________________
૪૮
ત્યાં હરિખલ ભાગો ભાગવતા સુખે દિવસ પસાર કરવા લાગ્યા, એક દિવસ હરિઅલ મનમાં વિચારવા લાગ્યા. ક્યાં હું નિર્દેનીય કુળમાં ઉત્પન્ન થયા ? અને કયાં આ રાજકુમારી ? નક્કી પુણ્યના યોગેજ સઘળા સંબંધ જોડાયેલ તે. તેથી હું પણ લક્ષ્મીના ફળને પ્રાપ્ત કરું. એમ વિચારી હરિખલ દીન, અનાથ લેાકેાને નિરંતર દાન દેવા લાગ્યા. તેથી નગરમાં તેની વાહવાહ થવા લાગી. અથવા દાનથી કાની વાહવાહ ન થાય? કહ્યું છે કે;—
पात्रे धर्मनिबंधनं तदितरे प्रोद्यदयाख्यापकं मित्रे प्रीतिविवर्द्धनं रिपुजने वैरापहारक्षमं । भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मानपूजाप्रदं भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् ॥
અર્થ :--દાન જો પાત્રને આપ્યુ હાય તેા પુણ્ય અંધાય. અને પાત્ર વિના બીજાને આપ્યુ હાય તા યા કરનારું થાય છે. મિત્રને આપવાથી પ્રીતિ વધે છે. શત્રુને આપવાથી વૈર દૂર થાય છે. સેવકને આપવાથી સન્માન વધે છે. અને ભાટ ચારણાદિને આપવાથી યશ ફેલાવે છે. આહા હા ! દાન કોઇ સ્થાને પણ નિષ્ફળ જતું નથી.
આમ કરતાં રિમલની પ્રશંસા ત્યાંના રાજા મદ્યનવેગ કને આવી. તેથી તેને સેવક મારફત મહેલમાં મેલાન્યા અને આદર સાથે ઉચિત આસને બેસાડી. ક્ષેમકુશળ પૂછ્યાં. પહેલી જ મુલાકાતમાં તે બન્નેની પરસ્પર પ્રીતિ અધાઈ. અને રિખલ પણ રાજાના અતિ સ્નેહુને લીધે રાજદરબારમાં હંમેશાં હાજરી આપવા લાગ્યા. આમ થવાથી