________________
૧૭૩
એટલામાં આપના સુભટોએ અમને પકડી બાંધ્યા તેથી અમારા સર્વે મનેર નાશ પામ્યાં. તે સાંભળી રાજાએ તેઓને ગ્ય શિક્ષા કરી. પછી પરિવાર સાથે રાજા મંત્રીના ઘેર આવ્યા.
રાજા મંત્રીની પાસે ક્ષમા માગી બોલવા લાગ્યુઃ “હે મંત્રિ! જો આજે તે વ્રત ત્યર્યું હોત તે નિશ્ચય તારું મૃત્યુ થયું હોત તારા વગર મારા રાજ્યની પણ દુર્દશા થાત. માટે હે મંત્રી ! મેં આજે ધર્મના ફળને પ્રત્યક્ષ જોયું છે.” પછી તેણે રાતે બનેલી બધી હકીકત મંત્રીને કહી. તે સાંભળી મંત્રી બોલ્યાહે રાજન ! ધર્મારાધન કરવાથી સર્વ વિદને નાશ પામે છે” રાજાએ તેની મુદ્રા તેને પાછી આપી.
પોતે પૂર્ણ ચંદ્ર નામના ગુરુ પાસે આવી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. મંત્રી સાથે રાજા દેવપૂજા, સુપાત્રદાન જિનધ્યાન, અને તીર્થયાત્રા વગેરે કરવા લાગ્યા. આવી રીતે મંત્રી યુક્ત રાજા જિનધર્મારાધનમાં સમય ગાળવા લાગ્યા. ધર્મના પ્રભાવે તેના શત્રુ શરણે આવ્યા. આમ અનેક ઉત્તમ કાર્ય કરી રાજાએ પોતાનો જન્મ સફળ કર્યો.
અનુક્રમે અનેક ઉત્તમ કાર્ય કરી તેમજ જિનધર્મ પાળી બને જણા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સિદ્ધિ પદને પામશે.
ઈતિ સુમિત્રમંત્રી કથા સમાપ્ત છે