________________
૨૮
દુઃખી શા માટે થઈ અને ક્યા કારણથી મને ફરી સુખ સાંપડયું ? આ મને માટે સંશય છે તેથી મહાન–જ્ઞાની ગુરૂ આવી ચડે તે મારાં પૂર્વોપાર્જિત કર્મો પૂર્ણ. એ સાંભળી રાજા બે, હે પ્રિયે! જે ખરેખર જ્ઞાની પુરુષ આપણું ગામમાં પધારે તે આપણે કૃતાર્થ થઈએ. આ પ્રમાણે બને આત્માએ વિચારે છે તેવામાં અતિ આનંદ અને સુખ ઉપજાવનારાં વચન સંભળાયા. હે સ્વામિન, નંદનવન નામના ઉદ્યાનમાં અનેક મનુષ્યો અને વિદ્યાધરેથી પૂજાતા પાંચસે મુનિઓના પરિવારવાળાં, જેમનો મહિમા દશે દિશામાં ફેલાચેલે છે. એવા શ્રી વીરભદ્ર નામના આચાર્ય ભગવંત બિરાજમાન છે–આ પ્રમાણે વનપાલકે વધામણ આપી. તે સાંભળી વનપાલકને ઘણું દાન આપી સંતુષ્ટ કર્યો. ત્યારપછી રાજાએ રાણીને કહ્યું કે તારા મનની મુરાદ પાર પડી. પછી અંતઃપુર સહિત રાજા વંદન કરવા ઉદ્યાનમાં ગયે. ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પંચાંગ પ્રણિપાત કરી ધર્મશ્રવણ કરવા બેઠાં. ત્યારપછી ભવ્યજીના પાપરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શ્રી વીરભદ્રસૂરિજીએ આ પ્રમાણે ધર્મોપદેશ આપે –
હે ભવ્યજી, ધર્મથી સુખસંપતિ, સૌભાગ્યતા, નિરોગીતા, લાંબુ આયુષ્ય ઉચ્ચકુળમાં જન્મ, દિવ્યરૂપ, અનુપમ યૌવન, સશક્ત શરીર અને લેકમાં કીર્તિ એ સઘળું આ લેકમાં જ પ્રાપ્ત થાય છે. વળી પરભવમાં સ્વર્ગ અને મોક્ષસુખની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. માટે તમે ધર્મને આદર સહિત અનુસરે. સૂરિવરની દેશના સાંભળ્યા પછી