________________
૩૦ બેઠા હતા તેવામાં એચિત એક મલિન વસ્ત્ર અને મેલા શરીરવાળો કઈ પરદેશી વણિક પુત્ર તેની દુકાને આવ્યું. શ્રેષ્ઠિએ પૂછ્યું તું કેણ છે? ક્યાંથી આવે છે? તું ક્યાને રહેવાસી છે? અને શા માટે અહીં આવ્યું છે? તે બોલ્ય, હું કેશલપુરનગરના રહેવાસી છું. મારા પિતાનું નામ નંદીસેન મારું નામ નંદન છે અને મારી માતાનું નામ સામા છે હું ગરીબ થઈ જવાથી પૈસા પેદા કરવા ઉદેશમાં ગર્યો હતો. પણ ગરીબાઈ મારી પાછળ હતી. કારણ કે –
. " आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठतः ।
शेते निषद्यमानस्य, चराति चरतो भगः ॥”
બેસેલાનું ભાગ્ય બેસે છે અને ઊભેલાઓનું ભાગ્ય ઊભુ રહે છે. સુતેલાનું ભાગ્ય સૂવે છે. તેમ જ ચાલનારનું ભાગ્ય સાથે જ ચાલે છે. તેમ મારું કર્મ જે પૂર્વે કરેલું હતું તે પણ સાથે જ આવ્યું તેથી હું ધન પ્રાપ્ત ન કરી શક્યો. અને અહંકારને લીધે મારા દેશમાં પણ ન ગયે. આ દેશના શ્રેષ્ઠિ કે જેમનું નામ વસંતદેવ છે તેઓ ઉડદેશમાં વસે છે. તેમણે શ્રીદત્ત નામના શેઠ ઉપર કાગળ લખી મને અહીં એમની સેવા કરી આજીવિકા ચલાવવા માટે મેક છે. તેથી હું આ દેશમાં જ બીજાની સેવા કરી ગુજરાન ચલાવીશ. માટે હે ભાગ્યશાળી, તે શ્રીદત્ત શેઠનું ઘર ક્યાં છે ? તે કૃપા કરી કહે, કે જેથી હું તેમને કાગળ આપું. નંદનના આવા વચન સાંભળી કુલધર શેઠ વિચાર કરવા લાગ્યું કે આ વણિકપુત્ર મારી પુત્રીને યંગ્ય છે, કારણ કે “એ વણિક,