________________
૩૬૯ પ્રભુથી પ્રતિબોધ પામેલા નંદિનીપ્રિય શ્રાવકે પણ આનંદની જેમ ગૃહસ્થ વ્રત સ્વીકાર્યું. પિતાના જીવિતને સફળ ગણતે તે પ્રભુને વાંદી પિતાના ઘરે આવ્યું. પ્રભુ પણ અન્યત્ર વિહાર કરી ગયા. પિતાની ભાર્યા સાથે નંદિનીપ્રિયે ચૌદ વર્ષ સુધી સમ્યફ પ્રકારે જિનધર્મ આરાધ્ધ, પંદરમા વર્ષે તે ચિતરવા લાગે કે હજીસુધી મેં કુટુંબ ચિંતા જ કરી, માટે હવે મારે શ્રાવક પડિમા વહેવી જોઈએ એમ વિચારી સ્વજન વને સૉષી જ્યેષ્ઠ પુત્રને કુટુંબ ભાર સેંપી, પૌષધશાળામાં આવ્યું. જ્યણાપૂર્વક પ્રમાજી દર્ભનું આસન કરી તેણે વિધિપૂર્વક શ્રાદ્ધ પડિમા આરાધી. ઉપસર્ગ રહિત એવા નદિનીપ્રિયે અનશનપૂર્વક વીર : સ્મરણું કરતા શાંત કષાયે દેહ છોડ્યો. અને સૌધર્મકલ્પનાં અરુર શુભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે મહાસમદ્ધિશાળી દેવ થયે.'
- અહી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “હે ભગવન્!' ત્યાંથી ચવી નંદિનીપ્રિય ક્યાં ઉત્પન્ન થશે? ” પ્રભુ બોલ્યા, હે ગૌતમ ! ત્યાંથી ચ્યવી તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. એ પ્રમાણે સુધર્માસ્વામીએ નંદિનીપ્રિયનું ચરિત્ર કહ્યું . . . . . ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય શ્રી રાજકીર્તિ - ગણુની રચેલી ગદ્યબંધ વધમાન દેશના નંદિનીપ્રિય શ્રાવક પ્રતિબોધ નામક નવમે ઉલ્લાસ
સમાપ્ત