________________
૧૭૧ ફરી રાજા બોલ્યો : “હે મંત્રિન્ ! જ્યાં સુધી હું ધર્મના ફળને પ્રત્યક્ષ ન જેઉં ત્યાં સુધી હું કાંઈ માનવાને નથી.. આવી રીતે દરરોજ સભામાં રાજા અને મંત્રીનો વિવાદ, થયા કરતે. એક દિવસ સુમિત્ર મંત્રી દિવસે રાજકાર્ય કરી સાંજે ઘેર આવ્યો તે દિવસે ચૌદશ હોવાથી તેણે ઉપવાસ કર્યો હતે પણ રાજકાર્યાધીન એ તે પૌષધ કરી શક્યો ન હતો, તેણે રાતે દેશાવગાસિક ધારી–આજ મારે ઘેરથી બહાર ન જેવું એવું પ્રત્યાખ્યાન કર્યું, પછી પ્રતિક્રમણ કરી શુભધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠી મહામંત્રને ગણવા લાગ્યા. - અહીં વિશિષ્ટ કાર્યના માટે રાજાએ મંત્રીને બોલાવવા. દૂત મોકલ્યા. તે મંત્રીને વિનતિ કરવા લાગ્યો, હે મંત્રીજી!આપને મહારાજ યાદ કરે છે. મંત્રી બોલ્યોઃ “હે મહાભાગ! આજે હું પ્રાતઃકાલ સુધી ઘેરથી નીકળીશ નહીં કારણ કે મેં પ્રત્યાખ્યાન કર્યું છે. તે રાજાને આવીને કહ્યું, હે સ્વામિન ! મંત્રીએ વ્રત ગ્રહણ કર્યું હોવાથી તે સવાર પહેલાં નહિ આવે. તે સાંભળી રાજા ઘણા કોધીત થયે. અને બેલ્યોઃ “હે દૂત ! તું ફરી ત્યાં જઈ એને કહે કે તારું જરૂરનું કામ છે માટે વ્રતને મૂકી તું અત્યારે જ ચાલ, જે એ ન. આવે તે તેની પાસેથી મંત્રી મુદ્રા લેતે આવજે. તે સાંભળી દૂત ચાલતું થયું. તેણે આ હકીકત મંત્રીને કહી, મંત્રી વિચારે છે કે વ્રતને લેપ તે મહાપાપનું કારણ છે માટે વ્રત આગળ મુદ્રા શું ચીજ છે! મંત્રીપદથી મારે કાંઈ પ્રજન નથી. એમ વિચારી તેણે મંત્રી મુદ્રા તેમ જ પિતાનાં વસ્ત્રા ભૂષણ દૂતને આપી રવાના કર્યો. અને પોતે ધર્મધ્યાનમાં લીન થઈ ગયે.