________________
૧૯૮
તમારું શુભ નામ શું છે?? તમે કયા કારણે પરિવાર મૂકી અહી એકલા આવ્યા છે? અહીં તમે શું શોધે છે ? આજે તમે મારા અણમેલા અતિથિ છે માટે અશ્વથી ઊતરી મારા પ્રશ્નના ઉત્તર આપો.” તે સાંભળી અત્યંત ખુશ થયેલે કુમાર અશ્વથી ઊતરી જ્યાં જવાબ આપવા જાય છે ત્યાં વાચાળ પોપટ બોલ્યો. “હે તાપસકુમાર ! કુળજાતિ આદિ પૂછવાથી તારે શું કામ છે? અમારે તારી સાથે કાંઈ વિવાહ નથી કરે? માટે તું યજમાન ઉચિત કૃત્ય કર; કારણ કે મુનિ એને પણ અતિથિ પૂજ્ય કહ્યો છે. કહ્યું છે કે –
गुरुरग्निद्विजातीनां वर्णानां ब्राह्मणो गुरुः ॥
पतिरेव गुरुः स्त्रीणां, सर्वस्याभ्यागतोः गुरुः ॥ १ ॥ - અર્થ–બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના ગુરુ, અગ્નિ, સર્વે જાતેના બ્રાહ્મણ ગુરુ, સ્ત્રીઓને ગુરુ પતિ હોય છે. અને તે બધાયને ગુરુ અતિથિ હોય છે.
માટે હે તાપસકુમાર ! જે તને અમારા કુમાર પર નેહ હોય તે આમને અતિથિ જાણી ઉચિત કાર્ય કર, બીજી પંચાત કરવાથી શું ફાયદો ?
પિપટનાં આવાં વચન સાંભળી તાપસકુમારને અત્યંત આનંદ થયો. તેથી તે પોપટના કંઠમાં તાજી પુષ્પમાળા આપી કહેવા લાગ્યું કે, “કુમાર, ખરેખર ! તમે વખાણવા લાયક પુરુષ છે કે આ અણુમેલે પોપટ તમારે સાથી છે! માટે હે કુમાર, તમે મારા મહેમાન થાઓ. હું રહ્યો તાપસ, તેથી હું આપની શી રીતે ભક્તિ કરી શકું? તે પણ શક્તિ