________________
ભયરહિત કરી બેસાડ્યા પછી તે રાજાને નમસ્કાર કરી અદએથી ઊભે રહ્યો. આથી રાજા. લેકે સાથે વિસ્મય પામે. અને વિચારવા લાગ્યું મારી સામે જ બળીને રાખ થઈ ગયેલે આ અહિ જીવતે શી રીતે આવ્યું ? રાજા બોલ્યા, “હે સાહસિક શિરોમણુંતું અહીં શી રીતે આવ્યો? આ તારું રૂપ દિવ્ય કેમ દેખાય છે? વળી તારી પાસે આ ઊભેલી વિકરાળ વ્યક્તિ કોણ છે?” * ” હરિબલે કહ્યું “હે સ્વામિન! સાંભળે. આપની સમક્ષ હું ભસ્મીભૂત થયે કે તરત જ યમરાજના સેવકે એ મારી રાખ યમરાજ પાસે પેશ કરી, યમરાજે પિતાના પ્રભાવથી મને સજીવન કર્યો, તેથી મારા શરીરે દિવ્ય તેજ પ્રગયું. વળી ત્યાં જઈને મેં જે શેભા, સમૃદ્ધિ અને દેવાંગનાઓ જઈ તેનું વર્ણન હું હજાર મુખેથી પણ કરવા સમર્થન થઈ શકું, ત્યાં સંયમિની નામની નગરી છે, તેનું રાજ્ય ધર્મરાજ કરે છે, પુણ્યવાન લેકે ત્યાં વસે છે. શકઆદિ સર્વે દેવે તેમની નિરંતર ખિજામત કરે છે. આથી વધારે શું કહું? પરન્તુ અખિલ બ્રહ્માંડ તેમને આધીન છે. અને જે મારી સાથે છે તે પ્રિયવદન નામને તેમને દ્વારપાળ છે. યમરાજ જેના પર ખુશ થાય છે તેના માટે સાક્ષાત્ કલ્પવૃક્ષ અને જેના ઉપર કોધે ભરાય તેના માટે મેત જેવો છે. જ્યારે મેં આપને માટે યમરાજને નિમંત્રણ આપ્યું ત્યારે તે ખુશ થઈને બે .”હે પુરુષ! હું નક્કી ત્યાં આવીશ. તારા પૃથ્વીપતિને એકવાર મંત્રી આદિ પરિવાર સાથે મોકલે તે સારું થાય. “જે તે અહીં આવે તે હું તેને અતિ રૂપરૂપના