________________
૩૨૯
ત્સવપૂર્વક તેનું “દામન્નક એવું નામ રાખ્યું. લાલનપાલન કરાતા તે ક્રમશઃ આઠ વર્ષને થયે.
એવામાં અચાનક તે શ્રેણીના ઘરમાં મહામારી (મરકી) રિગ ફેલાયે. તેના સબળ સકંજામાં સપડાયેલા સર્વે કમશઃ
મૃત્યુને ભેટ્યાં. કેવળ “દામનક’ પુણ્યપસાથે જીવતો રહ્યો. નિરાધાર તે બાળક પિતાના ઘરેથી નીકળી સાગરપિત શ્રેષ્ઠીને ઘરે ગયે. તે શેઠે તેને પુત્રની પેઠે રાખ્યા. “દામન્નક’ પણ ત્યાં સુખે રહેવા લાગે.
એક વખત તે શ્રેષ્ઠીના ઘરે બે જિનકલ્પી મુનિમહારાજ ભિક્ષા માટે પધાર્યા, તેમાંથી એક વૃદ્ધ સાધુએ તે બાળકને જોઈ લઘુ સાધુને કહ્યું કે ચક્કસ આ ઘરને અધિપતિ આ બાળક થશે. મુનિના આવાં વચન સાંભળી ખેદ પામેલે શ્રેષ્ઠી ચિંતા કરવા લાગે. અરે, ગુણવાન અને વિદ્યાવાન મારા પુત્રના હોવા છતાં અપર કુળમાં જન્મેલે આ દામન્નક ઘરને માલિક શી રીતે થશે? જે આ મારા ઘરને માલિક થાય તે મારું આ વિશાળ કુળ નાશ જ પામેને ? માટે કેઈપણ ઉપાયથી આ બાળકનું મૃત્યુ નિપજાવવું જોઈએ, એમ વિચારી શેઠે બાળકને કઈ ચાંડાલને સેં.
ચાંડાલ પણ તે બાળકને દૂર લઈ જઈ સુલક્ષણે અને પ્રસન્ન સ્વરૂપવાળે જાણી દયાથી ચિતવવા લાગેઃ “અહે! આ સુંદર બાળકે તે શેઠને શે અપરાધ કર્યો હશે કે જેથી તે આને મારવા તૈયાર થયું છે. ધિક્કાર છે તે નિર્દય શેઠને આ નિરાધાર બાળકની હું કઈ પણ રીતે હત્યા નહીં કરું.