________________
૩૬૮
ભીમકુમારે બહાદુરીથી બચાવ્યો. તેની બહાદુરીથી આ રાક્ષસ પણ બોધ પામ્યો છે. તે સાંભળી યક્ષ પોતાના મૂળરૂપમાં આવી બેલ્યો; ખરેખર, કેવળી પ્રભુનું કહેવું સત્ય છે. એવામાં મોટા આડંબરપૂર્વક કાલિકાદેવી ત્યાં આવી પ્રથમ ભીમકુમારને નમી. પછી કેવળી ભગવંતને વાંદ્યા. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ કેવળીને પૂછયું, હે ભગવન ! આ દેવીએ પ્રથમ ભીમકુમારને શા માટે નમસ્કાર કર્યા! કેવળી બેલ્યા, હે. રાજન! આ ભીમકુમારે તેને યુક્તિથી પ્રતિબધી જિનધર્માનુરાગી બનાવી છે. તેથી તે આ દેવીને ધર્મગુરુ છે. માટે તેણે પહેલાં કુમારને પછી મને વંદન કર્યું. ત્યારબાદ. યક્ષ બોલ્યો, હે કુમાર ! તારા વિરહથી તારા માતપિતા અતિ દુખિત છે. માટે તું તારા નગરમાં ચાલ. એમ કહી યક્ષે એક દિવ્ય મહાવિમાન બનાવ્યું. પછી કુમાર, યક્ષ, દેવી, વિગેરે કેવળી ભગવંતને વાંદી વિમાન પર ચડ્યા, અને દેવીએ કરેલા મેટા ઉત્સવપૂર્વક તેઓ કમલપુર નગરે આવી પહોંચ્યા. કુમાર માતપિતાને પગે લાગ્યો, નગરમાં ચોતરફ આનંદ આનંદ છવાઈ ગયો. શુભ મુહૂર્ત અને શુભ વાસરે નરવાહન રાજાએ ભીમકુમારને રાજ આપી ચારિત્ર ગ્રહણ કર્યું. અને ઘેર તપ કરી કર્મ ક્ષયે મેક્ષ પામ્યા. .
ભીમકુમાર પણ લાંબાકાળ સુધી પુત્રની પેઠે પ્રજાને પાળી પુત્રને પિતાના પદે સ્થાપી પ્રવજ્યા પ્રાપ્ત કરી પૂર્વોપાર્જિત કર્મને બાળી અજરામર સ્થાનને પામ્યા. . . ઈતિ ભીમકુમાર કથા સમાપ્ત ..