________________
૧૮૮ લેચ કરી તથા સાધુને વેષ પહેરી પરિમાણ ધારી આહાર લાવવા રૂપ પડિમા એ પ્રમાણે અગિયાર પડિમાઓની સાડા પાંચ વર્ષ સુધી ઘોર તપસ્યા કરવાથી આણંદ શ્રાવક બહુ અશક્ત થઈ ગયે. તેના શરીરમાં હાડચામ સિવાય કાંઈ દેખાતું ન હતું. જેમ જેમ તેનું શરીર ક્ષીણ થતું ગયું તેમ તેમ તેનું આત્મબળ વધતું ગયું તે ધર્મમાં સાધિક દઢ થવા લાગે. પોતાના શરીરની શક્તિ ક્ષીણ થયેલી જાણું તે પૈર્યધારી પુરુષે સંલેખનાપૂર્વક અનશન ગ્રહણ કર્યું. વૈરાગ્યના રંગે રંગાયેલા આણંદને એ અરસામાં અલબેલું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તે પૂર્વ પશ્ચિમ, અને દક્ષિણ દિશામાં પાંચ જોજન સુધી લવણસમુદ્રમાં જોવા લાગ્યું. ઉત્તર દિશામાં લધુ હિમવંત પર્વત સુધી જોવા લાગ્યા. અધે દિશામાં પ્રથમ નારક પૃથ્વીમાં લેલક નામને નરકાવાસ અને ઊર્ધ્વ દિશામાં સૌધર્મ નામના દેવકને જોવા લાગ્યું. પછી તે મમતા મૂકી સમતાના રંગમાં રમવા લાગ્યો.
અહીં તેમની આગળ શરદના પૂર્ણચન્દ્રની આહૂલાદકતા કઈ ચીજ નથી, જેમણે શરદ ઋતુને પૂર્ણ કિરણેથી પ્રકાશતો સૂર્ય તેજ વગેરે ગુણેમાં પહોંચી શકતા નથી, જેમની આગળ ઈન્દ્રની સૌદર્યતા ઝાંખી દેખાય છે, જેમની દૃઢતાથી મેરુ પણ કંપી ગયેલે, તેવા શ્રી વર્ધમાનસ્વામી અનેક દેવતાથી સેવાતા સપરિવાર વાણિજ્ય ગામમાં સમવસર્યા. દેવોએ રચેલા સમવસરણમાં બાર પર્ષદ બેઠી, પ્રભુ પાંત્રીસ ગુણયુક્ત વાણીએ દેશના આપવા લાગ્યા. દેશના બાદ સર્વ નગરજનો પોતપોતાનાં સ્થાને જવા લાગ્યા. અહીં મધ્યાહન થવાથી વીરપ્રભુની અનુજ્ઞા લઈ સંપૂર્ણ શ્રુતજ્ઞાનવાળા, પ્રશાન્ત