________________
૧૮૭ કર્યું છે, હવે જે પડિમારૂપ ધર્મ કરું તે સારું થાય એમ વિચારી તેણે પિતાના સમસ્ત કુટુંબને આમંત્રણ આપી ઉત્સવપૂર્વક જમાડ્યા. ઉત્તમ પકવાને તથા વસ્ત્ર સુધી દ્રવ્યમિશ્રિત-તાંબુલ વગેરેથી સંતુષ્ટ કરી આણંદ દીવાનખાનામાં પરિવાર સાથે બેસી બોલવા લાગ્યો. “હે સ્વજને ! જે તમે સંમતિ આપે તે હું મારા મેટા પુત્રને વ્યવહાર ભાર સોંપી શ્રી વિરજિન કથિત પડિમા રૂપ ધર્મ આદરું.” કુટુંબીઓની અનુજ્ઞાથી પિતાના જ્યેષ્ટ પુત્રને ઘર ભાર સપી તે કલ્લાક સન્નિવેશમાં, કે જ્યાં તેના કુટુંબી લેકે વસતા હતા, ત્યાં આવ્યું. ત્યાં બધાને ભેટી પોતાની ચણવેલી.. પૌષધશાળામાં આવી તેનું જયણાપૂર્વક પ્રમાર્જન કર્યું, ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિનું પ્રતિલેખણ કરી દર્ભાસને બેઠે, અને જિનેશ્વરેએ કહ્યા મુજબ પડિમા તપ કરવા લાગ્યું.
અગિયાર પડિમાની ગાથા – दसण वय सामाइअ, पोसह पडिमा अबंभ सच्चिते ॥ आरंभ पेस उद्दिवज्जए समणभूए अ॥ १ ॥
અર્થઃ–પહેલી દર્શન ડિમા તે એક માસ સુધિ નિરતિચાર સમ્યક્ત્વનું પાલન કરવા રૂપ જાણવી એવી રીતે બીજી પડિમામાં પૂર્વ વિધિસહિત એક એક માસ વધારતા જવું.
બીજી વ્રત પડિમા ત્રીજી સામાયિક પડિમા ચોથી પૌષધ પડિમા, પાંચમી કાર્યોત્સર્ગ પડિમા છઠ્ઠી મિથુન પડિમા, સાતમી સચ્ચિત ત્યાગ પડિમા આઠમી પતે આરંભ કરવાના ત્યાગ રૂપ પડિમા, નવમી બીજા પાસે આરંભ કરાવવાના. ત્યાગ રૂપ પડિમા, દસમી ઉદ્દેશીને કરેલા ભોજન વગેરે પદાર્થોનો ત્યાગ કરવા રૂપ પડિમા. અગિયારમી સાધુની પેઠે