________________
વગેરે વિધિપૂર્વક એવણ રૂપાન
ભાવના કરતા
૨૩ જિનધર્મમાં તત્પર થઈ રથયાત્રા, તીર્થયાત્રા, સુવર્ણ રૂપાના અનેક જિનબિંબ અને ચૈત્ય વગેરે વિધિપૂર્વક કરાવ્યાં. આમ શાસનની પ્રભાવના કરતા રત્નસારના સંસર્ગથી તેની બને ભાર્યા પણ ભાવપૂર્વક ધર્મારાધન કરવા લાગી, અને સ્ત્રીઓ સાથે સંસાર સુખને ભગવતે રત્નસાર આયુષ્ય ક્ષય થયે મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવ થયે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જિન ધર્મ આરાધી મુક્તિ પામશે.
છે ઈતિ રત્નસાર કથા સમાપ્ત * એ પ્રમાણે મુનિદાન પ્રભાવને અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસાર રાજાની કથાને સાંભળી, હે ભવ્યજી ! તમે ધર્માનુરાગી થઈ આત્માનું શ્રેય કરો. પ્રભુ મુખેથી આ ઉપદેશ સાંભળી કામદેવે પણ આણંદની જેમ બારવ્રત રૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. ઉત્તમ પ્રકારે જિનધર્મ આરાધતાં તેણે ચૌદ વર્ષ ગાળ્યાં - હવે એક દિવસ કામદેવ શ્રાવક ચિતવે છે. આટલા વર્ષ સુધી હું કુટુંબ પાળવામાં રહ્યો, મારા પુત્રે પણ ઘરબાર સંભાળે તેવા થયા છે તે પછી શા માટે હું પ્રમાદ કરું, એમ વિચારી તેણે એકાદશ પડિમા આરાધવાનો નિશ્ચય કર્યો.
સ્વજન વર્ગને તેડાવી ચારે પ્રકારના આહારથી સંતોષી તે પૂછવા લાગે, “હે સ્વજનો ! જે તમારી સંમતિ હોય તે હું યેષ્ઠ પુત્રને કુટુંબને ભાર સોંપી અગિયાર પડિમાનું આરાધન કરું, સ્વજનેની સંમતિ લઈ કામદેવ પુત્રને ગૃહ ભાર સેંપી નિવૃત્ત થયે, પૌષધશાળાને જયણાપૂર્વક પ્રમાઈ દર્શાસન કર્યું, તેના પર બેસી આણંદની જેમ જિનધ્યાનમાં