________________
પોતાના સાસને છે. આ અને રાતે વિષ ધવન રાજા
૧૫ અગ્નિશર્મા ખુશી થશે. અને કહેવા લાગે છે મંત્રીશ્વર, મારા પ્રાણ પણ રાજાના છે તે પછી કન્યાદિ વસ્તુ હોય તેમાં શી નવાઈ? એક તે બ્રાહ્મણભાઈ એમાં વળી રાજા જેવા જમાઈ થાય પછી પૂછવું જ શું? તે વિપ્ર વિદ્યુતપ્રભા સાથે રાજા પાસે આવ્યા અને રાજાને આશીર્વાદ આપી ઉચિત આસને બેઠે. પછી બ્રાહ્મણે જે કહ્યું હતું તે પ્રધાને પિતાના રાજાને કહ્યું. એટલે કાળ વિલંબ સહવાને અસમર્થ એવા રાજાએ તત્કાળ ત્યાંજ બ્રાહ્મણની સમક્ષ કન્યા સાથે ગાંધર્વ લગ્ન કર્યા. વિદ્યુપ્રભાના મસ્તકે નંદનવન સમાન ઉદ્યાન શોભતું હોવાથી રાજાએ તેનું નામ આરામશોભા પાડ્યું. પછી આ વિપ્ર મારો શ્વસુર થયો છે એ દુઃખી ન થાય એમ વિચારી રાજાએ તેને બાર ગામ બક્ષીસ આપ્યા. પછી રાજાએ આરામશોભાને રાજહસ્તિ પર આરૂઢ કરી. પિતાની પુરી પ્રતિ પ્રયાણ કર્યું, ત્યારે અતિશય શોભાવાળું એ ઉદ્યાન છત્રની પેઠે તેઓની સાથે આકાશમાર્ગે ચાલવા લાગ્યું રાજા શહેર સમીપ પહોંચ્યા પહેલા પ્રધાને નગરને ઉત્તમ રીતે શણગાર્યું, પછી ખૂબ ધામધૂમ પૂર્વક રાણી સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો, તે નગરનિવાસી નરનારીઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે આ રાજા ધન્યવાદને પાત્ર છે, અને આ પ્રભાવ તે ખરેખર પૂર્વોપાર્જીત પુણ્યનું જ ફળ છે. તેથી જ રૂપ લાવણ્યપેત પત્નિ પ્રાપ્ત થઈ છે, વળી કઈ કહેતું મોટા માંધાતા અને ચકિ, વાસુદેએ આ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરી નથી તે આ નૃપતિએ પ્રબળ પુણ્યના પ્રતાપે પ્રાપ્ત કરી છે. વળી તેમના મસ્તકે છત્રાકારે રહેલું નંદનવન સમ ઉદ્યાન કયા જનાર માણસને આશ્ચર્યમુગ્ધ ન કરે?