________________
૧૦૦
રાજાએ . દિરાવતીના વસ્ત્રાભૂષણાદિ કાઢી લઈ તેને કાઢી સાથે નગર બહાર કાઢી મૂકવાનો આદેશ આપ્યા, પરન્તુ મદિરાવતી હુ કે ખેદ ધારણ કર્યા વગર પેાતાના પતિ સાથે ચાલી નીકળી. ચાલતાં ચાલતાં એક દેવમદિર આવ્યુ, ત્યાં દંપતીએ મુકામ કર્યાં, ત્યાં તે ધર્મધ્યાન કરવા લાગી.
હવે સિદ્ધરાતિને કાઢીયો કહેવા લાગ્યો, “ હે ભદ્રે ! દુષ્ટ બુદ્ધિ રાજાએ આ સારું ન કર્યું. આ બહુ જ અનુચિત કા કર્યું" છે, કયાં કરેરાનું વૃક્ષ અને ક્યાં કલ્પવલ્લી ? કયાં રત્નમાળા અને કયાં કાગડા ? એમ આપણા સયોગ પણ મેળ વગરનો છે. તું અતિ લાવણ્યયુક્ત છે, રૂપલક્ષ્મી વડે રભા તુલ્ય છે, હું પુણ્યાત્મા ! કમળ જેવા કોમળ અંગવાળી તું કયાં ! અને પૂર્વોપાર્જિત કર્મયોગે ભયકર રોગથી પીડા પામતા હું કયાં ? હું દેવી ! મારા સયોગથી અતિ સુંદર તારું આ શરીર વિનાશ પામશે. માટે હે મહાભાગ ! તું કોઈ મહા સમૃદ્ધિશાળીને પરણ, તેથી તું રાજ ુસીની માફક સન્માન મેળવીશ. ’
કાઢીઆના વચનો સાંભળી, રાજકન્યાને જાણે કાઈ વા પ્રહાર કરતા ન હોય ? એમ લાગ્યું. તેથી તરત જ તે રડી પડી, અને ગદ્ગદ્ કઠે કહેવા લાગી, “ હે નાથ ! ઉત્તમ કુળમાં જન્મેલી કુલાંગનાઓને આવાં વચન સાંભળવાથી પણ વાના ઘા જેવું થાય છે. પ્રથમ તા અનતા પાપના ઉયથી સ્ત્રીવેદમાં જન્મવું પડે છે. તેમાં પણ જો તે શિયળ રહિત હોય તેા તેની શી ગતિ થાય ? “ શિયળ વગર નારી નશાલે. ”