________________
આ ગ્રન્થ મૂળ સંસ્કૃત તથા માગધી છે. તે પણ હાલ દુષ્પાપ્ય છે. એ પુસ્તક જેમ રસિક અને આશ્ચર્યકારી છે તેમ બોધક પણ છે. અગર આપ આ ગ્રંથનું સરળ ભાષાંતર કરે તો તે સમગ્ર સંઘને મહા ઉપયોગી થઈ પડશે.
મેં તેમને સંતોષકારક જવાબ આપે, અને હું વિસર્જન થયા. મેં બીજે દિવસે જ એ ગ્રંથ મંગાવી વાંચ શરૂ કર્યો. બે એક પત્ર વાંચ્યા પછી એ રસ પડયો કે પાના હાથમાંથી મૂકવાનું મન ન થયું. ડીવાર પછી પૃષ્ટ પર નજર નાખી ત્યારે ખબર પડી કે મેં બહુ પત્ર વાંચી કાઢયા છે. આ ગ્રંથમાં તરણતારણ પરમપાવન ચરમ તીર્થ. પતિ શ્રી વર્ધમાન સ્વામી ભગવંતે આપેલી દેશનાએ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંતે ચરમકેવળી શ્રી જબૂ સ્વામી ભગવંતની આગળ સવિસ્તાર વર્ણવી છે. આમાં આણંદ-કામદેવ આદિ શ્રાવકની રિદ્ધિ-સિદ્ધિ-ભક્તિ–ભાવશુદ્ધશ્રદ્ધા અને મિથ્યાત્વી દેવાના ઉપદ્રવ વગેરેનું વર્ણન આવે છે. ગ્રંથ વાંચ્યા પછી આ ગ્રંથનું ભાષાંતર મારાથી બની શકશે એવી મને ખાત્રી થઈ ત્યારે મેં પરમપૂજ્ય પરમેપકારી પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આબાલબ્રહ્મચારી સર્વતંત્ર
સ્વતન્ન સૂરિચકચકવતી જગદ્દગુરૂ શાસનસમ્રાટુ તપગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પટ્ટાલંકાર બાલ બ્રહ્મચારી કવિરત્ન પીયૂષપાણિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબની સમક્ષ આ વાત મૂકી અને ભાષાંતર કરવાની અનુજ્ઞા આપી. ત્યારે પર