________________
કેમ આટલા બધા વહેલા આવ્યા ? હજી ત્રણ ઘડી દિવસ બાકી છે. તમે અત્યારે મારી પાસે શા માટે ભેજન માગે, છે ?” ત્યારે તે બન્ને બલ્યા, “હે માતા ! અમારી ડગળી ઠેકાણે છે, ચસકી નથી. વાત એમ બની કે અમે બન્ને ભાઈઓ આજ સવારે વનમાં ગયા હતા, ત્યાં અમારા પુણ્ય ચોગે એક ગુરુમહારાજને સમાગમ થયે તેમના ઉપદેશથી અમને અમારી ભૂલ સમજાઈ તેથી અમોએ તેમની પાસે રાત્રિભેજનને નિયમ લીધેલ છે. તેથી અમે રાત્રિભેજન નહિ. કરીએ. માટે હમણાં જે હોય તે અમને ખાવા આપો.” માતા બેલી: “અત્યારે કાંઈ ખાવાનું નથી. રાતે રંધાશે ત્યારે તમારા પિતા સાથે ખાજે.” “પણ માડી ! રાત્રે અમે શી. રીતે ખાઈએ ?” આમ, માતા સાથે પત્ર બોલતા હતા. તેવામાં તેમના પિતા આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા
અરે! ઘરાકી વખતે કેમ દુકાન બંધ કરીને અહીં આવતા રહ્યા ? શું બનેને એક સાથે જ આવવાની ઈચ્છા થઈ? ત્યારે તે બન્ને પુત્રોએ પોતાના પિતાને વનખંડની હકીકત કહી, તે સાંભળી યશોધર શ્રેષ્ઠીને પિત્તો ગયે, અને તે જેમ તેમ બબડવા લાગ્ય, અરેરે ! સવારના પહોરમાં આ મૂર્ખ એને કયે ધૂર્ત મળી ગયું કે આ બંનેએ વ્રત લીધું ધિકાર છે કે મારા જીવતાં આ લેકે એ મારે કુળકમ મૂક્યો ! જે આ રાત્રે ભેજન નહિ કરે તો મારે કુળધર્મ નાશ પામશે, તે નિશ્ચય છે. આ લેકો રાત્રે નહિ જમે તે હું દિવસે નહિ જમું અને ભોજન પણ રાત્રે કરાવીશ. પછી બેટમજી ક્યાં જશે? ભૂખથી મજબૂર થયેલ માનવી શું સ્વીકારતા નથી? એમ વિચારી તેણે પિતાની પત્નીને ખાનગીમાં કહ્યું કે તારે