________________
૨૨૮ લાગ્યા. એ પ્રકારે રત્નસાર પિતાની બન્ને સહચારિણું સાથે સંસારના સુખે સેવ રહેવા લાગ્યા
એક દિવસ તે નગરમાં ધર્મસૂરિ નામના આચાર્ય સપરિવાર પધાર્યા. તેમને વાંદવા રાજા રત્નસાર પ્રમુખ નગરલેકે ત્યાં ગયા. સૂરિજીને વિધિપૂર્વક વાંદી સૌ યાચિત સ્થાને દેશના સાંભળવા બેઠા. દેશનાના અંતે રાજા પૂછવા લાગ્યું કે હે ભગવન ! રત્નસારે પૂર્વ ભવમાં એવું તે શું પુણ્ય કર્યું છે કે જેથી તેને આવા પ્રકારની સમૃદ્ધિ મળી? તે સાંભળી ચાર જ્ઞાનના ધણી એવા ધર્મસૂરિ કહેવા લાગ્યા, હે રાજન ! સાંભળ:–
– રત્નસારને પૂર્વભવ– આ ભરતક્ષેત્રમાં જ રાજપુર નામનું નગર છે. ત્યાં જીતશત્રુ નામને રાજા રાજ્ય કરતો હતો. તેને થીસાર નામે મહાપરાકની પુત્ર હતા. શ્રીસારને એક ક્ષત્રિયપુત્ર, બીજે અમાત્ય પુત્ર અને ત્રીજો શ્રેષ્ઠી પુત્ર એમ ત્રણ મિત્ર હતા. એ ચારેને પરસ્પર અત્યંત નેહ હતો. એક દિવસ અંતઃપુરમાંથી ખાતર પાડી ધન લઈને જતાં કોઈને કોટવાલે પકડ્યો. તેને બાંધી તે રાજા પાસે લઈ ગયે. રાજાએ તેને મોતની સજા આપી. શૂળીએ લઈ જવાતા એવા ચોરને શ્રીસર કુમારે જે, કેટવાલને કુમાર પૂછવા લાગ્યું કે આ પુરુષ કેણ છે અને આને બાંધીને તમે ક્યાં લઈ જાય છે ? ત્યારે કેટવાલે સર્વ હકીકત જણાવી. કુમાર બલ્ય, હે કેટવાલ ! આ શેરને મારે હવાલે કરે. મારી માતાના અવાસમાંથી દ્રવ્ય ચોરનાર આ પુરુષને હું બરાબર શિક્ષા કરીશ. એમ