________________
માટે હે ભવ્ય, હંસરાજાનું ચારિત્ર સાંબળી ચિંતામણિ રત્ન જેવા દ્વિતીયવ્રતને નિરંતર આદર. જે શક્તિ હાય તે મૃષાવાદને સર્વથા ત્યાગ કરે અને શક્તિ ન હિય તે પણ યત્ન તો કરે જ. જો કેઈપણ રીતે નિયમ લેવા અશક્ત હોય તે પણ ૧. કન્યા સંબંધી, ૨. ગાય સંબંધી, ૩. ભૂમિ સંબંધી, ૪. ખોટી સાક્ષી પૂરવા સંબંધી, ૫. થાપણ ઓળવવા સંબંધી, આ પાંચ પ્રકારે અસત્ય વજનીય છે.
વળી આ પાંચ અતિચાર છે, તે જાણવા પણ આદરવા નહીં. તે આ પ્રમાણે –
(૧) અણુવિચાર્યું બોલવું, (૨) કોઈના ગુપ્ત વિચારે અન્યને કહેવા, (૩) પિતાની પત્નીની ગુપ્તવાત ખુલ્લી પાડવી, (૪) કેઈને છેટે ઉપદેશ આપે અને (૫) બેટા લેખ લખવા.
આ સાંભળી આણંદશ્રાવકે પ્રભુ પાસે બીજું વ્રત લીધું. હવે પ્રભુ ત્રીજા અદત્તાદાન વ્રત ઉપર નિરૂપણ કરે છે – “જે પરના પૃથ્વી પર પડી ગયેલા અથવા
વાયેલા દ્રવ્યને કદી પણ ગ્રહણ કરતા નથી તે પુણ્યવાન પુરુષે ઉભય લેકમાં સર્વ પ્રકારની સુખસંપત્તિ પ્રાપ્ત કરે છે. અને જેઓ પરદ્રવ્ય ગ્રહણ કરે છે તેઓને આ લેકમાં શૂળી પર ચઢવું પડે છે. બંધન, છેદન, ભેદન વગેરે. અનેક પ્રકારે દુઃખ ભોગવવા પડે છે. અને પરલોકમાં પણ નરકની અતિ તીવ્ર વેદના ભેગવવી પડે છે. જે ધન્ય પુરુને પારદ્રવ્ય ગ્રહણ કરવાનો નિયમ છે, તે લક્ષ્મીપુંજની