________________
૧૬૫
- પછી પાછલા પહેરે તે ચેર કેઈ ધનાઢય શ્રેષ્ઠીના મકાનમાંથી અમુલ્ય ધન લઈ તે જંગલના એકાંત સ્થાને "ઊતર્યો, અને ગુપ્તપણે રહ્યો. આવી રીતે તે દરરોજ તે જ નગરમાંથી ચોરી કરી જંગલમાં સંતાડવા લાગ્યું, તે પાદુકાના પ્રભાવે કેસરી રાત્રે ચેર અને દિવસે રાજાની જેમ ફરવા લાગે.
હવે અહીં નાગરિકે એ ભેગાં થઈ રાજાને ચેર બાબત ફરિયાદ કરી, તે સાંભળી રાજાએ રક્ષકને લાવ્યા. રક્ષકે પણ હાથ જોડી કહેવા લાગ્યા. “હે સ્વામિન્ ! કોઈ મોટો ચેર આકાશમાગેથી આવી ચેરી કરે છે. આપ કહો કે અમે શું કરી શકીએ? રાજા વિચારે છે; મને ધિક્કાર છે. હું અહીં રાજ્ય કરું છું છતાં પ્રજા ચેરના ઉપદ્રવથી પીડિત છે. ત્યારબાદ રાજા ચેરને પકડવા નગર બહાર નીકળે. વનખંડે, પર્વતે, કંદરાઓ, ખંડિયેર અને જીર્ણમંદિરમાં ફરી ફરીને કંટાળે, પણ કેસરી ચેરને ક્યાંય પત્તો ન લાગે. એક દિવસ મધ્યાહૂને જ્યારે સૂર્ય અંગારા વરસાવી રહ્યો હતો. ત્યારે તે રાજા ફરતો ફરતો એક વનમાં આવ્યો તેવામાં કર્ખર, કસ્તૂરી અને અગરૂથી ઉત્પન્ન થયેલી ખુશબો આવવા લાગી. આ સુગંધ કયાંથી આવે છે એમ વિચારી રાજા ગંધાનુસારે એક ચંડિકા (દુર્ગા)ના મંદિરમાં આવ્યું. ત્યાં કપૂર કસ્તૂરી આદિથી પૂજેલી દુર્ગા પ્રતિમાને અને પૂજા કરનારને દિવ્ય વસ્ત્રોથી વિભૂષિત જોઈ તેને પૂછવા લાગેઃ “હે ભદ્ર! કોણે આ મૂર્તિની પૂજા કરી છે અને આ મહામૂલાં વસ્ત્રો તને કેણે આપ્યાં છે ?” તે પૂજારી બેઃ “હે રાજન ! હું વણિકપુત્ર છું. દુઃખી, દરિદ્રી અને દ્રવ્યહીન હોવાથી સુખ અને દ્રવ્યની આશાએ રેજ ચંડિકાની આરાધના કરું છું.