________________
પડી મરણ પામ્યો છે, માટે તમે અંતઃપુરમાં ચાલે, વસંતશ્રી બોલી સ્વામિન આ વાત આપને યોગ્ય નથી, કારણ કે જગતમાં રાજા સેવકે માટે પિતા તુલ્ય છે. એક તે અમે પરસ્ત્રી અને એમાં વળી પુત્રીઓ જેવી માટે હે મહારાજ ! એ વિચાર છેડી દઈ આપના મહેલમાં પધારો.
પડછંદ કાય પર્વતના ગગનચુંબી શિખર પરથી કઈ વિષમ સ્થાનમાં ઝંપલાવી કાયાના કકડા કરવા મંજુર, ઝેરી દાઢવાળા સપના મુખમાં હાથ નાખ મંજુર અને જાજવલ્યમાન અગ્નિમાં જે પાપાત કરે મંજુર છે પણ શિયળ. ખંડવું ના મંજૂર છે.
હે રાજન ! ન્યાય પરજ દુનિયા કાયમ છે. અને અન્યાયથીજ પ્રલયકાળના પગલાં મંડાય છે. માટે ન્યાય એજ સર્વ શ્રેષ્ઠ છે. તેથી કલ્યાણ ચાહતા પુરુષેઓ હંમેશાં ન્યાયમાંજ વર્તવું અને અન્યાયને ત્યજ જોઈએ જેથી સર્વ સંપત્તિ મળે છે. ઈત્યાદિ અનેક યુક્તિઓ તે બને ભગિનીઓએ રાજાને હિતશિક્ષા રૂપ વચન કહ્યાં, પણ રાજ સંતોષાય નહીં. કામદેવના વશ થયેલા માણસને શું ગમે? તેમ તે પણ કામની પ્રાર્થના કરવા લાગે એટલું જ નહિ પણ તે સ્વસ્થતા ખેઈ ન કરવાની ચેષ્ટા કરવા લાગ્યા. ત્યારે કુસુમશ્રીએ પોતાની વિદ્યાના બળથી તેને કસકસાવી બાંધ્યો અને દંડના પ્રહારથી કૂટવા માંડ્યો જેથી તેના કેટલાક દાંત પડી ગયા. ગુન્હેગારની માફક સખત બંધને બંધાયેલે, મારથી અને દાંતના પડી જવાથી અસહ્ય વેદનાને અનુભવતે તે રાજા દુઃખથી આકંદ કરવા લાગ્યો ત્યારે કુસુમશ્રી બોલી, “અરે દુષ્ટ ! તે પાપનું ફળ