________________
૨૨૫
કરવા માટે તેઓ પ્રાણની પણ પરવા નથી કરતા.” તેથી કુમાર બોલ્યો; “હે રાક્ષસેન્દ્ર! તું ખરું કહે છે, પણ મેં ગુરુ પાસે નિયમ લીધે છે માટે પાપના સ્થાન રૂપ અને અનર્થકારી એવા રાજ્યને હું શું કરું? વ્રતની વિરાધના કરવાથી પ્રાણુ ઉગ્ર દુઃખને અનુભવે છે. માટે હે મહાભાગ! બીજું કાંઈ માગ. તે ભલે દુષ્કર હોય, તેને હું પ્રાણની કુર બાની આપી પૂર્ણ કરીશ.”
' રાક્ષસ કોધિત થઈ બોલ્યઃ “અરે મૂઢ! ડંફાસ તે મેટી મારે છે. અને મારી પહેલી માગણી ફેક કરી બીજું માગવાનું કહે છે. નિશ્ચય તું તારા આત્મા પર જ ધે ભરાયે જણાય છે. ક્રોધ પૂર્વક કોઈ યુદ્ધ કરી જીવ સંહાર કરે તે તેને પાપ લાગે, નહિ કે દેવદત્ત રાજ્ય લેવામાં. અરે મૂર્ખાધીશ! સુગંધિત ઘી પીવાના અવસરે શા માટે કુત્કાર કરે છે? તું મારા ઘરમાં નિઃશંકપણે આવી બાપાને બગીચે સમજી સૂઈ ગયે, વળી મારા પાસે પગનાં તળિયાં પણ ઘસાવ્યાં, તે પણ મારું કહેવું કરતો નથી. લે બેટા, ચાખ એનું ફળ. એમ કહી રાક્ષસે તેના કેશ પકડી આકાશમાં ઉછાળે; પણ કુમાર પડે તે પહેલાં તેને ઝીલી બેલ્ય, અરે ! મૂખ શિરોમણિ વૃથા હઠાગ્રહ વડે શા માટે મરે છે? મેં તારું કહેલું નિંદનીય કાર્યો પણ કર્યું, તો પણ મૂઢ ! તું મારું કહેલું હિતકારી વચન પણ નથી કરતો?
હજી સમજ અને રાજ્ય લે, નહિ તે હું તને વસ્ત્રની જેમ મહાન શિલા પર પછાડી તારે બેડો પાર કરી દઈશ.” એમ કહી તે કુમારને લઈ એક મહાન શિલા પાસે આવ્ય, ૧૫