________________
૩૧૩
રીતે પિતાની કન્યાની કલંકકહાણી કહી સંભળાવી. વાગરા બોલી, “હે રાજન ! આપ નિશ્ચિત રહો, તે દુષ્ટ પુરુષને આંધી થડા વખતમાં જ આપની સમક્ષ હાજર કરીશ.” એવી પ્રતિજ્ઞા કરી તે પિતાને ઘેર આવી.
હવે રાતના વેશ્યાએ ગુપ્ત રીતે કન્યાના શયનગૃહમાં સિંદૂર છાંટી દીધું, નિત્યના ક્રમ પ્રમાણે અર્ધરાત્રિએ કુમાર
ત્યાં આવી રાજપુત્રી સાથે કીડા કરી રાત્રીના પાછલા પહેરમાં માળીના ઘેર આવી સૂઈ ગયો. સવારે પેલી વેશ્યાએ સુંદરીના ઘરે આવી સિંદૂર પર પડેલાં પગલાં પરથી પારખ્યું કે આ પુરુષ પૃથ્વી પર પરિભ્રમણ કરનાર ભૂચર જ છે. પછી તે વેશ્યા પિતાના રક્ષકે સાથે તે પુરુષની તપાસ કરવા નીકળી. અનુક્રમે તેણે સિંદૂરથી રક્ત પાદતલવાળા કુમારને જોયો. ત્યારે તેણે નકકી કર્યું કે રાજકન્યા સાથે ભેગ ભેગવનાર આ પુરુષ જ છે અને તેણે કુમારને રક્ષક દ્વારા પકડાવી રાજા પાસે હાજર કર્યો.
- તેને જોઈ ક્રોધાગ્નિથી બળતે રાજા બોલ્યા, “હે કુલાંગાર! આવા કુકર્મો કરતા તને જરા પણ ભય ન થયે? હે મારા લઈ જાવ આ પાખંડીને,–ચઢાવ શુળીએ.” તે સાંભળી મારાઓ તેને વધસ્થાને લઈ જવા લાગ્યા. રસ્તામાં સ્વરૂપવાન અને તેજસ્વી કુમારને ઈલેકે પરસ્પર બોલવા લાગ્યા. અહે ! નિશ્ચય આ કાર્ય રાજાએ અનુચિત કર્યું છે. શું આ કુમાર રાજકન્યાને ગ્ય નથી? સારસના વિયોગથી જેમ સારસી માથું પછાડી પછાડી મૃત્યુને ભેટે છે તેમ રાજ