________________
ચૌદ હજાર સાધુ અને છત્રીસ હજાર સાધ્વીના પરિવાર સાથે વાણિજ્ય ગ્રામના ઘુતિ પલાસ ચિત્યમાં સમેસર્યા.
તે વખતે પાંચ પ્રકારના પુપોની વૃષ્ટિ કરતા દેવદેવીઓ ઉતરતાં અને ચડતાં ત્યારે તેમની કાન્તિ અને કલરવથી, દશે દિશાઓ ખડખડાટ હાસ્ય કરતી હોય ને ! તેમના મુખમાંથી જ જાણે પુષ્પવૃષ્ટિ ન થતી હોય ! એવી આશ્ચર્યકારી લાગતી હતી. દેવેએ મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢરૂપ સમવસરણ રચ્યું. જાણે રત્નત્રયી અમારા ત્રણમાં પ્રવેશ કરી–તેજ પામે છે એમ જાહેર ના કરતું હોય, એવું જડ છતાં ચેતનાયુક્ત સમવસરણ લાગતું હતું. પ્રભુના મસ્તકે રહેલાં ત્રણ છત્ર, ત્રણ લોકના ત્રણ મુગટ સમાન લાગતા હતા. - પ્રભુના દેહથી બાર ગણું મોટું અશોક વૃક્ષ શેતું હતું તેની નીચે સિંહાસન ઉપર ગોઠણ સુધી પુપોથી ઢંકાચેલાં, પૂર્વાભિમુખે શાસનાધિપતિ, દ્વાદશાંગીના અર્થ પાંત્રીસ ગુણયુક્ત વાણુ વડે પ્રકાશતા હતા તે જોજન સુધીના સર્વે જીવો પોતપોતાની ભાષામાં સાંભળતાં હતાં. તારકના અતિ અદ્ભુત તેજસ્વી સ્વરૂપને જોવામાં અંતરાય ન થાય માટે દેવોએ તેમનું સઘળું તેજ એકઠું કરીને ભામંડળ બનાવ્યું હતું. વિશ્વવશ્લભ વીતરાગ, વિષયપ્રાપ્ત સંસારમાંથી છોડાવી અવ્યાબાધ આનંદને અપનાર મોક્ષમાર્ગના દાતાર છે. એમ ઉલ્લેષણ કરતી દુંદુભિ, જીવોને જીવતાં શીખવાડતી હતી. પ્રભુની બંને બાજુ વિંઝાતા વેત અને ઉત્તમ ચામર અધેમાંથી ઊર્ધ્વમાં કેમ જવાય એ કીમિયે બનાવતાં. કારિગર