________________
૧૨૩ શાસ્ત્ર વિચાર કરવો ન જોઈએ.” આમ કહી બધા યાત્રિકેટ તેને પગે લાગ્યા, પણ કેશવે તેમનું વચન ન માન્યું. A અહીં યક્ષની મૂર્તિમાંથી એક ભયંકર મહાકાય પ્રચંડ પુરુષ હાથમાં ખડ્ઝ લઈને નીકળે અને કેશવને કહેવા લાગે “હે દુષ્ટાત્મા! તું મારા ધર્મને શા માટે દૂષિત કરે છે? અને મારા ભક્ત યાત્રિકોનું શા માટે અપમાન કરે છે? હે. દુષ્ટ ! તું જલદી ભજન કરવું નહીં તો આ તલવારથી તારા મસ્તકના ચૂરેચૂરા કરી નાખીશ.” યક્ષના આવાં વચન સાંભળી કેશવ કહેવા લાગ્યું, “હે યક્ષ ! મને તું શા માટે ક્ષોભ પમાડે છે? મને મૃત્યુનો ભય નથી કારણ કે જ્યાં મરણ નકકી છે, ત્યાં ભયનું કઈ પ્રજન નથી. પણ ગુરુ સમક્ષ લીધેલા વ્રતને પ્રાણાંતે પણ હું ખંડિત નહીં કરું.” તે સાંભળી, યક્ષે પિતાના સેવકોને કહ્યું કે હે ભ, જાઓ અને આ પાખંડીના ગુરુને અહી લઈ આવે જેથી તે આને ભેજન કરાવે. સેવકે. જલદી દેડી ગયા, અને માયાથી કૃત્રિમ ધમષ નામના ગુરુને બાંધી ત્યાં લાવ્યા, કેશવે પણ મુનિને વિલાપ કરતા. જોયાં, તે કૃત્રિમ ગુરુને યક્ષ કહે છે, “હે મુનિ ! તારા શિષ્યને ભેજન કરાવ, નહિ તે તને પણ યમપૂરી મોકલી આપીશ.” તે સાંભળી મુનિ કહેવા લાગ્યા; “હે કેશવ! દેવગુરુ અને ધર્મના કાર્યમાં ધર્માત્મા પુરુષ અકાર્ય પણ કરે છે માટે તું અત્યારે ભેજન કર, નહીં તે આ લેકો મને મારી નાખશે.” તે સાંભળી કેશવ બોલ્યા, “સાંભળો” જે મારા ગુરુ રાત્રિભૂજનનો નિયમ આપે છે, વીતરાગથી નિર્ણત ધર્મ કહે છે તે શું મૃત્યુના ભયથી પાપનો ઉપદેશ આપે? માટે