________________
૩રર સમુદાય પ્રભુવચનને સ્વીકારી તપ–સંયમાદિમાં ઉદ્યત થયો. કુંડલિક પણ કેટલાક અને વિચાર જિનમુખથી સાંભળી પ્રભુને વાંદી ઘેર આવ્યા.
પ્રભુ પરિવાર સાથે અહીંથી આગળ અન્યત્ર વિહાર કરી ગયા. કુંડકલિકે સમ્યફ પ્રકારે જિનધર્મારાધન કરતાં ચૌદ વર્ષ વ્યતીત કર્યા. પંદરમા વર્ષે સંવેગ ઉત્પન્ન થવાથી ગૃહભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી કુંડલિકે આણંદવત્ અગિયાર પડિમાઓનું આરાધન કર્યું. અંતે સર્વ જીવને ખમાવી, એક માસના અનશનપૂર્વક પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતે કુંડકલિક કાળ પાયે. અને પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે સમૃદ્ધિશાળી દેવ થયે.
પછી ગૌતમસ્વામીએ પૂછયું, “હે ભગવન! તે દેવ ત્યાંથી આવી ક્યાં ઉત્પન્ન થશે.” પ્રભુ બોલ્યા: “હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પામશે.” કુંડકોલિક શ્રાવકનું આવું ચરિત્ર સાંભળી જખ્ખસ્વામીએ સુધર્મા– સ્વામીને વારંવાર નમસ્કાર કર્યા. - ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણુના શિષ્ય
રાજકીર્તિ ગણીની રુચેલી ગદ્યબંધ વર્ધમાન દેશનાનો શ્રી કુંડકેલિક શ્રાવક પ્રતિબોધ નામક
છઠ્ઠો ઉલ્લાસ
સમાપ્ત