________________
પર તે લાગ જોઈ સહસ્રમલ બધું ફેંદવા લાગ્યો, અને જે સારી વસ્તુઓ હતી તે લઈ પલાયમાન થઈ ગયો. અહીં પાછલી રાતમાં જાગેલા સાધુએ નવીન શિષ્યને ન જોયો એટલે તે વાત આચાર્યને જણાવી. ગુરુ બોલ્યા, “અરે ! જઈને જુઓ કે આપણાં ઉપકરણાદિ છે કે નહીં. થોડીવાર પછી જેઈને આવેલા શિષ્યોએ કહ્યું, “હે ભગવન્! આપનું ઉપકરણાદિ કાંઈ નથી.” તે સાંભળી ગુરુ સહસા બોલી ગયા; “હાય ! - હાય !! મને વારંવાર ધિક્કાર છે! તે ધૂતથી હું પણ છેતરાયો.”
રું #ૐ નરેં રે વમવિ નÉ” એટલું બોલતાં તે પૃથ્વી પર ઢળી પડ્યાં, ગુરુને મૂચ્છિત જોઈ શિષ્યોએ તેમને શીતાપચારથી સચેતન કર્યા, પછી તેઓ અંજલિ જેડી સવિનય બોલ્યા, “હે ભગવન ! -આપ કૃપા કરી કહો કે તે ચેર આપની કઈ અણમોલ વસ્તુ ચરી ગયો છે કે જેથી આપને મૂછ આવી ગઈ.” દિગંબરાચાર્ય બેલ્યા, “હે શિષ્યો! ઉપકરણમાં બાંધેલી વીસ સેનામહોરે હતી તે પણ ઊપડી ગઈ. એવી રીતે તે પાપિચ્છે ઉપકરણ સાથે મારા પ્રાણ પણ હર્યા. તે સાંભળી ગુરુને શેકરહિત કરવા એક વૃદ્ધ શિષ્ય બોલ્યો, “હે ભગવન્! ચંદ્રગ્રહસ્થનું વહાણ સમુદ્રમાં નષ્ટ થઈ જવાથી તેનું બધું ધન ડૂબી ગયું. તે વખતે દુઃખિત થયેલા ચંદ્રગ્રહસ્થને તમે જે ઉપદેશ આપ્યો હતો તે ગાથા કૃપા કરી સંભળાવે. ગુરુ બોલ્યા –