________________
૬૩
M12! Gezi Tercanti una real
હરિબલ હું તને મારા પ્રભાવથી તારા ઘરે પહોંચાડું છું અને હરિબલના રૂપમાં તારું કામ હું કરું છું. તું સુખેથી ઘેર રહેજે.” પછી દેવે પિતાની ચતુરાઈથી હરિબલને તેના ઘરે મૂક્યો અને પિતે તેનું રૂપ લઈ ચિતા પાસે આવીને ગંભીરતાથી અગ્નિમાં પ્રવેશ કરી લોકેના દેખતાં ભસ્મીભૂત થઈ ગયે. લેકમાં હાહાકાર થઈ ગયું. પરંતુ રાજા અને મંત્રી ન કલ્પી શકાય તેવો આનંદ અનુભવતાં પાછા ફર્યા. લોકો કહેવા લાગ્યાં કે અરેરે! લક્ષ્મી અને લલનાના લેભીએ લાભાલાભના વિચાર વગર બિચારા હરિબલના પ્રાણ લીધા, આમ અનેક પ્રકારે નગરજનો મહારાજ અને મંત્રીને નિંદવા લાગ્યા. હરિબલ પિતાના ઘરે આવ્યા અને પત્નીઓને બધી વાત કહી સંભળાવી. તે બન્ને સ્ત્રીઓ પિતાને ધન્ય માનવા લાગી અહી આવા આલાપ ચાલે છે. ત્યાં કામાગ્નિથી તપેલે રાજા હરિબલના ઘરે આશાના આકાશમાં મનની મહેલાતે ચણ આવે છે.
બન્ને સન્નારીઓ તેને આવતા જોઈ પતિને કહેવા લાગી હે નાથ? આપ સંતાઈને જુઓ કે અમે કેવું નાટક કરીએ છીએ તે સાંભળી હરિબલ સંતાઈ ગયે.
રાજા આવ્યો એટલે બને સ્ત્રીઓએ તેનું સન્માનપૂર્વક હર્ષિત વદને સ્વાગત કરી પૂછ્યું, “મહારાજ ! આપનું આવવું શા સબબથી થયું? રાજા ગાંડાની જેમ હાસ્ય કરતા
લ્યો,” હે કમલનયનિયો! તમને ખબર નથી કે દીપક જોઈ જેમ પતંગ ખેંચાઈ આવે એમ હું પણ તમારા પર આસક્ત થયેલે તમને લેવા આવ્યો છું. હરિબલ અગ્નિમાં