________________
મકૃપાળુ પરમ ગુરૂદેવ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબે મારા ઉપર અસીમ કૃપા કરી મને ઉદાર હૈયે અનુમતિ આપી. કૃતાર્થ કર્યો. ત્યારપછી મેં પરમપૂજ્ય પ્રખર વક્તા દ્રવ્યાનુયેગજ્ઞાતા પંન્યાસ પ્રવર શ્રી ધુરંધરવિજયજી ગણિવર્યને આ હકીકતનું નિવેદન કર્યું તેઓએ પણ મને અનેરો ઉત્સાહ આપે.
પૂજ્ય પંન્યાસ ધુરંધરવિજયજી મહારાજ સાહેબ હરહંમેશ પૂરતી સૂચના કરતા રહેતા અને આ ગ્રંથ કેમ સારે અને આકર્ષક લખાય તેની પૂરતી કાળજી પૂર્વક પ્રેરણા આપતા હતા. આથી પૂજ્ય આચાર્યદેવને તથા પૂજ્ય પંન્યાસજી મહારાજને ઉપકાર કદીયે ભૂલાય તે નથી.
પછી તો આ ગ્રંથનું ભાષાંતર શરૂ કર્યું અને શાસનદેવની કૃપાએ તે સંપૂર્ણ થઈ આપના કરકમલમાં આવ્યું. આ પુસ્તકમાંથી આપણે એ બોધ લેવાનો છે કે ભગવંતના આણંદ આદિ શ્રાવકે પાસે અઢળક સંપત્તિ હતી. છતાં તેઓ લક્ષ્મીના દાસ નહાતા બન્યા, પરંતુ લક્ષ્મીને પોતાની દાસી બનાવી હતી. વિચારે કે ભગવંતના ઘણા શ્રાવક હતા છતાં માગમમાં આ દશ શ્રાવકનાજ અધિકાર કેમ આવે છે? જવાબ સ્પષ્ટ છે કે એમના આચરણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. સાતમું ઉપાસક દશાંગ નામનું અંગ સૂત્ર છે. તેમાં આ દશે શ્રાવકેના સવિસ્તારે અધિકાર છે. શ્રી સંઘ આ પુસ્તકને વાંચી બોધ ગ્રહણ કરી અમલમાં મૂકશે. એજ શુભેચ્છા.