________________
૨૯
આરામશોભા પટ્ટરાણીએ પૂછ્યું, હે ભગવન્! પૂર્વભવમાં કેવા કર્મો કર્યા હતાં અને મારા મસ્તકે છત્રરૂપે ઉદ્યાન શા. માટે રહેતું ? તે કહો. સૂરિજીએ કહ્યું હે નારિ ! હું તારે. પૂર્વભવ કહું છું માટે સ્વસ્થ ચિત્તે સાંભળ –
આ ભરતક્ષેત્રને વિષે ઇન્દ્રપુરીને શરમાવે તેવી ચંપાનગરી નામે નગરી હતી. તેમાં કુબેર જે સંપત્તિવાળે. કુલધર નામે વણિક વસતો હતો. તેને શીલ લાવણ્યપેત અને ઉત્તમ ગુણોથી કુળને આનંદ આપનારી કુલનંદા નામની સ્ત્રી હતી. તેને અનુક્રમે સૌંદર્યની પ્રતિમા જેવી સાત પુત્રીઓ હતી... તેઓના નામ (૧) કમલશ્રી (૨) કમલવતી (૩) કમલા (૪) લક્ષ્મી (૫) સરસ્વતી (૬) જયમતી (૭) પ્રિયકારિણી આ પ્રમાણે હતાં. તે કન્યાઓ ધાર્યા સુખને અનુભવ કરતી હતી. કારણ કે તે સાતે પુત્રીઓને સારા શેઠીઆઓ જોડે પરણાવી હતી. શેઠને ઘેર એક આઠમી પુત્રી થઈ ત્યારે તેના જન્માવસરે તેના માતાપિતાને ઘણું દુખ થયું તેથી તેનું નામ પણ પાડ્યું નહીં. અનુક્રમે તે બાળા ઉંમરલાયક થઈ પણ શેઠે તેના લગ્ન ન કર્યા. સર્વ નાતભાઈઓએ ભેગા થઈ શેઠને કહ્યું, હે શેઠ! તમારી પુત્રી હવે યુવાવસ્થાને પામી છે. માટે તમારે તેને જલ્દી પરણાવવી જોઈએ મૂર્ણપણને મૂકી દઈને વિચારે, કે નહિ પરણાવેલી કન્યા શું કુળને કલંક્તિ નથી કરતી? સ્વજનોના આવાં વચન સાંભળી પુત્રીને પરણાવવાનો કુલધર શેઠે વિચાર કર્યો. અને ચિતવવા લાગ્યું કે પુત્રી જેવો જ કઈ વણિકપુત્ર મળી જાય તે તેને આ આઠમી પુત્રી પરણાવી દઉં. એક દિવસ કુલધર શેઠ પિતાની પેઢીએ.”