________________
૩૨, જ મૂકી રવાના થયે, પ્રભાતે તે સ્ત્રી જાગી આમતેમ જુએ છે પણ પતિને પત્તો ન મળવાથી વિલાપ કરવા લાગે છે અને મનમાં હાય ! હાય !...મારો પતિ આવી રીતે મને તરછોડી દગો દઈને જતો રહ્યો છે. હવે મારે શું કરવું? પિતાને ઘેર પણ મારા માન સન્માન નથી પતિ વગર હું શું કરૂં? ક્યાં જાઉં ? હવે મારે શરણ કેનું ? આ પ્રમાણે વિવિધ વિષયના વિલાપ કરતી ધીરજને ધારણ કરતી શિયળનું રક્ષણ કરવા માટે વિશાળ ઉજજયિની નગરીમાં આવી અને ભટકવા લાગી. પણ તેની ખબર અંતર કોઈએ પૂછી નહીં. કહ્યું છે કે – ણિ દેસડે ન જઈએ, જિહાં આપણે ન કોઈ શેરી શેરી હીંડતાં, બાત ન પૂછે કે ઈ.”
તે નગરમાં માણિભદ્ર નામે એક શેઠ વસતો હતો. તે પિતાની દુકાને બેઠે હતું તેવામાં તે સ્ત્રી ત્યાં આગળ તે ઉત્તમ શ્રેષ્ઠિના પગમાં પડીને કહેવા લાગી કે, “હે તાત ! દીન દુઃખીઓનાં શરણ તમે છે, શેઠે કહ્યું હે બાળા, તું કેણ છે? તે બોલી હે શેઠ, ચંપાપુરીમાં વસતા કુળધરની હું પુત્રી છું. મારા પતિની સાથે હું ઉડદેશમાં જતી હતી. પરંતુ કર્મયોગે માર્ગમાં પતિથી વિખૂટી પડી ગઈ છું. તેથી હું આપના શરણે આવી છું. તેની વિનયયુક્ત વાણી સાંભળી રંજન થયેલ શેડ બેક હે પુત્રી! તું મારા ઘરે સુખેથી રહે. પછી તે કન્યા શેઠના ઘરનું બધું કામકાજ કરતી. અને સુખેથી રહેતી માણિભદ્ર શેઠે પિતાના માણસને નંદનની તપાસમાં મેકલ્યાં પણ કઈ ઠેકાણેથી સમાચાર મળ્યા નહીં. ફરી તે શેઠે પિતાના