________________
થયા ત્યાં પણ ધર્મની આરાધના કરી. નાગકુમાર દેવ થયા અવધિજ્ઞાનથી પૂર્વભવનો સંબંધ જાણું તારા ઉપર તે વાત્સલ્ય રાખે છે. હે ભવ્યા! તે પહેલાં કુલધર શેઠના ઘરમાં અજ્ઞાન નતાને લીધે જે પાપ કર્યું હતું તે કર્મ વિપાકથી દુઃખી. અને માણિભદ્રશેઠના ઘરમાં રહીને જૈન ધર્મની પ્રભાવના કરવાથી તે મન, વચન કાયાની શુદ્ધિથી જૈન ધર્મનું આરાધન કર્યું તેથી તું અત્યારે અનુપમ સુખ ભોગવે છે. તે પૂર્વભવમાં જિનેશ્વરની પૂજાના ઉદ્યાનને નવપલ્લવિત કર્યું હતું તેથી જ આ નંદનવન સમ દેવનિર્મીત ઉદ્યાન તારી સાથે રહે. છે. પ્રભુના મસ્તકે તે છત્ર ધારણ કર્યા તેથી તે ઉદ્યાનની છાયામાં નિવાસ કરે છે. વળી જિનપૂજાના પ્રભાવથી તું નિરંગી રહે છે. પ્રભુની ભક્તિ કરવાથી દેવસમાન સામ્રાજ્ય ભેગવે છે. તે ભક્તિ વડે જ હે આરામભા કેમ કરીને તું શિવસુખ સાધીશ.
Mી તે રાણી પદનાદિ કે પૂર્વ
જ્ઞાનીના વચન સાંભળી તે રાણી ક્ષણવારમાં મૂછ પામી. ધરતી પર ઢળી પડી, શીતળ જળ ચંદનાદિ વડે ચેતના. પામી. અને બોલી હે મુનીશ્વર ! આપના મુખેથી મારો પૂર્વભવ સાંભળી મને જાતિ મરણ જ્ઞાન થયું છે, તેથી મેં જાણ્યું કે આપે કહ્યું તે સર્વ યથાર્થ છે, હું સંસારથી ઉગ પામી છું. મુનીશ્વર ! જો આપ રાજા પાસેથી રજા અપાવે તે હું આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરૂં. રાણીને વચન સાંભળી રાજા બોલ્યો, હે ભદ્રે ! આ પ્રમાણે સંસારની અસારતા જાણ્યા પછી ક્યો ડાહ્યો પુરુષ ઘરમાં બેસી રહે? માટે હું પણ દીક્ષા લઈશ. પછી રાજા મુનીશ્વર પાસે જાય છે અને