________________
૨૨૯ કહી કુમાર ચેરને લઈ ગામ બહાર આવ્યું. કુમાર બલ્ય “હે ભાગ્યશાળી! હું તને અભયદાન આપું છું, પરંતુ હે બુદ્ધિમાન! પરાયું ધન લેવાથી ઉત્પન્ન કરેલી કીતિ અને ધન બને નાશ પામે છે. વળી સંપત્તિ વિપત્તિમાં બદલાઈ જાય છે. આ લેકમાં કારાગ્રહ અંગ છેદન વગેરેને ભય અને અપર લેકમાં નરકની ઘોર યાતના વેઠવી પડે છે. માટે હે બુદ્ધિમાન, તું પ્રતિજ્ઞા કરી કે આજથી તારે ચોરી ન કરવી. અહો ! મહાપુરુષની ઉદારતા અને યુક્તિ જગતને આનંદ અને આશ્ચર્ય ઉપજાવનારી હોય છે. કુમારથી બંધ પામેલ ચોર ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લઈ તાપસ થયે. * હવે આ હકીકત કેઈ પુરુષ દ્વારા રાજાએ જાણી, ત્યારે તે કુમારના અકાર્યની નિર્ભત્સના કરતે બોલ્યો; “હે પુત્ર ! તે મારી આજ્ઞાને ભંગ શા માટે કર્યો? ચાલ, મારા નગરમાંથી જલદી જતો રહે? તારા જેવા નીચનું અહીં કાંઈ કોમ નથી.” એ શબ્દો સાંભળતાંની સાથે કુમાર તરત નગર છોડી ચાલી નીકઃ કેમકે, માનવંતા માનવીઓને પિતાની પ્રતિષ્ઠા, ગૌરવ અને સન્માન પ્રાણથી પણ પ્રિય હોય છે, તેના ત્રણે મિત્રે પણ નેહાધીન થઈ કુમારને જઈ મળ્યા, કહ્યું છે કે – . जानीयात्प्रेक्षणे भृत्यान् , बांधवान् व्यसनागमे ॥ . . मित्रमापदि काले च, भार्या च विभवक्षये ॥१॥
અર્થકાંઈ કામ પડે ત્યારે નોકરીની, દુઃખ પડયે અંધુઓની, આપત્તિકાળમાં મિત્રની અને વૈભવને નાશ થવાથી સ્ત્રીની પરીક્ષા થાય છે.