________________
તેઓ પરસ્પર ગાઢસ્નેહના બંધનથી બંધાયા. કારણ કે સંપત્તિમાં સહુ નેહ કરે છે. એક વખત સ્નેહાધીન ભૂપતિએ ભેજન માટે ભાર્યા સહિત હરિબલને આમંત્રણ આપ્યું. સમયાનુસાર હરિબલે પત્નિ સાથે ભેજન ગૃહમાં પ્રવેશ કર્યો. પ્રજાપતિ પોતે પ્રેમપૂર્વક પીરસતાં હતાં. અનુપમ સૌંદર્ય, ચંદ્રનો તિરસ્કાર કરે તેવું મુખ, કમળનો પરિહાસ કરે તેવા નેત્ર, સેનાથી સરસ વર્ણ અને ભ્રમરે ને તે એ શ્યામ કેશ કલાપ, એવી વસંતશ્રીને જ્યારે મદનવેગે આવતી જોઈ, ત્યારે તે રતિપતિના બાણથી ઘાયલ થયેલા સ્નેહરાગથી તેના પ્રતિ વારંવાર નિરીક્ષણ કરવા લાગ્યું અને મનમાં વિચારવા લાગ્યો કે આ કેઈ દેવી કે અસરા લાગે છે. આ સ્વર્ગમાંથી ઊતરી છે કે નાગેલેકમાંથી આવી છે? આ કિન્નરી, વિદ્યાધરી છે કે કામદેવની પત્નિ રતિ પોતે જ છે–આવું અદ્વિતીય સૌંદર્ય તે મેં કયાંય જોયું નથી. “આવી પ્રમદા મને ન મળે તે આ તાજતખ્ત અને જીદગી શા કામની?”
આથી તેણે મનમાં ગાઢ સંકલ્પ કર્યો કે હરિબલને કઈ પણ રીતે મારી નાખવું જોઈએ, કે જેથી કરીને આ કલ૫વલ્લી મેળવી શકાય.
એ લાજના લુંટારૂએ એમ ન વિચાર્યું કે આ લલનાના લેબાસમાં લડાઈઓ લડાવી લાશની ઢગ લગડાવનારી અફલાતુન આફતની આંધી છે!” વળી એમ પણ ન વિચાર્યું કે પરસ્ત્રી એ પાયમાલીનું પહેલું પગથિયું-દુર્ગતિનું દ્વાર છે.–“વિનાશકાળે વિપરીત બુદ્ધિ.”
ભોજન લીધા બાદ તે દંપતી પિતાના સ્થાને વળ્યાં.