________________
૨૫
રાજાને વાકેફ કર્યો. રાજાએ જ્યારે આ વાત જાણું ત્યારે તેણે કૃત્રિમ પટ્ટરાણને પૂછયું; હે પ્રિયે, આ બધું શું છે? તેણે કહ્યું; હે સ્વામિન, રાત્રે મેં ઉદ્યાનનું સ્મરણ કર્યું હતું. અને ફળફૂલ તોડીને અહીં લાવી હતી. રાજાએ કહ્યું; જે એમ હોય તે ઉદ્યાનને હમણાં સત્વર બોલાવ. રાણીએ કહ્યું, હું તેને રાત્રીએ લાવી શકું પણ દિવસે લાવવાનું કાર્ય મારાથી અશક્ય છે. પ્રિયાના આવા વચન સાંભળી વિદ્વાન રાજાએ વિચાર્યું કે ઉતાવળમાં અનર્થ થશે કાલે વાત. એમ વિચારી પિતાના મહેલમાં ગયે. બીજે દિવસે પણ પુત્રની એજ અવસ્થા જોઈ તે ત્રીજે દિવસે ઉઘાડી તલવાર લઈ દિવાલની એથમાં સ્વસ્થતાથી ઊભે રહ્યો. રાત ઘોર અંધકારથી ભરેલી હતી. નગરનિવાસીઓ નિદ્રાધીન બની નિદ્રાદેવીના ખેળામાં સૂતાં હતાં દૂર દૂર શિયાળ, ઘુવડ તથા ચીબરીને ચિત્કાર સંભળાતાં હતાં; કેઈક કૂતરાઓ ભસતાં હતાં અર્ધરાત્રીના સુમારે તે રાજાએ દિવ્યવન સાથે પોતાની સાચી સખીને સર્વ કિયા કરતી જોઈ અને મનમાં નિશ્ચય કર્યો કે આ જ મારી સાચી આરામશોભા છે. આમ વિચારે છે તેવામાં તે જલ્દીથી ચાલી ગઈ. સવારે ક્રોધના આવેશમાં આવી જઈને રાજાએ રાણુને કહ્યું, હે ભદ્ર! તું હમણુંજ ઉદ્યાનને બેલાવ. નહીંતર તારી દુર્દશા થશે. આવા રાજાના વચન સાંભળી તેનું મુખ શ્યામ પડી ગયું–સાવ તેજ રહિત થઈ ગયું અને ધડકતી છાતીએ તે વિચારવા લાગી કે વારંવાર રાજાને હું શું જવાબ આપું? ખરેખર મારાં પુણ્ય પરવાર્યા છે. તે કાંઈ બોલી નહીં. કદાગ્રહ–રહિત રાજા જતો રહ્યો. અને રાત્રે સુસજજ થઈ પહેલાની માફક ઊભે રહ્યો. અર્ધરાત્રીએ