________________
૧૩૭
પોતાના પંથે પડ્યો, ચારુદત્ત પણ ફરતા ફરતે પ્રિયંગુનગરમાં આવી પહોંચ્યું. બીજા દિવસે સાંજે જ્યારે તે નગર જેવા નીકળે ત્યારે સુરેન્દ્રદત્ત નામના શ્રેષ્ઠીએ ચારુદત્તને ઓળખ્યો તેથી તેની પાસે જઈને બેઃ “અરે! ચારુદત્ત, તું અહીં ક્યાંથી?” ચારુદત્ત પણ પિતાના મિત્ર જાણી તેમને પ્રણામ કર્યા, અને પિતાની સર્વ હકીક્ત જણાવી, તે જાણી સુરેન્દ્રદત્તને બહુ ખેદ થયે, તેણે ચારુદત્તને ઘેર લાવી સુખપૂર્વક રાખે. અહીં ચારુદત્તને રહેતાં કેટલેક કાળ વીયે, પછી એક દિવસ કેટલાંક લેકોને વહાણ સજી પરદેશ જવાની તૈયારીવાળા જોઈ તેણે સુરેન્દ્રદત્તને પૂછયું, “પણ આ સાથે સાથે વહાણમાં બેસી દેશાંતરમાં જઉં ?” સુરેન્દ્રદત્તે કહ્યું, “તું અહીંઆ રહીને વ્યાપાર કર, પરદેશમાં જવાની શી જરૂર છે?” તે પણ તે દ્રવ્યલેભ અને દુષ્કર્મની પ્રેરણાથી પ્રહણ પર ચઢી ગયે. કમે કરી સમુદ્ર પાર કરતું પ્રવાહણ એક દ્વીપના કાંઠે ઊભું રહ્યું, ચારુદત્ત ત્યાં ઊતરી વ્યાપાર કર્યો તેથી તેને તેત્રીસ કરેડ સુવર્ણપહેરે જેટલું ધન ઉપાર્જન કર્યું. તે વિચારે છે કે તે દ્રવ્ય શું કામનું કે જેને ઉપલેગ સ્વજનની મધ્યમાં ન થાય એમ વિચારી તે પિતાની મિલકત સાથે સ્વદેશ જવા વહાણ પર ચડ્યો, પરંતુ દુષ્ટ પવનના
ગે ભદરિયે વહાણ વિરી થઈ ભાંગી ગયું, પણ આયુષ્ય બળથી તેને એક પાટિયું મળી ગયું, તેના સહારે કેટલાક દિવસ પછી તે રાજપુર નગરના કિનારે આવી પહોંચે. સમુદ્રમાં તે પ્રાણની ફિકરમાં ધન યાદ ન આવ્યું પણ અત્યારે તે ભવિતવ્યતાની નિર્ભર્સના કરવા લાગ્યા.
જંગલમાં થઈ જતો હતો તેવામાં તેને એક તેજસ્વી