________________
- ૨૦૭
જોયો હતે.” એટલામાં પિપટ બેલ્યોઃ “હે સુંદરી! નિશ્ચય તારી ભગિની આજે જ તને મળશે. ” પોપટના અમૃત જેવા શબ્દો સાંભળી, કુંવરી બોલી. “હે શુકરાજ જે આજે મને મારી બહેન મળશે તે હું આપની પૂજા કરીશ.” આમ ત્રણે જણે પરસ્પર વાત કરે છે ત્યાં એક હંસી આકાશ માર્ગેથી કુમારના ખોળામાં પડી. તેના અંગે કંપતાં હતાં, તે ભયથી વ્યાપ્ત હતી. કુમાર સામે જોઈ હંસલી મનુષ્ય વાણીમાં બોલી :
હે સપુરુષ! હે વીર ! હે શરણાગત વત્સલ ! હે દયાનિધાન ? દીન-દુઃખી એવી આ બાળાનું તમે રક્ષણ કરે, રક્ષણ કરે; હું તમારા શરણમાં આવી છું.” કુમાર પણ તેને પંપાળી કહેવા લાગ્યો; “હે હંસી ! ભય મૂકી દે. મનુષ્ય હોય, ખેચરેદ્ર હોય, દેવેન્દ્ર હોય, કે અસુરેન્દ્ર હોય, કોઈ પણ હોય, પણ મારા ખોળામાંથી તને લઈ જવા કઈ શક્તિમાન નથી. ” ઈત્યાદિ અનેક પ્રકારે સાંત્વના આપી કુમારે તેને ઠંડું પાણી પિવડાવી નિર્ભય કરી.
ત્યારબાદ કુમારે પૂછ્યું કે, “હે હંસી! તું કેણ છે? તું કયાંથી આવી છું? તું મનુષ્ય ભાષા શી રીતે બોલે છે ? તને કોને અને શે ભય છે તે નિઃસંકોચપણે મને કહે.” કુમારના પ્રશ્નનો જવાબ હંસલી આપે તે પહેલાં તે આકાશમાર્ગથી કલરવ કરતાં સુભટની એક શ્રેણી ભૂમંડળ પર ઊતરી. ત્યારે શંકાશીલ પોપટ ચત્યના દ્વાર પર આવીને ઊભે રહ્યો. પછી તીર્થના પ્રભાવથી કે કુમારના ભાગ્યોદયથી પિોપટ પ્રચંડ રૂપ કરી કુટી ચડાવી પહાડી અવાજમાં કહેવા લાગ્યો, “હે સુભટે! તમે દેડીને ક્યાં જાઓ છો?