યો અને પત્ની સહિત ચક્ષ સાથે પિતાના નગરમાં આવ્યો.
યક્ષે રાજાને સિંહાસન પર બેસાડી સુવર્ણ મણિની વર્ષા કરી પછી રાજાની સ્તુતિ કરતે સ્વસ્થાને ગયે. અહીં રાજા રણશુર, ધર્મશૂર બની આદરપૂર્વક ધર્મારાધન કરવા લાગે. પર્વતિથિએ પૌષધ કરતે સુખે રહેવા લાગ્યું, પછી અનશનપૂર્વક મૃત્યુ પામી બ્રહ્મદેવલેકમાં મહાસમૃદ્ધિશાળી અમૃતપ્રિય નામને દેવ થયે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાન પામી મુક્તિએ જશે.
| | ઇતિ રણશર કથા સમાપ્ત .
હવે પ્રભુ કહે છે, હે ભવ્ય ! રણશર રાજાનું આવું દૃષ્ટાંત સાંભળી તમે પૌષધવ્રતમાં આદર કરે. તે સાંભળી આણંદ પિષધવત લઈ બારમું અતિથિસંવિભાગ નામનું
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦,
વ્રત સાંભળવા લાગ્યા. પ્રભુ કહે છેઃ “ હે ભવ્યજીવો ! જે પુરુષ અતિથિ સંવિભાગ નામનું વ્રત નિરંતર પાળે તે ભાગાને ભાગવી મેાક્ષાનદને પામે છે. જે મહાત્માએ તિથિપર્વ, ઉત્સવ વગેરે સર્વના ત્યાગ કરેલા હાય, તે અતિથિ કહેવાય. બાકીના અભ્યાગત કહેવાય.
: સમ્ એટલે આધાકર્માદ્રિ બેતાલીશ દોષથી રહિત વિ વિશિષ્ટ એવા, માત્ત એટલે પશ્ચાત કર્મ (પાછું ફરી કરવું ન પડે) વિ. દોષોને ટાળીને અન્નના જે અશ આપવા તે વિભાગ કહેવાય છે. અતિથિને જે પુરુષ દાન આપે છે તે જિનદત્તની જેમ આલેાકમાં સુખસંપત્તિ અને પરલેાકમાં શિવસિદ્ધિ સંપન્ન કરે છે. તે સાંભળી આણુă ખોલ્યા, હું પ્રભુ ! તે જિનદત્ત કેાણ હતા ? અને શી રીતે એણે અતિથિસ વિભાગ વ્રત આયુ ? પ્રભુ ખોલ્યાઃ “ હું શ્રાવક ! એના દૃષ્ટાંતને સાંભળ:—
Page #204
--------------------------------------------------------------------------
________________
જિનદત્તની સ્થા
પિતનપુર નગરમાં મહાસમૃદ્ધિશાળી જિનદત્ત નામને વણિક વસતો હતો. પૂર્ણ નામની તેને સુશીલ પત્ની હતી, તે શ્રેષ્ઠી બહુ સરલ પરિણામી અને દાનચીવાળે હતે. એક વખત તે નગરમાં ધર્માચાર્ય સપરિવાર સમવસર્યા, તેમને વાંદવા શ્રેષ્ઠી સપરિવાર ગયે. વિધિપૂર્વક વંદન કરી ઉચિત સ્થાને બેઠે. સૂરિરાજની દેશના સાંભળી તેણે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. વળી એ અભિગ્રહણ કર્યો કે હે સ્વામી! મારે એકાંતરે ઉપવાસ, ત્રણેકાળ જિનપૂજા, તથા ઉભયકાળ પ્રતિકમણ કરવું. તે સાંભળી ગુરુએ તેને અભિગ્રહનું પચ્ચફખાણ આપ્યું, પછી ગુરુજીને વાંદી તે પોતાને ઘરે આવ્યું.
શુદ્ધ ભાવથી ધર્મારાધન કરતે તે શ્રેષ્ઠી પિતાને કાળ વ્યતીત કરવા લાગ્યો. થોડા દિવસ પછી પૂર્વ કર્મના દોષથી તે સાવ નિધન થઈ ગયો. ત્યારે તેની પત્ની પૂર્ણાએ કહ્યું; “હે નાથ! આમ કયાં સુધી ચાલશે! હવે ધન કમાવાની કેઈ આશા નથી. કેમકે ધન વગર ધન પ્રાપ્ત થતું નથી. માટે હે વલ્લભ! તમે જે મારા પીયરમાં જાવ અને મારા પિતા પાસેથી ધન લાવી કાંઈ વેપાર કરે તે આપણે સંસાર
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સુખે ચાલે. પણ તે શ્રેષ્ઠી શરમને માર્યો ત્યાં ન ગયો. પત્નીના બહુ આગ્રહથી સાથવાનું ભાથું લઈ ઊપડ્યો. તે દિવસે તેને ઉપવાસ હતો, બીજે દિવસે મધ્યાહ્ન સમયે તે એક ગામ નજીક આવી પહોંચ્યો. ત્યાં જળથી પરિપૂર્ણ અને કમળાથી સુશેભિત એક સરોવરના કિનારે વૃક્ષની છાયામાં બેસી તેણે સાથવાને ભીને કર્યો, મુખશુદ્ધિ કરીને વિચારવા લાગ્યો, મારા ઘેર તે હમેશાં સાધુ સાધ્વીઓ આવ્યા કરે છે, પરંતુ હમણું અહીં કઈ મુનિરાજ આવે તે મારું ભાગ્ય ઊઘડી જાય. આમ વિચારે છે ત્યાં ભાગ્યયોગે નિરંતર માસક્ષમણને પારણે માસક્ષમણ કરનારા એવા મુનિરાજને આવતા જોયા. મુનિરાજને આવતાં જોઈ અત્યંત હર્ષને ધારણ કરતો જિનદત્ત તેની સામે ગયો, વંદના કરી વિનમ્રભાવે વિનતિ કરી કે, “હે મુનિરાજ! પ્રાસુક આહાર વિહારી મારે વિસ્તાર (ઉદ્ધાર) કરે.” -મુનિએ શુદ્ધ આહાર જાણું ગ્રહણ કર્યો, શ્રેષ્ઠીએ પણ શુદ્ધભાવથી સુપાત્રદાન કરી અનગલ પુણ્ય ઉપાર્જયું, કેમે કરી તે ચોથે દિવસે સસરાના ઘરે પહોંચ્યો.
ત્યારબાદ તેણે ત્યાં જિનેશ્વરે એ બતાવેલા વિધિ પ્રમાણે પારણું કર્યું, પછી જિનદત્તને તેના સસરાએ મ–કુશળ પૂછી, આવવાનું કારણ પૂછયું, ત્યારે જિનદત્ત પોતાની બધી હકીકત નિવેદન કરી. તે સાંભળી સમસ્ત પરિવારે વિચાર્યું, જે આને દ્રવ્ય આપશું તે આ પાછો કંગાલ થઈ અહીં આવશે. માટે આ બાબતની સલાહ કુળદેવીથી લેવી જોઈએ. પછી તેઓ કુળદેવીની આરાધના કરવા લાગ્યા. એટલામાં કુળદેવી સાક્ષાત્ થઈ બોલી સાંભળે, આ જિનદત્ત મુનિદાનથી જે પુણ્ય ઉપાર્જન કર્યું છે તેને ચોથો ભાગ જે તે તમને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૩ આપે તે, તમે તેને જે માગે તે આપજે, અન્યથા નહીં. દેવીનાં વચન સાંભળી જિનદત્તને સસરે કહેવા લાગ્યઃ “હે જમાઈરાજ ! તું મુનિદાનના પુણ્યને ચે ભાગ મને આપે તે તું જે માગીશ તે તને આપીશ.” તે સાંભળી જિનદત્ત બોલ્યઃ “હે સસરાજી ! તમે ઉચિત ન કહ્યું. કારણકે કલ્પવૃક્ષનું ઉમૂલન કરીને લીમડે કોણ આપે? મદમસ્ત ગંધહસ્તીને વેચી ગધેડે કોણ ખરીદે ? કઈ ચિંતામણિરત્ન આપી શું કાચને કટકે લેતા હશે ? માટે સસરાજી ! મુનિદાનનું ફળ મનુષ્ય સંબંધી દેવ સંબંધી અને મોક્ષ સંબંધી પણ સુખ આપે છે. એવા મુનિદાનના ફળને વેચી કયો પુરુષ વિનશ્વર દ્રવ્યને છે ?
જમાઈના આવાં વચન સાંભળી પૂર્ણાને બાપ બેદરકારી બતાવવા લાગ્યો તેથી જિનદત્ત પણ ફરી યાચના ન કરી, કારણ કે “માનધન પુરુષ પ્રાણના વિયોગે પણ કુલ મર્યાદા નથી મૂકતા.” નિરાશાની દારુણ વેદનાથી અંતરની ઊર્મિઓ. દારિદ્રતાના પ્રચંડ રૂપમાં ફેરવાઈ ગયેલી જોઈ જિનદત્ત કમેકરી પોતાના ગામ પાસેના નદીકિનારે આવી વિશ્રામ માટે બેઠે. તે વિચારવા લાગ્યો કે મારી પત્નીએ મને બહુ આગ્રહથી પિતાના પીયર મોકલ્યો હતો, પણ મારું આ સ્વરૂપ જોઈ તેને બહુ દુઃખ થશે. એમ વિચારી તેણે નદીનાળાંના ગોળ ગોળ પત્થર ભેગા કર્યા, તેની પોટલી માથે મૂકી તે પિતાના ઘેર આવ્યા.
ત્યારપછી તેની ભાર્યા પોતાના પતિને ધન સાથે આવતે જોઈ તેની સામે દેડી અને પતિના મસ્તક પરથી પોટલી ઉપાડી, એકાન્તમાં મુકી. તેમાંથી એક
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૪ રત્ન કાઢી તેણે કોઈ વણિકની દુકાને ગીરે મૂક્યું, અને તે દ્રવ્યથી સારું ભોજન બનાવી, પતિને પ્રેમપૂર્વક પીરસ્યું, શ્રેષ્ઠી ખાતે જાય છે અને વિચારતો જાય છે, નિશ્ચય આ મારી પત્ની અણસમજુ છે, કે જેથી તે કરજ કરી મારી ભક્તિ કરે છે. અત્યારે તે ભેજન બહુ મીઠું લાગે છે, પણ પાછળથી બહુ મુશ્કેલ પડશે. એમ વિચારી શેઠ બોલ્યો, અરે ગાંડી ! તું નકામી મારા માથે કર શા માટે કરે છે? પાછળથી તે કેણ તારે બાપ ભરશે? પૂર્ણ બોલી, હે નાથ ! મારા પિતાએ તેમને અનર્ગલ લક્ષ્મી આપી છે છતાં આપ આમ કેમ બોલો છો? તે સાંભળી શ્રેષ્ઠી તે. આભો જ બની ગયો. જમ્યા પછી તે જ્યાં પોટલી જોવા ગયો ત્યાં બધા પત્થર રત્ન રૂપે જોયા. શ્રેષ્ઠી વિચારવા લાગ્યો નિશ્ચય આ સુપાત્રદાનનું જ માહાત્મ્ય છે. આ લેકમાં જ આવું પ્રત્યક્ષ ફળ મળ્યું છે તે આગામી અવતારમાં જરૂર શિવસુખનું સાધન થશે.” એમ જાણી તે પ્રિયાને કહેવા લાગ્યો; “હે પ્રિયા ! કુદરતની કરામત શું ઓછી છે! સુપાત્રે વાવેલું ધન જલદી અને મોટા પ્રમાણમાં ઊગી નીકળે છે.
ત્યારપછી શ્રેષ્ઠીએ બનેલી બધી બીના પિતાની પત્નીને જણાવી. શુદ્ધાહારને સુપાત્રે સદુપયોગ કરવાથી તે એટલો બધે ધનાઢય થયો કે તેને મહિમા ઘરે ઘરે ગવાયો. તે આ લેકમાં અનુપમ આનંદ અનુભવી પરલેકે પણ સાદી અનંત શિવસુખ સંપાદન કરશે.
ઇતિ જિનદત્ત કથા સમાપ્ત છે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૫
એ સાંભળી આણુદેં અતિથિસવિભાગ નામનું વ્રત ગ્રહણ કર્યું. પછી તે એલ્યેા. હું સ્વામિન્ ! ભવભયને ભાંગનાર આ ખારે વ્રત આપની કૃપાથી જીવનપર્યંત થાઓ. “ વળી હું સ્વામિન! આ જગતમાં રાગદ્વેષને જીતનાર તે જ મારા દેવ, પંચમહાવ્રતયુક્ત, અષ્ટપ્રવચન માતાને પાળનાર તથા દસ પ્રકારના . યતિધર્મમાં આદર કરનાર એ જ મારા ગુરુ અને કેવળીભાષિત એ જ મારો ધર્મ છે. હું તીર્થંકરાની જ પૂજા કરીશ. રિહરાદિ અન્ય દેવતાઓને હું નમસ્કાર નહીં કરૂ, અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી જિન પ્રતિમા પણ મારાથી નમસ્કાર કરવા ચેાગ્ય નથી. સામગ્રી હાવાથી અન્નપાન, વસ્ત્ર, પાત્ર, કામળી પાગા, ઊન, સથા રીઆ, અને ઔષધ આદ્ઘિ કલ્પનીય વસ્તુ મુનિરાજોને વહેારાવીશ. ” આવી રીતે ચિંતામણી રત્નને પામી ખરેખરા આનંદને અનુભવતા આણંદ પ્રભુ પ્રતિ ખેલ્યા, “ હું પ્રભા ! આજ મારા જન્મ સફળ થયા, આજ મને ત્રણલાકનું રાજ્ય મળ્યું છે. દરદ્રને સુવર્ણ મણિથી ભરેલા ખજાના મળવાથી જે આન ન થાય એવી ખુશી મને આપનું શાસન મળવાથી મળી છે; પૂર્વ કદી ન મળેલા ધર્મ આપ દ્વારા આજે મને મળ્યા,” એમ ખેલતા આણંદ પ્રભુને વારંવાર વંદ્યન કરતા પેાતાને ઘેર આવ્યેા.
પેાતાની પત્ની શિવાનઢાને કહેવા લાગ્યાઃ “ હું ભદ્રે ! શું હું કહું તને ? આજ હું અપૂર્વ આનંદમાં છું.” શિવાનંદા ખેલી. “ છે શું ? એ કહેશેા કે એકલા જ આનંદ અનુભવશે ? શું આપની ખુશીમાં હું હક્કદાર નથી ?” આણુંદ એલ્યા, “ હું
''
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
દેવી ! શ્રી વ માનસ્વામી દ્યુતિપલાસ ચૈત્યમાં સપરિવાર સમવસર્યા છે. તેમની પાસે મેં શ્રાવક ધર્મ ગ્રહણ કર્યાં છે. માટે તું પણ જલદી ત્યાં જઈ પેાતાના જન્મને સફળ કર ”– તે સાંભળી શિવાનંદાએ અત્યંત હર્ષપૂર્વક સમવસરણમાં આવી પ્રભુને વિધિપૂર્વક વાંદ્યા.
પછી તે . ખાલી, “ હે નિરાધારના નાથ ! મને પણ શ્રાવક વ્રત ઉચ્ચરાવેા કે જેથી હું સંસારની પેલે પાર નીકળી જા.” ત્યારપછી પ્રભુ પાસેથી શ્રાવક ધમ ગ્રહણ કરી શિવાનંદા પોતાને ઘરે આવી.”
અહીં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે. “હું સ્વામી ! આણંદ શ્રાવક યતિ ધર્મ લેશે કે નહિ ? ” પ્રભુ માલ્યા : “ હે ગૌતમ !—તે આ ભવમાં યતિમ નહી લે.”
શિવાનંદા સાથે આણંદ સાવધાનીપૂર્વક પ્રસન્ન મનથી જિનધર્મારાધન કરવા લાગ્યો. કહ્યુ છે કેઃ—
भव सय सहस्स दुलहे जाइ जरा मरण सायरुत्तारे ॥ जिणवयणंमि गुणायरे, खणमवि मा काहिसिपमायं ||१||
અર્થ:—હે ભન્યજીવ ! લાખા જન્મથી પણ ન મેળવી શકાય એવા તેમજ જાતિ જરા–મરણુ રૂપ વિકરાળ જળચરાથી વ્યાપ્ત સંસાર સમુદ્રને પાર ઊતારનારા એવા જિનરાજના વચન રૂપ ગુણાના સમૂહને વિષે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન સેવ.
આમ આણંદને જિનધમ આરાધતા ચૌદ વર્ષ પસાર થઈ ગયાં. પંદરમા વર્ષની ધર્મ જાગિરકા કરતા આણુંદ વિચારે છેઃ હજી સુધી મેં પરિવારના સ્વામિત્વપણાનુ' પાલન
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૭ કર્યું છે, હવે જે પડિમારૂપ ધર્મ કરું તે સારું થાય એમ વિચારી તેણે પિતાના સમસ્ત કુટુંબને આમંત્રણ આપી ઉત્સવપૂર્વક જમાડ્યા. ઉત્તમ પકવાને તથા વસ્ત્ર સુધી દ્રવ્યમિશ્રિત-તાંબુલ વગેરેથી સંતુષ્ટ કરી આણંદ દીવાનખાનામાં પરિવાર સાથે બેસી બોલવા લાગ્યો. “હે સ્વજને ! જે તમે સંમતિ આપે તે હું મારા મેટા પુત્રને વ્યવહાર ભાર સોંપી શ્રી વિરજિન કથિત પડિમા રૂપ ધર્મ આદરું.” કુટુંબીઓની અનુજ્ઞાથી પિતાના જ્યેષ્ટ પુત્રને ઘર ભાર સપી તે કલ્લાક સન્નિવેશમાં, કે જ્યાં તેના કુટુંબી લેકે વસતા હતા, ત્યાં આવ્યું. ત્યાં બધાને ભેટી પોતાની ચણવેલી.. પૌષધશાળામાં આવી તેનું જયણાપૂર્વક પ્રમાર્જન કર્યું, ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિનું પ્રતિલેખણ કરી દર્ભાસને બેઠે, અને જિનેશ્વરેએ કહ્યા મુજબ પડિમા તપ કરવા લાગ્યું.
અગિયાર પડિમાની ગાથા – दसण वय सामाइअ, पोसह पडिमा अबंभ सच्चिते ॥ आरंभ पेस उद्दिवज्जए समणभूए अ॥ १ ॥
અર્થઃ–પહેલી દર્શન ડિમા તે એક માસ સુધિ નિરતિચાર સમ્યક્ત્વનું પાલન કરવા રૂપ જાણવી એવી રીતે બીજી પડિમામાં પૂર્વ વિધિસહિત એક એક માસ વધારતા જવું.
બીજી વ્રત પડિમા ત્રીજી સામાયિક પડિમા ચોથી પૌષધ પડિમા, પાંચમી કાર્યોત્સર્ગ પડિમા છઠ્ઠી મિથુન પડિમા, સાતમી સચ્ચિત ત્યાગ પડિમા આઠમી પતે આરંભ કરવાના ત્યાગ રૂપ પડિમા, નવમી બીજા પાસે આરંભ કરાવવાના. ત્યાગ રૂપ પડિમા, દસમી ઉદ્દેશીને કરેલા ભોજન વગેરે પદાર્થોનો ત્યાગ કરવા રૂપ પડિમા. અગિયારમી સાધુની પેઠે
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮ લેચ કરી તથા સાધુને વેષ પહેરી પરિમાણ ધારી આહાર લાવવા રૂપ પડિમા એ પ્રમાણે અગિયાર પડિમાઓની સાડા પાંચ વર્ષ સુધી ઘોર તપસ્યા કરવાથી આણંદ શ્રાવક બહુ અશક્ત થઈ ગયે. તેના શરીરમાં હાડચામ સિવાય કાંઈ દેખાતું ન હતું. જેમ જેમ તેનું શરીર ક્ષીણ થતું ગયું તેમ તેમ તેનું આત્મબળ વધતું ગયું તે ધર્મમાં સાધિક દઢ થવા લાગે. પોતાના શરીરની શક્તિ ક્ષીણ થયેલી જાણું તે પૈર્યધારી પુરુષે સંલેખનાપૂર્વક અનશન ગ્રહણ કર્યું. વૈરાગ્યના રંગે રંગાયેલા આણંદને એ અરસામાં અલબેલું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તે પૂર્વ પશ્ચિમ, અને દક્ષિણ દિશામાં પાંચ જોજન સુધી લવણસમુદ્રમાં જોવા લાગ્યું. ઉત્તર દિશામાં લધુ હિમવંત પર્વત સુધી જોવા લાગ્યા. અધે દિશામાં પ્રથમ નારક પૃથ્વીમાં લેલક નામને નરકાવાસ અને ઊર્ધ્વ દિશામાં સૌધર્મ નામના દેવકને જોવા લાગ્યું. પછી તે મમતા મૂકી સમતાના રંગમાં રમવા લાગ્યો.
અહીં તેમની આગળ શરદના પૂર્ણચન્દ્રની આહૂલાદકતા કઈ ચીજ નથી, જેમણે શરદ ઋતુને પૂર્ણ કિરણેથી પ્રકાશતો સૂર્ય તેજ વગેરે ગુણેમાં પહોંચી શકતા નથી, જેમની આગળ ઈન્દ્રની સૌદર્યતા ઝાંખી દેખાય છે, જેમની દૃઢતાથી મેરુ પણ કંપી ગયેલે, તેવા શ્રી વર્ધમાનસ્વામી અનેક દેવતાથી સેવાતા સપરિવાર વાણિજ્ય ગામમાં સમવસર્યા. દેવોએ રચેલા સમવસરણમાં બાર પર્ષદ બેઠી, પ્રભુ પાંત્રીસ ગુણયુક્ત વાણીએ દેશના આપવા લાગ્યા. દેશના બાદ સર્વ નગરજનો પોતપોતાનાં સ્થાને જવા લાગ્યા. અહીં મધ્યાહન થવાથી વીરપ્રભુની અનુજ્ઞા લઈ સંપૂર્ણ શ્રુતજ્ઞાનવાળા, પ્રશાન્ત
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૯ ચિત્તવાળા, અને વિવિધ લબ્ધિઓથી વિભૂષિત થયેલા નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરનારા પ્રથમ ગણધર ગૌતમસ્વામી ગોચરી. અથે વાણિજ્ય ગામમાં આવ્યા. તેઓ ગોચરી વહેરી પાછા ફરતા હતા ત્યાં તેમણે કેટલાક સન્નિવેશે જતા લોકોના મુખથી સાંભળ્યું કે આણંદ શ્રાવકે અનશન લીધું છે. તે સાંભળી ગૌતમસ્વામી આણંદને વંદના કરાવવાના હેતુથી. કેલ્લાક સન્નિવેશની પષધશાળામાં પધાર્યા, આણંદ ગૌતમસ્વામીને જોઈ અત્યંત હર્ષિત થઈ ઊઠવા ગયે, પણ અશક્તિને લીધે ન ઊઠી શક્યો, ત્યારે ગૌતમસ્વામી તેની પાસે ગયા અને ઊઠવાની ના કહી. પછી આણંદે ગૌતમસ્વામીના ચરણમાં મસ્તક નમાવી નમસ્કાર કર્યા પછી તે પૂછવા લાગે. ” “હે ભગવદ્ ! શ્રાવકેને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ? ગૌતમસ્વામી બેલ્યા. “હા, થાય.” તે બેલ્થ. હે પ્રભો ! મને પણ અવધિજ્ઞાન થયું છે તેથી ત્રણે દિશાઓમાં પાંચસો જોજન સુધી લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં લઘુ હિમવંત પર્વત જોવામાં આવે છે. તેમજ અર્ધમાં લેલક નારક અને અને ઊર્ધ્વમાં પ્રથમ દેવલેક દેખાય છે.”
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું. “હે આણંદ! ગ્રહસ્થ અવધિજ્ઞાનથી આટલું બધું જોઈ જાણી ન શકે, માટે તું મિથ્યાદુકૃત દે.” આણંદ બેભેઃ “હે ભગવન! વીરવચન વિરૂદ્ધ નિરૂપણ કરે તે મિથ્યા દુષ્કૃત આપે કે સત્યપ્રરૂપણ કરે તે આપે?” ગૌતમ બોલ્યાઃ “હે શ્રમણે પાસક ! અસત્ય પ્રરૂપણ કરે તે જ મિથ્યાદુકૃત આપે, બીજા નહિ.” ત્યારે આણંદ બે. “હે ભગવન ! ત્યારે તે આપ જ મિથ્યાકૃત આપે. તે સાંભળી શંકાશીલ મનવાળા ગૌતમ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સ્વામીએ પ્રભુ પાસે આવી ગોચરી આલેાવી. પછી પ્રભુને વાંદીને પૂછ્યું: “ હું સર્વજ્ઞ ભગવન્ ! આણુંđનું વચન સાચું છે કે મારુ. પ્રભુ મેલ્યા હું ગૌતમ ! આણંદનું કહેવું સાચું છે.” તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈ ગાતમસ્વામી ત્વરાથી ત્યાં ગયા અને આણંદને ખમાવી મિથ્યાદુષ્કૃત દીધું. અહા ! મેાક્ષાથી પુરુષો કેવા સરલ પરિણામી હાય છે !!
પછી ગૌતમસ્વામી આણુને નિર્યાતના કરી પ્રભુ પાસે આવ્યા. એ પ્રકારે ચરમ જિનના પ્રથમ શ્રાવક આણુદે વીસ વર્ષ સુધી જિનધર્મારાધન કરી શ્રાવકની અગિપાર ડિમા વિધિપૂર્વક આરાધી. સ’લેખણુપૂર્વક એક માસનુ અનશન લઈ શુભધ્યાનમાં પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં કાળ પામી તે સૌધમ દેવલાકના અરૂણાભ વિમાનમાં ચારપલ્યાગમના આયુષ્યવાળા મહાસમૃદ્ધિશાળી દેવતા થયા.
હવે ગૌતમસ્વામી પૂછે છે: “ હે ભગવન્ ! આણુંદ કાળ કરી કર્યાં ઉત્પન્ન થયા ? ” પ્રભુ બેાલ્યાઃ “ હે ગૌતમ ! તે પહેલાં દેવલાકમાં અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ગૌતમસ્વામીએ ફરી પૂછ્યું: “ હું સ્વામિન્ ! ત્યાંથી ચ્યવી તે કયાં જન્મશે ? ” પ્રભુ મેલ્યા; તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં પ્રવજ્યા લઈ કેવળજ્ઞાન પામી મેાક્ષને વરશે.”
હું ભવ્યજીવા ! આણું શ્રાવકનુ આવું ચરિત્ર સાંભળી જિનધર્મમાં પ્રમાદ વ ઉદ્યમ કરે. ઇતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય રાજકીર્તિગણીની રચેલી ગદ્યખંધ વમાન દેશનાના આણંદ શ્રાવક પ્રતિધ નામક પ્રથમઃ ઉલ્લાસ સમાપ્ત !!
Page #214
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ બીજે
કામદેવ’ શ્રાવકનું ચરિત્ર
હવે શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીના પૂછવાથી કામદેવ શ્રાવકનું ચરિત્ર કહે છે. આ ભરતક્ષેત્રમાં ધનધાન્યથી ભરપૂર ચંપા નામની નગરી છે. ત્યાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય છે તે નગરીને અધિપતિ જીતશત્રુ રાજા હતો. તે પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો. કામદેવ નામને વણિક વસતે હતે. તેને પૂર્ણકળાએ ખીલેલા ચંદ્ર જેવા મુખવાળી ભદ્રા નામની ભાર્યા હતી. તે કામદેવ પાસે ઘણું દ્રવ્ય હતું. છ કરોડ મહેરો જેટલું દ્રવ્ય વાણિજ્યમાં, છે કરેડનું વ્યાજમાં રોકાયેલું, છ કરોડનું દ્રવ્ય ભૂમિમાં નિધાન રૂપે હતું. દસ દસ હજાર ધેનુની સંખ્યાવાળા છ ગેકુળ તે ભાગ્યશાળીને ત્યાં હતાં. બીજી પણ પુષ્કળ રિદ્ધિ તેને હતી. આમ અનેક પ્રકારે મનુષ્ય સંબંધી સુખ ભેગવતે કામદેવ કાળનિર્ગમન કરતો હતો.
અહીં એક દિવસ ચરમ તીર્થકર શાસનાધિપતિ શ્રી વીર જિનેન્દ્ર પૂર્ણભદ્ર ચેત્યે પિતાના પરિવાર સાથે સમવસર્યા,
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯ર
તે વખતે દેવોએ સમવસરણ રચ્યું. વિશ્વવલ્લભ વિતરાગને વાંદવા નગરનિવાસી નરનારીઓ ઉત્સાહપૂર્વક જવા લાગ્યા આ દશ્ય જોઈ કામદેવે કઈ પુરુષને પૂછ્યું, “હે ભાઈ ?" આજે નગરમાં શાને ઉત્સવ છે, આજે શું કોઈ તહેવાર છે? આ લેક નગર બહાર શા માટે જાય છે ? ત્યારે પૌરી પુરુષ બેલ્થ. હે શ્રેષ્ઠી ! દેવાધિદેવ સર્વજ્ઞ શ્રી વર્ધમાનસ્વામી આપણા પૂર્ણભદ્ર નામના ચૈત્યને વિષે સપરિવાર સમવસર્યા છે. તેમને વાંદવા માટે આ ભાગ્યશાળી છે. જાય છે. તે પુરુષનાં વચન સાંભળી હર્ષભર્યા હૈયે મહાન સમૃદ્ધિ સાથે કામદેવ વિતરાગને વાંદવા ઊપડ. પ્રભુ પાસે આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાંગપ્રણિપાત કરી બેઠે પ્રભુએ પણ કંદર્પના દર્પને ઉતારી નાખે એવી અતિશયયુક્ત વાણુથી. દેશના આપી, પ્રભુ ભવ્યલકોને સંબોધીને કહે છે. હે ભવ્યલકે જે પુરુષે શુદ્ધ શ્રદ્ધાથી જિનધર્મ આદરે છે. તેઓ ઉભય લેકમાં રત્નસારની માફક સુખી થાય છે. ત્યારે પ્રથમ ગણધર ગૌતમસ્વામી પ્રભુને પૂછે છેઃ હે જિનેન્દ્ર રત્નસાર તે કોણ હતા ? શી રીતે એણે જિનધર્મ આરા? તે શી રીતે સુખી થયે? તે કૃપા કરી અમને કહે. ત્યારે પ્રભુ બેલ્યા, હે ગૌતમ, તું સાવધાન થઈ સાંભળ
Page #216
--------------------------------------------------------------------------
________________
રત્નસાર ” ની કથા –
રત્નવિશાળા નામની નગરીમાં સમરસિંહ નામને રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં વસુકુમાર વણિક વસતે હતું. તેને રત્નસાર નામે એકને એક પુત્ર હતા. એક દિવસ તે મિત્ર સાથે ફરતે ફરતે એક વનમાં આવી પહોંચ્યા. ત્યાં વિનયધર નામના આચાર્યને ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવપૂર્વક વાંદી ત્યાં બેઠે. પછી અંજલિ જોડી વિનયપૂર્વક કહેવા લાગ્યું; “હે ભગવન્! મનુષ્ય, સુખને શી રીતે મેળવે ?” ગુરુ બેલ્યાઃ “હે ભદ્ર! સંતોષથી જીવ ઉભય લોકમાં આનંદ-મંગળ પ્રાપ્ત કરે છે. તે સંતોષ બે પ્રકારે છે. દેશથી અને સર્વથી તેમાં મુનિમહારાજને સર્વથી અને ગૃહસ્થને દેશથી સતેષ હોય છે તે પરિગ્રહના પ્રમાણ વડે, કહ્યું છે કે –
असंतोषवतः सौख्यं, न शक्रस्य न चक्रिणः॥ जन्तो सन्तोष भाजोः, यद् भव्यस्येव हि जायते ॥१॥
અર્થ:–અસંતોષી એવા શકે અને ચકી જે આનંદ અનુભવતા નથી તે આનંદ સંતોષી ભવ્યજી આ સંસારમાં અનુભવે છે. માટે હે ભવ્યજી ! તમે પરિગ્રહનું પ્રમાણ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૪ કરો. તે સાંભળી રત્નરૂપ શ્રેષ્ઠપુરુષ રત્નસારે સમ્યકૃત્વ સહિત પરિગ્રહનું પ્રમાણ કર્યું તે આ પ્રમાણે, હે ભગવન ! મારે એક લક્ષ રને, દસ લાખ સુવર્ણ દ્રવ્ય, વિડુર્ય રત્ન, તથા મુક્તાફળના આઠ આઠ ચરૂ, દસ દસ હજાર ગાયોની સંખ્યાવાળા છ કુળ, જૂ નું નાણું આઠ કરડ, એક વાહનો, એક હજાર ઘેડાઓ, એકસો હાથીઓ, અને પાંચ હવેલી, આટલું ક, આ સિવાય મારે બીજું દ્રવ્ય ન કલ્પ. બીજું, હે પ્રભો ! હું રાજ્ય ગ્રહણ નહિ કરું અને પાંચે અતિચાર વજીને શુદ્ધ પંચમઅણુવ્રત ગ્રહણ કરૂં છું.” એ પ્રમાણે વ્રત લઈ ગુરુ ને વાંદી તે ઘેર આવ્યા. પછી તે સારી રીતે શ્રાવકધર્મ પાળવા લાગે.
એક દિવસ મિત્રેથી પરિવરેલે રત્નસાર એક વનમાં . આવી પહોંચે, વનમાં પરિભ્રમણ કરતા એવા રત્નસારે કિન્નરનું એક જોડલું જોયું, કે જેનું મુખ ઘોડા જેવું હતું અને શરીર મનુષ્યનું હતું. અરે ! આવું મેં ક્યાંય જોયું તે નથી, પણ સાંભળ્યું ય નથી. વિસ્મય પામેલે રત્નસાર મિત્રે પ્રતિ હસીને કહેવા લાગ્યું. જે આ મનુષ્ય હોય તો આમને ઘડાનું મોટું ક્યાંથી આવ્યું ? તેથી તે મનુષ્ય નથી અને દેવ પણ નથી, પરંતુ કોઈ દીપાંતરથી આવેલું તિર્યંચનું જેલું જણાય છે. અથવા કેઈ દેવતાનું વાહન હોય તે કાંઈ કહી ન શકાય ! તે સાંભળી કિન્નર બોલ્યોઃ “હે રત્નસાર ! તું જ તિર્યંચ તુલ્ય જણાય છે. તું અમને લેવા દેવા વગરને શા માટે વિડંબના પમાડે છે? અમે તો વેચ્છાચારી વિલાસવંત વ્યંતર છીએ, તું જ શિંગ-પૂછડા
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૫ વગરને જનાવર છે કે જેથી તારા પિતાથી છેતરે છે.” રત્નસાર બે, “હે કિન્નર ! શી રીતે મને મારા પિતાએ છેતર્યો?” તે કિન્નર બલ્ય, સાંભળ!
... તારા પિતાને દીપાંતરને એક અશ્વ મળે છે તે વણે શ્યામ, શરીરે કૃષ ટૂંકા કાનવાળો અતિ ચપળ સ્કૂલ સ્કધવાળે અને પોતાના સ્વામીને વિજય કરનાર છે કહ્યું
निर्मासं मुखमंडले परिमितं, मध्ये लघु कर्णयोः, स्कंधे बंधुरमप्रमाणमुरसि, स्निग्धं च रोमोद्गमे ॥ पीनं पश्चिमपार्श्वयोः पृथुतरं पृष्ठं प्रधानंजये, राजा वाजिनमारुरोह सकलैर्युक्तं प्रशस्तैर्गुणैः ॥१॥
અર્થ?—દુબળા મુખવાળા, દુબળી કમરવાળાં, ટૂંકા કાનવાળાં, સ્થૂલ સ્કધવાળા, વિશાળ વક્ષઃ સ્થળવાળા, નિબિડ રૂંવાટીવાળા, બને પડખાં અને પાછળનો ભાગ જેને પુષ્ટ હોય તેવા અને વેગવાન ગતિવાળા વગેરે ઉત્તમ ગુણોથી અલંકૃત એવા અશ્વ પર રાજાએ બેસવું. તે પર આરુઢ થનાર પુરુષ પવનની માફક એક દિવસમાં ચારસો ગાઉની મંજલ કાપે છે. વળી સાત દિવસમાં સમગ્ર પૃથ્વીનું પરિભ્રમણ કરી ઘેર પાછો આવે છે.
અરે મૂઢ આવે અશ્વ તારા પિતાએ ઘરમાં એકાન્ત સ્થાને સંતાડી રાખે છે. તે તું ક્યાંથી જાણે? ફૂટ વિક– પોથી શા માટે મને દુષિત કરે છે?? જ્યારે તું તે અશ્વને મેળવીશ ત્યારે જ હું તારી ધીરતા ને વીરતા જાણીશ.” એમ
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૬
કહી તે કિન્નર ગગન માગે જતા રહ્યો. કિન્નરના આવાં વચન સાંભળી વિચારવમળમાં અટવાયેલેા રત્નસાર ઘેર આવી ચિંતવવા લાગ્યા. ખરેખર, મારા પિતાએ મારાથી છાના અશ્વ સતાડયો છે, તેમણે હજી સુધી મને શા માટે ન અતાવ્યો ? મારાથી સતાડવાનું શું પ્રયેાજન ? એમ વિચારી બારણાં બંધ કરી તે તૂટેલી ખાટ પર સૂતા. ઘેાડી વારમાં તેના પિતા આવ્યા. પુત્રની આ પરિસ્થિતિ જોઈ કહેવા લાગ્યા, “ હે પુત્ર, તને શુ થયુ' છે? કાંઈ મનની, શરીરની કે હૃદયની પીડા થઈ છે ? જે થયું તે કહે, કારણ કે વ્યાધિ જાણ્યા વગર ઈલાજ થતા નથી.”
પિતાના વચનથી સંતુષ્ટ થયેલા રત્નસાર દ્વાર ઉઘાડી બહાર આવ્યા, તેના પિતાએ પણ બહાર આવી હઠનું કારણ પૂછ્યું. ત્યારે તેણે અન્ય સંબધી, સઘળી હકીકત કહી, તે સાંભળી શ્રેષ્ઠી ખેલ્યો. “ હે પુત્ર ! સાંભળ ! તું મારે એક જ પુત્ર છે. અગર તું અશ્વ પર આરૂઢ થઈ પૃથ્વી પર પરિભ્રમણ કરે અને તારા વિયોગનું દુ:ખ થાય તે કારણથી મે અશ્વ સંતાડી રાખ્યા છે, માટે તું રીસ છેાડી દે. હું તને અશ્વ આપું છું તેને તું ફાવે તેમ કર. એમ કહી શ્રેષ્ઠીએ રત્નસારને ઘેાડા સાંપ્યો. પછી જોઇએ શુ ?.
હર્ષઘેલા રત્નસાર અશ્વની પીઠ પર આરૂઢ થઈ મિત્રા સાથે નગર બહાર આવી, વેગપૂર્વક પૃથ્વી પર પરિભ્રમણ કરવા લાગ્યો.
અહી' રત્નસારને ઘેર પીજરામાં રહેલા પોપટે વસુકુમાર શ્રેષ્ઠીને કહ્યું કે, “ હે તાત, હું કુમારની શુદ્ધિ માટે તેમની
''
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૭
સાથે રહું, કે જાણે ક્યારે શું થાય, કદાચ દૈવયોગે કુમાર કેઈ વિષમ સ્થાને પહોંચી જાય તે હું તેને મદદગાર થઈશ.” શ્રેષ્ઠી બેલ્યો, “હે શકરાજ! તેં મને સાચું કહ્યું, માટે હે સ્વચ્છમતે ! તું શીધ્ર જઈ કુમારને સાથી બન. ત્યારે પોપટ પણ પોતાને કૃતાર્થ માનતો પીંજરામાંથી નીકળી વિગપૂર્વક ઊડ્યો અને કુમારને આવી મળ્યો, કુમારે પણ લઘુ બાંધવની જેમ પોતાના ખોળામાં બેસાડ્યો. કુમારના મિત્રે પાછળ રહી ગયા. કુમારને અશ્વ ન દેખાવાથી તેઓ પિતપોતાના ઘરે પાછા આવ્યા.
અશ્વ પર આરૂઢ થઈ વેગપૂર્વક ગતિ કરતે કુમાર પિપટ સાથે એક ઘનઘોર અટવીમાં આવી પહોંચ્યો. ઘેરીઘેરી વૃક્ષઘટાઓ, મનમોહક લતામંડપ, કલકલ કરતાં ઝરણુઓ, નિર્દોષ પ્રાણીઓ અને વ્યોમવિહારી પશુઓ જેતે તે ચાલ્યો જતો હતો ત્યાં તેણે દેવ જેવા દિવ્ય શરીરવાળા તાપસકુમારને વૃક્ષની છાયામાં હિંડેળા પર હિંચકતાં જોયો, તેના ઘૂઘરાળા કેશ, શશિસમવદન પુષ્ટબાંધે, કમળદળ જેવાં સ્નિગ્ધ નેત્ર, વિશાળ વક્ષસ્થળ અને સુડોળ ચહેરાને જોઈ કુમાર તેના પ્રત્યે નેહભરી લાગણીથી પોતાના બાંધવની પેઠે જેવા લાગ્યો. ત્યારે તે તપાસકુમાર પણ રત્નસારને કંદર્પ જે જોઈ નેહપૂર્વક વિચારવા લાગ્યું. અહો ! આ મારો મહેમાન આવ્યો છે. એમ વિચારી તે હિંડોળા પરથી ઊતરી કુમાર પાસે આવી બેભે. “હે સન્દુરુષ! કયે તમારે દેશ? કયુ નગર? તમે કયા કુળના? તમે જ્ઞાતે કેણું છે ? તમારા માતાપિતા કેણુ? તમારો સ્વજન વર્ગ તથા
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૮
તમારું શુભ નામ શું છે?? તમે કયા કારણે પરિવાર મૂકી અહી એકલા આવ્યા છે? અહીં તમે શું શોધે છે ? આજે તમે મારા અણમેલા અતિથિ છે માટે અશ્વથી ઊતરી મારા પ્રશ્નના ઉત્તર આપો.” તે સાંભળી અત્યંત ખુશ થયેલે કુમાર અશ્વથી ઊતરી જ્યાં જવાબ આપવા જાય છે ત્યાં વાચાળ પોપટ બોલ્યો. “હે તાપસકુમાર ! કુળજાતિ આદિ પૂછવાથી તારે શું કામ છે? અમારે તારી સાથે કાંઈ વિવાહ નથી કરે? માટે તું યજમાન ઉચિત કૃત્ય કર; કારણ કે મુનિ એને પણ અતિથિ પૂજ્ય કહ્યો છે. કહ્યું છે કે –
गुरुरग्निद्विजातीनां वर्णानां ब्राह्मणो गुरुः ॥
पतिरेव गुरुः स्त्रीणां, सर्वस्याभ्यागतोः गुरुः ॥ १ ॥ - અર્થ–બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના ગુરુ, અગ્નિ, સર્વે જાતેના બ્રાહ્મણ ગુરુ, સ્ત્રીઓને ગુરુ પતિ હોય છે. અને તે બધાયને ગુરુ અતિથિ હોય છે.
માટે હે તાપસકુમાર ! જે તને અમારા કુમાર પર નેહ હોય તે આમને અતિથિ જાણી ઉચિત કાર્ય કર, બીજી પંચાત કરવાથી શું ફાયદો ?
પિપટનાં આવાં વચન સાંભળી તાપસકુમારને અત્યંત આનંદ થયો. તેથી તે પોપટના કંઠમાં તાજી પુષ્પમાળા આપી કહેવા લાગ્યું કે, “કુમાર, ખરેખર ! તમે વખાણવા લાયક પુરુષ છે કે આ અણુમેલે પોપટ તમારે સાથી છે! માટે હે કુમાર, તમે મારા મહેમાન થાઓ. હું રહ્યો તાપસ, તેથી હું આપની શી રીતે ભક્તિ કરી શકું? તે પણ શક્તિ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પ્રમાંણે ભક્તિ કરીશ. એમ કહી તે રત્નસારના હાથ પકડી પ્રીતિવડે વનખડ દેખાડવા લાગ્યા. નાના પ્રકારના ફળફૂલ વૃક્ષ અને લતાઓનાં નામ દઈ આળખાવવા લાગ્યા. પછી તે કુમારને તળાવમાં સ્નાન કરાવવા લઈ ગયા, સ્નાન ખાદ તાપસકુમારે રત્નસારને ક્ષુધાથી મુક્ત કરવા પકવાન્ન કરતાં પણ સ્વાષ્ટિ પાકાં અંગૂર, આમ્રફળ, નાળિયેર, હ્યુસ, ખજૂર, જાંબુ, નારંગી દાડમ, રાયણ અને અંજીર ઈત્યાદ્વિ વિવિધ પ્રકારનાં ફળેા કુમાર સામે મૂકયાં. કુમારે અને પોપટે મળી બધી વસ્તુઓને પ્રેમપૂર્વક આરોગી.
પછી મુખ શુદ્ધિ માટે એલચી, લવીગ, જાયફળ અને કપુરયુક્ત નાગવલ્લીનાં પાન આપ્યાં. વનનાં તાજાં મીઠાં ફળ, અને ઝરણાંનાં સ્વચ્છ, ઠંડા અને મીઠા પાણીથી તૃપ્ત થઇ સર્વે સુખેથી એસી ટાઢાપહેારનાં ગપ્પાં મારવા લાગ્યાં. પછી કુમારની સંજ્ઞાથી પેાપટ તાપસકુમારને પૂછવા લાગ્યા : “ હું મિત્ર ! તે નવયૌવનની શરૂઆતમાં આવું ધાર તપ શા માટે લીધું ? કયાં આ રૂપ લાવણ્યથી ભરપૂર કામળ શરીર અને કયાં દુષ્કર વ્રત ! વળી હે મહાભાગ ! તારું ચાતુ અને સૌજન્ય આ નિમિડ અટવીમાં માલતી કુસુમની માફ્ક નિષ્ફળ જાય છે, આ તારુ શરીર દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ શેાલવું જોઈએ એને બદલે આ કર્કશ અને કઠિન વલ્કલ પહેરી શા માટે ન્ય વેડફે છે? આ બધું તારાથી સહન પણુ કાણુ જાણે કેમ થાય છે? તારા શ્રાવણની ઘટાને શરમાવે તેવા શ્યામ અને કામળ કેશપાસ જટામંધથી નથી શાભતા. વિવિધ પ્રકારના ભાગેષભાગથી ન સેવાયેલું તારું
Page #223
--------------------------------------------------------------------------
________________
* ૨૦૦ નવયૌવન અને લાવણ્ય નિરર્થક છે. તેને આ વયમાં સંસારને સુંવાળે માગ મૂકી આ વ્રત–વૈરાગ્યને માર્ગ કેણે બતા ? તને વૈરાગ્ય ઉપજે કે કેઈમહા દુઃખથી કંટાળે કે કેઈએ તેને ભેળ તે કેઈના વશ થવાથી આ વ્રત આદરી બેઠે છે, તે અમને જણાવ.”
પિપટનાં વચન સાંભળી તાપસકુમારનાં ચક્ષુ અશ્રુથી ઊભરાઈ આવ્યાં તે ગુલાબી ગાલ પરથી સરી જમીનમાં અદશ્ય થઈ ગયા. ન વર્ણવી શકાય તેવી વ્યથાને અનુભવતો ગદ્ગદ્ કઠે તે કહેવા લાગ્યું, હે કુમાર! હે શુકરાજ !! તમારા જેવા સજજન પુરુષે આ પૃથ્વીના પટાંબર પર કયાંય દેખાતા નથી. કે મને જોવા માત્રથી તમને મારા ઉપર કરુણા ઊપજી પિતાના દુઃખે તો દુનિયા દુઃખી દેખાય છે, પરંતુ અન્યને દુઃખથી પીડા પામનાર પુરુષ વિરલે જ હોય છે. કહ્યું છે કે –પ્રતિ પગલે હજારે શરવી હોય છે. ઘણું શાસ્ત્રમાં પારંગત અનેક વિદ્વાને હોય છે. કુબેર ભંડારીને શરમાવે તેવા ધનાઢય દાતારે હોય છે. પરંતુ આ વિશ્વમાં પાંચ કે છ જ એવા પુરુષો હશે કે જેઓ અન્યના દુખે દુઃખી થાય.
માટે હે કુમાર ! એગ્ય અવસરે હું મારું આખું ચરિત્ર યથાર્થ રીતે કહીશ. વિશ્વાસ પામેલા સત્પષોથી શું સંતાડવાનું હોય ? આમ આપસમાં આલાપ કરતાં તાપસકુમાર, રત્નસાર અને પિપટ બેઠાં છે એવામાં અચાનક ધૂળ ઉડાડતો દશે દિશાઓને અંધકારમય કરતો અને ઘેર ગર્જના કરતા વળિયે ઉત્પન્ન થયે, અને તે તાપસકુમારને ઊપાડી ચાલતે થયેલ ત્યારે તે તાપસકુમાર પુકારવા લાગ્યું ઃ “હે સજજને
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૧
પુરુષ! મારું રક્ષણ કરે? મને બચાવે.” તે સાંભળી કુમાર તેની પાછળ દે, તેણે ક્રોધિત થઈ ગર્જના કરી કે “હે દુષ્ટ પવન તું મારા પ્રાણપ્રિયને ઉપાડી કયાં જાય છે? ઊભે રહે હું તને બતાવું છું,” એમ બોલતે કુમાર વળિયાની પાછળ કેટલેક દૂર દોડતે ગયે. ત્યારે પોપટ બો; “હે રત્નસાર! હવે તે બાળતાપસ દેખાતું નથી. દુષ્ટ વાયુ તેને લાખ જોજન દૂર લઈ ગયે હશે. તે કયાં છે અને ક્યાં જશે તે આપણે શી રીતે જાણીએ. માટે તમે પાછા વળે. તે સાંભળી અત્યંત દુઃખી થયેલ રત્નસાર વિવિધ વિલાપ કરતે ભાંગેલા હદયે અને લથડીઆ ખાતા પગે પાછો વળે. તેઓ ઘેડા પાસે આવ્યા ત્યારે વિસ્મય પામેલે પિોપટ બોલ્યા. “હે કુમાર! નિશ્ચય એ તાપસકુમાર પુરુષ નહોતે પણ સ્ત્રી હેવી જોઈએ, કેઈપણ દેવે દાનવે કે વિદ્યારે પિતાની વિદ્યાના અળથી તેને પુરુષ રૂપે બનાવ્યું હવે જોઈએ; તેથી જ તને વિડંબના પમાડે છે. તેની મુખાકૃતિથી, ચાલથી, વાચાથી અને હાવભાવથી તે કન્યા જ હોવી જોઈએ, એવું મારું અનુમાન છે. જ્યારે તે દુષ્ટના સકંજામાંથી છૂટશે. ત્યારે નિશ્ચય તે તમને વરશે. પિપટના વચન સાંભળી ઈષ્ટદેવની માફક તાપસકુમારનું સ્મરણ કરતો રત્નસાર ઘોડા પર બેસી પોપટ સાથે શીધ્ર પ્રયાણ કરી ચાલતો થયે. રસ્તામાં નાના પ્રકારના વૃક્ષોથી સુશોભિત એક વનખંડ આવ્યું, ત્યાં ઊંચા તેરણું અને ધ્વજા પતાકાથી અલંકૃત આદીશ્વરજીનું એક ચિત્ય હતું. તે જોઈ રત્નસાર ઘોડા પરથી ઊતરી, હર્ષભેર પુષ્પ ફળ આદિ લઈ પોપટ સાથે જિનાલયમાં ગયે.' વિધિપૂર્વક પૂજા કરી, આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨
सिरिनाभिणामकुलगरकुलकमलुल्लासणेगदिवसकर ? ॥ भवदुहलख्कविहडंण ? जयमंडण ? णाह ? तुझ्झ णमो ॥२॥
અર્થ :–શ્રી નાભિકુલધરના કુળરૂપ કમળને વિકસ્વર કરવામાં સૂર્યરૂપ, સંસારનાં દુઃખોનું દમન કરનાર અને વિજયના મંડાણ એવા હે પ્રભે ! હું આપને પ્રણમું છું.”
આ પ્રમાણે જિનવરની સ્તુતિ કરી, સર્વ બાજુથી ચિત્યની શેભા જેતે, તે એક વાતાયનમાં બેઠે; પછી પોપટને કહેવા લાગ્યું; “હે શુકરાજ ! હજી પણ તે તાપસના કાંઈ ખબર ન મળ્યા.” પોપટ બેલ્યો; “હે કુમાર ! તમે ખેદ ન કરે. આજે જ તમને તેનો સંગમ થશે. તે બને ત્યાં વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં મયૂર પર બેઠેલી દેવાંગના જેવી એક કન્યા ત્યાં આવી, જિનેન્દ્રની પુષ્પચંદનાદિથી પૂજા કરી પ્રભુ સમક્ષ નૃત્ય કરવા લાગી. તે બાળાની નૃત્યકળાને જોતા રત્નસાર કેટલીકવાર ઊભો રહ્યો ત્યાં તે કન્યાની નજર કુમાર પર પડી. તે જોતાં જ તેણે નૃત્ય બંધ કર્યું. તે કુમારનાં અદ્ભુત રૂપથી વિસ્મય પામી; કુમાર પણ રૂ૫ લાવણ્યના કોષ જેવી પ્રમદાને જોઈ બધે; “હે દેવી! તને કાંઈ હરકત ન હોય તે જણાવ કે તું મેર પર સ્વેચ્છાએ. વિચરનારી કોણ છે? અને તું કયાંથી આવે છે? હું ઈચ્છા રાખું છું કે તું તારું ચરિત્ર મને સંભળાવીશ. તે બોલીઃ “હે કુમાર, હું મારી દુઃખપૂર્ણ કથા તમને શું કહું? છતાં તમે સાવધાન થઈને સાંભળે –
અહીંથી થોડેક દૂર કનકપુરી નામની નગરી છે. ત્યાં કનકેવજ નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને કુસુમશ્રી
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૩ નામે રાણું છે, તેણે એક રાત્રે સ્વપ્નમાં બે માળાઓ ખેળામાં.. પડતી જોઈ. સ્વપ્ન જોઈ તે તુરત જાગી ગઈ અને રાજા પાસે આવી સ્વપ્નની વાત કહી, રાજા વિચાર કરીને બોલ્યા: “હે.. ભદ્રે ! આ સ્વપ્નથી એમ જણાય છે કે તું પુત્રીના જોડલા ને જન્મ આપીશ. સ્વપ્નના આવા મધુર ફળને જાણ રાણું અત્યંત ખુશ થઈ, અને બાકીને વખત ધર્મધ્યાનમાં ગાળે.
અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે, માસ પૂર્ણ થયે રાણએ રૂપરૂપના અંબાર જેવી બે કન્યાને જન્મ આપે ઉત્સવ વગેરે કર્યા બાદ પહેલી કન્યાનું નામ અશોકમંજરી અને બીજી કન્યાનું નામ તિલકમંજરી એવું પાડ્યું. પાંચ ધાવમાતાએથી પોષણ કરાતી બન્ને બહેનો. શુકલ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગી, કમે કરી તે અને કન્યાઓ સર્વ કળામાં નિષ્ણાત થઈ. છલછલ લાવપ્ય યુક્ત સુવર્ણમય શરીરવાળી અદ્ભુત સૌંદર્યવાન અને જેનારાનાં ચિત્તને હરનારી તે બન્ને બાળાઓ પૂર્ણ વિકસિત. યૌવનના આંગણે આવી પહોંચી.
ત્રણે લેકની સ્ત્રીઓમાં અભૂત નમૂનારૂપ તે બને. બહેનને પરસ્પર ગાઢ સ્નેહ હતું, એટલે સુધી કે તેઓ પરસ્પર ક્ષણવારને વિરહ પણ સહન કરવા સમર્થ નહતી જેમકે. सह जग्गिराण सह सोयराण सह हरिससोअवताणं । नयणाणं घन्नाणं आजम्मकत्तिम पिम्मं ॥ १ ॥
અર્થ:–સાથે જાગનારી, સાથે સૂનારી, સાથે ખુશ. થનારી, સાથે શેક કરનારી હતી. બને ચક્ષુઓની જેમ જન્મથી બંધાયેલે વિશુદ્ધ પ્રેમ અવર્ણનીય હોય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૪
હવે રાજા એક દિવસ ચિંતવે છે કે મારી બન્ને પુત્રી આને એક જ પુરુષ જોડે પરણાવી હોય તો સારું, કેમકે અન્યથા એકબીજીના વિરહથી નિશ્ચય મૃત્યુ પામશે. માટે આ બન્નેના જેવા ગુણવાળા કેણ પુરુષ હશે? તેની રાજાના મનમાં આ ભારે ચિંતા હતી; કેમકે:
--
કન્યા જન્મે ત્યારે પિતાને થાય કે કન્યા થઈ, પણ તે પારકી અનામત છે. એવી ચિંતા થાય. મેાટી થાય, ત્યારે આ કન્યાને કાની સાથે પરણાવવી, એવી ચિંતા થાય, અને પરણાવ્યા પછી પણ એ ત્યાં સુખી થશે કે કેમ તેની ચિંતા થાય. માટે કન્યાએ ખરેખર, ચિ'તાને આફતના ભારા છે.
એવામાં ઋતુરાજ વસંત આવ્યા, વને–ઉદ્યાને નવપ• લ્લવિત થઈ ગયાં. વૃક્ષો ખીલી ઊઠયાં, આમ્રકુ જમા કેાકિલાઆ ટહુકાર કરવા લાગી, તે વખતે બન્ને ગિનીઓ વનમાં ક્રીડા કરવા ગઇ. ત્યાં વૃક્ષની શાખા સાથે મજબૂત દેરડાના હિંચકે મનાવી અશાકમ જરીને તિલકમંજરી ઝુલાવતી હતી. ત્યાં ભેગા થયેલા નગરવાસી નાના પ્રકારના કૌતુકે જોવામાં મગ્ન હતાં, એટલામાં કોઈ એક વિદ્યાધરે અશાકમાંજરીનુ · હરણ કર્યું, ત્યારે તે આનાદ કરવા લાગી: “ અરે ! અરે! 'હું લેકે ! મને હરણ કરીને આ દુષ્ટ લઈ જાય છે, માટે દોડા દોડા, મને બચાવેા. મારું કોઈ રક્ષણ કરે. તે સાંભળી પાસે ઉભેલા સુભટો ઉઘાડી તલવારે દોડચા પણ જોતજોતામાં તે વિદ્યાધર ખાળાને લઈ અદૃષ્ય થઈ ગયો.
આ વાતની ખખર પડવાથી રાજાને અત્યંત દુઃખ થયું. તે દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો. “ હે પુત્રી ! તું કયાં
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૫
જતી રહી? હે બેટી તારું શું થયું? હાય ! હાય ! હું. શું કરું?”
અહીં તિલકમંજરી પણ મૂર્છા પામી પૃથ્વી પર ઢગલે થઈ ઢળી પડી. વાયુવારિ વગેરેના શીત પચારથી તે શુદ્ધિ પામી અને છાતી ફાટ રુદનથી વિલાપ કરવા લાગી, “હે બહેન! તારા વગર હું શી રીતે જીવીશ? તું એકવાર તો. તારું મેં બતાવ, મેં તારે શે અપરાધ કર્યો છે? ઈત્યાદિ વિલાપ કરતાં સંધ્યા થઈ ગઈ. સહુ લકે પોતપોતાના ઘરે. પાછાં આવ્યા રાજા-રાણી અને તિલકમંજરી ન વર્ણવી. શકાય તેવું દુઃખ અનુભવી રહ્યાં હતાં. નગરમાં ચારે તરફ . અશકમંજરીની જ ચર્ચા ચાલતી હતી. પ્રમદાઓ બીકની. મારી ઘરમાં જ ભરાઈ ગયેલી હતી. નગર પર જાણે શેકના વાદળ છવાઈ ગયાં હતાં, અને સૌ નિદ્રાધીન થયાં.
તિલકમંજરીથી નિદ્રાદેવી રિસાઈ અત્યંત દૂર જતી. રહી હતી. તેની આંખે સામે બાલવયથી માંડીને અત્યાર સુધીના નિર્દોષ પ્રેમની મધુર સ્મૃતિઓ એક પછી એક
સ્મૃતિપટ પર દષ્ટિગોચર થયા કરતી હતી. આખરે તેનાથી ન રહેવાયું. તે ઊઠી અને ચકેશ્વરી દેવીના મંદિરમાં આવી ભક્તિપૂર્વક પૂજા કરી બોલી, “હે માત ! મારી બહેનની ખબર મને ત્વરાથી આપ. નહિતર આ ભવમાં ચારે આહારનો ત્યાગ કરૂં છું. તે સાંભળી તેની ભક્તિથી સંતુષ્ટ થયેલી દેવી પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યાં. હે ભદ્રે ! તારી ભગિની. આનંદમાં છે. તે તેની ચિંતા ન કર. તું ઘેર જઈ ભેજન કર. એક મહિના પછી તને અશોકમંજરીના સમાચાર મળશે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ત્યારે દેવગે તને તેને સંગમ પણ થશે. ત્યારે તિલકમંજરી બોલીઃ “હે માત ! મારી બહેન કયાં અને શી રીતે મળશે ?” ત્યારે દેવી બોલીઃ “હે બાળા ! આ નગરીના પશ્ચિમના ભાગમાં અહીંથી બહુ દૂર એક જંગલ છે, ત્યાં મણિરત્ન સુવર્ણમય આદિ જિનેશ્વરનું ચિત્ય છે, ત્યાં સુવર્ણમય જિન પ્રતિમા છે તે અતિશયયુક્ત પ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરવામાં તું તત્પર થા. ત્યાં તારી બહેનને અવશ્ય મેળાપ થશે. મારે એક સેવક મયૂરનું રૂપ લઈ તને ત્યાં લઈ જશે. કારણકે મનુષ્યને માટે ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ છે.એટલામાં એક મેર આકાશ માર્ગેથી આવી ત્યાં ઊતર્યો.
ત્યારથી હે કુમાર ! દેવીની કૃપાથી હું આ મયૂર પર આરૂઢ થઈદરરોજ અહીં આવું છું. આમ પ્રભુની નિરંતર પૂજાદિ કરતી મને સંપૂર્ણ એક માસ આજે થયે છે. આજના દિવસની આતુરતાથી પ્રતિક્ષા કરતી હું જીવતી રહી છું. જે આજ મને મારી બહેન નહિ મળે તે મને જીવવાની ઈચ્છા પણ નથી. . “વળી હે મહાભાગ ! તમે દેશાન્તરનાં ભ્રમણ કરો છે માટે તમેએ કઈ જગ્યાએ મારા જેવી લાવણ્યવાળી મારી બહેનને જોઈ હોય તે કૃપા કરીને કહો, કારણ કે તેના વગર હું ખૂરી ઝૂરીને જીવું છું. ત્યારે કુમાર છે ; “હે સુંદરી ! વિદેશમાં ભ્રમણ કરતાં એવા મેં તારા જેવી રૂપ - લાવણ્યવાળી કન્યા ક્યાંય જોઈ નથી. પરંતુ એક
અટવીમાં દિવ્યકાન્તિયુક્ત તારી ઉંમરને અને તારા * જે જ રૂ૫ લાવણ્યથી ભરપૂર એક તાપસકુમારને
Page #230
--------------------------------------------------------------------------
________________
- ૨૦૭
જોયો હતે.” એટલામાં પિપટ બેલ્યોઃ “હે સુંદરી! નિશ્ચય તારી ભગિની આજે જ તને મળશે. ” પોપટના અમૃત જેવા શબ્દો સાંભળી, કુંવરી બોલી. “હે શુકરાજ જે આજે મને મારી બહેન મળશે તે હું આપની પૂજા કરીશ.” આમ ત્રણે જણે પરસ્પર વાત કરે છે ત્યાં એક હંસી આકાશ માર્ગેથી કુમારના ખોળામાં પડી. તેના અંગે કંપતાં હતાં, તે ભયથી વ્યાપ્ત હતી. કુમાર સામે જોઈ હંસલી મનુષ્ય વાણીમાં બોલી :
હે સપુરુષ! હે વીર ! હે શરણાગત વત્સલ ! હે દયાનિધાન ? દીન-દુઃખી એવી આ બાળાનું તમે રક્ષણ કરે, રક્ષણ કરે; હું તમારા શરણમાં આવી છું.” કુમાર પણ તેને પંપાળી કહેવા લાગ્યો; “હે હંસી ! ભય મૂકી દે. મનુષ્ય હોય, ખેચરેદ્ર હોય, દેવેન્દ્ર હોય, કે અસુરેન્દ્ર હોય, કોઈ પણ હોય, પણ મારા ખોળામાંથી તને લઈ જવા કઈ શક્તિમાન નથી. ” ઈત્યાદિ અનેક પ્રકારે સાંત્વના આપી કુમારે તેને ઠંડું પાણી પિવડાવી નિર્ભય કરી.
ત્યારબાદ કુમારે પૂછ્યું કે, “હે હંસી! તું કેણ છે? તું કયાંથી આવી છું? તું મનુષ્ય ભાષા શી રીતે બોલે છે ? તને કોને અને શે ભય છે તે નિઃસંકોચપણે મને કહે.” કુમારના પ્રશ્નનો જવાબ હંસલી આપે તે પહેલાં તે આકાશમાર્ગથી કલરવ કરતાં સુભટની એક શ્રેણી ભૂમંડળ પર ઊતરી. ત્યારે શંકાશીલ પોપટ ચત્યના દ્વાર પર આવીને ઊભે રહ્યો. પછી તીર્થના પ્રભાવથી કે કુમારના ભાગ્યોદયથી પિોપટ પ્રચંડ રૂપ કરી કુટી ચડાવી પહાડી અવાજમાં કહેવા લાગ્યો, “હે સુભટે! તમે દેડીને ક્યાં જાઓ છો?
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૮ દેવ અને દાનવને પણ ભારે પડે એવા રત્નસારને શું જોયા નથી? જે કુમારને તમારી ખબર પડી તે તમને મેં ભારે થઈ પડશે; તમારા સ્વામીને ખબર આપવા પણ કેઈ નહીં જઈ શકે અને અહીં જ ધરાશાયી થઈ જશે. માટે જતા રહો, જતા રહો, નહીં તે હમણાં તમારે નાશ થઈ જશે.” પિપટનાં વચન સાંભળી સુભટોની છાતીનાં પાટિયાં બેસી ગયાં, તેઓ ભયભીત થઈ પરસ્પર કહેવા લાગ્યા, નિશ્ચય આ પિપટ નથી, પણ કેઈ દેવ કે દાનવ છે. નહિતર આપણી તર્જના શી રીતે કરે. જે કુમારનો પોપટ આપણા જેવા વિદ્યાધરને પણ ક્ષોભ પમાડે તેવે છે તે. કેણુ જાણે અંદર રહેલ કુમાર કેયે હશે ? સામા પક્ષને જાણ્યા વગર યુદ્ધ કરવું ચોગ્ય નથી, માટે ચાલો. મેત સામે કોણ બાથ ભીડે ? એમ વિચારી વિદ્યાધર દ્ધાઓ. પિતાના સ્વામી પાસે જઈ સર્વ હકીક્ત નિવેદન કરી. તે સાંભળી ખેચરાધિપતિ મેઘની જેમ ગર્જના કરતે ભૂમિ પર હાથ પછાડ કપાળે ભ્રકુટી ચડાવી સિંહનાદે બે. “ અરે હે રેકે ! તમને ધિક્કાર છે ! ! કેણ કુમાર અને કેને પોપટ હે! ડરપોક નપુસકે? સુર કે અસુર, દેવ કે દાનવ, કેઈપણ મારી સામે ઊભા રહેવા સમર્થ નથી. જુઓ મારું પરાક્રમ તે પામરેની શું સ્થિતિ થાય છે.” એમ કહી વિદ્યાધરે દશમુખ, વીશ ભૂજ વિકુવી વિકરાળ સ્વરૂપ ધારણ ર્યું. એક હાથમાં ખડ્ઝ, બીજામાં ખેટક, ત્રીજામાં ગદા, અને ચેથામાં ધનુષ્યબાણ એમ વીસે ભૂજામાં જુદાં જુદાં શસ્ત્રો ધારણ કરી સિંહની ગર્જના કરતે વેગપૂર્વક દેડતે
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૯ આકાશથી ઊતરવા લાગે. તે જોઈ પોપટ ભયથી કુમારના ખેળામાં સંતાઈ ગયે. વિદ્યાધર કુમાર પાસે આવી ગર્જના કરવા લાગ્યું, “અરે રંક ! મારી નજરથી દૂર જા. નહિતર. મરી જઈશ. મારા પ્રાણરૂપ આ હંસલીને ખોળામાં શું લઈ બેઠે છે? જો તને જીવવાની આશા હોય તે આ હંસીને મને જલદી પાછી આપ અને તું પિબારા ગણી જા. અન્યથા આ ખગથી તારું મસ્તક છેદી નાખીશ.”તે સાંભળીને અને એની વિકરાળ મૂર્તિ જોઈ પિટ, તિલકમંજરી, મેર અને હંસી ભયને લીધે કંપવા લાગ્યાં. પછી ધીર ગંભીર કુમાર હાસ્ય વેરતે બેલે, “અરે મૂઢ! તું બાળકની માફક મને શા માટે ભય આપે છે? તારા ભસવાથી બીએ તે બીજા. અહીં તો અમે કેઈથી બીતા નથી–ડરવાની મને ટેવ જ નથી.
- મારા શરણે આવેલી હંસીને લઈ જવા તું તે શું પણું ખુદ વિધાતા પણ અસમર્થ છે–શું તું વિકરાળ વિષધર પાસેથી મણિ લેવા ઈચ્છે છે? જતો રહે અહીંથી નહિ તે તારા દશે મસ્તકેનો ભેગ દશે દિશાઓને આપીશ. એટલામાં દેવરૂપે રહેલો એર પિતાના સાચા સ્વરૂપમાં આવ્ય, વિવિધ પ્રકારનાં શસ્ત્રો વિકુવી બોલ્યા, “હે કુમાર ! તમે નિઃશંક થઈ આ નાદાન સાથે યુદ્ધ કરે, હું તમારો સહાયક થઈ શસ્ત્રો પૂરાં પાડીશ, અને આ દુષ્ટને ભુક્કો બોલાવીશ.”તે સાંભળી કુમારને બમણો ઉત્સાહ થયે. તિલકમંજરીને હંસી સોંપી પિતે અશ્વ પર આરૂઢ થયો અને દેવના દીધેલા દિવ્ય ધનુષ્યને હાથમાં લઈ ટંકાર કર્યો, તે સાંભળી, ખેચર સેના ચમત્કાર ૧૪
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પાસી; પછી કુમારે વર્ષાધારાની માફક સુભટા પર માણેાના વરસાદ વરસાવ્યે, દેવના પ્રભાવથી કુમારના વાળ પણ વાંકા ન થયા. કુમારથી ભય પામેલા જીવવાની ઈચ્છાવાળા સુભટો પલાયન થઈ ગયા. આ પરિસ્થિતિ જોઈ તે દશમુખ દુરાત્મા પોતે કુમાર સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણીવાર લડડ્યા પછી કંટાળી તેણે હજાર ભૂજા વિકુવી કુમાર સાથે વીરતા પૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. પછી કુમારે ક્ષરપ્ર નામક ખાણ વડે વિદ્યાધરનાં સવે શો છેદી નાખ્યાં.
વિદ્યાધરની છાતી ખાણુથી વિંધાઈ જવાથી નીતરતા લેાહીએ તે ભૂમિ પર પડ્યો અને મૂર્છા પામ્યા. વળી ઘેાડીવારે ચેતના આવવાથી ઊચો અને વિદ્યાના બળથી પેાતાનાં અનેક રૂપ વિકર્ષ્યા, જ્યાં નજર નાંખા ત્યાં તે વિદ્યાધર જ દેખાય. ચારે તરફ તે દુષ્ટ સિવાય કાંઈ ન દેખાતું, છતાં કુમારને લેશ માત્ર લય ન લાગ્યો, કારણ કે ધીર ગંભીર પુરુષા કલ્પાંત પણ કાયર નથી થતા.
અહી તે વિદ્યાધર પેાતાનાં અનેક રૂપો વડે ચારે બાજુથી કુમાર પ્રતિ શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા. કુમાર પર આવી પડેલી આફતને જોઈ દેવ પાતે મુઢળ લઈ ખેચરને મજા ચખાડવા દોડચો. વિકરાળ કાળ જેવા દેવને જોઈ ખેચરાધિપતિ ક્ષેાલ પામ્યા. એટલામાં ક્રાષિત થયેલા ધ્રુવે વિદ્યાધરની છાતીમાં એક મુગ્ધળ માર્યું. વજ્રથી દખાયેલા પતની જેમ ખેચર ભૂમિ પર પડયો. મહામુશ્કેલીથી ખેચર ઊભેા થયા, પણ તેની મહુરૂપિણી પ્રમુખ ઘણી વિદ્યા નાશ પામી હતી.
કુમારનું અતુલ સામર્થ્ય જોઈ વિદ્યાધર એવા તા નાઠા
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૧
કે પાછું વળીને જોયું પણ નહીં, પ્રાણ કેાને પ્યારાં ન હોય ? સુભટાએ વિદ્યાધરની પૂઠ પકડી. ધના માહાત્મ્યથી કુમાર વિજય પામ્યા. દેવતા સાથે કુમાર ચૈત્યમાં આવ્યો. કુમારનું અદ્ભુત ચરિત્ર જોઈ હષથી પુલિત વનવાળી તિલકમજરી વિચારે છે કે નિશ્ચય આ યુવાન જગતના પુરુષાની મધ્યમાં રત્નરૂપ છે. શુ' તેની વીરતા, ધીરતા અને ગંભીરતા ! તથા તેની મુખમુદ્રા માનવીના મનને મેહ પમાડે તેવી નથી શું ? જો આ યુવાન મારે પિત થાય અને મારી બહેન મને મળે તે હું પેાતાને મહા પુળવાન માનુ. એટલામાં કુમાર ચૈત્યમાં આવ્યે. બધાંએ તેને ધન્યવાદ આપ્યા. ત્યારપછી કુમારે હુંસીને તિલકમંજરીના ખેાળામાંથી લઈ પેાતાની પાસે બેસાડી અને પૂછ્યું, “હું હુંસી ! ખરેખર કહે, તુ કાણુ છે ? વિદ્યાધરે શા માટે તારું હરણ કરેલું ? તારુ સ વૃતાંત મને કહે. હંસી ખાલી, “ હે સ્વામિન્! હું મારું સઘળું ચરિત્ર કહ્યું, આપ સાંભળો. ”
''
27
*
વૈતાઢય પર્યંત પર રથનુપુર નામનું નગર છે ત્યાં સદન નામના ખેચરેન્દ્ર રાજ્ય કરે છે. એક દિવસ તે આકાશમાર્ગે ક્રૂરતા કરતા કનકપુરના વન પરથી ચાલ્યા જતા હતા તેવામાં તેની દૃષ્ટિ વનમાં ઝુલતી રાજપુત્રી અશાકમજરી પર પડી. વસંતઋતુના વાયુથી કાળાભમ્મર જેવા વાળ સાથે જેનું ઉત્તરીય પણ આમતેમ ઊડી રહ્યું હતું, એવી રૂપ લાવણ્યની પ્રતિમા જેવી અશાકમજરીને જોઈ કામાતુર થયેલા વિદ્યાધરે તેનું હરણ કર્યું. તે જોઈ તે ખાળા કરુણુસ્વરથી ચીસ પાડતી રુદન કરવા લાગી.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉત્તરોત્તર તે બાળાને વિદ્યાધર બહુ દૂર આવેલા ઉદ્યાનમાં લાવ્યું. પછી પ્રિય વચનથી પૂછવા લાગે, “હે સુંદરી ! તું શા માટે વિલાપ કરે છે? હું કઈ ચેર નથી, હું તને જરા પણ દુઃખ નહીં આપું, હું હરહમેશ તારે સેવક થઈને રહીશ, હું ખેચને અધિપતિ છું, સર્વ વિદ્યાધરીની તને સ્વામિની બનાવીશ. તું આ નવયૌવનને શા માટે આમ વેડફે છે? તું મારા સાથે વિવાહ કરી તારા કૌમાર્યને નષ્ટ કર, તેથી તારું જીવન સફળ થશે.”
તે નિર્લજનાં આવાં વચન સાંભળી અશકમંજરી ચિંતવવા લાગી, “ધિકાર છે કામાંધ પુરુષોને ! ધિકાર છે કામાગ્નિથી બળેલ પુરુષ નિર્વિવેકી થઈ પોતાનાં જાતિ-કુળને, પણ વિચાર કરતો નથી! આ જગતમાં જે પુરુષ અંધ છે તે પિતાની પાસે રહેલી જોઈ શકાય તેવી વસ્તુને પણ નથી જોઈ શકો, પરંતુ જે પુરુષ રાગથી અંધ થયેલે છે તે તે જે વસ્તુ વિદ્યમાન છે તેને ત્યાગ કરી, જે વસ્તુ નથી તેને જુએ છે, કેમકે તે રાગધ પુરુષ અશુચિના સમૂહ રૂપ સ્ત્રીઓનાં અવયમાં કંદપુષ્પ, પૂર્ણચન્દ્ર, કળશ-કુંભ, કલ્પવલ્લી અને લતાનાં પલ્લ–નવાંકુરના આરેપકરી આનંદ અનુભવે છે. આમ ચિંતવતી તે બાળા મૌન ધરી સુખ છૂપાવી, બેસી રહી.
ત્યારે તે દુષ્ટ વિદ્યાધર વિચારે છે કે અત્યારે આને નિશ્ચય તેના માતાપિતાને વિરહ સતાવે છે, પણ પછી હું જે કહીશ તે જ કરશે. એમ વિચારી તેણે વિદ્યાબળથી અશેકમંજરીને તાપસકુમાર બનાવી દીધું. પછી વિદ્યાધર તાપસર
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૩ કુમારને સત્કારપૂર્વક પ્રિયવચનોથી સર્વદા સંતોષવા લાગે, કિન્તુ પત્થર પર વાવેલા અનાજની માફક બધી મહેનત નિષ્ફળ થઈ, છતાં પણ તે વિરામ ન પામે, કેમકે આશા અમર હોય છે. કામાંધ પુરુષોને હઠાગ્રહ દુલધ્ય હોય છે.
" એક દિવસ તે વિદ્યાધર તાપસકુમારને વનમાં મૂકી કાર્યનિમિત્તે પિતાના નગરે ગયે. એટલામાં તમે ત્યાં આવ્યા, તમને જ્યાં તે પિતાનું ચરિત્ર સંભળાવે છે, ત્યાં તે દુષ્ટ -વળિયાનું વિકરાળ રૂપ લઈ તાપસકુમારને પોતાના નગરમાં લઈ ગયે. ત્યાં મણિરત્ન સુવર્ણથી મંડિત દિવ્ય મહેલમાં લાવી, અશકમંજરી પાસે વિષયભેગની માગણી કરવા લાગે. પણ બાળાએ મૌન સાધી ઉત્તર આપે નહીં ત્યારે કોધિત થયેલે વિદ્યાધર બલવા લાગ્યું, “તું મારું કહ્યું નહીં કરે તે તને આ તલવારથી હણી નાખીશ.” એમ કહી કોધથી તપેલા વિદ્યાધરે મ્યાનમાંથી તલવાર કાઢી.
હવે કુંવરીએ ધીરતા ધારણ કરીને કહ્યું: “હે સપુરુષ! બળથી કે છળવડે રાજ્યાદિક સમૃદ્ધિ મેળવી શકાય છે, પરંતુ સંબંધ તે પ્રેમથી જ થાય, તે પણ ઉભય પક્ષની ઈચ્છાથી, સામાના પ્રેમ વિના જે મૂઢ પુરુષ કામની પ્રાર્થના કરે તેનાથી મૂર્ખ આ દુનિયામાં બીજો કેણ હોઈ શકે ? ”
તે સાંભળી અત્યંત ક્રોધિત થયેલે વિદ્યાધર બોલ્ય. અરે દુષ્ટા ! તું મને શિખામણ આપે છે? મારી સામે જ મારી નિંદા? ઊભી રહે હમણું હું તેને તારી જીંદગીને ચુકાદે આપું છું. એમ કહી તે તલવાર લઈ ધર્યો, ત્યારે તે બાળા બેલી, અરે દુષ્ટ ! અનિષ્ટ સંબંધથી મને મરણ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૪
વધારે વહાલું છે. માટે મને જલદી મારી નાખ એમાં વિચાર કરવાની કોઈ જરૂર નથી.” ત્યારે વિદ્યારે વિચાર્યું ધિક્કાર છે મને, મેં આ શું અનાચરણ કર્યું ? જગતમાં પ્રેમ, સરળતા અને મૃદુતાથી ઉત્પન્ન થાય છે નહી કે હઠથી. એમ વિચારી તેણે તલવાર મ્યાનમાં નાખી પછી અશકમંજરીને વિદ્યાના બળથી હંસી બનાવી, સુવર્ણમય પાંજરામાં કેદ કરી. દુષ્ટ. વિઘાધર હંસીને રેજ મૃદુ વચનથી સંતોષવા લાગે.
એક દિવસ પાંજરામાં રહેલી હંસીને પ્રિય વચનોથી પ્રાર્થના કરતા વિદ્યાધરને તેની ભાર્યા કમીસેનાએ જે.. આ ઘટના જોઈ કમળના શકાશીલ થઈ વિચારવા લાગી કે આ શું કહેવાય ? જરૂર દાળમાં કાળું જણાય છે. એમ વિચારી તેણે પિતાની વિદ્યાદેવી પાસે આવી સર્વ વૃતાન્ત જણાવ્યું. ત્યારે વિદ્યાદેવીએ અશકમંજરીની સર્વ હકીકત જણાવી કમળસેનાએ તે હંસીને પાંજરામાંથી કાઢી આકાશમાં ઉછાળી, કારણ કે સ્ત્રીઓને શોકય ગમતી નથી હોતી.
હંસી પણ વિદ્યાધરના ભયથી અને મુકત થવાની ખુશીથી ઝડપભેર આકાશમાં ઊડવા લાગી. આ વાતની વિદ્યાધરને ખબર પડવાથી તે સૈન્ય સહિત પાછળ પડ્યો. પિતે થાકી જવાથી એક અટવીમાં વિશ્રામના હેતુથી રહ્યો. અને સુભટને હંસીની પાછળ મેકલ્યા. માર્ગના શ્રમથી અને વિદ્યાધરોના ભયથી ત્રાસ પામેલી હંસી આ માર્ગથી જતી હતી તેવામાં તમને જોઈ તેણે તમારું શરણ લીધું. હે કુમાર! હું જ તે હંસી છું. હે મહાભાગ! મારા પુણ્યયોગે તે દુષ્ટને તમે હરાવ્યું. આ વાત સાંભળતાં જ હજી સુધી મૌન
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૫
બેઠેલી તિલકમ જરી પણુ વિલાપ કરવા લાગી. હું ભાગિની તું તાપસપણું પામી નિર્જન વનમાં એકાકી શી રીતે રહી ? અને હમણાં પણ તિય ચપણામાં શી રીતે રહી શકે છે? હું બહેન તે દૃષ્ટ થાડા કાળમાં તને કેટલું ખધુ દુખ આપ્યું. અરેરે ! તેં પૂર્વભવમાં એવું કયું પાપ કર્યું... હતું કે તું માનવમાંથી પક્ષિણી થઇ. હાય હાય ! હવે મારી બહેનનું તિયચપણુ કેવી રીતે દૂર થશે ? ” તિલકમંજરીને આમ વિલાપ કરતી જોઇ દેવતાએ પોતાની શક્તિથી તે હસીને સ્ત્રી રૂપે કરી ત્યારે અન્ને ભગિનીઓ પરસ્પર ભેટી પડી. પછી તિલકમ'જરી પ્રતિ કુમાર ખેલ્યાઃ ” હે સુંદરી ! તમારા બન્નેનું પરસ્પર મિલન થયું માટે મને વધામણીમાં શું આપે છે તે જલદી કહે; કારણ કે શુભ કામમાં વિલખ કરવા ઉચિત કે નથી. મસ્ય શીઘ્રમ્ । ' તે સાંભળી તિલકમજરી ખેલી,
.
""
“ હે સત્પુરુષ ! તમારા જેવા ઉપકારીને જો સર્વસ્વ આપવામાં આવે તે પણ ઘેાડુ છે.” એમ કહી તેણે કુમારના કડમાં મેાતીને! હાર આરાપણુ કર્યો. કુમારે પણ અતિ આનંદપૂર્વક તે વધાવ્યો.
પછી તિલકમંજરીએ કમળ આદિ પુષ્પોથી પોપટની પૂજા કરી પછી તે દેવ મેલ્યા: “ હું કુમાર! પૂર્વે આ બે કન્યાએ ચક્રેશ્વરી દેવીએ . તમને જ આપેલી છે. તે પણ આજે હું તમને આપું છું. એમ કહી તેણે અન્ને કુમારી રત્નસારને સોંપી. કુમારે તેઓનું પાણિગ્રહણ કર્યું.. રૂપાંતર કરી દેવે ચક્રેશ્વરી દેવી પાસે આવી. સર્વ હકીકત નિવેદન કરી. ચક્રેશ્વરી દેવી પરિવાર સાથે વિમાનમાં બેસી ત્યાં આવી,
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬ નવપરિતને આશિષ આપી. પછી પિતાના સેવકો પાસે વિવાહચિત સામગ્રી મંગાવી મેટા ઉત્સાહ પૂર્વક અને કન્યાના લગ્ન કુમાર સાથે કરાવ્યાં. દેવીએ અનેક ગવાક્ષોથી મંડિત મનને મોહનાર સાત માળનો પ્રસાદ બનાવી કુમારને નિવાસ માટે સેં. કુમાર પણ પોતાની અને પત્ની સાથે વિવિધ વિષયનાં ભેગે ભગવતે સુખે કાળ નિગમન કરવા લાગ્યા.
હવે અહીં કનકપુરીનાં રાજારાણી અને પુત્રીઓના વિયેગથી અવર્ણનીય વેદના અનુભવતા હતા. નગરનિવાસી પણ ચિંતાતુર હતા. ચોટે અને કે. બજારે અને ઘરે જ્યાં જુએ ત્યાં આ જ વાત થતી હતી. અરેરે ! કનકધ્વજ રાજાને ઘડપણના સહારા રૂ૫ આંખની કીકી જેવાં અને રતનો હરાઈ ગયાં. દેવે જન્મ ઉપર ફટકો માર્યો. રત્નમંજરીને લઈ જનાર પણ તે દુષ્ટ વિદ્યાધર જ હોવું જોઈએ. આમ આખું નગર શેકમય દેખાતું હતું, આપત્તિનાં આછાં વાદળાં તે નગરી પર જાણે છવાઈ ગયાં હોય એમ દેખાતું હતું. પશુ પક્ષીઓ પણ ઊંડી વ્યથા અનુભવતા હોય તેવું લાગતું. ત્યાં અચાનક ડૂબતાને જેમ પાટિયું મળી આવે તેમ આખું નગર પ્રકાશમય થઈ ગયું. ચારે બાજુ આનંદના ફુવારા ઊડવા લાગ્યા, દશે દિશાઓમાં આનંદની છે છૂટવા લાગી. વાત એમ બની કે ચકેશ્વરી દેવીના આદેશથી દેવતાએ રાજાને તેની બને કન્યાની વધામણી આપી પછી તે પૂછવું જ શું? પ્રધાનો, સામંતે, સરદાર અને સબળ સિનિકે સાથે રાજા પુત્રીને મળવા ઊપડ્યો.
શ્રીમતે શ્રેષ્ઠીઓ અને કેટલાક નગરનિવાસી સાથે પુત્રીના
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૭
સ્નેહને વશ થયેલા નરેશ, દેવે બતાવેલી જગ્યાએ આવી પહોંચ્યા. કુમારે પણ પાપટ અને ભાર્યાઓ સાથે રાજાનો સત્કાર કરવા સામા આવી પ્રણામ કર્યા. રાજા પણ કુમારની છટા, રૂપ અને વીરતા જોઇ ખુશ થયા. પછી કુમારે દેવની · સહાયથી રાજકુટુંબની ભાજનાથિી વિવિધ પ્રકારની ભક્તિ કરી; ત્યારપછી અન્ને રાજકુવરીએએ અનુભવેલી પાતપેાતાની વિતક વાર્તા કહી. તે સાંભળી સર્વ પરિવારને ખેદ અને આનદ થયા.
કેટલાક દિવસ પછી એક દિવસ રાજા ખેલ્યા: “ હુ "3 મહાભાગ ! તમે મારા નગરમાં આવી મને કૃતાર્થ કરે. ” કુમારના કબૂલવાથી પરિવારયુક્ત રાજા કુમારને નગર નજીક લાન્યા. પછી રાજાએ પેાતાના જમાઈ ને મોટા ઉત્સવેાઉત્સાહ સહિત નગરમાં પ્રવેશ કરાવી, મનોહર મહેલમાં ઉતારા આપ્યા. કુમાર પાતાની સ્ત્રીઓ સાથે સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. પાપટ પણ મેાજમાં દિવસે પસાર કરતા હતા.
CC
એક વખત કુમાર રાતે સુખપૂર્વક સૂતા હતા, ત્યાં કાઇ દિવ્ય રૂપધારી, દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત શરીરવાળા ક્રોધથી લાલ નેત્રવાળા અને ઉઘાડી તલવાર હાથમાં ધારણ કરનારા પુરુષ કુમારને કહેવા લાગ્યા; “ અરે મૂઢ ! આમ નિશ્ચિત શું સૂતા છે, જરા જાગ–સાવધાન થા. જો તું વીર હા તે મારી સાથે યુદ્ધ કર. ગમે તેમ તેાય તું શિયાળ જેટલી તાકાતવાળેા વણિક જ છે ને ? સિંહ તુલ્ય મારા આગળ તું કયાં સુધી ટકવાના ?” એમ કહી તે પાંજરા સાથે પેાપટને લઈ શીઘ્ર મહેલથી નીચે ઊતરી ગયા. કુમારે
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૮ પણ શીઘ્રતાથી તલવાર લઈ તેને પીછે પક. તે પુરુષની પાછળ દોડતા કુમાર બહુ દૂર નીકળી ગયો, કુમાર તેની સાવ નજીક પહોંચે ત્યાં તે તે આકાશમાં ઊડી અદશ્ય થઈ ગયે. ત્યારે અત્યંત વિસ્મય પામેલે કુમાર વિચારવા લાગ્યા. નિશ્ચય આ મારે કઈ વૈરી વિદ્યાધર દેવ કે દાનવ દેખાય છે, જેથી તે મારા પ્રાણ જે પોપટ લઈ પલાયન થઈ ગયો. હે વીર ધીર ગંભીર શુકરાજ ! તારા વિના મારી શી ગતિ થશે ? તું પાછો મને ક્યારે અને ક્યાં મળીશ ? વળી ખેદ કરી મૂકી પૈર્યને ધારણ કરી વિચારવા લાગ્યા, હે જીવ ! તું શોક શા માટે કરે છે ? શેક કરવાથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. માટે ઉદ્યમ કરી કયાંયથી પણ પિપટને મેળવીને જ પાછો વળીશ; અન્યથા નહિ.
પિપટની તપાસ કરતે કુમાર ફરતે ફરતે એક વનમાં આવી ધ્યાનપૂર્વક જોવા લાગે, પણ પિપટની કશી ખબર ન જ મળી. આખો દિવસ તે વનમાં પિપટની તપાસ કરતા સંધ્યા સમયે એક ઘોર વનમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે એક વિશાળ નગર જોયું, નગરને ફરતે સુંદર મજબૂત ગઢ હતે, ચિત્તને ચમત્કાર પમાડે એવા ચૈત્ય, મેટી મનહર મહેલાતે અને ધજાપતાકાઆદિથી વિભૂષિત નગરને કુમાર વિસ્મયપૂર્વક જેવા લાગે. પછી તે નગરમાં પ્રવેશ કરવા
માટે દરવાજામાંથી જવા લાગ્યા. તેવામાં ગઢ પર બેઠેલી | સારિકા (મેન) બેલી. “હે પુરુષ! તું આ નગરમાં પ્રવેશ
ન કર. વિસ્મય પામી કુમારે જોયું તે એક સારિકા બેલતી હતી તે જોઈ તે કુમાર બોલ્યો; “હે સારિકા ! તુ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૯
મને શા માટે રેકે છે ? સારિકા બેલી. “હે સપુરુષ ! જે તું સુખ સમાધિ ચાહતે હોય તો હઠ મૂકી પાછો વળહું તને તારા હિત ખાતર કહું છું, મારે તારાથી કાંઈ સ્વાર્થ નથી. કુમાર બોલ્યા, હે સારિકા ! હું શા માટે ન જાઉં? અગર જઈશ તે શું થશે એનું કાંઈ કારણ હશે ને ?? માટે તેનું કારણ કહે, પછી મને જે યોગ્ય લાગશે તે કરીશ. સારિકા બોલી, હે કુમાર ! તું જાણવા જ માગે છે તે સાંભળ–
આ નગરનું નામ રતનપુર છે, ખરેખર તે રત્નથી હાલ પણ પરિપૂર્ણ છે. અહિં પિતાની પ્રજાને પુત્રની પેઠે પાળનારે શચિપતિ જે પુરંદર નામના રાજા રાજ્ય કરતે હતે.. આ નગરમાં વિવિધ પ્રકારના વેશનું પરિવર્તન કરી ચેરી કરનાર એક ચેર કયાંયથી આવી ધનવંતોને ત્યાં ધાડ પાડતે હતું. રાજાએ નગરની ચારે તરફ ચોકીદારે બેસાડયા. તમામ માર્ગોમાં પણ સુભટો પહેરે ભરવા લાગ્યા, અને ધનવાન પણ પિતાની મિલકત સાચવીને સંતાડતા, પણ તે રવલીચંપક લક્ષ્મી પાછળ દિવાન થઈ રાજ ધન ચેરતે. રાજ્યને આ કડક પ્રબંધ હોવા છતાં તે મિલકતને ચિર, જુલ્મી, કાયદાની પરવા કર્યા વગર કુલાંગારની જેમ ધનાઢયેના ધન પર પજે નાખી પલાયન થઈ જતું. તેને પકડવા ઘણા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ નીવડ્યા.
એક દિવસ સર્વ નગરનિવાસીઓ રાજા પાસે આવી. કહેવા લાગ્યા, હે રાજન્ ! હવે તે કાંઈ કરે? તે કુકમીએ બધાને કંગાલ કરી નાખ્યા છે. હવે તે તે ચિરને આપ સિવાય કોઈ
Page #243
--------------------------------------------------------------------------
________________
પકડે તેમ લાગતું નથી. રાજાએ કોટવાલને બધી હકીક્ત પૂછી, ત્યાં કેટવાલ બોલ્યા: “હે સ્વામિન ! વિકરાળ વ્યાધિ જેવા આ ચોરને પકડવા માટે અમે બહુ ઉપાયે કર્યો, પણ તે કોઈપણ હિસાબે પકડાતો નથી. હવે અમારાથી પકડાય એવી લેશમાત્ર આશા નથી.” તે સાંભળી રાજાને ઘણે ખેદ થયે. પછી તે નિત્ય રાત્રે વેશ બદલી ઉઘાડી તલવારે ચેરની તપાસમાં ફરતો. એક દિવસ ચેર કેઈ મોટા ધનાઢયનું ધન ચોરી પિોટલું બાંધી ઝપાટાબંધ જ હતું, રાજાએ ચેરને અને ચેરે રાજાને છે, તેથી આગળ ચોર અને પાછળ રાજા વેગપૂર્વક દોડવા લાગ્યા. એટલામાં ચાર એક મઠમાં ઘૂસ્યો, અને ત્યાં સુતેલા તાપસ પાસે પોટલું મૂકી પોતે પલાયન થઈ ગયો. રાજા પણ મઠમાં આવી વિચારે છે; નિશ્ચય આ તાપસ ચેર છે, તેણે જ મારી આખી નગરીના વૈભવનો નાશ કર્યો છે, અત્યારે અહીં વેશ બદલી કપટથી સૂતે છે, એમ વિચારી ક્રોધિત થયેલે રાજા તાપસને ઉઠાડી કહેવા લાગ્યુઃ “હે દુષ્ટ પાપિwતાપસ વેષે મારી આખી નગરીના ધન-વૈભવ લૂંટી અત્યારે ઢોંગ કરી સૂઈ ગયો છે? ઊભે રહે, તને હમણાં હંમેશ માટે સુવરાવું છું.” એમ કહી નિર્દયી રાજાએ તેને બાંધી નિષ્કારણ રક્ષકોને સેપે. તપસ્વીએ પિતાની ખરી હકીકત કહી, પણ લાંબો વિચાર નહીં કરનારા રાજાએ તે નિર્દોષને ફાંસીની સજા ફરમાવી. રક્ષકએ તેનું મસ્તક મુંડાવી ગધેડા પર બેસાડ્યો, અને ગામમાં ફેરવી ફાંસી પર ચઢાવ્યો. તે તપસ્વી મરીને નગરીનો નાશ કરનાર નિશાચર થયે. તેને પૂર્વભવનું વર સાંભરવાથી—યાદ આવવાથી અહીં આવી તેણે રાજાના રામ રમાડયા. રાક્ષસના ભયથી નગરજનો ઘર મૂકી જતાં રહ્યાં તથા બાકી રહેલાને તેણે કાઢી મૂક્યાં.
Page #244
--------------------------------------------------------------------------
________________
રરા
આ નગરમાં તે દુષ્ટ એકલે રહે છે, ભૂલેચૂકે કઈ પશુપક્ષી પણ જે અંદર જાય તે તે દુષ્ટ તેને મારી નાખે છે.. માટે હે પુરુષ! તને મોતના મુખમાં જતાં નિવારું છું.
. સારિકાની વાછટા જોઈ ખુશ થયેલો કુમાર બોલ્યા : “હે સારિકા! એવા રાક્ષસથી મને જરાય ભય નથી.” એમ. કહી તે કુમાર જાણે રાક્ષસના બળને જાણવા રણભૂમિમાં જતો ન હોય તેમ નગરમાં દાખલ થયા. નિરાધાર નગરમાં નિરં-. કુશપણે નિર્જન નિકેતે મૌન મહેલાત, શૂન્ય રસ્તાઓ તેમજ ચંદનકા, સુવર્ણ, કપૂર સેપારી નાળિયેર અને મહેકતાં કરિયાણાથી ભરપૂર દુકાનો જેતે કુમાર અનુક્રમે રાજમાર્ગો થઈ રાજ્યમહેલના સાતમા માળ પર આવી પહોંચે ત્યાં મનને મોહ પમાડે તેવી મખમલની સુકોમળ શય્યા જોઈ માગશ્રમથી થાકેલે કુમાર પિતાના ઘરની જેમ સૂતો અને નિદ્રાધીન થયે.
નગરમાં મનુષ્યની ગધ અને પગલાં જોઈ કોધિત થયેલે રાક્ષસ ધરતીને ધ્રુજાવતે કુમારની શય્યા પાસે આવી પહોંચે. ખુબસુરત કુમારને સુતેલે જોઈ વિચારવા લાગ્ય, આ સ્થાનને મનમાં યાદ કરવા પણ કઈ શક્તિમાન નથી ત્યારે આ કોઈ ધીર પુરુષ બાપાને બગીચે સમજી સૂઈ ગયે લાગે છે! આ ધીરને હું શી રીતે મારું ?' શું ફળ તેડવાની જેમ આના અંગોપાંગ તોડી નાખું કે વનરાજની જેમ નખથી આને ફાડી નાખું ? અથવા તે ઘણથી આના ભુક્ક ભુક્કો કરી નાખું ? ચીભડાની માફક છરીથી ચીરી નાખું? શું જાજવલ્યમાન અગ્નિમાં.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨
-નાખું, દડાની માફક આકાશમાં ઉછાળું – કે સમુદ્રમાં નાખી માછલીઓને ભોગ આપું....... આ હજી મારા બળને જાણતો નથી, વળી થોડીવારમાં વિચારે છે. અરે ! આ તે મારે મહેમાન છે, તેને હું મારું તેમાં મારી શી શેભા ? ઘેર આવેલા શત્રુને પણ ન મરાય. કેમકે -શુક ગુરુને શત્રુ છે. ગુરુનો પિતાને ગ્રહ મીન રાશી છે, છતાં પણ જ્યારે શુક મીન રાશીમાં આવે છે. ત્યારે ગુરુ તેને ઉચ્ચ સ્થાન આપે છે. માટે જ્યાં સુધી આ પુરુષ જાગશે નહીં ત્યાંસુધી હું તેને કાંઈ નહિ કહું. પછી પાછળથી જે મને એગ્ય લાગશે તે કરીશ. એમ વિચારી રાક્ષસ નગર બહાર ગયો અને બીજા કેટલાક રાક્ષસને સાથે તેડતે આવ્યો, હજી પણ કુમાર સુતેલે છે એમ જાણું તેને કોઇ વધી ગયે. . તે બે “અરે નિર્લજજ ! ચાલ, મારા ઘરમાંથી જલદી બહાર નીકળ, નહિંતે યુદ્ધ કરવા તૈયાર થઈ જા.” તે સાંભળી કુમાર બલ્ય, “હે રાક્ષસેન્દ્ર ! મારી નિદ્રામાં તે વિન શા માટે નાખ્યું ? બીજાની ઊંઘ બગાડવાથી પિતાની પણ ઊંઘ કોઈ જરૂર બગાડે છે. કહ્યું છે કે – ' ધર્મની નિંદા કરનારે, પંક્તિને ભેદ કરનારે, કારણ વગર નિદ્રાનો ભંગ કરનાર, કથાનો ભંગ કરનારે અને વગર કારણે પાપ કરનારે–આ પાંચ પુરુષ મહાપાપી કહેવાય છે. માટે તું ઘી મિશ્રિત અતિ શીતળ જળ વડે મારા પગનાં તળિયાં ઘસ અને તારા સેવકે પાસે પણ ઘસાવ જેથી મને ફરી નિદ્રા આવે. - તે સાંભળી રાક્ષસ તે અવાક્ જ થઈ ગયે. જીંદગીમાં
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૩
તેને આવાં વચન કહેનાર આ પહેલવહેલે મળેલો. તે વિચારવા લાગ્યા બરાબર, આ કેઈ અસામાન્ય વ્યક્તિ લાગે
છે. મૃગ સિંહને હુકમ કરે એમ આ મને પગનાં તળિયાં ઘસવાનું કહે છે. એહ! આની હિમ્મત? કે ધીર અને ગંભીર ! આવા નિડર પુરુષોની સેવા કેણ ન કરે? એમ વિચારી રાક્ષસ સુગધ ઘી મિશ્રિત જળ વડે સેવકો સાથે તેના પગનાં તળિયાં ઘસવા લાગ્યું. અહો ! ધર્મના પ્રભાવથી મુશ્કેલ કાર્ય પણ શું આસાન નથી થતાં? ધર્મ તે સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેથી સર્વ કામના પૂર્ણ થાય છે. રાક્ષસને નોકરની જેમ પોતાના પગ ઘસતે જોઈ કુમાર બેલ્ય; “હે દેવ! મનુષ્ય માત્ર એવા મેં તને આજ્ઞા આપી તે તું ઉદાર થઈ માફ કર ! તારી સેવાથી હું ખુશ છું માટે માગ, માગ, તું જે માગે તે આપું, તારું જે કાંઈ દુઃસાધ્ય કામ હોય તે કહે, તે બધું હું તને કરી આપું.”
* અતિ વિસ્મયથી માથું ધુણવતે રાક્ષસ વિચારે છે, અહો! આ તે બધું ઊંધું વળ્યું, કે મારા જેવા પર મનુષ્ય પ્રસન્ન થયે. વળી તે મારું દુઃસાધ્ય કાર્ય કરવાની તમન્ના રાખે છે. આ વાત તે કલ્પવૃક્ષ સેવક પાસે યાચના કરે એવી થઈ આ મનુષ્ય મારા જેવા દેવતાને શું આપી શકશે ? પણ તેની પરીક્ષા માટે કાંઈક તે માગવું જોઈએ, તેથી તે મધુર વચને બલ્ય, “હે વીરવર ! જે અન્યના મનવાંછિત પૂરે તે પુરુષ ત્રણે ભવનમાં દુર્લભ છે, પરન્ત મનુષ્યના ગુણે અને યશ, જ્યાં સુધી તેણે યાચના નથી કરી ત્યાં સુધી જ રહે છે. માટે જે તું મારી યાચનાને ભંગ ન કરે તે હું તારી પાસે યાચના કરું, કારણ કે –
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૪
तृणं लघु तृणा-तूलं त्तलादपि हि याचकः ॥ वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिस्यति ॥१॥
અર્થ –તૃણ સૌથી હલકું છે, તેથી રૂ હલકું છે, પણ યાચક તો રૂ થી પણ લઘુ છે. ત્યારે રૂની જેમ વાયુ તેને કેમ ઉડાડતે નથી? તે કહે છે કે આને હું ઉડાડીશ તે તે મારી પાસે પણ યાચના કરશે. એમ ધારી વાયુ તેને ઉડાડતું નથી.”
તે સાંભળી કુમાર બલ્ય, હે રાક્ષસેન્દ્ર! મારી પાસેથી જે કાર્ય સિદ્ધ થાય એવું હોય તે ખુશીથી કહે. રાક્ષસ છે; “ ત્યારે તું આ નગરીનું રાજ્ય ગ્રહણ કર. હું
ગ્ય જાણું આ રાજ્ય તને સોંપું છું માટે તું સ્વેચ્છાએ. રાજ્ય સુખ ભેગવ, તારે જે જોઈશે તે હું ત્વરાથી પૂરીશ. અને દાસની જેમ નિરંતર સેવા કરીશ. સર્વ રાજાઓ તારા, સેવક થઈને રહેશે. કુમાર વિચારે છે. આ મને રાજ્ય ધૂરા. આપે છે, નિશ્ચય તે પુણ્યથી મળે છે, પરંતુ પૂર્વે મેં પરિગ્રહ પરિમાણ વ્રત સમયે રાજ્ય ગ્રહણનો નિયમ કર્યો છે. વળી. આ રાક્ષસને પ્રાર્થના ભંગ ન કરવાનું વચન આપ્યું છે. હાલ વિકટ સંકટમાં પડેલે શું કરું? એક તરફ વચન અને. બીજી તરફ વ્રત ભંગ થવા સંભવ છે.”
વિચાર કર્યા બાદ કુમાર બેઃ “હે રાક્ષસેન્દ્ર! તું બીજુ કાંઈ માગ, કેમકે મેં રાજગ્રહણ કરવાનો નિયમ કર્યો છે, એવી દાક્ષિણ્યતા શા કામની, કે જેથી વ્રત ભંગ થાય—એવું સનું શા કામનું કે જે પહેરવાથી કાન કપાય. તે સાંભળી રાક્ષસ બે , હે સજજન ! ઉત્તમ પુરુષે જે કબૂલ કરે છે તેને
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૫
કરવા માટે તેઓ પ્રાણની પણ પરવા નથી કરતા.” તેથી કુમાર બોલ્યો; “હે રાક્ષસેન્દ્ર! તું ખરું કહે છે, પણ મેં ગુરુ પાસે નિયમ લીધે છે માટે પાપના સ્થાન રૂપ અને અનર્થકારી એવા રાજ્યને હું શું કરું? વ્રતની વિરાધના કરવાથી પ્રાણુ ઉગ્ર દુઃખને અનુભવે છે. માટે હે મહાભાગ! બીજું કાંઈ માગ. તે ભલે દુષ્કર હોય, તેને હું પ્રાણની કુર બાની આપી પૂર્ણ કરીશ.”
' રાક્ષસ કોધિત થઈ બોલ્યઃ “અરે મૂઢ! ડંફાસ તે મેટી મારે છે. અને મારી પહેલી માગણી ફેક કરી બીજું માગવાનું કહે છે. નિશ્ચય તું તારા આત્મા પર જ ધે ભરાયે જણાય છે. ક્રોધ પૂર્વક કોઈ યુદ્ધ કરી જીવ સંહાર કરે તે તેને પાપ લાગે, નહિ કે દેવદત્ત રાજ્ય લેવામાં. અરે મૂર્ખાધીશ! સુગંધિત ઘી પીવાના અવસરે શા માટે કુત્કાર કરે છે? તું મારા ઘરમાં નિઃશંકપણે આવી બાપાને બગીચે સમજી સૂઈ ગયે, વળી મારા પાસે પગનાં તળિયાં પણ ઘસાવ્યાં, તે પણ મારું કહેવું કરતો નથી. લે બેટા, ચાખ એનું ફળ. એમ કહી રાક્ષસે તેના કેશ પકડી આકાશમાં ઉછાળે; પણ કુમાર પડે તે પહેલાં તેને ઝીલી બેલ્ય, અરે ! મૂખ શિરોમણિ વૃથા હઠાગ્રહ વડે શા માટે મરે છે? મેં તારું કહેલું નિંદનીય કાર્યો પણ કર્યું, તો પણ મૂઢ ! તું મારું કહેલું હિતકારી વચન પણ નથી કરતો?
હજી સમજ અને રાજ્ય લે, નહિ તે હું તને વસ્ત્રની જેમ મહાન શિલા પર પછાડી તારે બેડો પાર કરી દઈશ.” એમ કહી તે કુમારને લઈ એક મહાન શિલા પાસે આવ્ય, ૧૫
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ફરી ગર્જના કરતે બોલ્યા, “ હજી પણ મારું કહેવું માન, વ્યર્થ જિંદગી શા માટે ગુમાવે છે?” કુમાર બે, “હે રાક્ષસેન્દ્ર ! પરિણામની ચિંતા કરવાની ટેવ મારામાં મુદ્દલ નથી. માટે તારે જે કરવું હોય તે કર હું આ ઊભે. ” તે સાંભળી બહુ ખુશ થયેલા રાક્ષસે પિતાનું રૂપ બદલી દિવ્યરૂપ ધારણ કર્યું, તે પુષ્પ વૃષ્ટિ કરતે બોલ્યોઃ “હે કુમાર તું જય પામ, જય પામ વળી બલવા લાગ્યું. “હે કુમાર ! સર્વ સત્વશાળીઓમાં તું જ શ્રેષ્ઠ છે. તારા જેવા દૃઢધમી પુરુષેના લીધે જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે, ધર્મ વિષયમાં તારી આવી દઢતા જોઈ હું બહું આશ્ચર્ય પામ્યું છું. કુમાર બે, તમે કહે છે તે બધું બરાબર છે પણ તમે છે કણ–શા માટે આ પ્રપંચ રએ છે?” દેવતા બે સાંભળઃ– - એક વખત સૌધર્મ અને ઈશાન દેવલેકના ઈંદ્રો એકસાથે ઉત્પન્ન થયાં, તેઓ પરસ્પર એક વિમાન માટે લડાઈ કરવા લાગ્યા, સૌધર્મ દેવલેકસ બત્રીસ લાખ અને ઈશાન દેવલેકમાં અઠ્ઠાવીસ લાખ વિમાને છે, તેમાંથી એક વિમાન માટે જ ઘોર યુદ્ધ જામ્યું. આ લેકમાં યુદ્ધ કરતાં માનવીને માનવી વારે, તથા દેવને દેવ વારે, પરન્તુ દેવાના અધિપતિ
દ્રોને વારવા ભલા કઈ શક્તિમાન થઈ શકે ખડું કે? લેભને થોભ ન હોય, આમ લડતાં ઘણો કાળ વ્યતીત થયે ત્યારે એક દેવે કહ્યું કે માણવકે સ્થંભમાં જિનેશ્વરેની દાઢા છે, તેના અભિષેકથી મેટા વ્યાધિઓ મોટા વૈર આદિ દોષ ઉપશમે છે.” તે સાંભળી મહત્તર દેવે દાઢાના પાણીથી બને ઈંદ્રોને અભિષેક કર્યો તેથી તેઓ પરસ્પર ગાઢ પ્રીતિવાળા થયા.
Page #250
--------------------------------------------------------------------------
________________
હવે અહી ચંદ્રશેખરનામના દેવે હરિભેગમેષ દેવને પૂછયું: “હે મિત્ર! શુ મનુષ્ય લેકમાં કેઈ નિર્લોભી પુરુષ 'હશે? ત્યારે હરિણેગમેષી દેવ તારી પ્રશંસા કરતે બેલ્ય, વસુ
સાર શ્રેષ્ઠીને રત્નસાર નામનો પુત્ર છે, તે મનુષ્ય લેકમાં " નિર્લોભી છે, તે કેઈનું આપેલું રાજ્ય પણ નથી લેતા. તે સાંભળી મેં ચંદ્રશેખર નામના દેવે તારી પરીક્ષા કરવા રાક્ષસનું સ્વરૂપ કર્યું, તને મેં અનેક પ્રકારે હેરાન કર્યો, માટે તું મને ક્ષમા કર. હું તારા પર પ્રસન્ન છું. માગ ! માગ ! તું જે માગીશ તે આપીશ કારણ કે દેવદર્શન અમેઘ કહેવાય.
કુમાર બેલ્યઃ “હે દેવ! જિનધર્મના પ્રસાદથી મને કાંઈ તટે નથી છતાં હું વચન નાખું છું કે હમણાં તમારે નંદીશ્વરદ્વીપની યાત્રા કરવી. દેવે કબૂલ કર્યું, પછી કુમારને પોપટ સહિત પાંજરું આપી તેને કનકપુરી પહોંચાડ્યો. ત્યાં તેણે રાજાદિ સામે કુમારનું મહાસ્ય જાહેર કર્યું. પછી તે કુમારને બહુમાન આપી સ્વસ્થાને ગયે, અહીં રત્નસાર પણ રાજાની આજ્ઞા લઈ પિપટ યુક્ત અને પત્નીએ સાથે મહાસેચને લઈ પિતાના નગર તરફ ચાલે, સ્થાને સ્થાને અનેક ભૂપતિઓથી સત્કારને પામતે કેમે કરીને તે વિશાળાનગરી પાસે આવી પહોંચ્યું.
: રત્નસારની વિસ્તૃત સમૃદ્ધિ અને સબળ સેના જોઈ રાજા પણ તેની સામે આવ્યું, પછી વસુસાર સાથે સમરસિંહ રાજાએ મેટા ઉત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. ત્યારપછી પોપટે કુમારનું સઘળું ચરિત્ર કહી સંભળાવ્યું, તે સાંભળી અતિ ચમત્કાર પામેલા લેકે તેની પ્રશંસા કરવા
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૮ લાગ્યા. એ પ્રકારે રત્નસાર પિતાની બન્ને સહચારિણું સાથે સંસારના સુખે સેવ રહેવા લાગ્યા
એક દિવસ તે નગરમાં ધર્મસૂરિ નામના આચાર્ય સપરિવાર પધાર્યા. તેમને વાંદવા રાજા રત્નસાર પ્રમુખ નગરલેકે ત્યાં ગયા. સૂરિજીને વિધિપૂર્વક વાંદી સૌ યાચિત સ્થાને દેશના સાંભળવા બેઠા. દેશનાના અંતે રાજા પૂછવા લાગ્યું કે હે ભગવન ! રત્નસારે પૂર્વ ભવમાં એવું તે શું પુણ્ય કર્યું છે કે જેથી તેને આવા પ્રકારની સમૃદ્ધિ મળી? તે સાંભળી ચાર જ્ઞાનના ધણી એવા ધર્મસૂરિ કહેવા લાગ્યા, હે રાજન ! સાંભળ:–
– રત્નસારને પૂર્વભવ– આ ભરતક્ષેત્રમાં જ રાજપુર નામનું નગર છે. ત્યાં જીતશત્રુ નામને રાજા રાજ્ય કરતો હતો. તેને થીસાર નામે મહાપરાકની પુત્ર હતા. શ્રીસારને એક ક્ષત્રિયપુત્ર, બીજે અમાત્ય પુત્ર અને ત્રીજો શ્રેષ્ઠી પુત્ર એમ ત્રણ મિત્ર હતા. એ ચારેને પરસ્પર અત્યંત નેહ હતો. એક દિવસ અંતઃપુરમાંથી ખાતર પાડી ધન લઈને જતાં કોઈને કોટવાલે પકડ્યો. તેને બાંધી તે રાજા પાસે લઈ ગયે. રાજાએ તેને મોતની સજા આપી. શૂળીએ લઈ જવાતા એવા ચોરને શ્રીસર કુમારે જે, કેટવાલને કુમાર પૂછવા લાગ્યું કે આ પુરુષ કેણ છે અને આને બાંધીને તમે ક્યાં લઈ જાય છે ? ત્યારે કેટવાલે સર્વ હકીકત જણાવી. કુમાર બલ્ય, હે કેટવાલ ! આ શેરને મારે હવાલે કરે. મારી માતાના અવાસમાંથી દ્રવ્ય ચોરનાર આ પુરુષને હું બરાબર શિક્ષા કરીશ. એમ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૯ કહી કુમાર ચેરને લઈ ગામ બહાર આવ્યું. કુમાર બલ્ય “હે ભાગ્યશાળી! હું તને અભયદાન આપું છું, પરંતુ હે બુદ્ધિમાન! પરાયું ધન લેવાથી ઉત્પન્ન કરેલી કીતિ અને ધન બને નાશ પામે છે. વળી સંપત્તિ વિપત્તિમાં બદલાઈ જાય છે. આ લેકમાં કારાગ્રહ અંગ છેદન વગેરેને ભય અને અપર લેકમાં નરકની ઘોર યાતના વેઠવી પડે છે. માટે હે બુદ્ધિમાન, તું પ્રતિજ્ઞા કરી કે આજથી તારે ચોરી ન કરવી. અહો ! મહાપુરુષની ઉદારતા અને યુક્તિ જગતને આનંદ અને આશ્ચર્ય ઉપજાવનારી હોય છે. કુમારથી બંધ પામેલ ચોર ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લઈ તાપસ થયે. * હવે આ હકીકત કેઈ પુરુષ દ્વારા રાજાએ જાણી, ત્યારે તે કુમારના અકાર્યની નિર્ભત્સના કરતે બોલ્યો; “હે પુત્ર ! તે મારી આજ્ઞાને ભંગ શા માટે કર્યો? ચાલ, મારા નગરમાંથી જલદી જતો રહે? તારા જેવા નીચનું અહીં કાંઈ કોમ નથી.” એ શબ્દો સાંભળતાંની સાથે કુમાર તરત નગર છોડી ચાલી નીકઃ કેમકે, માનવંતા માનવીઓને પિતાની પ્રતિષ્ઠા, ગૌરવ અને સન્માન પ્રાણથી પણ પ્રિય હોય છે, તેના ત્રણે મિત્રે પણ નેહાધીન થઈ કુમારને જઈ મળ્યા, કહ્યું છે કે – . जानीयात्प्रेक्षणे भृत्यान् , बांधवान् व्यसनागमे ॥ . . मित्रमापदि काले च, भार्या च विभवक्षये ॥१॥
અર્થકાંઈ કામ પડે ત્યારે નોકરીની, દુઃખ પડયે અંધુઓની, આપત્તિકાળમાં મિત્રની અને વૈભવને નાશ થવાથી સ્ત્રીની પરીક્ષા થાય છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૦
થો “હે પ્રભાઈ ભકિક પરિપી નિશા જ્યાં તેઓ
: તે ચારે મિત્રે કઈ સાર્થની સાથે નસીબ અજમાવવા ચાલી નીકળ્યા. માર્ગમાં ચાલતા સાઈથી ભૂલા પડેલા ચારે વનમાં ભટકવા લાગ્યા, સુધા–તૃષાતુર એવા તેઓ ત્રણ દિવસના અંતે કોઈ એક નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભજન સામગ્રી લાવી ભેજન બનાવ્યું, સ્નાન કર્યા બાદ જ્યાં તેઓ જમવા બેસે છે, ત્યાં એક જિનકલ્પી મુનિરાજ વહેરવા પધાર્યા. તેમને જોઈ ભદ્રિક પ્રકૃતિવાળે રાજપુત્ર ઊભું થઈ બોલ્યો; “હે પ્રભે ! પધારો, આજ અમારો જન્મ સફળ થયે કે આપ અમારે આંગણે આવ્યા.” એમ બોલતાં કુમારે ચડતા પરિણામે સુપાત્રદાન આપી વિપુલ ભેગકર્મ ઉપાર્યું. તે જોઈ તેના બંને મિત્રોએ ભાવપૂર્વક તેનું અનુમેદન કર્યું, પણ સત્વહીન ક્ષત્રિય પુત્ર બે, “હે મિત્ર ! મને બહુ ભૂખ લાગી છે માટે તું મારા માટે રાખીને વહેરાવજે.” તેથી તેણે દાનાંતરાય કર્મ બાંધ્યું.
અહીં જીતશત્રુ રાજાએ પ્રેમવશ પોતાના પુત્રનું પુણ્ય અને પરાક્રમ જોઈ તેને મિત્ર સાથે માનપૂર્વક તેડાવ્યા શ્રીસારને રાજ્ય આપી રાજા ધર્મારાધન કરવા લાગ્યું. હવે શ્રીસાર પિતાના મિત્રને એગ્ય પદવીઓ આપી ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. પ્રાંતે કાળકરી શ્રીસાર રાજા સુપાત્ર દાનને પ્રભાવથી આ રત્નસાર થયે, શ્રેષ્ઠીપુત્ર અને મંત્રીપુત્ર તે પૂર્વના સનેહને લીધે કુંવરની પત્ની રૂપે થઈ, અને ક્ષત્રિય પુત્ર દાનાંતરાયથી પિોપટ થયે. વળી પેલે ચેર તપસવ્રતથી ચન્દ્રચૂડ (મયુર)દેવ થઈ રત્નસારને સહાયક થયે. ' તે સાંભળી ભૂપતિ પ્રમુખ નગરજનો સુપાત્રદાનને વિષે પ્રીતિ ધરાવતા જિનધર્મ આરાધવા લાગ્યા. રત્નસારે પણ
Page #254
--------------------------------------------------------------------------
________________
વગેરે વિધિપૂર્વક એવણ રૂપાન
ભાવના કરતા
૨૩ જિનધર્મમાં તત્પર થઈ રથયાત્રા, તીર્થયાત્રા, સુવર્ણ રૂપાના અનેક જિનબિંબ અને ચૈત્ય વગેરે વિધિપૂર્વક કરાવ્યાં. આમ શાસનની પ્રભાવના કરતા રત્નસારના સંસર્ગથી તેની બને ભાર્યા પણ ભાવપૂર્વક ધર્મારાધન કરવા લાગી, અને સ્ત્રીઓ સાથે સંસાર સુખને ભગવતે રત્નસાર આયુષ્ય ક્ષય થયે મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવ થયે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જિન ધર્મ આરાધી મુક્તિ પામશે.
છે ઈતિ રત્નસાર કથા સમાપ્ત * એ પ્રમાણે મુનિદાન પ્રભાવને અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસાર રાજાની કથાને સાંભળી, હે ભવ્યજી ! તમે ધર્માનુરાગી થઈ આત્માનું શ્રેય કરો. પ્રભુ મુખેથી આ ઉપદેશ સાંભળી કામદેવે પણ આણંદની જેમ બારવ્રત રૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. ઉત્તમ પ્રકારે જિનધર્મ આરાધતાં તેણે ચૌદ વર્ષ ગાળ્યાં - હવે એક દિવસ કામદેવ શ્રાવક ચિતવે છે. આટલા વર્ષ સુધી હું કુટુંબ પાળવામાં રહ્યો, મારા પુત્રે પણ ઘરબાર સંભાળે તેવા થયા છે તે પછી શા માટે હું પ્રમાદ કરું, એમ વિચારી તેણે એકાદશ પડિમા આરાધવાનો નિશ્ચય કર્યો.
સ્વજન વર્ગને તેડાવી ચારે પ્રકારના આહારથી સંતોષી તે પૂછવા લાગે, “હે સ્વજનો ! જે તમારી સંમતિ હોય તે હું યેષ્ઠ પુત્રને કુટુંબને ભાર સોંપી અગિયાર પડિમાનું આરાધન કરું, સ્વજનેની સંમતિ લઈ કામદેવ પુત્રને ગૃહ ભાર સેંપી નિવૃત્ત થયે, પૌષધશાળાને જયણાપૂર્વક પ્રમાઈ દર્શાસન કર્યું, તેના પર બેસી આણંદની જેમ જિનધ્યાનમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૩ર
તત્પર થયા. ક્રમે કરી તેણે અગિયાર પડિમા વહન કરી. હવે એક વખત રાત્રિએ કોઈ મિથ્યાદૃષ્ટિ દેવ પૌષધશાળામાં આવ્યું.
મદ ઝરતા હસ્તિકુંભ જેવું માઢું બહુ જ પાતળા પગ, મેડોળ મસ્તક, કાબરચીતરી જટા, સૂપડા જેવા નખા, ખીસકેાલીની પૂંછડી જેવી ભ્રકુટી, અંગારા ઝરતી આંખા કાઢાળા જેવા દાંતા, ચપટી નાસિકા, કાળા પર્યંત જેવા પડ છંડ દેહ, કાઠી જેવું વિચિત્ર પેટ અને સર્પ, વીંછી, નાળિયા વગેરેના આભૂષણ પહેરી ભય'કર રૂપ ધારી તે પિશાચ ખિલખિલ શબ્દ કરતા, મુખમાંથી જીભ કાઢી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. કાર્યોંત્સગ માં રહેલા કામદેવ પ્રતિ ખડ્ગ ઉપાડી એલ્યેાઃ “ હું કામદેવ ! તું પ્રત્યક્ષ મળેલા વિષયને મૂકી શ્રાવક વ્રતાને શા માટે આદરે છે? શું સ્વને નરકની પાછળ મંડયો છે? જે જોઈ એ તે અહી જ છે. તારા કામદેવ એવા નામને લાગે ન ભાગવતાં કેમ લજાવે છે? મારી આજ્ઞા છે કે તુ શ્રાવક વ્રતાને ત્યજી ભાગ ભાગવ અને તારી જિંદગી સફળ કર, અન્યથા હું આ ખડ્ગ વડે તારુ મસ્તક છેદી નાખીશ. તેથી અકાળે મરીને અનંત દુઃખ મેળવીશ.
k
તે સાંભળી કામદેવ ધ્યાનસ્થપણે મૌન એસી રહ્યો, કામદેવનું સ્થિર ચિત્ત જાણી રાક્ષસે તેને બે ત્રણ વાર ઉપર પ્રમાણે કહ્યું, તે પણ ભીષણ ભ્રકુટી ચઢાવી કામદેવ પર ખડ્ગના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ કામદેવ અતિ તીવ્ર વેદનાને અનુભવતા સમભાવમાં રહ્યો. કેમકેઃ—
धीराण कायराण य, कसवट्टे संकडे समावडिओ ॥ નિયમ પિાલળવુ, મુત્થા વસ્થા ય સોવિ
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૩ અર્થ?—ધીર પુરુષની અને કાયર પુરુષોની સંકટ આવે ત્યારે જ કોટી થાય છે, બાકી સારી સ્થિતિમાં તે સર્વ નિયમનું પાલન કરવામાં સમર્થ હોય છે – . હવે દેવ પિતે ગિરિરાજ સમા ગજરાજનું રૂપ લઈ ગર્જના કરો અને સૂંઢ ઉછાળતે કહેવા લાગ્યા“હે કામદેવ ! હજી પણ તું મારું કહેવું નહીં માને તે તને ગગનમાં ઉછાળી પગ વડે રગદોળી નાખીશ.” તે પણ કામદેવ સ્થિર ચિત્તે ધર્મધ્યાનમાં લીન રહ્યો. ત્યારે તે દેવે કામદેવને સૂંઢથી પકડી આકાશમાં ઉછા અને પડતાં પહેલા દંકૂશળ પર ઝીલી તેનું પગથી મર્દન કરવા લાગે. આવી દુસહ વેદનાથી પણ તે ચલાયમાન ન થયે, ત્યારે તે મહાલંબકાય. લાલશાણિત જેવાં નેત્ર અને હૂંફાડા મારતા સર્પનું રૂપ લઈ તેની પાસે આવી બેલવા લાગેઃ “હે અભાગી કામદેવ ! હજુ ય કહું છું કે આ ધતિંગ મૂકી ઘર ભેગો થઈ જા, નહિ તો હું તને કરડી જરૂર તારું મોત નિપજાવીશ. ' - જ્યારે કામદેવે કાંઈ ન સાંભળ્યું ત્યારે તે કામદેવના ગળા પર વિંટળાઈ ડંખવા લાગ્યું. તે એવી નિર્દયતાથી ડંખવા લાગ્યો કે શરીરનાં તમામ અવયકોમાંથી લેહીની ધારા વહેવા લાગી, પરંતુ તે સાચે શ્રાવક સમતા રસમાં રમવા લાગ્યો, તેનું શરીર તપસ્યાથી ક્ષીણ થઈ ગયું છે, તેમાં અસંખ્ય છિદ્રો પડી જવાથી લેહીની નકે વહી રહી છે, પરંતુ આત્માને ઓળખનાર શરીરને શું સમજે? દેવ હાર્યો પણ શ્રાવક નિશ્ચલ રહ્યો. એ પછી અતિ વિસ્મય પામેલા દેવે પિતાનું દિવ્ય અને મનહર રૂપ પ્રકટ કર્યું, તે બોલવા લાગ્યો, હે કામદેવ! તું કામદેવું નહીં પણ પ્રતિકામદેવ છે, તું ધન્ય છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
* ૨૩૪ તારું જીવન સફળ છે, જિનધર્મમાં તારી આવી દઢતા જોઈ તારા પર બહુ પ્રસન્ન થયો છું, મેં તને ઘેર ઉપસર્ગોથી અતિ પીડા ઉપજાવી છે, હે દયાળુ ! તે સર્વ મારા પર કૃપા કરી ક્ષમા કર. સૌધર્મેન્દ્ર તારી પ્રશંસા સાચી જ કરેલી તે આ પ્રમાણે હે દે! ભરતક્ષેત્રની ચંપાનગરીમાં જે કામદેવ નામક શ્રેષ્ઠી વસે છે તેને ધર્મથી ચલાયમાન કરનાર આ જગતમાં કોઈ નથી. તે સાંભળીને મેં અમરસેન નામનો દેવે વિચાર્યું કે દેવે આગળ મનુષ્ય શી વિસાતમાં છે? એમ વિચારી મેં અહીં આવી તને ઘેર ઉપસર્ગો કર્યા; કિન્તુ તારું મન મેરુશિખર સમ નિશ્ચલ રહ્યું.” એમ કહી તે કામદેવને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરી જિનધર્મની પ્રશંસા કરતો સ્વસ્થાને ગયે. ' અહીં કામદેવે પિતાને નિરુપસર્ગ જોઈ કાર્યોત્સર્ગ પાળે, તે પ્રાતઃકાળે પ્રભુને સમવસરેલા જાણી ત્યાં વંદનાથે ગયે, વિધિપૂર્વક વાંદી દેશના સાંભળવા બેઠે. દેશનાના અંતે દેવ મનુષ્યની વચમાં પ્રભુ બોલ્યાઃ “હે કામદેવ ! ગઈ રાત્રે દેવે પિશાચ, હસ્તિ અને સર્પાદિ રૂપે વિમુવી તને બહુ ઉપસર્ગો કર્યો, પરંતુ તું ધર્મધ્યાનથી જરાએ ચલાયમાન ન થયે, માટે તું શ્રાવકવર્ય છે.” પ્રભુ બેલ્યા, “હે સાધુસાધ્વીઓ ! આ પ્રમાણે શ્રમણોપાસકે પણ દુઃસહ પરિસહ સહન કર્યા માટે તમારે તે વિશેષ પ્રકારે સહવાં જોઈએ. તે સાંભળી કામદેવે વીર પ્રભુને કેટલાક ધર્મ વિષયના પ્રશ્નો પૂછળ્યા, પછી પ્રભુને વાંદી પોતાના ઘેર આવ્યું. 2. શ્રી વર્ધમાનસ્વામી પણ ભવ્ય જીના હૃદયમાં બધી
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૫
ખીજ વાવતાં અન્યત્ર વિહાર કરી ગયા. એ પ્રકારે આણંદની . જેમ કામદેવે અગિયાર ડિમા વહી, તેવીશ વર્ષ સુધી જિનધમ પાળી, સલેખનાપૂર્વક એક માસનું અનશન લઈ વીર ભગવાનનું સ્મરણ કરતા કામદેવ મૃત્યુ પામ્યા.
ત્યારે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું; “ હે સ્વામિન્! કામદેવ શ્રાવક અહીથી કાળ કરી કયાં ઉપન્યા ?” પ્રભુ ખેલ્યા; હે ગૌતમ તે પ્રથમ દેવલાકમા અરુણાભ વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા મહાસમૃદ્ધિશાળી દેવ થયેા છે, ત્યાંથી ચવી તે મહાવિદેહ ક્ષેત્રે ઉચ્ચ કુળમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ કરી શાશ્વત સુખને પામશે. એ પ્રમાણે કામદેવ ચરિત્રને સાંભળી હું ભવ્યલાકે ! તમે ધર્મમાં આદર કરે. ॥ ઇતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભગણીના શિષ્ય રાજકીતિગણીની રચેલી ગદ્યખંધ વમાન દેશનાના કામદેવ પ્રતિòધ.નામના ખીજો ઉલ્લાસ સમાપ્ત
બડજા
Page #259
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ ત્રીજો
ચુલ્લણી પિતાનું ચરિત્ર
• હવે શ્રી સુધર્માસ્વામી વિરપ્રભુએ કહેલું ચુલ્લણું પિતાનું ચરિત્ર જંબુસ્વામીને કહે છે – - આ ભરત ક્ષેત્રનાં અલંકાર જેવી વિવિધ રત્નોથી વ્યાપ્ત . અને સુવર્ણ કળશેથી પૃથ્વીપીઠને શેભાવનાર વારાણસી -નામની નગરી છે. તેમાં જિતશત્ર નામે રાજા પ્રજાનું સારી રીતે પાલન કરતું હતું. તે નગરમાં જ ચુલપિતા -નામે ગૃહસ્થ વાસ કરતે હતે. તેને અતિ સુંદર તેમજ પતિપરાયણ શ્યામા નામની પત્ની હતી. તે નગરમાં કોષ્ટક નામનું એક યક્ષનું મંદિર હતું.
તે શ્રેષ્ઠીનું આઠ આઠ કોડ દ્રવ્ય વ્યાજમાં, વાણિજ્યમાં અને ભૂમિમાં નિધાન રૂપે રોકાયેલું હતું. વળી તેના ઘરમાં ગાયના આઠ ગોકુળ હતાં. બીજું, આણંદની માફક તેની પાસે અઢળક દ્રવ્ય-લક્ષમીને વિસ્તાર હતો. તે પિતાની ભાર્યા શ્યામા સાથે અનેક પ્રકારના સુખ સેવા સમય, વિતાવતે હતે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૭ એક વખત શ્રી વર્દમાનસ્વામી તે કષ્ટયક્ષના મંદિરમાં સમવસર્યા દેવેએ સમવસરણ રચ્યું. પર્ષદા એકત્રિત થઈ. પ્રભુનું આગમન સાંભળી ચલણી પિતા પણ પરિવારથી. પરિવરેલે પ્રભુને વાંદવા ત્યાં આવ્યો. વિધિપૂર્વક વાંદીને તે. રોગ્ય સ્થાને બેઠે. પ્રભુએ મેઘનાદે દેશના આપી કે, “હે ભવ્યજી ! બાન્ધવ, ધન ભવન, યૌવન, પ્રમદા અને આ શરીર આદિ સર્વ પદાર્થને વિનશ્વર જાણે તમે જિનધર્મનું આરાધન કરો, તે સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારે છે. તે ધર્મ આલેકમાં અને પરલોકમાં સુખનું સાધન થાય છે. જે પ્રાણી જિનધર્મ રૂપ અમૃતથી સ્નાન કરે છે તે પાપરૂપી અત્યંત મેલથી ખરડાયેલે છતાં સહઅમલની. માફક શુદ્ધ થાય છે.” પછી ગૌતમ સ્વામી બોલ્યા, “હે. જિનશ્રેણ! તે સહસમલ કણ હતો? વળી પાપપંકથી મલિન હોવા છતાં શી રીતે શુદ્ધ થયે?” તે સાંભળી જગબાંધવ. બેલ્યા, “હે ગૌતમ સાંભળઃ–
“ સહસ્ત્રમલ”ની કથા – વત્સ દેશના ભૂષણ જેવી કૌશંબી નગરી છે. પૂર્વે ત્યાં સહઅમલ નામને વણિક વસતા હતા. તે દરેકને છેતરવામાં તત્પર રહેતે, તે સાતે વ્યસનને સેવનારે, મિથ્યાવાદી, દુનિયાનું અહિત કરવાની આશાવાળે દુષ્ટાત્મા નિરંતર ચેરી. * કર્યા કરતે, વળી તે અનેક દેશની ભાષાઓ બોલવામાં તેમજ વેષ પરિવર્તનમાં નિપુણ હતું. અને મહા કપટી પણ હતો.
તે નગરમાં રત્નસાર નામનો એક રને વેપારી
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૮ વસતો હતે. એક દિવસ તે માયાવી સેહસમલ વણિકનો વેષ પહેરી વેપારીની દુકાને આવી પૂછવા લાગે, “હે શેઠ! તારી પાસે કયાં કયાં રત્ન છે?” શેઠ બેલ્યો; “બેસે, હું આપને દેખાડું. અમારી દુકાને ઘણી જાતનાં રત્નો છે.” એમ કહી ઝવેરીએ તેને રને લાવી દેખાડ્યાં. તે જોઈ સહસ્ત્રમલ બોલ્યો; “શું આટલાં જ રત્ન છે?” તે બોલ્યો, “ બીજા ઘણાંય છે.” શેઠે વિચાર્યું કે, આ કઈ મેટો શેઠીઓ છે. માટે આજે સારે નફે મળશે. એમ વિચારી તે લેભવશથી ઘણું રત્નો લઈ આવ્યું, તે બધાને સારી રીતે ઊંચા નીચા કરી બરાબર તપાસી સહસ્ત્રમલ બોલ્યો; “હે શેઠ ! આનું મૂલ્ય શું છે?” શેઠે બતાવ્યા મૂલ્ય પ્રમાણે તેણે આંકડે કરાવ્યું. પછી બે, “ઠીક ત્યારે, હું બધાં રત્ન ખરીદું છું, પણ આની કિમત કાલે મળશે.” શેઠ બોલ્યા, “આજ નગદ કાલે ઉધાર, આપણી પાસે ઉધારને ધધ નથી.” એમ કહી તેણે પોતાને માલ હતા ત્યાં પાછે મૂકો. પછી સહસ્ત્રમલ પણ તે દુકાનનું બારીકાઈથી નિરીક્ષણ કરી પિતાને રસ્તે પડ્યો. પછી રાતે તે વેષ બદલી પિતાના સાથીઓ સાથે ઝવેરીની દુકાને આવ્યો, અને ખાતર પાડયું. બહાર સાથીઓને ઊભા રાખી તેણે ભીંતમાં કરેલા છિદ્ર વાટે પોતાના પગ અંદર નાંખ્યા. અહીં શ્રેષ્ઠીપુત્રએ જાગી જવાથી તેના પગ પકડ્યા અને પરસ્પર ખેંચવા લાગ્યા. તેથી સહસ્રમલનું શરીર છોલાઈ ગયું. તેમાંથી રુધિરની ધારાઓ વહેવા લાગી. . ચિરની આવી સ્થિતિ જોઈ દયાળુ શ્રેષ્ઠી-પુત્રએ તેને
છોડી મૂક. . '
Page #262
--------------------------------------------------------------------------
________________
સાંભળી એક દિવસના વ
તેણે ઘેર આવી સર્વ બીના પિતાની માતાને સંભળાવી. તે શય્યામાં પડ્યો પડ્યો વેદનાથી આકાંત થઈ પુકાર કરવા લાગે. ત્યારે તેની માતા બોલીઃ “હે પુત્ર ! જે પારકું ધન ચેરે તેને બધું સહન કરવું પડે છે રોજ માલ ખાય તે કોઈવાર માર પણ ખાવું જોઈએ ને ?” વિચારા સારણ ઘુતકારે ઓછું દુઃખ ભગવ્યું છે? ” પુત્રે પૂછ્યું “હે માતા ! તે કોણ હતો ? અને તેણે શી રીતે દુઃખ સહન કર્યા હતાં ?” તે બેલીઃ “સાંભળ, અવંતી નગરીમાં સારણ મામને એક જુગારી વસતે હતા. એક દિવસ જુગારમાં તે પિતાનું બધું દ્રવ્ય હારી ગયે. એક સમય તે રાત્રિના વખતે ચોરી કરવાની ઈચ્છાથી ફરતે ફરતે કોઈ વણિકના ઘેર આવ્યું. તે ત્યાં સંતાઈ અંદર રહેલા પિતાપુત્રને વાર્તાલાપ સાંભળવા લાગે. શેઠ બોલ્યા, “હે પુત્ર ! ૧૦ હજાર સેનામહેરો કઈ જગ્યાએ દાટવી જોઈએ કે જેથી તે આપત્તિ કાળમાં સહાય રૂપ થાય.” પુત્ર બોલ્યોઃ “હે પિતા ! તમે
આ ઉપાય બહુ સારે શેઢે. જે આ દ્રવ્ય સ્મશાનમાં દાટીએ તો બહુ સારું.” પિતા બોલ્યો. “ચાલે ત્યારે, આપણે ત્યાં જઈએ. તું કપડાં પહેર.” તે સાંભળતાજ તે જુગારી સ્મશાન ભણું દેડ્યો. ત્યાં જઈ તે મહાયોગીની જેમ શ્વાસચ્છવાસને રેકી મૃતકની માફક પડી રહ્યો. અહી થોડીવારમાં તે પિતા-પુત્ર ધન લઈને ત્યાં આવ્યા. શેઠ બેલ્યઃ “હે પુત્ર! તું સ્મશાનમાં જઈ બરાબર છે, કેમકે અહીં જે કોઈ ધૂર્ત ગુપ્ત રીતે રહ્યો હશે તે આપણા બધા મને માટીમાં મળી જશે. તે સાંભળી શ્રેષ્ઠીપુત્રે સ્મશાનમાં ફરી, સારી રીતે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૦
તપાસ કરી. ઘેાડીવારમાં તે એક મૃતકાના સમૂહ પાસે આવ્યા.. ત્યાં સારણનું અક્ષત શરીર જોઈ તેને શંકા થઈ, તેથી તે સંપૂર્ણ શરીર તપાસવા લાગ્યો. તેના મુખ અને નાકને શ્વાસ રહિત જોઈ તેને ખાત્રી થઇ કે શરીર પ્રાણ વહાણુ છે. પછી તે તેના પિતા પાસે આવી કહેવા લાગ્યા: હું. • તાત ! મે સ્મશાનમાં બધી જગ્યાએ ખારીકાઈથી જોયું, પરંતુ કેટલાંક રાખ થયેલાં કેટલાક અધુ મળેલાં, કેટલાંક મળતાં અને કેટલાંક બિનવારસી થઈ પડેલાં, વિનષ્ટ શરીર જોયાં; પરંતુ કેટલાક મડદાની મધ્યમાં એક મૃતક અક્ષત જોયું છે. તેનેા ખાપ ખેલ્યા, હે પુત્ર! નિશ્ચય તે મહાધૂત હોવો જોઇએ માટે તું ફરી ત્યાં જઈ ખરાખર તપાસ કર.’ શ્રેષ્ઠી-પુત્ર ફરી ત્યાં આવ્યો. અને બહુ ખારીકાઈથી તે શરીરનું નિરીક્ષણ કરવા લાગ્યો. કેટલાંક અડપલા કરી તેણે મૃતકને પગ પકડી બહાર ખેંચી કાઢ્યું, આમતેમ ઢઢાળી અનેક જાતની ચેષ્ટાઓ કરી. ત્યાર પછી તેને અચેતન જાણી તેનું સ્વરૂપ પિતાને સભળાવ્યુ, તેના પિતાએ કહ્યું, હું ‘ પુત્ર ! એમ નહીં. આ વખતે તું એનાં નાક કાન કાપી લાવ, જેથી નિશ્ચય થાય કે તે પ્રાણ રહિત પિંજર છે.' પુત્રે પણ પિતાની આજ્ઞાનું પાલન કર્યું. અને મૃતકનાં નાક-કાન કાપી આપ્યાં. અહા ! આવી રીતે અતિ તીવ્ર વેદના સહન કરતા તે ધૃત ધન લાભથી કાંઈ ન બોલ્યા. પછી તે અન્ને ધનને ત્યાં જમીનમાં દાટી ઘેર આવ્યા. અહીં તે ધૂત પણ ઊઠયો અને ધન લઇ રવાના થઇ ગયો.
.
એક દિવસ તે શ્રેષ્ઠી ખેલ્યા: “ હે પુત્ર ! તુ' સ્મશાને
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૧ જઈ ધનની ખબર તે કાઢી આવ.” તે સાંભળી શ્રેષ્ઠીપુત્ર ત્યાં ગયે, પણ ધન ક્યાંય દેખાયું નહી. તેણે આ વાત તેના પિતાને જણાવી. તે સાંભળી શેઠ સ્મશાનમાં ગયે. અને વધારે ખેદી જોયું પણ ધન હોય તો મળે ને ! આથી ખેદ પામેલા શેઠે ઘેર આવી પુત્રને કહ્યું “હે પુત્ર ! નિશ્ચય તે ધૂતારાએ આપણને છેતર્યા છે. માટે સવારે તેની તપાસ કરશું. એમ વિચારી બને સૂતા પણ ઊંઘ ન આવી સવારે બાપ– બેટો બને જણ તે નાક-કાન વગરના પુરુષની તપાસમાં ફરવા લાગ્યા. આખરે તે એક દિવસ મળી જ ગયે. તેનાં નાક-કાન કપાયેલાં જોઈ શ્રેષ્ઠી તેનો હાથ પકડી એકાંતમાં લઈ ગયો. પછી કહેવા લાગ્યો, “હે વીર ! તે અત્યંત દુષ્કર કાર્ય કર્યું છે, સર્વ પ્રાણીઓમાં તું પૈર્યધારી છે.” તે બેભે, “હે શેઠ! દુનિયામાં દોલત માટે મનુષ્ય શું શું નથી કરતો?” શેઠ બેલ્યો; “હે વીર ! જેટલું ધન બચ્યું હોય તેટલું તે મને આપ.” ધૂર્ત બોલ્યો; “હે શેઠ! વધેલા ધનને તું ખુશીથી લે, પરંતુ રાજાને ફરિયાદ ન કરતો.” એમ કહી તેણે વધેલું ધન શ્રેષ્ઠીને આપ્યું શ્રેષ્ઠીએ પણ તેને સંતોષી વિદાય કર્યો.
સહસ્ત્રમલની માતા બોલી કે, “હે બેટા ! જે પારકાનું ધન લે છે તેને વિટંબણા પણ બહુ થાય છે. માટે તું પણ આ ચેરીનો ધંધે છેડ. ચેરીને માલ ચેરીમાં જ જાય છે. ધન તુરત ચાલ્યું તે જાય છે, પણ હે બેટા ! આપત્તિની પરંપરાને નોતરતું જાય છે.” માતાની વાત સત્ય માની તે ખુશ થયે. થોડા દિવસમાં તેનું શરીર સ્વસ્થ થયું અને તે ફરી ચોરી કરવા લાગ્યો.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૨
એક દિવસ પુરોહિતના ઘેર ખાતર પાડી અઢળક ધન ઉપાડી લાવ્યું અને પોતાની માતાને સેંગ્યું. તે બેલીઃ “હે પુત્ર! તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો ?” “હે માત ! તું આવી પંચાત અને ચિંતા શા માટે કરે છે? અરે, સવારના લોકમુખે બંદાની બહાદુરી સાંભળી મને સંભળાવજે.” સવારે ચોરની મા નગરમાં ગઈ. ત્યાં તેણે એક સ્ત્રીઓનું ટોળું જોયું. તે ત્યાં ગઈ ત્યારે સ્ત્રીઓ આ પ્રમાણે બોલતી હતીઃ “આજે પુરેહિતના ઘેર કોઈ ચેરે ચોરી કરી છે. બીજી બોલી કે તેને કોઈ પત્તો લાગ્યો કે નહીં !” તે બેલી, હા આઈ ! પુરોહિતે રાજાને જણાવ્યું ત્યારે રાજાએ આરક્ષકને બેલાવી બહુ ઠપકે આપે; એટલામાં ધનસાર શ્રેષ્ઠીએ કહ્યું,
હે રાજન ! નિશ્ચય તે ચેર ધનથી સુંદર વસ્ત્રો ખરીદવા મારી દુકાને આવશે, ત્યારે હું તેને પકડી પાડીશ.” વળી એટલામાં એક હજામ બોલ્યા, “અરે ! હજામત કરાવવા અને નખ કપાવવા તે મારી દુકાને આવશે ત્યારે હું જ તેને પકડીને બાંધીશ. અને આપને હવાલે કરીશ.” સ્ત્રીની આવી વાતો સાંભળી ભય પામેલી ડોશીએ સર્વ બીના પુત્રને જણાવી. તે ચેર બેલ્યો; “ઓહ! સહસ્ત્રમલ આવી બાબતોથી ગભરાતે નથી, કરના તે ડરના નહી, ડરના તે કરના નહીં અરે ! એવા તે કેટલાય ભસ્યા કરે છે.”
પછી તે ચેર વણિકને પિશાક પહેરી હજામને ત્યાં આવ્યો, હજામે તેને કેઈ મેટો શેઠ જાણી સુંદર આસન પર બેસાડ્યો. વાળ નખ કાપી તેને સ્નાન કરાવ્યું. સ્નાન પછી સહસ્ત્રમલ બેલ્યો; “હે નાઈ ! આ તારા પુત્રને મારી
'
તે
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૩
tr
સાથે મેાકલ, હું તેને તારી મહેનતના પૈસા આપું. નાઈએ પુત્રને મેાકલ્યો. પછી સહસ્રમલ નાઈના પુત્રને લઇ ધનસાર શ્રેષ્ઠીની દુકાને ગયેા, ધનસારે તેના ઉત્તમ પેાશાકથી અનુમાન કર્યું" કે આ કાઇ માટો વેપારી હશે. એમ વિચારી તેણે સહસ્રમલને આવતાં જોઈ કહ્યું, “ પધારા, શેઠ, શેા હુકમ છે.” તે ખેલ્યા; કોઈ ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો હોય તે ખતાવા. તે સાંભળી શેઠે મહામૂલી વસ્ત્રા અતાવ્યાં. સહસ્રમલે કપડાંના મૂલ્ય નક્કી કરી કહ્યુ કે “ પૈસાના વાટવો ઘેર રહી ગયો છે. હું ઘેર જઈ દ્રવ્ય લઈ આવું છું ત્યાં સુધી તમે આ માળકને સાચવજો.’ બિચારા ભેાળા શેઠે તેની વાત સાચી માની સ્વીકારી. સહસ્રમલ પણ કપડાં બગલમાં દુખાવી ઘેર આવ્યો. અને તે માને સાંપી ખેલ્યો; “ હે માતા ! તું સાંજે પાછી નગરમાં જઇ ઊડતી અફવાને સાંભળજે અને મને જણાવજે.' ડાશી પણ ત્યાં જઈ જાણેલી નગર ચર્ચા પુત્રને કહેવા લાગી: “ હે પુત્ર ! સાંભળ, હજામે અને શ્રેષ્ઠીએ આજ રાજા પાસે ફરિયાદ કરી છે કે આજે તા તે ચાર અમને પણ ઠગી ગયો છે.” તે સાંભળી એક અશ્વના વેપારી ખેલ્યો, હું સ્વામિન્! ચારાને ઘેાડાના બહુ શોખ હાય છે. માટે તે જરૂર્ મારે ત્યાં, અશ્વ ખરીઢવા આવશે. હું તેને પકડી આપને હવાલે કરીશ.’ વળી, એટલામાં કામપતાકા નામની એક વેશ્યા ખેલી, · હે રાજન્ ! તે ચાર મારું ઘર મૂકી ખીજે કયાંય નહિ જાય, કેમકે તે માટો ચાર જણાય છે તેથી તે મામૂલી વેશ્યાને ત્યાં ન જતાં મારા મુકામે અવશ્ય આવશે. હું તેને
.
આ મારા નમણા બાહુપાશથી પકડીશ.' તે સાંભળી સહસ્ત્રમલે સાવાહને શણગાર સજ્યા. તે ફરતો ફરતો ઘેાડાના
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૪
6
વેપારી પાસે આવ્યો. તેને જોઇ અશ્વના વેપારીએ બહુમાન સાથે આસન આપ્યું. તેના પર બેસી સહસ્રમલ અનેક પ્રકારની વાતો કરતો ખેલ્યો: ‘હું વેપારી તમે નગર બહાર કેમ વસ્યા છે ? ’ તે ખેલ્યો; ‘હે મહાભાગ ! નગરમાં ઘર ન મળવાથી હું અહી વસ્યો છું.' સહસ્રમલ ખેલ્યા, ચાલા, તમે અમારા ઘેર રહો. તમારા જેવા વેપારી અમારા હૈાવા, છતાં નગર બહાર કેમ રહે ?” શ્રેષ્ઠી બાલ્યેા, ‘ મીજાને ઘેર વસવામાં જોખમ હોય છે.' ચાર ખોલ્યુંા, સજ્જનના ઘેર વસવામાં સજ્જન પુરુષોએ શકા ન કરવી જોઈએ, શ’કા કરનાર સજ્જન પુરુષની સજ્જનતા કૃત્રિમ કહેવાય છે. જેની સાથે મન મળી ગયું હોય તેના ઘરને પેાતાનું જ ઘર માનવું જોઇએ. ચારની વાપટુતા સાંભળી વેપારી વિચારે છે. · અહો શું આની સજ્જનતા અને અપૂર્વ વિવેક ? નક્કી કાઇ સત્પુરુષ જણાય છે. માટે આનું આમંત્રણ પાછું ઠેલવુ· ચેાગ્ય નથી. એમ વિચારી તેણે ચારનું આમંત્રણ, મજૂર કર્યું..
:
ત્યારપછી સહસ્રમલ આગળ ચાલી વેશ્યાના ઘેર આવી ખાલ્યા, ‘ હું કામપતાકા! આજ અત્યંત ધનવાન એક વિદેશી અશ્વનેા વેપારી તારા ઘેર રહેવા આવવાના છે માટે તું જલદી એક એરડા આપ. તે સાંભળી ધનાભિલાષી ખુશી થઈ. સામે જઇ તે વેપારીને બહુમાન સહિત પ્રવેશ કરાવી સુંદર સ્થાનમાં અશ્વોને ખાંધ્યા. વેપારીને આ સ્થાન અહુ ગમી ગયું. તે નિશ્ચિત થઈ આરામ કરવા લાગ્યા. અહી` સહસ્રમલ વેશ્યા પાસે આવી સુખાસને બેઠા. વેશ્યા તેના પગ ધાવા લાગી. ત્યારે તે ખેલ્યા; ‘ હે ભદ્રે ! અત્યારે પગ ધોવાથી શું?
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫
અત્યારે તે મારે રાજાને મળવાનું મુહૂર્ત છે. માટે તું તારાં આભૂષણે મને આપ. રાજાને મળી આવી તરત તને પાછા આપીશ.” દ્રવ્યની લાલસાવાળીએ વિચાર્યું કે આમનાં ઘણાં અશ્વો અને વેપારી અહીં છે, તે પછી આભૂષણ આપવામાં શે' વાંધે. એમ વિચારી તેણે ઉત્તમ પ્રકારના રત્નજડિત ઘરેણા કુમારને પહેરવા માટે આપ્યાં. પછી તે ચાર વેપારી પાસે આવી બેલ્યો; “હે બાંધવ! અત્યારે મારે રાજાને મળવા જવું છે, વખત બહુ ઓછે હેવાથી તમે એક સૌથી શ્રેષ્ઠ અશ્વ મને આપે. ત્યાંથી હું તુરત આવી તમને પાછો સેંપીશ.” વિશ્વાસુ એવા તે વેપારીએ તેને સર્વ અશ્વોમાંથી શ્રેષ્ઠ અશ્વ આપે. આભૂષણથી વિભૂષિત સહસ્ત્રમલ તે અશ્વ પર બેસી પોતાના ઘેર આવ્યું. અને આભૂષણે માતાને સોંપ્યાં.
અહીં બહુ વાર થયા છતાં સહસ્ત્રમલ ન આવ્યો ત્યારે વેશ્યાને ફાળ પડી, તેણે રાજદ્વારે જઈ દ્વારપાળને પૂછ્યું કે “ અહીં કોઈ અશ્વારૂઢ વેપારી આવ્યો છે અથવા આવ્યું હતો?” તે બોલ્યો, “અહીં એ કઈ નથી આવ્યું. તે સાંભળી વ્યાકુળ થયેલી વેશ્યા પિતાને સ્થાને આવી તે વેપારીને પૂછવા લાગી કે, “અરે ! તે તમારે સાથી હજી નથી આ ?” તે બોલ્યા, “કેમ શું કામ છે?તે રાજદ્વારે ગયે છે.” તે બેલી: “અરે ! હું ત્યાં જઈને આવી છું, તે ત્યાં નથી. અરે ભગવાન! હવે મારું શું થશે ?” તે શેઠ બે, અરે બાઈ તું આમ કેમ નિશ્વાસ નાખે છે? વેશ્યા બેલી તે મારાં કિમતી આભૂષણે લઈ ગયું છે. તે સાંભળી શેઠ બોલ્યા, “શું આ તેનું ઘર નથી? વેશ્યા બોલી, “તેનું
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ઘર કેવું, તે તે તમારી સાથે જ આજે આવ્યા હતા. હુતા વેશ્યા છું.' તે સાંભળતાં જ શેઠના છક્કા છૂટી ગયા. તે ખેલ્યે
*
મારે પણ ઉત્તમ અશ્વ તે દુષ્ટ લઇ ગયા છે. વેશ્યા ખાલી: નિશ્ચય તે ચેર જ હાવા જોઈએ માટે ચાલેા રાજાને ફરિયાદ કરીએ.
આ બન્નેની ફરિયાદ સાંભળી રાજાએ કોટવાલને આદેશ કર્યો કે, તમે આ ચારને પાંચ દિવસમાં પકડી મને સોંપે. કાટવાલ તે સ્વીકારી પાતાના ઘેર આવ્યો. હવે ચારની મા ખેલી, · બેટા ! આજે તા માટી આફ્ત આવી છે; કેમકે તને પકડવા ખુદ કાટવાલે કબૂલ કર્યુ” છે. માટે તું પોતાના આત્માનું યત્નથી રક્ષણ કર. સહસ્રમલ ખાલ્યા, હે માત ! તારે ડરવાની કાઈ જરૂર નથી. હું તે કાટવાલને પણ માલ ચખાડીશ, હું કેટવાલને કંગાળ કરી તેનું બધું ધન અહી લાવીશ. ’ પછી તે બ્રાહ્મણનો પાશાક પહેરી નગરમાં ગયે અને ફરતા ક્રતા એક દેવકુલમાં આવી જુગાર રમવા લાગ્યો. અહી... કાટવાલ પણ ચારની તપાસ કરતા ત્યાં આવી પહાંચ્યો. અને સહસ્રમલ સાથે જુગટુ રમવા લાગ્યા. રમતાં રમતાં કાટવાલ પેાતાની નામાંકિત મુદ્રા હારી ગયો. સહસ્રમલે તે મુદ્રા લીધી. એટલામાં રાજપુરુષે આવી કોટવાલને કહ્યું કે આપને રાજા શીઘ્ર ખાલાવે છે. તે સાંભળતાં જ કેાટવાલ રમત પડતી મૂકી રાજદ્વારે ગયા. હવે સહસ્રમલ કોટવાલના ઘરે પહોંચ્યો. ત્યાં જઇ કેટવાલની વહુને કહ્યું, હું ભદ્રે ! - તું તારા ઘરની સાર વસ્તુ મને જલદી આપી દે. ’ તે ખેલી; તમને અહી* કાને મેાકલ્યાં છે? તે ખાલ્યો, કાટવાલજીએ
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૭
દૂર જઈ તેમ કાળ
! તું
તે બોલીઃ “તે ક્યાં છે? તેમને તે રાજપુરુષે મજબૂત બાંધી પકડીને રાજા પાસે લઈ ગયા છે. તેમની આવી સ્થિતિ જોઈ હું તેમની પાસે ગયો. ત્યારે તેમને કહ્યું, હે મિત્ર! તું મારા ઘેર જઈ બધી મૂલ્યવાન વસ્તુ તારે ઘેર લઈ જા. આ વાત કેઈ ન જાણે તેમ કરજે, કેમકે રાજા મારા પર બહુ રે ભરાયેલો છે. અભિજ્ઞાન (ઓળખાણ) માટે આ નામાંકિત વીંટી તેમણે આપી છે. માટે હે સુંદરી! તું વિલંબ ન કર. . કદાચ રાજસેવકો અહીં આવી પહોંચશે. ” વીંટી જોઈ ભય પામેલી સ્ત્રીએ ઘરની બધી સાર સાર વસ્તુ તેને સેંપી. તે લઈ સહસ્ત્રમલ મનમાં મલકાતે મુકામે આવ્યો. ...
હવે થોડીક વાર પછી કોટવાલ ઘરે આવ્યું. તેને જોઈ બહેઃ હર્ષ પામતી તેની પત્ની સામે જઈ પૂછવા લાગી, “હે નાથ !તમે શી રીતે છૂટી ગયા! વિસ્મિત થયેલે કેટવાલ બોલ્યો,
મને કેણે બાંધ્યો હતે? તે બોલી: “કેમ, રાજાએ તમને બાંધ્યા ન હતા?” તે બોલ્યો, “અરે ગાંડી! આવું તને કોણે કહ્યું, શું સ્વપ્ન આવ્યું હતું કે?” અરે, તમે તે વીટી લઈને કેઈ માણસને મોકલ્યો હતે, તેણે જ મને કહ્યું કે તારા સ્વામીને રાજસેવકે બાંધીને લઈ ગયા છે. માટે તું મેંઘી–અમૂલી બધી વસ્તુ મને આપી દે. તે સાંભળી મેં બધું મણિ કંચન રત્ન મેતી વગેરે તેને આપી દીધું.” તે સાંભળી કોટવાલ દુઃખિત થઈ બોલ્યો, “હે મુગ્ધ! મેં તે કેઈને નથી મોકલ્યો. નિશ્ચય તે ધુતારાએ મને પણ ધૃત્યો. પછી ભગ્ન હૃદયવાળા કેટવાલે રાજાને પિતાને સવે વૃતાન્ત જણાવ્યો. તે સાંભળી રાજા બોલ્યો, “અરે અકકલના બારદાને !
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૮
દૂર રહે, તે ચોરને હું પિતે જ જોઉં છું કે તે દુષ્ટ મારાથી બચીને કયાં જાય છે? હું પિતે જ તેને પકડીશ.”તે સાંભળી કેટવાલ બોલ્યો, “હે સ્વામિન! એમાં શું સંદેહ? કેમકે મેઘના વરસવાથી દુભિક્ષ કયાં સુધી ટકી શકે.
આ વાતને જાણુ સહસંમલની માતા તેને કહેવા લાગી; “હે પુત્ર ! હવે આજ તારા જીવિતમાં મને સંશય છે, કેમકે ક્રોધિત થયેલા રાજાએ જ તને પકડવાની પ્રતિજ્ઞા કરી છે.” તે સાંભળી ચાર બોલ્યો, “હે અંબે ! તારે જરા પણ ગભરાવાની જરૂર નથી. “રાજા બાજા મારે આંટા” એમ કહી તેણે અંગમર્દકનો વેષ તૈયાર કર્યો. રાતના તે રાજદ્વારે આવી દ્વારપાલને કહેવા લાગ્યો, “હે પ્રતિહાર્ય! તું જઈ રાજાને ખબર આપ કે, “દેશાન્તરથી કઈ કલા-કુશળ અંગમર્દક આવ્યો છે. તે દરવાજા પર આપને મળવાની ઈચ્છાથી ઊભે છે. જે આપની આજ્ઞા હોય તે અહીં આવે.” તે સાંભળી દ્વારપાળે રાજાને નિવેદન કર્યું. રાજાએ કહ્યું એને આવવા ઘો. થોડીવારમાં સહસ્ત્રમલ આવી બોલ્યો, “મહારાજા જય પામે! વિજય પામે !!” પછી તે સવિનય બોલ્યો, “હે રાજ ! આપ મારા કલા-કૌશલને જુઓ.” તે સાંભળી રાજાએ પિતાનાં આભરણે ઉતારી એક બાજુ મૂક્યાં, અને પિતે પલંગ પર સૂતો. પછી ચારે રાજાને એવું માલિશ કર્યું કે તે તરત નિદ્રાને શરણ થયો. રાજાને ઘેર નિદ્રામાં ઘેરતો જોઈ ચેરે તેનાં સર્વ આભૂષણ ઉપાડ્યા ને નીચે ઊતરી દ્વારપાળને સલામ ભરી ઘેર આવ્યો. અને બધાં આભૂષણે માતાને આપી પિતે આરામથી સૂઈ ગયો.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૯
અહીં પ્રાતઃકાળમાં જાગેલા રાજાએ આભૂષણો અને અંગમર્દક બન્નેને ગુમ થયેલા જોયા. વ્યથા અનુભવતો રાજા પ્રાતત્ય કરી નિરુત્સાહિત વદને સભામાં આવી બેઠે. ત્યાં સામંતો, સુભટે તેમ જ મંત્રીવર્ગ પણ બેઠા હતા. રાજાની મુખાકૃતિ ખિન્ન જઈ પ્રધાને પૂછ્યું “હે પ્રભે! આજે આપ કાંઈ ચિંતામાં છે ?” ત્યારે રાજાએ રાતની સર્વ બીના કહી સંભળાવી. મંત્રી બોલ્યો, “હે સ્વામિ! આ શેર કોઈ અજબનો દેખાય છે. માટે તેને પકડવા કોઈ ઉપાય કરે જોઈએ.” રાજા બોલ્યો, “હવે શું કરવું જોઈએ? મંત્રી ઓલ્યો, “હે રાજન! ધર્માચાર્યની પાસે જાપ કરાવી તેમના મંત્ર વિજ્ઞાન બળથી ચેરની શુદ્ધિ કરવી જોઈએ.” રાજાને તે વાત ગમી.
એક દિવસ મંત્રીના નિમંત્રણથી જિનચંદ્ર નામક શ્વેતાંઅર મુનિએ જિનરક્ષિત નામના શ્રાવક સાથે રાજસભામાં આવી ધર્મ લાભ આપ્યો. રાજા પણ તરત ઊભે થયો. અને તેમને આસન આપી વંદન કર્યું. પછી મંત્રી બોલ્યો; હે ભગવન! કઈ ચોર નિત્ય નગરમાં ચેરી કરે છે. અમે ઘણું ઉપાયે કર્યા, પણ તે પકડાતો નથી, માટે આપ જ્ઞાનબળથી અમને તેને ઉપાય જણાવો.” તે સાંભળી મુનિ બેલ્યા, હે અમાત્ય ! એ અમારો આચાર નથી. મંત્રી બોલ્યા, “હે મુનિ ! રાજાનું વચન ભંગ ન કરવું જોઈએ. તે સાંભળી જિનરક્ષિત શ્રાવક બેલ્ય. કે “મારી પાસે એક મંત્ર છે, તેનાથી હું ચેરને પત્તો લગાવી જણાવીશ.” રાજવર્ગ તે સાંભળી બહુ ખુશ થયો. પછી મુનિ ધર્મલાભ દઈ પિતાના સ્થાનકે આવ્યા.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૦ હવે અહીં આ વાતની ચોરને ખબર પડી તેથી તેણે શ્રાવકને વેશ પહેર્યો. ઉત્તરી ય ખભે નાખી, હાથમાં પુષ્પ ચંદન, ચોખા, બદામ વગેરે લઈ ચૈત્યવંદન કરવા વિર પ્રભુના મંદિરે આવ્યું. તે જોઈ જિનરક્ષિત શ્રાવકે સાધર્મિક ભાવથી પૂછયું, “હે શ્રાદ્ધોત્તમ ! તમે ક્યાંથી આવ્યા? અને ક્યાં જવાના છે ?” તે બોલ્યો, , હું જિનદાસ નામક શ્રાવક છું. ચંપા નગરીમાં વસું છું, મને ચારિત્ર લેવાની ઉત્કટ ભાવના છે. હું હમણાં તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. શ્રી શત્રુંજ્ય, રૈિવતગીરી, સમેતશિખર, મથુરા, અયોધ્યા, અને કલિકુંડાદિ
સ્થાનોમાં તીર્થયાત્રા કરી હાલમાં હું અહીં આવેલ છું. તે સાંભળી જિનદત્ત શ્રાવક નમસ્કાર કરી તેની પ્રશંસા કરવા લાગ્યુઃ “હે શ્રાવક! તમે ધન્ય તથા કૃતપુણ્ય છે, તમારું જીવન પણ સફળ છે; કેમકે જિનદર્શનમાં તમને અત્યંત અનુરાગ છે. વળી તે શ્રાવક ! તમે ચાલે મારા ઘરે ત્યાં આપણે સાથે ચૈત્યવંદન કરીશું.” એમ કહી જિનરક્ષિત તેને પિતાના ઘેર લાવ્યું. ચિત્યવંદન કરી, તે બોલ્યો, “હે સાધર્મિક બાન્ધવ ! આજે તમે અહીં જ જમજે.તે ધૂર્ત બોલ્યઃ “બીજાને ઘેર ભોજન કરવું હું ઉચિત નથી સમજતો. જિનરક્ષિત બોલ્યા, “હે બધે! જિન ધર્મથી વાસિત અંતઃકરણવાળાએ પોતાના અને સાધર્મિકના ઘરમાં ભેદ ન સમજ જોઈએ.” જિનરક્ષિતના અતિ આગ્રહથી તેણે જમવાનું સ્વીકાર્યું જમ્યા પછી જિનરક્ષિતે ધૂને કહ્યું “હે શ્રાવકત્તમ! જ્યાં સુધી તમારી અહીં સ્થિરતા હોય ત્યાં સુધી તમે મારા ઘેર જ રહો. જિનરક્ષિતના અતિ આગ્રહથી તે પણ તેણે સ્વીકાર્યું. ત્યારબાદ જિનદત્ત બોલે, રાજાએ મને ચોરની
Page #274
--------------------------------------------------------------------------
________________
૫૧
હું
તપાસ કરવાને આદેશ આપ્યા છેતે માટે પેાતે મંત્રજાપ કરું છું. તમે અહીં પલંગ પર આરામ કરશ—શયન કરે. એમ કહી તે એકાન્તમાં એસી મત્ર જાપ કરવા લાગ્યા. આવેા લાગ મળવાથી સહસ્રમલ તેની સારી સારી વસ્તુએ લઈ રવાના થઇ ગયેા. અહીં સવારમાં શ્રાવકે ચારી થયેલી જાણી, રાજાને કહ્યું; હે પ્રભુ! ! મંત્ર જાપ કરતાં હુંજ મુંડાઈ ગયેા.’ રાજા ખોલ્યા · શું થયું ? ’ પછી તેણે રાત્રિએ બનેલી અધી મીના કહી સભળાવી.
એટલામાં રાજાના આદેશથી ગયેલા મત્રી વિમલકીતિ નામક દિગમ્બરાચાય ને લઈ આવ્યો. ૮ ધર્મ વૃદ્ધિ પામે એમ કહી તે આચાય રાજાએ આપેલા આસન પર બેઠા.. પછી મત્રી ખાલ્યો; ‘હે આચાય ! આપ આપના જ્ઞાનથી ચારના સ્વરૂપને પ્રગટ કરે.’ તે ખોલ્યા, ‘અત્યારે નહિ પણ રાત્રે જોઈને કહીશ. ' રાજાથી બહુ માનપૂર્વક વિદાય લઈ તેએ પાતાના સ્થાને આવ્યા. આ વાતની ખખર સહસ્ત્રમલને પડી, તેથી તેણે મુનિ પાસે આવી મુનિને વંદન કર્યું. મુનિઓએ પણ ધ વૃદ્ધિ હા. એમ ક્યું. પછી આચાયે પૂછ્યું; તું કાણુ છું ? અને કયાંથી આવ્યા છુ ? ’ તે એલ્યો,
"
*
હું પ્રભા ! હુ શ્વેતાંખીથી આવું છું અને સંસારના ભયથી ઉદ્વેગ પામી આપની પાસે પ્રવજ્યા લેવાની ભાવના રાખું છું.” મુનિ ખોલ્યા, ‘તું આમ ઉતાવળ ન કર. થાડા દિવસ અમારી સાથે રહી અભ્યાસ કર. પછી બધાં સારાં વાનાં થશે. ’ અહી રાતે આચાય ચારના સ્વરૂપને જાણવા એકાન્તમાં મંત્ર જાપ કરવા લાગ્યા. અને તેમના સવે શિષ્યો સૂઈ ગયા.
Page #275
--------------------------------------------------------------------------
________________
પર તે લાગ જોઈ સહસ્રમલ બધું ફેંદવા લાગ્યો, અને જે સારી વસ્તુઓ હતી તે લઈ પલાયમાન થઈ ગયો. અહીં પાછલી રાતમાં જાગેલા સાધુએ નવીન શિષ્યને ન જોયો એટલે તે વાત આચાર્યને જણાવી. ગુરુ બોલ્યા, “અરે ! જઈને જુઓ કે આપણાં ઉપકરણાદિ છે કે નહીં. થોડીવાર પછી જેઈને આવેલા શિષ્યોએ કહ્યું, “હે ભગવન્! આપનું ઉપકરણાદિ કાંઈ નથી.” તે સાંભળી ગુરુ સહસા બોલી ગયા; “હાય ! - હાય !! મને વારંવાર ધિક્કાર છે! તે ધૂતથી હું પણ છેતરાયો.”
રું #ૐ નરેં રે વમવિ નÉ” એટલું બોલતાં તે પૃથ્વી પર ઢળી પડ્યાં, ગુરુને મૂચ્છિત જોઈ શિષ્યોએ તેમને શીતાપચારથી સચેતન કર્યા, પછી તેઓ અંજલિ જેડી સવિનય બોલ્યા, “હે ભગવન ! -આપ કૃપા કરી કહો કે તે ચેર આપની કઈ અણમોલ વસ્તુ ચરી ગયો છે કે જેથી આપને મૂછ આવી ગઈ.” દિગંબરાચાર્ય બેલ્યા, “હે શિષ્યો! ઉપકરણમાં બાંધેલી વીસ સેનામહોરે હતી તે પણ ઊપડી ગઈ. એવી રીતે તે પાપિચ્છે ઉપકરણ સાથે મારા પ્રાણ પણ હર્યા. તે સાંભળી ગુરુને શેકરહિત કરવા એક વૃદ્ધ શિષ્ય બોલ્યો, “હે ભગવન્! ચંદ્રગ્રહસ્થનું વહાણ સમુદ્રમાં નષ્ટ થઈ જવાથી તેનું બધું ધન ડૂબી ગયું. તે વખતે દુઃખિત થયેલા ચંદ્રગ્રહસ્થને તમે જે ઉપદેશ આપ્યો હતો તે ગાથા કૃપા કરી સંભળાવે. ગુરુ બોલ્યા –
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૩
फलसंपत्तीए समोणयाई, तुंगाइं फलविवत्तीए । हिअयाइं सुपुरिसाणं, महातरुणं व सिहराई ॥१॥
અર્થ–સપુરુષોનાં હૃદયો મોટા વૃક્ષના અગ્રભાગની. જેમ-ફળ આવે ત્યારે વિનમ્ર અને ફળ જાય ત્યારે ઉચ્ચ. હોય છે.
ગુરુ બોલ્યાઃ “હે વત્સ! તે મને ઠીક સ્મરણ કરાવ્યું પછી વિષાદ મૂકી દિગંબરાચાર્ય શિષ્ય સહિત રાજકારે ગયા રાજાએ પણ બહુમાનપૂર્વક આસન આપી નમસ્કાર કર્યા.. પછી મંત્રી બોલ્યો, “હે ભગવદ્ ! આપ આજ ઉપકરણ વગર કેમ આવ્યા?” ગુરુ બોલ્યા, “અરે, તે ધૂતારે અમને પણ ધૂત્યા છે. તે અમારું સર્વસ્વ લઈ ગયો છે. એમ કહી. દિગંબરાચાર્ય પોતાના સ્થાને આવ્યા.
ત્યારબાદ મંત્રીએ ચારે વેદમાં વિખ્યાત એવા નારાયણ નામના સંન્યાસીને બોલાવ્યો. રાજાને આશીર્વાદ આપી તે ઉચિત આસને બેઠે. મંત્રી બોલ્યો, “હે સંન્યાસી ! તમે તમારા જ્ઞાનબળથી ચેરનું સ્વરૂપ જણાવે.” તે બોલ્યો, “હું મંત્રબળથી જોઈને કહીશ. પછી તે રાજાથી સન્માનિત થઈ સ્વસ્થાને ગયે. માતાના મુખથી આ વૃત્તાંત સાંભળી સહુસમલ બટુક બ્રાહ્મણને વેષ લઈ નારાયણ પાસે આવ્યો. નારાયણે પૂછયું, “તું કોણ છું અને ક્યાંથી આવે છે?” તે બોલ્યોઃ
હું બ્રાહ્મણ છું. આપને વેદમાં પારંગત જાણું આપની પાસે ભણવા આવ્યો છું. શું આપ અભ્યાસ કરાવશો? સંન્યાસી બોલ્યો, “તું સુખેથી અહીં રહે. અને વેદાભ્યાસ કર, પરંતુ તારે ક્યાંય ભટકવા ન જવું. પછી તેને ભોજન કરાવ્યું..
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આખો દિવસ તે ધૂતે તેની એવી ભક્તિ કરી. વિનય બતાવ્યો કે, સંન્યાસી તેના પર સંતુષ્ટ થઈ ગયું. રાતે તે બે,
હે વત્સ! તું આશ્રમમાં સૂઈ રહે, હું એકાંતમાં મંત્ર જાપ કરું છું. એમ કહી તે સંન્યાસી મંત્ર જાપ કરવા લાગ્યો. અને ચેર પિતાની સાધના સાધવા લાગ્યો. અહીં સવારે આશ્રમમાં ચોરી થયેલી જાણે સંન્યાસીએ રાજા પાસે જઈ સર્વ હકીકત જણાવી. પછી રાજાએ તેને આશ્વાસન આપી વિદાય કર્યો.
ત્યારપછી ચારથી કંટાળેલા રાજાએ શિવધર્મ નામક શિવોપાસક બ્રાહ્મણને તેડાવ્યો. અને ચેરને શોધવા કહ્યું. તે -બોલ્યો; “હે રાજન ! કાલે આપને જ્ઞાનથી જાણ જણાવીશ.” પછી રાજાએ તેને સન્માન આપી વિસર્જન કર્યો. આ વૃત્તાંતને સાંભળી સહસ્ત્રમલ ન વેષ પહેરી શિવાચાર્ય પાસે આવીને * નમઃ શિવાય “ કહી હાથ જોડી બોલ્યો, “હે ભગવન! જે -આપને હું યોગ્ય લાગતે હોઉં તે મને તમારી દીક્ષા આપ.” આચાર્યું પણ તે ધર્મય પિતા નિઃ” એ વાકયને અનુસરી શીઘ્ર દીક્ષા આપી દીધી. રાતના શિવાચાર્યને જાપમાં મશગૂલ જોઈ ધૂર્ત મઠને તળિયા ઝાટક કરી ભાગી ગયો. સવારે શિવાચાર્યે પણ પિતાના સમાચાર રાજાને જણાવ્યા, તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો, જે જે પુરુષ તે ચેરને પકડવાની હામ ભીડે છે તેને જ તે ધૂર્ત નવરાવી નાખે છે.
* હવે મંત્રી એક બૌદાચાર્યને બોલાવી લાવ્યો. તે ચરની વાત સાંભળી બોલ્યો; “અરે ! એમાં શું મેટી વાત છે? તેના સ્વરૂપને હું કાલસવારે જ કહીશ, એમ કહી તે
Page #278
--------------------------------------------------------------------------
________________
૫૫
C
66
સ્વસ્થાનકે આવ્યો. ’ સહસ્રમલ પણ બૌદ્ધ શ્રાવક રૂપે ત્યાં આવી તેમને વંદન કરી બેઠા. ૌઢાચાય બોલ્યા; · હું શ્રાવક ! તું કયાંથી આવે છે? ’ તે ખોલ્યો, “ હુંદક્ષિણ દેશથી આવ્યા છું. આજે મેં નિયમ કર્યો છે કે, “ ભિક્ષુકાને ભાજન કરાવી પછી મારે ભાજન કરવું” તેની વિનતિ આચાર્યે સ્વીકારી એટલે તે ધૃત કંદોઇની દુકાને જઇ મેાકાઢિ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન લઈ આવ્યા. અને બધા ભિક્ષુકોને ભાજન કરાવ્યુ. તેથી બધા ઔઢેા તેના પર અત્યંત પ્રસન્ન થયા. તે ભિક્ષુકા જોડે ગપ્પાં મારવા લાગ્યા. એવામાં રાત પડી ગઇ. આચાર્ય મંત્ર જાપ કરવામાં તલ્લીન થઈ ગયા. બહુ વખત સુધી વાતે કર્યાં પછી બૌદ્ધ સાધુઓ બાલ્યા; ‘હું ભક્તિશાળી શ્રાવક ! આજ તું કયાં સૂઇશ ?” તે ખેલ્યા, આજ તેા હું અહીં આપના ચરણમાં જ સૂઈશ. ’ પછી સાધુએ તેને સૂવા માટે જગ્યા બતાવી અને સહુ સહુની જગ્યાએ સૂતા. બધાને સૂઇ ગયેલા જાણી તે હળવેથી ઊઠવ્યો અને ખાંખાખાળા કરી અને વિહાર (દિર)ના સારા સાર સામાન ઉપાડી રસ્તે પડયો. સવારે તે ઔદ્ધાચાર્યે પણ રાજા પાસે જઇ પોતાનાં રેઢણાં રેયા.
મંત્રીએ હવે કપિલ ભક્ત આચાર્ય પરમહંસને બેલાવી ચાર વિષે પૂછ્યુ. ‘ કાલે કહીશ ’· એમ કહી તે પેાતાને સ્થાને ગયો. સહસ્રમલ તૈયાર જ હતા. તે પણ ફુલપુત્રનુ રૂપ લઈ પરમહુસ પાસે આવ્યો, અને તેની સુવણૅ પુષ્પોથી પૂજા કરી તેના પગમાં પડી ખેલ્યો; · હે ભગવન્ ! હું આપ પાસે ધ્યાનના અભ્યાસ કરવા ઇચ્છું છું. ’ ગુરુ ખાલ્યા, ‘‘હું ઉત્તમ ! પહેલાં તુ મારા હંસ નામના શિષ્ય પાસે ધ્યાનાભ્યાસ કર.’
:
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૬
'
તે સાંભળી ધૂત હંસ પાસે ગયો. હુસે કહ્યું; · ધ્યાનાભ્યાસ રાતે જ થશે. ’ રાતે પરમહંસ મંત્રજાપમાં લાગી ગયો.. અહી હુંસ પાસે સહુસ્રમલ અભ્યાસ કરવા બેઠા. રાતે જ્યારે અધા સૂઇ ગયા, ત્યારે તે બધા સામાન ચારી ચાલતા થયા. સવાર થતાં પરમહંસ રાજદ્વારે પહોંચ્યો. અને કહ્યું કે ચાર આગળ અમારું કાંઈ ચાલે તેમ નથી. તે તો અમને પણ નવરાવી ગયા. ’ એમ કહી તે પાછે
.
'
વળી આ વખતે મંત્રી કેાઈ સુરપ્રિય નામે પાખડી ભૂતવાદીને લાવી લાવ્યા. રાજા મેલ્યા; હું ભૂતવાદી ! પહેલાં તું તારા મત જણાવ, ’ તે ખેલ્યો, ‘હે રાજન્! આ જગતમાં પુણ્ય, પાપ, જીવ, પરલેાક તેમજ મુક્તિ વગેરે કાઈ પદાર્થ છે જ નહીં. એ અમરા મત છે.’ પછી તે રાજાએ આપેલા આસન પર બેઠા. પછી મંત્રીએ તેને ચેર પ્રગટ કરવા કહ્યું. તે ખેલ્યો, હું મંત્ર પ્રયોગેા કરી કાલે જવાબ આપીશ. એમ કહી તે માનપૂર્વક પેાતાના સ્થાને આવ્યો. સહસ્રમલ વાત જાણી એક નવયૌવના વેશ્યા પાસે આવ્યો. તેને કપૂર, પાન આપી ખેલ્યો; ‘જો તું મારું એક કામ કરે તે હું તને દશ સેાનામહેારા તથા બહુ મૂલ્યવાળાં વસ્રા પણ આપીશ. 'તે ખેલી; ' મને મંજૂર છે. શું કામ છે તે કહા. તે બોલ્યો: ‘તું મારી સાથે આવ, અને હું જે જે બેલું તે તું મૌન મુખે સ્વીકાર કરજે. ' પછી તે વેશ્યાને લઈ સુરપ્રિય પાસે આવ્યો અને તેને નમસ્કાર કરી તેમની આગળ બેસી ખેલ્યો; ‘ હે ભગવન્ ! આ મારી મહેન આપની પાસે દ્વીક્ષા લેવા ઈચ્છે છે. ’ તેના રૂપ લાવણ્ય પર માઠુ પામી. તેણે
.
·
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૭
જવાબ આપ્યો, ‘ તમે કહેા છે તે યુક્ત છે; પરંતુ અમારી દીક્ષાને એવો આચાર છે કે પ્રથમ એક પશુને મારવું. પછી અમારી સાથે એક પાત્રમાં જ મદ્યપાન કરવું અને અમને પોતાના પતિની દૃષ્ટિથી જ જોવું.' તે ખેલ્યો; ‘ મારી બહેન અધુ કરશે. ’ પછી વેશ્યાએ બધી વિધિ સાચવી. રાત્રે આચાય સાથે શિષ્યોએ પણ વેશ્યા સાથે મદ્યપાન કર્યું. અત્યંત મદ્યપાન કરવાથી સર્વ વિકળતાને પામી વિવેકરહિત થયા. અને એલફેલ ખખડતાં વસ્ત્રા કાઢી પૃથ્વી પર પડી ગયા. વેશ્યા પણ નશામાં ભાન ભૂલી ત્યાં જ પડી ગઈ એટલે સહસ્રમલ ત્યાંને ધેા સામાન ઉપાડી ઘર ભેગેા થઈ ગયો. વહેલી સવારે રાત્રિની સાથે સુરપ્રિયને નશે। પણ જતા રહ્યો. ત્યારે તેણે જોયુ કે તેના બધા શિષ્યો અચેતન થઈ પંડયા છે. કોઈના અંગ પર વસ્ત્ર દેખાતુ નથી. વેશ્યાના પણ બેહાલ થઇ ગયા છે. આવી સ્થિતિ જોઇ ગભરાયેલા સુરપ્રિયે બંધાને જગાડયાં. પછી વેશ્યાને પૂછ્યું, · તારા ભાઈ કયાં ગયો ?’ તે ખાલી, અરેરે! મારી સાનામહારા કાણુ આપશે?' પાખડી એલ્યો, શાની સેાનામહેારા ' પછી તેણે પાતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી વિસ્મય પામેલા સુરપ્રિય એલ્યો, અરે! એ તે અમને પણ ધૃતી ગયો. વેશ્યાને કાઢી મુકી તેણે રાજદ્વારે આવી સર્વ વૃત્તાંત જણાવ્યુ. મંત્રી ખેલ્યો, 'જેટલા તેને જાણવાની કશિશ કરે છે તે સ સવારે રાતા આવે છે.' પછી રાજાએ તેને આશ્વાસન આપી વિદાય' કર્યાં.
:
.
,
'
આવી રીતે થાડા કાળમાં તેણે ચારે કાર હાહાકાર મચાવી
૧૭
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૮
1
દીધા. રાજાએ અનેક ઉપાયો કર્યા પણ સર્વ મહેનત નિષ્ફળ ગઈ. રાજા મહુ ચિંતાન્યગ્ર રહેવા લાગ્યો. મંત્રીમ’ડળની બુદ્ધિ પણ કામ કરતી નથી. ચાર્ક અને ચૌટ, ગલીએ અને ખજારે ઘેરે અને દુકાને જ્યાં જુમા ત્યાં ચારની જ વાત સંભળાવા લાગી. અહી` સહસ્રમલ તા શિકાર કરી હિંસા કરવા લાગ્યો. પરસ્ત્રીના બેધડક ઉપભાગ કરવા લાગ્યો. અને પારકા પૈસે રાજ વિલાસ માણવા લાગ્યો; પરંતુ તે ગૂઢ માયાવીને કાઈ પકડી શકયુ નહી. એ પ્રમાણે નિત્ય નરક ગતિના પ્રયાગ રૂપ કમ કરવા લાગ્યો.
**
એક દિવસ તે નગરમાં વિશુદ્ધ નામના કેવળી ભગવત સમેાસર્યા. તેમનું આગમન સાંભળી રાજા આદિ બધાં પુરુષા આવ્યાં, સહસ્રમલ પણ વેશ બદલી ત્યાં આવ્યો. પછી કેવળી ભગવતે ગભીર નાદે દેશના આપી, હે ભવ્યલેાકા! જે પુરુષ અન્ય જીવના વધ કરે છે, અસત્ય ખાલે છે, ફાઈના આપ્યા વગર ધન ગ્રહણ કરે છે, પરસ્ત્રીનુ સેવન કરે છે અને મહાન આરંભ કરે છે, તે પુરુષને નિશ્ચય મહાન નરકમાં જઈ અતિ તીવ્ર વેદના ભાગવવી પડે છે, તે સાંભળતાં જ લઘુકમી સહસ્રમલ ચિંતા કરવા લાગ્યો કે, મને વારવાર ધિક્કાર છે! મેં એકે શાસ્ત્રકમ તા ન કર્યું... પણ સતત દુષ્ટ કર્મ કરવામાં તત્પર રહ્યો. અરેરે ! હવે મારુ શુ થશે ? આવતા ભવે નિશ્ચય મારે નરકાવાસ ભોગવવો પડશે. અહા! હું દુર્ગતિનાપથે કેટલા આગળ વધી ગયો, કયાંય થાક ખાવા પણ ઊભા ન રહ્યો. હવે ખરા માર્ગ શી રીતે હાથમાં આવશે ? હવે મારા ઉદ્ઘાર કાણુ કરશે ? હવે આ સાધુ જ મને તારશે, એમનાં સિવાય મારુ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૯
કોઈ શરણ નથી. નાગરિક લકે દેશના બાદ પોતપોતાના ઘરે ગયાં ત્યારે સંસારથી ઉદ્વેગ પામેલે સહસ્રમલ ગુરુ પ્રત્યે બોલ્યો; “હે ભગવન્! આ સંસારમાં એવું કેઈ કુકર્મ નથી, જેને મેં ન આપ્યું હોય, હે ભગવન ! હું આપની દેશનાથી. બોધ પામી સંસારથી વિરક્ત થયે છું. માટે હે પ્રભો ! જે હું એગ્ય હોઉં તે મને દીક્ષા આપો.” કેવળી બલ્યા“હે સુંદર પુરુષ ! તું શક ન કર. મેંગ શુદ્ધિ કરી આત્માને નિર્મળ બનાવ. ત્યારે તેણે કહ્યું: “હે ભગવન્! અહીંના ભૂપાલ મારા પર કોપાયમાન થયેલ છે માટે બીજે કક્યાંય જઈ મને દીક્ષા આપ.” કેવળી બોલ્યા,
. “હે ભદ્ર! તું નિર્ભય થા. તું સવારે પાછો અહીં આવજે, રાજાના અહીં આવવાથી બધું સારું થઈ જશે.” અહીં રાજા પણ સવારે ધામધૂમ પૂર્વક કેવળીને વાંદવા આવ્યો. સહસ્ત્રમલ પણ કેળવી પાસે આવી બેઠે.
કેવળીએ દેશના આપી, નૃપાદિના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ સંબંધી સંદેહને દૂર કર્યા. રાજાએ પૂછયું,
હે ભગવન્! તે ચેર ક્યાં છે કે જેણે અમારે આનંદ ઝૂંટવી લીધું છે. તે બેલ્યા, “હે રાજન ! હમણાં તે તારા જમણા ભાગમાં બેઠે છે. હવે તારે તેના પર કોધાદિ ન કરવા જોઈએ, કેમકે તેનું મન હમણાં કુકર્મોથી પાછું વળ્યું છે. તે કરેલાં કર્મોને નષ્ટ કરવા ચારિત્ર ગ્રહણ કરવાની ઉચ્ચ ભાવના રાખે છે. માટે મોક્ષ માર્ગમાં ઉપસ્થિત એવા એને તું સહાય કર.” રાજા તહત્તિ કરી લ્યોઃ “હે પ્રભે !. જેવી આપની આજ્ઞા હશે તેમ જ કરીશ.” પછી સહસ્ત્રમલ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬o રોજાને લઈ પિતાને ઘેર આવ્યા અને જેનું જેનું ધન ચેર્યું હતું તે સર્વ દરેકને પાછું સોંપી તેણે ધામધૂમ પૂર્વક માતા સાથે કેવળી પાસે આવી દીક્ષા લીધી. પછી ગુરુને કહ્યું
હે ભગવન્! જે આપની આજ્ઞા હોય તો હું જીવનપર્યત. માસક્ષમણને પારણે માસક્ષમણને કરવાને અભિગ્રહ લઉં.” ગુરુએ તેને એગ્ય જાણું તેમ કરવા આજ્ઞા આપી. એ પ્રકારે તે રાજાદિથી પ્રશંસાને પામતો બે પ્રકારની શિક્ષાને ગ્રહણ કરી જીતેન્દ્રિય થયે, ઘોર તપસ્યા કરી તે મુનિરાજે દુર્ગતિએ લઈ જનાર કર્મને છેદી નાખ્યાં, શુભધ્યાન રૂપ અગ્નિ વડે કર્મરૂપી ઇંધણોને ભસ્મીભૂત કરી તેમણે લોકાલેક પ્રકાશક કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેએ રચેલા કનક.. કમળ પર બેસી કેવળી ભગવતે દયા પ્રધાન જિનધર્મ ભવ્ય જીને સંભળાવ્યો. પછી કેટલેક કાળ આ પૃથ્વી પીઠ પર વિચરી અનેક જીવને ઉદ્ધાર કરી વેગને નિષેધ કરી * શિલેષી કરણથી મુક્તિએ પહોંચ્યા.
એ પ્રકારે ઘનઘોર કર્મ કરનારે સહમલ પણ જિનધર્મના આદર વડે સંસારથી છૂટી પરમપદને પામ્યો. '
ઈતિ સહસ્તમલ કથા સમાપ્ત. - પ્રભુ કહે છે“હે ભવ્યો! સહસમલના દૃષ્ટાંતને સાંભળી તમે ભાવપૂર્વક જિનધર્મ આરાધે.” તે સાંભળી ચલ્લણું-- પિતાએ સમ્યકત્વ સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પિતાને કૃતાર્થ તથા કૃતપુણ્ય માનતે વીરને વાંદી તે પોતાને ઘેર આવ્યા. અને પિતાની પત્નીને કહેવા લાગ્યોઃ “હે ભદ્રે ! મને આજે પૂર્વે કદી ન મળેલ જિન ધર્મ મળ્યો છે. માટે
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૧
તું પણ પ્રભુ પાસે જઈ જિનધર્મ પ્રાપ્ત કરી. તે સાંભળી પ્રમુદિત વદનવાળી શ્યામાએ પ્રભુ પાસે આવી શ્રાવક ધર્મ સ્વીકર્યો. ઉત્તમ પ્રકારે જિનધર્મ આરાધતાં ચૌદ વર્ષ વીત્યે તે વિચારવા લાગ્યો કે હવે મારા પુત્રે મેટા થઈ ગયા છે. માટે જિન પડિમા આરાધવી જોઈએ કહ્યું છે કે – ___ कालक्षेपो न कर्तव्यो, आयुर्याति दिने दिने ॥
न करोति यमः क्षांति, धर्मस्य त्वरिता गतिः ॥ १ ॥
અર્થ –આયુષ્ય દિવસે દિવસે ક્ષય પામે છે. તેથી ધર્મ વિષયમાં કાળક્ષેપ ન કરે જોઈએ, કેમકે યમરાજ કેઈને ક્ષમા કરતું નથી અને ધર્મની ગતિ પણ અત્યંત વેગવંતી છે.
" એમ વિચારી તેણે ઘરભારથી મુક્ત થઈ પષધશાળામાં જઈ ભાવપૂર્વક સર્વ પડિમા વહન કરી. એક સમયે રાત્રે કોઈ ખડગધારી દેવ પ્રગટ થઈ બેલ્યો, “હે ચુલ્લણીપિતા ! જે આજ તું શ્રાવકધર્મ અને પૌષધધર્મ નહિ મૂકે તે તારાં છ પુત્રની છાતીમાં શળ ભેંકી દ્વારા સામે અગ્નિ તપ્ત કડાઈમાં તળીશ; વળી તેને શેણિત (રુધિર) થી તને નવરાવીશ, તેથી તે આર્તધ્યાને અકાળે મૃત્યુ પામી દુર્ગતિને પ્રાપ્ત કરીશ.” એ પ્રમાણે દેવે ચુલ્લણી પિતાને બે ત્રણ વખત કહ્યું; પણ તે નિર્ભય થઈ ધર્મમાં વધુ દૃઢ થયો. તે જાણી ક્રોધાતુર દેવ તેના મોટા પુત્રને ઉપાડી લાવ્યો, અને તેને શળ પર ચઢાવી ઉકળતા તેલમાં તળવા સાથે તેના લેહી અને માંસ ચલ્લણી પિતા પર છાંટવા લાગ્યો છતાં પણ ચલણપિતા ધ્યાનથી વિચલિત ન થયો. ત્યારે દેવે
Page #285
--------------------------------------------------------------------------
________________
તેના ચારે પુત્રને લાવી કંમશઃ કકડા કરી તળી નાખ્યા. તે જોઈ ચુલ્લણપિતા વધારે ધ્યાનાર્ડ થયે. તે જોઈ અત્યંત કોપેલે દેવ બેલ્યો; “હે દુષ્ટ ! હજી તું મારું કહેવું નહિ કરે તે તારી માતા ભદ્રાના પણ આવા જ હાલ કરીશ.” તે સાંભળી ચુલ્લણી પિતા વિચારવા લાગ્યો; નિશ્ચય આ કોઈ દુષ્ટ અનાર્યપુરુષ જણાય છે. આણે મારા બધા પુત્રને મારી તળી નાખ્યા અને તેમના લેહી માંસથી મને સીંચ્યો. હવે મારી માતાને પણ મારી નાખશે એમ ચિંતા કરતા હતા તેવામાં તે દુષ્ટ તેની માતાને લાવી મારવા તત્પર થયો. તે જોઈ ચુલ્લપિતા તેને દંડવા દેડ્યો. એટલામાં દેવ વીજળીની જેમ આકાશમાં ઊડી અદૃશ્ય થઈ ગયે. તે
જોઈ ચુલ્લણી પિતા શેક કરવા લાગ્યો. એટલામાં તેની માતા . આવી અને બોલી; હે પુત્ર ! બૂમ બરાડા કેમ પાડે છે?”
ત્યારે તેણે બધે વૃત્તાન્ત કહી સંભળાવ્યો. તે બેલી, “હે પુત્ર! કઈ દેવ યા દાનવે તારા પર ઉપદ્રવ કર્યો છે. તારા ચારે પુત્રે ઘરમાં સુખે સૂતાં છે. તું દેવને ઉપદ્રવ જાણી વ્રતભંગની આલોચના ગુરુ પાસે જઈ લે.” પછી તે ગુરુ પાસે જઈ સમાલોચના અને પ્રતિક્રમણ કરી, ફરી તપસ્યામાં સાવધાન થયો. એ પ્રકારે તેણે આણંદની જેમ અગિયાર પડિમાનું આરાધન કર્યું. પ્રાંતે લેખણપૂર્વક સર્વ જી સાથે ક્ષમાપના કરી. અનશન કરી, શુભધ્યાને કાળ કરી પ્રથમ દેવકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. તે સાંભળી ગૌતમ સ્વામી વર્ધમાન સ્વામીને પૂછે છે, “હે ભગવન! ચુલ્લપિતા ત્યાંથી ઍવી ક્યાં
રહી તે ગુરુ પાસે
અને પ્રતિક્રમણ કરી
ધન થયો.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૩
જન્મશે ? ” પ્રભુ ખેલ્યા; “ હે ગૌતમ ! તે ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મુક્તિ પાંમળે. એ પ્રમાણે ચુલ્લણી પિતાનુ ચરિત્ર સાંભળી સવેગ પામેલા જમ્મૂસ્વામી સુધર્માસ્વામીને વંદન કરવા લાગ્યા અને નમસ્કાર કરવા લાગ્યા.
ઇતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય રાજકીર્તિ ગણીની રચેલી
ગદ્ય મધ વધુ માન દેશનાના શ્રી ચુભ્રૂણી પિતા શ્રાવક પ્રતિબેાધ નામક ત્રીજો ઉલ્રાસ
સમાપ્ત.
Page #287
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ ચોથો
સુરદેવ ચરિત્ર
હવે શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામીને સુરાદેવ શ્રાવકનું ચરિત્ર કહે છે. આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં સમસ્ત વસુંધરારૂપ રમણના કર્ણકુંડળ સમાન, અને કુબેર રાજધાનીની ભ્રાંતિ પમાડનાર વારાસણ નામની નગરી છે. ત્યાં જિતશત્રુ નામક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક સુરાદેવ નામનો શ્રેષ્ઠી વસતો હતો. તે અત્યંત ધનવાન હતું. તેને વ્યાપારમાં અને ભૂમિનિધાન રૂપે છ છ કોડ સુવર્ણ દ્રવ્ય હતું અને ગાયનાં છ ગોકુલે હતાં. તેને અતિ સૌભાગ્યશાલી ધના નામની પત્ની હતી.
એક વખત તે ગામના કાષ્ટક નામક યક્ષ ચૈત્યમાં શ્રી વર્ધમાનાી સમોસર્યા. પ્રભુનું આગમન સાંભળી જિતશત્રુ રાજા સાથે નગરજનો અને સુરાદેવ આદિ તેમને વાંદવા ગયાં. બાર પર્ષદા એકત્રિત થઈ પ્રભુ દેશને આપવા લાગ્યા કે, “હે ભવ્યલોક ! તમે બધા સાદર જિનધર્મ
Page #288
--------------------------------------------------------------------------
________________
ર૬પ
આદરે, કેમકે ધર્મથી જ મનુષ્યને સંસારમાં સુખ મળે છે. માટે સુખના અભિલાષી પુરુષએ ધર્મ વિષયમાં જરાયે પ્રમાદ ન કર જોઈએ. અફાટ વિક્વરૂપ સમુદ્રમાં પડેલાં પ્રાણીઓ પણ ધર્મથી ધિટની જેમ ઉદ્ધાર પામી સુખી થાય છે. ” - તે સાંભળી સુરાદેવે પૂછ્યું, “હે ભગવન્! તે ધિષ્ટ કહ્યું હતું અને કેવી રીતે એ વિપ્ન સમુદ્ર તરી સુખસ્થાનને પામે ?” પ્રભુ બોલ્યા, “હે સુરાદેવ! તું સાવધાન થઈ લેકમાં અત્યંત આશ્ચર્યકારી એવા તેના ચરિત્રને સાંભળ:”
ધિષ્ટ”ની કથા આ ભરતક્ષેત્રમાં જ ચંપાપુર નામની અતિ રમણીય નગરી છે. ત્યાં સૂર નામને ધનિક રાજપુત્ર વસતે હતો. તેને ચતુરા નામની પત્ની હતી, પણ તે ક્રોધને લીધે સાક્ષાત્ ચંડિકા જેવી કટુ વચને બોલનારી હતી તે હમેશાં કહું વચનોથી પિતાના પતિને પીડિત કરતી હતી.* * * * . એક દિવસ સૂરે વિચાર્યું કે આવી પત્નીથી મારે શું પ્રિયજન? કેમકે પુરુષ માટે દુષ્ટ પત્ની અને વિશ કરનારી વિદ્યા એ બને ત્યાજ્ય છે. એમ વિચારી તે બીજી સ્ત્રી કરવા ગામ-નગરમાં તપાસ કરવા લાગ્યું. એક દિવસ અવન્તી નગરીમાં એક ડેશી પિતાની નવયૌવના પુત્રી સાથે વસતી હતી, તેને ત્યાં જઈ સૂરે તે ડોશી પાસે તેની પુત્રીનું માગુ કર્યું. ડોશી બોલી, “બેટા ! હું પણ આના સાથે તારે ત્યાં રહીશ, કેમકે મારે આના સિવાય બીજા કેઈનો આશરોસહારો નથી.” સૂરે કબૂલ કરી કન્યા સાથે લગ્ન કર્યું. અને
Page #289
--------------------------------------------------------------------------
________________
: ૨૬૬
પત્નીયુક્ત સાસુ સાથે તે પાતાને ઘેર આવ્યા. ચતુરાને આ વાત ન ગમી; તેણે વિચાર્યું. હું હાવા છતાં શાકય અહી કેમ રહે ? તેથી તે સુંદરી ( નવાઢા ) સાથે કજિયા કરવા લાગી તે જોઈ સૂરે સુંદરી સાથે સાસુને જુદુ ઘર લઈ આપ્યું. ચતુરાને તે પણ ન ગમ્યુ. એક દિવસ ચતુરા ત્યાં જઈ શેાકયને સતાવતી ભૂડી ગાળે દેવા લાગી. તે શાકયા પરસ્પર નિત્ય ધાર યુદ્ધ મચાવતી; જેમકે દત્તે ટ્વન્તથી; મુલ્યે મુષ્ટથી, નખે નખથી ચાટલે ચાટલા પકડી ઘેાર ધીંગાણું મચાવતી. લાકે જેમ જેમ ચતુરાને વારતા તેમ તેમ તે દુષ્ટા અધિકાધિક કલહ કરતી. આવું જોઈ સૂરે સુંદરીને તેની મા સાથે ચતુરાથી દસ ગાઉ દૂર ખીજા ગામમાં રાખી અને પાતે ચતુરા સાથે રહ્યો.
એક દિવસ સૂરે ચતુરાને કહ્યું, “હું આજ સુંદરીના ઘેર જાઉં છું, તે મેલી: “ હે સ્વામિન્! તમે ત્યાં જઈ તમારી પ્રિય પત્ની સુંદરીને દાન, માન, ભાગ અને ઉપભાગથી સંતાષી તુરત પાછા આવજો.” એમ કહી તે દુષ્ટાએ મત્રિત ચૂણ મિશ્રિત માદકા (લાડવા) બનાવી તેને રસ્તામાં ખાવા માટે આપ્યાં. સૂર પણ તે લઈ પ્રસન્ન વદને પત્નીને મળવા ઊપડયા. માર્ગની મધ્યમાં એક નદી આવી ત્યાં મુખશુદ્ધિ કરી મેાદકાનું ભક્ષણ કર્યું. તેના પ્રભાવથી તુરત જ તે કૂતરા થઈ ગયા. અને દોડી ચતુરા પાસે આવ્યા. તે જોઈ ચતુરા તેને મજબૂત મધને બાંધી અત્યંત માર મારતી ખેલી; “ રે દુષ્ટ ! શું ફ્રી સુંદરીના ઘેર જવાનું નામ લઈશ ? હું નથી ગમતી કેમ ? લે, ખા. એમ કહી ખૂષ
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૭ માર્યો. જ્યારે તે મૃત:પ્રાય થઈ ગયે ત્યારે તેને પુરુષરૂપે કરી છેડી મૂક્યું. પછી અનેક ઉપચારથી તે પાછો સુંદર શરીરવાળે થઈ ગયે. એકાદ મહિના પછી તેણે ફરી કહ્યું, “હે ભદ્રે ! સુંદરીને ઘેર જાઉં છું. ઘણા દિવસથી નથી ગયે, તે બિચારી ચિંતા કરતી હશે. માટે તું ભાથું કરી આપ.” તે દુષ્ટાએ પણ તેને મંત્રિત કરે આપે. તે લઈ સૂર ચાલ્યો. માર્ગ કાપી ફરી તે એજ નદીકિનારે આવ્યું અને ભોજન કરવા બેઠે. એટલામાં કઈ વિશાળ જટાધારી સંન્યાસી ત્યાં આવી બોલ્યા, “હે સત્પરુષ! બે દિવસને ભૂખ્ય છું માટે મને ભેજન કરાવ. તેથી તેણે પણ દયાની લાગણીથી બધો કરે છે તેને આપી દીધું. સંન્યાસીએ તે ખાધે કે તરત જ તે ગધેડો બની ગયે. તે જોઈ સૂર તેના પર ચડી બેઠે. ગધેડે પણ સીધે ચતુરાના ઘેર આવી પહોંચ્યો. ત્યાં સૂર ગધેડા પરથી ઊતરી સ્ત્રીચરિત્ર જોવા એક ખાલી કોઠીમાં સંતાઈ ગયે. . - ગધેડાને જોઈ કેય પામેલી ચતુરાએ તેને બાંધ્યો અને ચામડાના ચાબૂક વડે મારવા લાગી. મારથી પિડાતે ગધેડો જોર જોરથી ભૂંકવા લાગે. ચતુરા મારતી જતી અને સાથે આમ બોલતી હતી. “બાપડાને સુંદરી બહુ સુંદર લાગે છે, કેમ? હવે જઈશ ત્યાં? લઈશ સુંદરીનું નામ? કાં, લેને ! ચાખ સુંદરીને સ્વાદ.” અત્યંત માર પડવાથી ગધેડે મરવા. જે થઈ ગયે. તે બેલીઃ “કાં, બાયલા ! ધરાઈ ગયે ? જે હવે, લેતે નહીં સુંદરીનું નામ, નહીં તે આ વખતે. તને કોઈ છોડાવવા સમર્થ નહિ થાય.” એમ કહી તેને
Page #291
--------------------------------------------------------------------------
________________
૬૮ પુરુષરૂપે કર્યો. જટાજુટથી વિભૂષિત ભસ્મથી વિલિપ્ત શરીર, એક હાથમાં ત્રિશળ અને બીજા હાથમાં ડમરૂ એવા સંન્યાસીને જોઈ ચતુરાના હોશકોશ ઉડી ગયા. તે ભયભ્રાંત થઈ સંન્યાસીના પગમાં પડી ક્ષમાની યાચના કરવા લાગી. સંન્યાસી બોલ્યા, - “હે મુગ્ધ આ કહેવત ખરેખર સાચી નીકળી કે જે કરં (સાથે) ખાય તેને તકલીફ પણ સહન કરવી પડે.” પછી તે દુષ્ટાએ તેને કેટલુંક દ્રવ્ય આપી વિદાય કર્યો, પછી તે વિચારવા લાગી. “મારા પતિએ મારું ચરિત્ર જાણી લીધું છે. ભિન્ન હદયવાળા હવે અમારા બન્નેમાં સ્નેહ નહિ થાય. માટે એને મારી નાખે ઉચિત છે. એમ વિચારી તેણે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કર્યા. પછી ગાયનું છાણ લાવી માંડલું બનાવ્યું–તેમાં નૈવેદ્ય મૂકી, ઘી, ધૂપ, ગૂગળ, સુગધી વનસ્પતિ ઈત્યાદિને હેમ કરી ધ્યાનારૂઢ થઈ. એવામાં કઈ રાક્ષસ સપરૂપે આવી બો; “હે મુગ્ધ ! તે મને શા માટે યાદ કર્યો છે? હું તારાથી સંતુષ્ટ છું, કહે શું કામ છે? તે દુષ્ટાત્મા બોલીઃ “પરસ્ત્રીલંપટ એવા મારા પુરુષને મારી નાખ.” સર્ષ બોલ્યો, “તે છ માસ પછી મારાથી મરશે.” એમ કહી તે અદશ્ય થઈ ગયે.
હવે કોઠીમાં સંતાયેલે સૂર વિચારવા લાગ્યાઃ અહે ! સ્ત્રીઓનું ચરિત્ર કેવું ગૂઢ હોય છે. અરે ! મને આ દુષ્ટાએ બહુ વિટંબણું પાડી છે તેથી મારે આની કોઈ જરૂર નથી એમ વિચારી તે લાગ જોઈ બહાર નીકળી સુંદરીના ઘેર આવી પહોંચ્યો. ત્યાં સુંદરી સાથે તે નિત્ય ભેગ ભગવતે, પણ તેને ક્યાંય આનંદ ન મળતો. સુંદરી હમેશ ગીત, નૃત્ય, હાસ્ય, વાજિંત્ર, વિલાસ ઇત્યાદિથી તેને સંતોષવાની
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૯ ઈચ્છા કરતી, પરંતુ ચિંતાગ્ર સૂરને ક્યાંય ખુશી ન દેખાતી. સુંદરીએ આ વાત પિતાની માને જણાવી, સૂરની. સાસુએ તેને એકાન્તમાં પૂછયું, “હે બેટા ! તને શી ચિંતા છે?” તે બોલ્યા, “હે માત! અસમર્થની આગળ કહેવાથી શેિ ફાયદે?” તે બોલીઃ “મારામાં બધું સામર્થ્ય છે, તું તારે કહેને! કેમકે વ્યાધિને જાણ્યા પછી જ તેનો પ્રતિકાર થઈ શકશે. તે સાંભળી સૂર બોલ્યો; “હે મા ! હૈયાને મજબૂત કરી સાંભળ છ માસ પછી સર્પથી મારું મૃત્યુ થશે. તે બેલી.
એ વળી કોણે કહ્યું? કઈ ધૂતારા તિષી મળી ગયે લાગે છે.” પછી સૂરે ચતુરાનું સઘળું કારસ્તાન સંભળાવ્યું. એ - સાંભળી તે બોલીઃ “હે પુત્ર! તું ભયને તિલાંજલી આપ. હું જેમ તને અને તારી પત્નીને સુખ ઊપજશે એમ કરીશ.. માટે તું શંકા છોડી સતત ભેગોને ભોગવ.” તે સાંભળી કાંઈક સ્વસ્થ થયેલે સૂર ભેગે ભોગવે છે; કિન્તુ મરણના, ભયથી તેના દિવસે શુષ્કતામાં વીતે છે. ' ' અહીં સુંદરી અને તેની મા બન્નેએ મળી બારણાની ભીત પર બે મયૂર ચીતર્યા. તે ચિત્રમય હોવા છતાં ખરેખર સાચા–જીવતાં મર જેવા દેખાતા, માતા અને પુત્રી નિત્ય પવિત્ર થઈ તેની પૂજા કરતી. એમ કરતાં છ માસનો અંતિમ દિવસ આવ્યો, ત્યારે સૂર સુંદરીને કહેવા લાગ્યું, “હે પ્રિયે! નિશ્ચય મારું આજે મૃત્યુ થશે.” સુંદરી બોલીઃ “હે સ્વામી! આપ ભય ન પામે, અમારી શક્તિ જુઓ.” એમ કહી તેણે છાણથી ખંડને લીઍ. એની મધ્ય ભાગમાં આસન મૂકી તેના પર સૂરને બેસાડ્યો અને મા-દીકરી પવિત્ર થઈ:
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૦
પવિત્ર વસ્ત્રો પહેરી હાથમાં ચોખા લઈ આમતેમ જોતી ઊભી રહી. એવામાં લંબકાય, કૃષ્ણવર્ણો, નિરંતર. જીભના લબકારા કરતા અને લાલ ચક્ષુવાળો એક સર્પ સુંદરીના ઘરમાં આવ્યું. તે જોઈ મા-બેટીએ મયુર પર અક્ષત ફેંકયા કે તરત જ મેરે ભીંત પરથી ઊતર્યા અને સર્પના બે કકડા કરી કલમે કિલાટ શબ્દ કરતા એકેક કકડે લઈ અને ઉપર આકાશમાં ઊડી ગયા. તે જોઈ વિસ્મિત સૂર વિચારવા લાગ્યો અહો ! -આ લોકોની મંત્રશક્તિ અદ્ભુત છે! પછી તે સ્નાન કરી પિતાના નૂતન જન્મને માનતે યાચકોને દાન આપતો અને સુખપૂર્વક ભાગ ભગવતે કાળ નિગમન કરવા લાગ્યો. '
અહીં ચતુરાને ખબર પડી કે સૂર મર્યો નથી પણ વૈભવ-વિલાસમાં મગ્ન રહે છે. વાચકોને દાન આપે છે. અને સુખેથી કાળ નિર્ગમન કરે છે. તેથી તે શુકલબિલાડીનું રૂપ કરી સુંદરીના ભવનમાં આવી, કટુ શબ્દ બોલવા લાગી. તે જોઈ મા–બેટી બન્નેએ કૃષ્ણબિલાડીનું રૂપ લઈ પરસ્પર યુદ્ધ શરૂ કર્યું. પરસ્પર પંજાથી અને બચકાં ભરી લેહી - વહાવતી ભયંકર ઘૂઘવાટા કરતી, કદી કાળી પર વેત તે કદી શ્વેત પર કાળી બિલાડી ચઢી બેસતી. વળી કૂદકા મારી પંજ મારતી અને બટકાં ભરી લેહી વહાવતી. આ ત્રણ બિલાડીના જામેલા જંગને જોઈ સૂરને ન સૂઝયું કે હું શું કરું. તે તો એ દશ્ય જોઈ આભો જ બની ગયો. એટલું જ નહિ પણ ભયથી કંપવા પણ લાગ્યો. તે શ્વેત બિલાડી બહુચપળ હતી. પિતાની ચતુરાઈ અને મંત્ર બળથી બને કૃષ્ણબિલા-- ડીએને શ્વેતબિલાડી જર્જરિત કરી આકાશમાં નાચતી
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૧
''
જતી રહી. ત્યારે ભયભીત સૂરે પૂછ્યું; “તમે બન્ને યુદ્ધ કેમ કરેા છે ? . સુંદરી ખાલી: “હે સ્વામી! એ તે મારી શાકય ચતુરા હતી. તે શેાયના વેરથી અમારી સાથે યુદ્ધ કરવા અહીં આવી હતી. ” તે ખેલ્યોઃ તમને બન્નેને તે એકલી શી રીતે પહેાંચી ? ” સુંદરી મેલી: “ તેની મંત્ર શક્તિ અમારાથી વધુ શક્તિશાળી છે. ” તે સાંભળી સૂર વિચારવા લાગ્યો, ધિક્કાર છે મને પ્રત્યક્ષ શાકિની તુલ્ય મહાપૂર એવી આ ખલાઓના વશમાં હું કયાં પડયો ? પણ હવે શું થાય ? આના શે। ઇલાજ ? આમ ચિંતાતુર સૂર નૂરહીન થઈ દિવસ ગુજારવા લાગ્યા.
અહી એકાદ મહિના વીત્યો હશે ત્યાં ફરી ચતુરા ખિલાડી બની આવી તે જોઇ મા–બેટી પણ બિલાડી અની, પછી પૂછવું જ શું ? ભારે લડાઇ અને કીકીઆરી થવા લાગી. લડતાં લડતાં ફરી ચતુરા જીતી અને મુખ મલકાવતી પેાતાના મકાને ગઇ. સૂર ખેલ્યો; “ અરે સુંદરી ! તમે મા–બેટી એ જણુ હાવા છતાં તેનાથી કેમ હારી ગયાં ? ” સુંદરી ખેલી: “ હું સ્વામી ! હું તમને એક ઉપાય બતાવું. સાંભળેા. હવે જ્યારે ચતુરા અમારા સાથે યુદ્ધ કરવા આવે ત્યારે તમે સારૂ અક્ષરામાં ખેલજો કે, હું કૃષ્ણે ! આ શ્વેત ખિલાડીને સૂર ખેલ્યો. “ એમ કરવાથી શું થશે ? ” તે ખેલીઃ ૮ એમ કરવાથી અમારી શક્તિ વધશે અને ચતુરાના રામ રમશે.’. એવામાં ક્ી ચતુરા શ્વેતખિલાડી અની આવી. અને યુદ્ધ કરવા લાગી. જોરશેારમાં લડાઈ શરૂ થઈ. ત્યારે સૂર ખાલ્યો; “ હું કૃખિલાડીએ ! આ ધાળી બિલાડીને
2)
માર.
miss
:
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ખિલાડી ભૂમિ પર તેની ગરદન પકડી.
મારી નાખા, ” તે સાંભળતાં જ સફેદ પડી ગઈ. તરત જ અન્ને ખિલાડીએ હવે સૂર વિચારવા લાગ્યો, મારા વચન માત્રથી એ શ્વેત બિલાડી મરશે. માટે આ બન્ને પણ મરી જાય તે સારું એમ વિચારી તે માલ્યો.
'
“ હું શ્વેત ખિલાડી ! તું આ બન્ને ખિલાડીઓને માર.તે સાંભળતાં જ શ્વેત ખિલાડી ઊછળીને ઊભી થઈ અને તે. અન્નેએ મારવાની સાથે પાતે પણ મરણને શરણ થઈ. આ જોઈ પ્રસન્ન થયેલા સૂર વિચારવા લાગ્યો. આ બહુ સારું થયું. વગર ઔષધે મારા વ્યાધિ નાશ પામ્યો. પછી તે તેઓની ઊર્ધ્વ ક્રિયા કરી ઘેરથી ચાલી નીકળ્યો. ફરતા ફરતા તે તે. જ ગામમાં આવ્યા કે જ્યાં એને માટા ભાઈ વસતા હતા. તેણે ભાઈના ઘેર જઈ ભાજાઈને પ્રણામ કર્યા, પછી પૂછ્યું કે મારા ભાઈ શીદ ગયા છે? તે ખેાલી: ‘ આવા, બેસા ઘણા દિવસે આવ્યા. તમારા ભાઈ તેા બહારગામ ગયા છે.. એમ કહી ભાભીએ દિયરની સારી રીતે ભક્તિ કરી.
'.
એક દિવસ સૂરની ભાભીએ સૂરના માથામાં તેલ નાંખી તેનું માથું ઓળવા કાંસકી ભરાવી. તેવામાં ખેતરમાંથી આવેલ હળ હાંકનારે કહ્યું: હું ખાઈ ! આપણા મીંઢ નામના મળઢ મરી ગયા છે. હળના વખત નકામા જાય છે. માટે અત્યારે એક બળદનુ પ્રચાજન છે.’ એ સાંભળી તે દુષ્ટાએ સૂરના મસ્તકમાં મત્રિત ચૂણ ફેકી તેને અળદ બનાવી દીધા- ત્યારે, ખેડૂતે તેને ખેતરમાં લાવી હળમાં જોડી દીધા. એમ કરવાથી તે બિચારા અતિ હીન દુ:ખી. હળ વહન કરવા લાગ્યા.
'
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૩
એક દિવસ તેની નાથ તૂટી ગઈ. તેથી તરત જ તે પુરુષ થઈ ગયે તે જોઈ ખેડૂત તેને પકડવા દેડ્યો. પણ આગળ સૂર ને પાછળ ખેડૂત વેગપૂર્વક દોડ્યા જાય. સૂર શરીરની સર્વ શક્તિ સંમેલિત કરી એ ભાગ્ય કે ખેડૂતને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. અહીં સૂર આગળ ચાલ્યો જતો હતા. તેવામાં તેને ભાઈ તેને સામે મળે. તે સૂરને જોઈને બેજો; “હે ભાઈ! તારું રૂપાળું શરીર છિદ્રાદિથી જર્જરિત કેવી રીતે થયું ? તું આમ ભાગતે ક્યાં જાય છે? ચાલ, મારા ઘરે જઈએ, ત્યાં તું સુખે રહેજે.” સૂર હો.
હે બાંધવ! તારું ઘર તને જ અર્પણ છે. તું ત્યાં જા, મારે નથી આવવું. તે બોલ્યો : “આખર એ ઘર કાંઈ પારકું થોડું જ છે. ત્યાં આવવામાં તને શું વાંધો છે?” સૂર છે. “અરે! તારી પત્ની તે સાક્ષાત્ શાકિની છે. તેનાથી હું બળદના હળમાં જોડાયે હતો. મહામુશ્કેલીઓ છૂટ છું. દહાડો ઊઠર્યો હોય તે તારા ઘેર આવે. મારે તે આ જંગલ એ જ શરણ છે. ઘર ઘરમાં શાકિનીઓ વસે છે. આ જગતમાં સ્ત્રીઓને તો વિશ્વાસ કર જ ન જોઈએ. એમ બબડતે સૂર એક મહાઅટીમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે માથા પર ઘાસના ભારા ઉપાડી હૃષ્ટ પુષ્ટ શરીરવાળા છે માણસને જોયા. તેની પાસે જઈ સૂરે પૂછયું.
હે ભાઈઓ! આ નિર્જન વનમાં મણિ માણિક્ય સુવર્ણદિથી વિભૂષિત શરીરવાળા તમે કેણ છે? અને આટલી સંપત્તિ હોવા છતાં શા માટે તૃણભારને ઉપાડે છે ? તેઓ બેલ્યા, “હે પુરુષ ! સાંભળ–આ વનખંડમાં જરાના જોરથી ૧૮
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૪
6
જર્જરિત શરીરવાળી એક વૃદ્ધા વસે છે. તે અમારા પાસે નિત્ય ઘાસના ભારા મંગાવે છે. તેના બદલામાં અમેાને તે ડાશી અન્ન વસ્ર આભરણ ઈત્યાદિ આપે છે. અરે ! તે તે સાક્ષાત્ કલ્પવલ્લી છે કલ્પવલ્લી ! સૂર ખેલ્યા, શું હું તેમને જોઈ શકું છું? તેઓ ખેલ્યા · તું પણ ઉપાડ ઘાસના ભારે ને ચાલ અમારી સાથે તું પણ શું યાદ કરીશ. સૂર પણ ઘાસના ભારા ઉપાડી તે ડોસી પાસે આવી પહોંચ્યા. નવીન પુરુષને જોઇ તે ખેલી : · અરે ! આ અત્યંત દુઃખળા માણસ કાણુ છે?” તેઓ માલ્યા, હે માડી! અમને આ પુરુષ વનમાં મલ્યા છે. આપણા ચરણારવિંદના દનાથે અહી આવ્યા છે. તે સાંભળી વૃદ્ધાએ તેને પાસે ખેલાવી પૂછ્યું, - હું પુરુષ ! તારું નામ શું છે?' તે ખેલ્યા, ‘મારું ધિષ્ટક છે.’ પછી સૂરની પીઠ પર હાથ ફેરવી ડેાશી ખાલી: હું વત્સ ! તું ભલે આવ્યા, તારું શરીર બહુ કૃશ છે માટે તુ મારા ઘેર રહી નિઃશંકપણે રહે. ષિષ્ટ ( સૂર) ખેલ્યા, હે “માત ! જનમથી દુ:ખી છું. હવે હું અહિં જ રહીશ. અને આપની સેવા કરીશ. હવે ષ્ટિને સ્નાન કરાવી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવી, ઉચ્ચ કોટીનુ ભાજન કરાવ્યું–ભાજન કર્યા પછી સહુ સૌની પથારીમાં સૂઈ ગયાં. અહીં ષ્ટિ વિચારવા લાગ્યા. અહીં ઘાસનું કાંઈ પ્રયોજન જણાતુ નથી તેમ જ કોઈ પશુએ પણ દેખાતા નતી. તે પછી રાજ આવતુ ઘાસ કયાં જાય છે? તે મારે જોવુ જોઈ એ એમ વિચારી તે ઢોંગ કરીને સૂઈ ગયા.
:
અહી હવે અડધી રાતે તે ડાશી ઊઠીને બાલી: અરે ! તમારામાંથી કાઈ જાગે છે કે ? ” પરંતુ ઉત્તર ન મળ્યા ત્યારે તે ડોશી કુમ`ત્રના પ્રભાવથી ઘેાડી બની ઘાસ ખાવા લાગી.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૫
અધું ઘાસ ખાઈ તે વસ્ત્રાભૂષણથી અલંકૃત દિવ્ય રૂપધારી કામિની રૂપે થઈ હંસલીની ચાલે ચાલતી ત્યાંથી નીકળી. તેની પછવાડે ચાર પગલે ધિષ્ટ ચાલવા લાગે. ઘનઘોર રાત્રિમાં તે સૌન્દર્યની પ્રતિમા જેવી સાક્ષાત વનદેવી જેવી લાગતી તે સુંદરી કેમે કરી એક પર્વતની ગુફામાં ગઈ. તેની પાછળ ધિષ્ટ પણ ચૂપચાપ ગયે. અને ગુપ્તપણે સંતાઈ ગયે. તે ગુફામાં કેટલીક જોગણીઓ હતી. આ સુંદરી (વૃદ્ધા) ને જોઈ બધી જેગણુઓ ઊભી થઈ સવિનય બોલી:–“હે માતા ! ભલે પધારે.” એમ કહી તેને ઊંચા આસન પર બેસાડી અને બધી જોગણીઓ તેની સેવા કરવા લાગી. પછી તે જોગણીઓ બોલીઃ “હે માતા! હવે અમને તમારા પુત્રને ભાગ કયારે આવે છે?” તે બોલીઃ “હે પુત્રીઓ! તમે હૈયે ધારણ કરે. હું તમને સાત પુત્રે મારી તેનું બલિદાન આપીશ.” તેઓ બોલી: “પણ ક્યારે?” તે બેલીઃ સાંભળે સાતમે પુત્ર જે મને આજે જ પ્રાપ્ત થયું છે, તે અત્યંત દુર્બળ છે. માટે ચૌદશ સુધી ધીરજ ધરે. ત્યાં સુધીમાં તે પણ પુષ્ટ થશે. એમ કહી જેગણુઓ સાથે માંસ આદિનું ભક્ષણ કરી તે પાછી ફરી. સ્થંભમાં સંતાઈને આ નાટક જોઈ ગભરાયેલે ધિષ્ટ પણ સાવધાનીપૂર્વક સુંદરીની પહેલાં ત્યાંથી નીકળી પાછે આવીને સૂઈ ગયે.
ડીવાર પછી સુંદરી પણ વૃદ્ધાનું રૂપ લઈ ખાટલી પર સૂતી ધિષ્ટ વિચારે છેઃ નિશ્ચય આ દુષ્ટ અમને વિશ્વાસ પમાડી મારી નાખશે. હાય ! હાય !! હું ફરી પાછે શાકિનીના સકંજામાં સપડાયે. હું જ્યાં જાઉં છું ત્યાં શાકિનીને જ સંગમ થાય છે. શું આ સંસારમાં સર્વ સ્થળે સ્ત્રીઓ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૬ શાકિની જ છે! ઈત્યાદિ અનેક વિચાર કરતાં ધિર્ટે પથારીમાં આમતેમ પાસા ફેરવવામાં જ રાત્રિ પસાર કરી. અરુણુ ઉદયે સર્વ જાગ્યા, અને જંગલમાં ઘાસ લેવા ઊપડ્યાં. માર્ગમાં ધિષે રાત્રિના બનાવને બધા સમક્ષ જાહેર કર્યો. એક બલ્ય, “અરે! એવું તે હેતું હશે?” બીજે બે : “સ્વપ્ન આવ્યું હશે.' ત્રીજે બેલ્ય: “આવું બને જ નહિ, માતા મહાપવિત્ર સ્ત્રી છે.” એથે બેલ્ય: “અરે! આવાને આવા બીકણ છે કેટલાં! ડગળી ચસકી લાગે છે! ” પાંચમો બોલ્યા: અરે! આને તે સુખનું અજીર્ણ થયું છે.” છઠ્ઠો બે ભાઈ, અમે તે કઈ દિવસ આવું જોયું નથી. તે એક જ દિવસમાં કેવી રીતે જાણ્યું?” ધિષ્ટ બેઃ “તમે લેકે નિરાંતે સૂઈ જાવ છે તેથી તમને શું ખબર પડે? હું તે જઉં છું, તમે જ અહીં રહે. આવા રેટલા તે ભારે પડે.” તેઓ બોલ્યાઃ “અરે! આમ ઉતાવળ ના કર. આજને દિવસ વિલંબ કર. તેનું ચારિત્ર તે અમને બતાવ.” ધિ તે કબૂલ કર્યું, પછી તેઓ ઘાસના ભારા લઈ મુકામે આવ્યા. આ દિવસ જેમ તેમ વ્યતીત કરી રાતે તેઓ ઊંઘવાને ઢગ કરી જાગતા સૂઈ ગયા. - હવે અધરાત્રિના સુમારે ધિષ્ટના કહ્યા પ્રમાણે ડેશીનું ચરિત્ર જોઈ બધાના હાંજા ગગડી ગયા. હવે શું કરવું એ એક મોટો પ્રશ્ન થઈ પડ્યો. ડોશીનું આવું ભયાનક દૃષ્ય જોઈ છએ પુરુષે ધિષ્ટ પર વિશ્વાસ લાવી બોલ્યા : હવે અમારે શું કરવું ? આ દુષ્ટ જરૂર અમને મારી નાખશે. ધિષ્ટ બેલ્ટે કરવું શું? આ શાકિનીના શીઘ્ર રામ રમા ડવા જોઈએ. એટલામાં તે સુંદરી આવી અને વૃદ્ધા બની
Page #300
--------------------------------------------------------------------------
________________
* ૨૭૭
સૂઈ ગઈ. અહી આગળ તે સાતે જણ ત્વરાથી ઊઠી સંકેત મુજબ પોતપોતાનું કામ બજાવવા લાગ્યા. બે જણાએ તેના પગ પકડ્યા. બેએ હાથ પકડ્યા. બેએ તેનું મસ્તક પકડ્યું અને એક જણાએ મેટા ડંડાથી તેને કપડાની જેમ ધોઈ નાખી. એવી ઢીબી કે તે તત્કાળ મરણને શરણ થઈ
હવે તે સાતે જણ નિર્ભય થઈ આગળ ચાલ્યા જતા હતા. એટલામાં તેમણે કોઈ ઘોર જંગલની મધ્યમાં ક્ષિપ્રા નામની નદીના કિનારે એક મહા નગરને જોયું. તે નગર સ્વર્ગ જેવું સુંદર, ઉત્તમ ગઢ દરવાજાથી દીપતું. શ્રેષ્ઠ રને અને સુવર્ણ કળશના સમુદાયયુક્ત પ્રાસાદેથી પૃથ્વી પીઠને શોભાવનાર–નારંગ-નાગ–પુન્નર-જબીર–હિતાલ-તાલ-કેસર -કદલી આદિ વૃક્ષોથી સુશોભિત બગીચાઓ, વાવ, કૂવા, સરવર આદિથી રમણીય, વિમાનશ્રેણી જેવી મનહર ગૃહવણીઓથી વિરાજિત અને ગગનચુંબી જિનાલયે પણ સુવર્ણ કળશવિભૂષિત તેમજ અનેક ગવાક્ષોથી અભિરામ હતાં. અદ્દભૂત આનંદકારી એ નગર હોવા છતાં કોઈ મનુષ્ય તેઓને દૃષ્ટિપથ પર ન આવ્યું. સંપૂર્ણ નગરને મનુષ્યરહિત શૂન્ય જોઈ વિસ્મય પામેલા સાતે પુરુષો ચાલતાં ચાલતાં સહસ શિખરથી શુભતાં, જોતાં જ આહલાદ ઊપજે એવા રાજભવને આવ્યા. તેના દ્વાર પર એક નકટી વૃદ્ધા બેઠી હતી. સ્કૂલ શરીરવાળી વૃદ્ધા તેમને જોઈ બેલીઃ “હે પુરુષે ! તમે ભલે પધાર્યા. હું ઘણા દિવસથી તમારી રાહ જોઉં છું. અહીં રહેલી દેવાંગનાઓને શરમાવે એવી આ સાત કન્યાઓને ભેગવી તમારું અને આ કુંવરીઓનું જીવિત સફળ કરે. તે સાંભળી આ ટુકડીના નાયક ધિષે પૂછયું કેઃ “હે માતા ! આ કન્યાઓ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૮ કોણ છે? અને ક્યાંથી આવી છે?” તે બોલી: આ સાતે વિદ્યાધર-પુત્રીઓ છે. એક વખત વિદ્યાધરે કઈ નૈમિત્તિકને પૂછ્યું, “મારી આ પુત્રીઓના પતિ કેણુ થશે ? તે બોલ્ય,
હે ખેચર! કુંવરીઓ આ નાકટ્ટીને આપી દે તેની પાસે આ કુંવરીઓના પતિ સ્વયં આવશે. માટે હે પુરુષ! તમારા વિવાહ માટે જ હજી સુધી મેં આ યથાવત સાચવી રાખી. છે. આ મખમલી શય્યાથી શુભતા સુકમળ પલગ, આ. ચિત્રશાળાઓ આ સુગંધી દ્રવ્યથી પરિપૂર્ણ શયનગૃહ સાથે આ મહેલ પણ તમારા માટે જ છે. અહીંયા રહીને તમે આ કન્યાઓ સાથે વિષયસુખનું સેવન કરે. આ સાતે પવનગી અ પર બેસી પૂર્વદિશા પ્રવજી બાકીની દિશાએમાં સ્વેચ્છાએ વિહાર કરે. તે સાંભળી વિષયાનુરાગી સાતે પુરુષે તે સાતે કન્યારૂપી કુસુમનું ભ્રમર થઈ ભાન ભૂલી પાન કરવા લાગ્યા. કદી તેઓ હિંડેળા પર કીડા કરતા; કદી. ઉપવનમાં જઈ પુપે ચૂંટતા. અને કદી તેઓ જલક્રીડા કરતા સંતાકૂકડી આદિ રમત પણ તેઓ કદી રમતા.
હવે એક દિવસ સાતે પુરુષ એકઠા થઈ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે, આ વૃદ્ધાએ અમને પૂર્વ દિશામાં જવાની. શા માટે ના કહી હશે? માટે ચાલે આપણે ત્યાં જ જઈએ. એમ વિચારી એક દિવસ સવારમાં સાતે અશ્વ પર સાતે જણું સવાર થઈ પૂર્વ દિશામાં ચાલી નીકળ્યાં. થોડેક ચાલ્યા હશે–ત્યાં સમગ્ર ભૂવલય મનુષ્યના મસ્તકથી છવાયેલું જણાયું...
જ્યાં જુઓ ત્યાં એકલાં મસ્તકે જ નજરે પડતાં. આ જોઈ તે સાતે ભયભ્રાંત થઈ એકબીજાનું મુખ જેવા લાગ્યા. ધિષ્ટ. (સૂર) ને તે ખાતરી થઈ કે આપણે જરૂર કોઈ શાકિનીના
Page #302
--------------------------------------------------------------------------
________________
પંજામાં સપડાયા છીએ. એવામાં અચાનક ઘોડાની ખરી સાથે એક ખેપરી ભટકાઈ તેથી તે ખેપરી ખડખડાટ હાસ્ય કરતી બેલીઃ “હે મૃત્યુના કેળિયાઓ! સાંભળો–આ ઘોડાઓ તથા તમારી સ્ત્રીઓને અમે પણ ઘણીવાર ભેગવી છે. તે સાંભળી આશ્ચર્ય પામેલા ધિર્ટે પૂછયું, “આ અશ્વ તથા સ્ત્રીઓ કોણ છે? વળી આ ભૂમિ મનુષ્યના મસ્તકથી કેમ વ્યાપ્ત છે?” ઓપરી બોલીઃ “અરે ભેળા ભગત ! તમે આ આફતમાં કયાં સપડાયા? તે નાકકટ્ટી સિદ્ધશાકિની છે. તેણે જ અમારા આવા હાલ કર્યા છે. માટે તેને ખબર ન પડે તેમ ભાગી જઈ તમે તમારા પ્રાણની રક્ષા કરે. તે સાંભળતાં જ તે સાતે ઊભી પૂછડીએ નાઠા.
અહીં વિરહાતુર સાતે કન્યા તેઓની વાટ જોઈ થાકી, બપોર સુધી જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તે સાતે કન્યાઓએ નાટ્ટીને કહ્યું કે “હે માતા ! તે પુરુષે હજી સુધી નથી આવ્યા.” તે સાંભળી નાકકટ્ટીએ હાથમાં ચંગ (વાદ્યવિશેષ) લઈ અગાસીમાં આવીને જોયું તે તે સાતે પુરુષો અશ્વ પર બેસી પૂરવેગે ભાગી રહ્યા હતા. તે જોઈ છિન્ન નાસિકા બેલી: “હે ચંગ! આ ઘડાઓને પાછા ફેરવ.” એમ કહી તેણે ચંગને પૃથ્વી પર પછાડ્યું. ચંગના પુકારથી બધા ઘોડાઓ પાછા ફર્યા. ધિષ્ટ પ્રમુખ સર્વે લગામથી ઘોડાઓને પાછા વાળવા લાગ્યા. પણ તેઓ તે ચંગની દિશાએ વળી ઝડપભેર દોડવા લાગ્યા તે સાતે પુરુષે પ્રાણની પરવા કર્યા વગર અશ્વ પરથી ઊતરવા કશિશ કરવા લાગ્યા; પરંતુ મંત્રદ્વારા બંધાયેલા તેઓ તલમાત્ર પણ ન ખસી શક્યા. ત્યારે ભયથી ધ્રુજતા શરીરવાળા સાતે ચિંતા કરવા લાગ્યા;
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૦
હાય ! હાય !! હવે અમારી કેવી ગતિ થશે ? નક્કી આજે અમારું મૃત્યુ થશે. ધિષ્ટ વિચારવા લાગ્યા, આજ સુધી તા પુણ્ય સંજોગે દરેક જગ્યાએથી હું અચ્યા છું પણ હવે તેા પુણ્ય પરવાર્યા છે; આ જગતમાં કોઈ કામિનીના મેહમાં ન પડશે–એમ ખખડ્યો, એવામાં તે ઘેાડાએ નાકકટ્ટીના ભુવન પાસે આવીને ઊભા રહ્યા. તેઓને જોઈ નાકકટ્ટી ખાલી: ‘અરે પાપીઆ ! હવે તમે કયાં જશે ?' એમ કહી યમરાજની જીભ જેવી તલવાર કાઢી, અને ષિષ્ટને ડાંસા મારી જમીન પર પાડ્યો અને પોતે તેની છાતી પર ચઢી બેઠી. પછી મેલી:
કેમરે દુષ્ટ ! ઘેાડા પર બેસી આ તારા કાકાઓને લઇ કાં ઊપડ્યો હતેા ? શું અહીં કાંઇ પાલ ભાળી ગયા છે? આ બિચારી કુંવરીઓનું કૌમાય લૂંટી ભાગતા તને શરમ ન આવી ? ઊભા રહે, વિશ્વાસઘાતી, પાખડી ! હમણાં હું તને ચમના દ્વારે પહોંચાડું છું—માટે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. ત્યારે ક્રોધમાં આવી જઇને ષિટ્ટે કહ્યું; અરે નાક વગરની નાકકટ્ટી! મને મારતાં પહેલાં એ તેા કહે કે “ કયા વીર પુરુષે આ તારું નાક ગાયબ કર્યું કાપી નાખ્યું? મને મરવા કરતાં તારા નાકની વધારે ચિંતા થાય છે. તે સાંભળી ખુશ થયેલી નાકકટ્ટીએ તેને છેડી મૂકયો. પછી તે ખેલી:હે પુત્ર! સાંભળ. :— '
આ ભરતક્ષેત્રમાં મનારમ નામનું નગર છે. ત્યાં ‘મને થ’ નામનો રાજા મણિમાલા નામની રાણી સાથે સુખપૂર્વક રાજ્ય કરતા હતા, સસાર સુખના ફળરૂપ મણિમાલાએ ક્રમશઃ સાત પુત્રાને જન્મ આપ્યો, આઠમા ગર્ભથી હું પુત્રી રૂપે ઉત્પન્ન થઇ-પાંચ ધાવ માતાથી લાલન-પાલન પામતી હું સવ કળામાં
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૧
પ્રવીણ થઈ અનેક પ્રકારના અનુભવ, જ્ઞાન અને કળાએ સાથે મેં અત્યંત મેહક એવું યૌવન પણ પ્રાપ્ત કર્યું. મને તે વખતે મંત્ર-તંત્ર આદિ શીખવાની બહુ અભિલાષા હતી તેથી હું વશીકરણ, મેહનથંભન, ઉચાટન રાક્ષસી વિદ્યા, શાકિની વિદ્યા, મારણુવિદ્ય, બલિદાન વિધિ, સૂર્ય ચંદ્રગ્રહ આદિનું આકર્ષણ, પાતાલ પ્રવેશ અને સ્વર્ગગમન ઈત્યાદિ વિદ્યાઓના મહામંત્રને જાણું છું. મૃતસંજીવની વિદ્યા પણ મેં શીખી છે. એક દિવસ મેં ઈન્દ્રના મહામંત્રનું સાધન કર્યું, તેમાં મને સફળતા મળી. તેથી હું ઈન્દ્રભવનમાં ગઈ ત્યારે ઈન્દ્ર આગળ નહીં હૂહૂ તુંબર રંભા આદિએ મહાનાટક આવ્યું હતું, મેં પણ તે નાટ્યવિધિ બારીકાઈથી શીખી.
એક વખત મેં પણ ઈન્દ્રની અનુજ્ઞા લઈ તેમની સભામાં નૃત્ય કર્યું. તે જોઈ પ્રસન્ન થયેલા ઈન્ટે મને કહ્યું, તું વર માગ, તે વારે મેં કહ્યું કે “હે પ્રભો ! જે આપ મુજ પર પ્રસન્ન છે તે મારું પાણિગ્રહણ કરો–સુરાધિપતિએ મને સ્વીકાર કરી. એવી રીતે મને ઈદ્રનો સંગ થયે. નિત્ય દેવલેક અને મારા ઘેર આવવાજવા લાગી. એક વખત અમારા માળીએ મને કહ્યું, “હે ભદ્રે ! મારા ચિત્તમાં દેવલક, ઈન્દ્ર, તથા–તારું નૃત્ય જોવાની બહુ લગની લાગી છે. માટે તું મને સાથે લઈ ચાલ.” મેં તેને ન આવવા બહુ કહ્યું પણ તેણે પોતાનો હઠાગ્રહ ન છોડ્યો. ત્યારે તેને ભ્રમર બનાવી મારા કેશપાશમાં સંતાડી હું સ્વર્ગમાં આવી, ત્યાં મેં નૃત્ય આરંભ કર્યું. ઘણીવાર નાચવાથી અને ભ્રમરના ભારથી ખિન્ન થઈ મેં મસ્તકે હાથ મૂક્યો તેમ કરવાથી નૃત્યનો તાલ બગડી ગયે. તે જોઈ મુજ પર કોપાયમાન થયેલ સુરાધિપ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૨
તિએ મારું નાક કાપી લીધું–એટલું જ નહીં પણ સાથે શ્રાપ આપે કે “હે પાપિણી ! આજ પછી તું અહીં નહીં આવી શકે, મનુષ્યલોકમાં જ તારા પ્રમાદનું ફળ ભેગવ.” તે સાંભળી બહુ આકંદ કરતી હું ઈન્દ્ર ચરણોમાં ઢગલાની જેમ ઢળી પડી–મારાં અમૂલ્ય આંસુઓથી એમના ચરણ પખાળી પૂછ્યું, “હે નાથ ! આ શ્રાપનો અંત કયારે થશે?” તે બોલ્યા, મનુષ્યના માંસનું ભક્ષણ કરતી એવી તને કોઈ પુરુષ એની મેળે પૂછે કે “હે નાક વગરની નાકકટ્ટી! કયા વીર પુરુષે તારું નાક કાપ્યું છે?” ત્યારે જ આ શ્રાપને અનુગ્રહ થશે. પછી મેં આ નગરના સર્વ મનુષ્યને આ અશ્વો તથા કામિનીઓથી લલચાવી–ભેળવી તેમનું ભક્ષણ કર્યું, વળી અહીં આવેલા કેટલાક વિદેશી મુસાફરોને પણ મારીને હું ખાઈ ગઈ છું, પરંતુ એ વત્સ! આજ સુધી કોઈએ પૂર્વોકત પ્રશ્ન ન પૂછયો. આજ તારા પૂછવાથી હું શ્રાપમુક્ત થઈ છું માટે તું આ કન્યાઓ તથા અશ્વયુક્ત આ રાજ્યને સુખપૂર્વક ભગવ-એમ કહી તેણે સંજીવની વિઘાથી સર્વ નગરજનોને સજીવન કર્યા. અને ધિષ્ટને રાજ્ય સેંપી તે પિતાના સ્વર્ગસ્થાનમાં ગઈ. ધિષ્ઠરાજા પોતાના છએ મિત્રને માંડલિક પદ પર સ્થાપિત કરી પોતે નીતિપૂર્વક રાજ્યનું પરિપાલન કરવા લાગ્યા.........
અહીં એક દિવસ આચાર્ય ભગવંત સાધુ પરિવાર સાથે તે નગરના ઉદ્યાનમાં સમેસર્યા. વનપાલકની સુખદાયક વધામણું સાંભળી ધિષ્ઠરાજા શુદ્ધ ભાવે સપરિવાર વંદના કરવા ગયે. ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદી એગ્ય સ્થાને બેઠે. ગુરુજીએ મધુર વાણએ દેશના આપીઃ “હે પુણ્ય
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૩ વાન ભવ્ય ! જે પ્રાણી મનુષ્યજન્મને પ્રાપ્ત કરી, ધર્મારાધના નથી કરતા તે પોતાના કરતલમાં આવેલા ચિંતામણું રત્નને ગુમાવી દે છે.” દેશના સાંભળી રાજાએ પૂછ્યું, “હે ભગવન્ ! મેં પૂવે શું કર્મ કર્યા કે હું આ ભવમાં ડગલે ને પગલે શાકિનીના સંગ-સંકટમાં પડ્યો ?” સૂરિજી બોલ્યા, હે રાજન !' સાંભળ– "
પૂ પ્રતિષ્ઠાનપુરમાં હરિદત્ત નામક એક બ્રાહ્મણ. વસતિ હતા. તે શાકિનીઓના આકર્ષણ માટે યંત્ર, મંત્ર, તંત્રાદિથી નિત્ય મંડલે માંડ. તેના છ નોકરે ગાયન વગેરે ઉત્તર ક્રિયાથી તેની સાધનામાં મદદ કરતા એમ તેઓ શાકિ- - નીઓનો નિગ્રહ કરી મનમાન્યા કામ કરાવતા. એક દિવસ તે સાતે એક મુનિદ્વારા ધર્મોપદેશ સાંભળી દયા, દાનપૂર્વક જિનધર્મમાં સ્થાપિત થયા. જિનધર્મની આરાધના કરી અંતે સંખનાપૂર્વક શુભધ્યાનથી મૃત્યુ પામી તે હરદત્તનો જીવ તું સૂર (ધિષ્ટ) તરીકે જન્મે. તારા છએ નોકરે તારા મંડ- * લાધીશ થયા. પૂર્વે તમે શાકિનીઓને પીડા ઉપજાવી હતી તેથી આ ભવમાં તમે પણ શાકિનીઓના સંકટમાં પડ્યા. તે સાંભળી ઉહાપોહ કરતા સાતેને જાતિસ્મરણ જ્ઞાન થયું. સંસારની અસારતા જાણી સાતેએ સાથે સંયમ સ્વીકાર્યું. નિરતિચાર સંયમ પાળી તેઓ સ્વર્ગે ગયા.
| ઈતિ ધિષ્ટ કથા સમાપ્ત છે પ્રભુ કહે છે: હે ભવ્ય ! આ ધિષ્ટના દૃષ્ટાંતને સાંભળી તમે જિનધર્મને વિશેષ રૂપથી આદરે. તેના પ્રભાવથી તમને સ્વગ તથા અપવર્ગનું સુખ પ્રાપ્ત થશે. ધર્મ પ્રભાવથી,
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૪ પ્રાણીઓનાં પગલે પગલે અત્યંત લક્ષમી હોય છે. માટે પ્રમાદ પ્રવજી ધર્મ જ આરાધ જોઈએ. ધર્મનું મૂળથી સમ્યકત્વ તે શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા બે પ્રકારે છે. એક ગુરુના ઉપદેશથી જીવાજીવાદિ નવતત્ત્વનો વિષય જાણવો. અને બીજી ગુરુના ઉપદેશ વગર મરુદેવા માતાની જેમ કહ્યું છે કે
सव्वाइं जिणवर भासियाई, वयणाई नन्नहा हुँति ॥
इय बुद्धि जस्स मणे, सम्मत्तं निश्चलं तस्स ॥ १ ॥ ' અર્થ:–શ્રી જિનેશ્વરે કહેલાં સર્વ વચનો, અસત્ય ન હોય (એટલે સર્વ વચનો સત્ય જ હોય છે, એવી બુદ્ધિ જેના હૃદયમાં હોય તેનું સમ્યકત્વ દઢ છે.
વળી કહ્યું છે કે – अंतो मुहुत्तमित्तंपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं ॥ .
तेसिं अवढ पुग्गल-परियट्टो चेव संसारो ॥ १ ॥ * અર્થ?—જે એ અન્તમુહૂર્ત માત્ર પણ સમ્યકૃત્વ સ્પર્યું હોય તે જીવોનો સંસાર કેવલ અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલે જ બાકી રહે છે. આ પ્રમાણે શ્રી વદ્ધમાનસ્વામીના મુખથી ધર્મદેશના સાંભળી સંવેગથી રંગાયેલા હૃદયવાળા સૂરદેવે શુદ્ધ ભાવે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી તે પિતાના આત્માને કૃતાર્થ માનતે, પરિવાર સાથે ઘેર આવી સમ્યક્ પ્રકારે જિનધર્મારાધન કરવા લાગ્યો. સંતોષપૂર્વક અરાઉધના કરતાં તેણે ચૌદ વર્ષ વ્યતીત કર્યા.
એક દિવસ અર્ધરાત્રિના સુમારે તે ધર્મધ્યાનમાં બેઠા હિતે. તેવામાં કઈ મિથ્યાદ્રષ્ટિ દેવ પ્રગટ થઈ છે. હે
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૫
મૂઢ ! તું આ લેકના સુખને ત્યજી. તપ કલેશાદિયુક્ત શ્રાવક ધર્મને શા માટે લઈ બેઠે છે? જો તું તારું કલ્યાણ ઈચ્છતા હોય તે આ શ્રાવકવ્રતને મૂકી છાનોમાનો સૂઈ જા. જે મારું કહેવું નહીં માને તો હું તારા મોટા પુત્રને અહી લાવી મારીશ. તેનું રુધિર તારા શરીરે છાંટી તેને ઊકળતી કડા. ઈમાં તળીશ. તેથી તે આર્તધ્યાન વડે મરી દુર્ગતિને પામીશ. આ પ્રમાણે તે દેવે તેને બે ત્રણ વાર કહ્યું, પણ સૂરાદેવ પિતાના ધ્યાનમાં મગ્ન રહ્યો. તે જોઈ અતિશય કેધ પામેલે, દેવ તેના પુત્રને ઉપાડી લાવ્યું. તેના કકડા કરી લેહી સૂરાદેવ પર છાંટયું. પછી સૂરાદેવના સામે જ માંસના લેચા .. તળવા બેઠે. આવા જ હાલ તે દેવે તેના બીજા ત્રીજા અને ચેથાપુત્રના પણ કર્યા. પરંતુ તે શ્રમણોપાસક ધ્યાનથી જરાએ ચલિત ન થયું. ત્યારે તે દેવ બલ્ય, હે સૂરાદેવ ! હજી પણ જે વ્રતને નહીં છેડે તે હું તારા સમસ્ત શરીરને કેઢ આદિ ભેળે રેગનું રહેઠાણ બનાવીશ. આ પ્રમાણે તે બે ત્રણ વખત બોલ્યા, ત્યારે સૂરાદેવ વિચારવા લાગે. નિશ્ચય આ કેઈ ચાંડાળ દુષ્ટકર્મ કરનારે જણાય છે. મારા ચારે પુત્રોના હણનારને હમણાં પકડું છું. તે એમ વિચારી તેને દંડવા ઊડ્યો, કે તરત દેવ વીજળીવેગે ચેમ વિહાર કરી ગયે. તે જોઈ સુરદેવ બહાર આવી. બૂમો પાડવા લાગે. તે સાંભળી તેની ધન્ના નામની સ્ત્રીએ આવી પૂછયું,
હે આર્યપુત્ર ! તમે શા માટે કોલાહલ કરે છે?” ત્યારે સૂરાદેવે સૂરનું સમસ્ત સ્વરૂપ સંભળાવ્યું, ધન્ના બેલીઃ “હે નાથ! આપણા ચારે પુત્ર શયનગૃહની સુખ શય્યામાં સૂતા છે. તેમજ તમારા શરીરે પણ કઈ રેગ જણાતું નથી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૬ -આપને કોઈ દેવે ઉપદ્રવ કર્યો છે, માટે હે સ્વામી! સવારમાં તમે ગુરુજી પાસે જઈ આલેચના લઈ પ્રતિકમણ કરી મિથ્યાદકૃત આપજે.” પત્નીના પ્રિય વચન સાંભળી સૂરાદેવ સવારે સુગુરુ પાસે આલેચના લઈ શુદ્ધ થયું.
ઉત્તમ પ્રકારે વીસ વર્ષ સુધી જિનધર્મ પાળી. અગિચાર પડિમા વહન કરી. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરી
એક માસના અનશનપૂર્વક પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં તેણે પિતાનો દેહ મૂ. સૂરાદેવનો જીવ સૌધર્મ દેવલોકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે મહાસમૃદ્ધિશાળી દેવ થયે.
હવે શ્રી ગૌતમસ્વામી શ્રી વર્ધમાનસ્વામીને પૂછે છે, “હે ભગવન્! સૂરદેવ ત્યાંથી એવી ક્યાં ઉત્પન્ન થશે ?” પ્રભુ બોલ્યા: “હે ગૌતમ! ત્યાંથી ચવી તે મહાવિદેહ ક્ષેત્રમાં - જન્મશે. ત્યાં ચારિત્ર લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મેક્ષ મેળવશે.
એ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ શ્રી જખ્ખસ્વામીને પ્રભુના ચેથા શ્રાવક સૂરાદેવનું ચરિત્ર કહ્યું.
ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણુના શિષ્ય રાજકીતિ ગણીની રચેલી ગદ્યબંધ વર્ધમાન-. દેશના શ્રી સૂરાદેવ શ્રાવક નામક ચેાથ. ઉલ્લાસ સમાપ્ત
Page #310
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ પાંચમે
ચુલ્લગ શતક શ્રાવકનું ચરિત્ર
શ્રી સુધર્માસ્વામી ચરમ કેવળી શ્રી જબૂસ્વામીને ચુલ્લગ શતક શ્રાવકનું ચરિત્ર કહે છેઃ
આ ભારતના સર્વ મુલકમાં મશહૂર આલંભિકા નામની નગરી છે, ત્યાં જીતશત્રુ નામનો રાજા રાજ્ય કરતે હતે. તે નગરમાં અત્યંત આહલાદુકારી શખવન નામનું ઉદ્યાન હતું. વળી ચુલગશતક નામને ગૃહપતિ તે નગરમાં ધનવામાં અગ્રેસર કહેવાતું. તેને બહુલા નામની સુંદર શિયળવાળી પતિપરાયણ તેમજ મૃદુભાષી ભાર્યા હતી. તે શ્રાવકનું છ કેડ–દ્રવ્ય ભૂમિમાં નિધાન રૂપે, છ કેડ દ્રવ્ય વ્યાજમાં અને છ કેડ દ્રવ્ય વ્યાપારમાં રોકાયેલું હતું. વળી તેને ગાયના છ ગોકુળ હતાં.
ચુલગ શતક એશઆરામમાં દિવસે પસાર કરતું હતું, એવામાં એક દિવસ ચરમ તીર્થકર શ્રી વર્ધમાનસ્વામી કનક
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૮ કમળ પર કમળ પાદકમળને પધરાવતાં સુખે વિહાર કરી સપરિવાર શંખ વનમાં સમેસર્યા. સુરેએ સમવસરણ સર્યું, બાર પર્ષદા એકત્રિત થઈ.
પ્રભુનું આગમન સાંભળી ચુલ્લગશતક પણ પરિવાર સાથે શ્રી વીરવર્ધમાનસ્વામીને વાંદવા ગયે. પ્રભુને વાંદી સૌ પોતપોતાના ઉચિત સ્થાને બેઠા. પ્રભુ દેશના આપવા. લાગ્યા –
હે ભવ્ય લેકે ! આ અસાર સંસારમાં ચકવતી પદ. દેવેન્દ્ર પદવી, સ્વર્ગનું સુખ, તીર્થકરની સંપત્તિ અને મનુ
ચિત ગોપભગ એ સર્વ ધર્મથી જ મેળવી શકાય છે. તે ધર્મ દાન, શિયળ, તપ અને ભાવના એમ ચાર પ્રકારે છે. એમાં દાનના અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એમ પાંચ ભેદ છે. એમાં પણ સર્વશ્રેષ્ઠ દાન તે “અભયદાન” છે. અભયદાનને સર્વ પ્રકારે. સાધુ જ આપી શકે છે, તેનાથી અનંત સાધુ મેક્ષે ગયા, જાય છે અને અનંતા જશે. માટે સર્વ જીવોએ દરેક, જીવોને અભયદાન આપવું જોઈએ.
સુગુરુને શુદ્ધ આહાર વસ્ત્રાદિ આપવું તે સુપાત્રદાન. કહેવાય. જેઓ શુદ્ધ ભાવે સુપાત્રદાન આપે છે. તેઓ ધનદેવ તથા ધનમિત્રની જેમ સંસારસુખ ભોગવી શિવસુખ સંપાદન કરે છે. તે આ પ્રમાણે –
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૯
ધનદેવ” તથા “ધનમિત્ર'ની કથા - આ જમ્બુદ્વીપમાં સિંહલ નામને એક કપ છે, ત્યાં સિહલેશ્વર નામને રાજા રાજ્ય કરતે હતે. તેને સિહલા નામની રાણી અને સિંહલસિંહ નામને સિંહ જેવો બહાદુર પુત્ર હતે.
એક વખતે ઋતુરાજ વસંતે વનમાં આવી. પોતાનું સામ્રાજ્ય જમાવ્યું, પવન પુષસુગંધને ચેરી પમરાટને ધારણ કરતે વાતે હતા. તરુશાખામાં ક્રોડે નવાંકુર આવ્યાં હતાં. કેયલે આમ્રકુંજમાં ટહુકાથી ઉત્કંઠા ઉત્પન્ન કરનારી પ્રિયવાણી બોલવા લાગી હતી. અંબાની મંજરી મંદ સુગંધ દિશાઓમાં ફેલાવી રહી હતી અને લતામંડપ પ્રફુલ્લિત થયાં હતાં. તે વખતે સિંહલસિંહ કુમાર ક્રિીડાથે વનમાં આવ્યું. ત્યાં હે તાત! “મારી રક્ષા કરે, રક્ષા કરે” હે માતા ! મારા પર દયા કરે” હે કુલદેવીઓ! આ વખતે તમે બધી
ક્યાં સંતાઈ ગઈ! ઈત્યાદિ કરુણ શબ્દ સાંભળી કુમાર દેડ્યો. અને જ્યાંથી આ સ્વરે સંભળાતા હતા. ત્યાં આવી પહોંચે.
ત્યાં એક મદમસ્ત હાથીએ કેઈ સુકુમારીને પોતાની સુદઢ સૂંઢમાં સડેવી હતી. તે જોઈ કુમાર બે, “અરે ચંડાળ! મુક્ત કર આ માસુમ કન્યાને ? અને આવી જા મુકદર અજમાવવા. તે સાંભળી ગજરાજ, કુંવરી મૂકી કુમાર પર ધસ્યો. તરત જ કુમારે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હાથી તરફ નાખ્યું. હાથી વસ્ત્ર પર દંકૂશળના પ્રહાર કરવા લાગ્યો. એ જોઈ કુમાર ત્વરાથી દંકૂશળ પર પગ મૂકી તે ઉપર ચઢી ૧૯
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૦
બેઠે. તે જોઈ કન્યા હર્ષમાં નાચી ઊઠી. અને નગરમાં આવી કુમારે હાથી વશ કર્યો, કુમારે હાથી વશ કર્યો. એમ એલવા લાગી.
તેને પિતા ધનશ્રેષ્ઠી પૂછવા લાગે. “શું છે બેટી આજે આમ આનંદમાં કેમ ઊછળે છે? તે પ્રમદા બેલી. “હે તાત! આજે તો મારા રામ જ રમી ગયા હોત, પરંતુ રાજપુત્રે મારા પ્રાણનું રક્ષણ કર્યું, શું તે કુમારની ચપળતા, શું હિમ્મત!! શું શૌર્ય, શું ગંભીરતા, અને શું એમની સૌમ્ય સૌન્દર્યતા એમ બેલતાં બોલતાં તે કન્યા શરમાઈને ઘરમાં ભરાઈ ગઈ . અહીં આગળ કુમાર પણ પર્વતસમ કાયાવાળા હાથી પર સવાર થઈ નગરમાં આવી પહોંચ્યું, તે જોઈ લેકે કીડિયારાની જેમ ઊભરાવા લાગ્યાં, ઠેકઠેકાણે મદભર હસ્તીની મસ્તી ઉતારનાર કુમારની પ્રશંસા થવા લાગી. ભાટ-ચારણો પણ કુમારની બિરૂદાવલિ તેમજ યશઃ-ગાથા ગાવા લાગ્યાં. આમ કુમારની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ. રાજાની ખુશીને પાર નહોતે.
ક્ય રાજા કે પિતા-પુત્રનું પરાક્રમ પેખી પ્રસન્ન ન થાય ? તે ધનવતીકુમારી પણ કુંવર પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવવા લાગી. કહ્યું છે કે – . गुणाः कुर्वंति दूतत्वं दूरेऽपि वसतां सताम् ॥
તીવમાત્રનું, સ્વયમયાતિ પવાઃ |
અર્થ-દૂર વસતાં છતાં, સજજનનાં ગુણ-દૂતનું કામ કરે છે. જેમકે કેતકીની ગંધ લેવા ભ્રમર સ્વયં દૂરથી ખેંચાઈ આવે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૧ જે જીવ તન મન ધન અને વચનાદિથી બીજા ઉપર ઉપકાર કરે છે, તે આ જન્મમાં પણ સંપત્તિના અધિકારી થાય છે. શ્રેષ્ઠીએ પણ પુત્રીને અભિપ્રાય જાણું તેને કુમાર જોડે પરણવી, જ્યારે કુસુમાયુધ જે કુમાર નગરમાં ફરવા નીકળતું, ત્યારે તેના રૂપ લાવણ્ય પર મેહ પામેલી નગરનારીએ તેના પાછળ ભાન ભૂલી ભમવા લાગતી. આવું આશ્ચર્ય જોઈ. ઘણાં પુરુષો એકત્રિત થઈ ભૂપાળ પાસે આવ્યાં. " તે જોઈ રાજા બોલ્યો, “હે પુરુષો! કહો, કાંઈ દરખાસ્ત છે કે ફરિયાદ છે.” પૌરજનો બેલ્યા“હે પ્રભે ! આપની કૃપાથી અમને કોઈ જાતનું દુઃખ, નથી, પરંતુ અમારા સર્વ કાર્યો શિથિલ થઈ ગયાં છે. રાજા • બેલ્યો, “અરે ભાઈઓ ! આમ ગોળ ગોળ, બીતાં બીતાં શા માટે બેલે છે? જે હોય તે બેધડક જણાવે.” - તેઓ બોલ્યાઃ “હે ક્ષિતીશ! આપણા યુવરાજ સિંહ લસિંહ નગરમાં કીડાથે ફરે છે, ત્યારે અમારી ભાર્યા, ભગિની અને પુત્રીઓ ગૃહકાર્યો સાથે સાનભાન મૂકી ગાંડાની જેમ તેમની પાછળ ફર્યા કરે છે,” સાંભળી રાજા બોલ્યો, “હે નગરજને ! આ વાત પર હું ધ્યાન આપીશ.” એમ કહી તેઓને બહુમાન પૂર્વક વિર્સજન કર્યા.
કુમાર આ વાત જાણ બહુ ખેદ પામતે વિચારે છે કે જે નગરમાં મારા ફરવાથી લેકેને દુઃખ થાય તે નગરમાં મારે રહીને શું કરવું? માટે દેશાંતર જવું જોઈએ. પોતાને વિચાર તેણે ધનવતીને જણાવ્યું. અને કહ્યું કે તું અહીં સુખે રહેજે હું બહુ જલદી પાછો આવીશ. તે બોલીઃ “હે સ્વામિન્ !
Page #315
--------------------------------------------------------------------------
________________
ર૯ર તમારા વગર હું એક ક્ષણ પણ જીવવા સમર્થ નથી. માટે આપ આ દાસીને સાથે જ લઈ જાવ.”
ત્યારપછી કુમાર ગુપ્તપણે ધનવતી સાથે રાતના પ્રવાહણ પર સવાર થઈ જળમાર્ગ કાપવા લાગ્ય, કર્મયોગે મધ્યદરિયે વહાણ ભાંગ્યું, પરંતુ આયુષ્ય બળના યોગે ભાંગેલા વહાણનું એક ખપાટિયું ધનવતીના હાથમાં આવ્યું તેના સહારે તે કુસુમપુર નગરે પહોંચી. ત્યાં લેકમુખથી પ્રિયમેલ નામના યક્ષ તીર્થનો પ્રભાવ જાણી યક્ષના મંદિરમાં ગઈ ત્યાં જઈ તેણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારો પતિ મને નહિ મળે
ત્યાં સુધી મૌન રહી તપસ્યા કરવી. - અહીં કુમાર પણ પાટિયાના સહારે કેટલાક દિવસો પછી રત્નપુર નગરે આવ્યો, તે નગરમાં રત્નપ્રભ નામનો રાજા રાજ્ય કરતું હતું, તેને રત્નસુંદરી નામની રાણ હતી. તથા રત્નાવતી નામની પુત્રી હતી. તેને અચાનક સર્પ કરડવાથી તે બેશુદ્ધ થઈ ગઈ. અનુક્રમે વપુ વિષથી વ્યાપવા લાગ્યું.
રાજદ્વારમાં આથી ખળભળાટ મચી ગયે, અનેક જાતના વૈદ્ય હકીમે, અને મંત્રવાદીઓ જાતજાતના ઉપચારે અને પ્રયોગો કરવા લાગ્યા, પરંતુ પરિણામે કાંઈ ફાયદો ન થયો ત્યારે મજબૂર થઈ ભૂપતિએ ઢઢરે વગડાવ્યો કે રાજકુંવરી રત્નાવતી સર્પ દંશથી અચેતન થઈ ગઈ છે તેથી જે પુરુષ તેને સજીવન કરશે, તેને રાજકન્યા સાથે અનર્ગલ લક્ષમી આપવામાં આવશે. તે સાંભળી સિંહલસિંહે પડહનો સ્પર્શ
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૩
કર્યાં. રાજપુરુષો કુમારને માનપૂર્વક રાજા પાસે લાવ્યા.
રાજાની આજ્ઞાથી કુમારે પેાતાના મંત્ર બળથી કુંવરીને સજીવન કરી, રાજકુવરી પેાતાના ઉત્તરીય વસ્ત્રને ઠીક કરતી આળસ મરડી બેઠી થઇ તે નેતાં જ ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયા. બધાં કુમારની જય ખેલવા લાગ્યાં. સંતુષ્ટ થયેલા રાજાએ શુભદ્ધિવસે પેાતાની પુત્રીના વિવાહ કુમાર સાથે કર્યો.
સૌભાગ્ય રાત્રિના દિવસે રાજકન્યા સાતમે માળે અત્યંત મનેાહર પલ`ગ પર કામળ શખ્યામાં સૂતી, ઘેાડીવારમાં કુમાર આવ્યો અને ભૂમિ પર જ સૂતા, કારણ કે કુમારે એવા અભિગ્રહ લીધા હતા, કે જ્યાં સુધી ધનવતી મને નહીં મળે ત્યાં સુધી હું શિયળ પાળીશ. અને ભૂમિ પર સૂઈશ. તે જોઇ રાજકન્યા રત્નવતી સાધૈર્ય વિચારે છે કે આ શું કહેવાય ? મારે પિત જમીન પર શા માટે સૂતે ?
ઘરેઘેણુને લૂણા ખાય, ઘેર ઘેાડા ને પાળે જાય; ઘરે પલ્યકને ધરતી સૂએ, તેહની બૈરી જીવતાને રૂએ.
એમ વિચારી તેણે પૂછ્યું, હે સ્વામી ! પલંગ સાથે મને મૂકી તમે નીચે શા માટે સૂતા ? ત્યારે શાકથનું નામ સાંભળી તેને દુઃખ થશે એમ વિચારી તેણે કાલ્પનિક ઉત્તર આપ્યા, હે દેવી ! મે' એવી પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી ઘેર પહોંચી હું માતા-પિતાનાં દર્શન ન કરું ત્યાં સુધી મારે શિયળ પાળવું અને ધરતી પર સૂવું. તે સાંભળી રત્નવતીને તેના
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પર બહુમાન ઊપજ્યું. · તે બાલી, હે નાથ ! તમે ખરેખર ધન્ય છે, કૃતપુણ્ય છે કે’ તમને માત-પિતા પ્રત્યે આટલી અધી ભક્તિ છે, પછી બન્ને સુખપૂર્વક સૂઈ ગયાં.’
એક દિવસ રાજાના પૂછવાથી કુમારે પોતાની સર્વ હકીત જણાવી, તેને સિંહલદ્વીપના યુવરાજ જાણી રાજા ખૂબ ખુશ થયા. રાજાની આજ્ઞા લઈ કુમાર રત્નવતી સાથે સુવર્ણ મણિથી ભરપૂર વહાણ પર ચઢ્યો. રાજ આજ્ઞાથી રુદ્ર નામને મંત્રી પેાતાની ટુકડી સાથે તેઓની સફર નિવિઘ્ન થાય તે માટે તેમજ માનસહિત વળાવવા કુમાર સાથે પ્રવણ પર ચઢ્યો. સમુદ્રમાં વહાણ પૂરવેગે ચાલી રહ્યું છે. ચન્દ્રવદની રત્નવતીનું રૂપ, લાવણ્ય ન્યાત્સનાથી ઝળકી રહ્યું છે, તેને અમાત્ય અનિમેષ નયને નિહાળતા કોઈ ઊડી ઘટના ઘડત બેઠા છે, કામાંધ પ્રધાને નિશ્ચય કર્યો કે આ વિદેશીને કાઇ પણ ઉપાયથી નાશ કરી રત્નવતી સાથે ભાગવિલાસ કરવા. હવે તે કુમારને મારવા માટે અનેક યુક્તિએ અજમાવવા સાથે તેનાં છિદ્રો જોવા લાગ્યા.
એક દિવસ રાતે કુમાર કાયચિંતા માટે માંચી પર બેઠા હતા. ત્યારે દુષ્ટાત્મા મત્રીએ માંચીની દારડી કાપી નાખી જેથી કુમાર સમુદ્રમાં પડી ગયા. પછી પાતે નીચે આવી · હાય, હાય, કુમાર સમુદ્રમાં પડી ગયા; હવે હું રાજાને શું જવાખ આપીશ? હવે તે મારે કયાંય મુખ ખતાવવા જેવું ન રહ્યું. ’ આમ કપટયુક્ત કરુણ સ્વરથી અભિનય કરવા લાગ્યા. આ સાંભળી વિરહ વ્યાકુળ રત્નવતી વિલાપ કરવા
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૫
લાગી : ‘હે નાથ ! હે સ્વામી! આ અખળાને એકલી મૂકી આપ કયાં જતાં રહ્યાં! મારી તમને જરા ચે યા ન આવી. હાય, હાય. હવે હું શું કરું ? કયાં જાઉં. કાને મારી ફરિયાદ સભળાવું ? હવે મને જીવવાનું શું પ્રયેાજન છે? આમ રત્નાકરમાં શેકમગ્ના રત્નવતી ભવિતવ્યતાને ઉપાલંભ આપી રહી હતી. રાંકની જેમ રાતી રત્નવતીની આંખથી સરી ગાલ પર અને ગાલથી સરી ખેાળામાં પડતાં આંસુથી અને પ્રસ્વેદથી ભીજાએલું શરીર પણ તે પ્રધાનને અત્યંત સુંદર લાગતું હતું. કામાંધ પુરુષોને સ્ત્રીએની દરેક અવસ્થા પ્રિય લાગે છે.
રુદ્રપ્રધાન રત્નવતી પાસે આવી મૃદુ ભાષામાં ખેલ્યા : • હું દેવી! તું શાક શા માટે કરે છે? હું હમેશાં તારા દાસ અનીને રહીશ. તું મને સ્વીકારી તારા જીવનને સફળ કર, કેમકે આ દુનિયામાં મરેલા માણસ જીવતા થઈ શકતા નથી. વળી કુમારની તેા લાશ મળવી, અતિ દુર્લભ છે, માટે તું મને પરણી સૌભાગ્યવતી થા.’ તે સાંભળી રત્નવતીએ નક્કી કર્યું કે આ દુરાત્માએ જ મારા પતિને સમુદ્રમાં નાખ્યા છે. અરેરે! આ દુરાત્મા મારું શિયળ ખડવા ન કરવાનું કામ કરશે, માટે હવે કાંઈ બહાનુ કાઢવું પડશે. એમ વિચારી તે ખેાલી, હું પ્રધાન! હમણાં ધીરજ રાખા, કાંઠે જઈ પતિની અત્ય ક્રિયા કરી તમે જેમ કહેશે। તેમ કરીશ. તે સાંભળી ખુશીના આવેશમાં પ્રધાન ખેલ્યા, હું પ્રિયે ! તું બહુ ડાહી છે, જેમ તું કહીશ તેમ કરીશ. એમ કહી તે અનેક પ્રકારના ચાળા કરવા લાગ્યા. એવામાં એકાએક તોફાન ઊપડ્યું. મેાજાઓએ પ્રચંડ સ્વરૂપ લીધું, ખળભળતા સમુદ્ર જાણે
'
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૬ વહાણને પિતાની છાતીમાં શમાવવા કોશિષ કરતે હતે.
એવામાં જાણે ઉદધિના ઘૂઘવાટાથી જ ગભરાયું હોય એમ વિહાણ ભાંગી સમુદ્રમાં સંતાઈ ગયું. કહ્યું છે કે –
વિશ્વાસઘાત કરનારને, કૃતજનોને, મિત્રદોહ કરનારને, પાપીઓને અને વંચકેને સ્વપ્નમાં પણ સુખ નથી મળતું.”
પુણ્ય રત્નાવતી કાષ્ટના સહારે તણાતી ક્રમશઃ કુસુમપુર નગરે આવી, અને પ્રિયમેલક તીર્થમાં મૌનપણે તપસ્યા કરતી રહેવા લાગી. પ્રધાન પણ પાટિયાંના સહારે કુસુમપુરમાં જ આવ્યું, અને પૂર્વની ઓળખાણને લીધે ત્યાંના રાજાને પ્રધાન થઈ રહેવા લાગ્યો. * હવે અહીં સિંહલસિંહ જ્યારે સમુદ્રમાં પડ્યો ત્યારે કેઈએ તેને ઉપાડી એક તાપસના આશ્રમમાં મૂકે. તાપસે તેના શરીરમાં રાજચિહ્નો જોઈ ક્ષેમકુશળ પૂછી સાદર રાખે. એક દિવસ તાપસ બેલે, “હે કુમાર ! મને આ મારી પુત્રીની ઘણી ચિંતા છે, માટે આ મારી રૂપવંતી કન્યાને પરણું તું મને ચિંતામાંથી મુક્ત કર. તેથી હું નિશ્ચિત થઈ મારું શ્રેય સાધું. કુમારે તે કબૂલ કરી કન્યાને કર ગ્રહણ કર્યો. તપસ્વીએ કરમચનમાં પ્રતિદિન સે ટાંક સેનું આપે તેવી રજાઈ અને ગગનગામિની ખાટલી કુમારને આપ્યાં. - ત્યારબાદ કુમાર પત્ની સહિત કુલપતિને નમસ્કાર કરી ખાટલી પર બેઠે. અને બોલ્યા, “હે ઊડનખાટલી ! જ્યાં ધનવંતી હોય ત્યાં ચાલ, તત્કાળ ખાટલી આકાશમાં ઊડી કુસુમપુરના ઉદ્યાનમાં આવી. ત્યારે તૃષાતુર થયેલી રૂપવંતી બેલી, “હે નાથ ! મને બહુ તૃષા લાગી છે. ”. એટલે કુમાર
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૭
6
તેને ખાટલી અને રજાઈ સોંપી કૂવે પાણી લેવા ગયા, તે પાણી ખેંચવા દોરી નાખે છે ત્યાં અંદરથી કાઇ બેલ્યુ.... ‘હે પરદુખભંજન તું મને બહાર કાઢ.’ કુમારે કૂવામાં માનુષ ભાષામાં ખેલતાં કાઈ સર્પને જોઈ પેાતાનુ ઉત્તરીય તેમાં નાખી તેના વડે તેને બહાર કાઢ્યો. નીકળતાં જ સર્પ કુમારને ડસ્યા; તેથી કુમાર કુખ્તાવસ્થાને પામ્યા. કુમાર બાલ્યેા, ‘હું નાગરાજ ! તેં પ્રત્યપ્રકાર તા સુંદર કર્યાં, પણ તને આ શું સૂઝયું, તે તે કહે. ' તે ખેલ્યા, · હૈ કુમાર ! મેં જે કર્યું છે તે ખરાખર છે. ’ એમ કહી તે અદૃશ્ય થઇ ગયા. અરે, આ કેવા ગજબ ! વિસ્તૃત કુમાર પાણી લઈ પત્ની પાસે આવી બેલ્થેા; હે સુંદરી! લે આ શીતળ જળનુ પાન કર. કુબ્જ પુરુષને જોઈ તેણે નિશ્ચય કર્યો કે આ મારા ભ નથી; પણુ કાઇ પર પુરુષ છે એમ વિચારી તેના સામું ન જોતાં તે પતિની તપાસમાં ચાલી નીકળી. કુમારે પણ વિચાર્યું કે અત્યારે ખેલવામાં કાંઇ મઝા નથી, તે પણ્ પ્રારબ્ધના ભરેસે નગરમાં ચાલી નીકળ્યેા. રૂપવતીએ સિંહલસિંહની અહું તપાસ કરી પણુ, જ્યારે તે કચાંય ન મળ્યા ત્યારે તે પણ પ્રિય પતિની યાદમાં દુઃખ અનુભવતી તે જ તીથૅ આવી પહોંચી કે જ્યાં ધનવતી અને રત્નવતી મૌન રહી તપસ્યા કરતી હતી, રૂપવતી પણ મૌન લઇ તીવ્ર તપસ્યા કરવા લાગી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ.
એક દિવસ રાજાએ પણ સાંભળ્યુ કે કેાઈ ત્રણ સ્ત્રીઓએ પ્રિયમેવક તીમાં આવી મૌનપૂર્વક ઘાર તપ આદર્યું છે, ઘણાં માણસાએ તેમ કરવાનું કારણ પૂછ્યું, પણ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ત્રણમાંથી એકે કાંઈ બોલતી નથી, તે સાંભળી આશ્ચર્ય પામેલે રાજા ત્યાં આવ્યું, અને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા. લાગ્યું. પરંતુ સાંભળે કોણ? પ્રતિમા જેમ સ્થિર અને મૌનયુક્ત તે ત્રણે સ્ત્રીઓને જોઈ ગભરાયેલા રાજાએ પડહ વગડાવ્યું કે જે પુરુષ આ ત્રણે સ્ત્રીઓનું માનભંગ કરી તેઓને બોલાવશે તેને રાજપુત્રી કુસુમમતી જોડે પરણાવવામાં આવશે.
અહીં કુમારે પોતાની ત્રણે પત્નીઓને જોઈ; પણ હું કુન્જ છું, મારા પર કઈ ભરોસે નહીં કરે, વળી તેમને હું બોલાવીશ તે ચહેરો જોવા જેવો થઈ જશે. નગર મૂકી પિબાર થઈ જવું પડશે. એમ વિચારી તે પ્રારબ્ધને આધારે તે નગરમાં જ સમય ગુજારવા લાગ્યું. ભૂપતિની ઉદ્ઘેષણ સાંભળી પડતને સ્પર્શ કરી તે એક અક્ષર વગરની કારી), પત્રકાર પુસ્તક કિંમતી વસ્ત્રમાં લપેટી રાજદ્વારે આવી બોલ્યોઃ “હે રાજન ! જે માણસ બે પુરુષથી ઉત્પન્ન થયો હશે તે જ મારા પુસ્તકના અક્ષર વાંચવા સમર્થ નહીં થાય, બાકીનાને આ અક્ષર દેખાશે.” તે જોઈ બધા બલવા લાગ્યા. અહો ! આમાં તે બહુ સારા અક્ષર દેખાય છે, રાજા પણ બે કે આ અક્ષર બહુ સુંદર છે, કારણ કે “જાણું જોઈને કેણુ બે બાપને થાય?”
તે પછી તે કુમ્ભ યક્ષ મંદીરમાં આવી. બહુ ઠાઠ સાથે વાંચવા લાગ્યો કે “સિંહલદ્વીપનો યુવરાજ સિંહલસિંહ કુમાર પિતાની પત્ની ધનવતી સાથે પ્રવહણ પર ચઢી, સમુદ્રમાગે સફર કરવા લાગ્યું. પરંતુ તે પ્રવહણ સમુદ્રની મધ્યમાં
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૯
જ ભાંગી ગયું તેથી તેઓ સમુદ્રમાં પડી ગયાં, બસ હવે આગળનું વૃત્તાંત કાલે કહીશ એમ કહી તે ચૂપ થઈ ગયે. ' તે સાંભળતાં જ ધનવતી બોલીઃ “હે મુન્જ ! આગળ. શું થયું તે કૃપા કરી જણાવે.” ત્યારે સાશ્ચર્ય નુપાદિ બોલ્યા, “હે ભદ્ર! તું આનો મનોરથ પૂર્ણ કર.” તે બોલ્યો,
હે રાજન ! પછી તે સિંહલકુમાર કાષ્ટના સહારે સમુદ્ર, પાર કરી રત્નપુર નગરમાં આવ્યું. ત્યાં તેણે રત્નવતી સાથે. લગ્ન કર્યું કેટલાક દિવસે પછી તે ફરી રત્નવતી સાથે પ્રવહણ પર ચઢયો. ભરદરિયે રુદ્રનામક અમાત્યે માંચીની દેરડી. કાપી નાખી તેથી તે સમુદ્રમાં પડી ગયે.” એમ કહી તે ફરી પોતાનાં પિથી પાનાં લપેટવા લાગે.
આ જોઈ રત્નાવતી બેલી, “હે સત્પષ! આગળ શું થયું તે કૃપા કરી કહે.” ભૂપ આદિના અત્યંત આગ્રહને. લઈને કુજ બે કે, “સમુદ્રમાં પડેલા કુમારને કેઈએ. ઉપાડી એક તાપસાશ્રમમાં મૂક્યો. ત્યાં તેણે તાપસકન્યા રૂપવતી જોડે લગ્ન કર્યા, પછી તાપસ પાસેથી ખાટલી અને કંથા. લઈ તે રૂપવતી સાથે અહીં આવ્યું. પછી તે રૂપવતીની યાચનાથી એક કૂવામાં પાણી લેવા ગયે, ત્યાં તેને એકસર્પ કરડ્યો....એટલું કહી જ્યાં તે ચૂપ રહ્યો ત્યાં તે રૂપવતી બોલીઃ “હે કુજ મુજ પર મહેર કરી આગળ શું. થયું તે જણાવો.”
પરંતુ કુષે કાંઈ પણ સાંભળ્યા વગર પિથી લપેટી, પછી રાજા પ્રત્યે બેલ્યોઃ “હે રાજન! મેં મારું કામ પૂર્ણ
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૦
કર્યું. હવે આપ આપનું વચન પૂર્ણ કરે.” તે સાંભળી સત્ય-વાન રાજાએ તે મુજને પિતાની પુત્રી સેંપી. કુન્જ અને રાજકન્યાનો લગ્નમહોત્સવ કાગડાની કઠે રત્નમાળ જેમ
અયુક્ત જાણું, રાજાના બાંધવ વર્ગમાંથી કોઈપણ ન આવ્યું. 'વિવાહના મંગળ ગીતે પણ તે ત્રણે સ્ત્રીઓએ જ ગાયાં; કરિયાવર વખતે મુજે પિતાના સાળા પાસે કઈ વસ્તુની યાચના કરી. ત્યારે કેધિત થયેલા તેના સાળાએ ફૂંફાડા મારતે સર્પ આપે. તરત જ સર્પ કુજને કરડ્યો. અને તે સાથે જ કુજ ધરણી પર ઢગલાની જેમ ઢળી પડ્યો.
કુન્જની આવી અવસ્થા જોઈ ત્રણે સ્ત્રીઓ વિચારવા લાગી; “જે આ પુરુષ મૃત્યુ પામશે તે અમારા પ્રિયતમની ખબર કોણ આપશે? આના સિવાય અમારા પતિને મેળવી આપનાર બીજું કઈ નથી, કેમકે તે વિષયમાં કેઈ કાંઈ જાણતું જ નથી.” - કુન્જને પ્રાણરહિત જેઈ ત્રણે સ્ત્રીઓ જ્યાં પિતાની છાતીમાં કટારી ભેંકી મરવા જાય છે ત્યાં જ તે કુમ્ભ દિવ્ય સ્વરૂપવાળ થઈ ઊભું થયું. એ જોઈ તેની ત્રણે પત્નીઓ આવીને તેની આજુબાજુ ઊભી રહી. એટલામાં જ કેઈ દેવ પ્રકટ થઈ બધાની સામે કહેવા લાગે; “હે ભાગ્યવાને ! સાંભળો—હું આ કુમારને પૂર્વભવ કહું છું.” - ધનપુર નગરમાં ધનંજય નામને શ્રેષ્ઠી વસતે હતે. તેને ધનવતી નામે ભાર્યા હતી. તેને ધનદેવ અને ધનમિત્ર નામના બે પુત્રો હતા. તેમાંથી જેષ્ટ પુત્ર ધનદેવે એક વખત
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦ ગ્રીષ્મકાળમાં સાકરવાળું પ્રાસૂક જળ મુનિરાજને વહરાવ્યું, તે પુણ્યના પ્રભાવમાંથી તે ધનદેવનો જીવ, તે હું, દેવ થયે છું, લધુ બંધુ ધનમિત્રે પણ ઈશુરસ મુનિને વહેરાવ્યો હતે. તેના પ્રભાવથી મૃત્યુ પામી તું સિંહલકુમાર થયે. મુનિદાનના પ્રભાવથી તે ચાર સ્ત્રીઓ સાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી. છે, પરંતુ તે પંડિત ભાવે વહોરાવેલું તેથી તેને વિરહ થયેલે; તું મહાસમુદ્રમાં પડ્યો ત્યારે મેં તને તાપસાશ્રમમાં પહોંચાડ્યો હતો. અને સર્પ રૂપે કરડી મેં જ તને કુજ્જ બનાવ્યું હતો. એમ કહી દેવ આકાશ માર્ગે જતો રહ્યો. તે સાંભળી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું.
પછી પ્રમુદિત થયેલા રાજાએ મહોત્સવ પૂર્વક પિતાની પુત્રીનું કુમાર સાથે લગ્ન કર્યું, અને ક્રોધિત થઈને મંત્રીને દેશવટો આપે. કેટલાક દિવસ આનંદમાં વ્યતીત કરી કુમાર રાજાની અનુજ્ઞા લઈ પોતાની ચારે પત્નીઓ સાથે ગગનગામિની ખાટલી પર બેઠે. તેને વિદાય આપવા રાજાદિ સાથે સૌ નગરનિવાસીઓ હર્ષભીની આંખે ભેગાં થયા હતાં. પછી, સર્વેની સામે તે ખાટલી આકાશમાં ઊંચે ઊડી એ વખતે રંગબેરંગી વસ્ત્રાભૂષણેથી વિભૂષિત થયેલી ચારે કન્યા અપ્સરા જેવી દેખાતી હતી, વિમાન જેવી ખાટલી પર બેસી રાજકુંવર અનુક્રમે સિંહલદ્વીપે આવી પહોંચ્યા. ત્યાં કુમારના આગમનથી તેના માતાપિતાને અત્યંત આનંદ થયે. ત્યારબાદ સિંહલેશ્વર, રાજાએ મહત્સવપૂર્વક સિંહલસિંહને રાજ્યાભિષેક કર્યો.
હવે સિંહલસિંહ ભૂપાળ બળ, બુદ્ધિ અને ચાતુર્યથી શક્ય કરતે ગેરડીના પ્રભાવે પ્રજાનાં દારિદ્રયને ચૂરત અને
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૬•
૩૦૨ અવિચ્છિન પ્રભાવ શાલિ જિન ધર્મ આરાધતે સુખે રહેવા લાગે, અંતકાળે લેખના પૂર્વક મૃત્યુ પામી છઠ્ઠા દેવલોકમાં દેવ થયે. માટે મુનિદાનને અપૂર્વ મહિમા જાણું, હે ભવ્યજી ! દાનધિર્મમાં રુચિ ધારણ કરે.
| ઈતિ ધનદેવ તથા ધનમિત્ર કથા સમાપ્ત .
પ્રભુ મુખેથી સિંહલસિંહની કથા સાંભળી, ચુલ્લગશતક આણંદની જેમ દ્વાદશ વ્રત સ્વીકારી પ્રભુને વાંદી સ્વસ્થાને આવ્યું. ઉત્તમ પ્રકારે જિનધર્મારાધન કરતાં તેને ચૌદ વર્ષ -વીતી ગયાં; પંદરમા વર્ષે તે પિતાને બધે ભાર જયેષ્ઠ પુત્રને સેંપી પિતે એકાદશ પડિમા આરાધવા લાગ્યું.
એક રાતે તે શ્રાવક ધર્મધ્યાનમાં મગ્ન હતું તેવામાં કેઈ દેવ ઉઘાડી તલવાર ચમકાવતે બોલ્યો; “હે શ્રાવક! મૂક --આ ધતિંગને અને થઈ જા ઘર ભેગે. તું શા માટે હેરાન થાય છે?” પણ ચુલ્લગશતક મૌન રહ્યો.
તે દેવ બોલ્ય: “કેમ સાંભળતું નથી? જે તે વ્રત નહિ ખંડિત કરે તો તારા મોટા પુત્રને મારી તેના શેણિ તથી તને નવરાવીશ. અને તેના માંસના કટકા કરી તેલની કડાઈમાં તળીશ. તે જોઈતું મહાશક સાગરમાં મગ્ન થઈ દુર્ગાને મરી દુર્ગતિને પામીશ.” તે સાંભળીને પણ જ્યારે તે નિજ ધ્યાનથી ન ડગે ત્યારે દેવે તેના મોટા પુત્રને ત્યાં લાવી ચુલગશતકની સામે તલવારના એક ઝાટકે તેના બે કટકા કરી નાખ્યા અને તેના લેહીથી ચુલ્લગ શ્રાવકને ભીંજાવી
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૩
<
તે
મૂકયા. તે જોઈ ચુલ્લગશતક ધર્મધ્યાનમાં અધિક તલ્લીન થયા, ત્યારે સાધિક ક્રોધ પામેલા દેવે તેના બીજા ત્રણ પુત્રને પણ સમારી નાખ્યાં. તેઓના રુધિર માંસથી ચુલ્લગશતકનુ શરીર ખરડી મૂક્યું. તો પણ તે ધર્મમાંથી ચલાયમાન ન થયા, તે જોઇ ક્રેાધથી લાલચેાળ ચક્ષુવાળા દેવ બાલ્યા; · & મીંઢ ચુલ્લગશતક ! હજી પણ મારું કહેવું નહિ કરે તારું અઢાર કોડ પિરમિત દ્રવ્ય આ નગરમાં શેરીએ શેરીએ ઉડાડી મૂકીશ. તે સાંભળી ચુલગશતકે વિચાયું. નિશ્ચય આ કોઈ દુષ્ટ જણાય છે, એણે મારા ચાર પુત્રાને મારી નાખ્યા. હવે તે મારા ધનને પણ નાશ કરશે. એમ વિચારી જ્યાં તે એને શિક્ષા કરવા ઊઠો તેટલામાં દેવ વીજળીની વેગે આકાશમાં ઊડી ગયા. તે જોઇ ચલ્લગશતકે બહાર આવી શારખકાર કર્યાં, તે સાંભળી તેને અહૂલા નામની ભાર્યાએ પૂછ્યું, ' હું સ્વામિન્! તમે શા માટે શેર કર્યા?’ ત્યારે તે આલ્યા, ' હું ભદ્રે ! કાઇ દુષ્ટ દેવે આપણા ચાર પુત્રાને મારી નાખ્યા.’ તે સાંભળી તે ખેાલી; હે સ્વામી! તે દેવે તમને 'ઉપસ કર્યો છે, આપણા પુત્ર તા સુખે સૂતા છે.’ તે સાંભળી પ્રસન્ન થયેલા શ્રાવક સવારે ગુરુ પાસે આલેચના લઈ વિધિપૂર્વક શ્રાદ્ધ ધર્મ આરાધવા લાગ્યા.
:
પ્રાંતે માસક્ષમણુપૂર્વક કાળ કરી સૌધમ કલ્પના અરુ ણાલ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ થયા.
તે સાંભળી ગૌતમસ્વામીએ પૂછ્યું: ‘હે ભગવન ! તે શ્રાવક ત્યાંથી ચ્યવી કયાં જન્મ લેશે ? ? પ્રભુ માલ્યા, તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સયમ લઈ મુક્તિ પામશે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૪
આવી રીતે ચુલ્લગશતક શ્રાવકનું ચરિત્ર શ્રી સુધર્માસ્વામીએ શ્રી જખ્ખસ્વામીને કહ્યું.
ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણના શિષ્ય રાજકીતિ ગણીની રચેલી ગદ્ય બંધ વર્ધમાન દેશનાને ચુલ્લગશતક પ્રતિબોધ નામક પંચમ ઉલ્લાસ
સમાસ
Page #328
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ છો
કંડકાલિક ચરિત્ર હવે શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને કંડકાલિક શ્રાવકનું ચરિત્ર કહે છે –
આ ભરતક્ષેત્રમાં પૃથ્વીના તિલક સમાન ચતુર્વર્ગની લક્ષમીથી યુક્ત નાગરિકેથી શોભાયમાન કાંપત્યપુર નામનું નગર છે તેમાં આમ આદિ વૃક્ષોથી યુક્ત નંદનવન સમાન શિલાવર્તન નામનું એક ઉદ્યાન છે. ત્યાં પરાક્રમથી દિશાઓ જીતનાર, પૃથ્વી પર ઈન્દ્ર સમાન અને ક્ષત્રિય શિરોમણિ એ જિતશત્ર રાજા રાજ્ય કરતા હતા. વળી તે નગરમાં મહા સમૃદ્ધિશાળી કુંડલિક નામને એક ગાથાપતિ પિતાની વલ્લભા પૂષા સાથે વસતે હતો. તેનું છ છ કોડ સવર્ણ દ્રવ્ય વ્યાજ, વ્યાપાર અને પૃથ્વીમાં રોકાયેલું હતું, અને છ ગેકુલ તેને ત્યાં હતાં.
એક દિવસ ગૌતમાદિ અગિયાર ગણધર સહિત સુરાસુરથી સેવાતા શ્રી વર્ધમાનસ્વામી શિલાવર્તન ઉદ્યાનમાં સમેસર્યા. પ્રભુને સમવસરેલા જાણી, હર્ષ માંચને ધારણ કરી કુંડકાલિક મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વાંદવા ઊપડ્યો.
૨૦
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વાંઢી તે યથોચિત સ્થાને બેઠા. પછી પ્રભુ ભવ્યજીવાને સંએધી એલ્યા : હું ભવ્યલેાકા ! ઘાસના અગ્રભાગ પર રહેલા જલબિન્દુ જેવું મનુષ્યજીવન ચંચલ છે, લક્ષ્મી સમુદ્રતર`ગ જેવી ચપળ છે, અને સ્ત્રી પુત્રાદિને સ્નેહ સ્વમ સમાન છે.
સંસારના સ્વરૂપને આવું વિચિત્ર જાણી. તમે ધર્માંમાં ઉદ્યમવત અનેા. ચારે પ્રકારના ધર્મમાં શિયળધમ પ્રધાન છે. સાધુ તેને સર્વથી બ્રહ્મચર્ય વ્રત પાળી આરાધે છે. અને શ્રાવકે પરસ્ત્રીને ત્યાગ કરી પાળે છે. જે જે જીવ પરઢારાના ત્યાગ કરે છે. તે અન્ને લેાકમાં કલધ્વજની જેમ સુખી થાય છે. તેની કથા આ પ્રમાણે છે :—
કુલધ્વજની
સ્થા:
આ દક્ષિણ ભરતખંડમાં વસુધારૂપી વિનેતાના કણ કુંડળ સમાન તેમજ મુક્તાફળની માળા જેવા આકારવાળા કિલ્લાના ઘેરાવાથી શાભતી ‘અચેાધ્યા’ નામની નગરી છે, ત્યાં ધારિણી નામની રાણી સાથે શંખ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને કુલધ્વજ નામના એક પુત્ર હતા, તે ઉત્તમ ગુણેાથી ચુક્ત હાવાને લીધે કુલરૂપ મદિર પર ધ્વજા જેમ શાભતા હતા.
એક દિવસ ફરતા ફરતા તે વનખંડમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે એક વિશાળ વટવૃક્ષ નીચે ઘણા સાધુઓથી પિરવ રેલા માનતુંગ નામના આચાર્યને જોયા. તેમને જોઈ ખુશ થયેલા કુમાર તેમની પાસે આવ્યેા. પછી પ્રણામ કરી ઉચિત સ્થાને બેઠા, ગુરુએ પણ તેને ચાગ્ય જાણી ઉપદેશ આપ્યા. ગુરુ મેલ્યા; હું કુમાર ! સ`સાર સમુદ્રને તરવા માટે
'
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૭ પ્રહણ સમાન, નરક અને તિર્યંચ ગતિના દુઃખને છેદેવામાં તલવાર સમાન અને સર્વ કલ્યાણના મંદિર રૂપ શિયળને પિતાનું કલ્યાણ ઈચ્છનાર પુરુષે અવશ્ય આદરવું જોઈએ.” તે સાંભળી કુમાર બો; “હે ભગવન ! મારાથી સર્વ પ્રકારે શિયળ પળાય તેમ નથી. તેથી પરસ્ત્રીના ત્યાગરૂપ વ્રત ઉચ્ચરા.” એ પ્રકારે સ્વદારા સંતેષરૂપ ચતુર્થવ્રતને સ્વીકારી ગુરુને નમસ્કાર કરી તે ઘર ભણી ચાલ્ય, માર્ગમાં કલહ કરતી કેઈ બે સ્ત્રીઓને તેણે જોઈ ત્યારે કુમારે તેમને તેમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમાંથી એક સ્ત્રીએ જવાબ આપે, કે “હું લુહારની સ્ત્રી સૌભાગ્યકંદલી નામે છું. હું કૂવેથી ઘડે ભરી ઘડાના ભારથી પિડાતી ઘેર જતી હતી તેવામાં આ રથકારની ભાર્યા કનકમંજરી ખાલી ઘડે લઈ સામી આવતી હતી, તેણે મને માર્ગ ન આપે. એ ઝગડાનું કારણ જાણવું. વળી ઝગડાનું બીજું કારણ પણ સાંભળોઃ
આ પૃથ્વીના પટાંબર પર જેટલું વિજ્ઞાન છે, તે બધું મારા સ્વામીમાં સમાયેલ છે. દુનિયામાં એ વિજ્ઞાની મારા પતિ સિવાય કઈ કયાંય દેખાતું નથી. તે સાંભળી કૌતુકથી કુમારે પૂછ્યું, “હે ભદ્રે ! તારા સ્વામીમાં એવું તે શું વિજ્ઞાન છે. તે કહે.” તે બેલી, “હે સ્વામી ! સાંભળે –
વંદદેવ નામને લુહાર મારો ભરથાર છે. તે લેખુંડમય મત્સ્ય બનાવે છે. તે મીન આકાશમાં ઊડી સમુદ્રમાં પ્રવેશ કરે છે. ત્યાંથી ઉત્તમ જાતનાં મુક્તાફળે ગ્રહણ કરી સ્વસ્થાને આવે છે. હવે રથકારની સ્ત્રી મુખ મરડી નાક
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ચડાવી, હાથ પર હાથની તાળી દેતી હસતી હસતી બેલી, “હે કુમારેદ્ર! બન્યું આવું વિજ્ઞાન ! આવાથી શું વળે? હું તે વિજ્ઞાન તેને જ માનું કે જે મારા સ્વામીમાં છે.” કુમાર
ત્યે, “હે સુલેચને ! તારા સ્વામીમાં શું વિજ્ઞાન છે?” તે બેલી, “આ નગરમાં કંદર્પ નામને રથકાર મારે ભર્તા છે. તે કાષ્ઠને ઘેાડે એ બનાવે છે કે તેના ઉપર ચડેલે મનુષ્ય છ માસ સુધી ગગનમાં પરિભ્રમણ કરે છે.” તે બન્નેના વચને સાંભળી આશ્ચર્ય પામેલે કુમાર પોતાના પિતા પાસે આવ્યો અને સર્વ વૃત્તાંત પિતાને જાહેર કર્યું. તે સાંભળી રાજાએ લુહાર તથા રથકાર (સુતાર) ને બોલાવવા સેવકે મોકલ્યા. થોડીવારમાં બને “મહારાજા, વિજય પામે ! વિજય પામો !!” એવી ઉદ્દઘોષણા કરતા, પ્રણામ કરી ઊભા રહ્યા.
. પછી તે બોલ્યા, “હે પ્રજાપતિ ! આ સેવકને ગ્ય હૂકમ ફરમાવે. ” રાજાએ લુહારને લોખંડ આપી મસ્ય બનાવવાને આદેશ કર્યો. તે સાંભળી, લુહારે વિદ્યાબળથી મીન બનાવ્યું તેની પીઠ પર એક નાને ઓરડે બનાવ્યું, તેમાં બે લેખંડી ચાવી ગઠવી પછી તે રાજા સાથે મીન પર આરૂઢ થઈ વિશાળ વ્યોમ પ્રદેશ પર પક્ષીની માફક વિચરવા લાગ્યું. એ પ્રમાણે રાજા વિદ્યાધરની જેમ આકાશમાંથી. ગ્રામ, ખીણે, નગર, પર્વતે, સરિતાઓ અને ગગનચુંબી મહેલાત જેતે અનુક્રમે સમુદ્ર પાસે આવ્યું, ત્યારે તેઓ બારણાં બંધ કરી એરડામાં ભરાઈ ગયાં. મત્સ્ય ત્વરાથી રત્નાકરના તળિયે ગયું, અને ત્યાં જઈને મૌક્તિકે ગળી ઝડપભેર પાછું વળી તે નગરમાં આવ્યું. રાજા સાથે
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૯
લુહાર તેમાંથી ઊતર્યાં. લુહારે લેાખડી ચાવીઓને ફેરવી ત્યારે મોક્તિકાના ઢગલા થયા.' અતિ આશ્ચય પામેલાં ભૂપાળ આલ્યા, 'હે વંદદેવ ! આ મત્સ્ય ગમનાગમન શી રીતે કરે છે?' તે બોલ્યા, “ હે રાજન ! મે પૂર્વ સિદ્ધાયિકા દેવીનુ આરાધન કર્યું હતું. તેથી તેણે પ્રસન્ન થઈ. મને ગત્યાગતિ માટે આ એ લાખડની ચાવીએ આપી છે. તેના પ્રભાવથી હું. આકાશમાં જાઉં છું. કેમકે દેવતાઓની શક્તિ અભૂત અને આશ્ચર્યકારી હાય છે.” એટલામાં રથકાર કદ્રુપ કાષ્ઠના અશ્વ લઈ ત્યાં આવ્યે.
આ બન્નેના આલાપેા સાંભળી તે ખેલ્યા, “ હે નરેશ ! આમાં શું આશ્ચર્ય છે? આશ્ચય તા મારી પાસે છે તેને તમે આ ઘેાડા પર બેસી અથવા કુલધ્વજ કુમારને આરૂઢ કરી અનુભવેા.” તે સાંભળી કુમાર ખોલ્યો, ‘ હું તાત ! અગર આપની આજ્ઞા હાય તેા હું પૃથ્વીના પટાંખર પર ચરિભ્રમણ કરી કુદરતની લીલાને નિહાળું. ’
'
રાજા મોલ્યો, “ હે પુત્ર! મેં જળચર અને પ્રેચરની માફક સફર કરી, હવે તું આ સ્થળચર અશ્વ પર આરૂઢ થઈ, અનિતલ પર સુખે સફર કર.” તે સાંભળી રથકારે કુમારને ગમનાગમન માટે બે ચાવી આપી. કુમારે તે લઈ યથાસ્થાને મૂકી. અને રાજાને નમસ્કાર કરી અશ્વ પર સવાર થયા. સર્વ લેાકેાના જોતાં તે ઘેાડા ગગનમાં ઊન્યા અને જોતજોતામાં વાદળની ઘેરી ઘટામાં સંતાઇ ગયા. તે અશ્વ ક્રૂરતા ફરતા એક નગર સમીપ ઉદ્યાનમાં ઊતર્યાં.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૦
કુલધ્વજ કુમારે તેની અને ચાવીઓ કાઢી, અશ્વના અંગેપાંગ છૂટાં કરી તેને ભારે બા અને માથાં નીચે મૂકી તે વૃક્ષની શીતળ છાયામાં સૂતે, બપોરને વખત હતે. નભમાં સૂર્ય અંગારા વરસાવતે આગળ ધપતે હતે. છતાં જે. વૃક્ષની છાયામાં કુમાર રહ્યો હતો તેની છાયા જરાય ખસી. નહતી. એ વખતે ત્યાં માળી વૃક્ષ પાસે આવ્યા. વૃક્ષની છાયા સ્થિર જોઈ વિમિત થયેલા માળીએ નિશ્ચય કર્યો કે આ પ્રભાવ આ સૂતેલા પુરુષને જ જણાય છે. એમ વિચારી તેણે કુમારના ચરણને સ્પર્શ કર્યો. કુમારને જાગેલે જઈ માળી બેલ્યો, “હે સપુરુષ! તમે આજે મારા મહેમાન થઈ મને કૃતાર્થ કરે.” કુમારે તે કબૂલ કર્યું. . . કુમારને લઈ તે પિતાને ઘરે આવ્યો. કુમારે પણ કાણને ભારે સાચવીને તેના ઘરના એક ખૂણામાં મૂકો. પછી માળીએ સુંદર ભજન બનાવી કુમારની ઉત્તમ પ્રકાર ભક્તિ કરી સંધ્યા સમયે શહેરની શોભા જેવા કુમાર નગર મધ્યમાં આવ્યો ત્યાં તેણે સર્વાગ સુવર્ણની પૂતળીઓથી વિભૂષિત એક જિનાલય. જોયું તેની અંદર જઈને સુવર્ણ મણિમય મુનિસુવ્રતનાથની પ્રતિમાને નમસ્કાર કરી અત્યંત ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યું. તેવામાં એક સ્ત્રીએ ત્યાં આવી મંદિરમાં રહેલા મનુષ્યોને બહાર જવા આજ્ઞા કરી. કુમાર વિચારવા લાગ્યો, આ કેણુ. છે અને પુરુષને શા માટે બહાર કાઢે છે? એમ વિચારી તે મંદિરમાં ગુપ્ત રીતે સંતાઈ ગયે. એટલામાં દિવ્યરૂપધારી મૃગાક્ષી, હંસી જેવી ચાલે ચાલતી સખીઓથી વીંટળાયેલી કે રાજકન્યાં આવી. જિનપૂજા કરી સખીઓ સાથે વાટા
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૧
રંભ કરી પિતાના ઘર તરફ જતી રહી. ત્યારબાદ ગુપ્ત રીતે બહાર નીકળીને કુમાર કઈ પુરુષને પૂછવા લાગે. “હે ભદ્ર! અહીં આવેલી તે સુચના કોણ હતી?” તે બોલ્યો, “હે સપુરુષ! સાંભળ આ રત્નપુર નામનું નગર છે. અહીં મુનિસુવ્રતસ્વામીનો પરમ ભક્ત વિજય નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાએ સુવર્ણમણિ રત્ન ઈત્યાદિથી વિભૂષિત આ જિનાલયને બંધાવ્યું છે. તેની જયમાલા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી સુંદરી નામની તે કન્યા હતી. આ પ્રમદાને વિવાહ યોગ્ય જાણ રાજા નિરંતર ચિંતામાં રહેવા લાગ્યો. તે જોઈ કન્યાએ સખીઓ સામે પ્રતિજ્ઞા કરી કે જે પુરુષ ભૂચર અને ખેચર હશે તે જ મારા આ અણમેલ શરીરને માલિક થશે, અન્યથા અગ્નિ જ મારું શરણ છે. સુંદરીની આવી પ્રતિજ્ઞા” સાંભળી, મનમાં મલકાતે કુમાર માળીના ઘરે આવ્યો. અર્ધ રાત્રિએ ઘેડે તૈયાર કરી, ચાવીએના પ્રયોગથી તે બારી માગે સુંદરીના ભવનમાં પહોંચી ગયો. મનહર પલંગ પર સુંદર સુકોમળ શય્યામાં સુંદરીને સૂતેલી સમજી તે તેના સૌંદર્યનું શાંતપણે આરવાદન કરતે સુંદર શમણાં સેવવા લાગ્યો. થોડીવાર પછી પલંગની ચારે બાજુ અર્ધચાવેલા પાનની પિચકારીઓ ફેંકી, તે એ જ માગે પાછો ફરી માળીના ઘેર આવી સૂઈ ગયો.
* પ્રાતઃકાલમાં જાગેલી રાજકુંવરી ચતરફ પાનની પિચકારી જોઈ વિચારવા લાગી, નિશ્ચય કેઈદેવ અથવા વિદ્યાધર રાતે અહીં આવેલે જણાય છે. આ દિવસ બેચેનીમાં પસાર કરી, રાત્રે તે કપટ નિદ્રાથી સૂઈ ગઈ. અધરાત્રીને
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૨
લગભગ સુમાર થયો હશે તેવામાં કુલધ્વજકુમાર પૂર્વની પેઠે ત્યાં આવી પાન ઘૂંકી પાછો વળ્યો. એવામાં ચપળતાથી કુંવરીએ તેના વસને છેડે પકડ્યો, પછી પૂછવા લાગી કે,
હે સપુરુષ ! ચારે તરફની ચેકીને ચુકાવી ચેરની જેમ ચૂપકીથી કઈ ચતુરાઈ વડે તમે અહીં આવ્યા ?”
કુમાર બોલ્યોઃ “હે મૃગલોચને ! હું આ કાષ્ઠઅશ્વના પ્રયોગથી ભૂચર છતાં ખેચર થયો છું. તે સાંભળી કુંવરી બોલી. “આજ મારા મનના મનોરથ ફળ્યાં.” એમ કહી તેણે પિતાનું સર્વ વૃત્તાંત નિવેદિત કર્યું. પછી પ્રદીપની સાક્ષીએ કુંવરી પિતાનું સર્વસ્વ કુલધ્વજ કુમારને સેંપી કુમારિકામાંથી સૌભાગ્યવતી નાર બની. હવે રોજ મધ્યરાતે કુમાર અશ્વના સહારે પિતાની નવોઢાને ભેટત-વિષયસુખ ભોગવી પ્રાતઃકાલ પહેલાં પલાયન થઈ જત. કેમે કરી કન્યાના પયોધરાદિ અંગોપાંગની વૃદ્ધિને જાણું ભયભીત થયેલી દાસીઓએ વિચાર્યું; “અહે! અકાલે પણ આના અંગોપાંચ વૃદ્ધિ શી રીતે પામ્યાં? એમ વિચારી દાસીઓએ તે વૃત્તાંત જયમાળા રાણુને જણાવ્યું. રાણીએ પણ પુત્રીના અંગને પ્રત્યક્ષ જોઈ બીકના માર્યા રાજાને કહ્યું. તે સાંભળી અંગારા વરસાવતી આંખે કોધ પામેલે રાજા બોલ્યો, “હે દેવી! જે દુર્જન પુરુષે મારા ઘરમાં આવી આવું ખરાબ આચરણ કર્યું છે. તેને હું નિશ્ચય યમરાજાને અતિથી બનાવીશ.” એમ કહી કોલાતુર ભીષણ ભૂકુટિયુક્ત કપાળવાળે રાજા રાજસભામાં આવી બેઠે, સભામાં બેઠેલી વાગુરા નામની નગરનાયિકાએ રાજાને ક્રોધાતુર જોઈ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાજાએ ગુપ્ત
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૩
રીતે પિતાની કન્યાની કલંકકહાણી કહી સંભળાવી. વાગરા બોલી, “હે રાજન ! આપ નિશ્ચિત રહો, તે દુષ્ટ પુરુષને આંધી થડા વખતમાં જ આપની સમક્ષ હાજર કરીશ.” એવી પ્રતિજ્ઞા કરી તે પિતાને ઘેર આવી.
હવે રાતના વેશ્યાએ ગુપ્ત રીતે કન્યાના શયનગૃહમાં સિંદૂર છાંટી દીધું, નિત્યના ક્રમ પ્રમાણે અર્ધરાત્રિએ કુમાર
ત્યાં આવી રાજપુત્રી સાથે કીડા કરી રાત્રીના પાછલા પહેરમાં માળીના ઘેર આવી સૂઈ ગયો. સવારે પેલી વેશ્યાએ સુંદરીના ઘરે આવી સિંદૂર પર પડેલાં પગલાં પરથી પારખ્યું કે આ પુરુષ પૃથ્વી પર પરિભ્રમણ કરનાર ભૂચર જ છે. પછી તે વેશ્યા પિતાના રક્ષકે સાથે તે પુરુષની તપાસ કરવા નીકળી. અનુક્રમે તેણે સિંદૂરથી રક્ત પાદતલવાળા કુમારને જોયો. ત્યારે તેણે નકકી કર્યું કે રાજકન્યા સાથે ભેગ ભેગવનાર આ પુરુષ જ છે અને તેણે કુમારને રક્ષક દ્વારા પકડાવી રાજા પાસે હાજર કર્યો.
- તેને જોઈ ક્રોધાગ્નિથી બળતે રાજા બોલ્યા, “હે કુલાંગાર! આવા કુકર્મો કરતા તને જરા પણ ભય ન થયે? હે મારા લઈ જાવ આ પાખંડીને,–ચઢાવ શુળીએ.” તે સાંભળી મારાઓ તેને વધસ્થાને લઈ જવા લાગ્યા. રસ્તામાં સ્વરૂપવાન અને તેજસ્વી કુમારને ઈલેકે પરસ્પર બોલવા લાગ્યા. અહે ! નિશ્ચય આ કાર્ય રાજાએ અનુચિત કર્યું છે. શું આ કુમાર રાજકન્યાને ગ્ય નથી? સારસના વિયોગથી જેમ સારસી માથું પછાડી પછાડી મૃત્યુને ભેટે છે તેમ રાજ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૪
કુંવરી પણ નિશ્ચય મૃત્યુ પામશે. કદાચ સુંદરીએ બાળક બુદ્ધિથી આવું કર્મ કર્યું... હાય તે પણ પેાતાના ઘરનું દુષ ચારિત્ર રાજાએ લેાકેાને દેખાડવું ન જોઇએ. કહ્યું છે કેઃ—
आयुर्वित्तं गृहच्छिद्रं, मंत्रमैथुनभेषजं ॥ दानं मानापमानौ च नव गोप्यानि कारयेत ॥ १ ॥
અર્થ:—આયુષ્ય, ધન, ઘરનું છિદ્ર, મંત્ર, મૈથુન, આષધિ, દાન, માન અને અપમાન એટલી વસ્તુએ ગુપ્ત રાખવી જોઇએ.
ઇત્યાદિ અનેક લેાકેાના આલાપ વિલાપ સાંભળતા વીરાથી ઘેરાયેલા કુમાર ક્રમશઃ માળીના ઘર પાસે આવ્યા. ત્યારે કુમાર જલ્લાદોને કહેવા લાગ્યા કે આ માળીના ઘરમાં મારી કુલદેવી છે. જો તમારી આજ્ઞા હોય તેા હું તેને નમસ્કાર કરી પાળે આવું. મારાઆ મેલ્યા; ‘સુખે જા–કુલદેવીની પ્રાર્થના કર, પછી તે કુમાર ઝડપભેર માળીના ઘેર આવ્યે અને કાષ્ઠનો અશ્વ તૈયાર કર્યાં. લેાકેાના દેખતાં દેખતાં તે અશ્વ પર બેસી આકાશમાં અદૃશ્ય થઈ ગયા. કાઇ ન જાણે તેવી રીતે કન્યાના ભવનમાં ઊતરી તેને સાથે લઇ સમુદ્રકિનારે આવી પહાંચ્યા. ત્યાં કુમારને ભૂખ લાગી, કુમારને શ્રુષિત જાણી કન્યા ખાલી; હે સ્વામિન ! હું મારા આવાસે જઇ મેદકા લઈ આવું. આપ શ્રીરતા રાખી આરામ લે, હું તુરત પાછી આવું છું, એમ કહી તે અશ્વ પર ચઢી નિજ ભવને આવી. અશ્વને ગવાક્ષમાં થાપી તે માદક લેવા ઉત્સુકતાપૂર્વક એર
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૫ ડામાં ગઈ, એટલામાં પવનના ઝપાટાથી અશ્વ પૃથ્વી પર પડી ગયે તેથી તેના અંગે પાંગ વેર વિખેર થઈ ગયાં.
અહીં મેદકે લઈ રાજપુત્રી ગવાક્ષમાં આવી અશ્વને. બેહાલ જોઈ ચિંતા કરવા લાગીઃ હાય ! હાય! દૈવે દગે. દીધે. પૂર્વે કરેલા અશુભ કર્મોએ મારા પર પ્રહાર કર્યો. મારા જીવનસાથી સમુદ્ર કિનારે છે અને અહીં અશ્વ ભાંગી. ગયે. હવે મારા પર દુઃખને સમૂહ આવી પડ્યો. હવે મારા પતિનું શું થશે? દુષ્ટ રાજપુરુષો જરૂર તેમને હેરાન કરશે, ઈત્યાદી અનેક સંકલ્પ વિકલ્પ કરતી આ રૌદ્રધ્યાનના પ્રબળ પંજામાં સપડાયેલી તે બાળાએ એવી પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી મને મારા પ્રાણેશનું મુખારવિંદ જોવા નહિ. મળે ત્યાં સુધી હું અન્નપાન નહીં કરું; દુનિયામાં પ્રેમ અને પતિવ્રત એક અમૂલ્ય વસ્તુ છે.
અહીં બહુ વાર થયાં છતા સુંદરી ન આવી તેથી કુમાર ચિંતા કરવા લાગ્યો. નિશ્ચય મારી પ્રિયાને કોઈ ખેચરે હરણ કરી હોવી જોઈએ. આમ ચિંતામાં મગ્ન કુમારને જોઈ આકાશમાર્ગથી કોઈ વિદ્યાધરી ઊતરી બોલાવા લાગી : “હે યુવાન ! આવા નિર્જન સ્થાનમાં એકલે કેમ બેઠે છે?” કુમારે સામે પ્રશ્ન કર્યો; “હે ભદ્ર! તું કેણ છે? ક્યાંથી આવી અને ક્યાં જવાની છું. ?” તે બોલીઃ હે શરીરધારી, કામદેવ, સાંભળ:– છે. વૈતાઢ્ય પર્વત પર મણિચૂડ નામને વિદ્યાધરેને સ્વામી વસે છે, તેની હું કનકમાલા નામની પટ્ટરાણું છું. આજ મારો.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ભર્તા શત્રુઓ દ્વારા પકડાઈ ગયો છે. હું કામવાસનાથી પીડિત ફરતી હતી. એવામાં કુસુમાયુધ જેવા તને અહીં જોયો. હે કુમાર ! તારાં રૂપ લાવણ્યથી હું કામાગ્નિ વડે બળી રહી છું. માટે તું આલિંગન રૂપ જળથી મને શાંત કર. કામબાણથી પરાસ્ત થયેલી હું તારા શરણે આવી છું. તે સાંભળી કુમાર બેલ્યો, “હે સુંદરી ! મેં પરદારાગમનને નિયમ લીધે છે, તેને હું પ્રાણુતે પણ નહીં ખંડ. તે સાંભળી કેધે ભરાયેલી વિદ્યાધરીએ કુમાર પર મંત્રેલા પુષ્પ ફેંક્યા, તેથી કુમાર મૂચ્છ પાપે. - પછી તે દુષ્ટ વિદ્યાધરીએ કુમારને ઉપાડી સમુદ્રમાં ફેંકી દીધું. ધિક્કાર છે! ધિક્કાર છે !! સ્ત્રીઓની કામાંધતાને અને નિર્દયતાને ! અહીં પુણ્યગે કુમારને જળદેવીએ બહાર કાઢી સચેતન કર્યો. દેવીના પૂછવાથી કુમારે પિતાનો સર્વ વૃત્તાંત સવિસ્તાર વર્ણવ્યો. તે સાંભળી દેવી બોલી; “હે પુત્ર! તું ધન્ય છે, કૃત પુણ્ય છે. તે આવી વિષમ સ્થિતિમાં પણ વ્રતનું સારી રીતે પરિપાલન કર્યું. હું તારા પર પ્રસન્ન છું, માટે કહે કે હું તારું શું કલ્યાણ કરું ?” કુમાર બેલ્ય; “હે માત ! મને મારી પ્રિયાનો મેળાપ થાય તેમ કરે.” તે સાંભળી દેવીએ તેને ઉપાડી કન્યાના આવાસમાં મૂક્યો. કુમાર પિતાના ઘડાને ભાંગેલ અને ભાર્યાને રેતી જોઈ દુઃખ પામે. દેવી ફરી બોલી, “હે સપુરુષ! હજી પણ તારે કાંઈ કામ હોય તે કહે.” કુમાર બોલ્યા, “હે માત! આ મારા ભાંગેલા અશ્વને સાજો કરી આપે તે આપને ઉપકાર થશે. પછી દેવી પિતાના પ્રભાવથી અશ્વને સુસજજ કરી સ્વસ્થાને ગઈ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૭
અહી કુમારને જોઈ દાસીએએ બૂમાબૂમ કરી મૂકી.. કુમારનું આગમન સાંભળી ક્રેાષિત થયેલા રાજાએ તેને મારવા માટુ લશ્કર મેાકલ્યું. આકાશગામી અશ્વ પર બેઠેલા કુમારે પેાતાના પુણ્ય પ્રભાવથી રાજાના આખા સૈન્યને મારી નાખ્યુ. હવે રાજા મનમાં ચિંતવવા લાગ્યો, અરે! મે આ શું આરંભ્યું છે, કોઈ દિવસે આ કન્યાનું દાન કાઈને તે કરવાનું હતું જ ને! આવા ધીર વીર ગુણુશીલ પુરુષ મારી કન્યા માટે બીજે કયાં મળશે? એમ વિચારી રાજાએ બહુમાનપૂર્વક તેને તેડાવ્યેા. અને મેાટા ઉત્સવ સાથે તેની જોડે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. તેણે ઘેાડાક દિવસ સુખપૂર્વક પસાર કરી રાજાને સ્વ નગર જવાની ઈચ્છા જણાવી. રાજાની આજ્ઞાથી પાતે ભાર્યા સાથે અન્ય પર બેસી પેાતાના નગરે આવ્યા.
66
,,
અહીં શખરાજાએ છ માસ સુધી પુત્રની રાહ જોઈ ચારે તરફ ખૂબ તપાસ કરી. પરંતુ પુત્રના કયાંય પત્તો ન લાગવાથી તેણે રથકારને જીવતા ખાળવાની આજ્ઞા આપી. રાધે ભરાયેલા રાજા ચમતુલ્ય અને તુષ્ટ થયેલા કુબેર જેવે થાય છે. ” હવે રાજાની આજ્ઞાથી રાજપુરુષો થકારને બાંધી નગર 'મહાર જાજ્વલ્યમાન ચિતા પાસે લાવ્યા. જ્યાં કપને. ચિતામાં ફેંકવા જાય છે ત્યાં કુમાર સ્ત્રીસહિત અશ્વ પર બેઠેલા આકાશમાગથી નીચે ઊતર્યાં. પુત્રના આગમનથી પ્રસન્ન થયેલા રાજાએ કુમાર સાથે કદ્રુપ રથકારને પણ આડંબર પૂર્વ ક નગરમાં પ્રવેશ કરાવ્યા. ક્રમે કરીને શખ રાજા મૃત્યુ પામ્યા, કુલધ્વજ રાજા થયા અને સુંદરી પણ તેની પટ્ટરાણી
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૮
થઈ. એવી રીતે કુલધ્વજ કુમાર સુંદરી સાથે સ્વેચ્છાએ વિષયસુખા સેવતે સમય વિતાવવા લાગ્યા.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં પરિવાર સાથે કેવળી ભગવત સમવસર્યા. તે સાંભળી કુલધ્વજ રાજા તેમને વાંદવા ગયા. તે કેવળીને વિધિપૂર્વક વાંઢી યથાસ્થાને બેઠા. દેશના સાંભળી પ્રતિબાધ પામેલા રાજાએ પોતાના પુત્રને રાજ્ય આપી કેવળી પાસે વિધિપૂર્વક પ્રવજયા ગ્રહણ કરી. પછી તે રાજિષ સંસારને કારાગૃહ માનતા અનિત્ય ભાવના ભાવવા લાગ્યા. તે આ પ્રમાણેઃ
--
લક્ષ્મી ચંચળ છે, સુખ થોડુ' છે, શરીર વિનશ્વર છે, મૃત્યુ અવશ્ય છે, ફરી ફરી જન્મ જરા મૃત્યુ અનિવાય છે. આવી રીતે અરઘટ્ટ (રેટ)ના ન્યાયે જીવાની કલેશ પરપરા રહ્યા કરે છે. આમ વિશુદ્ધ ભાવનાથી વાસિત અંતઃકરણવાળા ઋષિરાજને ક્રમે કરી શુકલધ્યાન ધ્યાતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લાંખા કાળ સુધી પૃથ્વીને પાવન કરી. ભવ્યાભાઆને પ્રતિમાધી તે નિર્વાણ પામી મેાક્ષ પામ્યા.
૫ ઈતિ કુલધ્વજ કથા સમાપ્ત ।।
માટે હું ભળ્યો ! કુલધ્વજ કુમારની જેમ શુદ્ધ શિયળ પાળવાથી, શીઘ્રથી કેવળ કમળા કરમાંજ ક્રીડા કરે છે. પ્રભુ મુખથી આવે! ઉપદેશ સાંભળી કુડકેાલિકે માર પ્રકારના શ્રાવક ધને સ્વીકાર્યાં. જીવાજીવાદિ નવતત્ત્વાને જાણી વમાનસ્વામીને વાંદી હર્ષિત થયેલા કુડકાલિક સ્વસ્થાને આવ્યા. એ પ્રકારે તે માયાદિ શલ્યરહિત સમ્યક્ પ્રકારે જિનધર્મારાધન કરવા લાગ્યા.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૯
એક દિવસ અપેારના તે અશોકવાટિકામાં આવ્યા. ત્યાં એક શિલાપટ્ટ પર પાતાના નામની મુદ્રા તથા ઉત્તરાસંગ મૂકી સામાયિક લઈ શુભધ્યાનારૂઢ થયો. તે વખતે ત્યાં કાઇ દેવ પ્રકટ થઈ તેની મુદ્રા તથા ઉત્તરાસંગ લઈ ગગનમાં ઊડચો. ત્યાંથી તે ખેાલવા લાગ્યો, હે શ્રાવક! મ`ખલી પુત્રના ધર્મ સારા છે, કારણ કે તેમાં ઉત્થાન, ક, વીય અને પુરુષાકાર નથી. ઉત્થાન તે તપ, સયમ આદિમાં, કમ તે ગમન ક્રિયા આદિમાં, વીતે જીવાનું શરીરબળ અને પેાતાનું કાર્ય કરવાનું પરાક્રમ તેને પુરુષાકાર સમજવા -જોઇએ. આના વગર જીવાને સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. માટે હું કુડકાલિક ! હવે પછી તારે આવું ન કહેવું જોઇએ. કે ઉત્થાન આદિથી જ કાર્ય સિદ્ધિ થાય છે. કહ્યું છે કે:
--
प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभोवाः ॥
भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, ना भाव्यं भवति न भाविनोस्ति नाशः no
અર્થઃ—પ્રારબ્ધબળના આશ્રયથી માણસને જે કાંઈ શુભ અથવા અશુભ થવાનુ છે તે થાય જ છે, પણ જે નથી થવાનું ને ઘણા ઉદ્યમેા કરતાં પણ થતું નથી. અને જે થવાનુ છે, તે થયા વિના રહેતું નથી.
न हि भवति यन्न भाव्यं भवति च भाव्यं विनापि यत्नेन ॥ करतलगतमपि नश्यति, यस्य तु भवितव्यता नास्ति ॥
અ:—જે થવાનું નથી તે કોઇપણ હિસાબે થતું નથી.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૦
તથા જે થવાનું છે તે પ્રયત્ન વિના થઈ જાય છે. અને જેની ભવિતવ્યતા નથી રહેતી તે હાથમાં આવીને પણ નાશ પામે છે.
માટે મુખલીપુત્ર ગોશાળાને ધર્મ સુંદર છે. અને શ્રી વર્ધમાનપ્રણિત ધર્મ સારે નથી. ઈત્યાદિ તે દેવતાએ વીર ધર્મની નિંદા અને શાળા ધર્મની પ્રશંસા કરી.
ઇત્યાદિ દેવોના વચન સાંભળી જિનવચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખનાર કુંડલિક બોલ્યો, “હે દેવ તારું કહેવું યુક્તિયુક્ત નથી, કેમકે ઉત્થાનાદિ વિના કાર્યસિદ્ધિ થતી નથી, જે પુરુષાકારાદિ વિના કાર્યસિદ્ધિ થતી હોય તે તે દેવરિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? જે સંયમાદિ રહિત લેકે દેવરિદ્ધિ પામે તે સંસારમાં રહેલા સર્વ જીવો દેવસમૃદ્ધિ ચુક્ત થઈ જાય. અહીં એક જીવ સુખી ત્યારે બીજો અત્યંત દુઃખી જણાય છે તેનું શું કારણ છે? જે બધા ભાવે નિજ સ્વરૂપે થાય તે નિશ્ચય તેનું પર્યાયથી પરાવર્તન પણ થાય. તે પણ ભવાંતરમાં ઉગ્ર તપ, સંયમ આદિ કર્યા હશે. તેથી જ તું દેવપણું પામ્યો છે. માટે તારું બધું કહેવું મિથ્યા છે. જિનપ્રણીત ધર્મ સત્ય તત્ત્વરૂપ છે. ગશાળાને ધર્મ અસત્યરૂપ જાણવું જોઈએ. વળી હે દેવ ! તું બુદ્ધિમાન છે. માટે તું પિતાની બુદ્ધિથી જ ધર્મની સત્યતા અને અસત્યતાને વિચાર કર કહ્યું છે કે – बुध्धेः फलं तत्त्वविचारणं च । देहस्य सारं व्रतधारणं च ।। अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् ॥१॥
Page #344
--------------------------------------------------------------------------
________________
૩ર૧
અર્થ:—બુદ્ધિનુ ફળ તત્ત્વની વિચારણા છે. શરીરની સાર્થકતા વ્રત ધારણ કરવામાં છે, ધનની શ્રેષ્ઠતા સુપાત્રદાનમાં છે. અને વાણીનું ફળ મનુષ્યા પર પ્રીતિ કરવી એ છે.
ઈત્યાદિ કુંડકાલિકનાં વચના સાંભળી નિરુત્તર થયેલા દેવ વિચારે છે. નિશ્ચય હું આને જીતવા અસમર્થ છું, હું તેનાથી હાર્યાં. એમ વિચારી તે મુદ્રિકા અને ઉત્તરીય મૂકી પેાતાના સ્થાને ગયેા. અહી શ્રી વર્ધમાનસ્વામી સમવસર્યા. દેવાએ સમવસરણ રચ્યું. કુંડકાલિક પણ પ્રભુનું આગમન સાંભળી વાંઢવા આવ્યો. વીતરાગને વિધિપૂર્વક વાંઢી સ્તુતિ કરી દેશના સાંભળવા બેઠા. દેશનાના અંતે પ્રભુએ દેવદાનવેાની વચમાં કુંડકેલિકને આધીને કહ્યું: “ હું કુડકાલિક ! તું ખપેારના વખતે અશેાકવાટિકામાં શિલા પર મુદ્રા અને ઉત્તરીય મૂકી સામાયિકમાં બેઠા હતા તેવામાં કોઈ દેવે પ્રગટ થઈ તે મુદ્રિકા તથા ઉત્તરીય લઈ જિનધની નિંદા અને મ'ખલીપુત્ર ગોશાળાધર્મની પ્રશંસા કરી, પરંતુ તે યુક્તિથી દેવતાને નિરુત્તર કરી નાખ્યો, તેના મતનું ખંડન કરી જિનધર્મનું મંડન કર્યું. તેથી હું શ્રમણેાપાસક! તું ધૃતપુણ્ય થયા છે. તે તારુ જીવન સફળ કર્યું" છે. ”
ઃઃ
પછી પ્રભુ સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બાલ્યા : હે મહાનુભાવે ! કુંડકેાલિકે ગૃહસ્થ હાવા છતાં પેાતાની યુક્તિથી મિથ્યાષ્ટિ દેવને નિરુત્તર કર્યાં; તે પછી દ્વાદશાંગના જાણકાર એવા તમાએ તે અન્ય દનિકાને પરાસ્ત કરવામાં વિશેષ પ્રકારે સમર્થ થવું જોઇએ, તે સાંભળીને સાધુ-સાધ્વીનો
૨૧
Page #345
--------------------------------------------------------------------------
________________
૩રર સમુદાય પ્રભુવચનને સ્વીકારી તપ–સંયમાદિમાં ઉદ્યત થયો. કુંડલિક પણ કેટલાક અને વિચાર જિનમુખથી સાંભળી પ્રભુને વાંદી ઘેર આવ્યા.
પ્રભુ પરિવાર સાથે અહીંથી આગળ અન્યત્ર વિહાર કરી ગયા. કુંડકલિકે સમ્યફ પ્રકારે જિનધર્મારાધન કરતાં ચૌદ વર્ષ વ્યતીત કર્યા. પંદરમા વર્ષે સંવેગ ઉત્પન્ન થવાથી ગૃહભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી કુંડલિકે આણંદવત્ અગિયાર પડિમાઓનું આરાધન કર્યું. અંતે સર્વ જીવને ખમાવી, એક માસના અનશનપૂર્વક પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતે કુંડકલિક કાળ પાયે. અને પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે સમૃદ્ધિશાળી દેવ થયે.
પછી ગૌતમસ્વામીએ પૂછયું, “હે ભગવન! તે દેવ ત્યાંથી આવી ક્યાં ઉત્પન્ન થશે.” પ્રભુ બોલ્યા: “હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પામશે.” કુંડકોલિક શ્રાવકનું આવું ચરિત્ર સાંભળી જખ્ખસ્વામીએ સુધર્મા– સ્વામીને વારંવાર નમસ્કાર કર્યા. - ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણુના શિષ્ય
રાજકીર્તિ ગણીની રુચેલી ગદ્યબંધ વર્ધમાન દેશનાનો શ્રી કુંડકેલિક શ્રાવક પ્રતિબોધ નામક
છઠ્ઠો ઉલ્લાસ
સમાપ્ત
Page #346
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ સાતમા
સટ્ટાલપુત્ર ચરિત્ર
હવે શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને સદૃાલપુત્રનું ચરિત્ર કહે છેઃ
આ જમ્મૂદ્રીપના ભરતક્ષેત્રમાં પાલાસ નામનું નગર છે. તેની આસપાસ પર્વતા, ખાઈએ, નદીઓ, સરાવરા, આરામગૃહા, ઉદ્યાના, પરા, સભાસ્થાને અને કૂવાઓ હાવાથી તે નગર અતિ રમણીય લાગે છે. તે નગરમાં પેાતાના પરાક્રમથી પ્રસિદ્ધ જિતશત્રુ નામક રાજા રાજ્ય કરતા હતા. નગર અહાર સહસ્રામ્રવન નામનુ એક વનખંડ છે. તે નગરીમાં નિત્ય વાસ કરનારો સદૃાલપુત્ર નામના કુંભાર વસતા હતા. તે પેાતાની કુલપર પરાથી ચાલતા આવતાં ક્રમ પ્રમાણે માટીનાં વાસણાના વેપાર કરતા હતા.
તે મંખલીપુત્ર ગેાશાળાના શ્રાવક હતા. તેના મતમાં અતિ નિપુણ એવા સદાલપુત્ર ગૌશાળક પ્રણીત - ધર્મારાધન કરતા હતા. તેને અગ્નિમિત્રા નામની એક ભાર્યા હતી. તે શુદ્ધ શિયળ અને પવિત્ર શરીરવાળી હતી. વળી તેને વ્યાજ, વ્યાપાર અને ભૂમિમાં એકેક કોડી સુવર્ણ દ્રવ્ય અને ગાયાનુ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૪
એક ગેાકુળ હતું. એ ઉપરાંત એને બીજી પણ ઘણી સમૃદ્ધિ હતી. નગર બહાર તેના માટીના વાસણના પાંચસેા હાટ હતાં. તે હાટા (બજાર)માં તેના પાંચસોં માણસા વ્યાપારાથે બેસતા. તેના ખીજા પણ કેટલાક માણસા રાજમાર્ગમાં બેસી વ્યાપાર કરતા હતા. એ પ્રકારે તેના નાકરા માટીનાં વાસણ બનાવતાં અને વેચતા.
re
એક દિવસ સદૃાલપુત્ર અશોકવાટિકામાં બેઠા હતા. તેવામાં એક દેવ પ્રત્યક્ષ થઇ ખેલ્યા; “ હું સદૃાલપુત્ર ! સાંભળ, કાલ સવારે સમ્યક્ જ્ઞાન, દર્શનને ધારણ કરનારા સજ્ઞ ત્રણે લાકમાં પૂજ્ય અને કખ ધનથી મુક્ત એવા જિનેશ્વર દેવ સહસ્રામ્રવનમાં પધારશે. તું તેમને વાંઢવા જજે. અને પાત્ર, પાટ, વસ્ર, સથારા વગેરે આપી. એમની ઉત્તમ રીતે ભક્તિ કરજે. ” એટલું મેલી દેવ અદૃશ્ય થઈ ગયા. તે સાંભળી સટ્ટાલપુત્રે નક્કી કર્યું કે નિશ્ચય દેવે કહેલા ગુણાને ધારણ કરનારા મારા ધર્માચાર્ય મ"ખલીપુત્ર ગેાશાળક પધારશે. હું તેમને વાંઢવા જરૂર જઇશ. અને સારી રીતે વૈયાવૃત્ય કરીશ. એમ વિચારી તે પેાતાને ઘેર આવ્યા.
,,
અહી બીજે દિવસે પ્રાતઃકાળમાં શ્રી વર્ધમાનસ્વામી પધાર્યા. રાજાદિ નગરજના પ્રભુને વાંદવા ગયા. સદૃાલપુત્ર પણ વિધિપૂર્વક સ્નાન કરી શુદ્ધ વસ પહેરી મહાન રિદ્ધિ સાથે જિનેશ્વર પાસે આવ્યા. વીરને વિધિપૂર્વક વાંદી દેશના સાંભળવા બેઠા. પ્રભુ મધુર વાણીએ ખેલ્યા, “હું ભળ્યેા ! ધર્મ પ્રત્યે પ્રેમ, વિષયમાં વૈરાગ્ય અને કષાયના ત્યાગ; ગુણામાં
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૫
અનુરાગ ધર્મકાર્યોમાં અપ્રમાદ એ બધાં સુંદરગતિ પ્રાપ્ત કરવાના ઉપાય છે. દેશના પછી પ્રભુએ સાલપુત્રને કહ્યું, “હે સટ્ટાલપુત્ર! ગઈકાલે કે ઈદેવે પ્રગટ થઈ તને કહ્યું હતું કે કાલે સર્વદશ સર્વજ્ઞ જિનેશ્વર આવશે. તે સુરાસુરથી પણ વંદનીય છે. માટે તું પણ તેમને વાંદવા જજે. અને પીઠ, ફલક, શય્યા, સંથારાથી ભક્તિ કરજે. દેવના ગયા પછી તે વિચાર્યું કે નિશ્ચય દેવે કહ્યા મુજબ લક્ષણોથી લક્ષિત મારા ધર્માચાર્ય ગશાળક આવશે.” તે સાંભળી સટ્ટાલપુત્ર વિચારવા લાગ્યા. ખરેખર દેવે કહ્યા મુજબ સર્વ ગુણે આમનામાં જ દેખાય છે. આ જ સર્વજ્ઞ જિન છે. માટે મોટા પુણ્યને ઉપાર્જન કરવા આમની ઉત્તમ પ્રકારે ભક્તિ કરવી જોઈએ. એમ વિચારી તે બોલ્યો, “હે ભગવન્! પલાસપુર નગરમાં મારા પાંચ કુંભારે છે. હું વિનમ્ર વિનંતિ કરૂં છું કે આપ પાદ, પીઠ શય્યા, સંથારાદિ ગ્રહણ કરી મારો વિસ્તાર કરે.
લક્ષિત મારા મચ. ખરેખર દેવે કહ્યું
છે. માટે મોટા
પ્રભુ તેની વિનંતિ સ્વીકારી તેને પ્રતિબંધવા ત્યાં જ રહા.
હવે એક દિવસ પ્રભુએ કહ્યું, “હે સદાલપુત્ર! તું માટીનાં વાસણે શી રીતે બનાવે છે?” તે બોલ્યા, “હે પ્રભે! પહેલાં હું ખાણમાંથી માટી લાવું છું. તે પછી તેને પાણીમાં પલાળી ખૂબ મસળું છું. પછી તેને પીડ બનાવી ચાક પર મૂકું છું. અને પછી તેમાંથી ઘટાદિ વિવિધ પ્રકારનાં વાસણે તૈિયાર કરૂં છું.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૬, પ્રભુ બોલ્યા, “તે શું વાસણે તે વગર ઉદ્યમે બનાવ્યા ?” તે સાંભળી શાળાના મતમાં મગ્ન રહેનારે સદાલપુત્ર બે , “હે ભગવન્! ઊદ્યમ આદિને તે અભાવ જ છે. સંસારમાં સર્વ પદાર્થો નિયત છે જ,” ત્યારે પ્રભુ બેલ્યા; “હે સટ્ટાલપુત્ર! સાંભળ, કેઈ પુરુષ તારા પર કેપ કરી તારાં બધાં વાસણે ભાંગી ભૂકે કરે અને તારી પત્ની સાથે વિષય કીડા કરે તે તું એને શું સજા કરે ?” તે બલ્ય,
હે ભગવન્! તે હું તે પુરુષને તાડન કરૂં, બાંધું અને અનેક પ્રકારનું દુઃખ આપી મારું.” *
-
પહે
પ્રભુ બોલ્યા, “હે સટ્ટાલપુત્ર ! તારા મતથી સર્વ પદાર્થ નિયત જ છે. પણ જ્યારે પૂર્વ કથિત વસ્તુ નથી બનતી ત્યારે તું ક્રોધાદિ કેમ નથી કરતે? વળી તારા મત પ્રમાણે તારી સ્ત્રી સાથે પરપુરુષને સંગમ અને વાસણનું ફુટવું, તે પણ નિયત છે. જે એમ જ હોય તે તારે તે તેના પર ક્રોધાદિ પણ ન કરવાં જોઈએ. કેમકે તારા મત પ્રમાણે તે પ્રત્યેક વસ્તુ નિયત્ત જ છે, પરંતુ હે સટ્ટાલપુત્ર ! તારે ગુરુ શાળક અસત્ય પ્રરૂપણ કરનારે છે.” ઈત્યાદિ વીર પ્રભુનાં વચને સાંભળી સદાલપુત્રને મિથ્યાત્વરૂપ ઘેર અંધકાર નષ્ટ થયેઃ તેથી તે વિચારવા લાગેઃ “ગશાળાને ધર્મ યુક્તિયુક્ત નથી. પરંતુ શ્રી વર્ધમાન પ્રણીત ધર્મ જ સત્ય છે.” એમ વિચારી પ્રભુથી પ્રતિબંધ પામેલે સદાલપુત્ર બે, “હે ભગવન ! હું આપના મુખેથી ધર્મદેશને સાંભળવાની ઈચ્છા રાખું છું. ભગવન બોલ્યા સાંભળઃ–
Page #350
--------------------------------------------------------------------------
________________
૩ર૭ ધર્મ, અર્થ અને કામ, તે ત્રણે પુરુષાર્થ છે. એમાં પણ અર્થ અને કામ ધર્મથી જ થાય છે તેથી ધર્મને પ્રધાન સમજવો જોઈએ. ધર્મથી જ પ્રાણીઓને સૌભાગ્ય તથા સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ ઉત્તમ કુળમાં જન્મ, પોપકાર બુદ્ધિ, વિશુદ્ધમતિ, દિવ્ય સમૃદ્ધિ તથા પ્રધાન ભોગપભેગ પ્રાપ્ત થાય છે, તે ધર્મ બે પ્રકારે છે. એક સાધુધર્મ અને બીજો શ્રાવકધર્મ, તપસ્યારૂપ ધનવાળા સાધુ માટે તે ધર્મ પંચમહાવ્રત રૂપ તથા શ્રાવકો માટે સમ્યકૃત્વમુલરૂપ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોથી બાર પ્રકાર છે. આઠ કર્મોના વિનાશ માટે બાહ્ય અને અત્યંતર ભેદે બાર પ્રકારને તપ તે તારકેએ જ કહ્યો છે. જે મનુષ્ય ભાવથી થોડી તપસ્યા કરે છે તે સર્વસંપત્તિઓનો પાત્ર થાય છે. અને દામન્નકની જેમ ઉભય લેકમાં આનંદ અનુભવી નામને અમર કરે છે. તેની કથા આ પ્રમાણે —
દામન્નક”ની કથા –
આ ભરતક્ષેત્રમાં જ રાજપુર નામનું રળિયામણું નગર છે. ત્યાં એક કુળપુત્ર વસતે હતે. તેને જિનદાસ નામને એક શ્રાવક મિત્ર હતું. એક દિવસ જિનદાસ કુળપુત્રને લઈ સાધુ મહારાજ પાસે આવ્યો, ત્યાં જિનપ્રણીત ધર્મ સાંભળી કુળપુત્રે મત્સ્ય અને માંસ ભક્ષણને ગુરુ સમક્ષ ત્યાગ કર્યો. પછી તે ઘેર આવી શુદ્ધ ભાવે વ્રતને પાળતે સમય વ્યતીત કરવા લાગ્યું.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૮ એક વખત તે દેશમાં મહાદુભિક્ષ (દુકાળ) પડ્યો. ત્યાંના સર્વ લોકે ભૂખથી પીડાઈ મત્સ્ય અને માંસભક્ષણ કરવા લાગ્યા. ત્યારે કુળપુત્રની પત્નીએ તેને કહ્યું, “હે સ્વામિન ! ભૂખથી પીડિત આપણું પુત્રે મરવાની અણી પર જીવી રહ્યા છે, તમે નિશ્ચિત કેમ છે?” તમે મત્સ્ય કે માંસ લાવે જેથી આ લોકોને જીવવાને સહારે મળે.” કુળપુત્ર બોલે, “તેઓ મરે કે જીવે, પરંતુ હું માછલાં નહીં પકડું.” એક દિવસ તેને સાથે તેને પકડીને નદી કાંઠે લઈ ગયે. અને તેના હાથમાં જાળ આપી બલ્ય, મૂઢની માફક સામું શું જુએ છે? આ જાળને સરિતાના જળમાં નાંખ અને માછલાં પકડી તારા કુટુંબનું પોષણ કર. આવી રીતે પરાધીનતાની બેડીમાં જકડાયેલા કુળપુત્રે પાણીમાં જાળ ફેંકી, થોડીવાર પછી ખેંચી તે તેમાં અસંખ્ય માછલાં તરફડતા દેખાયા, તે જોઈ તેણે તેને પાણીમાં મુક્ત કર્યા. એ પ્રમાણે તેણે ત્રણવાર માછલા કાઢયા અને ત્રણવાર તેમને મુક્ત કર્યા. તે વિચારવા લાગ્યું કે કુટુંબ માટે પણ કરેલું પાપ નરકની અતિ તીવ્ર વેદનાના કૂવામાં ફેંકાવે છે. અરે, મળમૂત્રથી દૂષિત આ શરીરના પોષણ માટે આ નિર્દોષ જળચરના પ્રાણનું શેષણ શા માટે કરૂં. જેમ મારા પ્રાણ મને પ્યારા છે તેમ સર્વ જીવોને પોતાનો જીવ પ્રિય છે. એમ વિચારી તે પુણ્યાભાએ ઘરે આવી આરાધનાપૂર્વક અનશન ગ્રહણ કર્યું. સર્વ જીવને ખમાવી પંચપરમેષ્ટી મંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામી રાજગૃહી નગરીમાં મણિકાર શ્રેષ્ઠીના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયે. કુળક્રમના રિવાજ મુજબ બારમા દિવસે મહા
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૨૯
ત્સવપૂર્વક તેનું “દામન્નક એવું નામ રાખ્યું. લાલનપાલન કરાતા તે ક્રમશઃ આઠ વર્ષને થયે.
એવામાં અચાનક તે શ્રેણીના ઘરમાં મહામારી (મરકી) રિગ ફેલાયે. તેના સબળ સકંજામાં સપડાયેલા સર્વે કમશઃ
મૃત્યુને ભેટ્યાં. કેવળ “દામનક’ પુણ્યપસાથે જીવતો રહ્યો. નિરાધાર તે બાળક પિતાના ઘરેથી નીકળી સાગરપિત શ્રેષ્ઠીને ઘરે ગયે. તે શેઠે તેને પુત્રની પેઠે રાખ્યા. “દામન્નક’ પણ ત્યાં સુખે રહેવા લાગે.
એક વખત તે શ્રેષ્ઠીના ઘરે બે જિનકલ્પી મુનિમહારાજ ભિક્ષા માટે પધાર્યા, તેમાંથી એક વૃદ્ધ સાધુએ તે બાળકને જોઈ લઘુ સાધુને કહ્યું કે ચક્કસ આ ઘરને અધિપતિ આ બાળક થશે. મુનિના આવાં વચન સાંભળી ખેદ પામેલે શ્રેષ્ઠી ચિંતા કરવા લાગે. અરે, ગુણવાન અને વિદ્યાવાન મારા પુત્રના હોવા છતાં અપર કુળમાં જન્મેલે આ દામન્નક ઘરને માલિક શી રીતે થશે? જે આ મારા ઘરને માલિક થાય તે મારું આ વિશાળ કુળ નાશ જ પામેને ? માટે કેઈપણ ઉપાયથી આ બાળકનું મૃત્યુ નિપજાવવું જોઈએ, એમ વિચારી શેઠે બાળકને કઈ ચાંડાલને સેં.
ચાંડાલ પણ તે બાળકને દૂર લઈ જઈ સુલક્ષણે અને પ્રસન્ન સ્વરૂપવાળે જાણી દયાથી ચિતવવા લાગેઃ “અહે! આ સુંદર બાળકે તે શેઠને શે અપરાધ કર્યો હશે કે જેથી તે આને મારવા તૈયાર થયું છે. ધિક્કાર છે તે નિર્દય શેઠને આ નિરાધાર બાળકની હું કઈ પણ રીતે હત્યા નહીં કરું.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૦
એમ વિચારી દામન્તકની ટચલી આંગળી છેઠ્ઠી ખાલ્યા. હું ખાળ! તું આ નગરને છેડીને અન્યત્ર જલદી જતા રહે; જો પાછો આવીશ તા હું તને જાનથી મારી નાખીશ. તે સાંભળી ભય પામેલા બાળક દોડીને ભાગી ગયા. વનમધ્યમાં ભાગતા એવા બાળકને જોઇ એક ગેાવાળે તેને પેાતાની પાસે મેલાબ્યા. પછી તે ખેલ્યા, ' હું બાળક! “તું ડર મા” એમ આશ્વાસન આપી તેણે પેાતાની પાસે રાખ્યા. તે બાળક પણ સુખે રહી ગાયેા ચારતા કાળ નિર્ગીમન કરવા લાગ્યા. ક્રમે કરી તે યુવાવસ્થાને પામ્યા. તેના પ્રસન્ન વદન, મીઠી ભાષા અને અનેક ગુણાથી તે સકલ ગેાકુલવાસી લાકાને માનીતા થયેા.
એક દિવસ સાગરપાત શેઠ ગેા કુલ જોવા માટે ત્યાં આવ્યો. દામન્નકને જોઈ સાશ્ચય વિચારવા લાગ્યા કે, “ દેવ જેવા રૂપને ધારણ કરનારા આ કાણુ છે?” પછી તે શેઠે ગેાકુલવાસી લોકોને પૂછ્યું કે, · આ બાળક કાણુ અને કાને પુત્ર છે?’ તે ખેલ્યા, “ હું શ્રેષ્ઠીવર્યું ! આ નિરાધાર માળક એકલા અહીં આવ્યા છે. ” ગેાવાળે આને પુત્રતુલ્ય ગણી–માની રાખ્યા છે..
તે સાંભળી સાવાહ ચિતવવા લાગ્યા કે “ નક્કી આ તે જ ખાળક છે કે જેને મેં ચાંડાલને સોંપ્યા હતા. ” પછી વિચાર કરી એક લેખ દામન્નકને આપી ખેલ્યા, · હૈ ભદ્ર !
આ ચિટ્ઠી મારા ઘેર જઈ મારા પુત્રને પહાંચાડ. તે લ દામનક ચાલતા ચાલતા રાજગૃહી નગરી પાસે આવી પહાં
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૧ એ. ત્યાં એક દેવળ જોઈ માર્ગશ્રમથી થાકેલે દામન્નક. આરામ લેવા તેમાં સૂઈ ગયે. એટલામાં પૂજા કરવા સાગરપોત શેઠની પુત્રી ત્યાં આવી, તે જ્યાં પૂજા કરી પાછી ફરી.
ત્યાં તેણે દામન્નકને સૂતેલે જે. તે તેના રૂપને જોતી ઊભી હતી તેવામાં તેને એક કાગળ દેખાયે. તેના મસ્તકેથી કાગળ કાઢી વાગ્યે તે આ પ્રમાણે “હે પુત્ર! આ પત્રને વાંચી લાંબો વિચાર કર્યા વગર આ કુમારને વિષ આપજે.” તે વિષા નામની કન્યા વિચારવા લાગીઃ હાય ! હાય !! મારા પિતાએ આ શું ચાંડાલ કર્મ આદર્યું છે? આ સ્વરૂપવાન કુમારને વિષ નહીં પણ વિષાનું દાન આપવું યુક્ત છે. કુમાર પર મેહ પામેલી વિષાએ સનેહાધીન થઈ. વિષની આગળ. કાજળથી () કાને કર્યો એટલે કે વિષા આપજે. એ શબ્દ થઈ ગયું. પછી તે ચિઠ્ઠીની ઘડી કરી પાછી કુમારના મસ્તકે મૂકી પિતાના ઘરે આવી.
- અહીં ડીવાર પછી જાગેલે દામન્નક સાગરત-- શેઠના ઘરે ગયો, અને શેઠના પુત્રને પત્ર આપ્યું. લેખ વાંચી ખુશ થયેલા શેઠના પુત્રે તે દિવસ શુભ લગ્ન હોવાથી પિતાની બહેન વિષા સાથે કુમારને ધામધૂમપૂર્વક વિવાહ કર્યો. અહીં દામન્નકને જમાઈ બનેલે જોઈ શેઠને વજીઘાત જેવું થયું. તે ચિંતા કરતે બબડવા લાગે, હાય ! હાય !! મેં કાંઈ બીજુ જ વિચાર્યું અને વિધાતાએ કાંઈ બીજું જ કર્યું, પણ આવી. બાબતથી ગભરાય તે બીજા. મારી પુત્રી રંડાય તે ભલે, રંડાય પણ આને તે જીવતે નહિ જ મૂકું. એમ વિચારી તેણે પિતાના અંગત સેવકેને કહ્યું કે, “હે વીર ! આ મારે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૨
જમાઈ મારી નાખવા ચાગ્ય છે. માટે તમે આને છળથી મારી નાખા. હું તેનો યાગ્ય બદલા તમને આપીશ.” વી તે વાતને સ્વીકારી તેને મારવા માટે અવસર શેાધવા લાગ્યા; પણ કુમારના પુણ્યખળથી તેઓ સફળ ન થયા.
એક દિવસ રાત્રે શ્રેષ્ઠીપુત્ર અને દામન્નક કોઈ મિત્રને ત્યાં નાટક જોવા ગયા. અર્ધરાત્રિએ બહુ નિદ્રા આવવાથી દામનક એકલા ઘેર પાછે આવ્યો, પરંતુ ઘર બંધ હાવાથી તે આંગણામાં પડેલા ખાટલા પર સૂઈ ગયા. દામન્નકને સૂતેલા જોઇ વીરાએ વિચાયુ· કે આ સારી લાગ મળ્યા છે. એમ વિચારી તે શેઠને પૂછવા ગયા. અહીં દામન્નકને માંકડ ચટકા ભરવા લાગ્યા; કેમકે જેનું ભાગ્ય જાગતું હાય તેને શા માટે ફુંકાઇ સુવરાવે ?
માંકડાના ચટકાથી ત્રાસેલે દામન્તક મિત્રના ઘરે જઈ સૂઈ ગયા, પરંતુ યમદૂતાએ જ જાણે આમંત્રણ આપ્યુ. હાય એમ હીન ભાગ્ય શ્રેણીપુત્ર તે જ ખાટલામાં આવીને સૂતા. અહીં શ્રેષ્ઠીને પૂછી મારા ખાટલા પાસે આવ્યા અને શ્રેષ્ઠીપુત્રને દામનક જાણી મારી નાખ્યો. પ્રાતઃકાળમાં પેાતાના પુત્રને જ મરેલા જાણી સાગરપાત શ્રેષ્ઠીનુ હૃદય ચિરાઈ ગયું. તેથી તે પણ તત્કાલ મૃત્યુ પામ્યા. અહિં રાજાએ દામન્નકને શ્રેણીના ઘરના સ્વામી બનાવ્યેા. એવી રીતે પૂર્વે કરેલા યાધર્મના પ્રતાપથી તેને વગર મહેનતે સવ ભાગેષભાગની સામગ્રી મળી.
એક દિવસ સાનાના સિંહાસને બેઠેલા દામન્નક આગળ
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૩ કેઈ નૃત્યકારોએ આવી નાટક કર્યું. એમાંથી એકે આ પ્રમાણે. ગાથા કહી –
अणुपुंखमावहतावि, अणत्था तस्स बहुगुणा हुंति ॥ सुए दुक्ख कत्थ पडए जस्स कयंतो वहइ पक्खं ॥१॥
અર્થ—જેને યમરાજાએ પક્ષ લીધેલ છે. તે પુરુષને એક પછી એક આવી પડતી આફતે પણ ગુણકારી થાય છે. ત્યારે એવા પુરુષને દુઃખ અને સુખ હેય જ ક્યાંથી– અર્થાત્ તેને દુઃખ અને સુખને ભેદ જ ન હોય.
આ ગાથા સાંભળી ખુશ થયેલા દામન્નકે તેને એક " લક્ષ સુવર્ણદ્રવ્ય આપ્યું. પછી તે જિનવચનને અનુસરી સમ્યક પ્રકારે જિનધર્મ આરાધન કરી આયુષ્ય ક્ષય થયે દેવલોકે ગયે. ત્યાંથી ઍવી મનુષ્ય જન્મ પામી કેવળજ્ઞાન ઉપાજી મુક્તિ પ્રાપ્ત કરશે. એ પ્રમાણે પ્રાણીઓ ડું તપ કરીને, પણ દામનક જેમ ભેગે ભેગવી ડાક કાળમાં મેક્ષસુખ. મેળવે છે.
| ઈતિ દામનક કથા સમાપ્ત . જિનેશ્વરના મુખથી દ્વિવિધ ધર્મને સાંભળી સાલપુત્રે. કહ્યું: “હે ભગવન્! હું પંચ મહાવ્રતના ભારનું વહન કરવા અસમર્થ છું. માટે સમ્યત્વયુક્ત શ્રાવકધર્મ ઉશ્ચરાવે.” આણંદની જેમ સટ્ટાલપુત્રે પણ શ્રાવકધર્મ સ્વીકારી પરિગ્રહાદિનું પ્રમાણ કર્યું. વીર પ્રભુને વાંદી ઘેર આવી તેણે સ્વભાર્યા અગ્નિમિત્રાને કહ્યું, “હે ભદ્રે ! મેં
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૪ આજે ગશાળકના ધર્મને મૂકી સર્વજ્ઞ સર્વદશી શ્રી વીર "ભાષિત ધર્મ સ્વીકાર્યો છે. માટે તું પણ પ્રભુ પાસે જઈ સત્ય ધર્મ સ્વીકાર અને તારા જીવનને સાર્થક કર. પતિનાં પ્રિયંકર વચન સાંભળી અત્યંત ખુશ થયેલી, અગ્નિમિત્રાએ સેવકને આદેશ આપ્યું. “હે સેવકો! રથ તૈયાર કરે.” એમ કહી તે સ્નાન કરી ઉત્તમ વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈ દાસીગણથી વેષ્ટિત થઈ રથ પર ચઢી તે પ્રભુ પાસે આવી. પ્રભુને વિધિપૂર્વક વાંદી ધર્મ સાંભળવા બેઠી. ધર્મ સાંભળી રોમાંચિત થયેલી તે બોલી, “હે ભગવન્! હું પંચ મહાવ્રત ગ્રહણ કરવા અસમર્થ છું, માટે સમ્યકત્વ પ્રધાન બાર વ્રતો ઉચરા, પ્રભુમુખથી બાર વતેને ગ્રહી પ્રભુને હર્ષિત હૈયે વાંદી ઘરે આવી. પ્રભુ પણ ભવ્યજીને પ્રતિબદ્ધતા સુવર્ણ કમળ પર પાદપશ્ચને મૂકતા અન્યત્ર વિહાર કરી ગયા. સાલપુત્ર પણ શ્રી જિનથી ઉપદિષ્ટ જિનધર્મને ભાવપૂર્વક આરાધતે ચઢતા પરિણામે સાધુ-સાધ્વીની ભક્તિ કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
અહીં શાળકે સાંભળ્યું કે સાલપુત્ર મારા ધર્મને મૂકી વર્ધમાન પ્રાણત ધર્મને સ્વીકારી અત્યંત ખુશ થઈ તેમના સાધુ-સાધ્વીની ભક્તિ કરે છે. તે વિચારવા લાગ્યઃ હાય ! હાય !! મારા મહાન ભક્તને પણ વીરે પ્રતિબોધી પિતાના મતમાં સ્થાપિત કર્યો. મને મેટી ખોટ પડી હું હમણાં પોલાસપુર જઈ યુક્તિયુક્ત દષ્ટાંત હેતુઓથી તે સાલપુત્રને પ્રિતિબોધી મારા મતમાં સ્થાપિત કરું છું. એમ વિચારી તે પોતાના શિષ્ય સાથે પલાસપુર આવ્યું. પિતાના ઉપાસ
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૫
કેની વિશાળ શાળામાં મુકામ કર્યો. ત્યાં પોતાના ઉપકરણ મૂકી અનેક પ્રકારના ઉપાયે ગોઠવતે તે સાલપુત્રના ઘેર આ શિખ્યાદિ સહિત શાળકને પિતાના ઘેર આવેલા જાણી સાલપુત્રે તેમની સામે જોયું પણ નહીં તે પછી 'નમસ્કાર ભક્તિ આદિની શી વાત કરવી ?
સદ્દાલપુત્રનું વર્તન જાણું પાટવસ્ત્ર સંથારાદિ લેવા માટે ગશાળક શ્રી મહાવીરના સત્યગુણનું કીર્તન કરવા લાગ્યો. તે બેલ્યો; “હે સદાલપુત્ર ! શું અહીં મહામાહણ આવ્યા હતા?” તે બોલ્યા, “કેણ મહામાહણ? ” ગોશાળક બોલ્યા, ‘તે મહાવીર સંસારમાં મહામાહણ કહેવાય છે ” તે બોલ્યા,
તે મહામાહણ કેવી રીતે ? ” ગશાળક બોલ્યો, તે ઉત્પન્ન જ્ઞાનવાળા-
ઐક્યને પૂજનીય છે માટે તે મહામાહણ કહેવાય છે. તેમજ મહાગપાલ પણ કહેવાય છે. - સાલપુત્રે પૂછ્યું, “મહાગપાલ શી રીતે ? તે બેલેટ જેમ ગોપાલ ગાય સમૂહને વનમાં ચરાવે છે, આમતેમ જતી ગાયોને સન્માર્ગે લાવે છે. સિંહ આદિ કૂર જાનવરથી તેનું રક્ષણ કરે છે. અને સંધ્યા સમયે ગાયે ને વાડામાં પ્રવેશ કરાવી ભયરહિત કરે છે. તેવી જ રીતે વીર જિનેન્દ્ર પણ સંસારરૂપી મહાવનમાં શુભ ધ્યાનથી પરિભ્રષ્ટ ભવ્યજીને શીવ્ર શીવ–મુકિત રૂપી વાડામાં પ્રવેશ કરાવે છે એવી રીતે શુદ્ધ ધર્મપ્રદાનથી તે ગોપાલ કહેવાય છે. અને મહા સાર્થવાહ પણ કહેવાય છે. સાલપુત્રે પૂછ્યું, “હે ગોશાળક! તેઓ મહાસાર્થવાહ શી રીતે કહેવાય?” તે બોલ્ય, જેવી રીતે સાથે
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૬
વાહ સર્વ જનસમૂહને પિતાના સાર્થમાં સામેલ કરે છે– ચાર આદિના ભયને દૂર કરે છે. તેમજ માર્ગ દેખાડી અભિષ્ટ નગરે પહોંચાડે છે. એમ જ શ્રી વીર લોકોના મિથ્યાત્વને દૂર કરી–સમ્યક્ત્વ રત્ન આપી શુદ્ધ સંયમ માર્ગ બતાવી મક્ષ નગરે પહોંચાડે છે. તેથી જ તેઓ મહાસાર્થવાહ કહેવાય છે.”
વળી, “હે ભદ્ર! તેઓ નિર્ધામક (સુકાની) પણ છે.” સાલપુત્રે પૂછ્યું, “તે શી રીતે ? શાળકે કહ્યું, જેવી રીતે નિર્ધામક લેકેને પ્રવહણ પર ચઢાવી મગર, મત્સ્ય આદિથી રક્ષણ કરતા સમુદ્રને કિનારે પહોંચાડે. તેવી જ રીતે. શ્રી વર્ધમાન પણ જન્મ જરા મરણ રૂપ ભયંકર મજાથી વ્યાસ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્યના સમૂહને ધર્મરૂપી પ્રવહણદ્વારા શિવપુરીએ પહોંચાડે છે, માટે તેઓ નિર્ધામક કહેવાય છે. વળી તેઓ મહાધર્મકથક પણ કહેવાય છે. ” સદ્દાલપુત્ર છે; “તે કેવી રીતે ?” ગોશાળક બોલ્યો, “મહાપાપમાં અનુરક્ત એવા સર્વ જીની આગળ ના નિતરણ માટે તેઓ ધર્મકથા કહે છે તેથી તેઓ મહા ધર્મકથક પણ કહેવાય છે.”
સદાલપુત્ર ગોશાળકના મુખથી ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામીનું કીર્તન સાંભળી તેના પર પ્રસન્ન ચિત્તવાળા થઈ બેલ્યા, “હે ગોશાળક ! તું સર્વશાસ્ત્રનો જાણકાર છે. સર્વકળામાં કુશળ છે–વિચક્ષણ છે. પંડિત છે લક્ષ્યને પ્રાપ્ત કરનારે છે. ઉપદેશ વિષયમાં ચતુર છે. તેમ જ તું આ
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૭
સ'સારમાં પ્રસિદ્ધ છે. માટે હે ગેાશાળક ! તું મારા ધર્માંચાય જોડે વિવાદ કરી તેમને નિરૂત્તર કર. .જો વિવાદમાં તું જીતીશ તે હું તારા મતને અનુસરીશ.' ગેાશાળક મેલ્યા, ‘તે જિનેન્દ્ર અનંત શક્તિશાળી છે. હું અલ્પશક્તિ ધરાવનાર તે વીર જોડે શું વાદ કરવાના હતા અર્થાત્ હુ અસમર્થ છું, શ્રી વીર સર્વજ્ઞ છે.—હુ અલ્પજ્ઞ મૂર્ખ છું. તેમના પ્રશ્નોના ઉત્તર હું શી રીતે આપી શકું ? કેમકે મગલું પેાતાની સર્વશક્તિ એકઠી કરીને ચાલે તેા પણ હંસની ગતિને પ્રાપ્ત કરી શકતું નથી. અરે ! સૂર્યની સામે દીપક શું કરી શકે? ’ તે સાંભળી સદ્દાલપુત્રે કહ્યુ, ‘ ગેાશાળક ! તું શ્રી વીર પ્રભુના સત્ય ગુણાનું કીર્તન કરે છે. માટે હું તને સંથારા શય્યાદિ માટે નિમ ંત્રિત કરું છું.' એમ કહી સદ્દાલપુત્રે એક શાળામાં ઉતારા આપી સંથારા, પીઠફલક, શય્યા ઈત્યાદિ ઉપયોગી વસ્તુ આપી.
શાળામાં રહી ગેાશાળક યુક્તિ-હેતુ આદિથી પોતાના મતનો પ્રચાર કરવા લાગ્યા. પરંતુ તે સદ્દાલપુત્રના ચિત્તને જિનધમ થી જરાયે ચલાવી શકયો નહી. તેને જિનપ્રણીત ધર્મમાં અત્યંત અનુરક્ત જાણી ગેાશાળક ત્યાંથી અન્ય સ્થાને જતા રહ્યો. ઉત્તમ પ્રકારે જિનધમ આરાધતાં સદૃાલપુત્રે ચૌદ વર્ષ વ્યતીત કર્યાં. પંદરમા વર્ષની અડધી રાતે તે વિચારવા લાગ્ય કે; હવે હું મોટા પુત્રને ગૃહભાર સોંપી અગિયાર પડિમા આરાધું. આયુષ્યનો ભરેસે નથી. શી ખબર કચારે કાળ કાળિયા કરી જાય. એમ વિચારી તેણે સવારમાં પોતાના આખા કુટુ બને તેડાવી ભાજન વગેરેથી ભક્તિ કરી અને તેઓના
૨૨
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૮ સામે ઘરને બધે ભાર મેટા પુત્રને સેંપી પોતે પષધશાળામાં આવ્યું. જયણાપૂર્વક પ્રમાર્જના કરી, દર્ભના સંથારા પર બેઠે અને ભાવપૂર્વક સર્વ વ્રતનું સમ્યફ સ્મરણકરી વિધિપૂર્વક શ્રાવક પડિમા આરાધવા લાગ્યું. એક દિવસ તે નાકના અગ્રભાગ પર નેત્રને સ્થાપી ધ્યાનમાં બેઠે હતે. એવામાં હાથમાં ઉઘાડી તલવાર ધારણ કરતે કઈ દેવ બેલ્યો, “હે સદ્દાલપુત્ર! જે તું સ્વર્ગ થતાં અપવર્ગનાં સુખે ઈચ્છત હો તો આ તપસ્યા કાર્યોત્સર્ગ આદિ કષ્ટ ન કર. વ્રતને પડતા મૂક અને ઘેર જઈ ભેગેને ભેગવ. જે મારું કહેવું નહિ માને તે તારા પુત્રોને મારી તેના લેહીથી તને નવરાવીશ, આમ કરવાથી આધ્યાનમાં પડી અકાળે મરી દુર્ગતિમાં જઈશ.” કાનમાં તપ્ત ધાતુ રેડાવા જેવા આ શબ્દો સાંભળવા છતાં સદાલપુત્ર મેરુ જેમ નિશ્ચય થઈ ધર્મ ધ્યાનથી ચલિત ન થયે, તે જોઈ કેધ પામેલે દેવ સાલપુત્રના મોટા પુત્રને ઉપાડી લાવ્યું, અને તેને ચીરી તેને રુધિર વડે સાલપુત્રને સ્નાન કરાવ્યું. સદ્દાલપુત્રને નિશ્ચલ જાણી. તેણે કેમે કરી તેને બીજા, ત્રીજા અને ચોથા એમ ચારે પુત્રને ચીરી નાખી તેનું રુધિર સાલપુત્ર પર ચઢાવ્યું. હજી પણ આ ચલિત થયું નથી એમ જાણું દેવ બે
હે મૂઢ! મારું કહ્યું માન, નહીં તે હું તે તારી સ્ત્રીને પણ અહીં લાવી આવા જ હાલ કરીશ. જ્યારે દેવ આમ બે ત્રણ વખત છે ત્યારે સુદ્દાલપુત્ર વિચારવા લાગ્યું; “અરે! આને પહેલાં તો મારા પુત્રને મારી નાખ્યા. હવે ધર્મમાં સહાયક એવી મારી ભાર્યાને પણ મારવા ઈચ્છે છે. માટે આ પાપી દુષ્ટાત્માને હું બતાવું છું. એમ વિચારી તેને પડવા દેડ્યો.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩૯
તે જોઈ દેવ
"
<
વીજળી વેગે ગગન માર્ગે ગમન કરી ગયા. આ કાલાહુલ સાંભળી સદ્દાલપુત્રની પત્ની ત્યાં આવી પૂછવા લાગી; · હૈ સ્વામિન્! તમે શા માટે કોલાહલ કરે છે ? ? સદ્દાલપુત્રે જે બન્યુ હતુ તે જણાવ્યું. તે ખેલી, હું આય પુત્ર! કોઈ દેવે તમને ઉપસ કર્યાં જણાય છે. આપણા અધા પુત્ર સુખેથી સૂતા છે. હવે ખડિત વ્રતવાળા તમે ગુરુ પાસે જઈ આલેાચના લ્યા. ' પછી સવારે તે ગુરુ પાસેથી આલેાચના લઈ શુદ્ધ થયા.
વીશ વર્ષ સુધી, વીર પ્રણીત ધર્મને આરાધી અનશન પૂર્વક કાળ કરી પ્રથમ દેવલાકે અરુણા નામના વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા મહા સમૃદ્ધિશાળી દેવ થયા.
હવે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું. ‘· હે ભગવંત ! તે સદ્દાલપુત્ર ત્યાંથી ચ્ચવી કયાં જશે ?' પ્રભુ માલ્યા, હું ગૌતમ! તે ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં મુક્ત થશે. આવી રીતે સાલપુત્રના ચરિત્રને સાંભળી જમ્મૂસ્વામીએ પરમ સંવેગને પ્રાપ્ત કર્યું.
ઈતિ વાચનાચાય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય રાજકીતિ મણીની રચેલી ગદ્યખંધ વધમાન દેશનાનો શ્રી સદ્દાલપુત્ર પ્રતિાધક નામક
શ્રાવક
સાતમા ઉલ્લાસ
સમાસ
Page #363
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ આઠમે
મહાશતકનું ચરિત્ર
શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને મહાશતક શ્રાવકનું ચરિત્ર કહે છે. આ ભરતક્ષેત્રમાં મગધ દેશનું પાટનગર, રાજગૃહી નામે નગરી છે. મગધની મહિમાવંતી ગાદી પર જિનભકત મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમને સુનંદા પટ્ટરાણી સિવાય બીજી પણ અનેક દેવાંગનાઓને હસી કાઢે તેવી રાણીઓ હતી. ત્યાં અતિ રમણીય ગુણશીલ નામનું એક ચૈત્ય છે. ત્યાં જ અત્યંત ધનાઢ્ય મહાશતક નામનો ગૃહપતિ વસતે હતું તેને સૌભાગ્યવંતી રૂપલક્ષ્મીથી દેવાંગનાને જીતનારી રેવતી આદી તેર સ્ત્રીઓ હતી. વળી તેને આઠ-આઠ કોડ સુવર્ણ દ્રવ્ય વ્યાજ–વ્યાપાર અને ભૂમિમાં નિધાન રૂપે શેકાયેલું હતું, અને આઠ ગોકુળ પણ તેને હતા. ઈત્યાદિ ઘણું સમૃદ્ધિ તે પુણ્યાત્માને હતી.
રેવતી એના પિયરથી આઠકોડ સુવર્ણદ્રવ્ય અને આઠ ગોકુળ લાવી હતી, બાકીની બારે સ્ત્રીઓ એકેક કોડ સોનામહોરો અને એકેક ગોકુળ લાવી હતી. મહાશતક
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૧
પાતાની તેર સ્ત્રીઓ સાથે અનેક પ્રકારના સંસાર સુખે સેવા, આયુષ્ય ટુકાવતા હતા. એક અવસરે સુરાસુરથી સેવિત પદ્મપંકજવાળા અષ્ટ મહાપ્રાતિહાર્યે થી શાલિત ઉત્તમ શ્વેત ચામરયુગ્મથી વીંઝાતા, જેમના મસ્તકે સુવર્ણ મણિ• મય ત્રણ છત્ર વિરાજે છે અને જેઆની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી વીજિનેન્દ્ર રાજગૃહીના ગુણુશીલ ચૈત્યમાં સમેાસર્યા. તે વખતે દેવા, સેકડો શ્રેષ્ઠ વિમાન, દિવ્ય મનોહર સુવર્ણમય રથા, અને સેકડો ઘેાડાઓનો સમૂહ સાથે આકાશ પ્રદેશથી ઊતરવા લાગ્યા. ત્વરાથી ઊતરવાને લીધે જેઓના કણું કુંડલ–બાજુબંધ અને મુકુટો ચ'ચલ બન્યા છે. જેએના અંગા ઉત્તમ જાતિના સુવર્ણ–રત્નથી અનેલા પ્રકાશિત અલકારા વડે દૈદ્રિષ્યમાન છે. જેએના ગાત્ર ભક્તિભાવથી નમેલાં છે, જેઓ એ હસ્ત જોડી અંજલિપૂર્વક પ્રણામ કરી રહેલા છે. જેઓ પરસ્પર વૈર વૃત્તિથી મુક્ત અને ખૂબ ભક્તિવાળા છે. તેવા સુરાસુરેાના સમુદાયથી તેમજ ગગનગામિની મનો. હૅર- હું...સલી જેવી સુંદર ગતિએ ચાલનારી પુનિતંબ અને ભરાવદાર સ્તનો વડે શાલતી કળાયુક્ત ખીલેલા કમળ પત્ર જેવાં નયનો વાળી, રત્ન અને સુવર્ણમય ઝૂલતી, ટિમેખલાએથી શેશભાયમાન નિતમ-પ્રદેશવાળી, ઉત્તમ પ્રકારના ઝાંઝરયાળા નૂપુરો. અને ટીપકીવાળાં કંકણુ પ્રમુખ આભૂષણાને ધારણ કરનારી, ચતુર પુરુષોના મનને મેાહ પમાડનારી, કાજળ આંજેલા નયનોવાળી, ભાલપ્રદેશ પર તિલક વગેરે શ્રૃંગારથી પ્રીતિ ઉપજાવનારી પ્રમાણેાપેત અંગેાપાંગવાળી દેવાંગનાએ આકાશ પ્રદેશથી ઉતરી,પ્રભુને ફ્રી ફ્રી વાંઢી પેાતાના ભવનમાં પાછી ફરવા લાગી.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૨
- વનપાલકના મુખથી આનંદદાયક વધામણું સાંભળી પ્રસન્ન ચિત્તવાળા શ્રેણિક રાજા ચારે પ્રકારના સૈન્ય યુક્ત - અનેક પ્રકારના વાજિંત્રના નાદ સાથે મસ્તક પર પવિત્ર છત્ર ધારણ કરતા જિન શાસનની શેભાને વધારતા ઉત્સવત્સાહ શ્રી વીરને વાંદવા ઊપડ્યા. સાથે નગર નિવાસી નર નારીઓ પણ હર્ષાવેશમાં સર્વ કાર્ય પડતું મૂકી પ્રભુ પાસે આવ્યાં. શ્રેણિક પ્રમુખ સર્વ નરનારીઓ પ્રભુને પ્રદક્ષિણું - પૂર્વક પંચાંગ પ્રાણિપાત કરી યાચિત સ્થાને બેઠાં. મહાશતક પણ પ્રભુનંદન માટે ત્યાં આવી વિધિપૂર્વક વાંદી ગ્ય જગ્યાએ બેઠા.
તે સમયે ત્રિભુવનનાથ શ્રી વીર વીતરાગે અભિલાષાને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ તુલ્ય અમૃત વાણીથી ભવ્યને સંબોધી ધર્મ દેશના આપી. હે ભવ્ય છે ! આ સંસારમાં સંગ વિયેગ, આપ-સંપત્, ભેગ-રોગ, ધન, સુખ–દુઃખ, યૌવન–જરા જન્મ-મૃત્યુથી સર્વ જીવોને વ્યાપ્ત જાણું નિત્ય સુખ પ્રાપ્ત કરવા માટે તમે ધર્મ આરાધે, તે પણ શુભ ભાવે લુખે નહીં. શુભ ભાવના તે શિવનિલયને સપાન તુલ્ય છે. ભાવના યુક્ત ધર્મને જે જીવ આરોધે છે. તે અસમતકની જેમ મુક્તિ પુરીમાં જઈ વસે છે. તે સાંભળી શ્રેણિક રાજાએ પૂછયું; હે સ્વામિન ! તે અસમંતક કોણ હતા ? શી રીતે તેણે ભાવના ભાવી અને કેવી રીતે નિબિડ કર્મથી છૂટી મુક્તિને પામ્યું?
પ્રભુ બોલ્યા, હે શ્રેણિક! સાંભળ:–
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૩
અસમ તકની કથા
રત્નપુર નામના નગરમાં અમિન નામનો રાજા રાજય કરતા હતા. તેને લલિતાંગ નામનો પુત્ર હતા. તે જિનશાસ્રના તત્ત્વનો જાણકાર હતા. એક વખત તે વસંત કાળમાં ક્રીડા કરવા સંચર્યાં. ત્યાં તેણે કીડનકાજે આવેલી મત્રીભાર્યાને જોઈ. પરસ્પર એકખીજાને જોઈ તે અન્ને મનખાણે વીંધાયા. “ કામખાણુના જમ્મુને દુનિયાના કોઈ ઉપચાર કામ નથી આવતા, તેઓ પરસ્પર જ એક બીજાના વૈદ્ય અને ઔષધ છે.”
re
કુમારે પોતાના મિત્રને પ્રધાનપત્ની પાસે માકલી સંદેશા પાઠવ્યેા કે, “ હે મૃગલેચને ! હે કૃષાદરી અને પુષ્ટ પાધરી! હું તારા વગર એક ક્ષણ પણ જીવિત રહી શકું તેમ નથી. માટે હું સુભગે ! આપણા અન્નેનો સ`ગમ શી રીતે થશે ? ” તે સાંભળી હર્ષથી પુલક્તિ વદનવાળી, અસીમ આન અનુભવતી અમાત્યઅગના ખેલી; હે સુંદર ! મારા ઘેરથી હું એક ક્ષણ પણ અહાર નીકળી શકું તેમ નથી, કારણ કે અત્યંત ઈર્ષ્યાળુ અને અવિશ્વાસુ એવા મારા પતિ મને જરાયે છૂટી નથી મુકતા. ઘર બહાર પણ નીક ળવા દેતા નથી; પરંતુ આપણા સંગમનો એક દુઃસાધ્ય ઉપાય છે, તે એ કે “ મારા ઘર પાસે એક ા છે, ત્યાંથી તમે તમારા આવાસ પયતની સુરંગ કરાવી આપના સેવકા તેમાં ગેાઠવજો, ત્યારબાદ હું કુટુંબ સાથે કલેશ કરી કૂવામાં અપલાવીશ. તે સમયે તમારાથી સકેત પામેલા સેવકે મને
'
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૪ ઝીલી લેશે, અને સેવકો દ્વારા સુરંગમાર્ગથી હું તમારા ભવને આવીશ.” એ, મારા પ્રાણેશ! એમ થવાથી આપણે સંગમ થશે...........
મિત્ર મુખથી મંત્રી ભાર્યાને સંદેશ સાંભળી કુમારે સુરંગ બિદાવી, પોતાના માણસો તેમા ગોઠવી દીધા. અહીં મંત્રી પત્ની પણ કુટુંબ જોડે કૃત્રિમ કલેશ કરી કેઈન દેખે તેમ કૂવામાં પડી. ત્યાં રહેલા કુમારના માણસેએ તેને ઝીલી અને કુમારને સમર્પિત કરી. અહીં મંત્રીએ અનેક તરનારાઓને કૂવામાં ઉતારી પત્નીની તલાશ કરાવી, પણ કયાંય પત્તો ન લાગ્યું. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ, કમશઃ તે 'વૃતાન્તને રાજાએ પણ જાણ્યું, તેથી રાજાએ સેવકને આદેશ કર્યો કે, “હે સેવકે ! આ દુષ્ટાત્મા મંત્રીએ સ્ત્રી હત્યા કરી છે, માટે તેનું સર્વસ્વ લૂંટી કારાગૃહમાં કેદ કરે.” સેવકેએ પણ એ પ્રમાણે કર્યું. તેથી તે બહુ વિટંબણુ પામ્યું. મંત્રીની આવી દુર્દશાને જાણે કુમાર વિચારવા લાગ્યું. ઓહ, મને ધિક્કાર છે! વારંવાર ધિક્કાર છે!! આ બધા કાર્યનું કારણ હું જ છું. મારા લીધે જ બિચારા મંત્રીની દુર્દશા થઈ છે. અહે! મેં આ કાર્ય બહુ અનુચિત કર્યું. આ સંસારમાં સ્ત્રીઓને શે વિશ્વાસ! જેમ મંત્રીને મૂકી મારી પાસે આવી તેમ મને મૂકી બીજાને નહીં રહે એની શી ખાત્રી. શું સબૂત? કદાચ, મને મૂકી ન જાય છે તે પણ મારે આ ઘરનું, આ સંસારનું કાંઈ પ્રયેાજન નથી. સ્ત્રી જાળમાં સપડાયેલે માનવી કરોળિયાની જાળમાં માખીની જેમ ફેસી જાય છે. સ્ત્રીના ગાઢ ચરિત્રને પાર બ્રહ્મા પણ પામી
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૫ શક્ત નથી.” એમ વિચારી કુમાર કેઈને કાંઈ પૂછયા વગર યુવરાજ પદને મૂકી તરત નગરમાંથી નીકળી ગયે. '
હવે તે એકલે વનમાર્ગે આગળ જતે હતો, તેવામાં એક વૃક્ષ નીચે કે મુનિરાજને જોયા, તેમને નમસ્કાર કરી તેમની સામે બેસી વૈરાગ્યવાસિત હદયવાળે કુમાર બેલ્ય “હે ભગવન્ ! ભવમહેદધિમાં ડૂબતા એવા મને પરમાર્થોપદેશ આપી તારો.” મુનિએ પણ તેને ચગ્ય જાણુ મુનિ ધર્મને ઉપદેશ આપે. તે સાંભળી પ્રતિબધ પામેલા કુમારે પ્રવજ્યા લીધી. વિશુદ્ધ કિયાથી યુક્ત ઘેરતપસ્યા કરતા અને અપ્રતિબદ્ધપણે વિચરતા તેઓ ક્ષેમપુર નગરના ઉદ્યાનમાં નદીકાંઠે કાયોત્સર્ગે રહ્યા. ' . '
અહીં તે નગરમાં જ અસમંતક નામને નાસ્તિક વસ હતું. તે માતાપિતા, ભાઈ, ગુરુ, દેવ, જીવ, પુણ્ય, પાપ, નરક, મુક્તિ આદિ કાંઈ પણ માનતે નહતા. તે અત્યંત વાચાળ હોવાને લીધે દેવ-ગુરુનું ઉત્થાપન કરી હૃદયમાં ગર્વ ધારણ કરતે.. - જે દિવસે લલિતાગમુનિ નદીતટ પર કાઉસગ્ગ ધ્યાને રહ્યા, તે જ દિવસે પૂર આવ્યું,-જળવૃદ્ધિ થઈ. તે અગાધ જળમાં વૃક્ષ આદિ બધું ડૂબી ગયું, ચારે બાજુ પાણું પાછું
જ્યાં જુઓ ત્યાં જળ બંબાકાર: પરંતુ તપપ્રભાવથી તે મુનિ જેમ જળમાં કમળ ને ડૂબે તેમ ન ડ્રખ્યા. મુનિવરને આ પ્રભાવ જાણું નગરજનો પરસ્પર આ પ્રમાણે બોલવા લાગ્યા, અહો ! અદ્ભુત આશ્ચર્ય! મુનિ આ જળમાં તણાયાં
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૬ તે નહિ, પણ ડૂખ્યા નહીં. નિશ્ચય, આ પ્રભાવ તેમની તપશ્ચર્યાને જણાય છે. એમ વિચારી નાગરિકે મુનિના વંદના, પૂજા, સત્કાર–સન્માન આદિ કરવા લાગ્યાં, તેમના પર અપૂર્વ શ્રદ્ધા હોવાને લીધે મુનિની ચરણરજને શરીરે ચેળવાથી ગીઓ નિરોગી થયાં. એવી રીતે મુનિનો મહિમા આખા નગરમાં વ્યાપી ગયે. મુનિપ્રભાવના માહાસ્યને જાણ તે નાસ્તિક શિરોમણિ અસમંતક ઈર્ષાથી વિચારવા લાગ્ય, આ લોકોનું માનવું અસત્ય છે, આવું તે હેતું હશે? એમ વિચારી તે દુષ્ટાત્માએ રાત્રિ સમયે નદીકાંઠે આવી કાર્યોત્સર્ગમાં રહેલા મુનિના પગ સાંકળ વડે બાંધી, તેમની આજુબાજુ સૂકા કાષ્ઠ ગોઠવી દીધાં, અને તેમાં અગ્નિ ચાંપી પોતે દૂર જતો રહ્યો. થોડીવારે ચિતાએ ચંડીનું રૂપ લીધું. તડ–ફડ એવા અવાજ કરતાં લાકડા બળવા લાગ્યાં. આજુબાજુનું ઘાસ વૃક્ષ આદિ બધું બળી ગયું, પરંતુ જેમ અગ્નિમાંથી સુવર્ણ વધારે કાંતિને પ્રાપ્ત કરીને નીકળે તેમ તપ પ્રભાવથી મુનિરાજનું એક રૂવાડું સરખું પણ ન બન્યું. તેમની નિર્મળ કાયા શાંત મુદ્રાએ જવા લાગી. આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈ અસમંતક વિચારવા લાગ્ય; અહે! અદ્ભુત આશ્ચર્ય! અગ્નિ પણ આમને કાંઈ ન કરી શકી. નિશ્ચય, આ પ્રભાવ તપસ્યાને છે એમ વિચારી તે મુનિ પાસે આવી તેમના પગ છોડી ક્ષમા યાચવા લાગ્યા. મુનિચરણમાં પડેલે અસમંતક વિચારવા લાગે ખરેખર, દરેક વિદનેને દૂર કરવા માટે કઈ પણ રસાયણ હોય તે તે તપસ્યા છે. આ જગતમાં જેટલા સુખકારી પદાર્થ છે તે સર્વે તપસ્યા–તપ કરવાથી જ મળે છે. જે જ પૂર્વ ભવમાં તપ નથી કરતા તેઓ પર
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૭
ભવમાં દુઃખી અને જે તપસ્યા કરે તેઓ સુખી થાય છે. પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાં દેવના સુખો ભેગવી ફરી મનુષ્યપણું પામી ધર્મારાધન કરી મુક્ત થાય છે. આમ, તત્ત્વવિચાર કરતા તે શુકલધ્યાનારૂઢ થયો. શુભ ધ્યાનરૂપ અગ્નિ વડે તેણે ઘાતકર્મરૂપ કાષ્ઠને ભસ્મીભૂત કર્યા. તેથી અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તરત દેવોએ મુનિવેશ આપે. દેવરચિત સુવર્ણ-કમળ પર બેસી અસમંતક કેવળીએ ભવ્યજીને દેશના આપી, અને ભવ્યજીને ધર્મ માર્ગમાં દઢ બનાવ્યા. આવી રીતે જે મનુષ્ય શુભ ભાવના. ભાવે છે. તે ભવસાગરને પાર કરી કેવળ કમળા પ્રાપ્ત કરી. મુક્તિનિલયમાં વાસ કરે છે.
ઈતિ અસમંતક કથા સમાપ્ત . પ્રભુ મુખથી ધર્મ દેશના સાંભળી સંવેગ પામેલા. મહાશતકે બાર પ્રકારને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પરિગ્રહ, પ્રમાણ આદિ નિયમ કરી પ્રભુને વાંદી શ્રેણિક રાજા સાથે. મહાશતક નગરમાં પાછો ફર્યો. શાસન નાયક પણ ભવ્યજીના હૃદયમાં બેધિ બીજનું આરોપણ કરી અન્યત્ર વિહાર. કરી ગયા. "
હવે એક દિવસ મહાશતકની મોટી સ્ત્રી રેવતી વિચારે છે કે “મારું આ નવયૌવન વનકુસુમની જેમ નિરર્થક જાય. છે. મારી બાર શૌને લીધે મને તેરમા દિવસે જ વિષયસુખ ભેગવવા મળે છે. જે તેમને કેઈ ઉપાયે મારી નાખી. હોય તે નિરંતર પતિને સહવાસ મળે અને રોજ વિષય ક્રીડા કરાય. આવી રીતે વિષયવિલાસમાં મારું યૌવન સફળ. થાય.” એમ વિચારી કામાતુર દુષ્ટાએ ક્રમે કરી છ શૌકોને
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૮
-વિષપ્રયાગે અને છ શૌયોને અગ્નિ-શસ્રપ્રયાગે મારી નાખી. તેમની સંપત્તિ પણ તે દુષ્ટાએ કબ્જે કરી. “ આ વિશાળ વિશ્વમાં એવું કાઈ અકૃત્ય નથી. જેને કામાતુર સ્ત્રીએ ન કરતી હાય !” કહ્યું છે કેઃ-
अनृतं साहसं माया, मूखत्वमतिलोभता ॥ अशुचित्वं छलं सप्त, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १ ॥
અર્થ:—અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અત્યંત લેાલુપતા અશુચિતા અને કપટ આ સાતે દોષ સ્ત્રીને સ્વાભાવિક જ હાય છે.
હવે તે રેવતી મહાશતકની સાથે હુષ્ટ થઈ, યથેચ્છ વિષય સુખાને સેવતી રહેવા લાગી. પાપાચારની બુદ્ધિવાળી તે દિવસ-રાત મદ્ય-માંસનું ભક્ષ્ણ કરતી. જિનભક્તિમાં તત્પર એવા મહારાજા શ્રેણિકે અમારી પડહ વગડાવ્યો હતા કે, “ હું લેાકેા ! જે પુરુષ યા સ્ત્રી જીવ વધ કરશે તેને મહારાજા શ્રેણિક મેાટા દડ કરશે.” તે જાણતી હેાવા છતાં માંસમાં લેલુપ રેવતી ગુપ્ત રીતે ગોકુળમાંથી એ વાછરડાને પ્રતિદિન મારી મંગાવતી. તેના માંસને ઉચ્ચ ઔષધી મસાલાથી પકાવતી અને પ્રીતિ પૂર્ણાંક ખાતી. માંસ મિરાના ભક્ષણથી તેની વિષયવાસના વધારે પ્રદીપ્ત થવા લાગી. તે અકાળે પણ વિષય સેવતી સમય વિતાવવા લાગી.
અહીં મહાશતકે સમ્યક્ પ્રકારે ધર્મારાધન કરતાં ચૌદ વર્ષ વ્યતીત કર્યાં. પઢરમા વર્ષની રાત્રે મ જાગરણ કરતા મહાશતક વિચારવા લાગ્યા. હજી સુધી મેં બહુ ધન
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪૯
ઉપા યુ, મારા ખાંધવાને સતાબ્યા. સતત પાંચ પ્રકારના વિષય સુખાને ઉપભાગ કર્યાં. સુપાત્રે દાન દીધું અને દીન દુઃખીઓના ઉદ્ધાર કર્યાં. હવે મારા પુત્ર પણ ગૃહભાર વહાવાને સમ થયા છે. માટે મારે શ્રાવક પડિમા આરાધવી જોઈ એ. એમ વિચારી તે પેાતાના જ્યેષ્ઠપુત્રને કુટુંબને ભાર સમર્પિત કરી પૌષધ શાળાએ આવ્યેા. ત્યાં રૂડી રીતે પ્રમાર્જન કરી દસથારા પર બેસી તેણે ડિમાતપ આરંભ્યુ.
હવે અતિ મદ્યપાન કરવાથી મદોન્મત થઈ કામાતુર થયેલી રેવતી વિખરાયેલા વાળે વ્યાકુળ થતી મહાશતક પાસે આવી અને શ્રૃંગારમય કામેત્પાદક વચનો ખેલવા માગી, “ હું પ્રાણેશ ! તમે પ્રાપ્ત થયેલા વિષય સુખાને છેડી મૂખની જેમ વ્ય શા માટે કાયકલેશ કરેા છે ?તમે દેવાદિ સુખને પ્રાપ્ત કરવા જે ઘાર તપસ્યા કરે છે તે તે કુદરતે તમને અહીં જ આપ્યુ છે. જે મેાક્ષ સુખની તમે ઈચ્છા રાખા છે, પરંતુ સુવર્ણ વર્ણ શરીરવાળી, ઉચ્ચ અને કઠણુ સ્તનવાળી, પુષ્ટ નિત ખમિખથી વિભૂષિત અને કેળના થડ જેવી સુદૃઢ જાઘવાળી કાઈ કામિની ત્યાં નથી. મૃંગ વીણા વેણુ આદિથી ઉપલક્ષિત નાટક પણ ત્યાં નથી. ઘી સાકરથી ભરપૂર મેાદક પ્રમુખ ખાદ્ય પદાર્થ પણ ત્યાં નથી. વળી જોવા લાયક પદાર્થોમાં મૃગનયની સ્ત્રીઓનુ પ્રેમ પ્રસન્ન મુખ એ જ ઉત્તમ કહ્યું છે. આવી કોઈ વસ્તુ મેાક્ષમાં તેા છે જ નહીં, તેા પછી શા માટે ઉપાધિ લઈ બેઠા છે ? હું નાથ ! જ્યાં પ્રિયંગુના વર્ણવાળી સ્ત્રીએ નથી અને તેમનું
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૦ -બંધન નથી. તે મેક્ષ જ ન કહેવાય. વળી સેળ વર્ષની
સુંદરી અને પચ્ચીસ વર્ષનો પુરુષ આ બન્નેની જે ગાઢ પ્રિીતિ તે જ સ્વર્ગ કહેવાય. માટે આ વ્રતને પડતાં મૂકી મારી સાથે સર્વ પ્રધાન એવા વિષય સુખ સેવ, કેમકે
કેમાં આપણું જે સગ મુશ્કેલ છે. આવી રીતે બોલતી હાવભાવ દેખાડતી, દીર્ઘ કટાક્ષે ફેંકતી રેવતી મહાશતક પાસે આવી ઊભી રહી. સ્ત્રીના વિકારી વચનો સાંભળ્યા છતાં મહાશતક શ્રાવક નિશ્ચળ થઈ એકાગ્ર ચિત્ત ધ્યાનમાં મગ્ન થશે. તે જોઈ રેવતીએ ફરી બે ત્રણ વખત કહ્યું તો પણ મહાશતકનું મન વિકારમાર્ગે ન ગયું, કેમકે જિન -વચનને પામેલા પુરુષનું હૃદય ઉત્તમ રૂપવાળી કઈ સ્ત્રી પણ હરણ કરી શકતી નથી. પોતાના વચનથી મહાશતકને કાંઈ અસર થઈ નથી એમ જાણી કંટાળેલી રેવતી પોતાના ઘરે પાછી આવી.
કેમે કરી મહાશતક પણ વિધિપૂર્વક પડિમાઓને આરાધતે ક્ષીણ શરીરવાળે થયે. શરીરને અત્યંત દુર્બળ જાણુ મહાશતકે સંલેખણ પૂર્વક અનશન સ્વીકાર્યું. અશુભ ધ્યાન મૂકી શુભ ધ્યાન ધ્યાતાં તેને આણંદની જેમ અવધિજ્ઞાન થયું.
એવામાં ફરી મદ્યપાન કરી મદેન્મત થયેલી રેવતી આવી અને મહાશતક પ્રતિ કામને ઉદ્દીપન કરનારા વચન બોલવા લાગી, હે પ્રાણનાથ ! આપના વિનયવાન પુત્રે હજી લઘુ વયના છે, તેમજ હું પણ યૌવનવંતી છું.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫૧
કામદેવ હજી મને મૂકતા નથી. આ અંગનાને હજી અનંગ બહુ સતાવે છે. તમે જ કહે શું પ્રમદાસ્ત્રીઓ પતિ વગર શોભે? મારે અત્યંત વર્તુળ એ આ સ્તનભાર, ચંચળ નેત્રે, ચલાયમાન ભ્રકુટી, જેમાં અધરામૃતને વાસ છે એવું, સોળે કળાએ ઉગેલા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે એવું અને સરલ આકૃતિવાળું મારું મુખકમળ, કામિની રૂપી વનના પર્વત જેવા માંસળ નિતંબ, પુષ્ટ જંઘા અને ખણખણાટ કરી રહેલાં મારા વલયોના અને મેખનાના ઝમકારથી તથા નપુરના શબ્દથી તમને ભલે કાંઈ થતું ન હોય, પણ ઉપર જુએ તે મેઘને ઘાટ સમુદાય છે. આડું જુએ તે જેમાં મયૂરે નાચે છે તેવા પર્વતે છે, અને પૃથ્વી પણ નવાંકુરથી ધળી છે. તે વખતે મારે શું કરવું? મારાથી કામપીડા સહન થતી નથી. માટે મારા પર કૃપા કરી અનશન ત્યજી મને ભેગવે. જેથી મને શાંતિ મળે. સ્વર્ગ અને અપવર્ગનું સુખ તેણે જોયું છે? નિશ્ચય, તમને કેઈ ધૂતારાએ ધૂત્યા છે. હું છતાં નાથે અનાથ છું, મારું યૌવન વનકુસુમની જેમ ઉપગ વગર સુકાય છે. તમે મારી પાસે જ છો છતાં ઘણા છેટાં છે. માટે હે નાથ! કામાગ્નિથી બળતી એવી મને આપના સંગમરૂપી જળથી સીંચે. ઈત્યાદિ રેવતીએ ઘણી પ્રાર્થના સાથે કામેત્તેજિત શ્રૃંગારમય શબ્દ કહ્યા. તે સાંભળતા છતાં મહાશતક ધર્મધ્યાનથી ચલિત ન થયે. જ્યારે રેવતી ફરી બે ત્રણ વાર અંગારથી અલંકૃત કઠેર શબ્દ બેલી ત્યારે ક્રોધ પામેલ મહાશતક અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણું આ પ્રમાણે બલ્ય, “અરે દુષ્ટા! પાપિષ્ઠા ! તારા પાપકર્મો તને આજથી સાતમે દિવસે
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૨ વિસૂચિકા (ઝાડા)ના રોગના નિમિત્તથી નરકમાં ઘસડી જશે. તું રત્નપ્રભા પૃથ્વીના લેલક નામક નરકાવાસમાં નારકીપણે ઉત્પન્ન થઈ બહુ વેદના વેદીશ. નિજ વલ્લભના આવા વચનો સાંભળી ભય પામેલી રેવતી પિતાના ઘેર આવી વિચારવા લાગી, હાય ! હાય!! મારા પતિ મહાશતક ધર્મધ્યાનથી ચલાયમાન ન થયા. મારા પર ક્રોધ પામેલા તે મને કઈ પણ ઉપાયે મારશે. હવે હું કઈ ઉપાયે બચી શકું તેમ નથી. એ પ્રમાણે આર્તધ્યાનમાં પડેલી તે સાતમા દિવસે વિસૂચિકા રોગથી મરી પ્રથમ (રત્નપ્રભા) નારકીમાં ગઈ
અહીં શ્રી વર્ધમાન જિનેન્દ્ર પણ વિહાર કરી, રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં સમેસર્યા. શ્રેણિકરાય પ્રમુખ નગરનિવાસી પ્રભુને વાંદી ગ્ય સ્થાને બેઠા. પ્રભુએ પણ મધુર વાણીએ દેશના આપી. દેશનાના અંતે સૌ પર્ષદા પોતપોતાના સ્થાને ગઈ. પ્રભુ ગૌતમસ્વામીને કહે છે, “હે ગૌતમ ! આ નગરમાં મહાશતક નામનો શ્રાવકવર્ય વસે છે. ઉપાસક પડિમા આરાધતાં, અને મને સ્મરતા એવા એ ધન્યાત્માએ અનશન લીધું છે. તેની ભાર્યાના કામે દ્વીપક–ઝંગારમય વચને તેને કાંઈ અસર કરી ન શક્યા. તે ધ્યાનમાં મગ્ન રહ્યો, પરંતુ તેણે ક્રોધાવેશે એમ કહ્યું કે, “હે દુષ્ટા! પાપિઝા ! તું આજથી સાતમે દિવસે વિસૂચિકાના રેગથી મૃત્યુ પામી પ્રથમ નારકના વિષે ઉત્પન્ન થઈશ. કિન્તુ હે ગૌતમ! આવા વચન બોલવા તેને ચુકત ન હતાં, કેમકે સર્વ જીવ રાશી ખમાવીને અનશન લીધેલા પુરુષે સત્ય હોવા છતાં પણ પરને પીડા ઉપજાવનાર
Page #376
--------------------------------------------------------------------------
________________
૫૩ વચન ન વધવા જોઈએ. તે સત્ય છતાં અસત્ય કહેવાય કહ્યું છે કે –
प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते ॥ तत्तथ्यमपि नो तथ्य-मप्रियं चाहितं च यत् ॥ १ ॥
અર્થ –જે વચન પ્રિય હિતકારી અને સત્ય હોય તે જ સત્યવ્રત કહેવાય, પરંતુ જે અપ્રિય અને અહિતકારી સત્ય” હવા છતાં તે અસત્ય જાણવું. જે વચનથી બીજા જ દુઃખ પામે તેવું વચન ધર્માથી પુરુષોએ ન બેલવું જોઈએ.
વળી કહ્યું છે કે – जेण परो दुहिज्जइ, पाणिवहो होइ जेण वयणेण ॥ अप्पा पडइ किलेसे तं णहु जंपंति गीयत्था ॥ २ ॥
અર્થ-જે વચનથી પર ને દુઃખ થાય. જે વચનથી પ્રાણીને વધ થાય, અને આત્મા કલેશ પામે તેવું વચન ગીતાર્થ પુરુષે કદી પણ બોલતાં નથી.
માટે હે ગૌતમ ! તું ત્યાં જઈ તે શ્રમણોપાસક મહાશતકને કહે કે, “તું આ પાપની આલેચના લઈ મિથ્યાદુષ્કૃત આપ.” પ્રભુના વચન અંગીકાર કરી ગૌતમસ્વામી રાજગૃહીની પૌષધશાળામાં આવ્યા. પ્રથમ ગણધરને આવતાં જોઈ હર્ષિત હૈયાવાળા મહાશતકે સામા આવી વંદના કરી આસન વિગેરે આપી ભક્તિ કરી. શાંત અને તેજસ્વી મુદ્રાવાળા ગૌતમસ્વામીએ મહાશતકને કહ્યું-“હે શ્રાવકત્તમ! વીરજિનેન્દ્ર મારા મુખે તને કહે છે કે, “અણસણધારી પુરુષ પારકાને પીડા ઉપજે એવા વાકયો બોલતા નથી. તે ૨૩
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૪
T
રેવતીને સત્ય કહ્યું; પણ તે વચન અપ્રિય–પીડાકારી હતું. માટે તું તેને આલેાચી મિથ્યાદુષ્કૃત આપ, કેમકે ગુરુ સમક્ષ સર્વ પાપની આલેાચના લેનારો પુરુષ સાધુપદને પામે છે. અને આલેચના નહિ લેનારની ગુણપક્તિ વૃદ્ધિ પામતી નથી. ભગવાન ગૌતમે કહ્યા મુજખ મહાશતકે આલાચના લઈ, ખમાવી, તે નિમિત્તે પ્રાયશ્ચિત કરવા લાગ્યા. અને પાપની શુદ્ધિ કરી.
અહી ગૌતમસ્વામી પ્રભુ પાસે આવ્યા, એટલે પ્રભુ આ ભવ્યના ઉદ્ધાર જાણી દેવદાનવાથી પરિવરી અન્યત્ર વિહાર કરી ગયા. તે મહાશતક શ્રાવક વીશ વર્ષ પર્યંત શ્રાવક ધમ પાળી, એક માસનું અનશન લઈ શુભધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતા મૃત્યુ પામ્યા. અને પહેલા દેવલાકના અરુણાવત"સક નામના વિમાનમાં ચાર પક્લ્યાપમના આયુષ્યવાળા સમૃદ્ધિશાળી દેવ થયેા. ત્યાં તે દિવ્ય નાટક જોતા દેવાંગનાઓ સાથે વિવિધ ક્રીડા કરતા સ્વેચ્છાએ વિહાર કરતા અનેક પ્રકારના સુખા અનુભવતા રહેવા લાગ્યા. કહ્યું છે કે ઃ—
देवाण देवलोए जं सुख्खं तं नरो सुभणिओवि ॥ न भइ वाससणंवि, जस्सवि जीहासयं हुज्जा ॥१॥
અર્થ : દેવલાકમાં રહેલા દેવાને જે સુખ મળે છે, તે સુખને સેા જીલવાળા મનુષ્ય સા વષ સુધી કહે તે પણ યથા વર્ણવી શકે નહી:
ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “હે ભગવન્ ! તે
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૫૫
મહાશતક ત્યાંથી ઍવી ક્યાં જન્મશે?” પ્રભુ બોલ્યા,
હે ગૌતમ! ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જન્મશે. ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવશે.” એ બે પ્રમાણે મહાશતક શ્રાવકનું ચરિત્ર સાંભળી જખ્ખસ્વામી પરમ સંવેગને પામ્યા.
ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણના શિષ્ય શ્રી રાજકીર્તિ ગણુની રચેલી ગદ્યબંધ વર્ધમાન દેશના
મહાશતક શ્રાવક ” પ્રતિબોધ નામક આઠમે ઉલ્લાસ
સમાપ્ત.
S
D
Page #379
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ નવમે
નંદિનીપ્રિય શ્રાવકનું ચરિત્ર
હવે સમગ્ર સિદ્ધાંત પારગામી સુધર્માસ્વામી શ્રી જમ્મસ્વામી અગ્ર નંદિનીપ્રિય શ્રાવકનું ચરિત્ર કહે છે –
આ ભરતક્ષેત્રમાં જ શ્રાવતી નામની નગરી છે, ત્યાં કષ્ટક નામનું અતિ રળિયામણું એક ચૈત્ય છે. ત્યાં પૂર્વે જિતશત્રુ નામને રાજા ન્યાય પૂર્વક રાજ્ય કરતો હતો. તે નગરીમાં સમૃદ્ધિશાળીમાં અગ્રેસર અને જગતમાં વિખ્યાત એવે નંદિનીપ્રિય નામક શ્રેષ્ઠી વસતે હતે. તેનું ચાર ચાર કેડ સુવર્ણદ્રવ્ય વ્યાપારમાં, વ્યાજમાં અને ભૂમિમાં નિધનરૂપે રોકાયેલું હતું. ગાયોના ચાર ગોકુળ સાથે બીજી પણ ઘણું સમૃદ્ધિ એ શ્રેષ્ઠીના ઘેર હતી. નંદિનીપ્રિયને અતિ પ્રિય રૂપ લાવણ્યોપેત અને શિયળ ગુણથી અલંકૃત અશ્વિની નામની ભાર્યા હતી. કુટુંબના નાયક એવા એ દંપતી પાંચ વિષયના સુખ ભોગવતાં કાળ સંક્ષેપ કરતા હતા.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૭
એક દિવસ ચરમજિન શ્રી વર્ધમાનસ્વામી શ્રાવસ્તી નગરીના કોષ્ટક ચૈત્યમાં સમેસર્યા. જિતશત્રુ નરેશ પ્રમુખ નગર નિવાસી તેમને વંદના ગયાં. નંદિનીપ્રિય પણ જિનાગમન સાંભળી પ્રસન્ન ચિત્ત મેટા આડંબર પૂર્વક ત્યાં જઈ શ્રી વીરને વંદન કરી ગ્ય સ્થાને બેઠે. . . -
પ્રભુ ગભીર નાદે દેશના આપવા લાગ્યાઃ હે ભવ્ય લકે ! ચારે ગતિમાં મનુષ્ય ગતિ ઉત્તમ છે. દેવે સતત નિરંતર વિષયમાં આશક્ત હોય છે. તિયાને કોઈ પ્રકારને વિવેક હોતું નથી. અને નારકી તે અતિ તીવ્ર વેદના નિરંતર અનુભવે છે. માટે હે ભવ્યજી ! ત્રણે લેકમાં– ચૌદે રાજભુવનમાં અતિ દુર્લભ એવા મનુષ્યપણાને પામી તમે ધર્મ કરે. ધર્મથી દેવની સમૃદ્ધિ અને આ લેકમાં ભેગપગ સાથે નિર્મળ કીર્તિ મળે છે. તે ધર્મને મૂળ પાયે જીવદયા-અહિંસા છે. તે અહિંસા સમ્યક પ્રકારે પાળી અનંતા જ મુક્તિને પામ્યા, ભવિષ્યમાં પામશે અને વર્તન માન કાળમાં પણ પામે છે. રમ્ય સુખે, દિવ્ય સમૃદ્ધિ અને મનુષ્ય પણું પામવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે જન્મ જરા મરણથી બચવું હોય તે અહિંસા પાળો. જે જીવ પરજીવો પર કરુણું કરે છે તે ભીમકુમાર વત્ દેવને પણ માનનીય થાય છે. તે સાંભળી નંદિનીપ્રિયે પૂછયું; હે ભગવન ! તે ભીમકુમારે શી રીતે જીવદયા પાળી અને શી રીતે તે દેવોને માનનીય થયે? સ્વામી બોલ્યા સાંભળ
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ભીમકુમારની કથાઃ—
આ ભરત ક્ષેત્રમાં પૃથ્વી રૂપી સરોવરમાં કમળ જેવું મળપુર નામે નગર છે. ત્યાં નરવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને માલતી નામની રાણી હતી. તેઓને મહાસત્વશાળી ભીમકુમાર નામના એક પુત્ર હતા. એક દિવસ તે ક્રીડા કરવા વનમાં ગયા. ત્યાં એક વૃક્ષ નીચે કાઈ મુનિરાજને જોઇ તેમની પાસે ગયા. વંદન કરી તેમની સામે બેઠા. તેમની દેશના સાંભળી પ્રતિધ પામેલા ભીમકુમારે સમ્યફત્વમૂલ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પછી તે ઘેર આવી જિનભાષિત ધમને ઉત્તમ પ્રકારે આરાધવા લાગ્યા.
એક દિવસ કોઈ કાપાલિક ભીમકુમાર પાસે આવી પુષ્પ ફૂલ વિગેરે તેની સામે મૂકી મેલ્યા; હું કુમાર ! સત્પુરુષા કપરા સંચાગમાં પણ પર પ્રાર્થનાના ભંગ કરતા નથી. મેં પૂર્વે ખાર વર્ષ સુધી વિદ્યાની સેવા કરી છે.. આ ચતુર્દશીએ વિદ્યા સાધવાની મારી ઈચ્છા છે તેથી મહેાપકારી એવા તને હું પ્રાર્થના કરુ છું કે તું મારા ઉત્તર-સાધક ખન. તે સાંભળી પરોપકારમાં પ્રવિણ એવા કુમારે તેની વિનતિ સ્વીકારી.
ચૌદસના દિવસ પણ આવી પહોંચ્યા. પ્રધાન પુત્રના વારવા છતાં કુમાર કાપાલિક પાસે જવા એકાકી ઊપડ્યો. અને હાથમાં ઉઘાડી તલવારે સ્મશાનમાં આવી પહોંચ્યા. ત્યાં કાપાલિક મોટું માંડલું માંડી તેની મધ્યમાં એસી પૂજન કરતા હતા. કુમારને જોઈ તે બહાર આવ્યા. અને કુમારની
;
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૯
કેશ-શિખા બાંધવા લાગ્યો. તેને દુષ્ટ ભાવ જાણ કુમાર બેલ્વે, હે કાપાલિક! મારું બધું સત્ત્વ આ કેશશિખામાં જ છે. તું ચિંતા મૂકી તને જેમ ઠીક લાગે તેમ ત્વરાથી કરે. મારી સમક્ષ દુષ્ટ વ્યંતર યક્ષ આદિ ઊભા રહેવા પણ સમર્થ નથી. તે સાંભળી કાપાલિક ચિતરવા લાગે, આ કુમાર મહા બલિષ્ટ જણાય છે. આનું મસ્તક હું શી રીતે કાપીશ? તેના વગર મારી કાર્ય સિદ્ધિ પણ અસંભવિત છે. ગમે તેમ હોય હું બલાત્કારે પણ તેનું મસ્તક ગ્રહણ કરીશ એમ વિચારી તે પોતાનું વિકરાળ સ્વરૂપ કરી હાથમાં છરી લઈ બલ્ય, હે નાદાન ! અત્યારે તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે, કેમકે હમણું હું તારું મસ્તક છેદી મારી વિદ્યા સાધવાને છું. તે સાંભળી કુમાર હસીને બોલ્યા, હે મૂઢ કાપાલિક! શિયાળ–જેવો તું સિંહ જેવા મારું મસ્તક શી રીતે ગ્રહણ કરીશ? તે સાંભળી કેપેલે કાપાલિક કુમાર પર ધર્યો, પરસ્પર ઘેર યુદ્ધ જામ્યું. કુમારે પોતાનું સઘળું બળ એકત્રિત કરી કાપાલિકના હૃદયમાં એક મુષ્ટિકા મારી તેથી તે પૃથ્વી પર પડ્યો. અને કુમાર તેની છાતી પર ચઢી બેઠે. કુમારે કાપાલિકને કણિકની જેમ ગુંદી નાખે, પરંતુ કેવલ કરુણ આવવાથી જ તેનું મસ્તક કાપ્યું નહીં મારથી પીડાચેલે તે બરાડા પાડતે ઉછળે અને કુમારને પકડી દડાની જેમ આકાશમાં ઉછાળે. તે વખતે આકાશ માર્ગેથી જતી કઈ દેવી તેના રૂપ લાવણ્ય પર આશક્ત થઈ તેને પિતાના આવાસમાં ઉપાડી લાવી અને આ પ્રમાણે બોલવા લાગી, હે સુંદર! આ વિધ્યાચલ નામનો પર્વત છે. આ અનેક પ્રકારના મણિમાણિક્ય-રત્નથી વિભૂષિત મારે મહેલ છે. હું
પર કામથી તેમ છતા એક ,
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬o
કમળ જેવી નાજુક કમળા નામની યક્ષિણી છું, તારા, મદભર યૌવન, રૂપ અને લાવણ્યથી મેહ પામી હું તને અહીં લાવી છું. તારા વિશાળ વક્ષસ્થળમાં મને તારી સુદઢ ભુજાઓ વડે સંતાડી તું મને ભગવ. વિલંબ ન કર. ઓ મારા પ્રાણેશ ! હું મારી વ્યથા શી રીતે કહું? હું કુસુમાયુધના બાણે વિધાણું છું. તું મારા પર કૃપા કરી મારી વિનંતિ સ્વીકાર. મને આલિંગન કર........
તે સાંભળતા કાને હાથ મૂકી કુમાર ચિતરવા લાગે, હું પ્રાણાતે પણ વ્રત નહિ ખંડું. ભલે આ મારા પર રુષ્ટ થાય કે તુષ્ટ થાય, પણ ઘણા દિવસથી પાળીને પુષ્ટ કરેલા મારા વ્રતને હું પ્રાણુતે પણ નહિ ખંડુ. એમ વિચારી તે બેફ હે સુંદરી ! સાંભળઃ–
વ્રત ભંગથી પ્રાણી સંસારમાં બહ પરિભ્રમણ કરે છે, કામગ તે અનર્થની ખાણ જેવા છે, વળી તે મુક્તિસુખના શત્રુરૂપ છે. કહ્યું છે કે –
न जातु कामः कामाना-मुपभोगेन शाम्यति ॥ हविषा कृष्णवर्मेव, भूया एव विवर्द्धते ॥ १॥
અર્થ –કામ ભોગવવાથી ઈચ્છા પૂર્ણ નથી થતી, પરંતુ અગ્નિમાં ઘીની પેઠે જેમ જેમ ભેગ ભેગવીએ તેમ તેમ વૃદ્ધિ જ પામે છે. વળી કહ્યું છે કે –
सल्लं कामा विसं कामा कामा आसिविसोवमा ॥ कामेय पत्थमाणा य, अकामा जंति दुग्गइं ॥२॥ અર્થ:––કામે શલ્યરૂપ છે, કામો વિષરૂપ છે અને કામે
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૧
સર્પના ઝેર જેવા છે. વળી કામની પ્રાર્થના કરનારા અને બહુ કામવાળા માનવા દુર્ગતિને પામે છે.
વળી હે દેવી! પતિવ્રતા સ્ત્રી પેાતાના ચિરત્રાથી ગંગા નદીની જેમ પૃથ્વીને પાવન કરે છે, એટલું જ નહિ પણ અનુપમ ગુણવાળા પૃથ્વીના ભૂષણરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે. કે જે પવિત્ર ચરિત્રવાળા પુત્ર આખા જગતનું રક્ષણ કરે છે. આવી સાધ્વી સ્ત્રી કોઈ પણ રીતે નિંદા કરવા ચાગ્ય નથી; કિંતુ મહાપુરુષાને પણ વદનીય છે. તે સાંભળી દેવી ખાલી, હું કુમાર! અત્યારે મારા બધા વિવેક નાશ પામ્યા છે. અત્યારે તું મને સાક્ષાત્ કુસુમાયુધ કામદેવ દેખાય છે. તે સિવાય બીજું કાંઈ મને દેખાતું નથી. મારા સામું જો. મારું કમળ જેવુ' મુખારવિંદ્ર, હસ્તિરાજની સ્પર્ધા કરે એવી મારી જાંઘા, ભરાઉ ઉન્નત અને ઘડાના જેવા ગેાળાકૃતિના સ્તન યુગ્મ, સુડોળ અને કનક વરણું શરીર, વિશાળ અને અણીયાળ લેાચના મુક્તાની પક્તિ જેવા સ્વચ્છ દાંત, અત્યંત કૃષ કટિભાગ, વળી શિયાળામાં ઉષ્ણ અને ઉનાળામાં શીતળ અંગા ધરાવનારી એવી હું, ભેગ વગર આ બધું નિરર્થક ગુમાવી બેસીશ, તને મારી જરાએ દયા નથી આવતી ? આમ તે અનેક પ્રકારના ચેનચાળા અને અભિનયપૂર્વક અંગેાપાગનું દિગ્દર્શન કરાવતી બેલી.
પછી કુમાર આલ્યા, હે દેવી ! સ્તના જે માંસની ગાંઠે છે. તેને તું કનક કળશની ઉપમા આપે છે. મુખ જે શ્લેષ્મ લાળ વગેરેનું મથક છે. તેને તું કમળ ચંદ્રાદિ સાથે સરખાવે છે. સવતામૂત્રથી ભીની જાંધાને હસ્તિરાજની સૂંઢની
Page #385
--------------------------------------------------------------------------
________________
- ૩૬૨ સ્પર્ધા કરાવે છે, પણ હે કામિની! આ બધું વિનર છે. બધાની પછવાડે એકેક ભય પડ્યો છે. જે ભેગમાં રેગને ભય, કુળમાં કુળભ્રષ્ટ થવાને ભય, કુલીનતામાં લાંછનને ભય ધનને રાજાનો ભય મૌનમાં દૈન્યને ભય, બળમાં શત્રુને ભય, રૂપમાં ઘડપણનો ભય, શાસ્ત્ર ભણવામાં વાદનો ભય, ગુણમાં ખલ પુરૂષનો ભય અને શરીરને કાળને ભય, એમ દુનિયાની દરેક વસ્તુઓ માટે ભય રાખે પડે છે. માત્ર વૈરાગ્ય જ નિર્ભય છે. માટે હે ભદ્રે ! નિરંતર દુઃખ દેનારા ઈન્દ્રિયોના આ ગહન વિષયથી તું પાછી ફરી શ્રેયના માર્ગ રૂપ અને અશેષ દુઃખને શાંતિ કરવામાં કુશળ એવા શાંત ભાવને એક ક્ષણવાર અંગીકાર કરે અને જલતરંગ જેવી. ચંચળ એવી તારી બુદ્ધિનો ત્યાગ કર. કુમારના આ વચનેએ તેના પર અજબ અસર કરી. ' આ વચનો સાંભળી અત્યંત ખુશ થયેલી તે દેવી બોલી, હે કુમાર ! તું ધન્ય છે. કૃતપુણ્ય છે. કેમકે નવયૌવનાવસ્થામાં પણ તે તારા મનને જીત્યું છે. વશ કર્યું છે. હવેથી તું મારો ભાઈ છે, તે મારું અવિવેક રૂપ અંધારું નષ્ટ કર્યું. એમ આલાપ ચાલે છે. એવામાં કયાંયથી મધુર ધ્વની, સંભળાઈ. તે સાંભળી કુમાર બેલ્યો, હે દેવી! આ ધ્વની કયાંથી સંભળાય છે? દેવી બોલી: આ પર્વત પર કેટલાક જિનકલ્પી મુનિરાજે ચતુર્માસ રહ્યાં છે. આ ધ્વની તેઓનાં સ્વાધ્યાયની છે. તે સાંભળી કુમાર ત્યાં જઈ મુનિઓને વાંદી પૂછવા લાગ્યા, હે મુનિરાજ ! તમે આ અટવામાં શા માટે રહ્યા છે? મુનિ તેનો ઉત્તર આપે તે પહેલાં એક ભુજા ત્યાં આવી અને કુમારની તલવારને લઈ જવા લાગી. તે જોઈ "કુમાર ત્વરાપૂર્વક તે ભુજા પર ચઢી બેઠે. ભુજા પણ કુમાર
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૬૩
સહિત આકાશ માર્ગો ઉડી. કેમે કરી તે કાલિકાદેવીના મંદિરે આવી. તે જોઈ કુમાર તે પરથી કૂદી એકાંતમાં સંતાઈ ગયે. ચિત્યમાં સ્મશાનવાળા કાપાલિકને જોઈ કુમાર વિસ્મય પામ્યો. તે ભુજા યોગીના શરીરમાં પ્રવેશ કરી ગઈ. કુમાર વધારે સાવધાન થઈ સંતાઈ .
અહીં કાપાલિકે પહેલાં કેઈ સુંદર આકૃતિના પુરુષને પકડી રાખ્યા હતા. તેની શિખા પકડી કાપાલિક બલ્ય, હે. પુરુષ! અત્યારે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી કેઈનું શરણું લે. હમણા હું આ શમશેરથી તારું મસ્તક છેદીશ. તે સાંભળી કુમાર બલ્ય, મને દેવાધિદેવ વીતરાગનું અને ભીમકુમારનું પણ શરણ હે. કાપાલિક બલ્ય, રે મૂર્ખ ! તે કાયર, ભીમકુમારનું શરણ તું શા માટે લે છે તે તે મારાથી માર ખાઈ કયાંક ભાગી ગયે છે. તેણે પિતાના “ભીમ” એવા નામને પણ લજાડ્યું. તે સાંભળી ભીમકુમાર પ્રગટ થઈ બલ્ય, અરે અધમયેગી ! તું આને શા માટે મારે છે? તે સાંભળતાં જ કાપાલિક તે પુરુષને મૂકી ભીમકુમાર પર ધ, અને બન્નેનું પરસ્પર ઘેર જંગ જામ્યું. કુમાર યેગીનું ગળું પકડી તેને પૃથ્વી પર પછાડી તેની છાતી પર ચઢી બેઠે. પછી બલ્ય, અરે અધમ! ચાંડાલ!! અત્યારે તે તું જ તારા ઈષ્ટ દેવને સ્મરી લે. કુમારની બહાદુરીથી ખુશ થયેલી કાલિકા પ્રત્યક્ષ થઈ બોલીઃ હે કુમાર ! મારા ભક્ત એવા આ યોગીને મુક્ત કર. હું તારા પર પ્રસન્ન છું માટે વરદાન માંગ. ભીમ બેલ્યો, હે દેવી! જે તું મારા. પર તુષ્ટ છે. તે તું પણ જીવદયા પાળ. કેમકે સર્વ જીવોને
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૪
પાતપાતાના પ્રાણ વહાલા હોય છે. જીવહંસા મહાદુ:ખદાયી છે. કહ્યું છે કેઃ——
सुखार्थे दुःख संघातं, मंगलार्थेऽप्यिमंगलं ॥ जीवितार्थे धुवं मृत्युं, कृता हिंसा प्रयच्छति ॥ १ ॥
અર્થાઃ——સુખને અર્થે કરેલી હિંસા દુઃખને સમૂહ આપે છે મગળ માટે કરેલી હિંસા અપમગળ આપે છે અને જીવિતને માટે કરેલી હિંસા નિશ્ચય મૃત્યુ આપે છે.
વળી “તું મરી જા” એમ કહ્યાથી પણ પ્રાણીને દુઃખ થાય છે તેા પછી દારુણ પ્રહાર વડે પ્રાણી કેમ દુઃખી ન થાય ? કુમારના વચન સાંભળી દેવી ખેાલી : હું કુમાર ! હું આજથી જીવ વધ નહીં કરું, એવી પ્રતિજ્ઞા લઉં છું. એમ કંહી દેવી અદૃશ્ય થઈ ગઈ.
અહીં કાપાલિકે મારવા આણેલા પુરુષને પોતાના પ્રિય મિત્ર મંત્રીપુત્ર જાણી ષિત થયેલા કુમાર તેને ભેટી પડ્યો, પછી પૂછવા લાગ્યો હે મિત્ર! જાણતા છતાં તું આ દુષ્ટના વશ શી રીતે આવ્યો ? તે સાંભળી મંત્રીપુત્ર ખાલ્યા, હું યુવરાજ ! તમાને એકાએક ગુમ થયેલા જાણી રાજા રાણી પ્રમુખ સં નગર નરનારી બહુ શાકાતુર થયા, પછી રાજાએ કુળદેવીનું આરાધન કર્યું. તેથી કુળ દેવી પ્રગટ થઈ ખેલીઃ હે રાજન ! તું ચિંતા ન કર. થાડા દિવસમાં જ તારા પુત્ર મેાટી સમૃદ્ધિ સાથે તને મળશે. જ્યારે હું લેાકવાયકા સાંભહું ળવા ઘર બહાર આવ્યો, ત્યારે આ દુષ્ટાત્મા મને ઉપાડી અહીં લાવ્યો છે. યોગી પણ કુમાર વચનથી ખાધ પામ્યો,
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬પ તેણે અહિંસા સ્વીકારી. એવામાં ત્યાં કઈ મહાગજેન્દ્ર આવ્યો અને કુમાર સાથે મંત્રીપુત્રને પણ સૂંઢથી ઉપાડી પીઠ પર બેસાડ્યો અને ઊંચે આકાશમાં ઉડ્યો. એક શૂન્ય નગરના દરવાજે બન્નેને મૂકી હાથી અદશ્ય થઈ ગયો.
મંત્રીપુત્રને નગર બહાર મૂકી કુમાર પિતે એક નગરમાં ગયે. ત્યાં તેણે એક વિચિત્ર પુરુષને છે. જેનું મસ્તક સિંહનું અને ધડ મનુષ્યનું હતું. તેણે કોઈ સુંદર આકૃતિના મનુષ્યને પિતાના મુખમાં રહ્યો હતો. તેના મુખમાં ફસાયેલે પુરુષ આકંદ કરતે તરફડતા હતા. તે જોઈ કરુણાળુ કુમાર બોલે, હે નરસિંહ! તું આ દીન મનુષ્યને મૂકી દે. નરસિંહ બલ્ય, હે કુમાર ! હું બહુ વખતથી ભૂખ્યો છું, બહુ મુશ્કેલીથી મને આ ખેરાક મલ્યા છે. હું શી રીતે આને મૂકું? કુમાર છે, તે વૈક્રિય શરીર ધારી દેખાય છે. તે પછી શી રીતે આને ખાઈશ ? તે બે, હે કુમાર ! તારું કહેવું સત્ય છે, પરંતુ અમારે પૂર્વ ભવને. વરી છે. તેથી હું આને કઈ હિસાબે જીવતો નહીં મૂકું આને મારવાથી જ મારે કેપ શાંત થશે. ભીમ બેલ્ય, હે નરસિંહ! આ જગતમાં કઈ કઈને વૈરી નથી. પ્રાણીઓને સુખ દુઃખ નિજ કર્મથી જ પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં કઈ પ્રાણી કેઈને સુખ યા દુઃખ આપવા સમર્થ નથી. માટે દીનહિન એવા આ પુરુષને તું મુક્ત કર. એમ કુમારે નરસિંહને અનેક પ્રકારે સમજાવ્યો પણ તે ન સમયે. ત્યારે બળાત્કારે તે પુરુષને નરસિંહના મુખમાંથી ખેંચી કાઢ્યો. તે જોઈ નરસિંહને પિત્તો ખસ્ય. તે લાલ આંખ કરી.
Page #389
--------------------------------------------------------------------------
________________
કુમાર પર ધસ્યો, પરસ્પર તેઓનું ઘર યુદ્ધ જામ્યું. કુમા૨ના પ્રહારથી પીડાયેલે નરસિંહ અદશ્ય થઈ ગયે. તે જોઈ પેલે સુંદર પુરુષ હર્ષમાં આવી તાળીઓ પાડવા લાગ્યા. તે પુરુષ સાથે કુમાર નિર્ભય થઈ આગળ ચાલ્યું. નિર્જન નગરને કૌતુક પૂર્વક નીહાળતા અને રાજમંદિરે આવી પહોંચ્યા. કુમાર સુવર્ણ મણિ માણિક્યઆદિથી વિભૂષિત તે મહેલમાં ગયે. ત્યાં પુતળીઓએ તેના સ્વાગત સાથે ભક્તિ કરી એક જળ ભરેલે કળશ લાવી, બીજીએ તેના ચરણ પખાળ્યા, ત્રીજીએ કહ્યું, હે કુમાર ! તમે વિધિપૂર્વક સ્નાન કરે. એથીએ કહ્યું, હે કુમાર ! આ પુષ્પ ચંદનાદિ ગ્રહણ કરી જિનપૂજા કરે. પાંચમીએ કહ્યું, હે ભાગ્યશાળી ! તમે આ વસ્ત્રાભૂષણથી -તમારા દિવ્ય શરીરને શણગારે. છઠ્ઠીએ કહ્યું, હે સાહસિક શિમણું ! તમે આ દિવ્ય ભેજનને ભેગ. કુમારે તેઓના કહ્યા મુજબ બધું કર્યું. દિવ્ય વસ્ત્રાલંકારથી અલંકૃત ભીમકુમાર વિસ્મય પૂર્વક સર્વ નીહાળતે ઊભો રહ્યો. એવામાં કેઈ દેવ તેની સમક્ષ પ્રત્યક્ષ થઈ બોલ્યો, હે ભીમકુમાર ! હું તારા પર પ્રસન્ન છું. માટે તું વરદાન માગ. કુમાર બોલે,
દેવ ! મારે કાંઈ જોઈતું નથી પણ તું એ તે બતાવ કે આ નગર નિર્જન કેમ છે? વળી, આ જડ પુતળીઓ સચેતન જેવી થઈ આ મહેલમાં કેમ રહે છે ? દેવ બોલ્યો, હે કુમાર ! સાંભળઃ– - આ નગરનું નામ કનકપુર છે. અહીંને રાજા કનકરથ છે. તેને સુદત્ત નામને પુરોહિત હતા. તે પરસ્ત્રી લંપટ અને નગર નિવાસીઓને ઉદ્વેગ કરનારે હતો. તે
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૭ દરરોજ નવનવી સ્ત્રીઓને ભેગવતે. એમ કરતાં એક દિવસ તેની સર્વ પિલ પકડાઈજાહેર થઈ. એક દિવસ કોઈ પુરુષે આ વાત રાજાને જણાવી, કે હે રાજન ! આપના પુરોહિત નિત્યનિરંતર પરસ્ત્રી ગમન કરે છે. રાજાએ આ વાતની પૂરતી તપાસ કરી. તેમાં પુરેહિતને દોષ સાબિત થયો. તેથી રાજાએ તેને બહુ વિડંબના પમાડી મારી નાખ્યો. તે પુરેહિત કરી હું રાક્ષસ થયો. મેં જ નરસિંહ રૂપે આ નગરના રાજાને મેઢામાં પકડ્યો હતો. મારા મુખમાંથી તારા વડે મુક્ત થયેલે આ પુરુષ અહીને અધિપતિ છે. તારી વીરતાથી તુષ્ટ થયેલા મેં જ આ પુતળીઓ પાસે તારી ભક્તિ કરાવી છે. વળી આ નગરીના સર્વ લેકોને પણ મેં જ અદશ્ય કર્યા છે.
પછી ભીમકુમારના કહેવાથી રાક્ષસે અદશ્ય કરેલા મનુષ્યોને પ્રત્યક્ષ કર્યા અને રાજાને સિંહાસનારૂઢ કર્યા. રાક્ષસ
લ્યો, હે કુમાર! અહીંના ઉદ્યાનમાં કેવળી ભગવંત સમેસર્યા છે. તે સાંભળી કુમાર, મંત્રીપુત્ર, કનકરશે અને રાક્ષસ એ ચારે કેવળીને વાંદવા ગયાં,-વિધિપૂર્વક વાંદી દેશના સાંભળવા બેઠો. એવામાં કઈ ગજરાજ સૂઢ ઉછાળતે અને ગર્જના કરતો આવ્યો. તે જોઈ સર્વ સભા ક્ષેભ પામી, કેવળી બેલ્યાહે મહાનુભવેશાંત ચિત્તે બેસે, ડરવાનું કાંઈ પ્રયોજન નથી. એવામાં તે ગજેન્દ્ર ભીમકુમાર પાસે આવી, પ્રસન્ન ચિત્ત ઊભે રહ્યો. કેવળી બોલ્યા, હે લેકે ! આ ગજેન્દ્ર રૂપધારી પક્ષ આ રાજાના પિતામહ (દાદા)નો જીવ છે. નિજ પૌત્રની રક્ષા માટે આ ભીમકુમારને તે અહીં ઉપાડી લાવ્યો હતો. રાક્ષસના મુખમાં સપડાયેલા આ રાજાને
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ભીમકુમારે બહાદુરીથી બચાવ્યો. તેની બહાદુરીથી આ રાક્ષસ પણ બોધ પામ્યો છે. તે સાંભળી યક્ષ પોતાના મૂળરૂપમાં આવી બેલ્યો; ખરેખર, કેવળી પ્રભુનું કહેવું સત્ય છે. એવામાં મોટા આડંબરપૂર્વક કાલિકાદેવી ત્યાં આવી પ્રથમ ભીમકુમારને નમી. પછી કેવળી ભગવંતને વાંદ્યા. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ કેવળીને પૂછયું, હે ભગવન ! આ દેવીએ પ્રથમ ભીમકુમારને શા માટે નમસ્કાર કર્યા! કેવળી બેલ્યા, હે. રાજન! આ ભીમકુમારે તેને યુક્તિથી પ્રતિબધી જિનધર્માનુરાગી બનાવી છે. તેથી તે આ દેવીને ધર્મગુરુ છે. માટે તેણે પહેલાં કુમારને પછી મને વંદન કર્યું. ત્યારબાદ. યક્ષ બોલ્યો, હે કુમાર ! તારા વિરહથી તારા માતપિતા અતિ દુખિત છે. માટે તું તારા નગરમાં ચાલ. એમ કહી યક્ષે એક દિવ્ય મહાવિમાન બનાવ્યું. પછી કુમાર, યક્ષ, દેવી, વિગેરે કેવળી ભગવંતને વાંદી વિમાન પર ચડ્યા, અને દેવીએ કરેલા મેટા ઉત્સવપૂર્વક તેઓ કમલપુર નગરે આવી પહોંચ્યા. કુમાર માતપિતાને પગે લાગ્યો, નગરમાં ચોતરફ આનંદ આનંદ છવાઈ ગયો. શુભ મુહૂર્ત અને શુભ વાસરે નરવાહન રાજાએ ભીમકુમારને રાજ આપી ચારિત્ર ગ્રહણ કર્યું. અને ઘેર તપ કરી કર્મ ક્ષયે મેક્ષ પામ્યા. .
ભીમકુમાર પણ લાંબાકાળ સુધી પુત્રની પેઠે પ્રજાને પાળી પુત્રને પિતાના પદે સ્થાપી પ્રવજ્યા પ્રાપ્ત કરી પૂર્વોપાર્જિત કર્મને બાળી અજરામર સ્થાનને પામ્યા. . . ઈતિ ભીમકુમાર કથા સમાપ્ત ..
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૬૯ પ્રભુથી પ્રતિબોધ પામેલા નંદિનીપ્રિય શ્રાવકે પણ આનંદની જેમ ગૃહસ્થ વ્રત સ્વીકાર્યું. પિતાના જીવિતને સફળ ગણતે તે પ્રભુને વાંદી પિતાના ઘરે આવ્યું. પ્રભુ પણ અન્યત્ર વિહાર કરી ગયા. પિતાની ભાર્યા સાથે નંદિનીપ્રિયે ચૌદ વર્ષ સુધી સમ્યફ પ્રકારે જિનધર્મ આરાધ્ધ, પંદરમા વર્ષે તે ચિતરવા લાગે કે હજીસુધી મેં કુટુંબ ચિંતા જ કરી, માટે હવે મારે શ્રાવક પડિમા વહેવી જોઈએ એમ વિચારી સ્વજન વને સૉષી જ્યેષ્ઠ પુત્રને કુટુંબ ભાર સેંપી, પૌષધશાળામાં આવ્યું. જ્યણાપૂર્વક પ્રમાજી દર્ભનું આસન કરી તેણે વિધિપૂર્વક શ્રાદ્ધ પડિમા આરાધી. ઉપસર્ગ રહિત એવા નદિનીપ્રિયે અનશનપૂર્વક વીર : સ્મરણું કરતા શાંત કષાયે દેહ છોડ્યો. અને સૌધર્મકલ્પનાં અરુર શુભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે મહાસમદ્ધિશાળી દેવ થયે.'
- અહી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “હે ભગવન્!' ત્યાંથી ચવી નંદિનીપ્રિય ક્યાં ઉત્પન્ન થશે? ” પ્રભુ બોલ્યા, હે ગૌતમ ! ત્યાંથી ચ્યવી તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. એ પ્રમાણે સુધર્માસ્વામીએ નંદિનીપ્રિયનું ચરિત્ર કહ્યું . . . . . ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય શ્રી રાજકીર્તિ - ગણુની રચેલી ગદ્યબંધ વધમાન દેશના નંદિનીપ્રિય શ્રાવક પ્રતિબોધ નામક નવમે ઉલ્લાસ
સમાપ્ત
Page #393
--------------------------------------------------------------------------
________________
ઉલ્લાસ દસમા
તેતલી પુત્રનું ચરિત્ર
હવે સમગ્ર સાધુ ગચ્છાધિપતિ શ્રી સુધર્માસ્વામી ચરમ કેવળી શ્રી જમ્મૂસ્વામીને ભવ્યજીવાના ઉદ્ધાર માટે તેતલીપુત્ર શ્રાવકનુ ચરિત્ર કહે છેઃ-~~
આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામની નગરી છે. તે નગ“રમાં નિત્ય મહાત્સવેા પ્રવતી રહ્યા હાવાથી સત્ યુગ અવતીઁ હાય એમ લાગતું. તે નગરનું નામ માત્ર પણ પ્રવાસીજનાને સતાષ પમાડે છે, કેમકે ઉદાર એવા તે નગર નિવાસી અતિથિ—અભ્યાગતાની આગતા સ્વાગતામાં નિત્ય તત્પર રહે છે. તે નગરમાં જાણે મેટામેટા પર્વતન હાય તેમ વિશેષ પ્રકારના ઉત્તુંગ દેવમંદિર છે, જાણે સ્વર્ગનાં વિમાનેાની હાર ન લાગી હાય! એવી મનેાહર મહાલયાની પરંપરા લાગી છે તે નગરમાં સ્ત્રી પુરુષો કેમ જાણે બૃહસ્પતિની જોડી ન હાય ! એવા બુદ્ધિવાળા છે. તે નગરના સરોવરો કમળ, કલ્હાર અને કુમુદના પરાગથી તેમ સુવાસિત સ્વચ્છ જળથી àાછલ છે. તે સરાવરા જાણે માન સરાવરની અપેક્ષા કરતા હાય તેમ જણાય છે! વળી તે નગરમાં જિતશત્રુ રાજા
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૦૧
cr
રાજ્ય કરતા હતા. તે રાજાએ પાતાના પ્રચંડ બાહુદડથી ઊભા કરેલા માંડવામાં રાજલક્ષ્મીને આણી રાખી હતી. રાજનું મુખ દેદીપ્યમાન હતું, કેમકે “ રાજલક્ષ્મી રાજાના મુખ સામે નિરતર નેત્રકટાક્ષો ફેંકતી. “યથી નામા તથા ગુણા : ” વાળા રાજા ઈન્દ્ર જેવા શાલતા હતા. વળી ત્યાં તેતલીપુત્ર નામના સુપ્રસિદ્ધ ગાથાપતિ વસતા હતા. તેને ફાલ્ગુના નામની ભાર્યા હતી. તેના રૂપમાં સમસ્ત સ્ત્રીઓના રૂપની હદ આવી ગઈ હતી. તેનુ વ્યવસાયમાં, વ્યાજમાં. અને ધરણીમાં નિધાનરૂપે ચાર ચાર ક્રોડ સુવર્ણ દ્રવ્ય હતું, ચાર ગોકુલ પણ તેને હતાં બીજી પણ તેને ઘણી ઋદ્ધિ હતી.
એક દિવસ અહિંસા અને પ્રેમના મહાદીપકથી વસુંધરાને પ્રકાશમય કરનાર વિશ્વવધ પરમાત્મા ચરમ શાસનાધિપતિ શ્રી વર્ધમાનસ્વામી સુખપૂર્વક વિચારતાં કનકકમલ પર કામળ ચરણારવિંદને મૂકતા શ્રાવસ્તિ નગરના કાષ્ટક ચૈત્યમાં સમાસર્યાં.
જિતશત્રુ રાજા–પ્રમુખ નગરજના સમેસરણમાં ગયા. તેતલીપુત્ર પણ જિનાગમન સાંભળી હર્ષભર્યા હૈયે પ્રભુ પાસે આવ્યા, અને વિધિપૂર્વક વાંદી તેમની આગળ ખેઠા. પ્રભુએ ભવ્ય જીવાને સાધીને, સર્વ પ્રાણીઓને સાધારણ એવી ભાષામાં દેશના આપી: ભા, ભેા, ભવ્યલેાકાઃ ! મનુષ્ય. ભવને મહા દુર્લભ જાણી દુર્ગતિ દાયક પ્રમાદને ત્યજો. આ લેાકમાં અલૌકિક સુખ સુલભ છે, સ્વગ આદિની સપત્તિ સુલભ છે. પરંતુ એકાંત સુખદાયક જિન પ્રણિત ધમ અતિ દુર્લભ છે. ધર્મ થી ઉત્તમકુળ, દિવ્ય રૂપ, સપત્તિ કીર્તિના
Page #395
--------------------------------------------------------------------------
________________
i
/
૩૭૨૦ વિસ્તાર ઈત્યાદિ અનેક દિવ્ય સામગ્રી આવી મળે છે. માટે, પ્રમાદ પ્રવજી પ્રયત્ન વડે ધર્મ આરાધે. !'. ધર્મનું મુખ્ય કારણ જ્ઞાન જાણું તેમાં આદર કરે જ્ઞાનથી પુષ્ય, પાપ, ખાવા ગ્ય, નહીં ખાવાગ્ય, પીવા ચિગ્ય, નહીં પીવા યોગ્ય તેમજ આલોક, પરલોક, સ્વર્ગ
અને મોક્ષ આદિ જાણી શકાય છે. જ્ઞાન જ દુર્ગતિના દુખનું દલન કરે છે, અને શિવસુખ મેળવી આપે છે. એવી રીતે જ્ઞાન એ સર્વ ગુણોનું સ્થાન છે. જ્ઞાન વડે પ્રાણીઓ સાગરચંદ્રની જેમ સર્વ સંપદા પામે છે. તે સાંભળી તેલી પૂછ્યું, હે ભગવન્! તે સાગરચંદ્ર કેણુ?" જ્ઞાનવડે તેને શી . સંપદા મળી? તે કૃપા કરી જણાવશે. પ્રભુ બોલ્યા, હે તેટલીપુત્ર! તું સાગરચંદ્રના મહા આશ્ચર્યકારી ચરિત્રને સાવધાન થઈ સાંભળ –
સાગરચંદ્રની કથા આ ભરતક્ષેત્રના મલયપુરમાં અમિતચંદ્ર નામને રાજા રાજ્ય કરતું હતું, તેને બહુ સુંદર ચંદ્રકળા નામની પટ્ટરાણી હતી. તેમને સાગરચંદ નામને એક પુત્ર હતે. * તે. કુમારમાં જે ભેજાબળ, બુદ્ધિ, વિદ્યા, સૌભાગ્ય આદિ ગુણ હતાં તે અન્યત્ર કેઈનામાં દેખાતા ન હતાં. તે કુમાર લીલા માત્રમાં મેટા ગજરાજેને વશ કરતે, મહાબળવાન પુરુષને આકાશમાં ઉછળી જમીન પર પછાડ અને ભૂત પિશાચ આદિવ્યંતરોને પણ ગુલામ બનાવો. : : : : :
એક દિવસ તે કુમાર નગરમાં લીલાપૂર્વક ફરતો હતો.' તેવામાં તેણે કોઈ પુરુષને વાંસના અગ્ર ભાગ પર એક લેખ
Page #396
--------------------------------------------------------------------------
________________
5
पि जा
ERE KI
૭૩ લિઈ બેઠેલે છે. કુમાર તેની પાસે જઈ વિસ્મય પૂર્વક પૂછવા લાગ્યો, હે પુરુષ! આ લેખેમાં શું છે? તે બલ્ય,
હે કુમારે! આ લેખમાં એક અપૂર્વ પ્રાકૃતિક છે. તેની 'કિંમત પાંચ દિનાર (સેનામહોર) છે. કુમારે વિચાર્યું,
જરૂર આમાં કાંઈ જાણવા જેવું જણાય છે. એમ વિચારી કુમારે તેને પાંચસો દિનારે ગણી આપી અને પ્રસન્ન થઈ ગાથા વાંચવા લાગ્યો. તે આ પ્રમાણે
अप्पच्छियं चिय होयइ दुह तह सुहपि जीवाणं ॥ . तं चिय उपसमिउं धम्म चिय कुणह पडिबंध ॥ १ ॥
અર્થ નહીં ઈચ્છવા છતાં, જેને સુખ અને દુઃખ શું નથી આવી મળતું? અર્થાત્ જીવની ઈચ્છા ન હોય તે પણું સુખદુઃખ અણબેલાધ્યા આવી મળે છે. માટે મેહને મૂકી ધર્મને વિષે પ્રતિબદ્ધ કરે.
તે ગાથાને અર્થ મનમાં ચિતવતે સાગરચંદ્રકુમાર કીડાથે ઉદ્યાનમાં જઈ વિવિધ કીડા કરવા લાગે, ક્રીડા કરતા એવા કુમારને કોઈ પુરુષ ઉપાડી સમુદ્રમાં નાખી દીધે, પરંતુ પૂર્વકૃત પુણ્યના એગે તેને એક પાટિયું મળી ગયું. અનુક્રમે તણા કુમાર અમરદ્વીપે આવ્યો. શ્રીફળના જળથી શરીરનું મર્દન કરી તંદુરસ્ત થયા. ગાથાથની વિચારણામાં તે દુઃખને પણ નહીં ગણકારતે પ્રાણધારરૂપ ફળફૂલાદિનું ભક્ષણ કરી આગળ ચાલ્યો દ્વીપમાં ભમતો કુમાર એક વનખડમાં આવ્યું. ત્યાં તેણે કઈ કન્યાનું રુદન સાંભળ્યું, તેથી કરુંણાળું કુમાર તે દિશાએ ચાલ્યો, કે જ્યાંથી રુદને સંભળાતું
CL
-
Page #397
--------------------------------------------------------------------------
________________
: ૩૭૪ હતું. બિલકુલ નજીક ગયા પછી તેણે જોયું કે, “કોઈ બાળા ગળામાં ફસે ખાઈ મરવાની અણુએ આમ બેલતી હતી.” કે આ ભવ–પરભવ અને જગ્યાએ મારે પતિ સાગરચંદ્ર જ થાઓ, તે સિવાય અન્ય પુરુષ મારે પિતા–ભ્રાતા તુલ્ય છે. તેના પ્રાણ પિંજર મૂકી ઊડવાની તૈયારી કરતા હતા. ત્યાં સાગરકુમાર તેનો પાશ છેદી તેને આશ્વાસન આપવા લાગ્યએવામાં કઈ વિદ્યાધર ત્યાં આવી કુમારને કહેવા લાગ્યું કે, “હે સપુરુષ! તમે આ કન્યાના જીવિતવ્યનું રક્ષણ કર્યું તેથી તમે અમારા મહાઉપકારી છે કુમારે પૂછયું, “હે વિદ્યાધિપતિ ! આ કન્યા કેણ છે? આને આમ કરવાની ફરજ શા માટે પડી? ખેચર બેલ્યો કે “આ અમરદ્વીપમાં અમરપુર નામનું નગર છે. ત્યાં ભુવનભાનુ રાજા રાજ્ય કરે છે. તેને ચંદ્રનંદના નામની પટ્ટરાણી છે. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલી સકલ કલા કળાપમાં કુશળ કમળનયની કમળમાળા નામની આ રાજપુત્રી છે. એક દિવસ સાગરચંદ્રના બળ, બુદ્ધિ, વિદ્યા, ચાતુર્ય અને કળા કૌશલ્ય આદિ ગુણ સાંભળી આ કુંવરી તેના પર અનુરાગી થઈ. તે વખતે આ કુંવરીએ એવી પ્રતિજ્ઞા કરી કે, “આ ભવમાં મારે પતિ સાગરચંદ્ર થાએ, અન્યથા હું કાષ્ઠ ભક્ષણ કરીશ.
આજે સુરસેન નામને વિદ્યાધર આના રૂપલાવણ્યથી 'મેહ પામી આ કુંવરીનું હરણ કરી અહીં આવ્યું. હું આ કુંવરીને અમિતતેજ નામને મામો છું. કુંવરીને વિલાપ સાંભળી હું અહીં આવ્યું. આ બનાવ જોઈ મને બહુ ક્રોધ ચડ્યો, અને અમારા બન્નેનું પરસ્પર યુદ્ધ જામ્યું. હું તે
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૫ વિદ્યાધરને ખૂબ માર મારી પેજને દર મૂકી આવ્યું છું. આ કમળમાળા મારી ભાણેજ છે. આ વાત ચાલે છે એવામાં અમિતતેજ વિદ્યાધરની માતા વિઘલતા પણ ત્યાં આવી પહોંચી. તે સાગરચંદ્રને જેઈ ઓળખી બેલી, હે પુત્ર! કહ્યું છે કે –
कः कल्पपादपोरत्न-निधि : को वा सुधारसः॥ अनंत फलदो लब्धो, योगः सत्पुरुषैयदि ॥ १ ॥
અર્થ: યદિ અનંત ફળ આપનાર પુરુષને એગ થયે છે. તે પછી કલ્પવૃક્ષ, રત્નનિધિ એને સુધારસ શું ચીજ છે? અર્થાત્ સપુરુષને એગ તે સર્વથી ઉત્તમ છે.
વળી, હે અમિતતેજ બેટા! નિશ્ચય આ મલયપુરને યુવરાજ, અને ચંદ્રકળા રાણીને લાડલે સાગરચંદ્ર છે. મેં આને નંદીશ્વરદ્વીપે જતાં જ હતું. તે સાંભળી કમળમાળાની રામાવલી વિકસિત થઈ. તે પ્રમુદિત થઈ વિચારવા લાગી. અહ! આ જગતમાં પુષ્યને પરિપાક કે છે? ક્યાં આ કુમાર અને ક્યાં હું નિશ્ચય વિધિએ અનુકુળ સોગ કર્યો. અમિતતેજ રાજાએ મેટા આડંબરપૂર્વક કમળમાળાનું કુમાર સાથે લગ્ન કર્યું. રાજકુંવરી, કુવરી મટી સૌભાગ્યવતી બની, તેને બ્રાહ્મણે “અખંડ સૌભાગ્યવતી ભવ” એમ આશીર્વાદ આપવા લાગ્યા.
ત્યારપછી કુમાર ઉત્સવપૂર્વક અમરનગરે આવ્યા તેના શ્વસુરે પણ તેને આડંબરપૂર્વક પ્રવેશ મહત્સવ કર્યો. ત્યાં રહી કુમાર, કમળમાળા સાથે સ્વેચ્છાએ વિષયસુખ સેવવા
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૬ લા.એક દિવસ શનિ સમયે સાગરકુમારપતિના પની સાથે રામથી સૂતે પણુપ્રભાતે પિતાને એક મહાપર્વતના શિખર પરાઈ. વિસ્મય પામ્યા તે વિચારવા લાગે અહે! ? કયાં મારે વાસ !: કયાં મને નિરંતર : રાજી રાખનારી કમળમાળા ! અને જ્યાં આ ભયંકર ગિરિશિખરૂ ખરેખર, હું વિષમ વિપત્તિમાં આવી પડ્યો છું એમ વિચારી તે ગાથાર્થ વિચારવા લાગ્યું. તેથી તેને શ્ધાપિપાસાનું દુઃખ પણ ન જણાયું.
ભયંકર અટવીમાં સિહું જેમ નિર્ભયં થઈ કુમારફતે ફરતે અશેક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેલા મુનિરાજ પાસે આવ્યો. વિવેકવંત કુમાર મુનિને વાંદી તેમની સામે બેઠે. મુનિએ પણ ધર્મલાભ” આપે. તેણે પૂછયું હે ભગવન! પ્રાણીઓને સુખ શાથી મળે ? મુનિએ તેને રેગ્યે જાણું તેના હિતાર્થે જ ઉપદેશ આપે કે જિનધર્મ આદરવાથી પ્રાણીને સર્વ પ્રકારના સુખે વગર આમંત્રણે આવી મળે છે. ધર્મ વિના જીવને અર્થ અને કામ, મળતા નથી. ધર્મરૂપી કલ્પવૃક્ષનું જે મૂળ તે સભ્યત્વ કહેવાય સમ્યક્ત્વ વિન આરોધેલો ધસ નિષ્ફળ થાય છે. જે જીવ દેવગુરુધર્મરૂપ ત્રણતને સમ્યફ પ્રકારે. સહે, તેઓને ત્રિલેકનાથે સમક્તિ કહ્યું છે. રાગદ્વેષથી રહિત અઢાર દેષ રહિત યથાર્થ પદાર્થને સત્ય સમજાવનાર-કહેનાર ઐક્ય પૂજનીય, અને સર્વજ્ઞ એવા દેવું જાણવા પચમહોત્રતાયુક્ત.એઈ પ્રવચન માતાને પાળનાર સર્વદો સમભવધાળા, મિથ ધર્મોપર્દેશમાં હરહંમેશ તત્પર, અને કષાયથી મુક્તિા એિ ગુરુ જાણવા
:
{2
',
R
:
Page #400
--------------------------------------------------------------------------
________________
وقد
*
* 1
:
૧
)
અને જે દુર્ગતિમાં પડતાં જીવોનું રક્ષણ કરું-ઉદ્ધારે તે ધમ": જાણ. તે ધર્મ સંયમાદિદશ ભેદે છે. એમ શ્રી સર્વએ કહ્યું છે તે સાંભળી પ્રતિબંધ પામેલા કુમારે સમક્તિ ઘારણ કર્યું. જ્યાં તે ફરી પ્રશ્ન પૂછવા જાય છે. પણ 1:...અરે! આ શું મારા ધર્માચાર્ય કયાં ગયાંગ ગજબની સ્થિત છે હમણાં તે મારી સામે જ બેઠાં હતાં. હિશે.
મહાપુરુષનું ચરિત્ર અંશ્ચર્યકારી હોય તેને મારા જેવા મૂિઢ.. કંયાંથી.. જાણે ? પરંતુ તેમને મારા પર પરમ ઉપકાર
છે એમ.. મનમાં ધર્મગુરુને ઉપકાર માનતકુમાર ઉભે થિયે. ત્યાં અચાનક સમરવિજય કુમારે સેના સહિત તેના પર આક્રમણ કર્યું.
. . ' s :: દમ, ઈ ચારે તરફથી સાગરચંદ્રકુમારને ઘેરી સેનાના નાયકે પિતાના સુભટને કઠેર વચને કહ્યું, “હે સુભટે! આ પાપીઠ કુમારને શીઘ મારે.. ખબરદાર, નાસવા ન પામે ” તે સાંભળતાં છતાં કુમાર નિર્ભર્યુ થઈ ગાથાર્થ વિચારવા લાગે, અને કોઈ સુભટનું શસ્ત્ર ઝૂંટવી તેઓની સાથે બહાદુરીથી સંગ્રામ કરવા લાગે. ક્ષણમાત્રમાં તેણે કેટલાક દ્ધાઓને ધરણ પુરે હરહંમેશને માટે સૂવાડી દીધા, કેટલાક તે તેની પાસે પણું ન આવતાં, દુરથી જ લડવાને અભિનય કરતા કુમાર એક કદમ વધાઁ તે તેઓ ચાર કદમ પાછા ખસી જતાં. ધળી કેટલાક મરણીયા થઈઝઝૂમતાં પણ કુમારની શમશેરના ભેગ બની જતા. એકલા હાથે કુમારે કેટલાકને મારી નાખ્યા, કેટલાકને જન્મી કર્યા. બાકી રહેલા બધા એવા ઊભી પૂછડીએ ભાગ્યા કે પાછું વાળી જોયું પણ નહીં. સમરવિચ
1 t[ '
! .
૬
t "
r"
*
*
*
*
*
Page #401
--------------------------------------------------------------------------
________________
- ૩૭૮ બેલ્ય; હે બહાદુરે! ઊભા રહો. કાયર ન બને. રણભૂમિથી ભાગવું એ આપણા જેવા સિંહોનું નહિ પણ કાયરનું કામ છે, પણ સાંભળે એ બીજા, એ તે જાય મા........૨....... મા........૨. તે જોઈ ક્રોધ પામેલે સમરવિજ્ય સ્વયં યુદ્ધમાં ઊતર્યો, અને કુમારે મદેન્મત ગજેન્દ્રની જેમ યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવાર તે જયશ્રી (વિજ્ય-લક્ષ્મી)ને પણ સંશય ઉત્પન્ન થયે કે “હું કેને વરું?” ખૂબ વાર લડ્યા પછી કુમારે સમરવિર્ય ને છળથી બાંધી લીધો. પાશથી બંધાયેલે સમરકુમાર રાંકની જેમ સાગરચંદ્રકુમારના પગે પડી ક્ષમા યાચવા લાગ્યું. સાગરચંદ્રને સમરવિ પર દયા આવી તેથી તેને છેડી મૂક્યો.
એવામાં ત્યાં કઈ અંગના આવી બેલી, હે કુમાર ! સાંભળ કુશળવદ્ધન નગરમાં શ્રી કમળચંદ્ર નામને રાજા • રાજ્ય કરે છે. તેને અમરકાંતા નામની પત્ની સાથે સુખ ભેગવવાના ફળરૂપ જોનારના મનને તરત હરી લે એવી મૃગનયની, ભુવનકાંતા નામની પુત્રી છે. તે જેમ રૂ૫ લાવ
પ્યથી ભરપૂર યૌવનથી અલમસ્ત છે. તેમ જિનધર્મના રંગે રંગાયેલી છે. કેઈના મુખથી તારા ગુણગાન સાંભળી તે સુકુમારીએ એવી પ્રતિજ્ઞા કરી છે. કે આ ભવમાં મારા પતિ સાગરચંદ્ર જ થાય. અન્ય સર્વ પુરુષે મારા સદર છે. એવી દઢ પ્રતિજ્ઞા કરી તે સુલેચની તારી રાહ જોતી રહેલી છે. -
હવે સોલાપુર નગરમાં સુદર્શન નામને રાજા રાજ્ય કરે છે જે તારાથી પરાજ્ય પાપે, તે સમરવિજય નામે
Page #402
--------------------------------------------------------------------------
________________
૩e
તેને પુત્ર છે, અને તારો શત્રુ છે. એક દિવસ સુદર્શન ભૂપતિએ સમરવિજ્ય માટે કમલચંદ્ર પાસે ભુવનકાંતાની માગાણું કરી, પરંતુ પુત્રીના જીવનની ચિંતા કરનાર કમલચંદ્ર, નૃપતિએ ચેખી ના પાડી. તેથી તે સેના સહિત ગુપ્તપણે આવ્યો, અને મારી આંખની રેશની જેવી ભુવનકાંતાને ઉપાડી ચાલ્યા ગયે. હું તેની ધાવ મા છું. મેહવશથી હું તેની પછવાડે દેડતી દેડતી અહીં આવી, મારા પુ ગે તમને. અહીં જોઈને ઓળખ્યાં. માટે કૃપા કરી આપ ભુવનકાંતાને તે મૂઢ પાસેથી છોડાવી આપની કાન્તા બનાવે. તે સાંભળી ભયભીત થયેલા સમરવિજ્યકુમારે તે કન્યા સાગરચંદ્રકુમારને. સેંપી. અરે! સેંપીશું, પણ સેંપવી પડી.....
- સાગરચંદ્રકુમારે પણ ભુવનકાંતાનું પાણિગ્રહણ કર્યું. અને પિતાના સસરાને મળવા માટે કુશલવનપુર તરફ પ્રયાણ કર્યું, રસ્તામાં વીણા વેણુ મૃદંગાદિયુક્ત ગીતગાન સાંભળી. કુમાર વિસ્મય પામ્યું. એટલું જ નહિ, પણ કન્યા ગુમ. યુક્ત રથને મૂકી તે સંગીતની દિશાએ ચાલ્યો, આ નિર્જન. વનમાં આ સુરીલે સાદ અને મસ્ત મૃદગાદિને નાદ આવે. છે કયાંથી ? એમ વિચારતે તે બહુ દૂર નીકળી ગયા. ત્યાં એક ગહન કાનન (વન) માં પહોંચેલા કુમારને સાત માળને મનહર મહેલ દેખાયું. તેણે નિશ્ચય કર્યો કે ગીત ધ્વની આ મહેલમાંથી જ આવે છે. આરસ પત્થરના પગથીયાં ચઢતે; મહેલની ચિતરામણ કેરામણ જેતે, ઓરડામાં રહેલી ભેગેપગની દિવ્ય સામગ્રી જેતે, અને અનેક પ્રકારના તક વિતર્ક કરતે કુમાર મહેલના સાતમે માળે આવી પહોંચે.
સંગેમરમરમય એ ભવ્ય ઓરડામાં મખમલી ઉચે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૦
',
1
<
(
*_
[ v=
અને મુલાયમ વ્હાલી પાથરેલો હતો, તેના ઉપર અતિ કામળ તકીયા ગઠિવેલા હતા. એક મજુ લાઈન બંધ પાંચ પલગ ઉત્તમ શય્યાથી શાભતાં પડ્યા હતાં. ચાતરફ ફૂલદાની મહેકી રહી હતી. દિવાલો પર અનેક પ્રકારના ચિત્રો ચીતરેલા હતાં. ધૂપદાનીમાં ખળતા ધૂપથી આખા આરો સુવાસથી છવાઈ ગયા હતા. તે શાનદાર ગાલીચા પર નવ ચૌવનથી નીતરતી નાજુક નમણી અને નાગ કન્યા જેવી પાંચ નારીએ નાટાર ભ કરતી હતી. તેમાંથી ચાર જણી બેસીને વીણા વેણુ મૃદંગ પ્રમુખ વાજિંત્ર તાલબધ વગાડતી હતી. અને એક કમલાક્ષી કામિની કમળ મુદ્રાએ અભિનય પૂર્ણાંક નૃત્ય કરતી હતી. તેના નૂપૂર ઠમકા સાથે ઝમઝમી રહ્યાં હતા. તેના નિતબ પ્રદેશ સુધી લખાયેલો કેશકલાપ નાગ પુષ્પની વેણીથી દ્વીતા સજીવ સર્પ જેવા શાલતા હતા. સુવણુ મણિમય 'કટિમેખલા ખણખણી રહી હતી. વક્ષસ્થળ પર કસેલી નાની ચાળીમાં ન સમાયેલું તેનુ' નાભિ કમળ રોચક લાગતું હતું. બહુ ઝીણી અને ટપકાવાળી ઓઢણીમાંથી તેનું દિવ્ય શરીર ઝળકી રહ્યું હતું. તે મૃદું સ્વરે ગાતી હતી. કન્યાને કામળ અગાપાંગ વાળવા પૂર્વ ક નૃત્ય કરતી અને નેત્રકટાક્ષ યુક્ત અભિનય કરતી જોતા કુમાર ઊભા હતા, તેવામાં તે કન્યાએ એ કુમારને જોઈ લીધે, જોતાની સાથે જ કન્યાએ પેાત પેાતાનુ કામ પડતું મૂકી કુમાર પાસે દોડી આવી. “ ભલે પધાર્યાં ” એમ કહેતો તે સુંઢરાંગનાએ તેની આજુબાજુ ફરી વળી એકે કુમારના કાંડ પકડી ઉત્તમ આસન પર બેસાડ્યો અને પાંચે તેના પગ પાસે બેસી ગઈ. મૌનને ભાંગતા કુમાર આલ્યે, હું પ્રમદા !
? **
| |
»
J
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૧૩
એકલી કેમ રહેા છે. તેઓ બોલી
''
7
તમે કાણ છે? અહી હું સુંદર ! તમે અમારુ સ્વરૂપ સાંભળો. -
-
5. વૈતાઢચ પ ત ઉપર સવ ખેચરાના અધિપતિ સિંહનાદ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. અમે પાંચે તેની કસલા, શ્રી, રભા, વિમલા અને તારા નામની પુત્રીએ છીએ. એક દિવસ અમારા જનકે કાઈ નૈમિત્તિકને પૂછ્યું કે મારી આ પાંચે પુત્રીઓના પતિ કાણુ થશે ? તે ખેલ્યા, હે રાજન ! રભા રામા અને તિલેાત્તમા આદિ અપ્સરાએના રૂપને તિરસ્કાર કરે એવી રૂપ લક્ષ્મીવાળી આ કન્યાઓનેા ભરથાર મલયપુર નરેશ અમિતચદ્રના પુત્ર સાગરચંદ્ર થશે. જો કે આપ ખેચર અને તે ભૂચર છે છતાં સચૈાગ યોગ્ય જ છે. વળી આ કન્યાઓને સાગરચંદ્રકુમારના સંગમ ઘારઅંધકાર નામના વનખંડમાં થશે. તે સાંભળી સિંહનાદ રાજાએ તેને સતાષી વિસર્જન કર્યાં.
'' '
''
પછી અમારા પિતાએ ધારઅધકાર નામના વનમાં આ
"
સાત ભૂમિવાળા મહેલ તૈયાર કરાવ્યો. એમાં અમે સુખપૂર્વક
で
સમય વીતાવતા તમારી રાહ જોતી રહી હતી. એવામાં તમાએ આવી અમારા જન્મ સફળ અને નૈમિત્તિકનું વચન
۱
સત્ય કયું. હવે હું નાથ! તમે અમારા પર કૃપા કરી અમારું પાણિગ્રહણ કરો, તે સાંભળી અતિ વિસ્મય પામેલા કુમારે ગાથાર્થ સ્મરી તેમનું પાણિગ્રહણ કર્યું. એવામાં તરત જ કન્યા સાથે ભુવન પણ અંદૃશ્ય થઈ ગયું. અહો! આ શું કહેવાય! તે કામિનીએ અને મહેલ એ અધુ કચાં ગયુ? શું મને માહ કે ચિત્તભ્રમ થયુ છે અથવા તા એ પ્રભાવ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૨ કેઈ દેવને દેખાય છે? પછી તે ગાથાથે વિચારતે ત્યાં આવ્યો, કે જ્યાં રથ સાથે ભુવનકાંતાને મૂકી હતી. ત્યાં પિતાની પત્નીને રથ સાથે ગુમ થયેલી જાણે તે ખુબ વિષાદ
ખેદ પામ્યો. પણ ગાથાર્થના સહારે તે આગળ ચાલ્ય, માર્ગમાં તેણે ઉંચુ ભવ્ય અને ધ્વજાપતાકા તેરણાદિથી મંડિત -એક જિનાલય જેવું, બહાર સરોવરમાં સ્નાન કરી તેણે કમળ પુષ્પ તડી રત્નમય જિનબિંબની પૂજા કરી–સ્તુતિ કરી.
જિનાલયની શોભા જે તે ઊભે હતું તેવામાં મંગલપુરીને રાજા સુધર્મસેન આવ્યો. તે કુમારના પિતાને પરમ મિત્ર હતા. જિનરાજને પૂજી પાછા વળતાં રાજાએ સાગર
ચંદ્રને જોઈ ઓળખ્યો પછી અતિ પ્રસન્ન થયેલા તેણે કુમાકરના ક્ષેમકુશળ પૂછળ્યા. સુધમસેન સાથે તેની સ્વરૂપશાળી
સુંદરી નામની કન્યા પણ જિનનમનાથે આવી હતી. તે કુમારને જોઈ ખૂબ ખુશ થઈ, કેમકે, “પૂર્વે તેને કેઈનૈમિત્તિકે કહ્યું કે, “તારે પતિ સાગરચંદ્રકુમાર થશે.” આ લેકે - અહીં ઊભા છે એવામાં સિંહનાદ વિદ્યાધર પણ ત્યાં આવી પહોંચ્યો જિનપ્રતિમાને નમન કરી તેણે કુમારને સ્નેહપૂર્વક કહ્યું, હે વત્સ! બહુ સારું થયું કે મારા પુણ્ય તું અહીં સકુશળ આવી પહોંચ્યો, કુમારે પૂછયું, હે સ્વામિન્ ! તમે કેણ છે? હે વત્સ! હું સિંહનાદ નામે વિદ્યાધરાધિપતિ છું. મારી પાંચે કન્યાનું તે પાણિગ્રહણ કર્યું છે તેથી હું તારે શ્વસુર છું. કુમાર બલ્ય, કે મેં પરણેલી તે કન્યાઓ અને આવાસ એકાએક કેમ ગુમ થઈ ગયે? તે
ત્યે હે વત્સ! સાંભળ:- સમુદ્ર કિનારે અમિતતેજ
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૩
પ ના
રાજ્યમાં એક વાત તેમ જ
દુર ક
નામને એક રાજા છે તેને કનકમાળા નામની રાણી છે તેને ઉદરથી જન્મેલા કમલ અને ઉત્પલાક્ષ નામે બે બળવાન કુંવરે છે. તેમાંથી કમલકુમાર તારી ભુવનકાંતા નામની સ્ત્રીનું રથસહિત હરણ હરી વિતાઢય પર્વત પર ગયો છે. તે કન્યા પિતાના દઢ શિયળ યુક્ત ત્યાં રહેલી છે. વળી તે ઉત્પલાક્ષે કુમારે તે પાંચે કન્યાનું હરણ કરી મહેલને અદશ્ય કર્યો અને તેને પૃથ્વી પર મૂકયો. વિદ્યા બળથી તેનું સ્વરૂપ જાણું દુષ્ટ ઉત્પલાક્ષને મારી નાંખ્યો, અને મારી પાંચે કન્યાને હું મારા રાજ્યમાં મૂકી અહીં આવ્યો છું. તે સાંભળી ક્રોધ પામેલે કુમાર બેલ્યો, હે તાત! તમે બહુ ઉત્તમ કાર્ય કર્યું, હવે મને જલદી વૈતાઢયે પહોંચાડે. તેથી હું દુષ્ટ કમપળને મારી, મારી પ્રિયાને સ્વાધિન કરું. સુધર્મસેન રાજા બોલ્યો,
અરે કુમાર! તું જાય તે ભલે જા, પણ મને તે ચિંતાથી મુક્ત કરતે જા એમ કહી કુમારને સુંદરીનું ત્યાં જ પાણિગ્રહણ કરાવ્યું. સિંહનાદવિદ્યાધરેન્દ્ર સુંદરી યુક્ત સાગરચંદ્રકુમારને પિતાના નગરમાં લાવ્યું અને પાંચ પુત્રીએ મહતા.બર પૂર્વક પરણાવી અને કુમારને બહુ રૂપ કારિણી પ્રમુખ ઘણી વિધિઓ આપી–શીખવાડી. એવી રીતે વિદ્યા અને બળથી યુકત કુમાર પોતાની પ્રિયા ભુવનકાન્તાને લેવા ઉપડયો.
કમલકુમારના પિતા અમિતતેજ-વિદ્યાધરને આ વાતની ખબર પડવાથી તે ભુવનકાંતાને લઈ સાગરચંદ્રકુમારના સામે આવ્યું. સાગરચંદ્રકુમારને ભુવનકાંતા સેંપી તેણે પિતાના પુત્રે કરેલા અપરાધની ક્ષમા યાચી. ઉદાર દિલ કુમારે તેને ક્ષમા આપી. વળી અમિત તે જ વિદ્યાધરે અમર દ્વિપના અમરપુરમાં
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૪૭,
રહેલી માર્ની પ્રથમ પત્ની -કમલમાળાને ત્યાં લાવી આપી પછી કુમાર પોતાની બન્ને પત્ની સાથે વિતાવ્ય પર્વત ઉપરુ આવેલા વિમલપુરમાં આવશે. ત્યાં તેની છએ પત્ની રાહ જોતી બેઠી હતી. પોતાના પતિ સાથે પત્નીઓને જોઈ તેઓને બહુ આનંદ થશે. આઠે દિશાઓમાં રહેલી સ્ત્રીઓના રૂપ સૌદર્યની પ્રતિમા જેવી આઠ પત્નીઓ સાથે અનેક પ્રકારની કીડા) સાથે સ્વેચ્છાએ ભેગે જોગવતા કુમારે એક દિવસ વિદ્યાધર પાસેથી જવાની રજા લીધી વિદ્યાધરે તુરત એક મેટું વિમાન બનાવી આપ્યું મહતું સમૃદ્ધિથી ભરપૂર દિય વિમાનમાં રંગબેરંગી વસ્ત્રાભૂષણથી સેળે શણગાર સજેલી. પિતાની આઠે પત્નીઓ સાથે કુમાર અનેક ખેચરથી વિટ ળાઈને બેઠે ઉચે આકાશમાં ઉડતું વિમાન અનુક્રમે મલયપુર, નગરના ઉદ્યાનમાં આવી ઊતર્યું. એવી રીતે મહાસમૃદ્ધિ ચુત, પિતાના પુત્રને આવેલો જાણું અત્યંત ખુશ થયેલા અમિતચંદ્ર, નૃપતિએ મહોત્સવેત્સાહ પૂર્વક સાગરચંદ્રને પ્રવેશ કરાવ્યું. પ્રથમ માતા પિતાને પગે પડી સાગરચંદ્ર પોતાના આવાસમાં ગયે ગુમ થયેલા યુવરાજ મોટી સમૃદ્ધિ સાથે પાછા આવ્યા, એ ખુશીમાં કેટલાક દિવસ તે નગરમાં ઉત્સવ ચાલ્યા જ કર્યા. અહીં સાગરચંદ્રકુમાર પિતાના આવાસમાં આઠે સ્ત્રીઓને સંતેષતે તેઓની સાથે અનેક પ્રકારે વિષયસુખ ભાગવતે રહેવા લાગે.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં ભુવનાનંદ નામના કેવળી ભગવંત સમેસર્યા. તે સાંભળી રાજાએ પુત્ર પરિવાર સાથે ત્યાં આવી વિધિપૂર્વક વંદના કરી ચગ્ય સ્થાને બેઠે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮પ
દેશના સાંભળ્યા પછી રાજાએ પૂછયું, હે ભગવન ! આ મારા પુત્ર સાગરચંદ્રને કેણે હર્યો હતો ? કેવળી બોલ્યા; હિ રાજન ! તું તારા આ પુત્રનું ચરિત્ર સંભળ –
મહાવિદેહ ક્ષેત્રમાં બે વણિકપુત્ર વસતા હતા. તે બને ભાઈ જેમ ધનવાન, ગુણવાન અને વિવેકવાન હતા તેમ વિષયમાં પ્રીતિવાળા પણ હતા. તેમાં મોટાભાઈની વહુ પિતાના પતિ પર બહુ નેહ રાખતી હતી. તે વ્રતનિયમ ધર્મકમ આદિ પણ કરતી હતી.
એક દિવસ માટભાઈ પરદેશ ગયે અહીં ના ભાઈ પિતાની ભેજાઈને મશ્કરીમાં કહેવા લાગે, હે ભાભી ! મારા ભાઈને રસ્તામાં ચેરેએ મારી નાંખે. હાય! હાય !! મારો સહારો છૂટી ગયે. હવે મને કેને સહારે એમ બોલતે તે દુખિના અભિનય કરવા લાગ્યા. તે સાંભળી અતિ શેકાતુર તેની ભાભી તત્કાળ મૃત્યુ પામી. લઘુ ભાઈને બહુ પશ્ચાતાપ થયે. દુઃખના દરિયામાં ડૂબેલે તે વિચારવા લાગે, અરેરે ! મેં આ અનુચિત કાર્ય કર્યું. “હસવામાંથી ખસવું થઈ ગયું.” પછી ભાભીની મૃત્યુકિયા કરી તે દુઃખમાં દિવસે કાઢવા લાગ્યા. એવામાં એક દિવસ તેનો મોટોભાઈ પરદેશથી પાછો આવ્યો. પિતાની પ્રિયાનું વૃત્તાંત જાણે તે નાનાભાઈ પર કોધે ભરાયે. નાનાભાઈએ ક્ષમા માગી છતાં તેને ક્રોધ રૂપી અગ્નિ મંદ ન પડ્યો. સંસાર પર વૈરાગ્ય આવવાથી તેણે તાપસી દીક્ષા લીધી અને ઘેર અજ્ઞાનતપ કરી મૃત્યુ પામી તે કોલકલુષિતાત્મા અસુરકુમાર નિકાયમાં દેવ થયે. અહીં લઘુભાઈએ પણ જિનપ્રણિત ધર્મ સાંભળી વૈરાગ્ય વાસિત ૨૫
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૬
હદયે સુગુરુ પાસે દીક્ષા લીધી. શુદ્ધ ભાવપૂર્વક પ્રવજ્યા પાળતા એવા તે મુનિને તેના મોટાભાઈ (જે અજ્ઞાન તપ કરી અસુરકુમારમાં દેવ થયે હતો) એ પૂર્વ ભવનું વૃત્તાંત જાણી શિલા પર પછાડી મારી નાખ્યા. તે મુનિ શુભભાવે મરીને પ્રાણુતક૫માં દેવ થયા. તે અસુરકુમાર પણ ત્યાંથી એવી કેટલા ભવ કરી ફરી અસુરકુમાર થયે. હે રાજન ! લઘુભાઈ પ્રાણુતક૯૫થી વી તારો પુત્ર સાગરચંદ્ર થયા. પૂર્વભવનું વેર જાણી અસુરકુમારે તારા પુત્રને સમુદ્રમાં ફેંક્યો. પૂર્વકૃત પુણ્યવશાત્ તે કાષ્ટના સહારે તણાને કિનારે પહોંચ્યો અને ઘણી સમૃદ્ધિ સાથે તારા રાજ્યમાં પાછો આવ્યો. હે રાજન ! તે અસુરકુમાર તારા પુત્રને હજી ઉપસર્ગ કરશે અને તે આનાથી પ્રતિબધ પણ પામશે. પોતાને પૂર્વભવ સાંભળી સાગરચંદ્ર કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. વિરાગ્ય પામવાથી તેણે પોતાના પુત્રને રાજ્યાસનારૂઢ કરી મોટા આડંબર પૂર્વક માતાપિતા સાથે દીક્ષા લીધી. હવે તે સાગરચંદ્ર મુનિ વિચારવા લાગ્યા, અહો ! એક જ ગાથાના ચિંતનથી તે મને આટલી બધી સુખાકારી થઈ માટે મારે આદ૨પૂર્વક સર્વ શાસ્ત્રાભ્યાસ કરે જઈએ........કર જોઈએ શું? કરીશ. એમ વિચારી તે પ્રમાદ રહિતપણે શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા, અને અનુક્રમે ચૌદ પૂર્વઘર થયા. તેમના ગુરુએ તેમને યોગ્ય જાણું આચાર્ય પદે સ્થાપ્યા. અનેક જીવને પ્રતિબોધી અંત સમયે તેઓએ અનશન લીધું.
અહીં અસુરકુમારે પૂર્વનું વેર સંભાળી ભયંકર પક્ષીનું રૂપ લીધું, અને ચાંચ તેમજ પંજાથી તેણે મુનિનું શરીર છિદ્રમય કરી નાખ્યું. મુનિરાજને સ્થિર જઈ તેણે સિહ હાથી વિગેરેનું રૂપ લઈ બહુ કદર્થના કરી, પરંતુ તે મહાત્મા
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૭ મનમાં પણ ક્ષેભ ન પામ્યા. મુનિવેશમાં રહેલા એ મહાત્માનું શાંત મુખારવિંદ જોઈ તે અસુરકુમાર પ્રતિબંધ પામ્યો અને પિતાના અપરાધની ક્ષમા યાચી. તેણે ત્યાં જ મહત્સવ કર્યો. પછી પોતાના સ્થાનકે ગયે. અહીં સાગરચંદ્ર મુનિ કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉપાઈ શાશ્વત સ્થાન મોક્ષને પામ્યા અને શ્રી અમિતચંદ્ર પ્રમુખ સર્વ સાધુ સાધ્વી સમુદાય સુર લેકમાં ગયા.
પ્રભુ ભવ્યોને સંબોધી બોલે છે, હે ભવ્યલકે ! જેમ સાગરચંદ્ર કુમારે જ્ઞાનથી દુઃખરૂપ સમુદ્રનો પાર પામી દિવ્ય સમૃદ્ધિ મેળવી તેમ તમે પણ સર્વ સંપત્તિનું કારણ જ્ઞાન જાણે તે વિષયમાં આદર કરો. . | | ઇતિ સાગરચંદ્રની કથા સમાપ્ત છે
પ્રભુથી પ્રતિબધ પામેલા તેતલીપુત્ર શ્રાવકે આણંદની જેમ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રભુને કેટલાક પ્રશ્નો પૂછી નવત
ને જાણે પ્રભુને વાંદી તે પોતાને ધન્ય માનતો ઘેર આવ્યો. અને કુટુંબ સહિત વિશુદ્ધ ભાવે જિન ધર્મ આરાધવા લાગ્યો.
પંદરમા વર્ષે વિચારવા લાગ્યું કે દીનહિન અને દુઃખી માણસેનો ઉદ્ધાર કર્યો. કુટુંબ અને બાંધવાનું પિોષણ કર્યું. માટે હવે મારે શ્રાવક પડિમા આરાધી મારું શ્રેય સાધવું જોઈએ. એમ વિચારી મોટા પુત્રને કુટુંબ ભાર સોંપી પોતે પૌષધશાળામાં આવ્યું. રૂડી પેઠે પ્રમાર્જના કરી દર્ભાસને બેઠે અને આણંદની જેમ અગિયાર પડિમા આરાધવા લાગ્યો. અતિ તીવ્ર તપસ્યાથી ક્ષીણ શરીરવાળા તેતલીપુત્રે સલેખના કરી અનશન લીધું. સર્વ જીવ રાશિને ખમાવી. શુભ ધ્યાન ધ્યાતા અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં તે
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૮
છે.
સુશ્રાવકના આત્માએ સ્થાન બદલ્યું. તે સૌધર્મ દેવલેકના અણુભ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળે દેવ થયો. તે સાંભળી ગૌતમ સ્વામીએ પૂછ્યું, હે ભગવન! ત્યાંથી ઍવી તે ક્યાં જન્મશે ? ભદત બોલ્યા, હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પ્રાપ્ત કરી કર્મની ગાંડીને છેદી અજરામર મેક્ષ પદને પામશે.
આ આણંદ આદિ દશ શ્રાવકે શ્રી વીર જિદ્રના શાસનમાં કહ્યા છે. તેઓ સુરાસુર નર તિય“ચેના અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોથી પણ ક્ષેભ પામ્યા નથી. તેમજ સમ્યફત્વમાં દઢ રહ્યા છે. વીસ વર્ષ સુધી જિનધર્મ પાળી સર્વે પ્રથમ દેવલેકમાં દેવ થયા છે. ત્યાંથી ચાવી મનુષ્યપણે જન્મી કર્મ બંધનો છેદ કરી અજરામર પદ મોક્ષને પામશે.
સુધર્માસ્વામીના મુખથી દસે શ્રાવકોના ચરિત્રને સાંભળી સમભાવભાવી આત્મા ચરમ કેવળી શ્રી જબૂસ્વામી ધર્મ પરાયણ થયા.
ઈતિ શ્રી બૃહત્ ખરતર ગ૭ના આચાર્ય શ્રીમદ્ જિનભદ્રસૂરિના અંતેવાસી વાચનાચાર્ય શ્રી પામેરુ ગણીતેમના શિષ્ય શ્રીમતિવદ્ધન ગણું તેમના શિષ્ય શ્રી મેરુ તિલક ગણી તેમના શિષ્ય શ્રી દયાકુશળ ગણી તેમના શિષ્ય શ્રી અમરમાણિક્ય ગણી, તેમના શિષ્ય શ્રી ક્ષમારંગ - ગણી, તેમના શિષ્ય શ્રી રત્નલાભ ગણું તેમના શિષ્ય શ્રી રાજકીર્તિ ગણીએ રચેલી ગદ્યબંધ વર્ધમાન દેશનાનો તેતલી પુત્ર શ્રાવક
પ્રતિબંધ નામક દસમે ઉલ્લાસ સમાપ્ત. શ્રી વર્ધમાન દેશના ભાષાંતર
સમાપ્ત
Page #412
--------------------------------------------------------------------------
________________ લાયબ્રેરીમાં શોભે તેવાં પ્રકાશનો 2 = 8 2= -8 - 0 1-8 - 9 2 - 0 ** o o o 2 -8 3-4 વેરને વિપાક વસ્તુપાલનું વિદ્યામંડળ વ્યાપાર કૌશલ્ય ક્ષમાશ્રમણ પ્રતાપી પૂવજો વિક્રમચરિત્ર સોળ સતી અવંતીપતિ વિક્રમાદિત્ય ભગવાન આદિનાથ જયવિજયકથા સચિત્ર હરિઅલકા સચિત્ર હંસરાજાની કથા પાટમદે આબરૂની ભીતરમાં મહામંત્રી શકટાલ દેવકુમાર પુસ્થાથ ડગમગતું સિંહાસન સુભદ્રાદેવી પવિત્રતામાં પ્રભુતા શીલની આદર્શ કથા મેવાડના અણમેલ જવાહિર 6-0 અભયકુમાર આદ્રકુમાર બહાત ગઈ છેડી રહી પ-૦, - ભા. 1-2 6-0 200 માનવપૂજા 09-10 મયણાસુંદરી જીવનપ્રવાહ ( 7-8 કવન્ના શેડનું સૌભાગ્ય 0-8 જગડુશાહ મહિયારણ ચંદનબાળા એકદંડિયા મહેલ 4-8 કુમારપાળ ભા. 1 3- 7 કુમારપાળ ભા. 2. કેશવધ 3-1 શાલિભદ્ર | ગરીબનું ગૌરવ 4-0. સતીરત્ન કથાસંગ્રહ to છિ ઇ 6-0 ઇ 3-4 છ ( 4 cuac 4-0 4-0 4-7 જ પ-૦ ઉપરનાં પુસ્તકોમાંથી રૂ. 501 નાં પુસ્તકે મંગાવનારને 25 ટકા કમીશન મળશે. અન્ય માટે મોટું સૂચિપત્ર મંગાવે. - લખો જ સ વ ત લા લ ગી ર ધ ર લા લ શા હ 1 2 38 * રૂ પા સુ 2 ચ દ ની પ ii * અ મ દા વાદ 5 : દીપક પ્રિન્ટરી - અમદાવાદ