________________
લાગતાં દેવેન્દ્રોએ રચેલાં અષ્ટ પ્રાતિહા અષ્ટ કર્મના ઓઘને હંફાવવા જ જાણે પ્રભુની સાથે રહેતાં ન હોય તેમ પ્રભુની શેભામાં અભિવૃદ્ધિ કરતાં હતાં. પ્રભુ પૂર્વાભિમુખે પાદપીઠ પર પદપંકજને સ્થાપી બિરાજ્યા હતા. બાર પર્ષદા સંમિલિત થઈતેમાં ગણધર વિમાનિક દેવ અને સાધ્વીઓ એ ત્રણ પર્ષદા અગ્નિ ખૂણામાં બેઠી. તિષ વ્યંતર અને ભવનપતિની દેવીએ એ ત્રણ પર્ષદા વાયવ્ય ખૂણે બેઠી. વિમાનિક દે, મનુષ્ય, અને માનુષી એ ત્રણ પર્ષદા ઈશાન ખુણે બેઠી. આ તરફ જિતશત્રુ રાજા પણ પીરજનની સાથે પોતાની ચતુરંગી સેનાથી શુભત પાંચ અભિગમને સાચવતે વીતરાગને વાંદવા ઉત્સત્સાહ સહિત જતે હતો. આવી ધામધૂમ જોઈ આનંદ શ્રાવકે પાસે ઉભેલા પૌરી પુરુષને પૂછ્યું કે હે ભાગ્યશાળી, હર્ષને હૃદયમાં ધારણ કરતાં તમે ક્યાં જાઓ છે? હે શેઠ, દુનિયાના દરેક પદાર્થને જેનાર જાણનાર અને જગતના જીવોને સુખ આપનાર શ્રી વર્ધમાનસ્વામી અહીં પધાર્યા છે તેમને વંદન કરવા અમે જઈએ છીએ, તે પુરૂષના પીયૂષ પ્રમાણ વચન સાંભળી આનંદને અનુભવતો આણંદ શ્રાવક વિચારવા લાગ્ય, નિર્મમ અને નિરાગીને નમસ્કાર કરવાથી મહાન લાભ થાય છે. એમ વિચારીને ઘુતિપલાસચિત્યે આવ્યો અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાંગ પ્રણિપાત કરીને પ્રભુ સન્મુખ બેઠે. જ્યગુરુ, ભવ્ય જીવોનાં નેત્રોને આનંદ ઉપજાવનાર શ્રી વીરે મંથન કરનારી આ પ્રમાણે ધર્મદેશના આપી; હે ભવ્યલોક, જન્મ જરા અને મરણરૂપ જળથી પરિપૂર્ણ, ઈષ્ટવિયેગ અનિષ્ટસંગ રૂપ મગરૂર મગરમચ્છાથી અને રિગરૂપ ઝેરી જીવથી વ્યાસ