________________
૨૦૬ ત્યારે દેવગે તને તેને સંગમ પણ થશે. ત્યારે તિલકમંજરી બોલીઃ “હે માત ! મારી બહેન કયાં અને શી રીતે મળશે ?” ત્યારે દેવી બોલીઃ “હે બાળા ! આ નગરીના પશ્ચિમના ભાગમાં અહીંથી બહુ દૂર એક જંગલ છે, ત્યાં મણિરત્ન સુવર્ણમય આદિ જિનેશ્વરનું ચિત્ય છે, ત્યાં સુવર્ણમય જિન પ્રતિમા છે તે અતિશયયુક્ત પ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરવામાં તું તત્પર થા. ત્યાં તારી બહેનને અવશ્ય મેળાપ થશે. મારે એક સેવક મયૂરનું રૂપ લઈ તને ત્યાં લઈ જશે. કારણકે મનુષ્યને માટે ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ છે.એટલામાં એક મેર આકાશ માર્ગેથી આવી ત્યાં ઊતર્યો.
ત્યારથી હે કુમાર ! દેવીની કૃપાથી હું આ મયૂર પર આરૂઢ થઈદરરોજ અહીં આવું છું. આમ પ્રભુની નિરંતર પૂજાદિ કરતી મને સંપૂર્ણ એક માસ આજે થયે છે. આજના દિવસની આતુરતાથી પ્રતિક્ષા કરતી હું જીવતી રહી છું. જે આજ મને મારી બહેન નહિ મળે તે મને જીવવાની ઈચ્છા પણ નથી. . “વળી હે મહાભાગ ! તમે દેશાન્તરનાં ભ્રમણ કરો છે માટે તમેએ કઈ જગ્યાએ મારા જેવી લાવણ્યવાળી મારી બહેનને જોઈ હોય તે કૃપા કરીને કહો, કારણ કે તેના વગર હું ખૂરી ઝૂરીને જીવું છું. ત્યારે કુમાર છે ; “હે સુંદરી ! વિદેશમાં ભ્રમણ કરતાં એવા મેં તારા જેવી રૂપ - લાવણ્યવાળી કન્યા ક્યાંય જોઈ નથી. પરંતુ એક
અટવીમાં દિવ્યકાન્તિયુક્ત તારી ઉંમરને અને તારા * જે જ રૂ૫ લાવણ્યથી ભરપૂર એક તાપસકુમારને