________________
૨૮૩ વાન ભવ્ય ! જે પ્રાણી મનુષ્યજન્મને પ્રાપ્ત કરી, ધર્મારાધના નથી કરતા તે પોતાના કરતલમાં આવેલા ચિંતામણું રત્નને ગુમાવી દે છે.” દેશના સાંભળી રાજાએ પૂછ્યું, “હે ભગવન્ ! મેં પૂવે શું કર્મ કર્યા કે હું આ ભવમાં ડગલે ને પગલે શાકિનીના સંગ-સંકટમાં પડ્યો ?” સૂરિજી બોલ્યા, હે રાજન !' સાંભળ– "
પૂ પ્રતિષ્ઠાનપુરમાં હરિદત્ત નામક એક બ્રાહ્મણ. વસતિ હતા. તે શાકિનીઓના આકર્ષણ માટે યંત્ર, મંત્ર, તંત્રાદિથી નિત્ય મંડલે માંડ. તેના છ નોકરે ગાયન વગેરે ઉત્તર ક્રિયાથી તેની સાધનામાં મદદ કરતા એમ તેઓ શાકિ- - નીઓનો નિગ્રહ કરી મનમાન્યા કામ કરાવતા. એક દિવસ તે સાતે એક મુનિદ્વારા ધર્મોપદેશ સાંભળી દયા, દાનપૂર્વક જિનધર્મમાં સ્થાપિત થયા. જિનધર્મની આરાધના કરી અંતે સંખનાપૂર્વક શુભધ્યાનથી મૃત્યુ પામી તે હરદત્તનો જીવ તું સૂર (ધિષ્ટ) તરીકે જન્મે. તારા છએ નોકરે તારા મંડ- * લાધીશ થયા. પૂર્વે તમે શાકિનીઓને પીડા ઉપજાવી હતી તેથી આ ભવમાં તમે પણ શાકિનીઓના સંકટમાં પડ્યા. તે સાંભળી ઉહાપોહ કરતા સાતેને જાતિસ્મરણ જ્ઞાન થયું. સંસારની અસારતા જાણી સાતેએ સાથે સંયમ સ્વીકાર્યું. નિરતિચાર સંયમ પાળી તેઓ સ્વર્ગે ગયા.
| ઈતિ ધિષ્ટ કથા સમાપ્ત છે પ્રભુ કહે છે: હે ભવ્ય ! આ ધિષ્ટના દૃષ્ટાંતને સાંભળી તમે જિનધર્મને વિશેષ રૂપથી આદરે. તેના પ્રભાવથી તમને સ્વગ તથા અપવર્ગનું સુખ પ્રાપ્ત થશે. ધર્મ પ્રભાવથી,