________________
૧૫૦
હવે શ્રી વર્ધમાનસ્વામી ગોપભોગ વિષે બેધ આપે છે કે હે ભવ્ય જીવો! જે વસ્તુ એકવાર ભગવ્યા પછી બીજીવાર નથી ગવાતી તેને ભેગ અને જે વસ્તુ એકવાર ભોગવ્યા છતાં વારંવાર ભોગવાય તેને ઉપભોગ કહેવાય છે. જે સુશ્રાવક ભોગપભોગનું પરિમાણ કરે છે, તે ઉભય લેકમાં સર્વ પ્રકારના ભોગપભોગનું સ્થાન બને છે. વળી જે પુરુષ આ સાતમું વ્રત ધારણ કરે છે તે ધર્મકુમારની માફક જેનો ધર્મ સિવાય કઈ વૈદ્ય નથી એવા ભયંકર રોગથી મુક્ત થાય છે.
તે સાંભળી આણંદ બોલ્યો હે પ્રભો! તે ધર્મકુમાર કેણ હતો કે જેણે સાતમું વ્રત ધારણ કરી કર્મના મર્મને છેદી નાખ્યું.
પ્રભુ બેલ્યા હે આણંદ ! તું સાવધાન થઈ સાભળ.