________________
પાછી આરામશોભા આવી. હમેશ મુજબ કિયા કરીને પાછી જવા લાગી ત્યારે રાજાએ ઝડપથી તેને પકડી લીધી. અને કહ્યું કે હે દેવી, નિષ્કપટ તારા સ્નેહને વશ એવા મને શા માટે છેતરે છે? આરામશોભાએ કહ્યું, હે સ્વામિન્ ! આપને છેતરવાનું મારે કઈ પ્રયજન નથી. પરંતુ કોઈ કારણ છે. રાજાએ પૂછયું, “શું કારણ છે?” તે મને સત્વર કહે, રાણીએ કહ્યું કે આજે નહીં પણ કાલે આપને જરૂર કહીશ માટે હમણું મને જવા દ્યો. આમ રાણીએ ઘણું ઘણું સમજાવ્યા છતાં રાજાએ તેને પકડી રાખી, અને સનેહભરી લાગણીથી કહેવા લાગે. હે ભદ્રે કયે મૂર્ખ માણસ હાથ આવેલા ચિંતામણિ રત્નને જતું કરે? માટે હે પ્રિયે! શંકા વગર કારણ જણાવ, આરામશોભાએ કહ્યું હે પ્રાણેશ ? કારણ સાંભળી આપ પશ્ચાત્તાપ પામશે રાણીએ ઘણું સમજાવ્યાં છતાં રાજાએ લીધી વાત મૂકી નહીં, છેવટે આરામશોભાએ પિતાની ઓરમાન માતાના ચરિત્રની વાત શરૂ કરી. આ વાત ચાલતી હતી તેવામાં સૂર્યોદય થયો કે તરત જ તેને અંડે પણ છૂટી ગયે તેને સરખી રીતે બાંધવા જાય છે તેવામાં મરેલો સર્પ ભેંય પર પડ્યો આ જોઈ હે પ્રિય! હે પિતા ! આ નિર્ભાગ્ય બાળાને શા સારૂ ત્યજી? આમ વિલાપ કરતી વાઘાતની માફક રાણી તત્કાળ મૂછ પામી પૃથ્વી પર પડી. શીતળ વાયુ વારિના ઉપચારથી સચેતન થયેલી રાણીને રાજાએ પૂછયું હે પ્રિયે! તું શા માટે ખેદ કરે છે? રાજાના પૂછવાથી આરામદેભાએ અથ. થી ઈતિ સુધીની નાગકુમાર વિષેની સર્વ હકીકત સંભળાવી. તે સાંભળી રાજાએ દુઃખ અને સુખનો અનુભવ કર્યો પછી