________________
૨૯૬ વહાણને પિતાની છાતીમાં શમાવવા કોશિષ કરતે હતે.
એવામાં જાણે ઉદધિના ઘૂઘવાટાથી જ ગભરાયું હોય એમ વિહાણ ભાંગી સમુદ્રમાં સંતાઈ ગયું. કહ્યું છે કે –
વિશ્વાસઘાત કરનારને, કૃતજનોને, મિત્રદોહ કરનારને, પાપીઓને અને વંચકેને સ્વપ્નમાં પણ સુખ નથી મળતું.”
પુણ્ય રત્નાવતી કાષ્ટના સહારે તણાતી ક્રમશઃ કુસુમપુર નગરે આવી, અને પ્રિયમેલક તીર્થમાં મૌનપણે તપસ્યા કરતી રહેવા લાગી. પ્રધાન પણ પાટિયાંના સહારે કુસુમપુરમાં જ આવ્યું, અને પૂર્વની ઓળખાણને લીધે ત્યાંના રાજાને પ્રધાન થઈ રહેવા લાગ્યો. * હવે અહીં સિંહલસિંહ જ્યારે સમુદ્રમાં પડ્યો ત્યારે કેઈએ તેને ઉપાડી એક તાપસના આશ્રમમાં મૂકે. તાપસે તેના શરીરમાં રાજચિહ્નો જોઈ ક્ષેમકુશળ પૂછી સાદર રાખે. એક દિવસ તાપસ બેલે, “હે કુમાર ! મને આ મારી પુત્રીની ઘણી ચિંતા છે, માટે આ મારી રૂપવંતી કન્યાને પરણું તું મને ચિંતામાંથી મુક્ત કર. તેથી હું નિશ્ચિત થઈ મારું શ્રેય સાધું. કુમારે તે કબૂલ કરી કન્યાને કર ગ્રહણ કર્યો. તપસ્વીએ કરમચનમાં પ્રતિદિન સે ટાંક સેનું આપે તેવી રજાઈ અને ગગનગામિની ખાટલી કુમારને આપ્યાં. - ત્યારબાદ કુમાર પત્ની સહિત કુલપતિને નમસ્કાર કરી ખાટલી પર બેઠે. અને બોલ્યા, “હે ઊડનખાટલી ! જ્યાં ધનવંતી હોય ત્યાં ચાલ, તત્કાળ ખાટલી આકાશમાં ઊડી કુસુમપુરના ઉદ્યાનમાં આવી. ત્યારે તૃષાતુર થયેલી રૂપવંતી બેલી, “હે નાથ ! મને બહુ તૃષા લાગી છે. ”. એટલે કુમાર