________________
૩૨
ધનરહિત અને પરદેશી છે. વળી અભિમાની પણ છે. જે આની સાથે પુત્રીને પરણાવી હોય તો તે પાછી પણ આવી શકશે નહીં આમ વિચારી એણે વણિકપુત્રને કહ્યું, હે નંદન, તારા પિતા મારા મિત્ર છે. માટે તું શ્રીદત્તને કાગળ આપી તુરત જ મારે ઘેર પાછો આવજે. વણિકપુત્રે કબુલ કર્યું. પછી કુલધર શેઠે શ્રીદત્ત શેઠનું ઘર બનાવવા તેની સાથે એક માણસને મોકલ્યો. વણિકપુત્ર નંદન શ્રીદત્ત શેઠને કાગળ આપી પાછ કુલધર શેઠને ઘેર આવ્યું. એટલે શેઠે તેને સ્નાન કરાવી, સારાં કપડાં પહેરાવ્યાં. પછી ભેજન કરાવીને કહ્યું કે હે નંદન, તું મારી પુત્રી સાથે લગ્ન કરી જેથી કરીને તારા પિતાની તેમજ મારી સ્નેહગાંઠ મજબૂત સાંકળ જેવી બંધાય. નંદને કહ્યું, મારે આજે કોઈપણ રીતે ઉડેદેશ જવાનું છે. તો પછી પરણું શી રીતે ? શેઠે કહ્યું, તું શા માટે ચિંતા કરે છે? મારી પુત્રીને સાથે લઈ જા. આજીવિકા પૂરતું દ્રવ્ય હું તને મેકલી આપીશ. નંદને તે વાત મંજુર કરી. એટલે કુલધર શેઠે પિતાની પુત્રીને તેની સાથે પરણાવી.
પિતાના શ્વશુરની અનુમતિ મેળવી તેણે પત્ની સાથે ઉડદેશ જવા પ્રયાણ શરૂ કર્યું. રસ્તામાં ચાલતાં ચાલતાં તે ઉજ્જયિની નગરીમાં આવી પહોંચે. અને રાતવાસે એક દેવમંદિરમાં રહ્યો. રાત્રે સૂતાં સૂતાં તે વિચાર કરે છે કે સસરાએ આંધી આપેલ ભાથું મારી સ્ત્રીના ધીરે ધીરે ચાલવાથી ખૂટી ગયું હશે માટે મારે હવે શું કરવું? વળી પાછી મારે ભિક્ષા માગવી પડશે. તેથી આ સ્ત્રીને અહીં સૂતી મૂકીને જ મારે પ્રવાસ શરૂ કરૂં. આમ વિચારી વણિકપુત્ર નંદન સ્ત્રીને સૂતી