________________
४७
વળી તે વિચારવા લાગી, દૈવને દોષ દેવાથી શું? પૂર્વભવમાં જીવે જે શુભાશુભ કર્મ બાંધ્યાં છે. તે ભગવે જ છૂટકે છે. જ્યારે મારા કર્મો જ આ પુરુષ અહીં આવ્યો છે તે પછી હું શા માટે મારા આત્માને દુર્યાનમાં નાખું ? આમ વિચારીને તે બાળા હરિબલ સામે જુવે છે. ત્યાં આકાશમાંથી ગંભીર દેવવાણું સંભળાઈ. હે ભદ્રે ! જે તે સંસારમાં સુખ સૌભાગ્યને ઈચ્છતી હે તે આ નરને જ તારા જીવનનિયંતા તરીકે
સ્વીકાર. કારણ કે આ પુરુષ જગમ કલ્પવૃક્ષ સમાન છે. આવી આકાશવાણી સાંભળી વસંતશ્રી હરિઅલને ઉત્તમ પુરુષ માની મૃદુ વાણીમાં કહેવા લાગી, તે પુરુષોત્તમ! હું લાંબા પ્રવાસને લીધે અતિ તૃષાતુર થઈ છું માટે શીતળ જળ લાવી આપો. વસંતશ્રીના વચન સાંભળી હર્ષિત થયેલે હરિબલ એ અરણ્યમાંથી જલ્દી પાણી લઈ આવ્યો. અને રાજપુત્રીને સ્વસ્થ કરી. રાજકુમારીએ તેને આવા ભયંકર ગાઢ વનમાંથી પાણી લાવવાને લીધે ધર્યવાન પુરુષ જાણી પ્રેમથી કહ્યું. “હે સપુરુષ! હમણું શુભ લગ્ન છે. માટે મારી સાથે પાણિગ્રહણ કરે. પછી હરિબલે રાજકુમારી સાથે ગાંધર્વ વિધિએ લગ્ન કર્યા.” અને પતિપત્ની રૂપે ગામ, નગર, ક્ષેત્ર, નદી નાળા અને પહાડીઓ ઉલંઘતા એક શહેરમાં આવ્યા ત્યાંથી વસંતશ્રીના આગ્રહથી શુભ લક્ષણવાળા ચાર ઘોડાઓ ખરીદ્યા. અનુક્રમે–તેઓ વિલાસપુર નામના શહેરમાં આવી પહોંચ્યાં. નંદનવન જેવા ઉદ્યાને, કૂવાઓ અને તળાવે તેમજ જિનાલયોથી વિભૂષિત તે નગરને જોઈ તે બન્નેની ઈચ્છા ત્યાં રહેવાની થઈ તેથી હરિબલે એક સાત માળનું મકાન ભાડે રાખ્યું.